પહેલા આપણે જ્યારે પણ જુવાર ના લોટ માંથી રોટલી કે રોટલા બનાવતા ત્યારે લોટ ને મસળી મસળી ને થાકી જતા તો પણ હવે એકદમ સરળ લોટ બાંધી ને સોફ્ટ ને ટેસ્ટી ને હેલ્થી જુવાર મેથી ના થેપલા બનાવવાની રીત તૈયાર કરી મજા લઈ શકીએ છીએ તો ચાલો Juvar methi na thepla banavani rit શીખીએ.
જુવાર મેથી ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી
ઝીણી સુધારેલી લીલી મેથી 1 કપ
જુવારના લોટ 1 ½ કપ
જીરું 1 ચમચી
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
ગરમ મસાલો ¼ ચમચી
આદુ લસણની પેસ્ટ 1 ચમચી
લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
પાણી 1 ½ કપ
Juvar methi na thepla banavani rit
જુવાર મેથી ના થેપલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલા માં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીલા મરચા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ,લીલી મેથી સુધારેલ, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી ને જુવારનો લોટ નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ થી પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી લોટ ને કથરોટ માં કાઢી ને હાથ પર થોડું તેલ લગાવી લોટ ને બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો.
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠાને તવી પર નાખી પહેલા બને બાજુ થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વણી ને શેકી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર મેથી ના થેપલા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર મેથી ના થેપલા બનાવવાની રીત
Juvar methi na thepla banavani rit
પહેલા આપણે જ્યારે પણ જુવાર ના લોટ માંથી રોટલી કે રોટલાબનાવતા ત્યારે લોટ ને મસળી મસળી ને થાકી જતા તો પણ હવે એકદમ સરળ લોટ બાંધી ને સોફ્ટને ટેસ્ટી ને હેલ્થી જુવાર મેથી ના થેપલા બનાવવાની રીત તૈયાર કરી મજાલઈ શકીએ છીએ તો ચાલો Juvar methina thepla banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 15નંગ
Equipment
1 તપેલી
1 કથરોટ
1 પાટલો
1 તવી
1 વેલણ
Ingredients
જુવાર મેથી ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી
1 કપઝીણી સુધારેલી લીલી મેથી
1½ કપજુવારના લોટ
1ચમચીજીરું
¼ચમચીહળદર
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીધાણા જીરું પાઉડર
¼ચમચીગરમ મસાલો
1ચમચીઆદુ લસણની પેસ્ટ
1ચમચીલીલા મરચા ની પેસ્ટ
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
1½ કપપાણી
Instructions
Juvar methi na thepla banavani rit
જુવાર મેથી ના થેપલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલા માં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીલા મરચા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ,લીલી મેથી સુધારેલ, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી ને જુવારનો લોટ નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ થી પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી લોટ ને કથરોટ માં કાઢી ને હાથ પર થોડું તેલ લગાવી લોટ ને બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો.
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠાને તવી પર નાખી પહેલા બને બાજુ થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વણી ને શેકી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર મેથી ના થેપલા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિત્રો આજે આપણે સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઈન્ડિયન વાનગીમાં એક ની એક ટોપરા ની સફેદ ચટણી ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે સાઉથ ની હોટલો માં ઈડલી ઢોંસા સાથે સફેદ ચટણી સાથે મળી રેડ ચટણી બનાવવાની રીત શીખીશું તો ચાલો South indian red Chutney banavani recipe શીખીએ.
