શિયાળો શરૂ થતાની સાથે જ ગુજરાતી ઘરોમાં Winter Special Vasana ગુજરાતી વસાણા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આયુર્વેદ પ્રમાણે, શિયાળાની ઋતુમાં આપણી પાચનશક્તિ (Digestive Fire) સૌથી સારી હોય છે, તેથી આ સમયે ખાધેલું ભારે ખોરાક પણ શરીરને આખું વર્ષ એનર્જી આપે છે. જો તમે પણ પરિવાર માટે Healthy Winter Recipes શોધી રહ્યા છો, તો તમે યોગ્ય જગ્યાએ છો.
આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખાસ Gujarati Vasana Recipes Collection. આ લિસ્ટમાં અડદિયા પાકથી લઈને કચરિયા સુધીની બધી જ પરંપરાગત વાનગીઓનો સમાવેશ થાય છે. આ વસાણાં માત્ર સ્વાદમાં જ નહીં, પણ કમરના દુખાવા, સાંધાના દુખાવા અને શરદી-ઉધરસમાં પણ રામબાણ ઈલાજ છે.
Table of contents
Winter Special Vasana Collection – ગુજરાતી વસાણા રેસીપી લિસ્ટ
Adadiya Pak – અડદિયા પાક
શિયાળાના વસાણાંનો રાજા એટલે અડદિયા! અડદનો લોટ, ઘી, અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનતો આ પાક શરીરને ગરમી આપે છે.

શું તમને બહાર મળતો માવો પસંદ નથી અથવા તમારી આસપાસ તાજો માવો મળતો નથી તો એક વાર આ રીતે બનાવો માવા વગર ના અડદિયા – mava vagar na adadiya નીચે મુજબ

તમને પણ ખાંડ ખાવી પસંદ નથી તો તમારા માટે પરફેક્ટ રીતે ગોળ નો ઉપયોગ કરી ને gol na adadiya ગોળ ના અડદિયા બનાવતા શીખો નીચે મુજબ

ગુંદર પાક – Gundar Pak – Gond Pak
બાળકોથી લઈને વડીલો સુધી સૌને ભાવે તેવો ગુંદર પાક. ગુંદર હાડકાં મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Methi Pak – મેથી પાક
જેમને સાંધાના દુખાવા કે વા ની તકલીફ – Methi Pak for Joint Pain હોય તેમના માટે મેથી પાક અમૃત સમાન છે. કડવો ન લાગે તેવી રીતે બનાવો આ હેલ્ધી પાક.

Kachariyu – કચરિયું
તલ અને ગોળમાંથી બનતું કચરિયું પાચન માટે ઉત્તમ છે. કાળા તલ અને સફેદ તલ બંનેનું કચરિયું – tal nu kachariyu શિયાળામાં ખાવું જોઈએ.

Salam Pak – સાલમ પાક
શક્તિ અને સ્ફૂર્તિ માટે સાલમ પાક – salam pak ખૂબ જાણીતો છે. આમાં વપરાતો સાલમ મસાલો શરીરનો થાક દૂર કરે છે.

Katlu – Batrisu – કાટલું અથવા બત્રીસુ
નવી માતાઓ (New Mothers) માટે અને સામાન્ય રીતે શક્તિ માટે કાટલું પાવડર અને ગોળનું મિશ્રણ બનતું કાટલું – બત્રીસુ – Katlu Pak Recipe – Batrisu Vasana ખૂબ ગુણકારી છે.

Khajur Pak – ખજૂર પાક
જે લોકો ખાંડ ખાવાનું ટાળે છે તેમના માટે સુગર ફ્રી ખજૂર પાક khajur pak બેસ્ટ ઓપ્શન છે.

Adu Pak – આદુ પાક – Ginger Pak
શિયાળા મા દરેક ને પજવતી સમસ્શયા શરદી, ઉધરસ અને કફની સમસ્યામાં આદુ પાક – Adu pak દવા જેવું કામ કરે છે.

શિયાળામાં વસાણાં ખાવાના ફાયદા ( Benefits of Vasana )
- શિયાળામાં શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.
- મેથી, ગુંદર અને સૂંઠ જેવા મસાલા સાંધાના દુખાવામાં રાહત આપે છે.
- ઘી અને ડ્રાયફ્રૂટ્સ શરીરને આખો દિવસ એનર્જી પૂરી પાડે છે.
- આ વસાણાંની તાસીર ગરમ હોય છે જે શરીરને અંદરથી હૂંફ આપે છે.
વસાણાં ને લગતા વારંવાર થતા પ્રશ્નો
સામાન્ય રીતે વસાણાં સવારે નાસ્તામાં દૂધ સાથે ખાવા જોઈએ. આનાથી શરીરને દિવસભર એનર્જી મળે છે અને પાચન સારું થાય છે.
અડદિયા પાક શિયાળાની શરૂઆત થાય ત્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખાવો જોઈએ જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે.
હા, બાળકો માટે ગુંદર પાક ખૂબ સારો છે. તે તેમના હાડકાંના વિકાસમાં મદદ કરે છે અને શરદી સામે રક્ષણ આપે છે.
ડાયાબિટીસના દર્દીઓ ખાંડ વગરનો ખજૂર પાક અથવા અંજીર પાક માપસર ખાઈ શકે છે. તેમણે ગોળ કે ખાંડ વાળા અડદિયા કે ગુંદર પાક ટાળવા જોઈએ.
કાટલું એ ૩૨ જાતની વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો પાવડર છે, જેને ‘બત્રીસુ’ પણ કહેવાય છે. તે સામાન્ય રીતે ડિલિવરી પછી મહિલાઓને આપવામાં આવે છે.
આવુજ અથાણા નું કલેક્શન નીચે આપ્યું છે તે પણ જુઓ તમને ગણશે
athana banavani rit | 11 પ્રકારના અથાણા બનાવવાની રીત | athana recipe in gujarati
