મિત્રો આજ આપણે Kashmiri Shufta – કાશ્મીરી શુફ્ટા બનાવવાની રીત શીખીશું. આ એક કાશ્મીરી ટ્રેડિશનલ મીઠાઈ છે જે અલગ અલગ ડ્રાય ફ્રૂટ ના મિશ્રણ, પનીર અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે તમે રેગ્યુલર અથવા વ્રત ઉપવાસ પણ બનાવી ખાઈ શકો છો.
INGREDIENTS
- બદામ ½ કપ
- કાજુ ½ કપ
- અખરોટ ¼ કપ
- કિસમિસ ¼ કપ
- પિસ્તા 3- 4 ચમચી
- સૂકી ખારેક 12- 15
- સૂકા નારિયળ ની કતરણ ½ કપ
- પનીર 150 ગ્રામ
- કેસર ના તાંતણા 15- 20
- ઘી જરૂર મુજબ
- ખાંડ ¾ કપ
- પાણી ½ કપ
- સૂંઠ પાઉડર ½ ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- સૂકા ગુલાબ ના પાંખડી 3- 4 ચમચી
Kashmiri Shufta banavani rit
કાશ્મીરી શુફ્ટા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બદામ, કાજુ, અખરોટ, કીસમીસ, પિસ્તા બધી સામગ્રી ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધા કલાક પલાળી મુકો. ત્યાર બાદ બીજા વાસણમાં સૂકી ખારેક ને ગરમ પાણી નાખી ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો. ત્યાર બાદ વાટકા માં કેસર ના તાંતણા નાખી સાથે બે ચાર ચમચી ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો પલાડી મૂકો.
અડધા કલાક પછી પાલડી રાખેલ ડ્રાય ફ્રૂટ ની ચારણીમાં કાઢી નીતારી લ્યો ત્યાર બાદ ખજૂર નું પાણી નિતારી ચાકુથી કાપી કટકા કરી ઠળિયા અલગ કરી કટકા કરી લ્યો. અને પનીર ના કટકા કરી લ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ નારિયળ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી નાખી ગરમ કરો અને એમાં પનીર ના કટકા નાખી બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. પનીર ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે કડાઈમાં બીજી બે ચમચી ઘી નાખી ગરમ કરી એમાં નિતારેલ ડ્રાય ફ્રૂટ અને સૂકા ખજૂર ના કટકા નાખી બધા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે એમાં શેકેલ સૂકા નારિયળ ના કટકા, શેકેલ પનીર ના કટકા નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં કેસર નું પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
બે મિનિટ પછી એમાં પાણી નાખી મિક્સ કરી ચડાવી લ્યો. આઠ દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર, સૂંઠ પાઉડર અને ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી ને એકાદ ચમચી પાણી રહે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઠંડુ થવા દયો. ઠંડુ થાય એટલે મજા લ્યો. તો તૈયાર છે શુફ્ટા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કાશ્મીરી શુફ્ટા બનાવવાની રીત

Kashmiri Shufta banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- ½ કપ બદામ
- ½ કપ કાજુ
- ¼ કપ અખરોટ
- ¼ કપ કિસમિસ
- 3- 4 ચમચી પિસ્તા
- 12- 15 સૂકી ખારેક
- ½ કપ સૂકા નારિયળ ની કતરણ
- 150 ગ્રામ પનીર
- 15- 20 કેસર ના તાંતણા
- ઘી જરૂર મુજબ
- ¾ કપ ખાંડ
- ½ કપ પાણી
- ½ ચમચી સૂંઠ પાઉડર
- ½ ચમચી એલચી પાઉડર
- 3- 4 ચમચી સૂકા ગુલાબ ના પાંખડી
Instructions
Kashmiri Shufta banavani rit
- કાશ્મીરી શુફ્ટા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બદામ, કાજુ, અખરોટ, કીસમીસ, પિસ્તા બધી સામગ્રી ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધા કલાક પલાળી મુકો. ત્યાર બાદ બીજા વાસણમાં સૂકી ખારેક ને ગરમ પાણી નાખી ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો. ત્યાર બાદ વાટકા માં કેસર ના તાંતણા નાખી સાથે બે ચાર ચમચી ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો પલાડી મૂકો.
- અડધા કલાક પછી પાલડી રાખેલ ડ્રાય ફ્રૂટ ની ચારણીમાં કાઢી નીતારી લ્યો ત્યાર બાદ ખજૂર નું પાણી નિતારી ચાકુથી કાપી કટકા કરી ઠળિયા અલગ કરી કટકા કરી લ્યો. અને પનીર ના કટકા કરી લ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ નારિયળ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી નાખી ગરમ કરો અને એમાં પનીર ના કટકા નાખી બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. પનીર ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે કડાઈમાં બીજી બે ચમચી ઘી નાખી ગરમ કરી એમાં નિતારેલ ડ્રાય ફ્રૂટ અને સૂકા ખજૂર ના કટકા નાખી બધા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે એમાં શેકેલ સૂકા નારિયળ ના કટકા, શેકેલ પનીર ના કટકા નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં કેસર નું પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
- બે મિનિટ પછી એમાં પાણી નાખી મિક્સ કરી ચડાવી લ્યો. આઠ દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર, સૂંઠ પાઉડર અને ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી ને એકાદ ચમચી પાણી રહે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઠંડુ થવા દયો. ઠંડુ થાય એટલે મજા લ્યો. તો તૈયાર છે શુફ્ટા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali lot banavani recipe | ફરાળી લોટ બનાવવાની રેસીપી
singoda na lot no shiro | શિંગોડા ના લોટ નો શીરો
Farali appam banavani rit | ફરાળી અપ્પમ
Sabudana Thalipeeth banavani rit | સાબુદાણા થાલીપીઠ
