આ સાકર પાપડી એ ગુજરાત ની વર્ષો જૂની એક મીઠાઈ છે જે આજ કાલ ખૂબ ઓછા લોકો બનાવતા હોય છે. આ સાકર પાપડી નો આકાર કાજુ કતરી જેવો જ લાગતો હોય છે અને હાલ સાતમ આઠમ પર ઘરે મીઠાઈ ને ફરસાણ બનાવો ત્યારે એક વખત ચોક્કસ આ મીઠાઈ બનાવી મજા લઈ શકો છો. તો ચાલો Sakar papadi – સાકર પાપડી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બેસન 1 કપ
- ઘી ½ કપ
- સાકર ⅓ કપ
- પિસ્તા ની કતરણ 2- 3 ચમચી
Sakar papadi banavani recipe
સાકર પાપડી બનાવવા સૌપ્રથમ આપણે સાકર ને પીસી ને પાઉડર બનાવી લેશું અને તૈયાર પીસેલા સાકર નો પાઉડર એક બાજુ મૂકીશું. હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી નવશેકું ગરમ કરવા મૂકો. ઘી નવશેકું થાય એટલે એમાં બેસન ને ચાળી ને નાખો ત્યાર બાદ હલાવતા રહો. બેસન ને સાવ ધીમા તાપે હલાવતા રહો બેસન ને આઠ દસ મિનિટ સુધી હલાવતા રહી શેકતા રહો.
દસ મિનિટ પછી ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો. ત્યાર બાદ બીજી કડાઈ માં સાકર ની પાઉડર નાખી એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી હલાવતા રહો અને દોઢ તાર ની ચાસણી બનાવી લ્યો. ચાસણી ઘટ્ટ થઈ દોઢ તાર થાય એટલે ગેસ બંધ કરી નાખો.
હવે તૈયાર ચાસણી માં શેકી રાખેલ બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ બરોબર મિક્સ કરતા જશો એટલે મિશ્રણ ઘટ્ટ બાંધેલા લોટ જેમ બની જાય એટલે બટર પેપર માં મૂકો અને થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઘી લગાવેલ વેલણ વડે મીડીયમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી વેલણ વડે વણી લ્યો.
વણેલી સાકર પાપડી પર ચાકુ થી મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો. તૈયાર કટકા ને થોડી વાર ઠંડા થવા દયો અને કટકા ઠંડા થાય એટલે હાથ થી અલગ અલગ કરી ડબ્બા માં ભરી પંદર વીસ દિવસ સુંધી મજા લ્યો. તો તૈયાર છે સાકર પાપડી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સાકર પાપડી બનાવવાની રેસીપી

Sakar papadi banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ બેસન
- ½ કપ ઘી
- ⅓ કપ સાકર
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Sakar papadi banavani recipe
- સાકર પાપડી બનાવવા સૌપ્રથમ આપણે સાકર ને પીસી ને પાઉડર બનાવી લેશું અને તૈયાર પીસેલા સાકર નો પાઉડર એક બાજુ મૂકીશું. હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી નવશેકું ગરમ કરવા મૂકો. ઘી નવશેકું થાય એટલે એમાં બેસન ને ચાળી ને નાખો ત્યાર બાદ હલાવતા રહો. બેસન ને સાવ ધીમા તાપે હલાવતા રહો બેસન ને આઠ દસ મિનિટ સુધી હલાવતા રહી શેકતા રહો.
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો. ત્યાર બાદ બીજી કડાઈ માં સાકર ની પાઉડર નાખી એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી હલાવતા રહો અને દોઢ તાર ની ચાસણી બનાવી લ્યો. ચાસણી ઘટ્ટ થઈ દોઢ તાર થાય એટલે ગેસ બંધ કરી નાખો.
- હવે તૈયાર ચાસણી માં શેકી રાખેલ બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ બરોબર મિક્સ કરતા જશો એટલે મિશ્રણ ઘટ્ટ બાંધેલા લોટ જેમ બની જાય એટલે બટર પેપર માં મૂકો અને થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઘી લગાવેલ વેલણ વડે મીડીયમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી વેલણ વડે વણી લ્યો.
- વણેલી સાકર પાપડી પર ચાકુ થી મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો. તૈયાર કટકા ને થોડી વાર ઠંડા થવા દયો અને કટકા ઠંડા થાય એટલે હાથ થી અલગ અલગ કરી ડબ્બા માં ભરી પંદર વીસ દિવસ સુંધી મજા લ્યો. તો તૈયાર છે સાકર પાપડી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sago kesri banavani recipe | સાગો કેસરી બનાવવાની રેસીપી
Oreo Ice Cream banavani rit | ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત
Malai ladoo banavani rit | મલાઈ લાડુ બનાવવાની રીત
Meva Paak recipe | મેવા પાક બનાવવાની રીત
Soji no dudh valo halvo | સોજી નો દૂધ વાળો હલવો