Home Blog Page 53

Juwar Almond Cookie : જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત

દિવાળી પર કઈક હેલ્થી બનાવી ને ખાવાનું પસંદ કરતા હો તો આજ ની અમારી રેસિપી તમારા માટે જ છે જે જુવારના લોટ માંથી બનાવેલ હોવાથી ગ્લુટેન ફ્રી છે અને ગોળ માંથી બનાવેલ હોવાથી હેલ્થી પણ જુવાર આલમન્ડ કુકી છે અને સાથે બદામ થી ભરપુર છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી વાનગી છે તો ચાલો Juwar Almond Cookie banavani rit શીખીએ.

જુવાર આલમન્ડ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ⅓ કપ
  • જુવાર નો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ⅔ કપ
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • મીઠું ¼ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • સાબુદાણા પાઉડર ¼ કપ
  • બદામ પાઉડર ½ કપ
  • દૂધ ½ કપ
  • બદામ ની કતરણ 3-4 ચમચી

જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત

જુવાર આલમન્ડ કુકી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં છીણેલો ગોળ, ઘી લઈ બને ને બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને દસ મિનિટ ગમે તે એક બાજુ હલાવતા રહો દસ મિનિટ પછી એમાં વેનીલા એસેન્સ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખી ફરી બે ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં ચારણી થી ચાળી ને જુવાર નો લોટ, બદામ પાઉડર, સાબુદાણા પાઉડર નાખી ચાળી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને લોટ સ્મુથ બનાવવા જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થીદ દોઢ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.

જે પ્લેટ માં કુકી બેક કરવાની હોય એમાં ઘી લગાવી લ્યો અથવા બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. અને ફ્રીઝ માં મુકેલી તપેલી બહાર કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં થોડું મીઠું નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો.

કડાઈ ગરમ થાય ત્યાં સુંધી જુવાર ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કુકી બનાવી ગ્રીસ કરેલ પ્લેટ માં થોડું થોડું અંતર રાખી મૂકો. અને ઉપર બદામ ની કતરણ મૂકો.

આમ એક પ્લેટ માં સમાય એટલી કુકી મૂકી પ્લેટ ને કડાઈ માં મૂકી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી  વાળી પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ ને બેક કરવા મૂકો અને બહાર કાઢેલ પ્લેટ ને થોડી ઠંડી થવા દયો,

ત્યાર બાદ કુકી ભેગી કરી લ્યો આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને પરિવાર સાથે મજા જુવાર આલમન્ડ કુકી.

  • અહીં તમે પ્લેટ માં સિલ્વર ફોઇલ પણ લગાવી શકો છો અથવા એલ્યુમિનિયમ ની થાળી પણ વાપરી શકો છો.
  • કુકી ને 170 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં દસ પંદર મિનિટ બેક પણ કરી શકો છો.
  • કુકી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ જ પ્લેટ માંથી લેવી નહીંતર કુકી તૂટી જસે.
  • અહી અમે એક વખત માં કુકી ને ચડવા માટે જેટલો સમય લાગે એ લખેલ છે.
  • સાબુદાણા નો પાઉડર તમે સાબુદાણા ને મિક્સર જારમાં પીસી ચારણીથી ચાળી ને તૈયાર કરી શકો છો.
  • બદામ નો પાઉડર બજાર માં તૈયાર મળે છે એ અથવા પ્લસ મોડ માં થોડી થોડી કરી બદામ ને પીસી ને બદામ નો પાઉડર તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર આલમન્ડ કુકી - Juwar Almond Cookie - જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત - Juwar Almond Cookie banavani rit

Juwar Almond Cookie banavani rit

દિવાળી પર કઈક હેલ્થી બનાવી ને ખાવાનું પસંદ કરતા હો તોઆજ ની અમારી રેસિપી તમારા માટે જ છે જે જુવારના લોટ માંથી બનાવેલ હોવાથી ગ્લુટેન ફ્રીછે અને ગોળ માંથી બનાવેલ હોવાથી હેલ્થી પણ જુવાર આલમન્ડ કુકી છે અને સાથે બદામ થી ભરપુરછે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી વાનગી છે તો ચાલો Juwar Almond Cookie banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 તપેલી
  • 1 બટર પેપર
  • 1 કડાઈ / કુકર, ટ્રે

Ingredients

જુવાર આલમન્ડ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • કપ ઘી
  • 1 કપ જુવાર નો લોટ
  • કપ છીણેલો ગોળ
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ¼ ચમચી મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ કપ સાબુદાણા પાઉડર
  • ½ કપ બદામ પાઉડર
  • ½ કપ દૂધ
  • 3-4 ચમચી બદામ ની કતરણ

Instructions

Juwar Almond Cookie banavani rit

  • જુવાર આલમન્ડ કુકી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં છીણેલો ગોળ, ઘી લઈ બને ને બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને દસ મિનિટ ગમે તે એક બાજુ હલાવતા રહો દસ મિનિટ પછી એમાં વેનીલા એસેન્સ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખી ફરી બે ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ચારણી થી ચાળી ને જુવાર નો લોટ, બદામ પાઉડર, સાબુદાણા પાઉડર નાખી ચાળી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને લોટ સ્મુથ બનાવવા જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થીદ દોઢ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
  • જે પ્લેટ માં કુકી બેક કરવાની હોય એમાં ઘી લગાવી લ્યો અથવા બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. અને ફ્રીઝ માં મુકેલી તપેલી બહાર કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં થોડું મીઠું નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો.
  • કડાઈ ગરમ થાય ત્યાં સુંધી જુવાર ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કુકી બનાવી ગ્રીસ કરેલ પ્લેટ માં થોડું થોડું અંતર રાખી મૂકો. અને ઉપર બદામ ની કતરણ મૂકો.
  • આમ એક પ્લેટ માં સમાય એટલી કુકી મૂકી પ્લેટ ને કડાઈ માં મૂકી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી વાળી પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ ને બેક કરવા મૂકો અને બહાર કાઢેલ પ્લેટ ને થોડી ઠંડી થવા દયો,
  • ત્યાર બાદ કુકી ભેગી કરી લ્યો આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને પરિવાર સાથે મજા જુવાર આલમન્ડ કુકી.

Juwar Almond Cookie recipe notes

  • અહીં તમે પ્લેટ માં સિલ્વર ફોઇલ પણ લગાવી શકો છો અથવા એલ્યુમિનિયમ ની થાળી પણ વાપરી શકો છો.
  • કુકી ને 170 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં દસ પંદર મિનિટ બેક પણ કરી શકો છો.
  • કુકી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ જ પ્લેટ માંથી લેવી નહીંતર કુકી તૂટી જસે.
  • અહી અમે એક વખત માં કુકી ને ચડવા માટે જેટલો સમય લાગે એ લખેલ છે.
  • સાબુદાણા નો પાઉડર તમે સાબુદાણા ને મિક્સર જારમાં પીસી ચારણીથી ચાળી ને તૈયાર કરી શકો છો.
  • બદામ નો પાઉડર બજાર માં તૈયાર મળે છે એ અથવા પ્લસ મોડ માં થોડી થોડી કરી બદામ ને પીસી ને બદામ નો પાઉડર તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Cheese Chilli Sandwich : ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

મિત્રો આજે આપણે ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત શીખીશું. આ સેન્ડવિચ રેગ્યુલર સેન્ડવિચ કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી ને ખાસો એટલી સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે. તો ચાલો Cheese Chilli Sandwich banavani rit શીખીએ.

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • ઝીણા સમારેલા કેપ્સીકમ 1
  • મોઝરેલા ચીઝ 50 ગ્રામ
  • પ્રોસેસ ચીઝ 100 ગ્રામ
  • સેન્ડવિચ મસાલા 1 ચમચી
  • લીલી ચટણી 5-7 ચમચી
  • માખણ જરૂર મુજબ

લીલી ચટણી માટેની સામગ્રી

  • લીલ ધાણા સુધારેલા 1 કપ
  • લીલ મરચા સુધારેલા 5-6
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • લસણ ની કણી 5-7
  • દાળિયા દાળ 1 ચમચી
  • સેન્ડવિચ મસાલા 1 ચમચી
  • બરફ ના કટકા 5-6

સેન્ડવિચ મસાલા બનાવવા માટેની સામગ્રી

  • જીરું 2 ચમચી
  • મરી 1 ચમચી
  • લવિંગ 2
  • વરિયાળી 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા દાડમ ના દાણા 1 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું 2 ½ ચમચી

Cheese Chilli Sandwich banavani rit

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર કરીશું ત્યાર બાદ લીલી ચારણી તૈયાર કરીશું અને છેલ્લે બધી સામગ્રી સાથે સેન્ડવિચ તૈયાર કરીશું.

સેન્ડવિચ માટેનો મસાલો બનાવવાની રીત

મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, મરી, લવિંગ, વરિયાળી નાખી ધીમા તાપે હલાવી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, હિંગ, સૂકા દાડમ ના દાણા, સંચળ, મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે સેન્ડવિચ મસાલો.

લીલી ચટણી બનાવવાની રીત

લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરી રાખેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ, દાળિયા દાળ, લસણ ની કણી, સેન્ડવિચ મસાલો અને બેગ ના કટકા નાખી ચટણી ને પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકો.

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, સેન્ડવિચ મસાલા, લીલી ચટણી નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવો ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવિચ ને ગ્રિલ કે સેન્ડવિચ મશીન માં મૂકી બને બાજુ તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

આમ એક બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી બધી સેન્ડવિચ ને શેકી લ્યો અને તૈયાર સેન્ડવિચ ની મજા લ્યો લીલી ચટણી સાથે તો તૈયાર છે ચીઝ ચિલી સેન્ડવિચ.

Sandwich recipe notes

  • સેન્ડવિચ મસાલા ને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી લાંબો સમય સુંધી વાપરી શકાય છે.
  • તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

ચીઝ ચિલી સેન્ડવિચ - Cheese Chilli Sandwich - ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત - Cheese Chilli Sandwich banavani rit

Cheese Chilli Sandwich banavani rit

મિત્રો આજે આપણે ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત શીખીશું. આ સેન્ડવિચરેગ્યુલર સેન્ડવિચ કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી નેખાસો એટલી સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે. તો ચાલો Cheese Chilli Sandwich banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ
  • 1 સેન્ડવિચ મશીન

Ingredients

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ જરૂર મુજબ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા કેપ્સીકમ
  • 50 ગ્રામ મોઝરેલા ચીઝ
  • 100 ગ્રામ પ્રોસેસ ચીઝ
  • 1 ચમચી સેન્ડવિચ મસાલા
  • 5-7 ચમચી લીલી ચટણી
  • માખણ જરૂર મુજબ

લીલી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલ ધાણા સુધારેલા 1
  • 5-6 લીલ મરચા સુધારેલા
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • 5-7 લસણ ની કણી
  • 1 ચમચી દાળિયા દાળ
  • 1 ચમચી સેન્ડવિચ મસાલા
  • 5-6 બરફ ના કટકા

સેન્ડવિચ મસાલા બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 2 લવિંગ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી સૂકા દાડમ ના દાણા
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી સંચળ
  • ચમચી મીઠું

Instructions

Cheese Chilli Sandwich banavani rit

  • ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર કરીશું ત્યાર બાદ લીલી ચારણી તૈયાર કરીશું અને છેલ્લે બધી સામગ્રી સાથે સેન્ડવિચ તૈયાર કરીશું.

સેન્ડવિચ માટેનો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, મરી, લવિંગ, વરિયાળી નાખી ધીમા તાપે હલાવી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, હિંગ, સૂકા દાડમ ના દાણા, સંચળ, મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે સેન્ડવિચ મસાલો.

લીલી ચટણી બનાવવાની રીત

  • લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરી રાખેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ, દાળિયા દાળ, લસણ ની કણી, સેન્ડવિચ મસાલો અને બેગ ના કટકા નાખી ચટણી ને પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકો.

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

  • એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, સેન્ડવિચ મસાલા, લીલી ચટણી નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવો ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવિચ ને ગ્રિલ કે સેન્ડવિચ મશીન માં મૂકી બને બાજુ તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • આમ એક બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી બધી સેન્ડવિચ ને શેકી લ્યો અને તૈયાર સેન્ડવિચ ની મજા લ્યો લીલી ચટણી સાથે તો તૈયાર છે ચીઝ ચિલી સેન્ડવિચ.

Sandwich recipe notes

  • સેન્ડવિચ મસાલા ને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી લાંબો સમય સુંધી વાપરી શકાય છે.
  • તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Bombay Ice Halwa : બોમ્બ આઈસ હલવો

મિત્રો આ બોમ્બ આઈસ હલવો બોમ્બ માં ખૂબ પ્રખ્યાત છે અને બોમ્બે માં એને માહિમ હલવા ના નામ થી પણ પ્રખ્યાત છે. આ હલવો આપણે બધા પહેલા કોઈ બોમ્બ જતું ત્યારે ચોક્કસ મંગાવતા અને જ્યારે પણ આવે ત્યારે ખૂબ પસંદ કરતા. તો હવે કોઈ ના બોમ્બ થી આવવાની રાહ ના જોતા ઘરે ઘરમાં રહેલ સામગ્રી માંથી એ ટેસ્ટી Bombay Ice Halwa banavani rit શીખીશું.

બોમ્બ આઈસ હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • ખાંડ 1 ½ કપ
  • ઘી ½ કપ
  • દૂધ ½ કપ
  • કેસર ના તાંતણા 15-20
  • પીળો ફૂડ કલર 1-2 ટીપાં. (ઓપ્શનલ છે )
  • એલચી ના દાણા અધ કચરા પીસેલા ½ ચમચી
  • બદામ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી

Bombay Ice Halwa banavani rit

બોમ્બ આઈસ હલવો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસરના તાંતણા ને ક્રશ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે જાડા તળિયાવાળી કડાઈ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ઘી અને દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો.

મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને પણ દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી હલાવતા રહો જેથી કરી તરીયા માં મિશ્રણ ના ચોંટી જાય. હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે બટર પેપર માં અડધું મિશ્રણ લ્યો અને એના પર બીજું બટર પેપર મૂકી વેલણ વડે પાતળું વણી લ્યો. પાતળું વણાઈ જાય એટલે ઉપર નું બટર પેપર ઉપાડી એના પર પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ને ફરી બટર પેપર મૂકી એક થી બે વખત હલકા હાથે વણી લ્યો.

હવે ઉપર નું બટર પેપર અલગ કરી ચારે બાજુ જે. વધારા નું મિશ્રણ છે તેને કટર થી અલગ કરી ચોરસ આઈસ હલવા ના આકાર માં કાપી લ્યો અને ત્યાર બાદ એક બાજુ છ થી સાત કલાક સૂકવવા મૂકો.

આમ બધા મિશ્રણ માંથી હલવા સાઈટ તૈયાર કરી લ્યો અને તૈયાર સાઈટ ને સાત કલાક પછી ફરી કટર થી પેપર સાથે કાપી લ્યો અને કટકા ને ભેગા કરી લ્યો. તો તૈયાર છે બોમ્બ આઈસ હલવો.

Ice Halwa recipe notes

  • હલવા માં ખાંડ ની માત્ર તમને થોડી ઓછી પસંદ હોય તો ઓછી કરી શકો છો પણ બજાર માં થોડી મીઠાસ વધારે હોય છે.
  • હલવા ને સિધ્ધિ જગ્યા પર પાતળું કપડું ઢાંકી ને છ થી સાત કલાક સૂકવવા દેવું તો જ બજાર જેવો હલવો તૈયાર થશે.
  • અહી તમે મિશ્રણ માં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશો તો હલવો ઝડપથી કડક થશે અને ખાતી વખતે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે.
  • તમને ફૂડ કલર પસંદ ના હોય તો કેસર ના તાંતણા ને ક્રશ કરી દૂધ સાથે મિક્સ કરી ને નાખશો તો પણ રંગ સારો આવશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બોમ્બ આઈસ હલવો બનાવવાની રીત

બોમ્બ આઈસ હલવો - Bombay Ice Halwa - બોમ્બ આઈસ હલવો બનાવવાની રીત - Bombay Ice Halwa banavani rit

Bombay Ice Halwa banavani rit

મિત્રો આ બોમ્બ આઈસ હલવો બોમ્બ માં ખૂબ પ્રખ્યાત છે અનેબોમ્બે માં એને માહિમ હલવા ના નામ થી પણ પ્રખ્યાત છે. આ હલવો આપણેબધા પહેલા કોઈ બોમ્બ જતું ત્યારે ચોક્કસ મંગાવતા અને જ્યારે પણ આવે ત્યારે ખૂબ પસંદકરતા. તો હવે કોઈ ના બોમ્બ થી આવવાની રાહના જોતા ઘરે ઘરમાં રહેલ સામગ્રી માંથી એ ટેસ્ટી Bombay Ice Halwa banavani rit શીખીશું.
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 બટર પેપર

Ingredients

બોમ્બ આઈસ હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ
  • કપ ખાંડ
  • ½ કપ ઘી
  • ½ કપ દૂધ
  • 15-20 કેસર ના તાંતણા
  • 1-2 ટીપાં પીળો ફૂડ કલર ( ઓપ્શનલ છે )
  • ½ ચમચી એલચી ના દાણા અધ કચરા પીસેલા
  • 3-4 ચમચી બદામ ની કતરણ
  • 3-4 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Bombay Ice Halwa banavani rit

  • બોમ્બ આઈસ હલવો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસરના તાંતણા ને ક્રશ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે જાડા તળિયાવાળી કડાઈ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ઘી અને દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો.
  • મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને પણ દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી હલાવતા રહો જેથી કરી તરીયા માં મિશ્રણ ના ચોંટી જાય. હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે બટર પેપર માં અડધું મિશ્રણ લ્યો અને એના પર બીજું બટર પેપર મૂકી વેલણ વડે પાતળું વણી લ્યો. પાતળું વણાઈ જાય એટલે ઉપર નું બટર પેપર ઉપાડી એના પર પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ને ફરી બટર પેપર મૂકી એક થી બે વખત હલકા હાથે વણી લ્યો.
  • હવે ઉપર નું બટર પેપર અલગ કરી ચારે બાજુ જે. વધારા નું મિશ્રણ છે તેને કટર થી અલગ કરી ચોરસ આઈસ હલવા ના આકાર માં કાપી લ્યો અને ત્યાર બાદ એક બાજુ છ થી સાત કલાક સૂકવવા મૂકો.
  • આમ બધા મિશ્રણ માંથી હલવા સાઈટ તૈયાર કરી લ્યો અને તૈયાર સાઈટ ને સાત કલાક પછી ફરી કટર થી પેપર સાથે કાપી લ્યો અને કટકા ને ભેગા કરી લ્યો. તો તૈયાર છે બોમ્બ આઈસ હલવો.

Ice Halwa recipe notes

  • હલવા માં ખાંડ ની માત્ર તમને થોડી ઓછી પસંદ હોય તો ઓછી કરી શકો છો પણ બજાર માં થોડી મીઠાસ વધારે હોય છે.
  • હલવા ને સિધ્ધિ જગ્યા પર પાતળું કપડું ઢાંકી ને છ થી સાત કલાક સૂકવવા દેવું તો જ બજાર જેવો હલવો તૈયાર થશે.
  • અહી તમે મિશ્રણ માં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશો તો હલવો ઝડપથી કડક થશે અને ખાતી વખતે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે.
  • તમને ફૂડ કલર પસંદ ના હોય તો કેસર ના તાંતણા ને ક્રશ કરી દૂધ સાથે મિક્સ કરી ને નાખશો તો પણ રંગ સારો આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

mix dry fruits chevdo : મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવાની રીત

નમસ્તે આજે મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો શીખીશું જે ખૂબ ઓછા તેલ નો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલ હોવાથી હેલ્થી તો છે જ સાથે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી પણ છે તો આ ચેવડો બનાવી તમે અને તમારા પરિવાર ને હેલ્થી ચેવડા નો આનંદ લ્યો તો ચાલો mix dry fruits chevdo બનાવવાની રીત શીખીએ.

મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • પમકીન બીજ 2-3 ચમચી
  • મમરા 2 કપ
  • પાતળા પૌવા 2 કપ
  • મખાના 1 કપ
  • મગતરી બીજ 2-3 ચમચી
  • સૂરજમુખી ના બીજ 2-3 ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • દાળિયા દાળ ¼ કપ
  • નારિયળ ની સ્લાઈસ ¼ કપ
  • કાજુ ના કટકા 15-20 નંગ
  • બદામ ના કટકા 15-20 નંગ
  • કીસમીસ ¼ કપ
  • લીલ મરચા સુધારેલા 5-7
  • મીઠા લીમડા ના પાંદ ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

mix dry fruits chevdo banavani rit

મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મમરા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહો અને શેકી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ચાળી ને બીજા એક મોટા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈ માં મખાના નાખી ને એને પણ ધીમા તાપે આઠ દસ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ચારણી માં નાખી ચાળી ને મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ પાતળા પૌવા નાખી ને એને પણ ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ચાળી વાસણમાં નાખો.

હવે એક વાટકા માં સંચળ, હિંગ, હળદર, સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, પીસેલી ખાંડ, મરી પાઉડર મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એજ ગરમ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ધીમા તેઓ એમાં સીંગદાણા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.

સીંગદાણા અડધા શેકાઈ જાય એટલે એમાં બદામ ના કટકા નાખી એને પણ એક બે  મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કાજુ અને દાળિયા દાળ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો.

પછી એમાં સૂરજ મુખી બીજ, મગતરી બીજ, પમકીન બીજ નાખી એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. છેલ્લે એમાં નારિયળ ની કતરણ નાખી ને એને પણ શેકી લ્યો અને નારિયળ ની કતરણ મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા નાખી શેકી લ્યો. મરચા ને મીઠો લીમડો બરોબર શેકી લ્યો.

ત્યારબાદ એમાં હિંગ અને વાટકામાં તૈયાર કરેલ મસાલો અને કીસમીસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા, પૌવા અને મખાના નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો. ચેવડો ઠંડો થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો.

Chevdo recipe notes

  • બધી સામગ્રી ને ધીમા તાપે શેકવી જેથી અનાદર સુંધી બરોબર ચડે અને ક્રિસ્પી બને.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવાની રીત

મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો - mix dry fruits chevdo - મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવાની રીત - mix dry fruits chevdo banavani rit

mix dry fruits chevdo banavani rit

નમસ્તે આજે મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો શીખીશું જે ખૂબ ઓછાતેલ નો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલ હોવાથી હેલ્થી તો છે જ સાથે ખૂબ જ ક્રિસ્પી અનેટેસ્ટી પણ છે તો આ ચેવડો બનાવી તમે અને તમારા પરિવાર ને હેલ્થી ચેવડા નો આનંદ લ્યોતો ચાલો mix dry fruits chevdo બનાવવાની રીત શીખીએ.
2 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 700 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી પમકીન બીજ
  • 2 કપ મમરા
  • 2 કપ પાતળા પૌવા
  • 1 કપ મખાના
  • 2-3 ચમચી મગતરી બીજ
  • 2-3 ચમચી સૂરજમુખી ના બીજ
  • ¼ કપ સીંગદાણા
  • ¼ કપ દાળિયા દાળ
  • ¼ કપ નારિયળ ની સ્લાઈસ
  • 15-20 નંગ કાજુ ના કટકા
  • 15-20 નંગ બદામ ના કટકા
  • ¼ કપ કીસમીસ
  • 5-7 લીલ મરચા સુધારેલા
  • ¼ કપ મીઠા લીમડા ના પાંદ
  • લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

mix dry fruits chevdo banavani rit

  • મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મમરા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહો અને શેકી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ચાળી ને બીજા એક મોટા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈ માં મખાના નાખી ને એને પણ ધીમા તાપે આઠ દસ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ચારણી માં નાખી ચાળી ને મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ પાતળા પૌવા નાખી ને એને પણ ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ચાળી વાસણમાં નાખો.
  • હવે એક વાટકા માં સંચળ, હિંગ, હળદર, સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, પીસેલી ખાંડ, મરી પાઉડર મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એજ ગરમ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ધીમા તેઓ એમાં સીંગદાણા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.
  • સીંગદાણા અડધા શેકાઈ જાય એટલે એમાં બદામ ના કટકા નાખી એને પણ એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કાજુ અને દાળિયા દાળ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો.
  • પછી એમાં સૂરજ મુખી બીજ, મગતરી બીજ, પમકીન બીજ નાખી એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. છેલ્લે એમાં નારિયળ ની કતરણ નાખી ને એને પણ શેકી લ્યો અને નારિયળ ની કતરણ મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા નાખી શેકી લ્યો. મરચા ને મીઠો લીમડો બરોબર શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં હિંગ અને વાટકામાં તૈયાર કરેલ મસાલો અને કીસમીસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા, પૌવા અને મખાના નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો. ચેવડો ઠંડો થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો.

Chevdo recipe notes

  • બધી સામગ્રી ને ધીમા તાપે શેકવી જેથી અનાદર સુંધી બરોબર ચડે અને ક્રિસ્પી બને.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Sevai bytes : સેવઈ બાઇટ્સ બનાવવાની રીત

સેવઈ તો આપણે અલગ અલગ રીતે બનાવી ને મજા લીધી જ છે પણ આજ ની મીઠાઈ થોડી અલગ છે જે એકદમ ક્રનચી અને સ્વાદિષ્ટ લાગશે. આ મીઠાઈ બનાવી તમે દિવાળી પર કે અન્ય તહેવાર પર પરિવાર સાથે અથવા આવેલા મહેમાન સાથે મજા લઇ શકો છો. આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી સેવઈ બાઇટ્સ ખૂબ સસ્તી રીતે તૈયાર થઈ જાય છે તો ચાલો Sevai bytes શીખીએ.

સેવઈ બાઇટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ½ કપ
  • સેવઈ 2 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • ફ્રેશ ક્રીમ / મિલ્ક પાઉડર 4-5 ચમચી
  • ઘી 4-5 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી
  • કાજુ ની કતરણ 1-2 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • સૂકા ગુલાબની પાંખડી 2-3 ચમચી

Sevai bytes banavani rit

સેવઈ બાઇટ્સ બનાવવા સૌપ્રથમ શેકેલ અથવા કાચી ઝીણી સેવ લ્યો એને બને થાય વડે દબાવી તોડી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તોડી રાખેલ સેવ માંથી બે કપ સેવ નાખો સાથે ઘી નાખો હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. સેવ બિલકુલ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કડાઈ ને એક બાજુ કરી નાખો.

હવે બીજી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. ગરમ દૂધ માં ખાંડ નાખો અને બરોબર મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ સેવ નાખો અને ગેસ ને ધીમો કરી નાખી બરોબર હલાવતા રહો. દૂધ માં સેવ બરોબર મિક્સ થઈ જાય એટલે જ્યાં સુંધી કડાઈ માં મુકવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે દૂધ સાથે ચડવા દયો.

દૂધ બિલકુલ સુકાઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને ફ્રેશ ક્રીમ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યોને ક્રીમ પણ બરોબર મિક્સ થઈ જાય અને ક્રીમ પણ બરોબર સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને નવશેકું ઠંડુ થવા દયો.

સેવઈ નું મિશ્રણ ઠંડુ થવા લાગે એટલે મનગમતા આકાર ના મોલ્ડ માં નાખી ને આકાર આપી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી મૂકી ગાર્નિશ કરી લ્યો. આમ બધા મિશ્રણ માંથી બાઇટ્સ બનાવી લ્યો અને ગાર્નિશ કરી લ્યો. અમે ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો સેવઈ બાઇટ્સ.

Sevai bytes recipe notes

  • ડ્રાય ફ્રુટ ની કતરણ ને થોડી શેકી ને વાપરશો તો સ્વાદ સારો આવશે.
  • સેવઇ ને ધીમા તાપે ચડાવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને સોફ્ટ અને ક્રિસ્પી લાગે.
  • જો ફ્રેશ મલાઈ ના હોય તો મિલ્ક પાઉડર અથવા કંદેસ મિલ્ક નાખી શકો છો. જો કન્ડે્સ મિલ્ક નાખો તો ખાંડ ની માત્રા ઓછી નાખવી.
  • અહી અમે અડધો કપ ખાંડ વાપરી છે તમે વધારે મીઠાસ પસંદ હોય તો પોણો કપ ખાંડ પણ વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સેવઈ બાઇટ્સ બનાવવાની રીત

સેવઈ બાઇટ્સ - Sevai bytes - સેવઈ બાઇટ્સ બનાવવાની રીત - Sevai bytes banavani rit

Sevai bytes banavani rit

સેવઈ તો આપણે અલગ અલગ રીતે બનાવી ને મજા લીધી જ છે પણઆજ ની મીઠાઈ થોડી અલગ છે જે એકદમ ક્રનચી અને સ્વાદિષ્ટ લાગશે. આ મીઠાઈ બનાવી તમે દિવાળી પર કે અન્ય તહેવાર પર પરિવાર સાથે અથવા આવેલા મહેમાનસાથે મજા લઇ શકો છો. આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી સેવઈ બાઇટ્સ ખૂબસસ્તી રીતે તૈયાર થઈ જાય છે તો ચાલો Sevai bytes શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોલ્ડ

Ingredients

સેવઈ બાઇટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ખાંડ
  • 2 કપ સેવઈ
  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 4-5 ચમચી ફ્રેશ ક્રીમ / મિલ્ક પાઉડર
  • 4-5 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી પિસ્તા ની કતરણ
  • 1-2 ચમચી કાજુ ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી સૂકા ગુલાબની પાંખડી

Instructions

Sevai bytes banavani rit

  • સેવઈ બાઇટ્સ બનાવવા સૌપ્રથમ શેકેલ અથવા કાચી ઝીણી સેવ લ્યો એને બને થાય વડે દબાવી તોડી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તોડી રાખેલ સેવ માંથી બે કપ સેવ નાખો સાથે ઘી નાખો હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. સેવ બિલકુલ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કડાઈ ને એક બાજુ કરી નાખો.
  • હવે બીજી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. ગરમ દૂધ માં ખાંડ નાખો અને બરોબર મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ સેવ નાખો અને ગેસ ને ધીમો કરી નાખી બરોબર હલાવતા રહો. દૂધ માં સેવ બરોબર મિક્સ થઈ જાય એટલે જ્યાં સુંધી કડાઈ માં મુકવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે દૂધ સાથે ચડવા દયો.
  • દૂધ બિલકુલ સુકાઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને ફ્રેશ ક્રીમ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યોને ક્રીમ પણ બરોબર મિક્સ થઈ જાય અને ક્રીમ પણ બરોબર સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને નવશેકું ઠંડુ થવા દયો.
  • સેવઈ નું મિશ્રણ ઠંડુ થવા લાગે એટલે મનગમતા આકાર ના મોલ્ડ માં નાખી ને આકાર આપી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી મૂકી ગાર્નિશ કરી લ્યો. આમ બધા મિશ્રણ માંથી બાઇટ્સ બનાવી લ્યો અને ગાર્નિશ કરી લ્યો. અમે ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો સેવઈ બાઇટ્સ.

Sevai bytes recipe notes

  • ડ્રાય ફ્રુટ ની કતરણ ને થોડી શેકી ને વાપરશો તો સ્વાદ સારો આવશે.
  • સેવઇ ને ધીમા તાપે ચડાવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને સોફ્ટ અને ક્રિસ્પી લાગે.
  • જો ફ્રેશ મલાઈ ના હોય તો મિલ્ક પાઉડર અથવા કંદેસ મિલ્ક નાખી શકો છો. જો કન્ડે્સ મિલ્ક નાખો તો ખાંડ ની માત્રા ઓછી નાખવી.
  • અહી અમે અડધો કપ ખાંડ વાપરી છે તમે વધારે મીઠાસ પસંદ હોય તો પોણો કપ ખાંડ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

papad nu chavanu | પાપડ નું ચવાણું

આ પાપડ નું ચવાણું ખંભાત માં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ દિવાળી પર બનાવવામાં આવે છે. દિવાળી પર મીઠાઈઓ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો અને બીજા ચવાણા પણ પસંદ નથી આવતા તો આજ ખૂબ ઝડપથી તૈયાર થઈ જતું અને મોઢા ના સ્વાદ ને એકદમ અલગ કરી નાખે એવું ચવાણું બનાવવાની રીત લઈ આવ્યા છીએ. તો ચાલો પાપડ ચવાણું બનાવવાની રીત શીખીએ.

પાપડ નું ચવાણું બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 5 કપ
  • અડદ ના પાપડ 8-10
  • સેવ 2 કપ
  • હળદર ½ + ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 +1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હિંગ ½ ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી (ઓપ્શનલ છે )
  • જરૂર મુજબ તેલ

papad nu chavanu banavani rit

પાપડ નું ચવાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મમરા નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી પાંચ સાત મિનિટ મમરા ને શેકી લ્યો જેથી મમરા ક્રિસ્પી બની જાય મમરા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈમાં અડધો કપ તેલ નાખી તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી પાપડ ને તરી લ્યો.

આમ બધા જ પાપડ ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો હવે ગરમ તેલ માં હળદર નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં સેવ નાખો સાથે તરી રાખેલ પાપડ ના કટકા કરી નાખો અને ફરીથી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખો અને એના પર વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરી ગરમ તેલ માં હિંગ ,આમચૂર પાઉડર અને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી મરચા પર નાખો અને ચવાણું બિલકુલ મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ ચવાણું ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે પાપડ ચવાણું.

Chavanu recipe notes

  • મીઠું જરા સાચવી ને નાખવું કેમ કે પાપડ અને સેવ બને માં હોવાથી વધારે ના થઈ જાય.
  • તમને મીઠાસ પસંદ ના હોય તો પીસેલી ખાંડ ના નાખવી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાપડ નું ચવાણું બનાવવાની રીત   

પાપડ નું ચવાણું - papad nu chavanu - પાપડ નું ચવાણું બનાવવાની રીત - papad nu chavanu banavani rit

papad nu chavanu banavani rit

આ પાપડ નું ચવાણું ખંભાત માંખૂબ પ્રખ્યાત છે અને ખાસ દિવાળી પર બનાવવામાં આવે છે. દિવાળી પર મીઠાઈઓ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો અને બીજા ચવાણા પણ પસંદ નથી આવતાતો આજ ખૂબ ઝડપથી તૈયાર થઈ જતું અને મોઢા ના સ્વાદ ને એકદમ અલગ કરી નાખે એવું ચવાણું બનાવવાની રીત લઈ આવ્યા છીએ. તો ચાલો papadnu chavanu શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાપડ નું ચવાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 5 કપ મમરા
  • 8-10 અડદ ના પાપડ
  • 2 કપ સેવ
  • ½ + ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી પીસેલી ખાંડ ( ઓપ્શનલ છે )
  • જરૂર મુજબ તેલ

Instructions

papad nu chavanu banavani rit

  • પાપડ નું ચવાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મમરા નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી પાંચ સાત મિનિટ મમરા ને શેકી લ્યો જેથી મમરા ક્રિસ્પી બની જાય મમરા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈમાં અડધો કપ તેલ નાખી તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી પાપડ ને તરી લ્યો.
  • આમ બધા જ પાપડ ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો હવે ગરમ તેલ માં હળદર નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં સેવ નાખો સાથે તરી રાખેલ પાપડ ના કટકા કરી નાખો અને ફરીથી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખો અને એના પર વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરી ગરમ તેલ માં હિંગ ,આમચૂર પાઉડર અને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી મરચા પર નાખો અને ચવાણું બિલકુલ મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ ચવાણું ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે પાપડ ચવાણું.

Chavanu recipe notes

  • મીઠું જરા સાચવી ને નાખવું કેમ કે પાપડ અને સેવ બને માં હોવાથી વધારે ના થઈ જાય.
  • તમને મીઠાસ પસંદ ના હોય તો પીસેલી ખાંડ ના નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રસમલાઈ કૂકીઝ : Rasmalai Cookies banavani rit

આ રસમલાઈ કૂકીઝ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દિવાળી ના નાસ્તા માં બનાવી સર્વ કરો તો દરેક પૂછશે કે કેવી રીતે બનાવી. આ કૂકીઝ ને એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો અને નાસ્તા ઉપરાંત બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. આ જ આપણે આ Rasmalai Cookies ને ઓવેન વગર બનાવતા શીખીશું.

રસમલાઈ કૂકીઝ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • બેસન ⅓ કપ
  • સોજી 2 ચમચી
  • પીસેલી ખાંડ ½ કપ
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • બેકિંગ સોડા ⅛ ચમચી
  • કાજુ 10-15
  • બદામ 8-10
  • પિસ્તા 10-12
  • એલચી પાઉડર ½ ચમચી
  • ગુલાબ ની પાંખડી 1 ચમચી
  • કેસર ના તાંતણા 8-10
  • રસમલાઈ એસેંસ ½ ચમચી
  • પીળો ફૂડ કલર 2-3 ટીપાં
  • ઘી ½ કપ

Rasmalai Cookies banavani rit

રસમલાઈ કૂકીઝ બનાવવા સૌપ્રથમ કેસર ના તાંતણા માં એક બે ચમચી દૂધ નાખી ને પલાળી મૂકો. અને ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ને મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો. હવે જેમાં કુકી બેક કરવાની છે બધી ટ્રે ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.

હવે એક વાસણમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ બરોબર ફેટી ને મિશ્રણ સફેદ માખણ જેવું થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો. મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે એમાં રસમલાઈ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં પીળો કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરો અને ત્યારબાદ ચારણી માં મેંદા નો લોટ, બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળી ને ખાંડ ના મિશ્રણ માં નાખો સાથે પીસી રાખેલ ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણ નાખો હવે હાથ વડે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને કઠણ લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે જે સાઇઝ કે આકાર ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લ્યો અને હથેળી વચ્ચે ગોળ ફેરવી ગોળ બનાવી લ્યો ત્યાર બાદ હથેળી ને થોડી દબાવી ચપટી કરી આકાર આપો અને  ઉપર બાકી રહેલ ડ્રાય ફ્રુટ ને છાંટી દયો અને ત્યાર બાદ ઘી લગાવેલ પ્લેટ માં અથવા બટર પેપર મૂકી એમાં તૈયાર કરેલ કુકી ને મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અને ઢાંકી દસ મિનિટ ગરમ કરી લ્યો. કડાઈ ગરમ થાય એટલે ટ્રે ને કડાઈ માં મૂકી ઢાંકી ગેસ ધીમો કરી પંદર થી વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી તૈયાર થઈ જાય એટલે ટ્રે ને બહાર કાઢી બીજી  ટ્રે ને મૂકો. આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરો અને બેક કરેલ કુકી ઠંડી થાય ત્યાં બાદ ડી મોલ્ડ કરી લ્યો.

આમ બધી કુકી તૈયાર કરી બેક કરી લ્યો અને ઠંડી થાય એટલે એક ડબ્બા માં ભરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો રસમલાઈ કૂકીઝ.

Rasmalai Cookies Notes

  • અહીં તમે કુકી ને ઓવેન માં પણ 180 ડિગ્રી પર પંદર મિનિટ બેક કરી તૈયાર કરી શકો છો.
  • જો તમને દૂધ ના વાપરવું હોય તો કેસર ના તાંતણા ને બે ચમચી પાણી માં પણ પલાળી શકો છો.
  • જો કુકી નું મિશ્રણ બરોબર બાઈન્ડિંગ ના કરી શકાતું હોય તો ને ચમચી દૂધ કે પાણી નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રસમલાઈ કૂકીઝ બનાવવાની રેસીપી

Rasmalai Cookies - રસમલાઈ કૂકીઝ - Rasmalai Cookies banavani rit - રસમલાઈ કૂકીઝ બનાવવાની રેસીપી

Rasmalai Cookies banavani rit

આ રસમલાઈ કૂકીઝ ખૂબજ ટેસ્ટી લાગે છે અને દિવાળી ના નાસ્તા માં બનાવી સર્વ કરો તો દરેક પૂછશે કે કેવી રીતેબનાવી. આ કૂકીઝ ને એક વખત બનાવી લાંબા સમયસુંધી મજા લઈ શકો છો અને નાસ્તા ઉપરાંત બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. આ જ આપણે આ Rasmalai Cookies ને ઓવેન વગર બનાવતા શીખીશું.
3 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રસમલાઈ કૂકીઝ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ
  • કપ બેસન
  • 2 ચમચી સોજી
  • ½ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • ચમચી બેકિંગ સોડા
  • 10-15 કાજુ
  • 8-10 બદામ
  • 10-12 પિસ્તા
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી ગુલાબ ની પાંખડી
  • 8-10 કેસર ના તાંતણા
  • ½ ચમચી રસમલાઈ એસેંસ
  • 2-3 ટીપાં પીળો ફૂડ કલર
  • ½ કપ ઘી

Instructions

Rasmalai Cookies banavani rit

  • રસમલાઈ કૂકીઝ બનાવવા સૌપ્રથમ કેસર ના તાંતણા માં એક બે ચમચી દૂધ નાખી ને પલાળી મૂકો. અને ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ને મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો. હવે જેમાં કુકી બેક કરવાની છે બધી ટ્રે ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.
  • હવે એક વાસણમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ બરોબર ફેટી ને મિશ્રણ સફેદ માખણ જેવું થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો. મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે એમાં રસમલાઈ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં પીળો કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરો અને ત્યારબાદ ચારણી માં મેંદા નો લોટ, બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળી ને ખાંડ ના મિશ્રણ માં નાખો સાથે પીસી રાખેલ ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણ નાખો હવે હાથ વડે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને કઠણ લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે જે સાઇઝ કે આકાર ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લ્યો અને હથેળી વચ્ચે ગોળ ફેરવી ગોળ બનાવી લ્યો ત્યાર બાદ હથેળી ને થોડી દબાવી ચપટી કરી આકાર આપો અને ઉપર બાકી રહેલ ડ્રાય ફ્રુટ ને છાંટી દયો અને ત્યાર બાદ ઘી લગાવેલ પ્લેટ માં અથવા બટર પેપર મૂકી એમાં તૈયાર કરેલ કુકી ને મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અને ઢાંકી દસ મિનિટ ગરમ કરી લ્યો. કડાઈ ગરમ થાય એટલે ટ્રે ને કડાઈ માં મૂકી ઢાંકી ગેસ ધીમો કરી પંદર થી વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી તૈયાર થઈ જાય એટલે ટ્રે ને બહાર કાઢી બીજી ટ્રે ને મૂકો. આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરો અને બેક કરેલ કુકી ઠંડી થાય ત્યાં બાદ ડી મોલ્ડ કરી લ્યો.
  • આમ બધી કુકી તૈયાર કરી બેક કરી લ્યો અને ઠંડી થાય એટલે એક ડબ્બા માં ભરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો રસમલાઈ કૂકીઝ.

Rasmalai Cookies Notes

  • અહીં તમે કુકી ને ઓવેન માં પણ 180 ડિગ્રી પર પંદર મિનિટ બેક કરી તૈયાર કરી શકો છો.
  • જો તમને દૂધ ના વાપરવું હોય તો કેસર ના તાંતણા ને બે ચમચી પાણી માં પણ પલાળી શકો છો.
  • જો કુકી નું મિશ્રણ બરોબર બાઈન્ડિંગ ના કરી શકાતું હોય તો ને ચમચી દૂધ કે પાણી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી