સિંગોડા ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે અને તમે સિંગોડા બાફી ને શાક બનાવી ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક ચાર્ટ બનાવશું જે ખુબ ઓછી સામગ્રીથી તૈયાર થશે અને ખુબ સ્વાદીસ્ટ પણ લાગશે. તો ચાલો Singoda chaat – સિંગોડા ચાટ બનાવવાની રીત શીખીએ.
Table of contents
INGREDIENTS
- સિંગોડા 500 ગ્રામ
- લીલા મરચા ઝીણા સુધારેલ 1-2
- લીલા ધાણા ઝીણા સુધારેલા 3-4 ચમચી
- છીણેલું આદ્દું 1 ચમચી
- જીરું 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ઘી 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Singoda chaat banavani recipe
સિંગોડા ચાટ બનાવવા સૌથી પહેલા કાચા સિંગોડા ને પંદર વીસ મિનીટ પાણીમાં મીઠું નાખી બોળી રાખો ત્યાર બાદ સિંગોડાના કાંટા ના વાગે એમ મસળી ને એક એક સિંગોડા ને સાફ કરી બીજા પાણીમાં નાખતા જાઓ. આમ બધા સિંગોડા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો.
હવે એક વાસણમાં ધોઈ સિંગોડા નાખો અને એમાં એક થી બે ગ્લાસ પાણી નાખી પંદર થી વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી સિંગોડા ને ચારણીમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો. અને સિંગોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઇ એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાખી તતડાવી લો ત્યાર બાદ એમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખી શેકી લ્યો. બને બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સિંગોડા નાખી મિક્ક્ષ કરી લ્યો,
ત્યાર બાદ એમાં મરી પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હલાવી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી ઢાંકણ ખોલી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્ક્ષ ગરમ ગરમ સર્વ કરો.
સિંગોડા ચાટ બનાવવાની રેસીપી

Singoda chaat banavani recipe
Equipment
- 1 તપેલી
- 1 કડાઈ
Ingredients
- 500 ગ્રામ સિંગોડા
- 1-2 લીલા મરચા ઝીણા સુધારેલ
- 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલા
- 1 ચમચી છીણેલું આદ્દું
- 1 ચમચી જીરું
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી લીંબુ નો રસ
- 1-2 ચમચી ઘી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Singoda chaat banavani recipe
- સિંગોડા ચાટ બનાવવા સૌથી પહેલા કાચા સિંગોડા ને પંદર વીસ મિનીટ પાણીમાં મીઠું નાખી બોળી રાખો ત્યાર બાદ સિંગોડાના કાંટા ના વાગે એમ મસળી ને એક એક સિંગોડા ને સાફ કરી બીજા પાણીમાં નાખતા જાઓ. આમ બધા સિંગોડા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો.
- હવે એક વાસણમાં ધોઈ સિંગોડા નાખો અને એમાં એક થી બે ગ્લાસ પાણી નાખી પંદર થી વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી સિંગોડા ને ચારણીમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો. અને સિંગોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઇ એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાખી તતડાવી લો ત્યાર બાદ એમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખી શેકી લ્યો. બને બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સિંગોડા નાખી મિક્ક્ષ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં મરી પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હલાવી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી ઢાંકણ ખોલી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્ક્ષ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સિંગોડા ચાર્ટ.
Notes
- તીખાસ, મીઠું અને ખટાસ તમારી પસંદ મુજબ નાખવા
- તમે આ ચાર્ટ કાચા સિંગોડા માંથી પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Dakor na gota banavani rit | ડાકોર ના ગોટા બનાવવાની રીત
khara pudla recipe in gujarati | ખારા પુડલા
sev usal | સેવ ઉસળ બનાવવાની રીત
fafda recipe in gujarati | ફાફડા બનાવવાની રીત
dal pakwan banavani rit | દાલ પકવાન
methi na muthiya | મેથી ના મુઠીયા બનાવવાની રીત
