Home Blog Page 13

Desi chana nu fanu banavani rit – દેશી ચણા નું ફાણું બનાવવાની રીત

આ એક ઉત્તરાખંડ ની એક વાનગી છે જેમાં કાળા ચણા અને મસાલા સાથે બને છે અને રોટલી, ભાત કે પૂરી સાથે સર્વ કરી શકો છો. અહી આપણે કાળા ચણા નો ઉપયોગ કરેલ હોવાથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ થી ભરપુર આ શાક બની ને તૈયાર થાય છે તો ચાલો Desi chana nu fanu – દેશી ચણા નું ફાણું બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ફણગાવેલા દેશી ચણા 2 કપ
  • તેલ 5-7  ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 +1  ચમચી
  • લાલ મરચા નો પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી 
  • સુકા આખા ધાણા 2 ચમચી
  • આખા લાલ મરચા 6-7
  • ઝીણું સમારેલ આદું 1 ઇંચ
  • લીલા ધાણા સુધારેલ ½ કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી ½ કપ
  • ઝીણા સુધારેલા ટામેટા ½ કપ
  • લીલા મરચા સુધારેલ 2-3
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ

Desi chana nu fanu banavani rit

દેશી ચણા નું ફાણું બનાવવા સૌથી પહેલા દેશી ચણા ને બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ બે ગ્લાસ પાણી નથી આખી રાત માટે પલાળી મુકો. ત્યાર બાદ બીજા દિવસે સવારે ચણા નું પાણી નીતારી લઇ ભીના કપડામાં પોટલી બનાવી એર ટાઈટ ડબ્બા માં બંધ કરી નાખો અને ત્રીજા દિવસે ચણા ફણગી જશે. આમ તમે ચણા ને ફ્ર્ણગાવી લેવા.

હવે ફણગાવેલા ચણા ને મિક્સર જારમાં નાખો અને દર્દરા પીસી લ્યો. પીસેલા ચણા ના બે ભાગ કરો અને એક ભાગમાં લાલ મરચાનો પાઉડર, ગ્રામ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી નાની ટીક્કી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરી એમાં તૈયાર કરેલ ટીક્કી મૂકી બને બાજુ ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો અને ટીક્કી શેકાઈ ગયા કડાઈમાં બચેલા તેલ માં બીજા બે ત્રણ ચમચી તેલ નાખી કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળીને ધીમા તાપે શેકો.

ડુંગળી શેકાય ત્યાં સુંધી મિક્સર જારમાં લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ, આદુનો કટકો, સુકા આખા ધાણા, સુકા લાલ મરચા નાખી પીસી લ્યો અને એક બાજુ મુકો. હવે ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ને ચડાવી લ્યો.

ટામેટા ચડી જાય એટલે મિક્સર માં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં બાકી રહેલ પીસેલા ચણા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનીટ શેકી લીધા બાદ એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો.

 મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનીટ ચડાવી લ્યો જો ગ્રેવી માટે જરૂર લાગે તો પા કે અડધો કપ પાણી નાખવું. ગ્રેવી બરોબર ચડી જાય અને તેલ અલગ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ પ્લેટમાં તારી રાખેલ ટીક્કી મૂકી એના પર ગ્રેવી નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે દેશી ચણા નું ફાણું. 

fanu recipe NOTES

  • તમે ચણા ને પલાળી ને પણ આ વાનગી બનાવી શકો છો.
  • લાલ અને લીલા મરચા તમે જે પ્રમાણે તીખાસ ખાતા હો એ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.
  • જો તમે લસણ ખાતા હો તો ધાણા ને મરચા પીસો ત્યારેં એમાં થોડી લસણ નાખી શકો છો.
  • જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.

દેશી ચણા નું ફાણું બનાવવાની રીત

Desi chana nu fanu - દેશી ચણા નું ફાણું

Desi chana nu fanu banavani rit

આ એકઉત્તરાખંડ ની એક વાનગી છે જેમાં કાળા ચણા અને મસાલા સાથે બને છે અને રોટલી, ભાત કે પૂરી સાથે સર્વ કરી શકો છો. અહી આપણે કાળા ચણા નો ઉપયોગ કરેલ હોવાથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ થી ભરપુર આ શાક બની ને તૈયાર થાય છે તો ચાલો Desi chana nu fanu – દેશી ચણા નું ફાણું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 days
Total Time: 3 days 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 2 કપ ફણગાવેલા દેશી ચણા
  • 5-7 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 2 ચમચી જીરું
  • 2 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી સુકા આખા ધાણા
  • 6-7 આખા લાલ મરચા
  • 1 ઇંચ ઝીણું સમારેલ આદું
  • ½ કપ લીલા ધાણા સુધારેલ
  • ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
  • ½ કપ ઝીણા સુધારેલા ટામેટા
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Desi chana nu fanu banavani rit

  • દેશી ચણા નું ફાણું બનાવવા સૌથી પહેલા દેશી ચણા ને બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ બે ગ્લાસ પાણી નથી આખી રાત માટે પલાળી મુકો. ત્યાર બાદ બીજા દિવસે સવારે ચણા નું પાણી નીતારી લઇ ભીના કપડામાં પોટલી બનાવી એર ટાઈટ ડબ્બા માં બંધ કરી નાખો અને ત્રીજા દિવસે ચણા ફણગી જશે. આમ તમે ચણા ને ફ્ર્ણગાવી લેવા.
  • હવે ફણગાવેલા ચણા ને મિક્સર જારમાં નાખો અને દર્દરા પીસી લ્યો. પીસેલા ચણા ના બે ભાગ કરો અને એક ભાગમાં લાલ મરચાનો પાઉડર, ગ્રામ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી નાની ટીક્કી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરી એમાં તૈયાર કરેલ ટીક્કી મૂકી બને બાજુ ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો અને ટીક્કી શેકાઈ ગયા કડાઈમાં બચેલા તેલ માં બીજા બે ત્રણ ચમચી તેલ નાખી કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળીને ધીમા તાપે શેકો.
  • ડુંગળી શેકાય ત્યાં સુંધી મિક્સર જારમાં લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ, આદુનો કટકો, સુકા આખા ધાણા, સુકા લાલ મરચા નાખી પીસી લ્યો અને એક બાજુ મુકો. હવે ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ને ચડાવી લ્યો.
  • ટામેટા ચડી જાય એટલે મિક્સર માં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં બાકી રહેલ પીસેલા ચણા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનીટ શેકી લીધા બાદ એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો.
  • મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનીટ ચડાવી લ્યો જો ગ્રેવી માટે જરૂર લાગે તો પા કે અડધો કપ પાણી નાખવું. ગ્રેવી બરોબર ચડી જાય અને તેલ અલગ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ પ્લેટમાં તારી રાખેલ ટીક્કી મૂકી એના પર ગ્રેવી નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે દેશી ચણા નું ફાણું.

Notes

  1. તમે ચણા ને પલાળી ને પણ આ વાનગી બનાવી શકો છો.
  2. લાલ અને લીલા મરચા તમે જે પ્રમાણે તીખાસ ખાતા હો એ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.
  3. જો તમે લસણ ખાતા હો તો ધાણા ને મરચા પીસો ત્યારેં એમાં થોડી લસણ નાખી શકો છો.
  4. જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત

આ એક સિંધી નાસ્તા ની વાનગી છે જે વધારે પડતી તો બટાકા માંથી બનાવવામાં આવતી હોય છે પણ આજ આપણે કાચા કેળા નો ઉપયોગ કરી બનાવશું જે ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે બનાવવામાં થોડી મહેનત છે પણ બન્યા પછી મહેનત વસુલ લાગશે તો ચાલો Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત શીખીએ. 

kela tuk ingredients

  • કાચા કેળા 3 -4 નંગ
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી 
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Kacha kela ni tuk banavani rit

કાચા કેળા ની ટુક બનાવવા સૌથી પહેલા ગેસ પર કુકરમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગ્રામ થાય એટલે એમાં ધોઈ ને કાચા કેળા નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી ગેસ બંધ કરી દયો. હવે કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી એમાંથી કેળા કાઢી લ્યો અને બાફેલા કેળાની છાલ કાળી બે ટેરવા જેટલા મોટા કટકા કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી વાટકામાં મરી પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મુકો. તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલા કટકા કડાઈમાં સમાય એટલા કટકા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો.

કેળા ના કટકા લાઈટ ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા કટકા ને તરવા માટે નાખો આમ બધ કટકા ને તરી લ્યો. હવે પહેલા તરી રાખેલ કટકા ને ગ્લાસ કે વાટકા થી થોડા થોડા દબાવી ચપટા કરો. આમ એક એક કરી બધા કટકા ને ચપટા કરી લ્યો.

હવે તેલ ને ફરી ફૂલ તાપે ગરમ કરી એમાં ચપટા કરેલ કટકા નાખી ફૂલ તાપે ગોલ્ડન બ્રાઉન તારી લ્યો અને કાઢી લ્યો. અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ત્યાર બાદ ગરમ કર ઠંડા મજા લ્યો. તો તૈયાર છે kacha kela ni tuk – કાચા કેળા ની ટુક.   

કાચા કેળા ની ટુક બનાવવાની રીત

Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત

આ એકસિંધી નાસ્તા ની વાનગી છે જે વધારે પડતી તો બટાકા માંથી બનાવવામાં આવતી હોય છે પણઆજ આપણે કાચા કેળા નો ઉપયોગ કરી બનાવશું જે ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે બનાવવામાંથોડી મહેનત છે પણ બન્યા પછી મહેનત વસુલ લાગશે તો ચાલો Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

  • 3 -4 નંગ કાચા કેળા
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Kacha kela ni tuk banavani rit

