
અત્યાર સુંધી આપણે દૂધી ની ઘણી મીઠાઈ, શાક બનાવ્યા છે પણ આજ આપણે થોડા અલગ રીતે દૂધી માંથી શાક બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે. એક વખત ચોક્કસ આ રીતે શાક બનાવો તમે હોટલ ના શાક ને ભૂલી જશો. તો ચાલો Dudhi masala shaak – દૂધી મસાલા શાક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- દૂધી ને કોટિંગ કરવાની સામગ્રી
- દૂધી 1 મીડીયમ સાઇઝ
- લાલ મરચાનો પાઉડર ⅛ ચમચી
- હળદર ⅛ ચમચી
- લીંબુનો રસ ½ ચમચી
- બેસન ½ કપ
- ચોખા નો લોટ ¼ કપ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- તેલ 3- 4 ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણું સમારેલું લસણ 1- 2 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- સૂકા લાલ મરચા 1- 2
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ટમેટા 3 ની પ્યુરી
- લીલા મરચા સુધારેલા 2- 3
- દહીં ½ કપ
- કસૂરી મેથી 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- માખણ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Dudhi masala shaak banavani rit
દૂધી મસાલા શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મીડીયમ સાઇઝ ની દૂધી લ્યો એને ધોઈ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી એક વખત ધોઈ લ્યો હવે એના મીડીયમ સાઇઝ ના ગોળ ગોળ કટકા કરી લ્યો. ત્યાર બાદ દૂધી ન કટકા પર સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
હવે બીજા વાસણમાં બેસન, ચોખાનો લોટ લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ પર તવી માં એકાદ બે ચમચી નાખી ગરમ કરવા મૂકો. તવી ગરમ ત્યાં સુંધી મસાલા થી કોટીંગ કરેલ દૂધી ન કટકા ને લોટ માં બરોબર બધી બાજુથી લોટ લગાવી દયો અને કૉટિંગ કરેલ દૂધી ને ગરમ તવી પર મૂકી ધીમા તાપે શેકો. આમ બધા કટકા ને લોટ લાગવી તવી પર બને બાજુ ઉથલાવી ઉથલાવી ક્રિસ્પી ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો. આમ બધા કટકા ને શેકી તૈયાર કરી લ્યો.
ગ્રેવી બનાવવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, સુધારેલ લસણ નાખી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી થોડી ગોલ્ડન થાય એટલે એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ લીલા મરચા અને દહીં નાખી બરોબર મિક્સ કરી દહીં ને બરોબર ચડાવી લ્યો.
દહીં બરોબર ચડી જાય એટલે એમાં એકાદ કપ જેટલું પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો પાંચ મિનિટ પછી ગ્રેવી ઉકાળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. છેલ્લે એમાં માખણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી દયો. તૈયાર ગ્રેવી ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર શેકી રાખેલ દૂધી મૂકી ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધી મસાલા શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દૂધી મસાલા શાક બનાવવાની રીત

Dudhi masala shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 તવી
Ingredients
દૂધી ને કોટિંગ કરવાની સામગ્રી
- 1 દૂધી મીડીયમ સાઇઝ
- ⅛ ચમચી લાલ મરચાનો પાઉડર
- ⅛ ચમચી હળદર
- ½ ચમચી લીંબુનો રસ
- ½ કપ બેસન
- ¼ કપ ચોખા નો લોટ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 સૂકા લાલ મરચા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 3 ટમેટા ની પ્યુરી
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ કપ દહીં
- 1 ચમચી કસૂરી મેથી
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી માખણ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Dudhi masala shaak banavani rit
- દૂધી મસાલા શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મીડીયમ સાઇઝ ની દૂધી લ્યો એને ધોઈ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી એક વખત ધોઈ લ્યો હવે એના મીડીયમ સાઇઝ ના ગોળ ગોળ કટકા કરી લ્યો. ત્યાર બાદ દૂધી ન કટકા પર સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
- હવે બીજા વાસણમાં બેસન, ચોખાનો લોટ લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ પર તવી માં એકાદ બે ચમચી નાખી ગરમ કરવા મૂકો. તવી ગરમ ત્યાં સુંધી મસાલા થી કોટીંગ કરેલ દૂધી ન કટકા ને લોટ માં બરોબર બધી બાજુથી લોટ લગાવી દયો અને કૉટિંગ કરેલ દૂધી ને ગરમ તવી પર મૂકી ધીમા તાપે શેકો. આમ બધા કટકા ને લોટ લાગવી તવી પર બને બાજુ ઉથલાવી ઉથલાવી ક્રિસ્પી ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો. આમ બધા કટકા ને શેકી તૈયાર કરી લ્યો.
ગ્રેવી બનાવવાની રીત
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, સુધારેલ લસણ નાખી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી થોડી ગોલ્ડન થાય એટલે એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ લીલા મરચા અને દહીં નાખી બરોબર મિક્સ કરી દહીં ને બરોબર ચડાવી લ્યો.
- દહીં બરોબર ચડી જાય એટલે એમાં એકાદ કપ જેટલું પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો પાંચ મિનિટ પછી ગ્રેવી ઉકાળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. છેલ્લે એમાં માખણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી દયો. તૈયાર ગ્રેવી ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર શેકી રાખેલ દૂધી મૂકી ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધી મસાલા શાક.
Notes
- મીઠું ધ્યાન થી નાખવું કેમકે દૂધી મેરીનેટ કોટિંગ માં પણ નાખેલ છે અને ગ્રેવી માં પણ નાખીએ છીએ.
- દહીં ને નાખ્યા પછી ગેસ બંધ કરી નાખો અથવા ગેસ ધીમો કરી ચડાવો જેથી દહીં ફાટી ન જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Multi grain Dalia banavani rit | મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવાની રીત
Ghau na lot ni tandoori roti | ઘઉંના લોટની તંદુરી રોટી
Gujarati undhiyu banavani recipe | ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી
rajsthani style papad nu shaak banavani rit | રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક
guvar batata nu koru shaak banavani rit | ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત