જ્યારે પણ આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે Punjabi Thali માં સૌથી વધારે ઓર્ડર થતું શાક એટલે Veg Makhanwala. બટર અને ક્રીમથી ભરપૂર આ શાકનો ટેસ્ટ નાના બાળકોથી લઈને મોટા સૌને ભાવે છે. પણ ઘણીવાર ગૃહિણીઓને ફરિયાદ હોય છે કે ઘરે Restaurant Style જેવો ટેસ્ટ નથી આવતો આજે આપણે એ જ સિક્રેટ ગ્રેવી સાથે વેજ મખાનવાલા બનાવીશું. જેમાં ભરપૂર શાકભાજી (Mixed Vegetables) અને મખણી ગ્રેવી (Makhani Gravy) નો સંગમ છે. આ શાક તમે બટર નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો.
Table of contents
મખાનવાલા શાક ને શેકવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- માખણ 2 ચમચી
- લાલ ગાજર સુધારેલા 3
- નાની સાઈઝ ની ફુલાવર ના ફૂલ સુધારેલ 1
- વટાણા ½ કપ
- બીન્સ સુધારેલ ¼ કપ
- કેપ્સીઅક્મ સુધારેલ 1
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ગ્રેવી માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- માખણ 2 ચમચી
- કાજુ 10-15
- ટામેટા સુધારેલ 5-7
- આદું નો ટુકડો 1 ઇંચ
- સુકા લાલ મરચા 2-3
- લીલા મરચા 1-2
- સ્વાદ મુજબ મીઠું
- પાણી ½ કપ
બીજા વઘાર માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- માખણ 2 ચમચી
- તમાલપત્ર 1
- તજ નો ટુકડો 1 ઇંચ
- એલચી 1-2
- ગરમ મસાલો 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- ફ્રેસ ક્રીમ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Veg Makhanwala banavani rit
વેજ મખનવાલા બનાવવા સૌથી પહેલા આપણે બધા શાક ને શેકી લેશું જેના માટે આપણે ગેસ પર કડાઈમાં તેલ અને માખણ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર, ફુલાવર, વટાણા, બીન્સ અને કેપ્સીકમ નાખો અને સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનીટ શેકી લ્યો. પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ એજ કડાઈમાં તેલ અને માખણ ગરમ કરો અને એમાં કાજુ, સુધારેલ ટામેટા, સુકા લાલ મરચા, આદુનો ટુકડો, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિકસ કરી બે મિનીટ શેકી લીધા બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મીની ચડાવી લ્યો.
સાત મિનીટ પછી ગેસ બંધ કરી ગ્રેવી ની સામગ્રી ઘોડી ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો પ્યુરી ને એક વખત ગરણી થી ગાળી લ્યો.
હવે ફરીથી કડાઈમાં તેલ અને માખણ ગરમ કરો ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, એલચી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો અને ત્યાર બાદ એમાં પીસી રાખેલ ગ્રેવી પેસ્ટ નાખો સાથે ગરમ મસાલો, ખાંડ નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળો,
ત્યાર બાદ એમાં શેકી રાખેલ શાક નાખી મિક્સ કરી પંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી લ્યો અને તૈયાર શાક ની મજા લ્યો. તો તૈયાર છે વેજ મખાનવાલા.
વેજ મખનવાલા બનાવવાની રીત

રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ મખનવાલા બનાવવાની રીત – Veg Makhanwala Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
શાક ને શેકવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 2 ચમચી માખણ
- 3 લાલ ગાજર સુધારેલા
- 1 નાની સાઈઝ ની ફુલાવર ના ફૂલ સુધારેલ
- ½ કપ વટાણા
- ¼ કપ બીન્સ સુધારેલ
- 1 કેપ્સીઅક્મ સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ગ્રેવી માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 2 ચમચી માખણ
- 10-15 કાજુ
- 5-7 ટામેટા સુધારેલ
- 1 ઇંચ આદું નો ટુકડો
- 2-3 સુકા લાલ મરચા
- 1-2 લીલા મરચા
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ પાણી
બીજા વઘાર માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 2 ચમચી માખણ
- 1 તમાલપત્ર
- 1 ઇંચ તજ નો ટુકડો
- 1-2 એલચી
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી ફ્રેસ ક્રીમ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Veg Makhanwala banavani rit
- વેજ મખનવાલા બનાવવા સૌથી પહેલા આપણે બધા શાક ને શેકી લેશું જેના માટે આપણે ગેસ પર કડાઈમાં તેલ અને માખણ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર, ફુલાવર, વટાણા, બીન્સ અને કેપ્સીકમ નાખો અને સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનીટ શેકી લ્યો. પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
- ત્યાર બાદ એજ કડાઈમાં તેલ અને માખણ ગરમ કરો અને એમાં કાજુ, સુધારેલ ટામેટા, સુકા લાલ મરચા, આદુનો ટુકડો, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિકસ કરી બે મિનીટ શેકી લીધા બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મીની ચડાવી લ્યો.
- સાત મિનીટ પછી ગેસ બંધ કરી ગ્રેવી ની સામગ્રી ઘોડી ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો પ્યુરી ને એક વખત ગરણી થી ગાળી લ્યો.
- હવે ફરીથી કડાઈમાં તેલ અને માખણ ગરમ કરો ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, એલચી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો અને ત્યાર બાદ એમાં પીસી રાખેલ ગ્રેવી પેસ્ટ નાખો સાથે ગરમ મસાલો, ખાંડ નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળો,
- ત્યાર બાદ એમાં શેકી રાખેલ શાક નાખી મિક્સ કરી પંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી લ્યો અને તૈયાર શાક ની મજા લ્યો. તો તૈયાર છે વેજ મખાનવાલા.
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Veg Jaipuri banavani recipe | વેજ જયપુરી બનાવવાની રેસીપી
malai kofta recipe in gujarati – મલાઈ કોફતા બનાવવાની રીત
methi matar malai recipe in gujarati – મેથી મટર મલાઈ બનાવવાની રીત
chole bhature banavani rit – છોલે ભટુરે બનાવવાની રીત
Veg Kolhapuri recipe In Gujarati – વેજ કોલ્હાપુરી બનાવવાની રીત
tava par naan banavani rit – તવા પર નાન બનાવવાની રીત
sarso nu shaak banavani rit – સરસવ નું શાક બનાવવાની રીત