  • કાચા કેળા ની ટુક બનાવવા સૌથી પહેલા ગેસ પર કુકરમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગ્રામ થાય એટલે એમાં ધોઈ ને કાચા કેળા નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી ગેસ બંધ કરી દયો. હવે કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી એમાંથી કેળા કાઢી લ્યો અને બાફેલા કેળાની છાલ કાળી બે ટેરવા જેટલા મોટા કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી વાટકામાં મરી પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મુકો. તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલા કટકા કડાઈમાં સમાય એટલા કટકા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો.
  • કેળા ના કટકા લાઈટ ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા કટકા ને તરવા માટે નાખો આમ બધ કટકા ને તરી લ્યો. હવે પહેલા તરી રાખેલ કટકા ને ગ્લાસ કે વાટકા થી થોડા થોડા દબાવી ચપટા કરો. આમ એક એક કરી બધા કટકા ને ચપટા કરી લ્યો.
  • હવે તેલ ને ફરી ફૂલ તાપે ગરમ કરી એમાં ચપટા કરેલ કટકા નાખી ફૂલ તાપે ગોલ્ડન બ્રાઉન તારી લ્યો અને કાઢી લ્યો. અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ત્યાર બાદ ગરમ કર ઠંડા મજા લ્યો. તો તૈયાર છે કાચા કેળા ની ટુક.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Gajar Sevai ni kheer – ગાજર સેવઈની ખીર બનાવવાની રીત

આ ખીર રેગ્યુલર ગાજર ની ખીર અને રેગ્યુલર સેવઈ ની ખીર નું મિશ્રણ છે જે ખુબ જ સ્વાદીસ્ટ બને છે. એક વખત આ winter kheer ખીર બનાવી ખાસો તો વારંવાર બનાવશો. આ ખીરમાં આપણે કોઈ માવા કે મિલ્ક પાઉડર નો ઉપયોગ નહિ કરીએ તો પણ ખુબ ઘટ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Gajar Sevai ni kheer – ગાજર સેવઈની ખીર બનાવવાની રીત શીખીએ. 

gajar kheer ingredients

  1. ઘી 3-4 ચમચી
  2. છીણેલા લાલ ગાજર  કપ
  3. વર્મીસેલી સેવઈ 1 કપ
  4. ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  5. ખાંડ 1 કપ
  6. એલચી પાઉડર ½ ચમચી
  7. કીસમીસ 2-3 ચમચી
  8. કાજુ ના કટકા 4-5 ચમચી
  9. બદામ ના કટકા 4-5 ચમચી
  10. પીસ્તા ના કટકા 3-4 ચમચી

Gajar Sevai ni kheer banavani rit

ગાજર સેવઈની ખીર બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી નાખી ગ્રામ કરો ઘી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કાજુ, બદામ, પીસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ ડ્રાય ફ્રુટ એક વાટકામાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં સેવઈ નાખી ને મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકો. સેવઈ ગોલ્ડન થાય એટલે એમાં છીણેલા ગાજર નાખો અને એને પણ હલ્વતા રહી શેકો. ગાજર બરોબર ચડી જાય અને ઘી અલગ થવા લાગે એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.

દૂધ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ને એમાં ખાંડ નાખી મિક્સ કરી ખીર ને ચડવા દયો થોડી થોડી વારે હલ્વતા રહી સેવઈ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. સેવઈ બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કીસમીસ અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી પાંચ મિનીટ ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર ખીર ને સર્વ કરતી વખતે ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર સેવઈની ખીર.

ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ નાખી શકો છો અને ખાંડ ની જગ્યાએ તમે બીજી મીઠાસ પણ ઉમેરી શકો છો.

ગાજર સેવઈની ખીર બનાવવાની રીત

Gajar Sevai ni kheer - ગાજર સેવઈની ખીર

Gajar Sevai ni kheer – ગાજર સેવઈની ખીર બનાવવાની રીત

આ ખીર રેગ્યુલર ગાજર ની ખીર અને રેગ્યુલર સેવઈ ની ખીર નું મિશ્રણ છે જે ખુબ જ સ્વાદીસ્ટબને છે. એક વખત આ winter kheer ખીર બનાવી ખાસો તો વારંવાર બનાવશો. આ ખીરમાં આપણે કોઈ માવા કે મિલ્ક પાઉડર નો ઉપયોગ નહિકરીએ તો પણ ખુબ ઘટ્ટ બની ને તૈયાર થશે. તોચાલો Gajar Sevai ni kheer – ગાજર સેવઈ ની ખીર બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 3-4 ચમચી ઘી
  • 1 કપ છીણેલા લાલ ગાજર
  • 1 કપ વર્મીસેલી સેવઈ
  • લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ ખાંડ 1 કપ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી કીસમીસ
  • 4-5 ચમચી કાજુ ના કટકા
  • 4-5 ચમચી બદામ ના કટકા
  • 3-4 ચમચી પીસ્તા ના કટકા

Instructions

Gajar Sevai ni kheer banavani rit

  • ગાજર સેવઈની ખીર બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી નાખી ગ્રામ કરો ઘી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કાજુ, બદામ, પીસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ ડ્રાય ફ્રુટ એક વાટકામાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં સેવઈ નાખી ને મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકો. સેવઈ ગોલ્ડન થાય એટલે એમાં છીણેલા ગાજર નાખો અને એને પણ હલ્વતા રહી શેકો. ગાજર બરોબર ચડી જાય અને ઘી અલગ થવા લાગે એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
  • દૂધ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ને એમાં ખાંડ નાખી મિક્સ કરી ખીર ને ચડવા દયો થોડી થોડી વારે હલ્વતા રહી સેવઈ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. સેવઈ બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કીસમીસ અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી પાંચ મિનીટ ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર ખીર ને સર્વ કરતી વખતે ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર સેવઈની ખીર.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ નાખી શકો છો અને ખાંડ ની જગ્યાએ તમે બીજી મીઠાસ પણ ઉમેરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

alsi na ladva : અળસી ના લડવા  બનાવવાની રીત

આ લાડુ તમને શિયાળામાં થતી શરદી તાવ અને સીજન્લ બીમારીઓમાં ખુબ સારા માનવામાં આવે છે રોજ સવારે એક નાનો લાડુ તમારા શરીર માં નવી સ્ફૂર્તિ લાવશે અને તમને તંદુરસ્ત પણ રાખશે. આ લાડુ નાના મોટા બધા ખાઈ શકે છે. એક વખત બનાવી તમે પંદર વીસ દિવસ આરામ થી મજા લઇ શકો છો. તો ચાલો alsi na ladva – અળસી ના લડવા બનાવવાની રીત શીખીએ.

Alsi ladoo ingredients

  • અળસી 250 ગ્રામ
  • શેકેલ ઓટ્સ ¼ કપ
  • ઘી ½ કપ + 2 -3 ચમચી
  • બદામ ¼ કપ
  • કાજુ ¼ કપ
  • અખરોટ ¼ કપ
  • મખાના ½ કપ
  • સુકા નારિયલ નું છીણ ¼ કપ
  • સુંઠ પાઉડર ½ ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • તજ નો પાઉડર ½ ચમચી
  • છીણેલો ગોળ 200 ગ્રામ

alsi na ladva banavani rit

અળસી ના લડવા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં અળસી નાખી સાવ ધીમા તાપે હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે અને રંગ બદલાઈ બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને થોડી વાર એજ કડીમાં હલાવતા રહો અને અળસી થોડી ઠંડી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યાર બાદ કડાઈમાં ઓટ્સ ને એજ કડાઈમાં થોડી વાર શેકી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બે ચમચી ઘી નાખી એમાં કાજુ, બદામ અને અખરોટ નાખી બધા ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં મખાના નાખી મખાના ને હલાવતા રહી શેકો. મખાના શેકાઈ ક્રિસ્પી થઇ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યાર બાદ એજ કડાઈમાં સુકા નારિયલ નું છીણ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધી સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થઇ જાય એટલે સૌથી પહેલા મિક્સર જારમાં શેકેલ અળસી અને શેકેલ ઓટ્સ નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને કથરોટ માં નાખો

હવે મિક્સર જારમાં શેકેલ કાજુ, બદામ, અખરોટ અને મખાના નાખી પ્લસ મોડમાં ફેરવી દર્દરા પીસી એને પણ પીસેલ અળસી સાથે નાખો ત્યાર બાદ એમાં શેકેલ સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, મરી પાઉડર, એલચી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં મિક્સ કરેલ મિશ્રણ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી કથરોટમાં નાખી હાથ લગાવી શકાય એટલું ગરમ રહે એટલે હાથ થી બરોબર મસળી એમાંથી લાડુ બનાવી લ્યો અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ સાફ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે અળસી ના લાડુ.

અળસી ના લડવા બનાવવાની રીત

alsi na ladva - અળસી ના લડવા

alsi na ladva : અળસી ના લડવા બનાવવાની રીત

આ લાડુ તમને શિયાળામાં થતી શરદી તાવ અને સીજન્લબીમારીઓમાં ખુબ સારા માનવામાં આવે છે રોજ સવારે એક નાનો લાડુ તમારા શરીર માં નવીસ્ફૂર્તિ લાવશે અને તમને તંદુરસ્ત પણ રાખશે. આ લાડુનાના મોટા બધા ખાઈ શકે છે. એક વખતબનાવી તમે પંદર વીસ દિવસ આરામ થી મજા લઇ શકો છો. તો ચાલો alsi na ladva – અળસી ના લડવા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કથરોટ

Ingredients

  • 250 ગ્રામ અળસી
  • ¼ કપ શેકેલ ઓટ્સ
  • ½ કપ ઘી + 2 -3 ચમચી
  • ¼ કપ બદામ
  • ¼ કપ કાજુ
  • ¼ કપ અખરોટ
  • ½ કપ મખાના
  • ¼ કપ સુકા નારિયલ નું છીણ ¼ કપ
  • ½ સુંઠ પાઉડર ½ ચમચી
  • ½ એલચી પાઉડર ½ ચમચી
  • ½ મરી પાઉડર ½ ચમચી
  • ½ તજ નો પાઉડર ½ ચમચી
  • 200 ગ્રામ છીણેલો ગોળ 200 ગ્રામ
  • 250 ગ્રામ અળસી 250 ગ્રામ
  • ¼ કપ શેકેલ ઓટ્સ ¼
  • ½ કપ ઘી + 2 -3 ચમચી
  • ¼ કપ બદામ
  • ¼ કપ કાજુ
  • ¼ કપ અખરોટ
  • ¼ કપ મખાના
  • ¼ કપ સુકા નારિયલ નું છીણ
  • ½ ચમચી સુંઠ પાઉડર
  • ½ ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી તજ નો પાઉડર
  • 200 ગ્રામ છીણેલો ગોળ

Instructions

alsi na ladva banavani rit

  • અળસી ના લડવા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં અળસી નાખી સાવ ધીમા તાપે હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે અને રંગ બદલાઈ બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને થોડી વાર એજ કડીમાં હલાવતા રહો અને અળસી થોડી ઠંડી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યાર બાદ કડાઈમાં ઓટ્સ ને એજ કડાઈમાં થોડી વાર શેકી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બે ચમચી ઘી નાખી એમાં કાજુ, બદામ અને અખરોટ નાખી બધા ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં મખાના નાખી મખાના ને હલાવતા રહી શેકો. મખાના શેકાઈ ક્રિસ્પી થઇ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યાર બાદ એજ કડાઈમાં સુકા નારિયલ નું છીણ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધી સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થઇ જાય એટલે સૌથી પહેલા મિક્સર જારમાં શેકેલ અળસી અને શેકેલ ઓટ્સ નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને કથરોટ માં નાખો
  • હવે મિક્સર જારમાં શેકેલ કાજુ, બદામ, અખરોટ અને મખાના નાખી પ્લસ મોડમાં ફેરવી દર્દરા પીસી એને પણ પીસેલ અળસી સાથે નાખો ત્યાર બાદ એમાં શેકેલ સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, મરી પાઉડર, એલચી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં મિક્સ કરેલ મિશ્રણ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી કથરોટમાં નાખી હાથ લગાવી શકાય એટલું ગરમ રહે એટલે હાથ થી બરોબર મસળી એમાંથી લાડુ બનાવી લ્યો. અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ સાફ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે અળસી ના લાડુ.
  • અહી તમે મીઠાસ ઓછી વધુ કરી શકો છો
  • જો લાડુ બનાવતા તૂટી જતા હોય તો થોડું ઘી ગરમ કરી મિક્સ કરવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત

એમ કહેવાય કે ગુજરાતીઓ જેટલા ખાવા ના શોકીન કોઈ નથી હોતું અને એટલેજ ગુજરાતી પોતાના ખાવાના સ્વાદ માટે બને તો બાર મહિના સુંધી અમુક મસાલા, અનાજ અને શાક ની સુકમણી, ફ્રોઝન કરી ને રાખતા હોય છે આજ આપણે એક એવાજ મસાલા કસુરી મેથી ની સુક્મણી કરતા શીખીશું. આમ તો આ સુક્મણી બજારમાં તૈયાર મળે છે પણ તમે ઘરે બસ થોડી મહેનત કરી બાર મહિના માટે ઉપયોગી એવી આ મેથી ની સુક્મણી કરી Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત થી તૈયાર કરી શકો છો.

કસુરી મેથી માટે જરૂરી સામગ્રી

  • લીલી મેથી 3-4 જુડી

Kasuri methi banavani rit

કસુરી મેથી બનાવવા સૌથી પહેલા પાતળી ડાળી, પાતળા અને થોડ ગોળ હોય એવા પાંદ વાળી મેથી લ્યો અને એના માત્ર પાંદ ને એક એક કરી અલગ કરી લ્યો. કાચી ડાળી આવી જશે તો ચાલશે આમ એક એક ડાળી માંથી સારા અને કોઈ ડાઘ કે ધબ્બા ના હોય એવા પાંદ અલગ કરી લ્યો ,

ત્યાર બાદ મોટા વાસણમાં પાણી ભરી એમાં સાફ કરેલ પાંદ ને નાખી હલાવી બ્રોર્બ ધોઈ સાફ કરી ચારણીમાં કાઢી લ્યો અને થોડી વાર ચારણીમાં રહેવા દયો.

મેથી ના પાંદ નું પાણી નીતારી લીધા બાદ પંખા નીચે અથવા છાયા માં એક સાફ કોરા કપડા પર પંદ ને ફેલાવી ને સુકવી દયો. અને સવાર સાંજ હાથ ફેરવી એને ઉથલ પાથલ કરી દયો આમ બે ત્રણ દિવસ માં પાંધ સુકાઈ જાય એટલે એક મોટા વાસણમાં મૂકી એક થી બે કલાક માટે તડકામાં સુકવી દયો અને બે કલાક પછી સાફ કોરી બરણીમાં ભરી લ્યો. અને જરૂર મુજબ સાફ કોરા હાથથી કાઢવી. તો તૈયાર છે કસુરી મેથી.

 kasuri methi recipe in gujarati notes

સુક્મણી માટે હમેસા થોડા ગોળ પાંદ હોય એવી મેથી ની  જ કરવી જેની સુક્મણી ની સુંગંધ ખુબ સારી આવશે. લાંબા પાંદ વાળા ની પણ સુક્મણી કરી શકો છો પણ એમથી એટલે સારી સુગંધ નહિ આવે.

અહી તમે પાંદ અલગ પાણીથી ધોયા વગર કરી સીધા કપડામાં સુકવી શકો છો.

સુકમણી હમેશા છાયા માં કરવી નહિતર સુકાયેલા પાંદ ઝડપથી પીળા થઇ જશે.

સુક્મણી છેલ્લે એક બે કલાક તડકામાં મુકવાથી લાંબો સમય સુંધી સારી રહેશે. 

તમે ઇન્સ્ટન્ટ કસુરી મેથી બનાવવા ગરમ તવી માં થોડા પાંદ નાખી હલાવતા રહી ને અથવા ઓવેન કે એર ફાયર માં પણ કરી શકો છો.

કસુરી મેથી બનાવવાની રીત

Kasuri methi - કસુરી મેથી

Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત

એમ કહેવાય કે ગુજરાતીઓ જેટલા ખાવા ના શોકીન કોઈ નથી હોતું અને એટલેજ ગુજરાતી પોતાનાખાવાના સ્વાદ માટે બને તો બાર મહિના સુંધી અમુક મસાલા, અનાજઅને શાક ની સુકમણી, ફ્રોઝનકરી ને રાખતા હોય છે આજ આપણે એક એવાજ મસાલા કસુરી મેથી ની સુક્મણી કરતા શીખીશું. આમ તો આ સુક્મણી બજારમાં તૈયાર મળે છે પણ તમે ઘરે બસથોડી મહેનત કરી બાર મહિના માટે ઉપયોગી એવી આ મેથી ની સુક્મણી કરી Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત થી તૈયાર કરી શકો છો.
No ratings yet
Prep Time: 30 minutes
Resting time: 3 days
Total Time: 3 days 30 minutes
Servings: 100 ગ્રામ આશરે

Equipment

  • 1 થાળી/ મોટું વાસણ/ કપડું

Ingredients

  • 3-4 જુડી લીલી મેથી

Instructions

Kasuri methi banavani recipe

  • કસુરી મેથી બનાવવા સૌથી પહેલા પાતળી ડાળી, પાતળા અને થોડ ગોળ હોય એવા પાંદ વાળી મેથી લ્યો અને એના માત્ર પાંદ ને એક એક કરી અલગ કરી લ્યો. કાચી ડાળી આવી જશે તો ચાલશે આમ એક એક ડાળી માંથી સારા અને કોઈ ડાઘ કે ધબ્બા ના હોય એવા પાંદ અલગ કરી લ્યો ,
  • ત્યાર બાદ મોટા વાસણમાં પાણી ભરી એમાં સાફ કરેલ પાંદ ને નાખી હલાવી બ્રોર્બ ધોઈ સાફ કરી ચારણીમાં કાઢી લ્યો અને થોડી વાર ચારણીમાં રહેવા દયો.
  • મેથી ના પાંદ નું પાણી નીતારી લીધા બાદ પંખા નીચે અથવા છાયા માં એક સાફ કોરા કપડા પર પંદ ને ફેલાવી ને સુકવી દયો. અને સવાર સાંજ હાથ ફેરવી એને ઉથલ પાથલ કરી દયો આમ બે ત્રણ દિવસ માં પાંધ સુકાઈ જાય એટલે એક મોટા વાસણમાં મૂકી એક થી બે કલાક માટે તડકામાં સુકવી દયો અને બે કલાક પછી સાફ કોરી બરણીમાં ભરી લ્યો. અને જરૂર મુજબ સાફ કોરા હાથથી કાઢવી. તો તૈયાર છે કસુરી મેથી.

kasuri methi recipe in gujarati notes

  • સુક્મણી માટે હમેસા થોડા ગોળ પાંદ હોય એવી મેથી ની જ કરવી જેની સુક્મણી ની સુંગંધ ખુબ સારી આવશે. લાંબા પાંદ વાળા ની પણ સુક્મણી કરી શકો છો પણ એમથી એટલે સારી સુગંધ નહિ આવે.
  • અહી તમે પાંદ અલગ પાણીથી ધોયા વગર કરી સીધા કપડામાં સુકવી શકો છો.
  • સુકમણી હમેશા છાયા માં કરવી નહિતર સુકાયેલા પાંદ ઝડપથી પીળા થઇ જશે.
  • સુક્મણી છેલ્લે એક બે કલાક તડકામાં મુકવાથી લાંબો સમય સુંધી સારી રહેશે.
  • તમે ઇન્સ્ટન્ટ કસુરી મેથી બનાવવા ગરમ તવી માં થોડા પાંદ નાખી હલાવતા રહી ને અથવા ઓવેન કે એર ફાયર માં પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Shakkariya na penda banavani rit | શક્કરીયા ના પેંડા બનાવવાની રીત

નમસ્તે આ પેંડા ને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને બનાવવા ખુબ સરળ છે તમારો થોડો સમય લેશે પણ જયારે પેંડા તૈયાર થઇ જશે ત્યારે મહેનત સફળ થયાનો આનદ થશે. શક્કરીયા ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ પેંડા જરૂર બનાવજો ખાવાની મજા આવશે. તો ચાલો Shakkariya na penda – શક્કરીયા ના પેંડા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • શક્કરીયા 300 ગ્રામ
  • ઘી 2-3 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ કપ
  • છીણેલો ગોળ 1 કપ
  • માવો ½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કેસર ના તાંતણા 10-12
  • પિસ્તાની કતરણ 1-2 ચમચી

Shakkariya na penda banavani rit

શક્કરીયા ના પેંડા બનાવવા સૌથી પહેલા શક્કરીયા ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ અને ઉપર નીચેની ડાળી  કાળી નાખી ચાકુથી નાના કટકા કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં એકાદ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. અને પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી ચારણીમાં કટકા કરેલ શક્કરીયા નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાળી એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ શક્કરીયા ના કટકા નાખો અને ચાર પાંચ મિનીટ શેકી લ્યો પાંચ મિનીટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી દૂધ સાથે ચડાવો અને દૂધ સાવ થોડું રહે એટલે મેસર થી બરોબર મેસ કરી લ્યો  ( અહી મિશ્રણ ને થોડું ઠંડું કરી મિક્સર જારમાં પીસી પણ શકો છો).