રેડ ચટણી ની સામગ્રી
તેલ 2-3 ચમચી
રાઈ 1 ચમચી
જીરું 1 ચમચી
અડદ દાળ 2 ચમચી
લસણ ની કણી 8-10
આદુનો ટુકડો 1 નાનો
ટમેટા ઝીણા સમારેલા 4-5
સૂકા લાલ મરચાનો 10-15
આંબલીનો પલ્પ 1 ચમચી
ગોળ 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
તેલ 2 ચમચી
રાઈ 1 ચમચી
અડદ દાળ 1 ચમચી
હિંગ ¼ ચમચી
દાળિયા દાળ 1-2 ચમચી
સૂકા લાલ મરચા 1-2
મીઠા લીમડા ના પાન 8-10
પાણી જરૂર મુજબ
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવાની રેસીપી
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ ની દાળ નાખી દાળ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ અને આદુ નાખી બને ને પણ બરોબર શેકી લ્યો
હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં સૂકા લાલ મરચા અને આંબલી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે ગોળ પણ નાખી ને પીસી લ્યો. હવે થોડું પાણી નાખી ફરીથી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
ચટણી નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ અડદ નાખો અને એને પણ શેકી ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ દાળિયા દાળ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણીમાં નાખી બરોબર મિક્સ કરી સાઉથ ઈન્ડિયન વાનગી સાથે મજા લ્યો સાઉથ ઇન્ડિયન રેડ ચટણી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
South indian red Chutney banavani recipe

મિત્રો આજે આપણે સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઈન્ડિયનવાનગીમાં એક ની એક ટોપરા ની સફેદ ચટણી ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે સાઉથ ની હોટલોમાં ઈડલી ઢોંસા સાથે સફેદ ચટણી સાથે મળી રેડ ચટણી બનાવવાની રીત શીખીશું તો ચાલો South indian red Chutney banavani recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મિક્સર
Ingredients
રેડ ચટણી ની સામગ્રી
2-3 ચમચીતેલ
1ચમચીરાઈ
1ચમચીજીરું
2ચમચીઅડદ દાળ
8-10લસણ ની કણી
1નાનો આદુનો ટુકડો
4-5ટમેટા ઝીણા સમારેલા
10-15સૂકા લાલ મરચાનો
1ચમચીઆંબલીનો પલ્પ
1ચમચીગોળ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
2ચમચીતેલ
1ચમચીરાઈ
1ચમચીઅડદ દાળ
¼ચમચીહિંગ
1-2ચમચીદાળિયા દાળ
1-2સૂકા લાલ મરચા
8-10મીઠા લીમડા ના પાન
પાણી જરૂર મુજબ
Instructions
South indian red Chutney banavani recipe
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ ની દાળ નાખી દાળ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ અને આદુ નાખી બને ને પણ બરોબર શેકી લ્યો
હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં સૂકા લાલ મરચા અને આંબલી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે ગોળ પણ નાખી ને પીસી લ્યો. હવે થોડું પાણી નાખી ફરીથી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
ચટણી નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ અડદ નાખો અને એને પણ શેકી ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ દાળિયા દાળ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણીમાં નાખી બરોબર મિક્સ કરી સાઉથ ઈન્ડિયન વાનગી સાથે મજા લ્યો સાઉથ ઇન્ડિયન રેડ ચટણી.
Red chutney notes
જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
અત્યાર સુંધી અલગ અલગ દાળ કે બટાકા કે બેસન ની સ્ટફિંગ વાળી કચોરી તો ઘણી વખત બહાર કે ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ આપણે પૌવા માંથી સ્ટફિંગ બનાવી ને મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ નો ઉપયોગ કરી ખસ્તા અને ટેસ્ટી Pauva stuffing ghau ni kachori – પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવતા શીખીશું.
કચોરી સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
પૌવા 1 કપ
રતલામી સેવ ½ કપ
રાઈ ½ ચમચી
જીરું ½ ચમચી
વરિયાળી 1 ચમચી
આખા ધાણા 1 ચમચી
હિંગ ¼ ચમચી
ઝીણું સમારેલું લસણ 2 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
લીલા મરચા સુધારેલા 2-3
હળદર ½ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
બેકિંગ સોડા ¼ ચમચી
આમચૂર પાઉડર 2 ચમચી
સ્વાદ મુજબ મીઠું
તેલ જરૂર મુજબ
લોટ બાંધવા માટેની સામગ્રી
ઘઉંનો લોટ 1 કપ
ઝીણી સોજી 2 -3 ચમચી
અજમો ¼ ચમચી
ચીલી ફ્લેક્સ ½ ચમચી
સફેદ તલ 1 ચમચી
ઘી 2-3 ચમચી
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
પાણી ¾ કપ
મીઠું સ્વાદ મુજબ
Pauva stuffing ghau ni kachori ni recipe
પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી તૈયાર કરી લોટ ને રેસ્ટ આપવા મુકીશું ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી સ્ટફિંગ ને ઠંડી કરી લેશું અને ત્યાર બાદ કચોરી બનાવી તૈયાર કરી તરી લેશું. તો ચાલો પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવીએ.
લોટ બાંધવાની રીત
લોટ બાંધવા સૌથી પહેલા એક કથરોટ માં પાણી લ્યો એમાં ઝીણી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને સાથે એક થી દોઢ ચમચી ઘી નાખો બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી પાંચ મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ થોડો પછાડી લ્યો અને ત્યાર બાદ એક ચમચી ઘી લગાવી લોટ ને ભીના કપડાં ને નીચોવી ઢાંકી એક બાજુ મૂકી રેસ્ટ કરવા મૂકો.
