ઉત્તરાયણ (Uttarayan) એટલે પતંગોત્સવ અને સાથે સાથે ચીક્કી ખાવાની મજા! મકરસંક્રાંતિના તહેવારમાં ગુજરાતીઓના ઘરે Homemade Chikki ન બને એવું તો બને જ નહીં. શિયાળાની ઠંડીમાં ગોળ અને તલ કે શિંગદાણામાંથી બનતી ચીક્કી શરીરને ગરમી અને એનર્જી આપે છે.
ઘણીવાર ગૃહિણીઓને ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલી ચીક્કી બજાર જેવી ક્રિસ્પી નથી બનતી અથવા દાંતમાં ચોંટે છે. પણ ચિંતા કરશો નહીં! આજે અમે તમારી માટે લાવ્યા છીએ Top 7 Chikki Recipes Collection. અહીં આપેલી દરેક રેસીપીમાં પરફેક્ટ માપ અને ટીપ્સ આપેલી છે જેથી તમારી Peanut Chikki હોય કે Mamra Chikki, રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળશે.
તો ચાલો, આ ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની સાથે માણીએ આ ટેસ્ટી અને હેલ્ધી Winter Sweets.
Table of contents
Uttarayan Special Chikki Recipes (ચીક્કી કલેક્શન)
શિંગદાણા ગોળની ચીક્કી (Singdana Gol ni Chikki)
સૌથી લોકપ્રિય અને બધાની ફેવરિટ એટલે શિંગની ચીક્કી. ગોળ અને શેકેલા શિંગદાણાનું આ કોમ્બિનેશન એનર્જીથી ભરપૂર છે.

મમરાની ચીક્કી (Mamra Chikki / Murmura Chikki)
બાળકોને સૌથી વધુ ભાવતી અને બનાવવામાં સૌથી સરળ એટલે મમરાની ચીક્કી. આ ચીક્કી ક્રિસ્પી અને હળવી હોય છે.

ડ્રાયફ્રૂટ ચીક્કી ( Dry Fruit Chikki )
કાજુ, બદામ અને પિસ્તામાંથી બનતી આ શાહી ચીક્કી સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો છે. આ Healthy Chikki શિયાળામાં ખાસ ખાવી જોઈએ.

પંચમેવા ચીક્કી (Panchmeva Chikki)
પાંચ અલગ અલગ ડ્રાયફ્રૂટ્સ અને બીજ (Seeds) માંથી બનતી આ પંચમેવા ચીક્કી ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.

સૂકા નારિયેળની ચીક્કી (Suka Nariyal ni Chikki)
જો તમને કોપરું ભાવતું હોય, તો આ Coconut Chikki તમારા માટે બેસ્ટ છે. સૂકા કોપરાની છીણ અને ગોળનો સ્વાદ અદ્ભુત લાગે છે.

ચોકલેટ શિંગ ચીક્કી (Chocolate Sing Chikki)
બાળકો માટે કંઈક નવું બનાવવું છે? તો પરંપરાગત ચીક્કીમાં લાવો ટ્વિસ્ટ! ચોકલેટ ફ્લેવરવાળી આ શિંગની ચીક્કી બાળકો મિનિટોમાં પૂરી કરી જશે.

શિંગની ચીક્કી (Sing ni Chikki )
ઘણા લોકોને આખા શિંગદાણાને બદલે શિંગના ભુક્કાની (Crushed Peanut) ચીક્કી વધારે ભાવે છે. આ પાતળી અને ક્રિસ્પી ચીક્કી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે.

ચીક્કી ને સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો
ચીક્કી માટે ગોળનો પાયો ચેક કરવા માટે, એક વાટકીમાં ઠંડુ પાણી લો. તેમાં ગરમ ગોળનું એક ટીપું નાખો. જો ગોળ પાણીમાં જઈને કડક થઈ જાય અને તોડતા ‘ટક’ અવાજ આવે (Candy consistency), તો સમજવું કે પાયો તૈયાર છે. જો ખેંચાય (chewy), તો હજુ વાર છે.
જો ગોળ બરાબર પાક્યો ન હોય તો ચીક્કી નરમ રહે છે અને દાંતમાં ચોંટે છે. બીજી બાજુ, જો ચીક્કી ખુલ્લી હવામાં રહે તો ભેજ લાગવાથી પણ નરમ પડી શકે છે. તેને હંમેશા એર-ટાઈટ ડબ્બામાં જ ભરવી.
ચીક્કી પાથર્યા પછી તે સહેજ ગરમ હોય ત્યારે જ તેમાં છરી વડે કાપા (Cuts) પાડી દેવા જોઈએ. જો તે એકવાર ઠંડી થઈ જશે તો કડક થઈ જશે અને સરખા ટુકડા નહીં થાય.
Peanut Chikki માટે શિંગદાણા હંમેશા ધીમા તાપે સરસ શેકેલા અને ફોતરાં કાઢેલા હોવા જોઈએ. કાચા શિંગદાણાથી ચીક્કીનો સ્વાદ બગડી શકે છે.
નીચે પણ આવીજ રીત નું રેસીપી કલેક્શન આપ્યું છે તે પણ જુઓ
શિયાળા માટે 10+ ગુજરાતી વસાણા રેસીપી | Winter Special Vasana Recipes Collection
11 પ્રકારના અથાણા બનાવવાની રીત | athana banavani rit | athana recipe in gujarati