મિશ્રણ સ્મૂથ થાય અને થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં મોરો માવો છીણી ને નાખો અને એને પણ દસ બાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી ચડાવો.

પહેલા તો ગોળ નાખવાના કારણે મિશ્રણ નરમ થશે પણ મીડીયમ કે ધીમા તાપે હલાવતા રહેશો તો મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થઇ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ બીજા વાસણમાં કાઢી લ્યો અને મિશ્રણ ને ઠંડું થવા દયો.

મિશ્રણ ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી લઇ સ્મૂથ બનાવી એમાંથી પેંડા જેટલું મિશ્રણ લઇ પેંડા બનાવો અને ઉપર કેસરના તાંતણા અને પીસ્તા ની કતરણ મુક્ત જાઓ. આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે શક્કરીયા માંથી પેંડા.     

ગોળ ની જગ્યાએ સાકાર / ખાંડ કે અન્ય સ્વીટ પણ નાખી શકો છો, માવો ણા હોય તો મિલ્ક પાઉડર પણ નાખી શકો છો, જો તમે દૂધ ના પિતા હો તો કોકોનટ મિલ્ક પણ વાપરી શકો છો.

શક્કરીયા ના પેંડા બનાવવાની રીત

Shakkariya na penda - શક્કરીયા ના પેંડા

Shakkariya na penda banavani rit

નમસ્તેઆ પેંડા ને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને બનાવવા ખુબ સરળ છે તમારો થોડો સમયલેશે પણ જયારે પેંડા તૈયાર થઇ જશે ત્યારે મહેનત સફળ થયાનો આનદ થશે. શક્કરીયાખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ પેંડા જરૂર બનાવજો ખાવાની મજા આવશે. તોચાલો Shakkariya na penda – શક્કરીયા ના પેંડા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

  • 300 ગ્રામ શક્કરીયા
  • 2-3 ચમચી ઘી
  • 1 ½ કપ ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ છીણેલો ગોળ
  • ½ કપ માવો
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 10-12 કેસર ના તાંતણા
  • 1-2 ચમચી પિસ્તાની કતરણ

Instructions

Shakkariya na penda banavani rit

  • શક્કરીયા ના પેંડા બનાવવા સૌથી પહેલા શક્કરીયા ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ અને ઉપર નીચેની ડાળી કાળી નાખી ચાકુથી નાના કટકા કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં એકાદ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. અને પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી ચારણીમાં કટકા કરેલ શક્કરીયા નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાળી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ શક્કરીયા ના કટકા નાખો અને ચાર પાંચ મિનીટ શેકી લ્યો પાંચ મિનીટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી દૂધ સાથે ચડાવો અને દૂધ સાવ થોડું રહે એટલે મેસર થી બરોબર મેસ કરી લ્યો ( અહી મિશ્રણ ને થોડું ઠંડું કરી મિક્સર જારમાં પીસી પણ શકો છો) મિશ્રણ સ્મૂથ થાય અને થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં મોરો માવો છીણી ને નાખો અને એને પણ દસ બાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી ચડાવો.
  • પહેલા તો ગોળ નાખવાના કારણે મિશ્રણ નરમ થશે પણ મીડીયમ કે ધીમા તાપે હલાવતા રહેશો તો મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થઇ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ બીજા વાસણમાં કાઢી લ્યો અને મિશ્રણ ને ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી લઇ સ્મૂથ બનાવી એમાંથી પેંડા જેટલું મિશ્રણ લઇ પેંડા બનાવો અને ઉપર કેસરના તાંતણા અને પીસ્તા ની કતરણ મુક્ત જાઓ. આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે શક્કરીયા માંથી પેંડા.

Notes

  1. ગોળ ની જગ્યાએ સાકાર / ખાંડ કે અન્ય સ્વીટ પણ નાખી શકો છો.
  2. માવો ણા હોય તો મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
  3. જો તમે દૂધ ના પિતા હો તો કોકોનટ મિલ્ક પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Bajra Mula na Parotha : બાજરા મૂળાના પરોઠા ની રેસીપી

શિયાળામાં બાજરો અને મૂળા બને સ્વાસ્થ માટે ખુબ સારા માનવામાં આવે છે ત્યારે આજ આપણે એ બને ને મિક્સ કરી ને જ બધા ને પસંદ હોય અને ચા, દૂધ કે દહીં સાથે મજા લઇ શકો એવા પરોઠા બનાવશું. જે સવારના નાસ્તામાં અથવા બાળકો ને ટીફીન માં બનાવી ને આપી શકો છો. તો ચાલો Bajra Mula na Parotha – બાજરા મૂળાના પરોઠા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાજરા નો લોટ 2 કપ
  • છીણેલા મૂળા 4-5
  • લીલા મરચા ઝીણા સુધારેલા 2-3
  • છીણેલું આદું ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

Bajra Mula na Parotha banavani recipe

બાજરા મૂળાના પરોઠા બનાવવા સૌથી પહેલા મૂળા ને ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઈ લ્યો અને ઝીણી છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ કથરોટમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો એમાં છીનેલ મૂળા ને નાખો સાથે ઝીણા સુધરેલા લીલા મરચા, ઝીણા સુધારેલ લીલા ધાણા, આડું છીણેલું, હાથ થી મસળી અજમો અને જીરું નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ  ચાર પાંચ મિનીટ મસળી ને ઢાંકી પાંચ મિનીટ એક બાજુ મુકો. પાંચ મિનીટ પછી ફરી લોટ ને મસળી એના લુવા બનાવી લ્યો અને ગેસ પર તવી ગરમ કરવા મુકો.

તવી ગરમ થાય ત્યાં સુંધી લુવાને કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો અને ફાટેલી કિનારી ને હાથ થી થોડી થોડી દબાવી થોડી જાડી જ રોટલી બનાવી લ્યો. બનાવેલી રોટલી ને ગરમ તવી પર નાખો અને ગેસ મીડીયમ કરી બને બાજુ થોડો શેકો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તાવીથા થી દબાવી પરોઠા ને બરોબર શેકી લ્યો. આમ બધા જ પરોઠા વણી શેકી તૈયાર કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે બાજરા મૂળાના પરોઠા

અહી તમે લુવાને બે પ્લાસ્ટિક ની થેલી પર થોડું તેલ લગાવી વચ્ચે મૂકી ઉપર થાળી થી થોડા દબાવી ને પણ તૈયાર કરી શકો છો. 

લોટ થોડો કઠણ બાંધવો કેમકે મૂળા માંથી પણ પાણી અલગ થશે. અથવા જો સમય હોય તો  છીણેલા મૂળા, મીઠું સ્વાદ મુજબ, બધા મસાલા  અને લોટ ને મિક્સ કરી પંદર વીસ મિનીટ એમજ રહેવા દેશો તો મુલાનું પાણી થી લોટ બંધાઈ જશે પછી એક બે ચમચી જ પાણી ની જરૂર પડશે.

બાજરા મૂળાના પરોઠા બનાવવાની રેસીપી

Bajra Mula na Parotha - બાજરા મૂળાના પરોઠા

Bajra Mula na Parotha – બાજરા મૂળાના પરોઠા ની રેસીપી

શિયાળામાં બાજરો અને મૂળા બને સ્વાસ્થ માટે ખુબ સારા માનવામાં આવે છે ત્યારે આજ આપણે એ બનેને મિક્સ કરી ને જ બધા ને પસંદ હોય અને ચા, દૂધ કે દહીં સાથે મજા લઇ શકો એવા પરોઠા બનાવશું. જે સવારના નાસ્તામાં અથવા બાળકો ને ટીફીન માં બનાવીને આપી શકો છો. તો ચાલો Bajra Mula na Parotha – બાજરા મૂળાના પરોઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 છીણી

Ingredients

  • 2 કપ બાજરા નો લોટ
  • 4-5 છીણેલા મૂળા
  • 2-3 લીલા મરચા ઝીણા સુધારેલા
  • ½ ચમચી છીણેલું આદું
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

Instructions

Bajra Mula na Parotha banavani recipe

  • બાજરા મૂળાના પરોઠા બનાવવા સૌથી પહેલા મૂળા ને ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઈ લ્યો અને ઝીણી છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ કથરોટમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો એમાં છીનેલ મૂળા ને નાખો સાથે ઝીણા સુધરેલા લીલા મરચા, ઝીણા સુધારેલ લીલા ધાણા, આડું છીણેલું, હાથ થી મસળી અજમો અને જીરું નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ચાર પાંચ મિનીટ મસળી ને ઢાંકી પાંચ મિનીટ એક બાજુ મુકો. પાંચ મિનીટ પછી ફરી લોટ ને મસળી એના લુવા બનાવી લ્યો અને ગેસ પર તવી ગરમ કરવા મુકો.
  • તવી ગરમ થાય ત્યાં સુંધી લુવાને કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો અને ફાટેલી કિનારી ને હાથ થી થોડી થોડી દબાવી થોડી જાડી જ રોટલી બનાવી લ્યો. બનાવેલી રોટલી ને ગરમ તવી પર નાખો અને ગેસ મીડીયમ કરી બને બાજુ થોડો શેકો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તાવીથા થી દબાવી પરોઠા ને બરોબર શેકી લ્યો. આમ બધા જ પરોઠા વણી શેકી તૈયાર કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે બાજરા મૂળાના પરોઠા.
  • અહી તમે લુવાને બે પ્લાસ્ટિક ની થેલી પર થોડું તેલ લગાવી વચ્ચે મૂકી ઉપર થાળી થી થોડા દબાવી ને પણ તૈયાર કરી શકો છો.
  • લોટ થોડો કઠણ બાંધવો કેમકે મૂળા માંથી પણ પાણી અલગ થશે. અથવા જો સમય હોય તો છીણેલા મૂળા, મીઠું સ્વાદ મુજબ, બધા મસાલા અને લોટ ને મિક્સ કરી પંદર વીસ મિનીટ એમજ રહેવા દેશો તો મુલાનું પાણી થી લોટ બંધાઈ જશે પછી એક બે ચમચી જ પાણી ની જરૂર પડશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી