Home Blog Page 55

Suka chora na dhosa sathe chatni : સૂકા ચોરા ના ઢોસા સાથે ચટણી ની રેસીપી

મિત્રો આજે આપણે સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવાની રીત શીખીશું. આ ઢોસા તમે ઇન્સ્ટન્ટ મિશ્રણ તૈયાર કરી ને બનાવી શકો છો અને ખાવા માં જેટલા સ્વાદિષ્ટ લાગે છે બનાવવા એટલાં સરળ છે અને આ ઢોસા માં સારી માત્રા માં વિટામિન, પ્રોટીન રહેલ છે તો ચાલો Suka chora na dhosa sathe chatni banavani recipe શીખીએ.

ચોરા ના ઢોસા નું ખીરું બનાવવા જરૂરી સામગ્રી

  • સૂકા ચોરા 1 ½ કપ
  • સોજી ½ કપ
  • દહીં 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નો કટકો ½ ઇંચ
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ /ઘી જરૂર મુજબ

ચટણી માટેની સામગ્રી

  • નારિયળ ના કટકા ½ કપ
  • મીઠા લીમડા ના પાંદ ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ટુકડો 1
  • દહીં 2-3 ચમચી
  • સીંગદાણા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • નાની લાંબી ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી

સૂકા ચોરા ના ઢોસા સાથે ચટણી બનાવવાની રેસીપી

સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ચટણી તૈયાર કરી ઢોસા બનાવી મજા લેશું.

ઢોસા માટેનું મિશ્રણ બનાવવાની રીત

સૂકા ચોરા માંથી ઢોસા બનાવવા સૌપ્રથમ સૂકા ચોરા ને બે ત્રણ પાણીથી ધોઈ આખી રાત અથવા છ થી સાત કલાક પાણી નાખી પલાળી લ્યો. સાત કલાક પછી ચોરા ની પાણી નિતારી એક પાણી થી ધોઇ સાફ કરી બધું પાણી નિતારી લ્યો.

હવે મિક્સર જારમાં ઝીણી સોજી નાખો સાથે દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા ચોરા નાખી પીસી લ્યો અને સ્મુથ પીસવા જરૂર લાગે તો થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી પંદર થી ત્રીસ મિનિટ એક બાજુ મૂકો.

ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં નારિયળ ના કટકા, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, સીંગદાણા અને મીઠું નાખી પીસી લ્યો અને ચટણી ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એક વઘરીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ ની દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો,

ત્યાર બાદ સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી થોડા શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને તૈયાર કરેલી ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરો.

ઢોસા બનાવવાની રીત

ઢોસા ના મિશ્રણ ને અડધા કલાક રેસ્ટ આપ્યા પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરી લ્યો અને ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો અને એના પર પા ચમચી તેલ અને ને ચાર ચમચી પાણી છાંટી કપડા થી લુછી તવી ને ગરમ કરી લ્યો,

ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માંથી જરૂર મુજબ નું મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો અને ઉપર ઘી કે તેલ નાખી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ તવી પરથી ઉતારી લ્યો અને ચટણી સાથે સર્વ કરો સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી.

Recipe notes

  • આ ઢોસા તમે મિશ્રણ ને પંદર વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તરત બનાવી શકો છો અથવા પાંચ સાત કલાક આથો આવી જાય ત્યાર બાદ પણ તૈયાર કરી બનાવી શકો છો.
  • ઢોસા માં અંદર મનપસંદ શાક ને ઝીણા સમારી ને પણ નાખી શકાય છે અને ઢોસા માટેના બટાકા નું શાક  અને સાંભાર બનાવી ને પણ મજા લઇ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Suka chora na dhosa sathe chatni banavani recipe

સૂકા ચોરા ના ઢોસા સાથે ચટણી - Suka chora na dhosa sathe chatni - સૂકા ચોરા ના ઢોસા સાથે ચટણી બનાવવાની રેસીપી - Suka chora na dhosa sathe chatni banavani recipe

Suka chora na dhosa sathe chatni banavani recipe

મિત્રો આજે આપણે સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવાનીરીત શીખીશું. આ ઢોસા તમે ઇન્સ્ટન્ટ મિશ્રણ તૈયારકરી ને બનાવી શકો છો અને ખાવા માં જેટલા સ્વાદિષ્ટ લાગે છે બનાવવા એટલાં સરળ છે અનેઆ ઢોસા માં સારી માત્રા માં વિટામિન, પ્રોટીન રહેલછે તો ચાલો Suka chora na dhosa sathe chatni banavani recipe શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
fermentation time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઢોસા તવી

Ingredients

ચોરા ના ઢોસા નું ખીરું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ સૂકા ચોરા
  • ½ કપ સોજી
  • 1 કપ દહીં
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ નો કટકો
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ /ઘી જરૂર મુજબ

ચટણી માટેની સામગ્રી

  • ½ કપ નારિયળ ના કટકા
  • ½ કપ મીઠા લીમડા ના પાંદ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 આદુનો ટુકડો
  • 2-3 ચમચી દહીં
  • 2-3 ચમચી સીંગદાણા
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી અડદ દાળ
  • ½ ચમચી રાઈ
  • 1 નાની લાંબી ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions

Suka chora na dhosa sathe chatni banavani recipe

  • સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ચટણી તૈયાર કરી ઢોસા બનાવી મજા લેશું.

