શિયાળાની ઋતુમાં (Winter Season) બજારમાં લાલ ગાજર અને તાજા સંતરા (Fresh Oranges) ખુબ જ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે શિયાળામાં Gajar no Halvo તો બનાવતા જ હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય તાજા સંતરામાંથી Orange Halwa – સંતરા નો હલવો બનાવ્યો છે? Nagpur Oranges માંથી બનતો આ હલવો સ્વાદમાં થોડો ખાટ્ટો અને મીઠો (Tangy and Sweet) હોય છે, જે ખાવાની ખુબ જ મજા આવે છે. આ હલવો દેખાવમાં Bombay Karachi Halwa જેવો જ લાગે છે.
ઓરેન્જ હલવા માટે ની સામગ્રી
- ઓરેન્જ જ્યુસ 1 ½ કપ
- કોર્ન ફ્લોર ½ કપ
- ખાંડ 1 કપ
- લીંબુનો રસ 1 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- પિસ્તાની કતરણ 2-3 ચમચી
- ઘી 3-4 ચમચી
- ઓરેન્જ ફૂડ કલર 1-2 ટીપા
- પાણી ½ કપ
Orange Halwa banavani rit
સંતરા નો હલવો બનાવવા સૌથી પહેલા એક મોલ્ડ કે થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મુકો. હવે એક વાસણમાં ચાળી કોર્ન ફ્લોર લ્યો એમાં ઓરેન્જ જ્યુસ અને ફૂડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો
ત્યારબાદ ખાંડ ને હલાવતા રહી ઓગાળી લ્યો ખાંડ ઓગળી ને ઉકાળવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખતા જઈ હલાવતા જાઓ અને ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવું.
આમ બધને ને બરોબર મિક્સ કરી લીધા બાદ લગાતાર હલાવતા રહી મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને બે ત્રણ ચમચી ઘે નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી હલવામાં સમાઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ કેર થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર પીસ્તા ની કતરણ છાંટો અને બે ત્રણ કલાક ઠડી થવા દયો ત્રણ કલાક પછી ચાકુથી કાપા કરી કટકા કરી લ્યો અને તૈયાર કટકા ને ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ઓરેન્જ હલવો.
સંતરા નો હલવો બનાવવાની રીત

સંતરા નો હલવો બનાવવાની રીત – Orange Halwa Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઓરેન્જ હલવા માટે ની સામગ્રી
- 1 ½ કપ ઓરેન્જ જ્યુસ
- ½ કપ કોર્ન ફ્લોર
- 1 કપ ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
- 3-4 ચમચી ઘી
- 1-2 ટીપા ઓરેન્જ ફૂડ કલર
- ½ કપ પાણી ½ કપ
Instructions
Orange Halwa banavani rit
- સંતરા નો હલવો બનાવવા સૌથી પહેલા એક મોલ્ડ કે થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મુકો. હવે એક વાસણમાં ચાળી કોર્ન ફ્લોર લ્યો એમાં ઓરેન્જ જ્યુસ અને ફૂડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો
- ત્યારબાદ ખાંડ ને હલાવતા રહી ઓગાળી લ્યો ખાંડ ઓગળી ને ઉકાળવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખતા જઈ હલાવતા જાઓ અને ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવું.
- આમ બધને ને બરોબર મિક્સ કરી લીધા બાદ લગાતાર હલાવતા રહી મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને બે ત્રણ ચમચી ઘે નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી હલવામાં સમાઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ કેર થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર પીસ્તા ની કતરણ છાંટો અને બે ત્રણ કલાક ઠડી થવા દયો ત્રણ કલાક પછી ચાકુથી કાપા કરી કટકા કરી લ્યો અને તૈયાર કટકા ને ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ઓરેન્જ હલવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Gajar Sevai ni kheer – ગાજર સેવઈની ખીર બનાવવાની રીત
methi na ladoo banavani rit | મેથી ના લાડુ
Jalebi banavani rit | જલેબી બનાવવાની રીત
katlu pak recipe in gujarati | કાટલું બનાવવાની રીત












