ગણપતિ બાપ્પા આવી રહ્યા છે અને એમના સ્વાગત માં આપણે બીજી ઘણી બધી તૈયારીઓ સાથે એમના માટે એમના પસંદ ના મોદક બનાવવાની પણ તૈયારીઓ કરતા હોઈએ છીએ ત્યારે બધા ને એવી ઈચ્છા હોય કે એ બધા થી અલગ જ સ્વાદિસ્ટ મોદક બનાવી બાપ્પા ને અર્પણ કરે તો આજ આપણે મોઢા માં નાખતા જ ઓગળી જાય અને ગણપતિ બાપ્પા ને પણ પસંદ આવે એવા Rasmalai Modak -રસમલાઈ મોદક બનાવતા શીખીએ.
INGREDIENTS
- પનીર 500 ગ્રામ
- ઘી 4- 5 ચમચી
- મિલ્ક પાઉડર ½ કપ
- પીસેલી સાકર 4- 5 ચમચી
- રોઝ એસેન્સ 1- 2 ટીપાં
- ગુલાબની પાંખડી 2- 3 ચમચી
- પિસ્તા ની કતરણ 3- 4 ચમચી
- કેસર ના તાંતણા 10- 15
Rasmalai Modak banavani rit
રસમલાઈ મોદક બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસર ના તાંતણા ને નવશેકા પાણીમાં નાખી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં ફ્રેશ હોય એવા પનીર ના કટકા નાખો અને મિક્સર જાર ની ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી ને પનીર ને પીસી સ્મૂથ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો.
ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ પનીર અને પીસેલી સાકર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો. મિશ્રણ પહેલા તો પીગળેલું બની જશે પણ થોડી વાર હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ચડાવતા રહો.
મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં રોઝ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં કેસર નું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ફ્રી બધું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પિસ્તા ની કતરણ અને સૂકા ગુલાબની પાંખડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને મોલ્ડ માં થોડા પિસ્તા અને ગુલાબની પાંખડી મૂકી તૈયાર મિશ્રણ મૂકી પેક કરી લ્યો અને ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો આમ બધા જ મોદક તૈયાર કરી લ્યો અને ગણપતિ બાપ્પા ને ચડાવી પ્રસાદી ગ્રહણ કરો. તો તૈયાર છે રસમલાઈ મોદક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રસમલાઈ મોદક બનાવવાની રીત

Rasmalai Modak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મોદક મોલ્ડ
- 1 મિક્સર
Ingredients
- 500 ગ્રામ પનીર
- 4- 5 ચમચી ઘી
- ½ કપ મિલ્ક પાઉડર
- 4- 5 ચમચી પીસેલી સાકર
- 1- 2 ટીપાં રોઝ એસેન્સ
- 2- 3 ચમચી ગુલાબની પાંખડી
- 3- 4 ચમચી પિસ્તા ની કતરણ
- 10- 15 કેસર ના તાંતણા
Instructions
Rasmalai Modak banavani rit
- રસમલાઈ મોદક બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસર ના તાંતણા ને નવશેકા પાણીમાં નાખી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં ફ્રેશ હોય એવા પનીર ના કટકા નાખો અને મિક્સર જાર ની ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી ને પનીર ને પીસી સ્મૂથ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો.
- ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ પનીર અને પીસેલી સાકર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો. મિશ્રણ પહેલા તો પીગળેલું બની જશે પણ થોડી વાર હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ચડાવતા રહો.
- મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં રોઝ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં કેસર નું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ફ્રી બધું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પિસ્તા ની કતરણ અને સૂકા ગુલાબની પાંખડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને મોલ્ડ માં થોડા પિસ્તા અને ગુલાબની પાંખડી મૂકી તૈયાર મિશ્રણ મૂકી પેક કરી લ્યો અને ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો આમ બધા જ મોદક તૈયાર કરી લ્યો અને ગણપતિ બાપ્પા ને ચડાવી પ્રસાદી ગ્રહણ કરો. તો તૈયાર છે રસમલાઈ મોદક.
Notes
- તૈયાર મિશ્રણ થોડું નરમ લાગતું હોય તો ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી ને મોદક બનાવો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Ragi Modak banavani rit | રાગી મોદક બનાવવાની રીત
kuvar pak banavani rit | કુવાર પાક બનાવવાની રીત
moraiya ni kheer banavani rit | મોરૈયા ની ખીર બનાવવાની રીત
bundi na ladoo banavani rit | બુંદીના લાડુ
rabdi malpua banavani rit | રબડી માલપુઆ બનાવવાની રીત
Magas na ladoo banavani rit | મગજ ના લાડુ બનાવવાની રીત