શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે અને ભારત ના ઘણા વિસ્તાર માં ચાલુ પણ થઈ ગયો છે ત્યારે મહિના ના એકટાણા કે ઉપવાસ કરતા હોય એમના માટે નાની ભૂખ ને સંતોષવા માટે આજ આપણે ફરાળી લાડુ બનાવશું જે ખાઈ ઉપર દૂધ કે પાણી પી પેટ ભરી શકો છો. આ લાડુ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી તો છે જ. તો ચાલો singdana na farali ladoo – સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સીંગદાણા 250 ગ્રામ
- શિંગોડા નો લોટ 4- 5 ચમચી
- ઘી 3- 4 ચમચી
- કાજુ 5- 7
- બદામ 8- 10
- પિસ્તા 5- 7
- અખરોટ ના કટકા 2- 4
- સૂઠ પાઉડર 2 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- પીસેલી ખાંડ 125 ગ્રામ
singdana na farali ladoo banavani recipe
સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ માં નાખી ગેસ પર મૂકી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી એના ફોતરા અલગ કરી લ્યો.
હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર નાખી પ્લસ મોડ માં ફેરવી ને સીંગદાણા નો ઝીણો ભૂકો બનાવી લ્યો. પીસેલા સીંગદાણા નો ભૂકો બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં અખરોટ, કાજુ, બદામ, પિસ્તા નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને તૈયાર પાઉડર ને સીંગદાણા ના ભૂકા માં નાખો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં શિંગોડા નો લોટ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ લોટ ને સીંગદાણા ના ભૂકા માં નાખો સાથે એલચી પાઉડર અને સૂંઠ પાઉડર નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી સાકર નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એક સાઇઝ ના લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે સીંગદાણા ના ફરાળી લાડુ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રેસીપી

singdana na farali ladoo banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 250 ગ્રામ સીંગદાણા
- 4- 5 ચમચી શિંગોડા નો લોટ
- 3- 4 ચમચી ઘી
- 5- 7 કાજુ
- 8- 10 બદામ
- 5- 7 પિસ્તા
- 2- 4 અખરોટ ના કટકા
- 2 ચમચી સૂઠ પાઉડર
- ½ ચમચી એલચી પાઉડર
- 125 ગ્રામ પીસેલી ખાંડ
Instructions
singdana na farali ladoo banavani recipe
- સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ માં નાખી ગેસ પર મૂકી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી એના ફોતરા અલગ કરી લ્યો.
- હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર નાખી પ્લસ મોડ માં ફેરવી ને સીંગદાણા નો ઝીણો ભૂકો બનાવી લ્યો. પીસેલા સીંગદાણા નો ભૂકો બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં અખરોટ, કાજુ, બદામ, પિસ્તા નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને તૈયાર પાઉડર ને સીંગદાણા ના ભૂકા માં નાખો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં શિંગોડા નો લોટ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ લોટ ને સીંગદાણા ના ભૂકા માં નાખો સાથે એલચી પાઉડર અને સૂંઠ પાઉડર નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી સાકર નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એક સાઇઝ ના લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે સીંગદાણા ના ફરાળી લાડુ.
Notes
- સાકર ની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો.
- જો લાડવા બનાવતા ટૂટી જતા હોય તો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી મિક્સ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Homemade Pepsi Cola banavani recipe | હોમમેડ પેપ્સી કોલા બનાવવાની રેસીપી
Maa ladoo banavani rit | મા લાડુ બનાવવાની રીત
Sevai bytes | સેવઈ બાઇટ્સ બનાવવાની રીત
bacheli rotli na ladu | બચેલી રોટલી ના લાડુ
baklava banavani rit | બક્લાવા બનાવવાની રીત
ghau na lot na gulab jamun banavani rit | ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત