રોજબરોજની રસોઈમાં ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આજે શાક શું બનાવવું? અથવા ક્યારેક રસોડામાં લાંબો સમય ઊભા રહેવાની ઈચ્છા ન હોય. આવા સમયે કાઠિયાવાડની પ્રખ્યાત વાનગી Tadka Dahi એક શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. આ દહીં ને તમે રોટલી , ભાત કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. ઘરમાં કોઈ શાક ના હોય અથવા કોઈ શાક બનાવવાની ઈચ્છા ના હોય અથવા ઝડપથી બનવું હોય ત્યારે તમે આ બનાવી શકો છો. જે ખુબ જ સ્વાદીસ્ટ લાગશે. આ વાનગી એટલી ચટપટી બને છે કે તમે અન્ય શાક ખાવાનું ભૂલી જશો. ચાલો જોઈએ માત્ર 2 જ મિનિટમાં બની જતું તડકા દહીં બનાવવાની રીત.
Table of contents
Ingredients
- દહીં 300 ગ્રામ
- ઘી 2-3 ચમચી
- હિંગ 1/8 ચમચી
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- ઝીણું સુધારેલ લસણ 2 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ખાંડ ½ ચમચી
- ઝીણા સુધારેલ લીલા ધાણા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tadka Dahi banavani rit
તડકા દહીં બનાવવા સૌથી પહેલા લસણ ને ફોલી સાફ કરી લીધા બાદ સાવ ઝીણું સુધારી લ્યો ત્યાર બાદ ડુંગળી ને સાફ કરી અને પણ સાવ ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને પાણી નીતારી ઝીણા સુધારી લ્યો આમ વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લ્યો અને છેલ્લે દહીં ને ઝેણી વડે ફેટી સ્મૂથ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈ માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સુધારેલ લસણ અને ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. બને શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી સેકી લીધા બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહીં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલ અને ખાંડ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે રોટલી, ભાખરી કે ભાત સાથે મજા લ્યો. તો તૈયાર છે તડકા દહીં.
તડકા દહીં બનાવવાની રીત

Tadka Dahi Recipe in Gujarati | તડકા દહીં બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 300 ગ્રામ દહીં
- 2-3 ચમચી ઘી
- ⅛ ચમચી હિંગ
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- 2 ચમચી ઝીણું સુધારેલ લસણ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ખાંડ
- 3-4 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tadka Dahi banavani rit
- તડકા દહીં બનાવવા સૌથી પહેલા લસણ ને ફોલી સાફ કરી લીધા બાદ સાવ ઝીણું સુધારી લ્યો ત્યાર બાદ ડુંગળી ને સાફ કરી અને પણ સાવ ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને પાણી નીતારી ઝીણા સુધારી લ્યો આમ વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લ્યો અને છેલ્લે દહીં ને ઝેણી વડે ફેટી સ્મૂથ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈ માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સુધારેલ લસણ અને ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. બને શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી સેકી લીધા બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહીં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલ અને ખાંડ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે રોટલી, ભાખરી કે ભાત સાથે મજા લ્યો. તો તૈયાર છે તડકા દહીં.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Dahiwali Lal Marcha ni Chutney Recipe in Gujarati | દહીંવાળી લાલ મરચાંની ચટણી
Dal chokha na dhokla | દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત
દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati
કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati
punjabi athanu banavani rit | પંજાબી અથાણું બનાવવાની રીત
akhi dungri nu shaak banavani rit | આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત
