Home Gujarati Lila marcha ane kachi keri nu athanu | લીલા મરચા અને કાચી કેરી નું અથાણું

Lila marcha ane kachi keri nu athanu | લીલા મરચા અને કાચી કેરી નું અથાણું

Lila marcha ane kachi keri nu athanu | લીલા મરચા અને કાચી કેરી નું અથાણું
Image credit – Youtube/Masala Kitchen

ઉનાળો આવી ગયો છે અને કેરીઓ કુબજ સારી આવે છે અને દરેક ના ઘરે અથાણા બનાવવાના શરુ થઇ ગયા છે તો આજે એક નવીજ રીત નું Lila marcha ane kachi keri nu athanu – લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવાની રેસીપી શીખીશું જે તમે એકવાર બનાવ્યા પછી વારમ વાર જરૂર બનાવશો.

Ingredients

  • સરસો નું તેલ 100 ગ્રામ
  • વરિયાળી 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા ધાણા 1 ચમચી
  • કલોનજી ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • રાઈ ના કુરિયા 2 ચમચી
  • વરિયાળી કૂટેલી 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ⅖ ચમચી
  • હળદર પાવડર 1 ચમચી
  • લીલા મરચાં તીખા 250 ગ્રામ
  • મીઠું 2 ચમચી
  • કાચી કેરી ½ કિલો
  • વિનેગર થોડું

Lila marcha ane kachi keri nu athanu banavani recipe

લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ બધા લીલાં મરચાં ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને મરચા ના ઉપર ના દાંઠા કાઢી અને બધા મરચા ને 4 ટુકડા માં કાપી અને એક થાળી માં રાખી દેશું . હવે કાચી કેરી ને પણ સારી રીતે પાણી માં ધોઈ અને બધી કેરી ની છાલ કાઢી લેશું છાલ કાઢી લીધા બાદ ખમણી માં મોટી ભાગ ના સાઇડ થી બધી કાચી કેરી ને ખમણી લેશું . જો તમને લીલા મરચા માં વધારે તીખાશ લાગતી હોય તો તમે તેમાંથી બધા બીજ પણ કાઢી શકો છો અને મરચા ના 4 ટુકડા કરવાથી અને જે કેરી અને મરચા નો મસાલો તૈયાર કરીશું તે મરચા માં મસાલો બરાબર કોટિંગ થઈ જશે .

હવે આપણે મરચા અને કેરી માટે નો મસાલો તૈયાર કરીશું .ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 100 ગ્રામ સરસો નું તેલ નાખી અને તેલ ને પેલે એકદમ સારી રીતે ગરમ કરી લેશું અને ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેલ ને થોડું નવશેકું ગરમ રેવા દેશું હવે આપણે  આપણે જે સૂકા મસાલા લીધા જેમકે વરિયાળી , સૂકા ધાણા અને રાઈ નાખી અને ચમચા ની મદદ થી સારી રીતે હલાવી લેશું ત્યાર બાદ તેમાં કલોનજી અને મેથી ના દાણા નાખી દેશું ધ્યાન રાખવું કે આપણું તેલ એટલું જ ગરમ હોવું જોઈએ જેનાથી આપણે જે મસાલા નાખીએ છીએ તે બળી ના જાય . જો તમે ઇયા વરિયાળી , સૂકા ધાણા અને રાઈ ને સેકી ને લેવા માંગતા હોવ તો તમે તેને સેકી ને પણ લઈ શકો છો .

ત્યાર બાદ તેમાં હિંગ , રાઈ ના કુરિયા , વરિયાળી 2 ચમચી , કાશ્મીરી લાલ મરચું 2 ⅖ ચમચી , હળદર પાવડર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે હલાવી લેશું . ખમણી ને કેરી નું અથાણું બનાવવા નો એક ફાયદો એ પણ છે જો આપણા પાસે કેરી કાપવાનો સુડો ના હોય તો ખમણી થી આપણે કેરી નું અથાણું બનાવી શકીશું . હવે આપણે મસાલા હલાવી લીધા બાદ આપણે તેમાં મરચા નાખી દેશું કારણકે મરચા થોડા ગરી જશે તો ખાવાની મજા આવશે અને કેરી વધારે નઈ ગેરેલી હોય તો પણ ચાલશે એટલે આપણે તેલ થોડું ગરમ છે એટલે તેમાં પેલે આપણે મરચા નાખી દેશું .

હવે મરચા થોડા ગરી ગયા બાદ તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું અથવા તો જરૂર મુજબ મીઠું નાખી ને બધું બરાબર મિક્સ કરી લેશું 4-5 મિનિટ બાદ આપણે તેમાં ખમણેલી કેરી પણ નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દીધા બાદ તેમાં આપણે થોડું વિનેગર નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું . વિનેગર નાખવાથી આપણે જે મીઠું નાખ્યું હતું તે અને તેલ અથાણાં માં ઉપર આવી જશે અને આપનું અથાણું પણ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીશું .

ત્યાર બાદ આપણે અથાણાં ને એક દમ ઠંડું કરી અને એક કાચ બાઉલ માં ભરી લેશું એને ત્યાર બાદ ચમચા ની મદદ થી થોડું દબાવી દેશું જેનાથી તેલ અને વિનેગર ઉપર આવી જશે હવે તેના પર સાવ પાતળું કપડું વીટી દેશું અને 2 દિવસ આપણે તેને 1-1 કલાક તડકા માં રાખી દેશું જેથી આપણું અથાણું વધારે સારું લાગશે .

તો તૈયાર છે આપણું મસ્ત લીલા મરચા અને કાચી કેરી નું અથાણું જેને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો અને ઈચ્છા થાય ત્યારે રોટલી કે પરોઠા સાથે ખાઈ પણ શકો છો.

athana recipe notes

આ અથાણાં માં જો તમને ખાલી મરચા નાખવાં હોય તો તમે ખાલી મરચા નાખી અને સેમ પ્રોસેસ માં તમે ખાલી મરચા નું અથાણું કરી શકો છો અને છેલે તેમાં લીંબુ અથવા તો થોડું વિનેગર નાખી દેશું જેથી આપણું અથાણું આખા વર્ષ માટે સારું પડ્યું રહે .

અથાણાં માટે હજી એક વસ્તુ ધ્યાન રાખીશું આખા વર્ષ માટે આપણે અથાણાં ને કેવી રીતે સાચવીશું તો તેના માટે આપણે એક વખત બરણી ખોલી અને જોઈ લેશું કે આપણા અથાણાં માં તેલ તો ઓછું નથી થયું ને જો તેલ ઓછું લાગે તો આપણે તેલ ને થોડું ગરમ કરી અને તેમાં થોડી હિંગ અને લાલ મરચું પાવડર નાખી અને અથાણાં માં નાખી દેશું તો 12 મહિના સુધી અથાણું બગડવાની બીક નઈ રે

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવાની રેસીપી

Lila marcha ane kachi keri nu athanu - લીલા મરચા અને કાચી કેરી નું અથાણું

Lila marcha ane kachi keri nu athanu banavani recipe

ઉનાળો આવી ગયો છે અને કેરીઓ કુબજ સારી આવે છે અનેદરેક ના ઘરે અથાણા બનાવવાના શરુ થઇ ગયા છે તો આજે એક નવીજ રીત નું Lila marcha ane kachi keri nu athanu – લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવાની રેસીપી શીખીશું જે તમે એકવાર બનાવ્યા પછીવારમ વાર જરૂર બનાવશો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 days
Total Time: 2 days 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાતળું કપડું અથાણું ઢાંકવા માટે
  • 1 બાઉલ

Ingredients

  • 100 ગ્રામ સરસો નું તેલ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી સૂકા ધાણા
  • ½ ચમચી કલોનજી
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી રાઈ ના કુરિયા
  • 2 ચમચી વરિયાળી કૂટેલી
  • 2⅖ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર પાવડર
  • 250 ગ્રામ લીલા મરચાં તીખા
  • 2 ચમચી મીઠું
  • ½ કિલો કાચી કેરી ½
  • વિનેગર થોડું

Instructions

Lila marcha ane kachi keri nu athanu banavani recipe

  • લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ બધા લીલાં મરચાં ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને મરચા ના ઉપર ના દાંઠા કાઢી અને બધા મરચા ને 4 ટુકડા માં કાપી અને એક થાળી માં રાખી દેશું . હવે કાચી કેરી ને પણ સારી રીતે પાણી માં ધોઈ અને બધી કેરી ની છાલ કાઢી લેશું છાલ કાઢી લીધા બાદ ખમણી માં મોટી ભાગ ના સાઇડ થી બધી કાચી કેરી ને ખમણી લેશું . જો તમને લીલા મરચા માં વધારે તીખાશ લાગતી હોય તો તમે તેમાંથી બધા બીજ પણ કાઢી શકો છો અને મરચા ના 4 ટુકડા કરવાથી અને જે કેરી અને મરચા નો મસાલો તૈયાર કરીશું તે મરચા માં મસાલો બરાબર કોટિંગ થઈ જશે .
  • હવે આપણે મરચા અને કેરી માટે નો મસાલો તૈયાર કરીશું .ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 100 ગ્રામ સરસો નું તેલ નાખી અને તેલ ને પેલે એકદમ સારી રીતે ગરમ કરી લેશું અને ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેલ ને થોડું નવશેકું ગરમ રેવા દેશું હવે આપણે આપણે જે સૂકા મસાલા લીધા જેમકે વરિયાળી , સૂકા ધાણા અને રાઈ નાખી અને ચમચા ની મદદ થી સારી રીતે હલાવી લેશું ત્યાર બાદ તેમાં કલોનજી અને મેથી ના દાણા નાખી દેશું ધ્યાન રાખવું કે આપણું તેલ એટલું જ ગરમ હોવું જોઈએ જેનાથી આપણે જે મસાલા નાખીએ છીએ તે બળી ના જાય . જો તમે ઇયા વરિયાળી , સૂકા ધાણા અને રાઈ ને સેકી ને લેવા માંગતા હોવ તો તમે તેને સેકી ને પણ લઈ શકો છો .
  • ત્યાર બાદ તેમાં હિંગ , રાઈ ના કુરિયા , વરિયાળી 2 ચમચી , કાશ્મીરી લાલ મરચું 2 ⅖ ચમચી , હળદર પાવડર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે હલાવી લેશું . ખમણી ને કેરી નું અથાણું બનાવવા નો એક ફાયદો એ પણ છે જો આપણા પાસે કેરી કાપવાનો સુડો ના હોય તો ખમણી થી આપણે કેરી નું અથાણું બનાવી શકીશું . હવે આપણે મસાલા હલાવી લીધા બાદ આપણે તેમાં મરચા નાખી દેશું કારણકે મરચા થોડા ગરી જશે તો ખાવાની મજા આવશે અને કેરી વધારે નઈ ગેરેલી હોય તો પણ ચાલશે એટલે આપણે તેલ થોડું ગરમ છે એટલે તેમાં પેલે આપણે મરચા નાખી દેશું .
  • હવે મરચા થોડા ગરી ગયા બાદ તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું અથવા તો જરૂર મુજબ મીઠું નાખી ને બધું બરાબર મિક્સ કરી લેશું 4-5 મિનિટ બાદ આપણે તેમાં ખમણેલી કેરી પણ નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દીધા બાદ તેમાં આપણે થોડું વિનેગર નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું . વિનેગર નાખવાથી આપણે જે મીઠું નાખ્યું હતું તે અને તેલ અથાણાં માં ઉપર આવી જશે અને આપનું અથાણું પણ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીશું .
  • ત્યાર બાદ આપણે અથાણાં ને એક દમ ઠંડું કરી અને એક કાચ બાઉલ માં ભરી લેશું એને ત્યાર બાદ ચમચા ની મદદ થી થોડું દબાવી દેશું જેનાથી તેલ અને વિનેગર ઉપર આવી જશે હવે તેના પર સાવ પાતળું કપડું વીટી દેશું અને 2 દિવસ આપણે તેને 1-1 કલાક તડકા માં રાખી દેશું જેથી આપણું અથાણું વધારે સારું લાગશે .
  • તો તૈયાર છે આપણું મસ્ત લીલા મરચા અને કાચી કેરી નું અથાણું જેને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો અને ઈચ્છા થાય ત્યારે રોટલી કે પરોઠા સાથે ખાઈ પણ શકો છો .

Notes

  • આ અથાણાં માં જો તમને ખાલી મરચા નાખવાં હોય તો તમે ખાલી મરચા નાખી અને સેમ પ્રોસેસ માં તમે ખાલી મરચા નું અથાણું કરી શકો છો અને છેલે તેમાં લીંબુ અથવા તો થોડું વિનેગર નાખી દેશું જેથી આપણું અથાણું આખા વર્ષ માટે સારું પડ્યું રહે .
  • અથાણાં માટે હજી એક વસ્તુ ધ્યાન રાખીશું આખા વર્ષ માટે આપણે અથાણાં ને કેવી રીતે સાચવીશું તો તેના માટે આપણે એક વખત બરણી ખોલી અને જોઈ લેશું કે આપણા અથાણાં માં તેલ તો ઓછું નથી થયું ને જો તેલ ઓછું લાગે તો આપણે તેલ ને થોડું ગરમ કરી અને તેમાં થોડી હિંગ અને લાલ મરચું પાવડર નાખી અને અથાણાં માં નાખી દેશું તો 12 મહિના સુધી અથાણું બગડવાની બીક નઈ રે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here