શિયાળો (Winter) આવે એટલે ગુજરાતીઓના ઘરમાં જેની સૌથી વધુ રાહ જોવાતી હોય તે છે Surti Undhiyu. સુરતનું પ્રખ્યાત અને લીલી વનરાજી જેવું આ સુરતી લીલું ઊંધિયું સ્વાદમાં શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યમાં ગુણકારી છે. આ રેસીપીમાં આપણે ખાસ કરીને લીલુ લસણ (Green Garlic), લીલી તુવેર અને પાપડીનો ભરપૂર ઉપયોગ કરીશું. જો તમે Authentic Surti Green Undhiyu Recipe શોધી રહ્યા છો, તો આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત તમારા માટે જ છે. ચાલો બનાવીએ પરફેક્ટ ટેસ્ટ વાળું ઊંધિયું.
જેમાં આજ આપણે રેગ્યુલર ઘઉંના લોટના મુઠીયા ની જગ્યાએ જુવારના લોટના મુઠીયા બનાવશું અને આ ઊંધિયું આપણે કુકરમાં બનાવી તૈયાર કરીશું. જેથી ખુબ ઝડપથી અને ખુબ જ ટેસ્ટી ઊંધિયું બની ને તૈયાર થશે.
Table of contents
મુઠીયા માટેની સામગ્રી
- જુવાર નો લોટ ½ કપ
- બેસન ¼ કપ
- સોજી 2 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મેથી સુધારેલી ¼ કપ
- આદું મરચાની પેસ્ટ 1
- સફેદ તલ 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- અજમો ¼ ચમચી
- તેલ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ તરવા માટે
શાક માટેની સામગ્રી
- બટાકા 100 ગ્રામ
- પર્પલ સૂરણ 150 ગ્રામ
- નાની સાઈઝ ના રીંગણ 100 ગ્રામ
- શક્કરીયા 100 ગ્રામ
- કાચી કેળા 1
- સુરતી પાપડી 150 ગ્રામ
- લીલા વટાણા ¼ કપ
- તુવેર દાણા 1 કપ
- લસણ ની કણી 15-20
- લીલા ધાણા સુધારેલ 1 ½ કપ
- સિંગદાણા ¼ કપ
- તાજું નારિયલ છીનેલ ¼ કપ
- સફેદ તલ 5-6 ચમચી
- લીલા મરચા 8-10
- આદું 2 ઇંચ
- હળદર 1 ચમચી
- ગરમ મસાલો 2 ચમચી
- અજમો 1 ચમચી
- લીલું લસણ સુધારેલ 1 કપ
- હિંગ ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- તેલ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Surti Green Undhiyu banavani rit
સુરતી લીલું ઊંધિયું બનાવવા સૌથી પહેલા મુઠીયા બનાવી તૈયારી કરી લેશું એના માટે કથરોટમાં જુવાર નો લોટ, બેસન, સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી સુધારેલી, આદું મરચાની પેસ્ટ, સફેદ તલ, ખાંડ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલ, અજમો, તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી બરોબર મીક્દ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી મુઠીયા બનાવી ઐયાર કરી લ્યો.
હવે બધા જ શાક ને ધોઈ સાફ કરીમીડીયમ સાઈઝ માં પર્પલ સૂરણ, શક્કરીયા સુધારી લ્યો અને બટાકા કેળા અને રીંગણ ને સાફ કરી મોટા બે કે ત્રણ ભાગ કરી એમાં ઉભા કાપા કરી પાણીમાં સુધારી લ્યો અને સાથે વટાણા, તુવેર દાણા અને પાપડી ને પણ તૈયાર કરી લ્યો. હવે મિક્સર જારમાં સિંગદાણા, લીલા ધાણા, લસણ ની કણી તાજા નારિયલ છીનેલ, તલ, લીલા મરચા આદુનો ટુકડો, ગરમ મસાલો નાખી પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે તૈયાર કરેલ પેસ્ટ ને કટકા કરેલ બટાકા, રીંગણ અને કેળામાં ભરી લ્યો. ( જેમ આપણે ભરેલા રીંગણ કરીએ એમ બટાકા રીંગણ અને કેળા માં કાપા કરી ભરી લેવા.)
હવે ગેસ પર કુકર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ગોલ્ડન તારી લ્યો. મુઠીયા બધા તારી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કુકર માં એક થી દોઢ કપ તેલ રહેવા દઈ બાકીનું તેલ અલગ કાઢી લ્યો. હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં વટાણા, તુવેર દાણા અને સુરતી પાપડી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ પર્પલ સૂરણ, શક્કરીયા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલા માંથી અડધો મસાલો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિકસ કરી લ્યો.
હવે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એમાં ભરેલા બટાકા, રીંગણ, કેળા મુકો અને ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય ત્યાર બાદ કુઅક્ર ખોલી ઉપર રાખેલ ભરેલા રીંગણ, બટાકા અને કેળા ના કટક ને અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા શક ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બીજા વઘાર માટે બીજી કડાઈમાં પા કપ જેટલું તેલ ગરમ કરી એમાં અજમો હિંગ અને સફેદ તલ નાખી મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ અને પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ તૈયાર વઘારમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં તારી રાખેલ મુઠીયા નાખી પાંચ મિનીટ ચડાવી લ્યો.
પાંચ મિનીટ પછી એમાં ખાંડ ગરમ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર નેવ કુકરમાં નાખી મિક્સ કરી એમાં સાઈડમાં કાઢેલ રીંગણ,બટાકા અને કેળા અને લીંબુનો રસ નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લઇ ગરમ ગરમ સર્વ કરો. તો ત્યાર છે સુરતી ગ્રીન ઊંધિયું.
સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત

Surti Green Undhiyu Recipe in Gujarati | સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
મુઠીયા માટેની સામગ્રી
- ½ કપ જુવાર નો લોટ
- ¼ કપ બેસન
- 2 ચમચી સોજી
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ કપ મેથી સુધારેલી
- 1 આદું મરચાની પેસ્ટ
- 2 ચમચી સફેદ તલ
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હિંગ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- ¼ ચમચી અજમો
- 1 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ તરવા માટે
શાક માટેની સામગ્રી
- 100 ગ્રામ બટાકા
- 150 ગ્રામ પર્પલ સૂરણ
- 100 ગ્રામ નાની સાઈઝ ના રીંગણ
- 100 ગ્રામ શક્કરીયા
- 1 કાચી કેળા
- 150 ગ્રામ સુરતી પાપડી
- ¼ કપ લીલા વટાણા
- 1 કપ તુવેર દાણા
- 15-20 લસણ ની કણી
- 1½ કપ લીલા ધાણા સુધારેલ
- ¼ કપ સિંગદાણા
- ¼ કપ તાજું નારિયલ છીનેલ
- 5-6 ચમચી સફેદ તલ
- 8-10 લીલા મરચા
- 2 ઇંચ આદું
- 1 ચમચી હળદર
- 2 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી અજમો
- 1 કપ લીલું લસણ સુધારેલ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી લીંબુ નો રસ
- 1 કપ તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Surti Green Undhiyu banavani rit
- સુરતી લીલું ઊંધિયું બનાવવા સૌથી પહેલા મુઠીયા બનાવી તૈયારી કરી લેશું એના માટે કથરોટમાં જુવાર નો લોટ, બેસન, સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી સુધારેલી, આદું મરચાની પેસ્ટ, સફેદ તલ, ખાંડ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલ, અજમો, તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી બરોબર મીક્દ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી મુઠીયા બનાવી ઐયાર કરી લ્યો.
- હવે બધા જ શાક ને ધોઈ સાફ કરીમીડીયમ સાઈઝ માં પર્પલ સૂરણ, શક્કરીયા સુધારી લ્યો અને બટાકા કેળા અને રીંગણ ને સાફ કરી મોટા બે કે ત્રણ ભાગ કરી એમાં ઉભા કાપા કરી પાણીમાં સુધારી લ્યો અને સાથે વટાણા, તુવેર દાણા અને પાપડી ને પણ તૈયાર કરી લ્યો. હવે મિક્સર જારમાં સિંગદાણા, લીલા ધાણા, લસણ ની કણી તાજા નારિયલ છીનેલ, તલ, લીલા મરચા આદુનો ટુકડો, ગરમ મસાલો નાખી પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે તૈયાર કરેલ પેસ્ટ ને કટકા કરેલ બટાકા, રીંગણ અને કેળામાં ભરી લ્યો. ( જેમ આપણે ભરેલા રીંગણ કરીએ એમ બટાકા રીંગણ અને કેળા માં કાપા કરી ભરી લેવા.)
- હવે ગેસ પર કુકર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ગોલ્ડન તારી લ્યો. મુઠીયા બધા તારી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કુકર માં એક થી દોઢ કપ તેલ રહેવા દઈ બાકીનું તેલ અલગ કાઢી લ્યો. હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં વટાણા, તુવેર દાણા અને સુરતી પાપડી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ પર્પલ સૂરણ, શક્કરીયા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલા માંથી અડધો મસાલો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિકસ કરી લ્યો.
- હવે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એમાં ભરેલા બટાકા, રીંગણ, કેળા મુકો અને ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય ત્યાર બાદ કુઅક્ર ખોલી ઉપર રાખેલ ભરેલા રીંગણ, બટાકા અને કેળા ના કટક ને અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા શક ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બીજા વઘાર માટે બીજી કડાઈમાં પા કપ જેટલું તેલ ગરમ કરી એમાં અજમો હિંગ અને સફેદ તલ નાખી મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ અને પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ તૈયાર વઘારમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં તારી રાખેલ મુઠીયા નાખી પાંચ મિનીટ ચડાવી લ્યો.
- પાંચ મિનીટ પછી એમાં ખાંડ ગરમ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર નેવ કુકરમાં નાખી મિક્સ કરી એમાં સાઈડમાં કાઢેલ રીંગણ,બટાકા અને કેળા અને લીંબુનો રસ નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લઇ ગરમ ગરમ સર્વ કરો. તો ત્યાર છે સુરતી ગ્રીન ઊંધિયું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Tricolour Salad Recipe in Gujarati | તિરંગા સલાડ રેસીપી
Mathura na dubki aloo banavani rit | મથુરા ના ડૂબકી આલું બનાવવાની રીત
Mula na pand ni chatni | મૂળા ના પાંદ ની ચટણી
Palak besan matar nu shaak ni recipe | પાલક બેસન મટર નું શાક ની રેસીપી
Vinegar dungri banavani rit | વિનેગર ડુંગળી
Aamla nu mithu athanu banavani rit | આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત
