ઘણા ગુજરાતી ઘરોમાં ભગવાનને થાળ ધરવા માટે, જૈન અને સ્વામીનારાયણ ધર્મ પાડતા લોકો ડુંગળી લસણ નથી ખાતા પણ બીજા ઘણા લોકો વ્રત ઉપવાસ હોય ત્યારે ડુંગળી લસણ નથી ખાતા ત્યારે પ્રશ્ન થાય કે ડુંગળી-લસણ વગર વેજીટેબલ પુલાવ (No Onion No Garlic Pulao) સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવો? જો યોગ્ય ખડા મસાલા, ઘી અને આદુ-મરચાંનો વઘાર કરવામાં આવે, તો ડુંગળી-લસણ વગરનો આ સાત્વિક પુલાવ હોટલના પુલાવ કરતા પણ વધુ સુગંધીદાર બને છે તો આજ આપણે એ બધા માટે સ્વાદીસ્ટ અને શાકભાજીઓ થી ભરપુર અને હેલ્થી એવો ડુંગળી લસણ વગરનો પુલાવ કુકરમાં બનાવતા શીખીશું.
Table of contents
Sattvic Pulao Ingredients
- ગાજર સુધારેલ ¼ કપ
- ફુલાવર ના કટકા ¼ કપ
- બીન્સ ¼ કપ સુધારેલ
- બટાકા સુધારેલ ½ કપ
- ટામેટા સુધારેલ 2
- વટાણા ¼ કપ
- લીલા મરચા સુધારેલ 2-3
- સોયા ચક્સ ½ કપ
- બાસમતી ચોખા 1 કપ
- તેલ 4-5 ચમચી
- લવિંગ 2-3
- મરી 2-3
- તમાલપત્ર 1
- તાજ નો ટુકડો 1
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- પુલાવ મસાલો / ગ્રામ મસાલો 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 2 ½ કપ
No Onion No Garlic Pulao banavani rit
ડુંગળી લસણ વગરનો પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખાને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પાણી નાખી પલાળી મુકો. હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી સોયા ચક્સ નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમજ ઢાંકેલ રહેવા દયો. હવે બધા શાક ને ધોઈ સાફ કરી અલગ અલગ સુધારી લ્યો.
હવે ગેસ પર એક કુકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ અને મરી નાખી શેકો ત્યાર બાદ એમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો હવે એમાં લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સુઅધ્રેલ ટામેટા નાખી મિક્સ કરી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા નરમ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો.
હવે સોયા ચક્સ ને પાણી માંથી કાઢી હાથ થી દબાવી પાણી નીતારી કુકરમાં નાખો સાથે સુધારેલ ગાજર, ફુલાવર, બીન્સ, વટાણા અને બટાકા નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી મસાલા સ્સાથે ધીમા તાપે દસ મિનીટ શેકી લ્યો. દસ મિનીટ પછી એમાં પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાસમતી ચોખા નીતારી ને નાખો અને મિક્સ કરી લ્યો.
પાણી ઉકાળવા લાગે એટલે એમાં પુલાવ મસાલો / ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ફરી એક વખત બધી સામગ્રી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ દસ મિનીટ ધીમા તાપે ચડાવી ગેસ બંધ કરી નાખો. ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી હલકા હાથે મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ડુંગળી લસણ વગર નો પુલાવ.
જો તમને સોયા ચક્સ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો.
ડુંગળી લસણ વગરનો પુલાવ બનાવવાની રીત

No Onion No Garlic Pulao Recipe in Gujarati | ડુંગળી લસણ વગરનો પુલાવ બનાવવાની રીત
Equipment
- 1 કુકર
Ingredients
Sattvic Pulao Ingredients
- ¼ કપ ગાજર સુધારેલ
- ¼ કપ ફુલાવર ના કટકા
- ¼ કપ બીન્સ સુધારેલ
- ½ કપ બટાકા સુધારેલ
- 2 ટામેટા સુધારેલ
- ¼ કપ વટાણા
- 2-3 લીલા મરચા સુધારેલ
- ½ કપ સોયા ચક્સ
- 1 કપ બાસમતી ચોખા
- 4-5 ચમચી તેલ
- 2-3 લવિંગ
- 2-3 મરી
- 1 તમાલપત્ર
- 1 તાજ નો ટુકડો
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી પુલાવ મસાલો / ગ્રામ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 2½ કપ પાણી
Instructions
No Onion No Garlic Pulao banavani rit
- ડુંગળી લસણ વગરનો પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખાને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પાણી નાખી પલાળી મુકો. હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી સોયા ચક્સ નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમજ ઢાંકેલ રહેવા દયો. હવે બધા શાક ને ધોઈ સાફ કરી અલગ અલગ સુધારી લ્યો.
- હવે ગેસ પર એક કુકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ અને મરી નાખી શેકો ત્યાર બાદ એમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો હવે એમાં લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સુઅધ્રેલ ટામેટા નાખી મિક્સ કરી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા નરમ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો.
- હવે સોયા ચક્સ ને પાણી માંથી કાઢી હાથ થી દબાવી પાણી નીતારી કુકરમાં નાખો સાથે સુધારેલ ગાજર, ફુલાવર, બીન્સ, વટાણા અને બટાકા નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી મસાલા સ્સાથે ધીમા તાપે દસ મિનીટ શેકી લ્યો. દસ મિનીટ પછી એમાં પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાસમતી ચોખા નીતારી ને નાખો અને મિક્સ કરી લ્યો.
- પાણી ઉકાળવા લાગે એટલે એમાં પુલાવ મસાલો / ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ફરી એક વખત બધી સામગ્રી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ દસ મિનીટ ધીમા તાપે ચડાવી ગેસ બંધ કરી નાખો. ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી હલકા હાથે મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ડુંગળી લસણ વગર નો પુલાવ.
- જો તમને સોયા ચક્સ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kakdi ni Bhaji banavani rit | કાકડી ની ભાજી બનાવવાની રીત
દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati
Lasan ni chatni banavani rit | લસણની ચટણી બનાવવાની રીત
keri no murabbo banavani rit | કેરી નો મુરબ્બો બનાવવાની રીત
કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit
garam masala banavani rit | ગરમ મસાલો બનાવવાની રીત