કચોરી નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા પૌવા ને એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી એક બે મિનિટ પૌવા ને પલાળી લ્યો અને વે મિનિટ પછી પૌવા નું પાણી નિતારી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં રતલામી સેવ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ લસણ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલી ડુંગળી નાખો સાથે બેકિંગ સોડા પણ નાખી દયો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો હવે એમાં પલાળી રાખેલ પૌવા ને હાથ થી મેસ કરી ને નાખો સાથે પીસી રાખેલ સેવ પણ નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે મિશ્રણ માં આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને થોડી ઠંડી થઇ જાય એટલે એમાંથી જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝ ની ગોલી બનાવી તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એના પણ લુવા બનાવી લ્યો અને હવે એક લુવા ને હથેળી વચ્ચે દબાવી ચપટો કરી એમાં સ્ટફિંગ મૂકી ફરીથી બધી બાજુથી બરોબર પેક થાય એમ પેક કરી લ્યો અને પછી હથેળી વચ્ચે દબાવી ને હલકા હાથે કચોરી બનવી લ્યો. આમ એક એક લુવા માં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી હથેળી વચ્ચે દબાવી બધી કચોરી બનાવી તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી કચોરી નાખો અને એમજ એક બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારાથી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ કચોરી ને બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. તૈયાર કચોરી ની ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી.
Pauva stuffing ghau ni kachori notes
લોટ થોડો નરમ બાંધવો જેથી કચોરી ને તરતી વખતે ફાટી ના જાય.
સ્ટફિંગ નો ગોલી હમેશા લોટ ના લુવાથી પાણી રાખવી જેથી વધારે કે ઓછો મસાલો ના લાગે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી ની રેસીપી
Pauva stuffing ghau ni kachori ni recipe
અત્યાર સુંધી અલગ અલગ દાળ કે બટાકા કે બેસન ની સ્ટફિંગવાળી કચોરી તો ઘણી વખત બહાર કે ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ આપણે પૌવા માંથી સ્ટફિંગબનાવી ને મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ નો ઉપયોગ કરી ખસ્તા અને ટેસ્ટી Pauva stuffing ghau ni kachori – પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 8નંગ
Equipment
1 કડાઈ
1 મિક્સર
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
1 કપઘઉંનો લોટ
2-3ચમચીઝીણી સોજી
¼ચમચીઅજમો
½ચમચીચીલી ફ્લેક્સ
1ચમચીસફેદ તલ
2-3ચમચીઘી
3-4ચમચીલીલા ધાણા સુધારેલા
¾ કપપાણી
મીઠું સ્વાદ મુજબ
કચોરી સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
1 કપપૌવા
½ કપરતલામી સેવ
½ચમચીરાઈ
½ચમચીજીરું
1ચમચીવરિયાળી
1ચમચીઆખા ધાણા
¼ચમચીહિંગ
2ચમચીઝીણું સમારેલું લસણ
1કપઝીણી સુધારેલી ડુંગળી
2-3લીલા મરચા સુધારેલા
½ચમચીહળદર
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીકાશ્મીરી લાલ મરચાનો પાઉડર
¼ચમચીબેકિંગ સોડા
2ચમચીઆમચૂર પાઉડર
સ્વાદ મુજબ મીઠું
તેલ જરૂર મુજબ
Instructions
Pauva stuffing ghau ni kachori ni recipe
પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી તૈયાર કરી લોટ ને રેસ્ટ આપવા મુકીશું ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી સ્ટફિંગ ને ઠંડી કરી લેશું અને ત્યાર બાદ કચોરી બનાવી તૈયાર કરી તરી લેશું. તો ચાલો પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવીએ.
લોટ બાંધવાની રીત
લોટ બાંધવા સૌથી પહેલા એક કથરોટ માં પાણી લ્યો એમાં ઝીણી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને સાથે એક થી દોઢ ચમચી ઘી નાખો બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી પાંચ મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ થોડો પછાડી લ્યો અને ત્યાર બાદ એક ચમચી ઘી લગાવી લોટ ને ભીના કપડાં ને નીચોવી ઢાંકી એક બાજુ મૂકી રેસ્ટ કરવા મૂકો.
કચોરી નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા પૌવા ને એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી એક બે મિનિટ પૌવા ને પલાળી લ્યો અને વે મિનિટ પછી પૌવા નું પાણી નિતારી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં રતલામી સેવ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ લસણ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલી ડુંગળી નાખો સાથે બેકિંગ સોડા પણ નાખી દયો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો હવે એમાં પલાળી રાખેલ પૌવા ને હાથ થી મેસ કરી ને નાખો સાથે પીસી રાખેલ સેવ પણ નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે મિશ્રણ માં આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને થોડી ઠંડી થઇ જાય એટલે એમાંથી જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝ ની ગોલી બનાવી તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એના પણ લુવા બનાવી લ્યો અને હવે એક લુવા ને હથેળી વચ્ચે દબાવી ચપટો કરી એમાં સ્ટફિંગ મૂકી ફરીથી બધી બાજુથી બરોબર પેક થાય એમ પેક કરી લ્યો અને પછી હથેળી વચ્ચે દબાવી ને હલકા હાથે કચોરી બનવી લ્યો. આમ એક એક લુવા માં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી હથેળી વચ્ચે દબાવી બધી કચોરી બનાવી તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી કચોરી નાખો અને એમજ એક બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારાથી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ કચોરી ને બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. તૈયાર કચોરી ની ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી.
Pauva stuffing ghau ni kachori notes
લોટ થોડો નરમ બાંધવો જેથી કચોરી ને તરતી વખતે ફાટી ના જાય.
સ્ટફિંગ નો ગોલી હમેશા લોટ ના લુવાથી પાણી રાખવી જેથી વધારે કે ઓછો મસાલો ના લાગે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોરી ને ઘણા લોકો ચાવલી કે ચોળા પણ કહેતા હોય છે હમણાં ચોમાસા દરમિયાન બજારમાં મસ્ત કાચી અને કુમળી ચોરી મળે છે ચોળી સાથે બીજા અલગ અલગ શાક મિક્સ કરી શાક બનાવવામાં આવતા હોય છે પણ જે દરેક ના ઘરે હંમેશા બનતી હોય અને રોટલી રોટલા સાથે જેનું શાક ખૂબ ટેસ્ટી લાગે એ લીલી ચોરી બટાકા નું શાક – Lili chori bataka nu shaak આજ આપણે ખૂબ સરળ રીતે તૈયાર કરીશું.
ચોરી બટાકા નું શાક ની સામગ્રી
લીલી ચોરી 250 ગ્રામ ઝીણી સુધારેલી
બટાકા 2-3 મિડીયમ સુધારેલ
તેલ 5-6 ચમચી
જીરું 1 ચમચી
હિંગ ¼ ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
ધાણા જીરું પાઉડર 2 ચમચી
હળદર ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી 1 ½ ગ્લાસ
Lili chori bataka nu shaak banavani rit
લીલી ચોરી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ચોળી ને એક બે પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચોરી ની બને બાજુનો ભાગ કાપી અલગ કરી કાચી ચોરી ને સુધારી લ્યો અને પાકેલી કે બીજ વાળી ચોરી ના બીજ કાઢી અલગ કરી લ્યો. હવે બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીમાં મિડીયમ સાઇઝ ના સુધારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર અને પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
એમાં પાણી નિતારી સુધારેલ બટાકા અને સુધારેલ લીલી ચોળી અને દાણા નાખો અને શાક ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી શાક ને બરોબર મિક્સ કરી હલાવી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો.
શાક થોડું શેકાઈ જાય એટલે એમાં પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી શાક ને ઢાંકી ને ચડવા દયો અને ફરી પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ શાક ને ફરીથી ઢાંકી ને ચડવા દયો અને બીજી પાંચ મિનિટ પછી શાક બરોબર ચડી ગયું કે નહિ એ ચેક કરી લ્યો અને જો શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર ચડવા દયો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે શાક ની મજા લ્યો તો તૈયાર છે લીલી ચોરી બટાકા નું શાક.
chori bataka nu shaak NOTES
અહી શાક ચડી જાય ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા પણ નાખી શકો છો.
જો તમને ધાણા જીરું પાઉડર પસંદ ના હોય તો ના નાખવું.
જો તમને લસણ પસંદ હોય તો શાક માં લસણની પેસ્ટ બે ત્રણ ચમચી નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી ચોરી બટાકા નું શાક બનાવવાની રીત
Lili chori bataka nu shaak banavani rit
ચોરી ને ઘણા લોકો ચાવલી કે ચોળા પણ કહેતા હોય છે હમણાંચોમાસા દરમિયાન બજારમાં મસ્ત કાચી અને કુમળી ચોરી મળે છે ચોળી સાથે બીજા અલગ અલગ શાકમિક્સ કરી શાક બનાવવામાં આવતા હોય છે પણ જે દરેક ના ઘરે હંમેશા બનતી હોય અને રોટલીરોટલા સાથે જેનું શાક ખૂબ ટેસ્ટી લાગે એ લીલી ચોરી બટાકા નું શાક – Lili chori bataka nu shaak આજ આપણે ખૂબ સરળ રીતે તૈયાર કરીશું.
5 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 5વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
ચોરી બટાકા નું શાક ની સામગ્રી
250 ગ્રામલીલી ચોરી ઝીણી સુધારેલી
2-3બટાકા મિડીયમ સુધારેલ
5-6 ચમચીતેલ
1 ચમચીજીરું
¼ ચમચીહિંગ
2-3લીલા મરચા સુધારેલા
1-2 ચમચીલાલ મરચાનો પાઉડર
2 ચમચીધાણા જીરું પાઉડર
½ ચમચીહળદર
મીઠું સ્વાદ મુજબ
1½ ગ્લાસપાણી
Instructions
Lili chori bataka nu shaak banavani rit
લીલી ચોરી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ચોળી ને એક બે પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચોરી ની બને બાજુનો ભાગ કાપી અલગ કરી કાચી ચોરી ને સુધારી લ્યો અને પાકેલી કે બીજ વાળી ચોરી ના બીજ કાઢી અલગ કરી લ્યો. હવે બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીમાં મિડીયમ સાઇઝ ના સુધારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર અને પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
એમાં પાણી નિતારી સુધારેલ બટાકા અને સુધારેલ લીલી ચોળી અને દાણા નાખો અને શાક ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી શાક ને બરોબર મિક્સ કરી હલાવી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો.
શાક થોડું શેકાઈ જાય એટલે એમાં પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી શાક ને ઢાંકી ને ચડવા દયો અને ફરી પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ શાક ને ફરીથી ઢાંકી ને ચડવા દયો અને બીજી પાંચ મિનિટ પછી શાક બરોબર ચડી ગયું કે નહિ એ ચેક કરી લ્યો અને જો શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર ચડવા દયો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે શાક ની મજા લ્યો તો તૈયાર છે લીલી ચોરી બટાકા નું શાક.
chori bataka nu shaak NOTES
અહી શાક ચડી જાય ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા પણ નાખી શકો છો.
જો તમને ધાણા જીરું પાઉડર પસંદ ના હોય તો ના નાખવું.
જો તમને લસણ પસંદ હોય તો શાક માં લસણની પેસ્ટ બે ત્રણ ચમચી નાખી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે આપણે બધા ને બજારમાં મળતી અલગ અલગ ક્રિસ્પી ને ટેસ્ટી મસાલા ચણાદાળ પસંદ આવતી હોય છે પણ એ કેવા તેલમાં તરેલી હોય એ આપણે ખબર નથી હોતી એટલે બજાર ની દાળ વધુ નથી ખાતા પણ જો બજાર જેવી જ મસાલા દાળ ઘરે સાફ તેલમાં તૈયાર કરેલી અને મહિના સુંધી ખાઈ શકાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી Masala chanadaal banavani rit બનાવતા શીખીશું.
મસાલા ચણાદાળ માટે ની સામગ્રી
ચણાદાળ 1 કપ
બેકિંગ સોડા 1-2 ચપટી
મીઠા લીમડા ના પાંદ 15-20
પાણી જરૂર મુજબ
તરવા માટે તેલ
મસાલો બનાવવા માટેની સામગ્રી
ચાર્ટ મસાલો 1 ચમચી
આમચૂર પાઉડર 1 ચમચી
મરી પાઉડર ¼ ચમચી
સંચળ ½ ચમચી
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
બીજો મસાલો બનાવવા માટેની સામગ્રી
વરિયાળી 1 ચમચી
ખસખસ 1-2 ચમચી
સુકાવેલ ફુદીના નો પાઉડર 2-3 ચમચી
ખાંડ 1 ચમચી
Masala chanadaal banavani rit
મસાલા ચણાદાળ બનાવવા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ગ્લાસ પાણી નાખી ને દાળ પલાળી લ્યો દાળ ને પલાડતી વખતે એમાં એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક પલાળી લેવી. પાંચ કલાક પછી પલાળેલી દાળ ને ઘસી ઘસી ને ચાર પાંચ પાણી થી બરોબર ધોઇ લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર છૂટી છૂટી પંખા નીચે સૂકવી લ્યો.
મસાલો બનાવવા માટેની રીત
દાળ પર છાંટવા માટેનો મસાલો બનાવવા મિક્સર જાર માં ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો
બીજો મસાલો બનાવવા માટેની રીત
ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં વરિયાળી અને ખસખસ ને શેકી લ્યો અને ત્યાર બાદ ફુદીના ના પાંદ ને કડાઈમાં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર હલાવી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે ખાંડ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ચણાદાળ નાખી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ બીજા ઝારા કે ટિસ્યુ પેપર પર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો. આમ દરેક વખતે પહેલે તેલ ફૂલ ગરમ કરી લીધા બાદ જ એમાં થોડી થોડી કરી બધી જ દાળ ને તરી લ્યો અને દાળ ને કાઢ્યા પછી એના પર થોડો થોડો તૈયાર કરેલ મસાલો પણ છાંટો.
છેલ્લે એમાં સૂકા મીઠા લીમડા ના પાંદ ને ગરમ તેલમાં નાખી તરી ને તરેલી દાળ પર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને દાળ બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મસાલા ચણાદાળ.
Masala chanadaal notes
અહી તમે બેકિંગ સોડા નાખ્યા વગર પણ દાળ પલાળી ને તરી શકો છો પણ એક બે ચપટી બેકિંગ સોડા નાખશો તો દાળ તરી લીધા બાદ ઉપર થી ક્રીપી અને અંદર થી સોફ્ટ બનશે.
તમને બને મસાલા એક સાથે ના નાખવા હોય તો બને અલગ અલગ પણ નાખી શકો છો.
દાળ ને પંખા નીચે કોરી કરવાની છે બિલકુલ સૂકવી નથી નાખવાની.
જો ઠંડા તેલમાં દાળ ને તરી લેશો તો દાળ માં તેલ તેલ લાગશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા ચણાદાળ બનાવવાની રેસીપી
Masala chanadaal banavani rit
નમસ્તે આપણે બધા ને બજારમાં મળતી અલગ અલગ ક્રિસ્પી નેટેસ્ટી મસાલા ચણાદાળ પસંદ આવતી હોય છે પણ એ કેવા તેલમાં તરેલી હોય એ આપણે ખબર નથી હોતીએટલે બજાર ની દાળ વધુ નથી ખાતા પણ જો બજાર જેવી જ મસાલા દાળ ઘરે સાફ તેલમાં તૈયાર કરેલીઅને મહિના સુંધી ખાઈ શકાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી Masala chanadaal banavani rit બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 40 minutesminutes
Resting time: 4 hourshours
Total Time: 4 hourshours50 minutesminutes
Servings: 300ગ્રામ
Equipment
1 કડાઈ
1 ઝારા
Ingredients
મસાલા ચણાદાળ માટે ની સામગ્રી
1કપચણાદાળ
1-2 ચપટીબેકિંગ સોડા
15-20મીઠા લીમડા ના પાંદ
પાણી જરૂર મુજબ
તરવા માટે તેલ
મસાલો બનાવવા માટેની સામગ્રી
1ચમચીચાર્ટ મસાલો
1ચમચીઆમચૂર પાઉડર
¼ચમચીમરી પાઉડર
½ચમચીસંચળ
¼ચમચીહળદર
1ચમચીલાલ મરચાનો પાઉડર
સ્વાદ મુજબ મીઠું
બીજો મસાલો બનાવવા માટેની સામગ્રી
1ચમચીવરિયાળી
1-2ચમચીખસખસ
2-3ચમચીસુકાવેલ ફુદીના નો પાઉડર
1ચમચીખાંડ
Instructions
Masala chanadaal banavani rit
મસાલા ચણાદાળ બનાવવા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ગ્લાસ પાણી નાખી ને દાળ પલાળી લ્યો દાળ ને પલાડતી વખતે એમાં એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક પલાળી લેવી. પાંચ કલાક પછી પલાળેલી દાળ ને ઘસી ઘસી ને ચાર પાંચ પાણી થી બરોબર ધોઇ લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર છૂટી છૂટી પંખા નીચે સૂકવી લ્યો.
મસાલો બનાવવા માટેની રીત
દાળ પર છાંટવા માટેનો મસાલો બનાવવા મિક્સર જાર માં ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો
બીજો મસાલો બનાવવા માટેની રીત
ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં વરિયાળી અને ખસખસ ને શેકી લ્યો અને ત્યાર બાદ ફુદીના ના પાંદ ને કડાઈમાં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર હલાવી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે ખાંડ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ચણાદાળ નાખી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ બીજા ઝારા કે ટિસ્યુ પેપર પર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો. આમ દરેક વખતે પહેલે તેલ ફૂલ ગરમ કરી લીધા બાદ જ એમાં થોડી થોડી કરી બધી જ દાળ ને તરી લ્યો અને દાળ ને કાઢ્યા પછી એના પર થોડો થોડો તૈયાર કરેલ મસાલો પણ છાંટો.
છેલ્લે એમાં સૂકા મીઠા લીમડા ના પાંદ ને ગરમ તેલમાં નાખી તરી ને તરેલી દાળ પર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને દાળ બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મસાલા ચણાદાળ.
Masala chanadaal notes
અહી તમે બેકિંગ સોડા નાખ્યા વગર પણ દાળ પલાળી ને તરી શકો છો પણ એક બે ચપટી બેકિંગ સોડા નાખશો તો દાળ તરી લીધા બાદ ઉપર થી ક્રીપી અને અંદર થી સોફ્ટ બનશે.
તમને બને મસાલા એક સાથે ના નાખવા હોય તો બને અલગ અલગ પણ નાખી શકો છો.
દાળ ને પંખા નીચે કોરી કરવાની છે બિલકુલ સૂકવી નથી નાખવાની.
જો ઠંડા તેલમાં દાળ ને તરી લેશો તો દાળ માં તેલ તેલ લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આપણે અડવી ટુક બનાવવાની રીત શીખીશું. આ અડવી એ રાધા જી ને ખૂબ. પ્રિય છે તેથી આ રાધા અષ્ટમી પર રાધા જી ને ભોગમાં અડવી ટુક બનાવી ધરાવી શકો છો. આ અડવી એ એક કંદમૂળ છે અને જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને જેટલા સ્વાદિષ્ટ છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે તો ચાલો Advi took banavani rit શીખીએ.
અડવી ટુક બનાવવા જરૂરી સામગ્રી
ધાણા જીરું પાઉડર 2 ચમચી
અડવી 500
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
હળદર ½ ચમચી
ચીલી ફ્લેક્સ ½ ચમચી
આમચૂર પાઉડર 1 ચમચી
સંચળ ½ ચમચી
મરી પાઉડર ¼ ચમચી
ગરમ મસાલો ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
Advi took banavani rit
અડવી ટુક બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો અને સાફ કરેલી અડવી માં કાંટા ચમચી થી કાણા કરી ચારણીમાં મૂકતા જાઓ. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચારણી મૂકી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.
અડવી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ અડવી નાખી ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. તારેલી અડવી ને ઝારા થી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ વાટકા કે થાળી થી એક એક તરેલી અડવી ને દબાવી લ્યો.
હવે એક થાળીમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દબાયેલી અડવી ને તૈયાર મસાલા માં બધી બાજુ મસાલો લાગે એમ મસાલા થી કોટિંગ કરી લ્યો.
આમ બધી અડવી ને મસાલા થી કોટિગ કરી લીધા બાદ એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા થી કોટિંગ અડવી મૂકો અને બચેલો મસાલો એના પર નાખી બને બાજુ શેકી લ્યો. મસાલા સાથે કોટિંગ અડવી તૈયાર છે તો મજા લ્યો અડવી ટુક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
અડવી ટુક બનાવવાની રીત
Advi took banavani rit
આપણે અડવી ટુક બનાવવાની રીત શીખીશું. આ અડવી એ રાધા જી ને ખૂબ. પ્રિય છે તેથી આ રાધા અષ્ટમીપર રાધા જી ને ભોગમાં અડવી ટુક બનાવી ધરાવી શકો છો. આ અડવી એએક કંદમૂળ છે અને જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને જેટલા સ્વાદિષ્ટ છે એટલા જ સ્વાસ્થ્યમાટે પણ ગુણકારી છે તો ચાલો Advi took banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 ઢોકરિયું
1 કડાઇ
Ingredients
અડવી ટુક બનાવવા જરૂરી સામગ્રી
2 ચમચીધાણા જીરું પાઉડર
500અડવી
1 ચમચીલાલ મરચાનો પાઉડર
½ ચમચીહળદર
½ ચમચીચીલી ફ્લેક્સ
1 ચમચીઆમચૂર પાઉડર
½ ચમચીસંચળ
¼ ચમચીમરી પાઉડર
½ ચમચીગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
Instructions
Advi took banavani rit
અડવી ટુક બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો અને સાફ કરેલી અડવી માં કાંટા ચમચી થી કાણા કરી ચારણીમાં મૂકતા જાઓ. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચારણી મૂકી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.
અડવી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ અડવી નાખી ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. તારેલી અડવી ને ઝારા થી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ વાટકા કે થાળી થી એક એક તરેલી અડવી ને દબાવી લ્યો.
હવે એક થાળીમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દબાયેલી અડવી ને તૈયાર મસાલા માં બધી બાજુ મસાલો લાગે એમ મસાલા થી કોટિંગ કરી લ્યો.
આમ બધી અડવી ને મસાલા થી કોટિગ કરી લીધા બાદ એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા થી કોટિંગ અડવી મૂકો અને બચેલો મસાલો એના પર નાખી બને બાજુ શેકી લ્યો. મસાલા સાથે કોટિંગ અડવી તૈયાર છે તો મજા લ્યો અડવી ટુક.
Advi took recipe notes
અહી મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુજરાત ના દરેક ફરસાણ માં બેસન નો ખુબ સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે અને હવે તો બધે જ બેસન અને બેસન માંથી બનેલી વાનગીઓ ખૂબ ખવાય છે અને બેસન માંથી બનતી સેવ, ગાંઠિયા, બરફી, લાડુ વગેરે બનાવવામાં આવે છે અને આ બેસન સ્વાસ્થ્ય માટે પણ એટલો જ સારો માનવામાં આવે છે તો ચાલો besan ni sev banavani rit – બેસન સેવ બનાવવાની રીત શીખીએ.
સેવ બનાવવા જરૂરી સામગ્રી
બેસન 1 ½ કપ
હિંગ ¼ ચમચી
હળદર ⅛ ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
તેલ જરૂર પ્રમાણે
besan ni sev banavani rit
બેસન સેવ બનાવવા સૌપ્રથમ બેસન ને કથરોટ માં ચારણી થી ચાળી લ્યો અને એમાં હળદર, હિંગ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો અને જેવી સેવ જોઈએ એવી જારી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને નાખી બંધ કરી લ્યો.
હવે તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલી સેવ સમાય એટલી સેવ સેવમશીન ફેરવી ને ગરમ તેલ માં નાખો. હવે એક મિનિટ એમજ સેવ ને રહેવા દયો અને એક મિનિટ પછી ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો.
આમ બધા લોટ માંથી સેવ બનાવી તૈયાર કરી લ્યો અને તૈયાર સેવ ને ઠંડી થવા દયો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બેસન સેવ.
besan ni sev recipe notes
સેવ બનાવવા માટે તેલ વધારે ના નાખવું નહિતર સેવ માં તેલ તેલ લાગશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બેસન ની સેવ બનાવવાની રીત
besan ni sev banavani rit
ગુજરાત ના દરેક ફરસાણ માં બેસન નો ખુબ સારા પ્રમાણ માંઉપયોગ થાય છે અને હવે તો બધે જ બેસન અને બેસન માંથી બનેલી વાનગીઓ ખૂબ ખવાય છે અને બેસનમાંથી બનતી સેવ, ગાંઠિયા, બરફી, લાડુ વગેરેબનાવવામાં આવે છે અને આ બેસન સ્વાસ્થ્ય માટે પણ એટલો જ સારો માનવામાં આવે છે તો ચાલો besan ni sev banavani rit – બેસન સેવ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 300ગ્રામ
Equipment
1 કડાઈ
1 સેવ મશીન
Ingredients
સેવ બનાવવા જરૂરી સામગ્રી
1 ½ કપબેસન
¼ ચમચીહિંગ
⅛ ચમચીહળદર
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
તેલ જરૂર પ્રમાણે
Instructions
besan ni sev banavani rit
બેસન સેવ બનાવવા સૌપ્રથમ બેસન ને કથરોટ માં ચારણી થી ચાળી લ્યો અને એમાં હળદર, હિંગ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો અને જેવી સેવ જોઈએ એવી જારી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને નાખી બંધ કરી લ્યો.
હવે તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલી સેવ સમાય એટલી સેવ સેવમશીન ફેરવી ને ગરમ તેલ માં નાખો. હવે એક મિનિટ એમજ સેવ ને રહેવા દયો અને એક મિનિટ પછી ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. આમ બધા લોટ માંથી સેવ બનાવી તૈયાર કરી લ્યો અને તૈયાર સેવ ને ઠંડી થવા દયો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બેસન સેવ.