ભીંડા (Okra) એક એવું શાક છે જે બાળકોથી લઈને મોટાભાગના લોકોને ખૂબ ભાવે છે. પણ જો તેને એક જ રીતે બનાવીએ તો કંટાળો આવે છે. વળી, ભીંડા બનાવતી વખતે સૌથી મોટી સમસ્યા તેની ‘ચીકાશ’ (Sliminess) ની હોય છે.આજે આપણે બનાવીશું Peanut Bhindi Masala, આજ રેગ્યુલર શાક થી થોડું અલગ લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર એકદમ છુટ્ટું અને કુરકુરું (Crispy) આ પીનટ ભીંડી મસાલા એક વખત જરૂર ટ્રાય કરવા જેવા છે. પરાઠા કે દાળ-ભાત સાથે આ શાકનો સ્વાદ અદભૂત લાગે છે.
Table of contents
ભીંડા અને વઘાર માટે જરૂરી સામગ્રી
- શેકેલ સિંગદાણા / પીનટ ¼ કપ
- છીણેલ નારિયલ 1-2 ચમચી
- શેકેલ સફેદ તલ 2 ચમચી
- જીરું 1 +1 ચમચી
- કાચી વરીયાળી 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- તેલ 3-4 ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- સુધારેલ ભીંડા 250 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
Peanut Bhindi Masala banavani rit
પીનટ ભીંડી મસાલા બનાવવા સૌથી પહેલા ભીંડા ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી બરોબર લુછી ને કોરા કરી લ્યો અને બને બાજુની ડાળી ને ચાકુથી કાપી આંગળી ના ટેરવા જેટલા લાંબા લાંબા સુધારી લઇ એક બાજુ મુકો. મિક્સર જારમાં શેકેલ સિંગદાણા, શેકેલ સફેદ તલ, કાચી વરીયાળી, જીરું એક ચમચી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને આમચૂર પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી દાદરા પીસી લઇ એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એક ચમચી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો હવે એમ સુધારેલ ભીંડા નાખો અને એને પણ ચમચા થી થોડી થોડી વારે હલાવતા રહી શેકો. ભીંડા શેકાઈ થોડા ગોલ્ડન થવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ગેસ ધીમો કરી ભીંડા ને બરોબર મસાલા સાથે ચડાવી લ્યો.
પાંચ સાત મિનીટ પછી ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા રોટલી કે પરોઠા સાથે લ્યો. તો તૈયાર છે સીંગદાણાવાળા ભીંડા.
પીનટ ભીંડી મસાલા બનાવવાની રીત

Peanut Bhindi Masala Recipe in Gujarati | પીનટ ભીંડી મસાલા | Bhinda nu Shaak
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ભીંડા અને વઘાર માટે જરૂરી સામગ્રી
- ¼ કપ શેકેલ સિંગદાણા / પીનટ
- 1-2 ચમચી છીણેલ નારિયલ
- 2 ચમચી શેકેલ સફેદ તલ
- 2 ચમચી જીરું
- 1 ચમચી કાચી વરીયાળી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 3-4 ચમચી તેલ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 250 ગ્રામ સુધારેલ ભીંડા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Peanut Bhindi Masala banavani rit
- પીનટ ભીંડી મસાલા બનાવવા સૌથી પહેલા ભીંડા ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી બરોબર લુછી ને કોરા કરી લ્યો અને બને બાજુની ડાળી ને ચાકુથી કાપી આંગળી ના ટેરવા જેટલા લાંબા લાંબા સુધારી લઇ એક બાજુ મુકો. મિક્સર જારમાં શેકેલ સિંગદાણા, શેકેલ સફેદ તલ, કાચી વરીયાળી, જીરું એક ચમચી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને આમચૂર પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી દાદરા પીસી લઇ એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એક ચમચી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો હવે એમ સુધારેલ ભીંડા નાખો અને એને પણ ચમચા થી થોડી થોડી વારે હલાવતા રહી શેકો. ભીંડા શેકાઈ થોડા ગોલ્ડન થવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ગેસ ધીમો કરી ભીંડા ને બરોબર મસાલા સાથે ચડાવી લ્યો.
- પાંચ સાત મિનીટ પછી ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા રોટલી કે પરોઠા સાથે લ્યો. તો તૈયાર છે સીંગદાણાવાળા ભીંડા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Ghau na Ponk nu Jadariyu Recipe in Gujarati | ઘઉંના પોંકનું જાદરિયું
guvar batata nu koru shaak banavani rit | ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત
Chana ni daal ane kobi nu shaak banavani rit | ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત
Kala chana nu shaak | કાળા ચણા નું શાક
Aloo dum biryani banavani rit | આલુ દમ બિરયાની બનાવવાની રીત
