આજ આપણે સાબુદાણા પલળવા કે પછી બટાકા ને બાફવાની ઝંઝટ કર્યા વગર સીધા ગોટા બનાવતા શીખીશું. જે ખૂબ ઓછી મહેનતે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો Farali gota – ફરાળી ગોટા બનાવવાની રીત શીખીએ
INGREDIENTS
- સાબુદાણા ½ કપ
- બટાકા 2- 3
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
- લીલા મરચાં ઝીણા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- સીંગદાણા નો ભૂકો ½ કપ
- સંચળ ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1- 2 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Farali gota banavani rit
ફરાળી ગોટા બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા સાબુદાણા ને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી એના કર્ક કરી મિક્સર કટકા કરેલ બટાકા નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો.
પીસેલા બટાકા ના પલ્પ ને પીસેલા સાબુદાણા માં નાખો. સાથે ઝીણા સુધારેલા લીલા મરચાં, ઝીણા સુધારેલા લીલા ધાણા, પીસેલા સીંગદાણા નો ભૂકો, મરી પાઉડર, સંચળ, આદુની પેસ્ટ, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુ, સફેદ તલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ થાય એવું મિશ્રણ તૈયાર કરી લેવી તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી રેસ્ટ માટે મૂકેલ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય એટલે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ન ગોટા બનાવવા હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ ગોળ ગોળ ફેરવી બોલ બનાવી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કેરલ ગોટા નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો. ગોટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા ગોટા તરવા માટે નાખો. આમ બધા ગોટા તરી લ્યો અને ફરાળી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ગોટા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ગોટા બનાવવાની રીત

Farali gota banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- ½ કપ સાબુદાણા
- 2- 3 બટાકા
- 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચાં ઝીણા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ કપ સીંગદાણા નો ભૂકો
- ½ ચમચી સંચળ
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી સફેદ તલ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Instructions
Farali gota banavani rit
- ફરાળી ગોટા બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા સાબુદાણા ને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી એના કર્ક કરી મિક્સર કટકા કરેલ બટાકા નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો.
- પીસેલા બટાકા ના પલ્પ ને પીસેલા સાબુદાણા માં નાખો. સાથે ઝીણા સુધારેલા લીલા મરચાં, ઝીણા સુધારેલા લીલા ધાણા, પીસેલા સીંગદાણા નો ભૂકો, મરી પાઉડર, સંચળ, આદુની પેસ્ટ, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુ, સફેદ તલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ થાય એવું મિશ્રણ તૈયાર કરી લેવી તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી રેસ્ટ માટે મૂકેલ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય એટલે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ન ગોટા બનાવવા હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ ગોળ ગોળ ફેરવી બોલ બનાવી લ્યો.
- તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કેરલ ગોટા નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો. ગોટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા ગોટા તરવા માટે નાખો. આમ બધા ગોટા તરી લ્યો અને ફરાળી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ગોટા.
Notes
- અહીં રેસ્ટ આપ્યા પછી જો મિશ્રણ વધારે ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી ઉમેરવુ અને જો નરમ રહી જાય તો પીસેલા સાબુદાણા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ રહેવા દઈ ત્યાર બાદ ગોટા બનાવવા
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Shakkkariya ni farali puri ni recipe | શક્કરિયા ની ફરાળી પૂરી ની રેસીપી
Farali tava dhokla banavani rit | ફરાળી તવા ઢોકળા
singoda na lot na paratha banavani rit | શિંગોડા ના લોટ ના પરોઠા
shakkariya nu shaak banavani rit | શક્કરિયા નું શાક
bataka ni farali khichdi banavani rit | બટાકા ની ફરાળી ખીચડી