Home Blog Page 54

Mitha dahithara : મીઠા દહીંથરા બનાવવાની રીત

મિત્રો આ મીઠા દહીંથરા એક વર્ષો જૂની મીઠાઈ છે જે દિવાળી પર દરેક ગુજરાતી ના ઘરે બનાવી ને તૈયાર કરવામાં આવતી હોય છે અને આ મીઠાઈ બનાવવા ખૂબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકાય છે. આ મીઠાઈ મીઠી અને નમક વાળી બે રીતે બને છે પણ આજ આપણે મીઠી મીઠાઈ Mitha dahithara બનાવવાની રીત શીખીશું.

dahithara ingredients

  • મેંદા નો લોટ 1 કપ
  • ઘી ¼ કપ
  • દહીં ¼ કપ
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • મીઠું 1 ચપટી
  • ઘી / તેલ તરવા માટે

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ ¾ કપ
  • પાણી ½ કપ

Mitha dahithara banavani rit

મીઠા દહીંથરા બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બધું જ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને લોટ ની મુઠી બનાવી શકો એટલું મોણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ચપટી મીઠું, બેકિંગ સોડા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં દહીં નાખી ને મિક્સ કરી લ્યો અને લોટ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી જે સાઇઝ ના દહીંથરા બનાવવા હોય એ સાઇઝ માટે જરૂરી લોટ લ્યો અને બને હાથ વચ્ચે લોટ ને બરોબર દબાવી ને ચપટી પૂરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી લોટ લઈ બને હથેળી વચ્ચે બરોબર દબાવી દબાવી ને પૂરી તૈયાર કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા દહીંથરા નાખી ને બે ચાર મિનિટ એમજ તરવા દયો. પાંચ મિનિટ પછી ચમચી થી ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ થોડા થોડા કરો બધા દહીંથરા ને ધીમા તાપે તરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ બે તાર ની ચાસણી બનાવી લ્યો. બે તાર જેવી ચાસણી થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ એમાં તરી રાખેલ દહીથરા નાખી મિક્સ કરી લ્યો અને ચાસણી માં જ બીજી પાંચ સાત મિનિટ મૂકી રાખો.

સાત મિનિટ પછી તૈયાર દહીંથરા બીજા વાસણમાં કાઢી લ્યો અને એકદમ ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મીઠા દહીંથરા.

Dahithara recipe notes

  • ઘી નું મોણ બરોબર હસે તો દહીંથરા તરી લીધા બાદ કડક નથી થાય અને તરતી વખતે તૂટી પણ નહિ જાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મીઠા દહીંથરા બનાવવાની રીત

મીઠા દહીંથરા - Mitha dahithara - મીઠા દહીંથરા બનાવવાની રીત - Mitha dahithara banavani rit

Mitha dahithara banavani rit

મિત્રો આ મીઠા દહીંથરા એક વર્ષો જૂની મીઠાઈ છે જે દિવાળીપર દરેક ગુજરાતી ના ઘરે બનાવી ને તૈયાર કરવામાં આવતી હોય છે અને આ મીઠાઈ બનાવવા ખૂબઓછી સામગ્રી ની જરૂર પડે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકાય છે. આ મીઠાઈ મીઠીઅને નમક વાળી બે રીતે બને છે પણ આજ આપણે મીઠી મીઠાઈ Mitha dahithara બનાવવાની રીત શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

dahithara ingredients

  • 1 કપ મેંદા નો લોટ
  • ¼ કપ ઘી
  • ¼ કપ દહીં
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • 1 ચપટી મીઠું
  • ઘી / તેલ તરવા માટે

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ¾ કપ ખાંડ
  • ½ કપ પાણી

Instructions

Mitha dahithara banavani rit

  • મીઠા દહીંથરા બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બધું જ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને લોટ ની મુઠી બનાવી શકો એટલું મોણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ચપટી મીઠું, બેકિંગ સોડા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં દહીં નાખી ને મિક્સ કરી લ્યો અને લોટ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી જે સાઇઝ ના દહીંથરા બનાવવા હોય એ સાઇઝ માટે જરૂરી લોટ લ્યો અને બને હાથ વચ્ચે લોટ ને બરોબર દબાવી ને ચપટી પૂરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી લોટ લઈ બને હથેળી વચ્ચે બરોબર દબાવી દબાવી ને પૂરી તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા દહીંથરા નાખી ને બે ચાર મિનિટ એમજ તરવા દયો. પાંચ મિનિટ પછી ચમચી થી ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ થોડા થોડા કરો બધા દહીંથરા ને ધીમા તાપે તરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ બે તાર ની ચાસણી બનાવી લ્યો. બે તાર જેવી ચાસણી થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ એમાં તરી રાખેલ દહીથરા નાખી મિક્સ કરી લ્યો અને ચાસણી માં જ બીજી પાંચ સાત મિનિટ મૂકી રાખો.
  • સાત મિનિટ પછી તૈયાર દહીંથરા બીજા વાસણમાં કાઢી લ્યો અને એકદમ ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મીઠા દહીંથરા.

Dahithara recipe notes

  • ઘી નું મોણ બરોબર હસે તો દહીંથરા તરી લીધા બાદ કડક નથી થાય અને તરતી વખતે તૂટી પણ નહિ જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Chokha na lot ni papdi : ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત

આ પાપડી ને ચેકલું પણ કહેવાય છે આ એક સાઉથ ઇન્ડિયન ક્રિસ્પી પૂરી છે. જે એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકાય છે મેંદા ની કે ઘઉંના લોટ ની પાપડી કે પૂરી ખાઈ ને કંટાળી ગયા હો અને નવા સ્વાદ ની પૂરી ખાવા માંગતા હો તો આ દિવાળી પર ચોક્કસ બનાવો આ પાપડી. તો ચાલો ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત શીખીએ.

ચોખા ના લોટ ની પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ¼ કપ
  • ચોખા નો લોટ 400 ગ્રામ /2 કપ
  • આદુ 2 ઇંચ નો ટુકડો
  • લીલ મરચા 5-7
  • લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે )
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8-10 સુધારેલ
  • પલાળેલી મગદાળ 2 ચમચી
  • પલાળેલા સાબુદાણા 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Chokha na lot ni papdi banavani rit

ચોખા ના લોટ ની પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા અને મગદાળ લઈ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી એક થી બે ગ્લાસ પાણી નાખો એક થી બે કલાક પહેલા પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા મગદાળ અને સાબુદાણા ને ગરણી માં નાખી ગાળી પાણી નીતરવા મૂકો. હવે મિક્સર જાર માં લીલ મરચા સુધારેલા, આદુના કટકા અને લસણ ની કણી નાખી પીસી લ્યો.

હવે એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા મરચા, આદુ અને લસણ ની પેસ્ટ નાખો સાથે , જીરું, સુધારેલ મીઠા લીમડા ના પાંદ, અને પલાળેલા મગદાળ અને સાબુદાણા  નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

લોટ માં થોડું થોડું કરી ગરમ પાણી નાખી લોટ ને ચમચા થી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો. વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો. લોટ સ્મૂથ થાય એટલે એમાંથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી ઢાંકી મુકો.

ત્યારબાદ પ્લાસ્ટિક ની થેલી પર તેલ લગાવી લ્યો અને અને વજન વાળી વસ્તુ પર પણ પ્લાસ્ટિક લગાવી એના પર પણ તેલ લગાવી લ્યો અને ત્યાર બાદ લુવા ને પ્લાસ્ટિક પર મૂકો અને વજન વડે દબાવી પૂરી બનાવી લ્યો અને બનાવેલી પૂરી ને કપડા પર મૂકતા જાઓ. આમ બધા લુવા માંથી પૂરી બનાવી લ્યો અને કપડા પર મૂકતા જાઓ.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી પૂરી નાખો લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ઉથલાવી ને તરી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને ત્યાર બાદ ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સવાર સાંજ ના નાસ્તામાં કે બાળકો ને ટિફિન માં કે પ્રવાસનમાં લઈ જવા તૈયાર છે ચોખા ના લોટ ની પાપડી.

Papdi recipe notess

  • લોટ ને ગરમ પાણીથી બાંધવા નો હોય હાથ ના બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું.
  • લસણ ના ખાતા હો તો ના નાખવું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત

ચોખા ના લોટ ની પાપડી - Chokha na lot ni papdi - ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત - Chokha na lot ni papdi banavani rit

Chokha na lot ni papdi banavani rit

આ પાપડી ને ચેકલું પણ કહેવાય છે આ એક સાઉથ ઇન્ડિયન ક્રિસ્પી પૂરી Chokha na lot ni papdi છે. જે એક વખત બનાવી લાંબા સમય સુંધીમજા લઈ શકાય છે મેંદા ની કે ઘઉંના લોટ ની પાપડી કે પૂરી ખાઈ ને કંટાળી ગયા હો અને નવાસ્વાદ ની પૂરી ખાવા માંગતા હો તો આ દિવાળી પર ચોક્કસ બનાવો આ પાપડી. તો ચાલો ચોખાના લોટ ની પાપડી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કથરોટ
  • 1 પ્લાસ્ટિક
  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ચોખા ના લોટ ની પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ ઘી
  • 400 ગ્રામ ચોખા નો લોટ /2 કપ
  • 2 ઇંચ આદુ નો ટુકડો
  • 5-7 લીલ મરચા
  • 5-7 લસણ ની કણી ( ઓપ્શનલ છે )
  • 1 ચમચી જીરું 1
  • 8-10 મીઠા લીમડા ના પાંદ સુધારેલ
  • 2 ચમચી પલાળેલી મગદાળ
  • 2 ચમચી પલાળેલા સાબુદાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Chokha na lot ni papdi banavani rit

  • ચોખા ના લોટ ની પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા અને મગદાળ લઈ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી એક થી બે ગ્લાસ પાણી નાખો એક થી બે કલાક પહેલા પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા મગદાળ અને સાબુદાણા ને ગરણી માં નાખી ગાળી પાણી નીતરવા મૂકો. હવે મિક્સર જાર માં લીલ મરચા સુધારેલા, આદુના કટકા અને લસણ ની કણી નાખી પીસી લ્યો.
  • હવે એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા મરચા, આદુ અને લસણ ની પેસ્ટ નાખો સાથે , જીરું, સુધારેલ મીઠા લીમડા ના પાંદ, અને પલાળેલા મગદાળ અને સાબુદાણા નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • લોટ માં થોડું થોડું કરી ગરમ પાણી નાખી લોટ ને ચમચા થી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો. વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો. લોટ સ્મૂથ થાય એટલે એમાંથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી ઢાંકી મુકો.
  • ત્યારબાદ પ્લાસ્ટિક ની થેલી પર તેલ લગાવી લ્યો અને અને વજન વાળી વસ્તુ પર પણ પ્લાસ્ટિક લગાવી એના પર પણ તેલ લગાવી લ્યો અને ત્યાર બાદ લુવા ને પ્લાસ્ટિક પર મૂકો અને વજન વડે દબાવી પૂરી બનાવી લ્યો અને બનાવેલી પૂરી ને કપડા પર મૂકતા જાઓ. આમ બધા લુવા માંથી પૂરી બનાવી લ્યો અને કપડા પર મૂકતા જાઓ.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી પૂરી નાખો લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ઉથલાવી ને તરી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને ત્યાર બાદ ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સવાર સાંજ ના નાસ્તામાં કે બાળકો ને ટિફિન માં કે પ્રવાસનમાં લઈ જવા તૈયાર છે ચોખા ના લોટ ની પાપડી.

Papdi recipe notess

  • લોટ ને ગરમ પાણીથી બાંધવા નો હોય હાથ ના બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું.
  • લસણ ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Ghau na lot ane gol na gud para | ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા

આજે આપણે ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવાની રીત શીખીશું. આ ગૂડપારા ને મીઠી મઠરી, મીઠા શક્કરપારા પણ કહેતા હોય છે. આ એક ક્રિસ્પી સોફ્ટ મીઠાઈ છે જે બિસ્કીટ કે બીજી મીઠાઈ ને પણ પાછળ મૂકી દે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર અને દરેક વાર તહેવાર પર બનાવી ઘરના સભ્યો સાથે મજા લેશો તો ચાલો Ghau na lot ane gol na gud para banavani rit શીખીએ.

ગુડપારા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • સોજી 4-5 ચમચી
  • ઘી 5-6 ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • છીણેલો ગોળ ½ કપ
  • પાણી ½ કપ
  • તરવા માટે તેલ

Gud para banavani rit

ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી નાખો અને એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગોળ ઓગળી લ્યો અને પાણી માં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ગોળ નું પાણી ગરણી થી બીજા વાસણમાં ગાળી લ્યો અને ઠંડુ થવા દયો.

હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી , એલચી પાઉડર, સફેદ તલ, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ નું પાણી થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો અને જો લોટ બાંધવા પાણી ની જરૂર લાગે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી બે ચાર લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી મનગમતા આકાર ના કટકા કરી પ્લેટ માં લ્યો આમ બધા લુવા ને વણી કટકા કરી એક પ્લેટ માં મૂકો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ પારા નાખી થોડી વાર એમજ રહેવા દયો ને બે મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ત્યાર બાદ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ થોડા થોડા કરી બધા ગુડપારા તરી લ્યો અને ઠંડા કરો. તૈયાર ગુડપારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા.

Gud para recipe notes

  • તમે ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
  • ગુડપારા ને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને ક્રિસ્પી બને.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુડપારા બનાવવાની રીત

ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા - Ghau na lot ane gol na gud para - ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવાની રીત - Ghau na lot ane gol na gud para banavani rit

Ghau na lot ane gol na gud para banavani rit

આજે આપણે ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવાની રીત શીખીશું. આ ગૂડપારાને મીઠી મઠરી, મીઠા શક્કરપારા પણ કહેતા હોય છે. આ એક ક્રિસ્પીસોફ્ટ મીઠાઈ છે જે બિસ્કીટ કે બીજી મીઠાઈ ને પણ પાછળ મૂકી દે છે અને એક વખત બનાવ્યાપછી વારંવાર અને દરેક વાર તહેવાર પર બનાવી ઘરના સભ્યો સાથે મજા લેશો તો ચાલો Ghau na lot ane gol na gud para banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

ગુડપારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 4-5 ચમચી સોજી
  • 5-6 ચમચી ઘી
  • 2-3 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ કપ છીણેલો ગોળ
  • ½ કપ પાણી
  • તરવા માટે તેલ

Instructions

gud para banavani rit

  • ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી નાખો અને એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગોળ ઓગળી લ્યો અને પાણી માં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ગોળ નું પાણી ગરણી થી બીજા વાસણમાં ગાળી લ્યો અને ઠંડુ થવા દયો.
  • હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી , એલચી પાઉડર, સફેદ તલ, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ નું પાણી થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો અને જો લોટ બાંધવા પાણી ની જરૂર લાગે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી બે ચાર લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી મનગમતા આકાર ના કટકા કરી પ્લેટ માં લ્યો આમ બધા લુવા ને વણી કટકા કરી એક પ્લેટ માં મૂકો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ પારા નાખી થોડી વાર એમજ રહેવા દયો ને બે મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ત્યાર બાદ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • આમ થોડા થોડા કરી બધા ગુડપારા તરી લ્યો અને ઠંડા કરો. તૈયાર ગુડપારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા.

Gud para recipe notes

  • તમે ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
  • ગુડપારા ને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને ક્રિસ્પી બને.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Soji na Biscuit : સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે સોજી ના બિસ્કીટ શીખીશું. આ બિસ્કીટ બજાર ના બિસ્કીટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી સાચવી શકાય છે. જો તમે તમારા બાળકો ને કઈક સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી ખવડાવવા માંગતા હો તો ચોક્કસ એક વખત આ Soji na Biscuit banavani recipe ઘરે બનાવી ખવડાવી શકો છો. તેમજ આવતા દિવાળી ના તહેવાર પર તૈયાર કરી આવનાર મહેમાન ને પણ ખવડાવી શકો છો.

સોજી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • દહીં ½ કપ
  • સોજી 2 કપ
  • પીસેલી ખાંડ ¾ કપ
  • સૂકા નારિયળ નું છીણ 4-5 ચમચી
  • ઘી 4-5 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • કાજુ ના કટકા 1-2 ચમચી
  • બદામ ના કટકા 1 ચમચી
  • મીઠું 1-2 ચપટી
  • તરવા માટે તેલ

Soji na Biscuit banavani recipe

સોજી ના બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો. દહીં ને બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો દહીં સ્મુથ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો. ખાંડ દહીં સાથે મિક્સ થઈ ઓગળી જાય ત્યાર બાદ એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એલચી પાઉડર, મીઠું અને ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરો.

હવે દહીં ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે મિક્સર જારમાં સોજી નાખી સોજી ને પીસી લ્યો અને એક બાજુ મૂકેલા દહીં ના મિશ્રણ માં પીસેલી સોજી નાખો સાથે બદામ ના કટકા અને કાજુના કટકા નાખી હલકા હાથે ગમે તે એક બાજુ જ હલાવતા રહી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ઢાંકી ને અડધો કલાક ફ્રીઝ માં મૂકી દયો.

અડધા કલાક પછી મિશ્રણ બહાર કાઢી હલકા હાથે મિક્સ કરી સ્મુથ લોટ બાંધી લ્યો અને ને ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ બાકી માં ભાગ ને ફ્રીઝ માં મૂકો. હવે બહાર રાખેલ મિશ્રણ નો લાંબો મીડીયમ સાઇઝ નો રોલ બનાવી લ્યો અને ચાકુ થી કાપા કરી લ્યો અને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવી લઈ ચાકુથી કાપી કટકા કરી પ્લેટ માં મૂકતા જાઓ.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં ફ્રીઝ માંથી કાઢી તેલ માં નાખી બે ચાર મિનિટ હલાવ્યા વગર એમજ તરવા દયો ચાર પાંચ મિનિટ પછી હલકા હાથે ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલકા હાથે ઉથલાવી તરી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.

આમ થોડા થોડા અથવા એક વખત માં કડાઈ માં સમાય એટલા કટકા નાખતા જઈ લાઈટ ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તૈયાર બિસ્કીટ ને ઠંડા થવા દયો. બિસ્કીટ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો સોજી ના બિસ્કીટ.

Soji Biscuit recipe notes

  • પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બિસ્કીટ ને મિડીયમ ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી

સોજી ના બિસ્કીટ - Soji na Biscuit - સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી - Soji na Biscuit banavani recipe

Soji na Biscuit banavani recipe

મિત્રો આજે આપણે સોજી ના બિસ્કીટ શીખીશું. આ બિસ્કીટ બજાર ના બિસ્કીટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવીલાંબા સમય સુંધી સાચવી શકાય છે. જો તમે તમારા બાળકો ને કઈક સ્વાદિષ્ટની સાથે હેલ્થી ખવડાવવા માંગતા હો તો ચોક્કસ એક વખત આ Soji na Biscuit banavani recipe ઘરે બનાવી ખવડાવી શકો છો. તેમજ આવતા દિવાળી ના તહેવાર પર તૈયાર કરી આવનાર મહેમાન ને પણ ખવડાવી શકો છો.
2 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

સોજી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહીં
  • 2 કપ સોજી
  • ¾ કપ પીસેલી ખાંડ
  • 4-5 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 4-5 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1-2 ચમચી કાજુ ના કટકા
  • 1 ચમચી બદામ ના કટકા
  • 1-2 ચપટી મીઠું
  • તરવા માટે તેલ

Instructions

Soji na Biscuit banavani recipe

  • સોજી ના બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો. દહીં ને બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો દહીં સ્મુથ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો. ખાંડ દહીં સાથે મિક્સ થઈ ઓગળી જાય ત્યાર બાદ એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એલચી પાઉડર, મીઠું અને ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરો.
  • હવે દહીં ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે મિક્સર જારમાં સોજી નાખી સોજી ને પીસી લ્યો અને એક બાજુ મૂકેલા દહીં ના મિશ્રણ માં પીસેલી સોજી નાખો સાથે બદામ ના કટકા અને કાજુના કટકા નાખી હલકા હાથે ગમે તે એક બાજુ જ હલાવતા રહી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ઢાંકી ને અડધો કલાક ફ્રીઝ માં મૂકી દયો.
  • અડધા કલાક પછી મિશ્રણ બહાર કાઢી હલકા હાથે મિક્સ કરી સ્મુથ લોટ બાંધી લ્યો અને ને ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ બાકી માં ભાગ ને ફ્રીઝ માં મૂકો. હવે બહાર રાખેલ મિશ્રણ નો લાંબો મીડીયમ સાઇઝ નો રોલ બનાવી લ્યો અને ચાકુ થી કાપા કરી લ્યો અને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવી લઈ ચાકુથી કાપી કટકા કરી પ્લેટ માં મૂકતા જાઓ.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં ફ્રીઝ માંથી કાઢી તેલ માં નાખી બે ચાર મિનિટ હલાવ્યા વગર એમજ તરવા દયો ચાર પાંચ મિનિટ પછી હલકા હાથે ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલકા હાથે ઉથલાવી તરી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.
  • આમ થોડા થોડા અથવા એક વખત માં કડાઈ માં સમાય એટલા કટકા નાખતા જઈ લાઈટ ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તૈયાર બિસ્કીટ ને ઠંડા થવા દયો. બિસ્કીટ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો સોજી ના બિસ્કીટ.

Soji Biscuit recipe notes

  • પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બિસ્કીટ ને મિડીયમ ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Veg Kurma ni recipe : વેજ કુરમા બનાવવાની રેસીપી

મિત્રો આજે વેજ કુરમા બનાવવાની રીત શીખીશું. જેને તમે વેજીટેબલ સાગુ કે મિક્સ વેજીટેબલ સાગું પણ કહેવાય છે આ શાક સાઉથ ઇન્ડિયન સ્વાદ નું બને છે જેમાં અલગ અલગ ઘણા શાક નાખવામાં આવે છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને નાના મોટા બધા ને પસંદ આવશે. આ શાક ને તમે ભાત, રોટલી, પરોઠા અને પૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો Veg Kurma ni recipe શીખીએ.

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • લીલા નારિયળ નું છીણ 1 કપ
  • ફોતરા વગરની દાળિયા દાળ 2-3 ચમચી
  • કાજુ 8-10
  • તજ નો ટુકડો 1 નાનો
  • એલચી 2
  • લવિંગ 1-2
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લસણ ની કણી 4-5
  • આદુ નો કટકો ½ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • મીઠા લીમડા ના પાન 10-12
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ફુદીના ના પાંદ 15-20
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શાક માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • મિડીયમ સુધારેલ બટાકા 1
  • ગાજર સુધારેલ 1
  • ફણસી સુધારેલ 1 કપ
  • વટાણા ¼ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી 1-2 કપ

વેજ કુરમા બનાવવાની રેસીપી

વેજ કુરમા બનાવવા સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ શાક નો વઘાર કરી એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી શાક ને બરોબર ચડાવી લેશું અને તૈયાર શાક ને રોટલી, નાન, પરોઠા કે પૂરી સાથે સર્વ કરીશું.

ગ્રેવી બનાવવાની રીત

ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં છીણેલું નારિયળ, ફોતરા વગરની દાળિયા દાળ, લીલા મરચા સુધારેલા, કાજુ, તજ નો ટુકડો, એલચી, લવિંગ, જીરું, વરિયાળી, લસણ ની કણી, આદુ નો કટકો, મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગ્રેવી માટે એમાં અડધો થી એક કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ગ્રેવી બનાવી લ્યો.

શાક બનાવવા માટેની રીત

કુરમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.

ચાર મિનિટ પછી એમાં સુધારેલ ફણસી , ગાજરના કટકા, વટાણા અને ઝીણા સમારેલા ટામેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બધા શાક ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

પાંચ સાત મિનિટ પછી એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે ગરમ મસાલો નાખી ગ્રેવી સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને તૈયાર શાક ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ કુરમા.

Veg Kurma recipe notes

  • અહી તમે શાક માં તમારી પસંદ ના બીજા શાક પણ ઝીણા સમારી નાખી શકો છો.
  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Veg Kurma ni recipe

વેજ કુરમા - Veg Kurma - વેજ કુરમા બનાવવાની રેસીપી - Veg Kurma ni recipe

Veg Kurma ni recipe

મિત્રો આજે વેજ કુરમા બનાવવાની રીત શીખીશું. જેને તમે વેજીટેબલ સાગુ કે મિક્સ વેજીટેબલ સાગું પણ કહેવાય છે આ શાક સાઉથ ઇન્ડિયન સ્વાદ નું બને છે જેમાંઅલગ અલગ ઘણા શાક નાખવામાં આવે છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને નાના મોટા બધાને પસંદ આવશે. આ શાક ને તમે ભાત, રોટલી, પરોઠા અનેપૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો Veg Kurma ni recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા નારિયળ નું છીણ
  • 2-3 ચમચી ફોતરા વગરની દાળિયા દાળ
  • 8-10 કાજુ
  • 1 નાનો તજ નો ટુકડો
  • 2 એલચી
  • 1-2 લવિંગ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 4-5 લસણ ની કણી
  • ½ ઇંચ આદુ નો કટકો
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 10-12 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 15-20 ફુદીના ના પાંદ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શાક માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 મિડીયમ સુધારેલ બટાકા
  • 1 ગાજર સુધારેલ
  • 1 કપ ફણસી સુધારેલ
  • ¼ કપ વટાણા
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 કપ પાણી

Instructions

Veg Kurma ni recipe

  • વેજ કુરમા બનાવવા સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ શાક નો વઘાર કરી એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી શાક ને બરોબર ચડાવી લેશું અને તૈયાર શાક ને રોટલી, નાન, પરોઠા કે પૂરી સાથે સર્વ કરીશું.

ગ્રેવી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં છીણેલું નારિયળ, ફોતરા વગરની દાળિયા દાળ, લીલા મરચા સુધારેલા, કાજુ, તજ નો ટુકડો, એલચી, લવિંગ, જીરું, વરિયાળી, લસણ ની કણી, આદુ નો કટકો, મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગ્રેવી માટે એમાં અડધો થી એક કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ગ્રેવી બનાવી લ્યો.

શાક બનાવવા માટેની રીત

  • કુરમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
  • ચાર મિનિટ પછી એમાં સુધારેલ ફણસી , ગાજરના કટકા, વટાણા અને ઝીણા સમારેલા ટામેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બધા શાક ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • પાંચ સાત મિનિટ પછી એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે ગરમ મસાલો નાખી ગ્રેવી સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને તૈયાર શાક ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ કુરમા.

Veg Kurma recipe notes

  • અહી તમે શાક માં તમારી પસંદ ના બીજા શાક પણ ઝીણા સમારી નાખી શકો છો.
  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

White Sauce Macaroni Pasta : વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત

પાસ્તા ત્રણ પ્રકારની ગ્રેવી માં તૈયાર થતાં હોય છે વ્હાઈટ, પિંક અને રેડ ગ્રેવી. જેમાંથી આપણે ઘરે વધારે પડતાં રેડ ગ્રેવી પાસ્તા બનાવતા હોઈએ છીએ અને બાકી ની પિંક અને વ્હાઇટ ગ્રેવી વાળા પાસ્તા બહાર જઈએ ત્યારે મંગવતા હોઈએ છીએ કેમકે આપણે વ્હાઇટ ગ્રેવી કેમ બનશે ને સારી બનશે કે નહિ એ મુજવણ હોય છે તો આજ બહાર જેવોજ વ્હાઈટ સોસ ઘરે બનાવતા શીખીશું અને વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા White Sauce Macaroni Pasta banavani rit શીખીએ.

સોસ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • ઘઉંનો લોટ 2-3 ચમચી
  • દૂધ 1 ½ કપ
  • મિક્સ હર્બસ ½ ચમચી
  • રેડ ચીલી ફ્લેક્સ ½  ચમચી
  • પ્રોસેસ ચીઝ 1-2 ક્યૂબ
  • પાણી જરૂર મુજબ

પાસ્તા માટેની સામગ્રી

  • મેક્રોની પાસ્તા 2 કપ
  • ઝીણું સમારેલું લસણ 1 ચમચી
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¼  કપ
  • મરી પાઉડર ⅛ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼  કપ
  • ઝીણું સમારેલું ગાજર ¼  કપ
  • બાફેલી મકાઈ ના દાણા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

White Sauce Macaroni Pasta banavani rit

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક થી દોઢ ચમચી મીઠું નાખો અને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મેક્રોની પાસ્તા નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો અને ત્યાર બાદ ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈમાં એક ને ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને ગાજર અને બાફેલી મકાઈ  નાખી મિક્સ કરી શેકી લ્યો.

બધી સામગ્રી ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું સ્વાદ મરી પાઉડર નાખી મિક્સ કરો અને કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હલાવતા રહી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો લોટ શેકી લીધા બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

લોટ માં ગાંઠા ના રહે એમ મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ત્યાર બાદ બરોબર મિક્સ કરતા જઈ સોસ ને ચડાવી લ્યો. સોસ ઉકળવા લાગે એટલે એમાં છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો .

હવે એમાં શેકી રાખેલ શાક અને બાફી રાખેલ મેક્રોની પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સોસ સાથે એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વ્હાઈટ સોસ પાસ્તા.

Pasta recipe notes

  • પાસ્તા તમે સોજી ના અથવા ઓટ્સ ના અથવા તમારા પાસે હોય એ કોઈ પણ વાપરી શકો છો
  • જો તમને પાસ્તા માં શાક ભાજી ના પસંદ હોય તો એ સ્કિપ પણ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા - White Sauce Macaroni Pasta - વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત - White Sauce Macaroni Pasta banavani rit

White Sauce Macaroni Pasta banavani rit

પાસ્તા ત્રણ પ્રકારની ગ્રેવી માં તૈયાર થતાં હોય છે વ્હાઈટ, પિંક અને રેડગ્રેવી. જેમાંથી આપણે ઘરે વધારે પડતાં રેડગ્રેવી પાસ્તા બનાવતા હોઈએ છીએ અને બાકી ની પિંક અને વ્હાઇટ ગ્રેવી વાળા પાસ્તા બહારજઈએ ત્યારે મંગવતા હોઈએ છીએ કેમકે આપણે વ્હાઇટ ગ્રેવી કેમ બનશે ને સારી બનશે કે નહિએ મુજવણ હોય છે તો આજ બહાર જેવોજ વ્હાઈટ સોસ ઘરે બનાવતા શીખીશું અને વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા White Sauce Macaroni Pasta banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોસ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી ઘઉંનો લોટ
  • 1 ½ કપ દૂધ
  • ½ ચમચી મિક્સ હર્બસ
  • ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  • 1-2 ક્યૂબ પ્રોસેસ ચીઝ
  • પાણી જરૂર મુજબ

પાસ્તા માટેની સામગ્રી

  • 2 કપ મેક્રોની પાસ્તા
  • 1 ચમચી ઝીણું સમારેલું લસણ
  • ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ચમચી મરી પાઉડર
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું ગાજર
  • ¼ કપ બાફેલી મકાઈ ના દાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

White Sauce Macaroni Pasta banavani rit

  • વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક થી દોઢ ચમચી મીઠું નાખો અને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મેક્રોની પાસ્તા નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો અને ત્યાર બાદ ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈમાં એક ને ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને ગાજર અને બાફેલી મકાઈ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • બધી સામગ્રી ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું સ્વાદ મરી પાઉડર નાખી મિક્સ કરો અને કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હલાવતા રહી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો લોટ શેકી લીધા બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • લોટ માં ગાંઠા ના રહે એમ મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ત્યાર બાદ બરોબર મિક્સ કરતા જઈ સોસ ને ચડાવી લ્યો. સોસ ઉકળવા લાગે એટલે એમાં છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો .
  • હવે એમાં શેકી રાખેલ શાક અને બાફી રાખેલ મેક્રોની પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સોસ સાથે એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વ્હાઈટ સોસ પાસ્તા.

Pasta recipe notes

  • પાસ્તા તમે સોજી ના અથવા ઓટ્સ ના અથવા તમારા પાસે હોય એ કોઈ પણ વાપરી શકો છો
  • જો તમને પાસ્તા માં શાક ભાજી ના પસંદ હોય તો એ સ્કિપ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી | bura khand

નમસ્તે મિત્રો આજે આપણે તગાર / બુરા ખાંડ બનાવવાની રીત શીખીશું. આપણે જ્યારે પણ બહાર થી મીઠાઈ લઈ આવીએ ત્યારે એક પ્રશ્ન હમેશા થાય કે હલવાઇ ની ખાંડ કેમ આટલી દાણીદાર કરતા હસે. તો આજ આપણે હલવાઈ લોકો મીઠાઈ બનાવવા જે ખાંડ વાપરે છે એ ખાંડ ઘરે બનાવી બજાર થી પણ ઘણી સારી મીઠાઈ ઘરે તૈયાર કરી મજા લઇ શકો છો અને  આ દિવાળી પર ઘરે બજાર જેવી મીઠાઈ બનાવી મજા લઈ શકો છો. તો ચાલો tagar recipe – bura khand banavani rit શીખીએ.

તગાર બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 4 કપ
  • પાણી 1 કપ
  • ઘી 1-2 ચમચી

તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી

તગાર / બુરા ખાંડ બનાવવા સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો અને સાત થી આઠ મિનિટ ઉકાળી લ્યો અને ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ ફૂલ કરી હલાવતા રહો.

હવે મિડીયમ તાપે બીજી સાત મિનિટ હલાવતા રહો અને પાંચ મિનિટ પછી બે ચમચી ઘી નાખી મિક્સ કરી હલાવતા રહો. ઘી નાખ્યા પછી બીજી બે ચાર મિનિટ હલાવો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને હવે ચમચા થી હલાવતા રહો અને જો કોઈ મોટા ગાંઠા હોય તો એને તોડતા રહો. આમ ગેસ પરથી ઉતર્યા પછી હલાવવાનું બંધ ના કરવું નહિતર ચાસણી જામી ને કઠણ પાણા જેવી બની જસે.

ખાંડ ને હલાવતા રહી તોડતા રહેશો તો ગાંઠા નહિ બને ઘણા. બુરા ખાંડ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ ચારણી થી ચાળી લઈ બનેલા ગાંઠા ને તોડી તોડી ચાળી લ્યો,

ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ મીઠાઈ બનાવી હોય ત્યારે વાપરી શકો છો અને આ તગાર / બુરા ખાંડ નો ઉપયોગ તમે ચાર પાંચ મહિના સુંધી કરી શકો છો. તો તૈયાર છે તગાર / બુરા ખાંડ.

Tagar recipe notes

  • તગાર / બુરા ખાંડ બનાવતી વખતે જો મોટા મોટા ગાંઠા રહી ગયા હોય તો એક વખત મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ને તોડી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bura khand recipe | tagar recipe

તગાર બનાવવાની રેસીપી - બુરા ખાંડ ની રેસીપી - bura khand

bura khand recipe | tagar recipe

નમસ્તે મિત્રો આજે આપણે તગાર / બુરા ખાંડ બનાવવાની રીત શીખીશું. આપણે જ્યારે પણ બહારથી મીઠાઈ લઈ આવીએ ત્યારે એક પ્રશ્ન હમેશા થાય કે હલવાઇ ની ખાંડ કેમ આટલી દાણીદાર કરતાહસે. તો આજ આપણે હલવાઈ લોકો મીઠાઈ બનાવવા જે ખાંડ વાપરે છે એખાંડ ઘરે બનાવી બજાર થી પણ ઘણી સારી મીઠાઈ ઘરે તૈયાર કરી મજા લઇ શકો છો અને  આ દિવાળી પર ઘરે બજાર જેવી મીઠાઈબનાવી મજા લઈ શકો છો. તો ચાલો tagar recipe – bura khand banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 કપ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

તગાર બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • 1-2 ચમચી ઘી

Instructions

તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી

  • તગાર / બુરા ખાંડ બનાવવા સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો અને સાત થી આઠ મિનિટ ઉકાળી લ્યો અને ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ ફૂલ કરી હલાવતા રહો.
  • હવે મિડીયમ તાપે બીજી સાત મિનિટ હલાવતા રહો અને પાંચ મિનિટ પછી બે ચમચી ઘી નાખી મિક્સ કરી હલાવતા રહો. ઘી નાખ્યા પછી બીજી બે ચાર મિનિટ હલાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને હવે ચમચા થી હલાવતા રહો અને જો કોઈ મોટા ગાંઠા હોય તો એને તોડતા રહો. આમ ગેસ પરથી ઉતર્યા પછી હલાવવાનું બંધ ના કરવું નહિતર ચાસણી જામી ને કઠણ પાણા જેવી બની જસે.
  • ખાંડ ને હલાવતા રહી તોડતા રહેશો તો ગાંઠા નહિ બને ઘણા. બુરા ખાંડ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ ચારણી થી ચાળી લઈ બનેલા ગાંઠા ને તોડી તોડી ચાળી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ મીઠાઈ બનાવી હોય ત્યારે વાપરી શકો છો અને આ તગાર / બુરા ખાંડ નો ઉપયોગ તમે ચાર પાંચ મહિના સુંધી કરી શકો છો. તો તૈયાર છે તગાર / બુરા ખાંડ.

Tagar recipe notes

  • તગાર / બુરા ખાંડ બનાવતી વખતે જો મોટા મોટા ગાંઠા રહી ગયા હોય તો એક વખત મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ને તોડી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી