મિત્રો આજ આપણે અડદિયા પાક નો ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. શિયાળાની શરૂઆત થતા જ બધાને વસાણા યુક્ત વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હોય છે આજ આપણે એક એવા જ શિયાળા માં બનતા અને બધા ને પસંદ હોય અને સ્વાસ્થ માટે ખુબ સારા મનાતા અડદિયા બનાવવા વપરાતા અડદિયાનો ગરમ મસાલો ઘરે બનાવવાની રીત શીખીશું. જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે અને ઘરે બનાવેલા મસાલા માંથી જો અડદિયા બનાવવામાં આવે તો ખુબ સારા બને છે તો ચાલો adadiya no masalo – અડદિયા નો મસાલો – adadiya pak no masalo banavani rit શીખીએ.
INGREDIENTS
- સુંઠ 20 ગ્રામ
- એલચી 10 ગ્રામ
- સફેદ મરી 10 ગ્રામ
- મરી 10 ગ્રામ
- લીંડી પીપર 10 ગ્રામ
- પીપરી મૂળ / ગંઠોડા 10 ગ્રામ
- તજ 10 ગ્રામ
- સફેદ મુસળી 10 ગ્રામ
- કાળી મુસળી 10 ગ્રામ
- જાવેન્ત્રી 5 ગ્રામ
- લવિંગ 5 ગ્રામ
- જાયફળ 1 નંગ
adadiya no masalo banavani rit | અડદિયા નો મસાલો બનાવવાની રીત
અડદિયા નો મસાલો બનાવવા સૌથી પહેલા તો સુંઠ ને સાફ કરી ચાકુથી અથવા ધસતા થી કુટી ને નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ સફેદ મુસળી અને કાળી મુસળી ને પણ ધસતા થી કુટી લ્યો. અને સાથે ગંઠોડા / પીપળી મૂળ ને પણ ધસતા થી કુટી લ્યો અને જાયફળ ને પણ તોડી લ્યો. જેથી જ્યાર બધી સામગ્રી ને મિક્સર જારમાં પીસવા માટે નાખીએ તો જાર ની બ્લેડ ખરાબ ના થાય અને પાઉડર બરોબર પીસી શકાય.
હવે બધી સામગ્રી ને બરોબર સાફ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો. (તડકામાં સૂકવવું જરૂરી નથી તડકામાં સુકાવવાથી મસાલામાં રહેલ ભીનાશ દુર થઇ જાય એટલે બાકી તમે સીધા મસાલા ને પીસી શકો છો. )
હવે મિક્સર જારમાં સફેદ મરી, કાળા મરી, લવિંગ, સફેદ મુસળી, કાળી મુસળી, તોડી રાખેલ જાયફળ, જાવેન્ત્રી, એલચી, તજ ના નાના કટકા અને લીંડી પીપર નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રીને બરોબર પીસી પાઉડર કરી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો અને ચારણીમાં બાકી રહેલ સમગ્ર પાછી મિક્સર જારમાં નાખો.
હવે મિક્સર જારમાં કુટી રાખેલ સુંઠ નાખી ઢાંકણ બંધ કરી સુંઠ નો પણ પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને પણ બીજા મસાલા સાથે ચાળી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. તો તૈયાર છે અડદિયા પાક નો ગરમ મસાલો.
adadiya pak no masalo banavani rit | અડદિયા પાક નો મસાલો બનાવવાની રીત

adadiya no masalo banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
- 20 ગ્રામ સુંઠ
- 10 ગ્રામ એલચી
- 10 ગ્રામ સફેદ મરી
- 10 ગ્રામ મરી
- 10 ગ્રામ લીંડી પીપર
- 10 ગ્રામ પીપરી મૂળ / ગંઠોડા
- 10 ગ્રામ તજ
- 10 ગ્રામ સફેદ મુસળી
- 10 ગ્રામ કાળી મુસળી
- 5 ગ્રામ જાવેન્ત્રી
- 5 ગ્રામ લવિંગ
- 1 નંગ જાયફળ
Instructions
adadiya no masalo banavani rit
- અડદિયા નો મસાલો બનાવવા સૌથી પહેલા તો સુંઠ ને સાફ કરી ચાકુથી અથવા ધસતા થી કુટી ને નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ સફેદ મુસળી અને કાળી મુસળી ને પણ ધસતા થી કુટી લ્યો. અને સાથે ગંઠોડા / પીપળી મૂળ ને પણ ધસતા થી કુટી લ્યો અને જાયફળ ને પણ તોડી લ્યો. જેથી જ્યાર બધી સામગ્રી ને મિક્સર જારમાં પીસવા માટે નાખીએ તો જાર ની બ્લેડ ખરાબ ના થાય અને પાઉડર બરોબર પીસી શકાય.
- હવે બધી સામગ્રી ને બરોબર સાફ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો. (તડકામાં સૂકવવું જરૂરી નથી તડકામાં સુકાવવાથી મસાલામાં રહેલ ભીનાશ દુર થઇ જાય એટલે બાકી તમે સીધા મસાલા ને પીસી શકો છો. )
- હવે મિક્સર જારમાં સફેદ મરી, કાળા મરી, લવિંગ, સફેદ મુસળી, કાળી મુસળી, તોડી રાખેલ જાયફળ, જાવેન્ત્રી, એલચી, તજ ના નાના કટકા અને લીંડી પીપર નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રીને બરોબર પીસી પાઉડર કરી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો અને ચારણીમાં બાકી રહેલ સમગ્ર પાછી મિક્સર જારમાં નાખો.
- હવે મિક્સર જારમાં કુટી રાખેલ સુંઠ નાખી ઢાંકણ બંધ કરી સુંઠ નો પણ પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને પણ બીજા મસાલા સાથે ચાળી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. તો તૈયાર છે અડદિયા પાક નો ગરમ મસાલો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
kobi gajar no sambharo | કોબી ગાજર નો સંભારો
makai ni rotli banavani rit | મકાઈ ની રોટલી
chana ni dal nu shaak banavani rit | ચણા દાળ નું શાક
safed kadhi banavani rit | સફેદ કઢી
Fangavela mag nu shaak | ફણગાવેલા મગ નું શાક
puri banavani rit | પુરી બનાવવાની રીત