ઢોસા માટેનું મિશ્રણ બનાવવાની રીત

  • સૂકા ચોરા માંથી ઢોસા બનાવવા સૌપ્રથમ સૂકા ચોરા ને બે ત્રણ પાણીથી ધોઈ આખી રાત અથવા છ થી સાત કલાક પાણી નાખી પલાળી લ્યો. સાત કલાક પછી ચોરા ની પાણી નિતારી એક પાણી થી ધોઇ સાફ કરી બધું પાણી નિતારી લ્યો. હવે મિક્સર જારમાં ઝીણી સોજી નાખો સાથે દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા ચોરા નાખી પીસી લ્યો અને સ્મુથ પીસવા જરૂર લાગે તો થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી પંદર થી ત્રીસ મિનિટ એક બાજુ મૂકો.

ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં નારિયળ ના કટકા, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, સીંગદાણા અને મીઠું નાખી પીસી લ્યો અને ચટણી ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક વઘરીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ ની દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી થોડા શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને તૈયાર કરેલી ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરો.

ઢોસા બનાવવાની રીત

  • ઢોસા ના મિશ્રણ ને અડધા કલાક રેસ્ટ આપ્યા પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરી લ્યો અને ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો અને એના પર પા ચમચી તેલ અને ને ચાર ચમચી પાણી છાંટી કપડા થી લુછી તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માંથી જરૂર મુજબ નું મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો અને ઉપર ઘી કે તેલ નાખી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ તવી પરથી ઉતારી લ્યો અને ચટણી સાથે સર્વ કરો સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી.

Recipe notes

  • આ ઢોસા તમે મિશ્રણ ને પંદર વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તરત બનાવી શકો છો અથવા પાંચ સાત કલાક આથો આવી જાય ત્યાર બાદ પણ તૈયાર કરી બનાવી શકો છો.
  • ઢોસા માં અંદર મનપસંદ શાક ને ઝીણા સમારી ને પણ નાખી શકાય છે અને ઢોસા માટેના બટાકા નું શાક અને સાંભાર બનાવી ને પણ મજા લઇ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Ghau na lot ane bafela bataka na vada : ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા

 મિત્રો આજે આપણે ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવાની રીત – Ghau na lot ane bafela bataka na vada banavani rit શીખીશું. આ વડા ઘઉંના લોટ માંથી બનતા હોવાથી થોડા હેલ્થી બને છે અને રેગ્યુલર વડા કરતા થોડા અલગ સ્વાદ વાળા બને છે જે ઘરમાં બધાને પસંદ આવશે.

ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 1 ચમચી
  • ઘઉંનો લોટ 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સફેદ તલ 1-2 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મરી અધ કચરી પીસેલી ¼ ચમચી
  • બાફેલા બટાકા છીણેલા 2
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ
  • તરવા માટે તેલ

ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવાની રીત

ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને ઠંડા કરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી અધ કચરી પીસેલી અને ચીલી ફ્લેક્સ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો.

હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી અને લોટ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.

હવે લોટ ઠંડો થાય એટલે એમાં બાફી રાખેલ બટાકા ને છીણી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ તૈયાર લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને અને એક એક લુવા ને લઈ ગોળ કરી હથેળી વચ્ચે દબાવી ચપટી બનાવી લ્યો અને આંગળી થી કાણું કરી લ્યો.

આમ એક એક લુવા ને ચપટા કરી આંગળી થી કાણા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ.થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખો અને એક થી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી હલાવી દયો ને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

ત્યારબાદ આમ થોડા થોડા કરી બધા જ વડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી સોસ કે સાંભાર સાથે સર્વ કરો ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા.

Vada recipe notes

  • જો બાળકો માટે બનાવતા હો તો મરચા નું પ્રમાણ ઓછું રાખવું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau na lot ane bafela bataka na vada banavani rit

ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા - Ghau na lot ane bafela bataka na vada - ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવાની રીત - Ghau na lot ane bafela bataka na vada banavani rit

Ghau na lot ane bafela bataka na vada banavani rit

 મિત્રો આજે આપણે ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવાની રીત – Ghau na lot ane bafela bataka na vada banavani rit શીખીશું. આ વડા ઘઉંના લોટ માંથી બનતા હોવાથી થોડા હેલ્થી બને છે અને રેગ્યુલર વડા કરતાથોડા અલગ સ્વાદ વાળા બને છે જે ઘરમાં બધાને પસંદ આવશે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 1 કપ ઘઉંનો લોટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી મરી અધ કચરી પીસેલી
  • 2 બાફેલા બટાકા છીણેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી
  • તરવા માટે તેલ

Instructions

Ghau na lot ane bafela bataka na vada banavani rit

  • ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને ઠંડા કરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી અધ કચરી પીસેલી અને ચીલી ફ્લેક્સ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો.
  • હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી અને લોટ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
  • હવે લોટ ઠંડો થાય એટલે એમાં બાફી રાખેલ બટાકા ને છીણી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ તૈયાર લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને અને એક એક લુવા ને લઈ ગોળ કરી હથેળી વચ્ચે દબાવી ચપટી બનાવી લ્યો અને આંગળી થી કાણું કરી લ્યો.
  • આમ એક એક લુવા ને ચપટા કરી આંગળી થી કાણા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ.થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખો અને એક થી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી હલાવી દયો ને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • ત્યારબાદ આમ થોડા થોડા કરી બધા જ વડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી સોસ કે સાંભાર સાથે સર્વ કરો ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા.

Vada recipe notes

  • જો બાળકો માટે બનાવતા હો તો મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Potli daal dhokli : પોટલી દાળ ઢોકળી બનાવવાની રેસીપી

આ પોટલી દાળ ઢોકળી રેગ્યુલર બનાવતા દાળ ઢોકળી કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘર ના નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવશે. આ પોટલી દાળ ઢોકળી ને તમે આજ કલા ખવાતા વન પોર્ટ મીલ ( એક જ વાનગી ખાઈ પેટ ભરી શકાય એવી વાનગી ) પણ કહી શકો છો. આ એક જ વાનગી બનાવી તમે ઘર ના દરેક સભ્યને ખુશ કરી શકો છો. તો ચાલો Potli daal dhokli banavani rit શીખીએ.

પોટલી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • બાફેલા બટાકા 1 કપ
  • આદુ મરચાની પેસ્ટ 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

દાળ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • હળદર ¼ + ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 2 ચમચી
  • ઘી જરૂર મુજબ
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • સીંગદાણા 3-4 ચમચી
  • લવિંગ 1-2
  • તજ નો ટુકડો 1
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • સૂકા લાલ મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ટમેટા ઝીણા સમારેલા 1-2
  • ગોળ 1-2 ચમચી
  • લીંબુનો રસ 2-3 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

Potli daal dhokli banavani rit

પોટલી દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લ્યો. દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો સાથે એક થી દોઢ કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ થી ચાર સીટી વગાડી દાળ ને બાફી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને એક બાજુ મૂકો.

હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો અને બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો. અને નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઇઝ માં લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ કોરા લોટ વડે પાતળી પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ગોળી મૂકી બધી બાજુથી પેક કરી પોટલી બનાવી લ્યો આમ એક એક લુવાને વણી પૂરી બનાવી સ્ટફિંગ ગોળી મૂકી પોટલી બનાવી એક બાજુ મૂકો.

હવે બાફેલી દાળ માં ત્રણ ચાર કપ જેટલું બીજું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ અને ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો તેલ ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લવિંગ, તજ નો ટુકડો નાખી મિક્સ કરી સીંગદાણા ને શેકી લ્યો.

સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર અને ટમેટા નાખી મિક્સ કરી ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દાળ ઉકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો.

દાળ ઉકળવા લાગે એટલે એમાં બનાવેલી પોટલી નાખો અને મિડીયમ તાપે ઢાંકી ને ઢોકળી ને પંદર વીસ મિનિટ ચડવા દયો. અને વચ્ચે વચ્ચે હલકા હાથે દાળ ને હલાવતા રહો. વીસ મિનિટ પછી ઢોકળી બરોબર ચડી જાય એટલે એમાં ગોળ , લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ઉપરથી ઘી નાખી ને સર્વ કરો પોટલી દાળ ઢોકળી.

Potli daal dhokli recipe notes

  • દાળ ઢોકળી જો બાળકો માટે બનાવતા હો તો મસાલા ની માત્રા ઓછી રાખવી.
  • ઢોકળી ચડી જસે એટલે ઉપર તરી આવશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પોટલી દાળ ઢોકળી બનાવવાની રીત

પોટલી દાળ ઢોકળી - Potli daal dhokli - પોટલી દાળ ઢોકળી બનાવવાની રીત - Potli daal dhokli banavani rit

Potli daal dhokli banavani rit

આ પોટલી દાળ ઢોકળી રેગ્યુલરબનાવતા દાળ ઢોકળી કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘર ના નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવશે. આ પોટલી દાળ ઢોકળી ને તમે આજ કલા ખવાતા વન પોર્ટ મીલ ( એક જ વાનગી ખાઈ પેટ ભરી શકાય એવી વાનગી ) પણ કહી શકોછો. આ એક જ વાનગી બનાવી તમે ઘર ના દરેક સભ્યને ખુશ કરી શકો છો.તો ચાલો Potli daal dhokli banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 વેલણ
  • 1 પાટલો
  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

પોટલી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ બાફેલા બટાકા
  • 2-3 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

દાળ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • ¼ + ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચી તેલ
  • ઘી જરૂર મુજબ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 3-4 ચમચી સીંગદાણા
  • 1-2 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ટમેટા ઝીણા સમારેલા
  • 1-2 ચમચી ગોળ
  • 2-3 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Potli daal dhokli banavani rit

  • પોટલી દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લ્યો. દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો સાથે એક થી દોઢ કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ થી ચાર સીટી વગાડી દાળ ને બાફી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને એક બાજુ મૂકો.
  • હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો અને બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી ઢાંકી ને એક બાજુ મૂકો.
  • સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો. અને નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઇઝ માં લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ કોરા લોટ વડે પાતળી પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ગોળી મૂકી બધી બાજુથી પેક કરી પોટલી બનાવી લ્યો આમ એક એક લુવાને વણી પૂરી બનાવી સ્ટફિંગ ગોળી મૂકી પોટલી બનાવી એક બાજુ મૂકો.
  • હવે બાફેલી દાળ માં ત્રણ ચાર કપ જેટલું બીજું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ અને ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો તેલ ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લવિંગ, તજ નો ટુકડો નાખી મિક્સ કરી સીંગદાણા ને શેકી લ્યો.
  • સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર અને ટમેટા નાખી મિક્સ કરી ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દાળ ઉકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો.
  • દાળ ઉકળવા લાગે એટલે એમાં બનાવેલી પોટલી નાખો અને મિડીયમ તાપે ઢાંકી ને ઢોકળી ને પંદર વીસ મિનિટ ચડવા દયો. અને વચ્ચે વચ્ચે હલકા હાથે દાળ ને હલાવતા રહો. વીસ મિનિટ પછી ઢોકળી બરોબર ચડી જાય એટલે એમાં ગોળ , લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ઉપરથી ઘી નાખી ને સર્વ કરો પોટલી દાળ ઢોકળી.

Potli daal dhokli recipe notes

  • દાળ ઢોકળી જો બાળકો માટે બનાવતા હો તો મસાલા ની માત્રા ઓછી રાખવી.
  • ઢોકળી ચડી જસે એટલે ઉપર તરી આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં સોજી ની નાનખટાઈ : Ghau Soji ni nankhatai

મિત્રો આજે આપણે ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે બહાર ભટ્ટી માં બનાવેલ તૈયાર નાનખટાઈ જ ખાધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શખીશું અને  એ પણ ઓવેન વગર. હા આજ આપણે કડાઈમાં બેક કરી નાનખટાઈ બનાવતા શીખીશું જે ખૂબ જ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Ghau Soji ni nankhatai ni recipe શીખીએ.

ઘઉં સોજી ની નાનખટાઈ માટે જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • મીઠું 1-2 ચપટી
  • ઝીણો સમારેલો ગોળ 1 કપ
  • સૂકા નારિયળ નું છીણ ½ કપ
  • ઘી ¼ કપ
  • દૂધ ½ કપ
  • કાજુ, બદામ, પીસ્તા ની કતરણ જરૂર મુજબ

Ghau Soji ni nankhatai banavani rit

ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સોજી, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, એલચી પાઉડર અને મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એમાં જ ઝીણો સમારેલો ગોળ નાખી ફરીથી ઢાંકણ બંધ કરો અને એક થી બે મિનિટ પીસી લ્યો.

પીસેલા મિશ્રણ ને એક કથરોટ માં કાઢી લ્યો અને એમાં સૂકા નારિયળ નું છીણ,અને ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ કે પછી પ્લેટ માં ઘી લગાવી એક બાજુ મૂકો. હવે ડ્રાય ફ્રુટ ની કતરણ ને એક થાળી માં ફેલાવી નાખો અને એક બાજુ મૂકો.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાં થી જે સાઇઝ ની નાનખટાઈ બનાવી હોય એ સાઇઝ ની બનાવી ડ્રાય ફ્રુટ લગાવી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકો.

પ્લેટ કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકી ધીમા તાપે પચીસ થી ત્રીસ મિનિટ બેક કરી લ્યો. નાનખટાઈ બરોબર બેક થાય એટલે બહાર કાઢી લ્યો અને બીજી નાનખટાઈ ને બેક કરો. આમ થોડી થોડી કરી બધી નાનખટાઈ બેક કરી તૈયાર કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉં સોજી માંથી નાનખટાઈ.

Nankhatai recipe notes

  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધી ઓછી કરી શકો છો.
  • કડાઈ કે ઓવન ને પ્રી હિટ કર્યા પછી જ બેક કરવી જેથી બેક બરોબર થશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવાની રીત

ઘઉં સોજી ની નાનખટાઈ - Ghau Soji ni nankhatai - ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવાની રીત - Ghau Soji ni nankhatai banavani rit

Ghau Soji ni nankhatai banavani rit

મિત્રો આજે આપણે ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે બહાર ભટ્ટી માં બનાવેલ તૈયાર નાનખટાઈ જ ખાધી છે પણ આજ આપણેઘરે બનાવતા શખીશું અને  એ પણ ઓવેન વગર. હા આજ આપણે કડાઈમાં બેક કરી નાનખટાઈ બનાવતાશીખીશું જે ખૂબ જ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Ghau Soji ni nankhatai ni recipe શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 પ્લેટ / મોલ્ડ
  • 1 મિક્સર

Ingredients

ઘઉં સોજી ની નાનખટાઈ માટે જરૂરી સામગ્રી

  • 1 કપ સોજી
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1-2 ચપટી મીઠું
  • 1 કપ ઝીણો સમારેલો ગોળ
  • ½ કપ સૂકા નારિયળ નું છીણ
  • ¼ કપ ઘી
  • ½ કપ દૂધ
  • કાજુ બદામ, પીસ્તા ની કતરણ જરૂર મુજબ

Instructions

Ghau Soji ni nankhatai banavani rit

  • ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સોજી, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, એલચી પાઉડર અને મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એમાં જ ઝીણો સમારેલો ગોળ નાખી ફરીથી ઢાંકણ બંધ કરો અને એક થી બે મિનિટ પીસી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને એક કથરોટ માં કાઢી લ્યો અને એમાં સૂકા નારિયળ નું છીણ,અને ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ કે પછી પ્લેટ માં ઘી લગાવી એક બાજુ મૂકો. હવે ડ્રાય ફ્રુટ ની કતરણ ને એક થાળી માં ફેલાવી નાખો અને એક બાજુ મૂકો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાં થી જે સાઇઝ ની નાનખટાઈ બનાવી હોય એ સાઇઝ ની બનાવી ડ્રાય ફ્રુટ લગાવી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકો.
  • પ્લેટ કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકી ધીમા તાપે પચીસ થી ત્રીસ મિનિટ બેક કરી લ્યો. નાનખટાઈ બરોબર બેક થાય એટલે બહાર કાઢી લ્યો અને બીજી નાનખટાઈ ને બેક કરો. આમ થોડી થોડી કરી બધી નાનખટાઈ બેક કરી તૈયાર કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉં સોજી માંથી નાનખટાઈ.

Nankhatai recipe notes

  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધી ઓછી કરી શકો છો.
  • કડાઈ કે ઓવન ને પ્રી હિટ કર્યા પછી જ બેક કરવી જેથી બેક બરોબર થશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Mag nu khatu recipe : મગ નું ખાટું બનાવવાની રીત

આજે આપણે મગ નું ખાટું બનાવવાની રીત શીખીશું. આ ખાટું એ સાઉથ ગુજરાત માં એક ખાસ પ્રકારની ખાટા પાંદ વાળી ભાજી વાપરી બનાવવામાં આવતું શાક છે. આ શાક ને તમે રોટલી, રોટલા, પરોઠા કે ભાત સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગે છે. આજ આપણે આ શાક એ ખાટી ભાજી હોય તો એ વાપરી ને અને જો એ ખાટી ભાજી ના હોય તો એના વગર કેમ બનાવવુ એ શીખીશું. તો Mag nu khatu recipe શીખીએ.

મગ નું ખાટું બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા મગ 1 કપ
  • બાફેલી તુવેર દાળ ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • લવિંગ 1-2
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • સુધારેલ લસણ ની કણી 1 ચમચી
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • ખાટી ભાજી / અડવી ના પાંદ  3-4 ચમચી સુધારેલ (ઓપ્શનલ છે હોય તો નાખવી)
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • આંબલીનો પલ્પ 4-5 ચમચી
  • ગોળ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

મગ નું ખાટું બનાવવાની રીત

મગ નું ખાટું બનાવવા સૌપ્રથમ મગ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરો લ્યો ત્યાર બાદ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી લ્યો અને તુવર દાળ ને પણ ધોઇ સાફ કરી પાણી નાખી અડધો કલાક પલાળી લ્યો. હવે મગ નું પાણી નિતારી ને કુકર માં નાખો સાથે તુવર દાળ  નું પાણી નિતારી ને કુકર માં નાખો.

હવે જો કાચા અડવી ના પાંદ હોય તો એની દાડી નીકાળી ધોઇ સાફ કરી ઝીણી સુધારી કુકર માં નાખી જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે અને બે સીટી ધીમા તાપે કરી બાફી લ્યો.

ત્રણ સીટી થાય એટલે ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લવિંગ, રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો.

હવે ઝીણું સમારેલું લસણ અને આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. બને શેકાઈ જાય એટલે એમાં ખાટી ભાજી ધોઇ સાફ કરી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાફી રાખેલ મગ અને તુવેર દાળ નાખી ને મિક્સ કરી લ્યો.

મગ ને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં એક થી બે કપ પાણી નાખી ને ઉકાળો અને મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ગોળ અને આંબલી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી બીજી ને ચાર મિનિટ ઉકાળી લ્યો અને ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો મગ નું ખાટું.

khatu recipe notes

  • ખાટી ભાજી વધારે હોય તો આંબલી ના પલ્પ ની જગ્યાએ ભાજી વધારે નાખી ને પણ શાક ને ખાટું કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mag nu khatu recipe

મગ નું ખાટું - Mag nu khatu - મગ નું ખાટું બનાવવાની રીત - Mag nu khatu recipe - Mag nu khatu banavani rit

Mag nu khatu recipe

મિત્રો આજે આપણે મગ નું ખાટું બનાવવાની રીત શીખીશું. આ ખાટું એ સાઉથ ગુજરાત માં એક ખાસ પ્રકારની ખાટા પાંદ વાળી ભાજી વાપરી બનાવવામાંઆવતું શાક છે. આ શાક ને તમે રોટલી, રોટલા,પરોઠા કે ભાત સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગે છે. આજ આપણે આ શાક એ ખાટી ભાજી હોય તો એ વાપરી ને અને જો એ ખાટી ભાજી ના હોય તોએના વગર કેમ બનાવવુ એ શીખીશું. તો Mag nu khatu recipe શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

મગ નું ખાટું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાફેલા મગ
  • ½ કપ બાફેલી તુવેર દાળ
  • 2-3 ચમચી તેલ
  • 1-2 લવિંગ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 1 ચમચી સુધારેલ લસણ ની કણી
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • 3-4 ચમચી ખાટી ભાજી / અડવી ના પાંદ સુધારેલ ઓપ્શનલ છે હોય તો નાખવી
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 4-5 ચમચી આંબલીનો પલ્પ
  • 2 ચમચી ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions

Mag nu khatu banavani rit

  • મગ નું ખાટું બનાવવા સૌપ્રથમ મગ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરો લ્યો ત્યાર બાદ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી લ્યો અને તુવર દાળ ને પણ ધોઇ સાફ કરી પાણી નાખી અડધો કલાક પલાળી લ્યો. હવે મગ નું પાણી નિતારી ને કુકર માં નાખો સાથે તુવર દાળ નું પાણી નિતારી ને કુકર માં નાખો.
  • હવે જો કાચા અડવી ના પાંદ હોય તો એની દાડી નીકાળી ધોઇ સાફ કરી ઝીણી સુધારી કુકર માં નાખી જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે અને બે સીટી ધીમા તાપે કરી બાફી લ્યો.
  • ત્રણ સીટી થાય એટલે ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લવિંગ, રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ઝીણું સમારેલું લસણ અને આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. બને શેકાઈ જાય એટલે એમાં ખાટી ભાજી ધોઇ સાફ કરી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાફી રાખેલ મગ અને તુવેર દાળ નાખી ને મિક્સ કરી લ્યો.
  • મગ ને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં એક થી બે કપ પાણી નાખી ને ઉકાળો અને મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ગોળ અને આંબલી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી બીજી ને ચાર મિનિટ ઉકાળી લ્યો અને ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો મગ નું ખાટું.

Mag nu khatu recipe notes

  • ખાટી ભાજી વધારે હોય તો આંબલી ના પલ્પ ની જગ્યાએ ભાજી વધારે નાખી ને પણ શાક ને ખાટું કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | ગુવાર ઢોકળી બનાવવાની રીત | guvar dhokli nu shaak gujarati recipe

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit

Soya chunks kabab recipe : સોયા ચંકસ કબાબ બનાવવાની રીત

કહેવાય છે કે સોયાબીન માં સારી માત્રા માં પ્રોટીન મળે છે અને જે લોકો શુધ્ધ શાકાહારી છે એમના માટે પ્રોટીન મેળવવા માટે સોયાબીન ખૂબ સારો સ્ત્રોત છે. પણ સોયાબીન નો સ્વાદ સારો ના હોવાથી એને પસંદ નથી કરતા તેથી આજ કાલ સોયાબીન વડી બજાર માં મળે છે જેમાંથી વિવિધ વાનગીઓ બનાવવી ને હોટલો અને રેસ્ટોરન્ટ માં મળતી હોય છે એવીજ એક વાનગી સોયા ચંકસ કબાબ – Soya chunks kabab આજ આપણે ઘરે ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બનાવતા શીખીશું.

સોયા ચંકસ કબાબ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ ½ કપ
  • સોયા ચંકસ 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લસણ ની કણી 8-10
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે
  • પાણી જરૂર મુજબ

સોયા ચંકસ કબાબ બનાવવાની રીત

સોયા ચંકસ કબાબ બનાવવા સૌપ્રથમ સોયા ચંકસ ને એક તપેલીમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સોયા ચંકસ નાખી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો.  પાંચ મિનિટ પછી સોયા ચંકસ ને ગરમ પાણી માંથી કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ બધી જ સોયા વડીને હથેળી વચ્ચે થોડી થોડી વડી લઈ દબાવી દબાવી ને પાણી નિતારી લ્યો.

હવે પાણી નોતરેલી વડી ને મિક્સર જારમાં પ્લસ મોડમાં અથવા ચોપર માં નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી વડી ને ક્રશ કરી લ્યો. હવે છેલ્લે વડી સાથે સુધારેલ ડુંગળી, લસણ ની કણી, આદુના કટકા, લીલા મરચા સુધારેલા નાખી એને પણ ચોપ કરી લ્યો અને બધા ને એક વાસણમાં કાઢી લ્યો.

પીસેલી વડી માં  ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી ગોળ અને ચપટા કરી કબાબ બનાવી ને એક પ્લેટ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી મનગમતા આકાર ના કબાબ તૈયાર કરો લ્યો .

કડાઈ માં અથવા તવી પર તેલ નાખી એમાં તૈયાર કરેલ કબાબ ને મૂકી શેકો. એક બાજુ ગોલ્ડન થાય એટલે બીજી બાજુ ઉથલાવી ને શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ કબાબ ને એક થાળી માં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા જ કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો સોયા ચંકસ કબાબ.

Soya chunks kabab notes

  • કબાબ ને તેલ માં શેકવા જેથી કબાબ માં તેલ વધારે ના લાગે. તમે કબાબ ને ઓવેન માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો અથવા તો અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soya chunks kabab banavani rit

સોયા ચંકસ કબાબ - Soya chunks kabab - સોયા ચંકસ કબાબ બનાવવાની રીત - Soya chunks kabab banavani rit

Soya chunks kabab banavani rit

કહેવાય છે કે સોયાબીન માં સારી માત્રા માં પ્રોટીન મળેછે અને જે લોકો શુધ્ધ શાકાહારી છે એમના માટે પ્રોટીન મેળવવા માટે સોયાબીન ખૂબ સારોસ્ત્રોત છે. પણ સોયાબીન નો સ્વાદ સારો ના હોવાથી એને પસંદનથી કરતા તેથી આજ કાલ સોયાબીન વડી બજાર માં મળે છે જેમાંથી વિવિધ વાનગીઓ બનાવવી નેહોટલો અને રેસ્ટોરન્ટ માં મળતી હોય છે એવીજ એક વાનગી સોયા ચંકસ કબાબ – Soya chunks kabab આજ આપણે ઘરે ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સોયા ચંકસ કબાબ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ચોખા નો લોટ
  • 2 કપ સોયા ચંકસ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 8-10 લસણ ની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 4-5 ચમચી લીલા મરચા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે
  • પાણી જરૂર મુજબ

Instructions

Soya chunks kabab banavani rit

  • સોયા ચંકસ કબાબ બનાવવા સૌપ્રથમ સોયા ચંકસ ને એક તપેલીમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સોયા ચંકસ નાખી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો. પાંચ મિનિટ પછી સોયા ચંકસ ને ગરમ પાણી માંથી કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ બધી જ સોયા વડીને હથેળી વચ્ચે થોડી થોડી વડી લઈ દબાવી દબાવી ને પાણી નિતારી લ્યો.
  • હવે પાણી નોતરેલી વડી ને મિક્સર જારમાં પ્લસ મોડમાં અથવા ચોપર માં નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી વડી ને ક્રશ કરી લ્યો. હવે છેલ્લે વડી સાથે સુધારેલ ડુંગળી, લસણ ની કણી, આદુના કટકા, લીલા મરચા સુધારેલા નાખી એને પણ ચોપ કરી લ્યો અને બધા ને એક વાસણમાં કાઢી લ્યો.
  • પીસેલી વડી માં ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી ગોળ અને ચપટા કરી કબાબ બનાવી ને એક પ્લેટ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી મનગમતા આકાર ના કબાબ તૈયાર કરો લ્યો .
  • કડાઈ માં અથવા તવી પર તેલ નાખી એમાં તૈયાર કરેલ કબાબ ને મૂકી શેકો. એક બાજુ ગોલ્ડન થાય એટલે બીજી બાજુ ઉથલાવી ને શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ કબાબ ને એક થાળી માં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા જ કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો સોયા ચંકસ કબાબ.

Soya chunks kabab notes

  • કબાબ ને તેલ માં શેકવા જેથી કબાબ માં તેલ વધારે ના લાગે. તમે કબાબ ને ઓવેન માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો અથવા તો અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Dahi vala marcha : દહીં વાળા મરચા બનાવવાની રીત

મિત્રો આ દહીં વાળા મરચા એટલાં સ્વાદિષ્ટ લાગે છે કે તમે શાક ના હોય તો પણ આ મરચા સાથે આરામ થી એક રોટલી વધારે ખાઈ જસો. આ દહી વાળા મરચા બનાવવા પણ ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ Dahi vala marcha ને તમે પ્રવાસમાં પણ બનાવી ને લઈ જઈ શકો છો.

દહીં વાળા મરચા બનાવવા જરૂરી સામગ્રી

  • મોરા / મિડીયમ તીખા લીલા મરચા  200 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • કલોંજી ½ ચમચી
  • દહી 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • મરચા પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • સીંગદાણા અધ કચરા પીસેલા 3-4 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Dahi vala marcha banavani rit

દહીં વાળા મરચા બનાવવા સૌથી પહેલા મિડીયમ તીખા હોય એવા મરચા લ્યો એને પાણી થી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો હવે ચાકુ થી એક એક મરચામાં લાંબા કાપા કરી લ્યો અને બીજ અલગ કરવા હોય તો બીજ ને અલગ કરી નાખો. આમ બધા મરચામાં કાપા કરી તૈયાર કરી લ્યો.

હવે એક વાટકા માં દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ત્યાર બાદ સીંગદાણા ને પણ મિક્સર જારમાં અથવા ખંડણી માં ફૂટી ને અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, વરિયાળી, મેથી દાણા, કલોંજી નાખી મિક્સ કરી તતડાવી લ્યો હવે એમાં હિંગ અને કાપા કરેલ લીલા મરચા નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો. મરચા થોડી થોડી વારે હલાવી ને  બધી બાજુથી બરોબર શેકી લ્યો.

મરચા શેકાઈ જાય એટલે ગેસ ધીમો કરી મરચા ને એક બાજુ કરી એમાં મસાલા વાળું દહી નાખી શેકી લ્યો ત્યાર બાદ મરચા ને દહી સાથે હલકા હાથે મિક્સ કરી શેકી લ્યો. મરચા ને દહી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડા થયેલા મરચા ને રોટલી, રોટલા કે પરોઠા સાથે મજા લ્યો તો તૈયાર છે.

Recipe notes

  • દહી નાખ્યા પછી દહી ગરમ થાય ત્યાં સુંધી હલાવતા રહેવું નહિતર દહી ફાટી જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં વાળા મરચા બનાવવાની રીત

દહીં વાળા મરચા - Dahi vala marcha - દહીં વાળા મરચા બનાવવાની રીત - Dahi vala marcha banavani rit

Dahi vala marcha banavani rit

મિત્રો આ દહીં વાળા મરચા એટલાં સ્વાદિષ્ટ લાગે છે કે તમેશાક ના હોય તો પણ આ મરચા સાથે આરામ થી એક રોટલી વધારે ખાઈ જસો. આ દહી વાળા મરચા બનાવવા પણ ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ Dahi vala marcha ને તમે પ્રવાસમાં પણ બનાવી ને લઈ જઈ શકો છો.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ મોરા / મિડીયમ તીખા લીલા મરચા
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી મેથી દાણા
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી કલોંજી
  • 2-3 ચમચી દહી
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી મરચા પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • 3-4 ચમચી સીંગદાણા અધ કચરા પીસેલા
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Dahi vala marcha banavani rit

  • દહીં વાળા મરચા બનાવવા સૌથી પહેલા મિડીયમ તીખા હોય એવા મરચા લ્યો એને પાણી થી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો હવે ચાકુ થી એક એક મરચામાં લાંબા કાપા કરી લ્યો અને બીજ અલગ કરવા હોય તો બીજ ને અલગ કરી નાખો. આમ બધા મરચામાં કાપા કરી તૈયાર કરી લ્યો.
  • હવે એક વાટકા માં દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ત્યાર બાદ સીંગદાણા ને પણ મિક્સર જારમાં અથવા ખંડણી માં ફૂટી ને અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, વરિયાળી, મેથી દાણા, કલોંજી નાખી મિક્સ કરી તતડાવી લ્યો હવે એમાં હિંગ અને કાપા કરેલ લીલા મરચા નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો. મરચા થોડી થોડી વારે હલાવી ને બધી બાજુથી બરોબર શેકી લ્યો.
  • મરચા શેકાઈ જાય એટલે ગેસ ધીમો કરી મરચા ને એક બાજુ કરી એમાં મસાલા વાળું દહી નાખી શેકી લ્યો ત્યાર બાદ મરચા ને દહી સાથે હલકા હાથે મિક્સ કરી શેકી લ્યો. મરચા ને દહી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનિટ શેકી લ્યો,
  • ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડા થયેલા મરચા ને રોટલી, રોટલા કે પરોઠા સાથે મજા લ્યો તો તૈયાર છે.

Recipe notes

  • દહી નાખ્યા પછી દહી ગરમ થાય ત્યાં સુંધી હલાવતા રહેવું નહિતર દહી ફાટી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી