કેમ છો બધા મિત્રો બરોબર ફાલસા ને બિહારી લોકો તુત કે છે તો અંગ્રેજી માં એને Grewia Asiatica કહે છે જે ખાટા મીઠા લાગે છે, એમાં લાલ રંગ ના ફળ ખાટા લાગે છે તો કાળા ફળ મીઠા લાગે છે . ફાલસા ગરમી માં થોડા સમય માટે જ બજાર માં આવતા હોય છે. ફાલસા ખાવા થી ગરમી માં લૂ નથી લાગતી સાથે કબજિયાત જેવી બીમારી માં પણ ફાલસા ઘણા ઉપયોગી છે કેમકે એમાં સારી માત્રા માં રેસા રહેલા હોય છે અને વિટામિન સી થી ભરપુર હોય છે. તો ચાલો ફાલસા શરબત બનાવવાની રીત – Falsa Sharbat banavani rit શીખીએ.
ફાલસા શરબત બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ ½ કપ
- ફાલસા 1 કપ
- સંચળ 2 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- પાણી 1 લીટર
- ફુદીના ના પાંદ 8-10
- બરફ ના કટકા જરૂર મુજબ
ફાલસા શરબત બનાવવાની રીત
ફાલસા શરબત બનાવવા સૌપ્રથમ ફાલસા ને સાફ કરી લ્યો ખરાબ ફાલસા ને અલગ કરી લ્યો અને સારા ફાલસા ને અલગ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ સાફ કરી લ્યો અને ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી કોરા કરી લ્યો.
હવે ફાલસા ને તપેલી માં નાખી સાથે ખાંડ, શેકેલ જીરું પાઉડર અને સંચળ નાખી હાથ થી દબાવી દબાવી ને મેસ કરતા જાઓ. આમ બધા ફાલસા ને મસળી મસળી ને મેસ કરી લ્યો બધા ફાલસા મેસ થાય એટલે એમાં અડધા લીટર જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગરણી થી તૈયાર શરબત ને બીજી તપેલીમાં ગાળી લ્યો અને ગરણી માં રહેલ ફાલસા ને ફરી તપેલી માં નાખી મેસ કરો અને બીજું અડધો લીટર પાણી નાખી ફરીથી ગરણી થી ગાળી લ્યો આમ ફાલસા ને બરોબર સાફ કરી લ્યો.
ગાળી ને તૈયાર થયેલ શરબત માં બરફ ના કટકા અને ફુદીના ના પાંદ ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા સાથે નાખી સર્વ કરી ફાલસા શરબત.
Falsa Sharbat recipe notes
- ખાંડ ની જગ્યાએ તમે મધ કે છીણેલો ગોળ કે ખડી સાકાર કે સુગર ફ્રી પણ નાખી શકો છો.
Falsa Sharbat banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
Falsa Sharbat recipe in gujarati
ફાલસા શરબત | Falsa Sharbat | ફાલસા શરબત બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 ગરણી
Ingredients
ફાલસા શરબત બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ખાંડ
- 1 કપ ફાલસા
- 2 ચમચી સંચળ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 લીટર પાણી
- 8-10 ફુદીનાના પાંદ
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
Falsa Sharbat banavani rit
- ફાલસા શરબત બનાવવા સૌપ્રથમ ફાલસા ને સાફ કરી લ્યો ખરાબ ફાલસા ને અલગ કરી લ્યો અને સારા ફાલસાને અલગ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ સાફ કરી લ્યો અને ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી કોરા કરી લ્યો.
- હવે ફાલસા ને તપેલી માં નાખી સાથે ખાંડ, શેકેલ જીરું પાઉડર અને સંચળ નાખી હાથ થી દબાવી દબાવી ને મેસ કરતા જાઓ.આમ બધા ફાલસા ને મસળી મસળી ને મેસ કરી લ્યો બધા ફાલસા મેસ થાય એટલે એમાંઅડધા લીટર જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગરણી થી તૈયાર શરબત ને બીજી તપેલીમાં ગાળી લ્યો અને ગરણી માં રહેલ ફાલસાને ફરી તપેલી માં નાખી મેસ કરો અને બીજું અડધો લીટર પાણી નાખી ફરીથી ગરણી થી ગાળી લ્યોઆમ ફાલસા ને બરોબર સાફ કરી લ્યો.
- ગાળી ને તૈયાર થયેલ શરબત માં બરફ ના કટકા અને ફુદીના ના પાંદ ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા સાથે નાખી સર્વ કરી ફાલસા શરબત.
Falsa Sharbat recipe notes
- ખાંડની જગ્યાએ તમે મધ કે છીણેલો ગોળ કે ખડી સાકાર કે સુગર ફ્રી પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાઈનેપલ શિકંજી બનાવવાની રીત | Pineapple Shikanji banavani rit
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati
કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe
છાસ બનાવવાની રીત | chaas banavani rit