HomePanjabiPalak Paneer Kulcha Recipe in Gujarati | પાલક પનીર કુલચા

Palak Paneer Kulcha Recipe in Gujarati | પાલક પનીર કુલચા

સામાન્ય રીતે કુલચા મેંદામાંથી અને બટાકાના સ્ટફિંગ સાથે બનતા હોય છે, પણ આજે આપણે તેને એક હેલ્ધી અને કલરફુલ ટ્વિસ્ટ આપીશું. Palak Paneer Kulcha એ સ્વાદ અને પોષણનું અદભૂત મિશ્રણ છે. પાલક અને પનીર માંથી અલગ અલગ પ્રકારના પંજાબી શાક  તો ઘણી વખત બનાવ્યા કે મંગાવ્યા હશે પણ આજ આપણે બને ને સાથે મિક્સ કરી કુલ્ચા બનાવશું. જેને તમે પંજાબી શાક અથવા એમજ પણ ખાઈ શકો છો આ પાલક પનીર કુલચા.

પાલકની પ્યુરી લોટમાં નાખવાથી તેને કુદરતી લીલો રંગ (Natural Green Color) મળે છે અને પનીરનું સ્ટફિંગ તેને રિચ બનાવે છે.આ કુલચા બનાવવા માટે તમારે તંદૂરની જરૂર નથી, તમે રસોડાની સાદી તવી પર પણ હોટલ જેવા કુલચા બનાવી શકો છો. ખાસ કરીને જે બાળકો પાલક ખાવાની ના પાડતા હોય, તેમને આ વાનગી ખૂબ જ ભાવશે. ચાલો જોઈએ પાલક પનીર કુલચા બનાવવાની રીત.

પાલક પનીર કુલચા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદા નો લોટ ½ કપ
  • દહીં ½ કપ
  • પાલક ની પ્યુરી ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • સ્ટફિંગ માટેની સામગ્રી
  • છીણેલું પનીર 1 કપ
  • ચીલી ફ્લેક્ષ 1-2  ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Palak Paneer Kulcha banavani rit

પાલક પનીર કુલચા બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાલક ને સુધારી લ્યો અને સુધારેલી પાલક ને મિકસર જારમાં નાખી પીસી પ્યુરી બનાવી લ્યો. પ્યુરી ને સ્મૂથ બનાવવા એમાં દહીં નાખી પીસી સ્મૂથ પીસી પ્યુરી બનાવી લ્યો. હવે કથરોટમાં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, અને પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લોટ બાંધી લ્યો.

લોટ ને થોડો નરમ કરવા જરૂર લાગે થો પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મુકો.હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં પનીર ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્ષ,  જીરું પાઉડર, ગરમ મસાલો  અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો. 

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એક સરખા ચાર થી પાંચ એક સરખા ભાગ કરી લ્યો હવે હવે એક લુવો લઇ એને હથેળી માં ફેલાવી લઇ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરી લુવો બનાવી લ્યો. આમ બધા જ લુવામાં સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મુકો.

તવી ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ લુવો લ્યો અને કોરા લોટની મદદથી મીડીયમ ઝાડી રોટલી બનાવી લ્યો અને તૈયાર રોટલી ની એક બાજુ પાણી વાળો હાથ કરી રોટલી પર બરોબર ફેલાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકી થોડી વાર ચડાવી લ્યો. હવે તવી ને હેન્ડલ / સાણસી થી પકડી ઉંધી કરી બધી બાજુ ફેરવી ને ચડાવી લ્યો.

કુલ્ચા બને બાજુથી બરોબર ચડી જાય એટલે તાવીથા થી ઉખાડી ઉતારી એના પર માખણ કે ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર કુલ્ચા.  

Kulcha recipe notes

  1. અહી તમે ખાલી ઘઉં નો લોટ અથવા ખાલી મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.

પાલક પનીર કુલચા બનાવવાની રીત

Healthy Palak Paneer Kulcha on Tawa - પાલક પનીર કુલચા

Palak Paneer Kulcha Recipe in Gujarati | પાલક પનીર કુલચા

સામાન્ય રીતે કુલચા મેંદામાંથી અને બટાકાના સ્ટફિંગ સાથે બનતાહોય છે, પણ આજે આપણે તેને એક હેલ્ધી અને કલરફુલટ્વિસ્ટ આપીશું. Palak Paneer Kulcha એસ્વાદ અને પોષણનું અદભૂત મિશ્રણ છે. પાલક અને પનીર માંથી અલગ અલગ પ્રકારના પંજાબી શાક  તો ઘણી વખત બનાવ્યા કે મંગાવ્યા હશે પણ આજ આપણે બને ને સાથે મિક્સ કરી કુલ્ચા બનાવશું. જેને તમે પંજાબી શાક અથવા એમજ પણ ખાઈ શકો છોઆ પાલક પનીર કુલચા.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 મિક્સર

Ingredients

પાલક પનીર કુલચા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદા નો લોટ
  • ½ કપ દહીં
  • ½ કપ પાલક ની પ્યુરી
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 કપ છીણેલું પનીર
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્ષ
  • 1 ચમચી જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Palak Paneer Kulcha banavani rit

  • પાલક પનીર કુલચા બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાલક ને સુધારી લ્યો અને સુધારેલી પાલક ને મિકસર જારમાં નાખી પીસી પ્યુરી બનાવી લ્યો. પ્યુરી ને સ્મૂથ બનાવવા એમાં દહીં નાખી પીસી સ્મૂથ પીસી પ્યુરી બનાવી લ્યો. હવે કથરોટમાં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, અને પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લોટ બાંધી લ્યો.
  • લોટ ને થોડો નરમ કરવા જરૂર લાગે થો પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મુકો.હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં પનીર ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્ષ, જીરું પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એક સરખા ચાર થી પાંચ એક સરખા ભાગ કરી લ્યો હવે હવે એક લુવો લઇ એને હથેળી માં ફેલાવી લઇ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરી લુવો બનાવી લ્યો. આમ બધા જ લુવામાં સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મુકો.
  • તવી ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ લુવો લ્યો અને કોરા લોટની મદદથી મીડીયમ ઝાડી રોટલી બનાવી લ્યો અને તૈયાર રોટલી ની એક બાજુ પાણી વાળો હાથ કરી રોટલી પર બરોબર ફેલાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકી થોડી વાર ચડાવી લ્યો. હવે તવી ને હેન્ડલ / સાણસી થી પકડી ઉંધી કરી બધી બાજુ ફેરવી ને ચડાવી લ્યો.
  • કુલ્ચા બને બાજુથી બરોબર ચડી જાય એટલે તાવીથા થી ઉખાડી ઉતારી એના પર માખણ કે ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર કુલ્ચા.

Kulcha recipe notes

  • અહી તમે ખાલી ઘઉં નો લોટ અથવા ખાલી મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular