આપણે ભાદરવા માં આવતા શ્રાદ્ધ પક્ષ માં પિતૃ શ્રાદ્ધ માટે ખીર તો બનાવતા હોઈએ છીએ ત્યારે આજ આપણે રેગ્યુલર ખીર કરતા થોડી અલગ રીતે કૂકર માં ખીર તૈયાર કરી પુડિંગ જેમ તૈયાર કરી ઠંડી ઠંડી મજા લેશું. તો ચાલો Kesar Kheer puding – કેસર ખીર પુડિંગ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ચોખા 1 કપ
- દૂધ 3 લીટર
- ઘી 2- 3 ચમચી
- કાજુ ના કટકા 2- 3 ચમચી
- બદામ ના કટકા 2- 3 ચમચી
- કીસમીસ 2 ચમચી
- મિલ્કમેઇડ 1 પેકેટ
- ગરમ દૂધ માં પલાળેલ કેસરના તાંતણા 20-25
- પુડિંગ માટેનો બેઝ બનાવવા માટેની સામગ્રી
- બિસ્કિટ 1 પેકેટ
- ઘી / મીઠા વગરનું માખણ જરૂર મુજબ
- બદામ ની કતરણ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 2 ચમચી
- વરિયાળી 1 ચમચી
- એલચી 5- 79
- સૂકા ગુલાબની પાંખડીઓ 1 – 2 ચમચી
- ગુલાબ જળ 1- 2 ચમચી
Kesar Kheer puding banavani recipe
કેસર ખીર પુડિંગ બનાવવા સૌપ્રથમ આપણે ખીર તૈયાર કરીશું જેના માટે આપણે ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. અડધા કલાક પછી પલાળેલા ચોખા ને ચારણીમાં કાઢી નિતારી લ્યો. પા કપ ગરમ દૂધ માં કેસર ના તાંતણા ને થોડા મસળી ને નાખો અને મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કૂકર માં ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા નાખી શેકી લ્યો. ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એમાં નીતરેલ ચોખા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ચોખા શેકાઈ જાય એટલે એમાં એક થી દોઢ લીટર દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. ત્યાર બાદ કૂકર નું ઢાંકણ બંધ કરી એક સિટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો.
કૂકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી તૈયાર ખીર ને હલાવી લ્યો અને બાકી નું દૂધ નાખી ફરી ગેસ ચાલુ કરી લ્યો અને ફરીથી ખીર ને ઉકાળી લ્યો. ખીર ઉકાળવા લાગે એટલે એમાં મિલ્કમેઇડ નાખી મિક્સ કરી ધીમા તાપે ખીર ને ઉકાળી ઘટ્ટ કરી લેવી ખીર ઘટ્ટ થાય એટલે એમાં કેસર વાળું દૂધ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ખીર ને ઠંડી થવા દયો.
તૈયાર ખીર ઠંડી થાય એટલે બીજા વાસણમાં નાખી ફ્રીઝ માં ઠંડી કરવા મૂકો. ખીર ઠંડી થઈ જાય ત્યાર બાદ મિક્સર જાર માં બિસ્કિટ ના કટકા, કાજુ , બદામ, પિસ્તા, વરિયાળી, થોડી ગુલાબ ની પાંદડી, એલચી નાખી પીસી ભૂકો કરી લ્યો ત્યાર બાદ એમાં પીગળેલા ઘી અથવા માખણ અને ગુલાબ જળ નાખી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો.
તૈયાર બિસ્કિટ ના મિશ્રણ ને સર્વિંગ બાઉલ માં ચાર પાંચ ચમચી નાખી એક સરખું દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ કેસર વાળી ખીર મૂકો એના પર ડ્રાય ફ્રૂટ ની કતરણ, ગુલાબ ની પાંદડી મૂકો અને ફ્રીઝ માં સેટ થવા મૂકો આમ બધા બાઉલ તૈયાર કરી ફ્રીઝ માં સેટ થવા મૂકો અને સેટ થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે કેસર ખીર પુડિંગ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કેસર ખીર પુડિંગ બનાવવાની રેસીપી

Kesar Kheer puding banavani recipe
Equipment
- 1 કૂકર
- 1 નાના બાઉલ
Ingredients
- 1 કપ ચોખા
- 3 લીટર દૂધ
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી કાજુ ના કટકા
- 2-3 ચમચી બદામ ના કટકા
- 2 ચમચી કીસમીસ
- 1 પેકેટ મિલ્કમેઇડ
- 20-15 ગરમ દૂધ માં પલાળેલ કેસરના તાંતણા
પુડિંગ માટેનો બેઝ બનાવવા માટેની સામગ્રી
- 1 પેકેટ બિસ્કિટ
- ઘી / મીઠા વગરનું માખણ જરૂર મુજબ
- 2 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી પિસ્તા ની કતરણ
- 1 ચમચી વરિયાળી
- 5- 7 એલચી
- 1-2 ચમચી સૂકા ગુલાબની પાંખડીઓ
- 1-2 ચમચી ગુલાબ જળ
Instructions
Kesar Kheer puding banavani recipe
- કેસર ખીર પુડિંગ બનાવવા સૌપ્રથમ આપણે ખીર તૈયાર કરીશું જેના માટે આપણે ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. અડધા કલાક પછી પલાળેલા ચોખા ને ચારણીમાં કાઢી નિતારી લ્યો. પા કપ ગરમ દૂધ માં કેસર ના તાંતણા ને થોડા મસળી ને નાખો અને મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કૂકર માં ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા નાખી શેકી લ્યો. ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એમાં નીતરેલ ચોખા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ચોખા શેકાઈ જાય એટલે એમાં એક થી દોઢ લીટર દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. ત્યાર બાદ કૂકર નું ઢાંકણ બંધ કરી એક સિટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો.
- કૂકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી તૈયાર ખીર ને હલાવી લ્યો અને બાકી નું દૂધ નાખી ફરી ગેસ ચાલુ કરી લ્યો અને ફરીથી ખીર ને ઉકાળી લ્યો. ખીર ઉકાળવા લાગે એટલે એમાં મિલ્કમેઇડ નાખી મિક્સ કરી ધીમા તાપે ખીર ને ઉકાળી ઘટ્ટ કરી લેવી ખીર ઘટ્ટ થાય એટલે એમાં કેસર વાળું દૂધ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ખીર ને ઠંડી થવા દયો.
- તૈયાર ખીર ઠંડી થાય એટલે બીજા વાસણમાં નાખી ફ્રીઝ માં ઠંડી કરવા મૂકો. ખીર ઠંડી થઈ જાય ત્યાર બાદ મિક્સર જાર માં બિસ્કિટ ના કટકા, કાજુ , બદામ, પિસ્તા, વરિયાળી, થોડી ગુલાબ ની પાંદડી, એલચી નાખી પીસી ભૂકો કરી લ્યો ત્યાર બાદ એમાં પીગળેલા ઘી અથવા માખણ અને ગુલાબ જળ નાખી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો.
- તૈયાર બિસ્કિટ ના મિશ્રણ ને સર્વિંગ બાઉલ માં ચાર પાંચ ચમચી નાખી એક સરખું દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ કેસર વાળી ખીર મૂકો એના પર ડ્રાય ફ્રૂટ ની કતરણ, ગુલાબ ની પાંદડી મૂકો અને ફ્રીઝ માં સેટ થવા મૂકો આમ બધા બાઉલ તૈયાર કરી ફ્રીઝ માં સેટ થવા મૂકો અને સેટ થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે કેસર ખીર પુડિંગ.
Notes
- મિલ્કમેઇડ ની જગ્યાએ તમે બીજી કોઈ મીઠાસ ખાંડ, ગોળ, મધ, સુગર ફ્રી નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો તમને મીઠાસ વધુ પસંદ હોય તો થોડા મીઠા બિસ્કિટ વાપરવા નહીંતર મોરા બિસ્કિટ વાપરવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Rasila malpuva banavani recipe | રસીલા માલપુવા બનાવવાની રેસીપી
Ghau Soji ni nankhatai | ઘઉં સોજી ની નાનખટાઈ
Akhrot no halvo banavani rit | અખરોટ નો હલવો બનાવવાની રીત
Kaju pan mithai banavani rit | કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત
lila nariyal ni barfi banavani rit | લીલા નારીયલ ની બરફી
kalakand banavani rit | કલાકંદ બનાવવાની રીત