
ચિપ્સ બનાવતા શીખીશું. જે એક દમ હેલ્થી અને ટેસ્ટી બની ને તૈયાર થશે. જે લોકો ને તારેલ ચિપ્સ પસંદ નથી એમના માટે આ ચિપ્સ ખૂબ સારી છે. અને આ ચિપ્સ તૈયાર કરી મહિના સુંધી ખાઈ શકો છો. તો ચાલો Shakkariya ni chips – શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- શક્કરીયા 400 ગ્રામ
- માખણ 30 ગ્રામ
- છીણેલો ગોળ અથવા દાણાદાર ખાંડ 20 ગ્રામ
- ચોખાનો લોટ 30 ગ્રામ
- કાળા અને સફેદ તલ 1 ચમચી
Shakkariya ni chips banavani rit
શક્કરિયા ની ચિપ્સ બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરી ધોઈ લેવા. હવે ચાકુથી નાના કટકા કરી ચારણીમાં મૂકો. આમ બધા શક્કરિયાના કટકા કરી ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એકાદ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો અને પાણી ગરમ થાય એટલે એમાં શક્કરિયા વાળી ચારણી મૂકી ઢાંકી દસ પંદર મિનિટ બાફી લ્યો.
પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી કાઢી બાફેલા શક્કરિયા ને કથરોટમાં નાખી મેસર અથવા કાંટા ચમચી થી બાફેલા શક્કરિયા ને મેસ કરી સ્મૂથ કરી લ્યો હવે એમાં માખણ, છીણેલો ગોળ અથવા ખાંડ, સફેદ કાળા તલ, ચોખાનો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની ચિપ્સ કરવી હોય તે સાઇઝ ના લુવા બનાવી લ્યો.
કડાઈમાં કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો અથવા ઓવેન ને 140 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મૂકી દયો. હવે બેકિંગ ટ્રે / એલ્યુમિનિયમ ની પ્લેટ માં બટર પેપર મૂકી એમાં થોડા થોડા અંતરે લુવા મૂકી બીજું બટર પેપર મૂકી મોટા વાટકાથી દબાવી દબાવી ચિપ્સ બનાવી લ્યો. અને તૈયાર ચિપ્સ વાળી ટ્રે ને ઓવેન અથવા કડાઈ માં મૂકી 30- 40 મિનિટ ધીમા તાપે બેક કરી લ્યો.
40 મિનિટ પછી ટ્રે ને કાઢી ઠંડી થવા દયો અને ચિપ્સ ઠંડી થાય એટલે તૈયાર ચિપ્સ લઈ લ્યો આમ થોડી થોડી કરી બધી જ ચિપ્સ બનાવી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે શક્કરિયા ની ચિપ્સ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત

Shakkariya ni chips banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 મિક્સર
- 1 ઓવેન
- 1 કડાઈ
Ingredients
- 400 ગ્રામ શક્કરીયા
- 30 ગ્રામ માખણ
- 20 ગ્રામ છીણેલો ગોળ અથવા દાણાદાર ખાંડ
- 30 ગ્રામ ચોખાનો લોટ
- 1 ચમચી કાળા અને સફેદ તલ
Instructions
Shakkariya ni chips banavani rit
- શક્કરિયા ની ચિપ્સ બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરી ધોઈ લેવા. હવે ચાકુથી નાના કટકા કરી ચારણીમાં મૂકો. આમ બધા શક્કરિયાના કટકા કરી ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એકાદ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો અને પાણી ગરમ થાય એટલે એમાં શક્કરિયા વાળી ચારણી મૂકી ઢાંકી દસ પંદર મિનિટ બાફી લ્યો.
- પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી કાઢી બાફેલા શક્કરિયા ને કથરોટમાં નાખી મેસર અથવા કાંટા ચમચી થી બાફેલા શક્કરિયા ને મેસ કરી સ્મૂથ કરી લ્યો હવે એમાં માખણ, છીણેલો ગોળ અથવા ખાંડ, સફેદ કાળા તલ, ચોખાનો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની ચિપ્સ કરવી હોય તે સાઇઝ ના લુવા બનાવી લ્યો.
- કડાઈમાં કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો અથવા ઓવેન ને 140 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મૂકી દયો. હવે બેકિંગ ટ્રે / એલ્યુમિનિયમ ની પ્લેટ માં બટર પેપર મૂકી એમાં થોડા થોડા અંતરે લુવા મૂકી બીજું બટર પેપર મૂકી મોટા વાટકાથી દબાવી દબાવી ચિપ્સ બનાવી લ્યો. અને તૈયાર ચિપ્સ વાળી ટ્રે ને ઓવેન અથવા કડાઈ માં મૂકી 30- 40 મિનિટ ધીમા તાપે બેક કરી લ્યો.
- 40 મિનિટ પછી ટ્રે ને કાઢી ઠંડી થવા દયો અને ચિપ્સ ઠંડી થાય એટલે તૈયાર ચિપ્સ લઈ લ્યો આમ થોડી થોડી કરી બધી જ ચિપ્સ બનાવી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે શક્કરિયા ની ચિપ્સ.
Notes
- ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો. અને ખાંડ ની જગ્યાએ સુગર ફ્રી પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Juvar na lot na dhokla banavani rit | જુવાર ના લોટ ના ઢોકળા બનાવવાની રીત
Bacheli rotli na samosa | બચેલી રોટલી ના સમોસા
Green methi mathri banavani rit | ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત
Batata soji ni chakri banavani rit | બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત