દશેરા આવી રહ્યા છે ત્યારે દરેક ઘરે ફાફડા અને જલેબી તો આવવવાની જ છે પણ આ વખતે આપણે બહાર થી નહિ પણ ઘરે ઘરની સામગ્રી માંથી રેગ્યુલર જલેબી ની જગ્યાએ પનીર માંથી જલેબી બનાવતા શીખીશું. જે બહાર થી ક્રિસ્પી અંદર થી જ્યુસી અને સોફ્ટ બની ને તૈયાર થશે તો ચાલો Paneer jalebi – પનીર જલેબી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ગાયનું દૂધ 1 લિટર
- મેંદા નો લોટ – ½ કપ
- કોર્ન ફ્લોર 1 ચમચી- ૧
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- નારંગી / પીળો ફૂડ કલર 1-2 ટીપાં
- ખાંડ 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- દૂધ / પાણી ¼ કપ
- વિનેગર 2 ચમચી
- પાણી ½ કપ +4
Paneer jalebi banavani recipe
પનીર જલેબી બનાવવા સૌથી એક તપેલીમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં એક વાટકામાં વિનેગર લઈ એમાં ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડું થોડું નાખતા જઈ બરોબર મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો. દૂધ બરોબર ફાટી જાય એટલે ચારણીમાં સાફ કપડું મૂકી એમાં પનીર ને પાણીથી અલગ કરવા ગાળી લ્યો અને બે પાણીથી ધોઈ લ્યો.
હવે પનીર ને થોડું દબાવી બધું જપાની અલગ કરી લ્યો અને અલગ કરેલ પનીર ને ક્રશ કરી મિક્સર જારમાં નાખો સાથે મેંદા નો લોટ, બેકિંગ પાઉડર અને કોર્ન ફ્લોર નાખો અને ઢાંકણ બંધ કરી એક વખત ફેરવી લ્યો.ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પા કપ પાણી અથવા દૂધ નાખતા જઈ સ્મૂથ પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
હવે ગેસ પર બીજી તપેલીમાં ખાંડ, ફૂડ કલર અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી હલાવતા રહી ચાસણી બનાવી લ્યો. ચાસણી થોડી ચિકાસ પડતી બને ત્યાં સુંધી ચડાવી લ્યો અને ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી એક બાજુ મૂકો.
ત્યારબાદ ગેસ પર એક ફ્લેટ તરિયા વાળી કડાઈ મા તેલ / ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ પાઇપિંગ બેગ માં સ્ટાર નોઝલ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે કડછી પર તેલ લગાવી એના પર તૈયાર મિશ્રણ વાળી નોઝલ ગોળ ગોળ ફેરવી વચ્ચે પેક કરી લ્યો ( જલેબી જેમ ગોળ ગોળ બનાવી લ્યો ) અને કડછી ને ગરમ ઘી / તેલ માં મૂકતા જાઓ. આમ થોડી થોડી જલેબી તરી લ્યો.
તરેલી જલેબી ને નવશેકી ચાસણીમાં બે મિનિટ બોળી નાખો અને ત્યાર બાદ ચાસણી માંથી કાઢી ચારણીમાં મુકો જેથી વધારાની ચાસણી અલગ થઈ જાય. આમ બધી જલેબી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પનીર જલેબી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પનીર જલેબી બનાવવાની રેસીપી

Paneer jalebi banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
- 1 લિટર ગાયનું દૂધ
- ½ કપ મેંદા નો લોટ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- 1-2 ટીપાં નારંગી / પીળો ફૂડ કલર
- 1 કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- ¼ કપ દૂધ / પાણી
- 2 ચમચી વિનેગર
- ½ કપ પાણી
Instructions
Paneer jalebi banavani recipe
- પનીર જલેબી બનાવવા સૌથી એક તપેલીમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં એક વાટકામાં વિનેગર લઈ એમાં ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડું થોડું નાખતા જઈ બરોબર મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો. દૂધ બરોબર ફાટી જાય એટલે ચારણીમાં સાફ કપડું મૂકી એમાં પનીર ને પાણીથી અલગ કરવા ગાળી લ્યો અને બે પાણીથી ધોઈ લ્યો.
- હવે પનીર ને થોડું દબાવી બધું જપાની અલગ કરી લ્યો અને અલગ કરેલ પનીર ને ક્રશ કરી મિક્સર જારમાં નાખો સાથે મેંદા નો લોટ, બેકિંગ પાઉડર અને કોર્ન ફ્લોર નાખો અને ઢાંકણ બંધ કરી એક વખત ફેરવી લ્યો.ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પા કપ પાણી અથવા દૂધ નાખતા જઈ સ્મૂથ પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર બીજી તપેલીમાં ખાંડ, ફૂડ કલર અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી હલાવતા રહી ચાસણી બનાવી લ્યો. ચાસણી થોડી ચિકાસ પડતી બને ત્યાં સુંધી ચડાવી લ્યો અને ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી એક બાજુ મૂકો.
- ત્યારબાદ ગેસ પર એક ફ્લેટ તરિયા વાળી કડાઈ મા તેલ / ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ પાઇપિંગ બેગ માં સ્ટાર નોઝલ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે કડછી પર તેલ લગાવી એના પર તૈયાર મિશ્રણ વાળી નોઝલ ગોળ ગોળ ફેરવી વચ્ચે પેક કરી લ્યો ( જલેબી જેમ ગોળ ગોળ બનાવી લ્યો ) અને કડછી ને ગરમ ઘી / તેલ માં મૂકતા જાઓ. આમ થોડી થોડી જલેબી તરી લ્યો.
- તરેલી જલેબી ને નવશેકી ચાસણીમાં બે મિનિટ બોળી નાખો અને ત્યાર બાદ ચાસણી માંથી કાઢી ચારણીમાં મુકો જેથી વધારાની ચાસણી અલગ થઈ જાય. આમ બધી જલેબી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પનીર જલેબી.
Notes
- ફૂડ કલર ઓપ્શનલ છે.
- દૂધ તમે દહીં, લીંબુ થી પણ ફાડી શકો.
- તમારા પાસે નોઝલ કે પાઈપિંગ બેગ ના હોય તો દૂધ ની થેલી થી પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Kesar Kheer puding | કેસર ખીર પુડિંગ બનાવવાની રેસીપી
Kunafa chocolate banavani rit | કુનાફા ચોકલેટ
Malai ladoo banavani rit | મલાઈ લાડુ
mesub recipe in gujarati | મેસુબ
doodh pak recipe in gujarati | દૂધ પાક