
આ એક પંજાબી શાક છે જેને રોટલી, નાન, પરોઠા સાથે સર્વ કરી શકો છો. આ શાક માં આપણે લીલા શાકભાજી સાથે પાપડ નો ઉપયોગ કરીશું. આ શાક આપણે હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા પર તો ઘણી વખત મંગાવ્યું છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. તો ચાલો Veg Jaipuri – વેજ જયપુરી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ઝીણા સમારેલા બટાકા ½ કપ
- ઝીણા સમારેલા ગાજર ½ કપ
- પાન કોબી સુધારેલ 1 કપ
- વટાણા ¼ કપ
- સુધારેલ બિન્સ ¼ કપ
- ફુલાવર ના કટકા ¼ કપ
- પનીર ના કટકા ½ કપ
- ટમેટા કાજુ ની પ્યુરી 1 કપ ( ટમેટા 3- 4 અને કાજુ 15- 20)
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- લીલા મરચા સુધારેલા 2- 3
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ક્રીમ 2- 3 ચમચી
- શેકેલ પાપડ 4- 5
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 કપ
Veg Jaipuri banavani recipe
વેજ જયપુરી બનાવવા સૌપ્રથમ બધા જ શાક ને ધોઈ સાફ કરી લ્યો અને અલગ અલગ સુધારી લ્યો ત્યાર બાદ ટમેટા અને કાજુ ને મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી બનાવી એક બાજુ મૂકો ત્યાર બાદ તવી પર પાપડ ને શેકી લ્યો અને એને પણ એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે એમાં બટાકા અને ગાજર સુધારેલ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાન કોબી, બીન્સ, વટાણા, ફુલાવર ના કટકા નાખી ને બધા શાક ને તેલ માં શેકી ને ચડાવી લ્યો ત્યાર બાદ શેકેલ શાક ને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બીજા ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લસણ સુધારેલ અને આદુની પેસ્ટ નાખી શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો.
ડુંગળી શેકવા આવે ત્યારે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં કાજુ ટમેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ શાક અને પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ઉકાળવા દયો. શાક બરોબર ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને એમાં ત્રણ ચાર શેકેલ પાપડ તોડી નાખી મિક્સ કરી લ્યો અને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર શેકેલ પાપડ મૂકી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ જયપુરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજ જયપુરી બનાવવાની રેસીપી

Veg Jaipuri banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
INGREDIENTS
- ½ કપ ઝીણા સમારેલા બટાકા
- ½ કપ ઝીણા સમારેલા ગાજર
- 1 કપ પાન કોબી સુધારેલ
- ¼ કપ વટાણા
- ¼ કપ સુધારેલ બિન્સ
- ¼ કપ ફુલાવર ના કટકા
- ½ કપ પનીર ના કટકા
- 1 કપ ટમેટા કાજુ ની પ્યુરી ( ટમેટા 3- 4 અને કાજુ 15- 20 )
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 1 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 2-3 ચમચી ક્રીમ
- 4-5 શેકેલ પાપડ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ પાણી
Instructions
Veg Jaipuri banavani recipe
- વેજ જયપુરી બનાવવા સૌપ્રથમ બધા જ શાક ને ધોઈ સાફ કરી લ્યો અને અલગ અલગ સુધારી લ્યો ત્યાર બાદ ટમેટા અને કાજુ ને મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી બનાવી એક બાજુ મૂકો ત્યાર બાદ તવી પર પાપડ ને શેકી લ્યો અને એને પણ એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો.
- તેલ ગરમ થાય એટલે એમાં બટાકા અને ગાજર સુધારેલ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાન કોબી, બીન્સ, વટાણા, ફુલાવર ના કટકા નાખી ને બધા શાક ને તેલ માં શેકી ને ચડાવી લ્યો ત્યાર બાદ શેકેલ શાક ને બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં બીજા ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લસણ સુધારેલ અને આદુની પેસ્ટ નાખી શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો.
- ડુંગળી શેકવા આવે ત્યારે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં કાજુ ટમેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ શાક અને પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ઉકાળવા દયો. શાક બરોબર ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને એમાં ત્રણ ચાર શેકેલ પાપડ તોડી નાખી મિક્સ કરી લ્યો અને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર શેકેલ પાપડ મૂકી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ જયપુરી.
Notes
- પાપડ તમે તમારી પસંદ મુજબ તીખા કે ઓછા તીખા વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Shaak no premix gravy powder | શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રેસીપી
Paneer do pyaza recipe in Gujarati | પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત
shahi paneer banavani rit | શાહી પનીર બનાવવાની રીત
rajma nu shaak banavani rit | રાજમા નુ શાક બનાવવાની રીત
kaju kari recipe in gujarati | કાજુ કરી બનાવવાની રીત
paneer makhani banavani rit | પનીર મખની બનાવવાની રીત