શિયાળામાં આપણે અળસી (Flaxseeds) નો ઉપયોગ મુખવાસ કે Kachariyu તરીકે કરતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય બિહાર અને યુપીની ફેમસ વાનગી Tisi Ka Pitha ટ્રાય કરી છે? આ વાનગી ચોખાના લોટ (Rice Flour) અને શેકેલી અળસીના મિશ્રણમાંથી તીસી પીઠા બનાવવામાં આવે છે.
આ વાનગીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તળ્યા વગર માત્ર વરાળમાં બાફીને (Steamed Food) બનાવવામાં આવે છે, જેથી તે Weight Loss કરતા લોકો માટે પણ બેસ્ટ છે. અળસીમાં ભરપૂર ઓમેગા-3 હોવાથી શિયાળામાં સાંધાના દુખાવા માટે તે રામબાણ ઈલાજ છે. તો ચાલો જોઈએ આ હેલ્ધી અને ટેસ્ટી Alsi Pitha Recipe.
Tisi Pitha Ingredients
- તીસી / અળસી ½ કપ
- છીણેલો ગોળ ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ઘી 2-3 ચમચી
- ચોખાનો લોટ 2 કપ
- મીઠું 2 ચપટી
- ગરમ પાણી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Tisi Ka Pitha banavani rit
તીસી પીઠા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજા ગેસ પર કડાઈમાં તીસી / અળસી ને નાખી હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. શેકેલ અળસી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. પીસેલી અળસી ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છીણેલો ગોળ અને ઘી નાખી બધી સામગ્રીને બરોબર મસળી મસળીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અળસી નું મિશ્રણ એક બાજુ મુકો.
હવે કથરોટમાં ચોખાના લોટને ચાળી ને લ્યો એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પહેલા એક કપ ગરમ પાણી લોટમાં નાખતા જઈ ચમચાથી હલાવી લ્યો ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી ચમચા થી મિક્સ કરો. હવે લોટ ને થોડો નાવ્શેકો થાય અને હાથ લગાવી શકાય ત્યારે હાથ થી મસળી મિક્સ કરો અને મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગરમ પાણી નાખવું.
લોટ ને બરોબર મસળીને મુલાયમ બનાવી લ્યો અને એમાંથી જે સાઈઝ ના પીઠા કરવા હોય એ સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે હાથ પર ઘી લગાવી એક લુવો લઇ મસળી ગોળો બનાવો ત્યાર બાદ હથેળી અને આંગળીની મદદથી વાટકા જેવો આકાર આપો અને વાટકામાં તૈયાર કરેલ અળસી નું સ્ટફિંગ એક ચમચી કે જરૂર મુજબ નાખી ને બધી બાજથી દબાવતા જઈ પેક કરો ( જેમ કચોરીમાં ભરીએ એમ પેક કરવું ) બરોબર પેક કરી લીધા બાદ હથેળી માં ગોળ ફેરવી લેવા આમ બધા જ પીઠા બનાવી લ્યો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે ચારણીમાં ઘી લગાવી એમાં તૈયાર કરેલ પીઠા મુકો અને ચારણી ને કડાઈમાં મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનીટ બાફી લ્યો. અને વીસ મિનીટ પછી ચારણી કાઢી લ્યો અને ગરમ કે ઠંડા મજા લ્યો. તો તૈયાર છે તીસી કા પીઠા.
અહી તમે તૈયાર પીઠા ને ઉકળતા પાણીમાં નાખી ત્યાર બાદ ગેસ મીડીયમ કરી ને દસ મિનીટ ચડાવી ને પણ બનાવી શકો છો.
તીસી પીઠા બનાવવાની રીત

શિયાળામાં તીસી પીઠા ( અળસીના પીઠા ) બનાવવાની રીત – Tisi Ka Pitha Recipe in Gujarati
Equipment
- 1 કથરોટ
- 1 મિક્સર
- 1 કડાઈ / ઢોકરીયા
Ingredients
Tisi Pitha Ingredients
- ½ કપ તીસી / અળસી
- ½ કપ છીણેલો ગોળ
- ¼ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી ઘી
- 2 કપ ચોખાનો લોટ
- 2 ચપટી મીઠું
- ગરમ પાણી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Tisi Ka Pitha banavani rit
- તીસી પીઠા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજા ગેસ પર કડાઈમાં તીસી / અળસી ને નાખી હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. શેકેલ અળસી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. પીસેલી અળસી ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છીણેલો ગોળ અને ઘી નાખી બધી સામગ્રીને બરોબર મસળી મસળીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અળસી નું મિશ્રણ એક બાજુ મુકો.
- હવે કથરોટમાં ચોખાના લોટને ચાળી ને લ્યો એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પહેલા એક કપ ગરમ પાણી લોટમાં નાખતા જઈ ચમચાથી હલાવી લ્યો ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી ચમચા થી મિક્સ કરો. હવે લોટ ને થોડો નાવ્શેકો થાય અને હાથ લગાવી શકાય ત્યારે હાથ થી મસળી મિક્સ કરો અને મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગરમ પાણી નાખવું.
- લોટ ને બરોબર મસળીને મુલાયમ બનાવી લ્યો અને એમાંથી જે સાઈઝ ના પીઠા કરવા હોય એ સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે હાથ પર ઘી લગાવી એક લુવો લઇ મસળી ગોળો બનાવો ત્યાર બાદ હથેળી અને આંગળીની મદદથી વાટકા જેવો આકાર આપો અને વાટકામાં તૈયાર કરેલ અળસી નું સ્ટફિંગ એક ચમચી કે જરૂર મુજબ નાખી ને બધી બાજથી દબાવતા જઈ પેક કરો ( જેમ કચોરીમાં ભરીએ એમ પેક કરવું ) બરોબર પેક કરી લીધા બાદ હથેળી માં ગોળ ફેરવી લેવા આમ બધા જ પીઠા બનાવી લ્યો.
- હવે ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે ચારણીમાં ઘી લગાવી એમાં તૈયાર કરેલ પીઠા મુકો અને ચારણી ને કડાઈમાં મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનીટ બાફી લ્યો. અને વીસ મિનીટ પછી ચારણી કાઢી લ્યો અને ગરમ કે ઠંડા મજા લ્યો. તો તૈયાર છે તીસી કા પીઠા.
- અહી તમે તૈયાર પીઠા ને ઉકળતા પાણીમાં નાખી ત્યાર બાદ ગેસ મીડીયમ કરી ને દસ મિનીટ ચડાવી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સંતરા નો હલવો બનાવવાની રીત – Orange Halwa Recipe in Gujarati
singdana na farali ladoo banavani recipe | સીંગદાણા ના ફરાળી લાડુ
Kunafa chocolate banavani rit | કુનાફા ચોકલેટ બનાવવાની રીત
Meva Paak recipe | મેવા પાક બનાવવાની રીત
