Home Blog Page 15

adadiya no lachko banavani rit | અડદિયા નો લચકો બનાવવાની રીત

આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધા ને પસંદ આવતો હોય છે. લગ્ન પ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ. 

INGREDIENTS

  • દર્દરી પીસેલી અડદ દાળ 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • ખાંડ / ગોળ 250 ગ્રામ
  • માવો 250 ગ્રામ
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બાદમ ના કટકા 3-4 ચમચી
  • પિસ્તાના કટકા 2-3 ચમચી
  • ખાવા નો ગુંદ 75  ગ્રામ
  • કીસમીસ 2-3 ચમચી
  • અડદિયા નો ગરમ મસાલો 3-4 ચમચી
  • નવશેકું દૂધ 1-2 ચમચી
  • ખસખસ 1-2 ચમચી 

adadiya no lachko banavani rit

અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી  નાખી ગરમ  કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે  ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ  કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.

હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ  ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.

હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.

ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.  

તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો. 

અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.

ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે

અડદિયા નો લચકો બનાવવાની રીત

adadiya no lachko - અડદિયા નો લચકો

adadiya no lachko banavani rit

આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધાને પસંદ આવતો હોય છે. લગ્નપ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ. 
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 1 કિલો આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 250 ગ્રામ દર્દરી પીસેલી અડદ દાળ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ ખાંડ / ગોળ
  • 250 ગ્રામ માવો
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બાદમ ના કટકા ચમચી
  • 2-3 ચમચી પિસ્તાના કટકા
  • 75 ગ્રામ ખાવા નો ગુંદ
  • 2-3 ચમચી કીસમીસ
  • 3-4 ચમચી અડદિયા નો ગરમ મસાલો
  • 1-2 ચમચી નવશેકું દૂધ
  • 1-2 ચમચી ખસખસ

Instructions

adadiya no lachko banavani rit

  • અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.
  • હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.
  • હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.
  • ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.

Notes

  1. તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો. 
  2. અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
  3. લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.
  4. ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singdana aamti – janjanit Zirka banavani rit | સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા

આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે અને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદ હોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.

Ingredients

  • શેકેલ સિંગદાણા 4-5 ચમચી
  • શેકેલ સુકા નારિયલ નું છીણ 2-3 ચમચી
  • લીલા મરચા 3-4
  • શેકેલ સફેદ તલ 2-3 ચમચી
  • લસણ ની કણી 10-12
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણી 3-4 કપ
  • મીઠું સ્વાદ મુજબ 

Singdana aamti – janjanit Zirka banavani rit

સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.

હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને  ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.

પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.

સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત

Singdana aamti – janjanit Zirka - સિંગદાણા આમટી - જણજનીત ઝીરકા

Singdana aamti – janjanit Zirka banavani rit

આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાનીરીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છેઅને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદહોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 4-5 ચમચી શેકેલ સિંગદાણા
  • 2-3 ચમચી શેકેલ સુકા નારિયલ નું છીણ
  • 3-4 લીલા મરચા
  • 2-3 ચમચી શેકેલ સફેદ તલ
  • 10-12 લસણ ની કણી
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1 કપ લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 3-4 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Singdana aamti – janjanit Zirka banavani rit

  • સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.
  • હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.
  • પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

adadiya no masalo | અડદિયા નો મસાલો | adadiya pak no masalo

મિત્રો આજ આપણે અડદિયા પાક નો ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. શિયાળાની શરૂઆત થતા જ બધાને વસાણા યુક્ત વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હોય છે આજ આપણે એક એવા જ શિયાળા માં બનતા અને બધા ને પસંદ હોય અને સ્વાસ્થ માટે ખુબ સારા મનાતા અડદિયા બનાવવા વપરાતા અડદિયાનો ગરમ મસાલો ઘરે બનાવવાની રીત શીખીશું.  જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે અને ઘરે બનાવેલા મસાલા માંથી જો અડદિયા બનાવવામાં આવે તો ખુબ સારા બને છે તો ચાલો adadiya no masalo – અડદિયા નો મસાલો – adadiya pak no masalo banavani rit શીખીએ.

INGREDIENTS

  • સુંઠ 20 ગ્રામ
  • એલચી 10 ગ્રામ
  • સફેદ મરી 10 ગ્રામ
  • મરી 10 ગ્રામ
  • લીંડી પીપર 10 ગ્રામ
  • પીપરી મૂળ / ગંઠોડા 10 ગ્રામ
  • તજ 10 ગ્રામ
  • સફેદ મુસળી 10 ગ્રામ
  • કાળી મુસળી 10 ગ્રામ
  • જાવેન્ત્રી 5 ગ્રામ
  • લવિંગ 5 ગ્રામ
  • જાયફળ 1 નંગ

adadiya no masalo banavani rit | અડદિયા નો મસાલો બનાવવાની રીત

અડદિયા નો મસાલો બનાવવા સૌથી પહેલા તો સુંઠ ને સાફ કરી ચાકુથી અથવા ધસતા થી કુટી ને નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ સફેદ મુસળી અને કાળી મુસળી ને પણ ધસતા થી કુટી લ્યો. અને સાથે ગંઠોડા / પીપળી મૂળ ને પણ ધસતા થી કુટી લ્યો અને જાયફળ ને પણ તોડી લ્યો. જેથી જ્યાર બધી સામગ્રી ને મિક્સર જારમાં પીસવા માટે નાખીએ તો જાર ની બ્લેડ ખરાબ ના થાય અને પાઉડર બરોબર પીસી શકાય.

હવે બધી સામગ્રી ને બરોબર સાફ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો. (તડકામાં સૂકવવું જરૂરી નથી તડકામાં સુકાવવાથી મસાલામાં રહેલ ભીનાશ દુર થઇ જાય એટલે બાકી તમે સીધા મસાલા ને પીસી શકો છો. )

હવે મિક્સર જારમાં સફેદ મરી, કાળા મરી, લવિંગ, સફેદ મુસળી, કાળી મુસળી, તોડી રાખેલ જાયફળ, જાવેન્ત્રી, એલચી, તજ ના નાના કટકા અને લીંડી પીપર નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રીને બરોબર પીસી પાઉડર કરી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો અને ચારણીમાં બાકી રહેલ સમગ્ર પાછી મિક્સર જારમાં નાખો.

હવે મિક્સર જારમાં કુટી રાખેલ સુંઠ નાખી ઢાંકણ બંધ કરી સુંઠ નો પણ પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને પણ બીજા મસાલા સાથે ચાળી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. તો તૈયાર છે અડદિયા પાક નો ગરમ મસાલો.  

adadiya pak no masalo banavani rit  | અડદિયા પાક નો મસાલો બનાવવાની રીત

adadiya no masalo - અડદિયા નો મસાલો - adadiya pak no masalo banavani rit

adadiya no masalo banavani rit

મિત્રોઆજ આપણે અડદિયા પાક નો ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. શિયાળાની શરૂઆત થતા જ બધાને વસાણા યુક્ત વાનગીઓબનાવવાની શરૂઆત કરી દીધી હોય છે આજ આપણે એક એવા જ શિયાળા માં બનતા અને બધા ને પસંદહોય અને સ્વાસ્થ માટે ખુબ સારા મનાતા અડદિયા બનાવવા વપરાતા અડદિયાનો ગરમ મસાલો ઘરેબનાવવાની રીત શીખીશું.  જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે અને ઘરે બનાવેલા મસાલામાંથી જો અડદિયા બનાવવામાં આવે તો ખુબ સારા બને છે તો ચાલો adadiya no masalo – અડદિયા નો મસાલો – adadiya pak no masalo banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 100 ગ્રામ આશરે

Equipment

  • 1 મિક્સર

Ingredients

  • 20 ગ્રામ સુંઠ
  • 10 ગ્રામ એલચી
  • 10 ગ્રામ સફેદ મરી
  • 10 ગ્રામ મરી
  • 10 ગ્રામ લીંડી પીપર
  • 10 ગ્રામ પીપરી મૂળ / ગંઠોડા
  • 10 ગ્રામ તજ
  • 10 ગ્રામ સફેદ મુસળી
  • 10 ગ્રામ કાળી મુસળી
  • 5 ગ્રામ જાવેન્ત્રી
  • 5 ગ્રામ લવિંગ
  • 1 નંગ જાયફળ

Instructions

adadiya no masalo banavani rit

  • અડદિયા નો મસાલો બનાવવા સૌથી પહેલા તો સુંઠ ને સાફ કરી ચાકુથી અથવા ધસતા થી કુટી ને નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ સફેદ મુસળી અને કાળી મુસળી ને પણ ધસતા થી કુટી લ્યો. અને સાથે ગંઠોડા / પીપળી મૂળ ને પણ ધસતા થી કુટી લ્યો અને જાયફળ ને પણ તોડી લ્યો. જેથી જ્યાર બધી સામગ્રી ને મિક્સર જારમાં પીસવા માટે નાખીએ તો જાર ની બ્લેડ ખરાબ ના થાય અને પાઉડર બરોબર પીસી શકાય.
  • હવે બધી સામગ્રી ને બરોબર સાફ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો. (તડકામાં સૂકવવું જરૂરી નથી તડકામાં સુકાવવાથી મસાલામાં રહેલ ભીનાશ દુર થઇ જાય એટલે બાકી તમે સીધા મસાલા ને પીસી શકો છો. )
  • હવે મિક્સર જારમાં સફેદ મરી, કાળા મરી, લવિંગ, સફેદ મુસળી, કાળી મુસળી, તોડી રાખેલ જાયફળ, જાવેન્ત્રી, એલચી, તજ ના નાના કટકા અને લીંડી પીપર નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રીને બરોબર પીસી પાઉડર કરી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો અને ચારણીમાં બાકી રહેલ સમગ્ર પાછી મિક્સર જારમાં નાખો.
  • હવે મિક્સર જારમાં કુટી રાખેલ સુંઠ નાખી ઢાંકણ બંધ કરી સુંઠ નો પણ પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને પણ બીજા મસાલા સાથે ચાળી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. તો તૈયાર છે અડદિયા પાક નો ગરમ મસાલો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dakor na gota banavani rit | ડાકોર ના ગોટા બનાવવાની રીત

આજે આપણે Dakor na gota – ડાકોર ના ગોટા બનાવવાની રીત શીખીશું. ડાકોર ના ગોટા ખૂબ પ્રખ્યાત છે જે પણ ડાકોર જાય એ ત્યાંના ગોટા ની મજા લીધા વગર પાછા ના આવે. અને આજ કાલ તો તૈયાર પેકેટ પણ બજારમાં મળે છે જેને વાપરી તમે ઘરે ગોટા બનાવી શકો છો. પણ આજ આપણે ઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી ડાકોર ના પ્રસિદ્ધ ગોટા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.

INGREDIENTS

  • ચણાદાળ 1 કપ
  • જીરું 1- 2 ચમચી
  • સૂકા લાલ મરચા 2- 3
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • તમાલપત્ર 1
  • મરી 1 ચમચી
  • લવિંગ 5- 6
  • વરિયાળી 1 – 2 ચમચી
  • સફેદ તલ 1- 2 ચમચી
  • ઝીણા સુધારેલ લીલા મરચા 1- 2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • ક્રશ કરેલ આખા સૂકા ધાણા 1 ચમચી
  • ઝીણી સુધારેલ લીલી મેથી ½ કપ
  • દૂધ જરૂર મુજબ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • ગરમ તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Dakor na gota banavani rit

ડાકોર ના ગોટા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લ્યો અને ઝીણી સુધારી પાણી નીતરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, વરિયાળી, સૂકા લાલ મરચા  અને સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી બધા મસાલા ને શેકી ક્રિસ્પી તરી લઈ બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યાર બાદ મિક્સર જારમાં ચણા ની દાળ નાખી એને પણ કરકરી પીસી લ્યો અને કથરોટ માં નાખો. પીસેલી ચણા દાળ માં  લીલા મરચા સુધારેલ, લીલી મેથી સુધારેલ, પીસેલા મસાલો, મરી પાઉડર, ખાંડ, સૂકા આખા ધાણા , લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ , બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી  બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઇ મિશ્રણ ને મિક્સ કરી લ્યો.

ગોટા માટેનું મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એક બાજુ મૂકી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી નાની સાઇઝ ના ગોટા બનાવી તેલ માં નાખતા જાઓ.

ગોટા નાખી દીધા બાદ ગેસ મીડિયમ કરી ગોટા ને બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધા જ ગોટા તૈયાર કરી લ્યો. તૈયાર ગોટા ને કઢી, ચટણી કે દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોર ના ગોટા.

ડાકોર ના ગોટા બનાવવાની રીત

Dakor na gota - ડાકોર ના ગોટા

Dakor na gota banavani rit

મિત્રો આજે આપણે Dakor na gota – ડાકોર ના ગોટા બનાવવાની રીત શીખીશું. ડાકોર ના ગોટા ખૂબ પ્રખ્યાત છે જેપણ ડાકોર જાય એ ત્યાંના ગોટા ની મજા લીધા વગર પાછા ના આવે. અને આજ કાલતો તૈયાર પેકેટ પણ બજારમાં મળે છે જેને વાપરી તમે ઘરે ગોટા બનાવી શકો છો. પણ આજ આપણેઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી ડાકોર ના પ્રસિદ્ધ ગોટા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ ચણાદાળ
  • 1-2 ચમચી જીરું
  • 2-3 સૂકા લાલ મરચા
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી મરી
  • 5-6 લવિંગ
  • 1-2 ચમચી વરિયાળી
  • 1-2 ચમચી સફેદ તલ
  • 1-2 ચમચી ઝીણા સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ક્રશ કરેલ આખા સૂકા ધાણા
  • ½ કપ ઝીણી સુધારેલ લીલી મેથી
  • દૂધ જરૂર મુજબ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ગરમ તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Dakor na gota banavani rit

  • ડાકોર ના ગોટા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લ્યો અને ઝીણી સુધારી પાણી નીતરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, વરિયાળી, સૂકા લાલ મરચા અને સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી બધા મસાલા ને શેકી ક્રિસ્પી તરી લઈ બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યાર બાદ મિક્સર જારમાં ચણા ની દાળ નાખી એને પણ કરકરી પીસી લ્યો અને કથરોટ માં નાખો. પીસેલી ચણા દાળ માં લીલા મરચા સુધારેલ, લીલી મેથી સુધારેલ, પીસેલા મસાલો, મરી પાઉડર, ખાંડ, સૂકા આખા ધાણા , લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ , બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઇ મિશ્રણ ને મિક્સ કરી લ્યો.
  • ગોટા માટેનું મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એક બાજુ મૂકી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી નાની સાઇઝ ના ગોટા બનાવી તેલ માં નાખતા જાઓ.
  • ગોટા નાખી દીધા બાદ ગેસ મીડિયમ કરી ગોટા ને બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધા જ ગોટા તૈયાર કરી લ્યો. તૈયાર ગોટા ને કઢી, ચટણી કે દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોર ના ગોટા.

Notes

  • અહીં તમે તીખાશ માત્ર મરી ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Falodi banavani rit | ફલોદી બનાવવાની રીત

આપણે Falodi – ફલોદી બનાવવાની રીત શીખીશું. જે રાજસ્થાની મીઠાઈ છે જેને ઘણા લોકો પરોડી પણ કહે છે. આ ફલોદી ખાસ શિયાળા દરમ્યાન બનાવવામાં આવે છે કેમ કે આમાં સારી માત્રામાં ઘી, ડ્રાય ફ્રુટ અને ખાવાનો ગુંદર નાખવામાં આવે છે. બનાવવો ખુબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી આઠ દસ દિવસ સુંધી એની મજા લઇ શકી છીએ.  

INGREDIENTS

  • ઘઉંનો લોટ 1 કપ
  • પીસેલી ખાંડ ¼ કપ
  • ખાવા નો ગુંદર ¼ કપ 
  • કાજુ ¼  કપ
  • બદામ ¼ કપ
  • ઘી ½ કપ
  • અખરોટ ¼ કપ
  • મરી પાઉડર ¼ ચમચી

Falodi banavani rit

ફલોદી બનાવવા સૌથી પહેલા ખાંડ ને પીસી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ અને બાદમ નાખી ચાર પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં અખરોટ નાખી બધી સામગ્રી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો. ડ્રાય ફ્રુટ ઠંડા થાય ત્યાં સુંધી એજ ગરમ કડાઈમાં બીજી બે ચાર ચમચી ઘી નાખી એમાં થોડો થોડો ખાવા નો ગુંડ નાખી બરોબર તારી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને તારેલ ગુંડ ને પણ પીસી તૈયાર કરો.

હવે ગેસ પર ફરી કડાઈમાં ઘી નાખી એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખો અને હલાવતા રહો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાસુંધી હલાવતા રહી શેકવો.

લોટ ગોલ્ડન બ્રૌઅન થાય એટલે એમાં મરી પાઉડર, પીસેલા ડ્રાય ફ્રુટ, પીસેલ ગુંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ઠંડું થવા દયો.મિશ્રણ ઠંડું થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફલોદી.  

ફલોદી બનાવવાની રીત

Falodi - ફલોદી

Falodi banavani rit

આપણે Falodi – ફલોદી બનાવવાની રીત શીખીશું. જે રાજસ્થાની મીઠાઈ છે જેને ઘણા લોકો પરોડી પણ કહે છે. આફલોદી ખાસ શિયાળા દરમ્યાન બનાવવામાં આવે છે કેમ કે આમાં સારી માત્રામાં ઘી, ડ્રાયફ્રુટ અને ખાવાનો ગુંદર નાખવામાં આવે છે. બનાવવો ખુબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી આઠ દસ દિવસ સુંધી એની મજા લઇ શકી છીએ.  
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ પીસેલી ખાંડ
  • ¼ કપ ખાવા નો ગુંદર
  • ¼ કપ કાજુ
  • ¼ કપ બદામ
  • ½ કપ ઘી
  • ¼ કપ અખરોટ
  • ¼ ચમચી મરી પાઉડર

Instructions

Falodi banavani rit

  • ફલોદી બનાવવા સૌથી પહેલા ખાંડ ને પીસી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ અને બાદમ નાખી ચાર પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં અખરોટ નાખી બધી સામગ્રી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો. ડ્રાય ફ્રુટ ઠંડા થાય ત્યાં સુંધી એજ ગરમ કડાઈમાં બીજી બે ચાર ચમચી ઘી નાખી એમાં થોડો થોડો ખાવા નો ગુંડ નાખી બરોબર તારી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને તારેલ ગુંડ ને પણ પીસી તૈયાર કરો.
  • હવે ગેસ પર ફરી કડાઈમાં ઘી નાખી એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખો અને હલાવતા રહો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાસુંધી હલાવતા રહી શેકવો.
  • લોટ ગોલ્ડન બ્રૌઅન થાય એટલે એમાં મરી પાઉડર, પીસેલા ડ્રાય ફ્રુટ, પીસેલ ગુંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ઠંડું થવા દયો.મિશ્રણ ઠંડું થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફલોદી.

Notes

  • ખાંડ અને ઘી ની માત્રા થોડી ઓછી કે વધુ કરી શકો છો.
  • ડ્રાય ફ્રુટની કતરણ કરી અથવા કુટી ને પણ વાપરી શકો છો.
  • તમને તારેલ ગુંદપસંદ હોય તો પીસવાની જરૂર નથી તમે એમજ તારી ને પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

besan ni nankhatai ni recipe | બેસન ની નાનખટાઈ ની રેસીપી

આ નાનખટાઈ બેસન ના લાડુ જેવીજ સ્વાદીસ્ટ લાગશે અને લાંબો સમય સુંધી તમે મજા પણ લઇ શકો છો. બેસન ના લાડુ બનાવવામાં લાંબો સમય લાગે છે અને બેસન કાચો કે બરી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડે છે પણ આ નાનખટાઈ બનાવવા માં સમય પણ ઓછો લાગશે અને ખાવા માં પણ ખુબ સારી લાગશે. જે મોઢામાં મુકતા જ ઓગળી જશે તો એક વખત ચોક્કસ બનાવો આ નાનખટાઈ. તો ચાલો besan ni nankhatai – બેસન ની નાનખટાઈ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બેસન 1 કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • ઘી ½ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કેસરના તાંતણા 15-20
  • પિસ્તાની કતરણ 2-3 ચમચી

besan ni nankhatai ni recipe

બેસન ની નાનખટાઈ બનાવવા સૌથી પહેલા બેસન માં બેકિંગ સોડા નાખી ચારણી થી બે વખત ચાળી ને એક બાજુ મુકો. હવે બીજા એક વાસણમાં રૂમ તાપમાન વાળું ઘી લ્યો એમાં કેસરના તાંતણા અને પીસેલી ખાંડ નાખી નાખી બિટર વડે અથવા બ્લેન્ડર વડે મિશ્રણ ને બીત કરી મિશ્રણ સફેદ થાય ત્યાં સુંધી બીટ કરી લ્યો. મિશ્રણ સફેદ થાય એટલે એમાં એલચી પાઉડર અને ચાળીરાખેલ બેસન નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો.

તૈયાર મિશ્રણ માંથી એક સરખા ભાગ કરી લ્યો અને દરેક ભાગ ને હથેળી વછે ફેરવી ગોળ કરી થોડા દબાવી ચપટા કરી લ્યો અને બટર  પેપર મુકેલ પ્લેટ માં થોડા થોડા અંતરે મુક્તા જાઓ. અને ઉપર થોડી પિસ્તાની કતરણ મૂકી દબાવી દયો આમ બધી જ નાનખટાઈ તૈયાર કરી લ્યો,

ત્યાર બાદ 180 ડીગ્રી પ્રી હિટ ઓવેન માં વીસ થી પચ્ચીસ મિનીટ બેક કરો અથવા ગેસ પર કડાઈમાં મીઠું કે રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી કડાઈ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પ્લેટ મૂકી ધીમા તાપે અડધા વીસ પચ્ચીસ મિનીટ બેક કરો.

ત્યાર બાદ બહાર કાઢી પ્લેટ ને ઠંડી થવા દયો અને પ્લેટ અને નાનખટાઈ ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી ડબ્બામાં ભરી લ્યો આમ બધી નાનખટાઈ બેક કરી ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે બેસન નાનખટાઈ.

બેસન ની નાનખટાઈ ની રેસીપી

besan ni nankhatai - બેસન ની નાનખટાઈ

besan ni nankhatai ni recipe

આનાનખટાઈ બેસન ના લાડુ જેવીજ સ્વાદીસ્ટ લાગશે અને લાંબો સમય સુંધી તમે મજા પણ લઇશકો છો. બેસન ના લાડુ બનાવવામાં લાંબો સમય લાગે છે અને બેસનકાચો કે બરી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડે છે પણ આ નાનખટાઈ બનાવવા માં સમય પણઓછો લાગશે અને ખાવા માં પણ ખુબ સારી લાગશે. જેમોઢામાં મુકતા જ ઓગળી જશે તો એક વખત ચોક્કસ બનાવો આ નાનખટાઈ. તો ચાલો besan ni nankhatai – બેસન ની નાનખટાઈ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ / ઓવેન
  • 1 બટર પેપર
  • 1 બિટર / બ્લેન્ડર
  • 1 કથરોટ

Ingredients

  • 1 કપ બેસન
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½ કપ ઘી
  • ½ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 15-20 કેસરના તાંતણા
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ

Instructions

besan ni nankhatai ni recipe

  • બેસન ની નાનખટાઈ બનાવવા સૌથી પહેલા બેસન માં બેકિંગ સોડા નાખી ચારણી થી બે વખત ચાળી ને એક બાજુ મુકો. હવે બીજા એક વાસણમાં રૂમ તાપમાન વાળું ઘી લ્યો એમાં કેસરના તાંતણા અને પીસેલી ખાંડ નાખી નાખી બિટર વડે અથવા બ્લેન્ડર વડે મિશ્રણ ને બીત કરી મિશ્રણ સફેદ થાય ત્યાં સુંધી બીટ કરી લ્યો. મિશ્રણ સફેદ થાય એટલે એમાં એલચી પાઉડર અને ચાળીરાખેલ બેસન નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો.
  • તૈયાર મિશ્રણ માંથી એક સરખા ભાગ કરી લ્યો અને દરેક ભાગ ને હથેળી વછે ફેરવી ગોળ કરી થોડા દબાવી ચપટા કરી લ્યો અને બટર પેપર મુકેલ પ્લેટ માં થોડા થોડા અંતરે મુક્તા જાઓ. અને ઉપર થોડી પિસ્તાની કતરણ મૂકી દબાવી દયો આમ બધી જ નાનખટાઈ તૈયાર કરી લ્યો,
  • ત્યાર બાદ 180 ડીગ્રી પ્રી હિટ ઓવેન માં વીસ થી પચ્ચીસ મિનીટ બેક કરો અથવા ગેસ પર કડાઈમાં મીઠું કે રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી કડાઈ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પ્લેટ મૂકી ધીમા તાપે અડધા વીસ પચ્ચીસ મિનીટ બેક કરો.
  • ત્યાર બાદ બહાર કાઢી પ્લેટ ને ઠંડી થવા દયો અને પ્લેટ અને નાનખટાઈ ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી ડબ્બામાં ભરી લ્યો આમ બધી નાનખટાઈ બેક કરી ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે બેસન નાનખટાઈ.

Notes

  1. બેક કરવાનો સમય ક્યારેક વધુ કે ઓછો લાગી શકે છે એટલે વીસ મિનીટ પછી એક વખત ચેક કરી લેવી .
  2. નાનાખાટાઈ ની સાઈઝ મુજબ એના નંગ તૈયાર થશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Govind gatta banavani rit | ગોવિંદ ગટ્ટા બનાવવાની રીત

આ એક રાજસ્થાની શાક છે જે કોઈ સારા પ્રસંગ કે લગ્ન પ્રસંગમાં બનાવી ખવાતી હોય છે. આ શાકમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવશું તો પણ ખુબ જ સ્વાદીસ્ટ બને છે અને રોટલી રોટલા સાથે ખુબજ સ્વાદીસ્ટ લાગશે. તો ચાલો Govind gatta – ગોવિંદ ગટ્ટા બનાવવાની રીત શીખીએ.

ગટ્ટા બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ
  • કાજુ ઝીણા સુધારેલા 3-4 ચમચી
  • બાદમ ઝીણી સુધારેલી 3-4 ચમચી
  • પીસ્તા ઝીણા સુધારેલા 2-3 ચમચી
  • મોરો માવો 5-7 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઘી 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ 

ગ્રેવી માટેની સામગ્રી

  • ઘી / તેલ 4-5 ચમચી
  • મરી 2-3
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • મોટી એલચી 1
  • આદું લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
  • દહીં 1 કપ
  • લાલ મરચાનો પાઉડર 1 -2  ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • કાજુ પેસ્ટ 3-4 ચમચી
  • મોરો માવો 3-4 ચમચી
  • લીલા નારિયલ ની પેસ્ટ 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Govind gatta banavani rit

ગોવિંદ ગટ્ટા બનાવવા સૌથી પહેલા કાજુ ને પાણીમાં પલાળી મુકો. હવે કાજુ, બાદમ અને પિસ્તાની કતરણ કરી લ્યો અને ત્યાર બાદ આદુ લીલા મરચાની પેસ્ટ બનાવી લ્યો અને દહીંમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.

ગટ્ટા બનાવવાની રીત

સૌથી પહેલા કથરોટ માં બેસન ને ચડી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચ્ચ્મ્હી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લઇ બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો.

હવે બીજી થાળીમાં મોરો માવો, કાજુ, બાદમ અને પિસ્તાની ઝીણી કતરણ નાખો સાથે મરી પાઉડર અને સ્વાદ મુજબ થોડું મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઈઝ ની ગોળી બનાવી લ્યો. હવે બાંધેલા લોટ માંથી માવા ની ગોળી થી બે ગણી મોટા લુવા કરી લ્યો અને એક લુવો લઇ એને બને હથેળીમાં ગોળ ફેરવી ગોળ બનાવી હથેળી થી દબાવી ફેલાવી નાની પૂરી બનાવો.

તૈયાર પુરીમાં માવા વાળી ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરીથી હથેળી વચ્ચે ફેરવી ગોળ ગોળી બનાવી લ્યો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.  હવે ગેસ પર એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી પાણી ઉકળવા લાગે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પંદર થી વીસ મિનીટ ચડાવી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી એમાંથી ગટ્ટા અલગ કરી પાણી એમજ તપેલી માં રહેવા દયો.

ગ્રેવી બનાવવાની રીત

ગેસ પર કડાઈમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી, મોટી એલચી, તજ નો ટુકડો નાખી  શેકી લ્યો ત્યાર બાદ આદું મરચાની પેસ્ટ નાખો અને એને પણ શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં મસાલા વાળું ધી નાખી મિક્સ કરી દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો.

દહીં ઉકાળવા લાગે એટલે એમાં લીલા નારિયલ ની પેસ્ટ, મોરો માવો અને કાજુની પેસ્ટ નાખી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં  બાફી રાખેલ બેસન ના ગટ્ટા નાખી મિક્સ કરી એમાં જે પાણીમાં ગટ્ટા બાફ્યા તા એ પાણી અડધો કપ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.

સાત મિનીટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લઇ બે મિનીટ ચડાવી લ્યો. બે મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રાજસ્થાની શાક ની મજા લ્યો. તો તૈયાર છે ગોવિંદ ગટ્ટા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોવિંદ ગટ્ટા બનાવવાની રીત

Govind gatta - ગોવિંદ ગટ્ટા

Govind gatta banavani rit

આ એક રાજસ્થાની શાક છે જે કોઈ સારા પ્રસંગ કે લગ્ન પ્રસંગમાં બનાવી ખવાતી હોય છે. આ શાકમાં લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર બનાવશું તોપણ ખુબ જ સ્વાદીસ્ટ બને છે અને રોટલી રોટલા સાથે ખુબજ સ્વાદીસ્ટ લાગશે. તો ચાલો Govind gatta – ગોવિંદ ગટ્ટા બનાવવાની રીત શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ક્ષર
  • 1 તપેલી

Ingredients

ગટ્ટા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • 3-4 ચમચી કાજુ ઝીણા સુધારેલા
  • 3-4 ચમચી બાદમ ઝીણી સુધારેલી
  • 2-3 ચમચી પીસ્તા ઝીણા સુધારેલા
  • 5-7 ચમચી મોરો માવો
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2-3 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

ગ્રેવી માટેની સામગ્રી

  • 4-5 ચમચી ઘી / તેલ
  • 2-3 મરી
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 2 ચમચી આદું લીલા મરચા ની પેસ્ટ
  • 1 કપ દહીં
  • 1 -2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 3-4 ચમચી કાજુ પેસ્ટ
  • 3-4 ચમચી મોરો માવો
  • 1 ચમચી લીલા નારિયલ ની પેસ્ટ
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Govind gatta banavani rit

  • ગોવિંદ ગટ્ટા બનાવવા સૌથી પહેલા કાજુ ને પાણીમાં પલાળી મુકો. હવે કાજુ, બાદમ અને પિસ્તાની કતરણ કરી લ્યો અને ત્યાર બાદ આદુ લીલા મરચાની પેસ્ટ બનાવી લ્યો અને દહીંમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.

ગટ્ટા બનાવવાની રીત

  • સૌથી પહેલા કથરોટ માં બેસન ને ચડી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચ્ચ્મ્હી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લઇ બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો.
  • હવે બીજી થાળીમાં મોરો માવો, કાજુ, બાદમ અને પિસ્તાની ઝીણી કતરણ નાખો સાથે મરી પાઉડર અને સ્વાદ મુજબ થોડું મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઈઝ ની ગોળી બનાવી લ્યો. હવે બાંધેલા લોટ માંથી માવા ની ગોળી થી બે ગણી મોટા લુવા કરી લ્યો અને એક લુવો લઇ એને બને હથેળીમાં ગોળ ફેરવી ગોળ બનાવી હથેળી થી દબાવી ફેલાવી નાની પૂરી બનાવો.
  • તૈયાર પુરીમાં માવા વાળી ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરીથી હથેળી વચ્ચે ફેરવી ગોળ ગોળી બનાવી લ્યો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી પાણી ઉકળવા લાગે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પંદર થી વીસ મિનીટ ચડાવી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી એમાંથી ગટ્ટા અલગ કરી પાણી એમજ તપેલી માં રહેવા દયો.

ગ્રેવી બનાવવાની રીત

  • ગેસ પર કડાઈમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી, મોટી એલચી, તજ નો ટુકડો નાખી શેકી લ્યો ત્યાર બાદ આદું મરચાની પેસ્ટ નાખો અને એને પણ શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં મસાલા વાળું ધી નાખી મિક્સ કરી દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો.
  • દહીં ઉકાળવા લાગે એટલે એમાં લીલા નારિયલ ની પેસ્ટ, મોરો માવો અને કાજુની પેસ્ટ નાખી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ બેસન ના ગટ્ટા નાખી મિક્સ કરી એમાં જે પાણીમાં ગટ્ટા બાફ્યા તા એ પાણી અડધો કપ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
  • સાત મિનીટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લઇ બે મિનીટ ચડાવી લ્યો. બે મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રાજસ્થાની શાક ની મજા લ્યો. તો તૈયાર છે ગોવિંદ ગટ્ટા.

Notes

  • જે મુજબ તમને શાકમાં ગ્રેવી પસદ હોય એ મુજબ બાફેલા ગટ્ટા વાળું પાણી નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી