Home Blog Page 109

મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe aste Unfold  YouTube channel on YouTube  આજે આપણે સામા – મોરૈયા ની ખીર બનાવવાની રીત – moraiya ni kheer banavani rit શીખીશું. રેગ્યુલર ખીર ચોખા માંથી અને ફરાળી ખીર સાબુદાણા કે સામા  (મોરૈયો) માંથી બનાવવામાં આવતી હોય છે ખાંડ , સાકર અને મધ કે પછી ડ્રાય ફ્રૂટ ની મીઠાસ માંથી અલગ અલગ રીત થી બનતી હોય છે અને વ્રત ઉપવાસ સિવાય પણ બનાવી શકાય છે અને શ્રાદ્ધપક્સ માં પણ બનાવી શકાય છે તો આજ આપણે જટ પટ બની ને તૈયાર થતી ખીર moriya – moraiya ni kheer recipe in gujarati.

મોરૈયા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | moraiya ni kheer ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
  • સામો ⅓ કપ
  • ખાંડ ⅓ કપ (અથવા તમને જે પ્રમાણે મીઠાસ પસંદ હોય એ મુજબ)
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાજુ, બદામ ની કતરણ
  • કેસરના તાંતણા 8-10 (ઓપ્શનલ છે)
  • ઘી 1 ચમચી

મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer recipe in gujarati

સામા (મોરૈયો) ની ખીર બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં સામો લ્યો એને બે પાણી થી મસળી ને ધોઇ લ્યો ત્યાર બાદ ગ્લાસ એક પાણી નાખી દસ પંદર મિનિટ પલળવા દયો

હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી ઘી નાખો ને ઘી પીગળે ત્યાર બાદ એમાં દૂધ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને એક ઉભરો આવવા દયો દૂધ માં ઉભરો આવી જાય એટલે ગેસ મિડીયમ કરી દૂધ ને ઉકળવા દયો દૂધ ઉકળે ત્યારે થોડી થોડી વારે વચ્ચે હલાવતા રહો

હવે દૂધ ઉકળી ને પોણા ભાગ નું થાય એટલે પાણી નિતારી ને સામો દૂધ માં નાખો ને હલાવતા રહો સામો નાખ્યા પછી ચમચા થી હલાવતા રહેવું જેથી સામા ના ગાંઠા ના બની જાય ને નીચે ચોંટી ના જાય સામો બરોબર ચડી જસે એટલે ઉપર આવવા લાગશે

સામો દૂધ માં બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખો ને ખાંડ ને હલાવી ઓગળી લ્યો ત્યાર બાદ એને બીજી ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો ચાર મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ત્રણ મિનિટ ચડવા દયો

ત્રણ મિનિટ પછી ખીર તૈયાર છે એને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરી ગરમ ગરમ કે પછી થોડી  ઠંડી કરી સર્વ કરો સામા (મોરૈયો) ની ખીર

moraiya ni kheer recipe in gujarati notes

સામા ને સાફ કપડા થી લુછી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી ઘી માં શેકી લ્યો અને પછી દૂધ માં ચડાવી લ્યો આમ જે ખીર તૈયાર થશે એનો સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે

અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રૂટ નાખી શકો છો ડ્રાય ફ્રુટ ને પણ હમેશા ઘી માં શેકી ને નાખવાથી સારા લાગે છે

ખાંડ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો સાથે ખાંડ ની જગ્યાએ તમે સાકર કે મધ પણ વાપરી શકો છો જો મધ નાખો તો છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી નાખવું

moraiya ni kheer banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Taste Unfold ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

moriya ni kheer recipe in gujarati

મોરૈયા ની ખીર બનાવવાની રીત - moraiya ni kheer - moraiya ni kheer banavani rit - moraiya ni kheer recipe in gujarati - moriya ni kheer recipe in gujarati

મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moraiya ni kheer recipe in gujarati | moriya ni kheer recipe in gujarati

આજે આપણે સામા – મોરૈયા ની ખીર બનાવવાની રીત – moraiyani kheer banavani rit શીખીશું.રેગ્યુલર ખીર ચોખા માંથી અને ફરાળી ખીર સાબુદાણા કે સામા  (મોરૈયો) માંથીબનાવવામાં આવતી હોય છે ખાંડ , સાકર અને મધ કે પછી ડ્રાય ફ્રૂટની મીઠાસ માંથી અલગ અલગ રીત થી બનતી હોય છે અને વ્રત ઉપવાસ સિવાય પણ બનાવી શકાય છેઅને શ્રાદ્ધપક્સ માં પણ બનાવી શકાય છે તો આજ આપણે જટ પટ બની ને તૈયાર થતી ખીર moriya – moraiyani kheer recipe in gujarati
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મોરૈયા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | moraiyani kheer ingredients

  • 1 કિલો ફૂલક્રીમ દૂધ
  • સામો
  • કપ ખાંડ (અથવા તમને જે પ્રમાણે મીઠાસ પસંદ હોય એ મુજબ)
  • ¼ એલચી પાઉડર
  • 8-10 કાજુ, બદામ ની કતરણ
  • 1 ચમચી ઘી
  • કેસરના તાંતણા (ઓપ્શનલછે)

Instructions

મોરૈયાની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moriya ni kheer recipe in gujarati

  • સામા (મોરૈયો) ની ખીર બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં સામો લ્યો એને બે પાણી થી મસળી નેધોઇ લ્યો ત્યાર બાદ ગ્લાસ એક પાણી નાખી દસ પંદર મિનિટ પલળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી ઘી નાખો ને ઘી પીગળે ત્યાર બાદ એમાં દૂધ નાખી ફૂલ તાપેહલાવતા રહો ને એક ઉભરો આવવા દયો દૂધ માં ઉભરો આવી જાય એટલે ગેસ મિડીયમ કરી દૂધ ને ઉકળવાદયો દૂધ ઉકળે ત્યારે થોડી થોડી વારે વચ્ચે હલાવતા રહો
  • હવે દૂધ ઉકળી ને પોણા ભાગ નું થાય એટલે પાણી નિતારી ને સામો દૂધ માં નાખો ને હલાવતા રહોસામો નાખ્યા પછી ચમચા થી હલાવતા રહેવું જેથી સામા ના ગાંઠા ના બની જાય ને નીચે ચોંટીના જાય સામો બરોબર ચડી જસે એટલે ઉપર આવવા લાગશે
  • સામો દૂધ માં બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખો ને ખાંડ ને હલાવી ઓગળી લ્યો ત્યાર બાદ એનેબીજી ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો ચાર મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટઅને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ત્રણ મિનિટ ચડવા દયો
  • ત્રણ મિનિટ પછી ખીર તૈયાર છે એને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરીગરમ ગરમ કે પછી થોડી  ઠંડી કરી સર્વ કરો સામા (મોરૈયો) ની ખીર

moraiya ni kheer recipe in gujarati notes

  • સામાને સાફ કપડા થી લુછી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી ઘી માં શેકી લ્યો અને પછી દૂધમાં ચડાવી લ્યો આમ જે ખીર તૈયાર થશે એનો સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે
  • અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રૂટ નાખી શકો છો ડ્રાય ફ્રુટ ને પણ હમેશા ઘી માં શેકી નેનાખવાથી સારા લાગે છે
  • ખાંડની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો સાથે ખાંડ ની જગ્યાએ તમે સાકર કે મધ પણવાપરી શકો છો જો મધ નાખો તો છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati

હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | halwasan recipe in gujarati

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit | rabdi malpua recipe in gujarati | malpua recipe in gujarati

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube  આજે આપણે ટામેટા ડુંગળી નું શાક બનાવવાની રીત – ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત શીખીશું. જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે ગ્રેવી વાળુ એવું શાક કે જે દરેક ઘરમાં તો હોય જ છે ને એક વખત બનાવશો તો ઘરમાં બીજી વખત બનાવવા કહે એવું dungri tameta nu shaak banavani rit – dungri tameta nu shaak recipe in gujarati શીખીએ.

ડુંગળી ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | dungri tameta nu shaak ingredients

  • ડુંગળી 5-6 મોટી સુધારેલ
  • ટમેટા 2-3 મોટા સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • તેલ 5-6 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની કણી 5-6
  • આદુ નો ટુકડો ½ ઇંચ નો
  • મોટી એલચી 1
  • તજનો ટુકડો 1
  • લવિંગ 2-3
  • મરી 3-4
  • તમાલપત્ર 1
  • હિંગ ¼ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1  ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ક્રીમ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

ટામેટા ડુંગળી નું શાક બનાવવાની રીત | ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત

ટમેટા ડુંગળીનું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ લ્યો ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને ધોઇ સાફ કરી એના બીજ કાઢી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી બે મિનિટ ફૂલ તાપે શેકો ત્યાર બાદ એમાં ટમેટા નાખી એને પણ બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો હવે અડધા કપ જેટલા ડુંગળી ટમેટા કડાઈમાં મૂકી બીજા ને તેલ નિતારી ચમચા થી બીજા વાસણમાં  કાઢી લ્યો

ત્યારબાદ કડાઈ માં રહેલ ડુંગળી ટમેટા એક બાજુ કરી તેલ માં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો, લસણ ની કણી, લવિંગ અને મરી નાખી શેકી લ્યો ત્યાર બાદ ડુંગળી ટમેટા સાથે મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી પીસી ને પેસ્ટ કરી લ્યો

હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને કસુરી મેથી નાખી એમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો

તેલ અલગ થાય એટલે એમાં ક્રીમ નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ ડુંગળી ટામેટા નાખો સાથે ગરમ મસાલો અને લીલા મરચાં સુધારેલ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકી ને ચડવી લ્યો તો તૈયાર છે ટમેટા ડુંગળીનું  શાક

dungri tameta nu shaak recipe in gujarati notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
  • ગ્રેવી માં જો ક્રીમ ના હોય તો પાંચ છ કાજુ ને ગરમ પાણી માં અડધો કલાક પલાળી ને પીસી ને પણ નાખી શકો છો

dungri tameta nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dungri tameta nu shaak recipe in gujarati

ટામેટા ડુંગળી નું શાક બનાવવાની રીત - ડુંગળી ટામેટા નું શાક - ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત - dungri tameta nu shaak - dungri tameta nu shaak banavani rit - dungri tameta nu shaak recipe in gujarati

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak | dungri tameta nu shaak banavani rit | dungri tameta nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube  આજે આપણે ટામેટા ડુંગળી નું શાક બનાવવાની રીત – ડુંગળી ટામેટા નુંશાક બનાવવાની રીત શીખીશું. જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે ગ્રેવી વાળુ એવું શાક કે જે દરેક ઘરમાં તો હોયજ છે ને એક વખત બનાવશો તો ઘરમાં બીજી વખત બનાવવા કહે એવું dungri tameta nu shaak banavani rit – dungri tameta nu shaak recipe in gujarati શીખીએ
3.89 from 9 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડુંગળી ટામેટા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | dungri tameta nu shaak ingredients

  • 5-6 ડુંગળી મોટી સુધારેલ
  • 2-3 ટમેટા મોટા સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 5-6 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 5-6 લસણની કણી
  • ½ ઇંચ નો આદુનો ટુકડો
  • 1 મોટી એલચી
  • 1 તજનો ટુકડો
  • 2-3 લવિંગ
  • 3-4 મરી
  • 1 તમાલપત્ર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak | dungri tameta nu shaak banavani rit

  • ટમેટા ડુંગળીનું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ લ્યો ને મિડીયમ સાઇઝ ના કટકાકરી લ્યો ત્યાર બાદ ટમેટા ને ધોઇ સાફ કરી એના બીજ કાઢી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી બે મિનિટ ફૂલ તાપેશેકો ત્યાર બાદ એમાં ટમેટા નાખી એને પણ બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો હવે અડધા કપ જેટલા ડુંગળી ટમેટા કડાઈમાં મૂકી બીજા ને તેલ નિતારી ચમચા થી બીજા વાસણમાં  કાઢી લ્યો
  • હવે કડાઈ માં રહેલ ડુંગળી ટમેટા એક બાજુ કરી તેલ માં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો, લસણ ની કણી, લવિંગઅને મરી નાખી શેકી લ્યો ત્યાર બાદ ડુંગળી ટમેટા સાથે મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યોત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી પીસી ને પેસ્ટ કરી લ્યો
  • હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને કસુરી મેથી નાખીએમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીનેતેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
  • તેલઅલગ થાય એટલે એમાં ક્રીમ નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં અડધોકપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ ડુંગળી ટામેટાનાખો સાથે ગરમ મસાલો અને લીલા મરચાં સુધારેલ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકીને ચડવી લ્યો તો તૈયાર છે ટમેટા ડુંગળીનું  શાક

dungri tameta nu shaak recipe in gujarati notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
  • ગ્રેવીમાં જો ક્રીમ ના હોય તો પાંચ છ કાજુ ને ગરમ પાણી માં અડધો કલાક પલાળી ને પીસી ને પણનાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | dungri bataka nu shaak banavani rit | dungri bataka nu shaak recipe in gujarati

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત | palak pudina ni sev banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Poonam’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત – palak fudina ni sev banavani rit શીખીશું સેવ, ગાંઠિયા કે ફરસાણ એ દરેક ગુજરાતી ની ખાસ પસંદ છે ગુજરાતી નો સવાર નો નાસ્તો હોય કે સાંજ નો નાસ્તો હોય ફરસાણ વગર અધૂરો હોય તો આજ આપણે નવા સ્વાદ વાળી palak pudina ni sev banavani rit શીખીશું તો ચાલો palak pudina sev recipe in gujarati શીખીએ.

પાલક ફુદીના ની સેવ બનાવવા જરૂરી સામગ્રી | palak pudina sev ingredients

  • પાલક ના પાન 15-20
  • ફુદીના ના પાન ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલા મરચા 3-4
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • બેસન 150 ગ્રામ આશરે 1 ¼ કપ
  • ચોખા નો લોટ ½ કપ
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • તેલ ½ કપ + તરવા માટે તેલ

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત | palak fudina ni sev banavani rit

પાલક ફુદીના સેવ બનાવવા માટે સૌપ્રથમ પાલક સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ફુદીના ના પાન અને લીલા ધાણા સાફ કરી ધોઇ લ્યો હવે મિક્સર જાર માં પાલક, ફુદીના ના પાન, લીલા ધાણા, લીલા મરચા, આદુ, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો

ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી સ્મુથ પ્યુરી બનાવી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલ પ્યુરી ને ફરી મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં અડધો કપ તેલ, ચાર્ટ મસાલો નાખી બે ત્રણ મિનિટ પીસી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એક વાસણમાં બેસન અને ચોખા નો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ મિક્સર નું મિશ્રણ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો (જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી બીજો બેસન કે ચોખા નો લોટ નાખવો) બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ બનાવવાના મશીન ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને તેમાં તૈયાર મિશ્રણ નાખી બંધ કરો ને તેલ ગરમ થાય એટલે ગેસ મીડિયમ તાપ કરી એમાં સેવ પાડો અને સેવ એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો ને બને બાજુ બરોબર તરી લ્યો

સેવ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ તરવા પાડો આમ બધી સેવ ને ક્રિસ્પી તરી લ્યો અને કાઢી લ્યો ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી ને મજા લ્યો તૈયાર છે પાલક ફુદીના સેવ

palak pudina sev recipe in gujarati notes

  • તમે સેવ માત્ર બેસન કે માત્ર ચોખા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • સેવ તરી લીધા બાદ ઉપર થોડો ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • સેવ ને મિડીયમ તાપે જ તરવી અને એનો રંગ ના બદલે એનું ધ્યાન રાખવું

palak pudina ni sev banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

palak pudina sev recipe in gujarati

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત - palak fudina ni sev banavani rit - palak pudina ni sev banavani rit - palak pudina sev recipe in gujarati

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત | palak pudina ni sev banavani rit | palak pudina sev recipe in gujarati

આજે આપણે પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત – palak fudina ni sev banavani rit શીખીશું સેવ, ગાંઠિયા કે ફરસાણ એ દરેક ગુજરાતી ની ખાસ પસંદછે ગુજરાતી નો સવાર નો નાસ્તો હોય કે સાંજ નો નાસ્તો હોય ફરસાણ વગર અધૂરો હોય તો આજઆપણે નવા સ્વાદ વાળી palak pudina ni sev banavani rit શીખીશું તો ચાલો palak pudina sev recipe in gujarati શીખીએ
4.38 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

પાલક ફુદીના ની સેવ બનાવવા જરૂરી સામગ્રી| palak pudina sev ingredients

  • 15-20 પાલકના પાન
  • ¼ કપ ફુદીનાના પાન
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 3-4 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 150 ગ્રામ બેસન આશરે
  • ½ કપ ચોખાનો લોટ
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ કપ તેલ + તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત| palak fudina ni sev banavani rit

  • પાલક ફુદીના સેવ બનાવવા માટે સૌપ્રથમ પાલક સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ફુદીના ના પાન અનેલીલા ધાણા સાફ કરી ધોઇ લ્યો હવે મિક્સર જાર માં પાલક, ફુદીના ના પાન, લીલા ધાણા, લીલા મરચા, આદુ,લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો
  • ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી સ્મુથ પ્યુરી બનાવી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલપ્યુરી ને ફરી મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં અડધો કપ તેલ, ચાર્ટ મસાલો નાખી બે ત્રણ મિનિટપીસી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એક વાસણમાં બેસન અને ચોખા નો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ મિક્સર નું મિશ્રણ નાખતા જઈનરમ લોટ બાંધી લ્યો (જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી બીજો બેસન કે ચોખા નો લોટ નાખવો) બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ બનાવવાના મશીનને તેલ થી ગ્રીસ કરી લ્યો અને તેમાં તૈયાર મિશ્રણ નાખી બંધ કરો ને તેલ ગરમ થાય એટલેગેસ મીડિયમ તાપ કરી એમાં સેવ પાડો અને સેવ એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો નેબને બાજુ બરોબર તરી લ્યો
  • સેવ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ તરવા પાડો આમ બધી સેવ ને ક્રિસ્પીતરી લ્યો અને કાઢી લ્યો ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી ને મજાલ્યો તૈયાર છે પાલક ફુદીના સેવ

palak pudina sev recipe in gujarati notes

  • તમે સેવ માત્ર બેસન કે માત્ર ચોખા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • સેવતરી લીધા બાદ ઉપર થોડો ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • સેવને મિડીયમ તાપે જ તરવી અને એનો રંગ ના બદલે એનું ધ્યાન રાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit | besan bateta na gathiya recipe in gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

મીઠા શક્કરપારા બનાવવાની રીત | mitha shakarpara banavani rit | mitha shakarpara recipe in gujarati

મુઠીયા બનાવવાની રીત | દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors  YouTube channel on YouTube  આજે આપણે બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત – besan bateta na gathiya banavani rit gujarati ma શીખીશું. ગાંઠિયા તો આપણે બધા એ અલગ અલગ પ્રકારના સ્વાદ વાળા નાસ્તામાં કે એમજ પણ ખાધા જ હસે પણ સોફ્ટ ને ક્રિસ્પી અને ચટપટા બેસન besan bateta na gathiya recipe in gujarati શીખીએ.

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | besan bateta na gathiya ingredients

  • બેસન 1 ½ કપ
  • બાફેલા બટાકા 300 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½  ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • હિંગ 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ + તરવા માટે

besan bateta na gathiya banavani rit gujarati ma

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ બટકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો હવે છીણી વડે બાફેલા બટકા ને છીણી લ્યો જેથી એમાં કોઈ મોટી સાઇઝ ના કટકા ના રહે

હવે છીણેલા બટેકા માં બેસન ચાળી ને નાખી સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ, ચાર્ટ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખો

હવે હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો પણ જો માપ બરોબર લેશો તો વધારા નું પાણી નહિ જોઈએ)

ત્યારબાદ બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને સોફ્ટ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના મશીન માં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરી લ્યો

તેલ ગરમ થાય એટલે એમાં મશીન થી ગાંઠિયા નાખતા જાઓ ટાયર બાદ એક બાજુ થોડા ચડી જાય પછી બીજી બાજુ ઝારા થી ઉથલાવી નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો તરેલ ગઠીયા એક વાસણમાં કાઢી બીજા ગાંઠિયા નાખો

આમ બધા ગાંઠિયા તરી લ્યો ને ઝારા થી કાઢી વાસણમાં ઠંડા થવા દયો અને ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા (અહી તમે ગાંઠિયા પર જો પા ચમચી ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ગાંઠિયા વધારે સ્વાદિષ્ટ લાગશે) તો તૈયાર છે બેસન બટાકા ના ગાંઠિયા

besan bateta na gathiya recipe in gujarati notes

  • ગાંઠિયા માટે લોટ અને બટાકા નું માપ બરોબર લેશો તો ગાંઠિયા અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે જો લોટ વધારે નરમ લાગે તો થોડો લોટ વધારે નાખવો અને લોટ કઠણ લાગે તો એક બે ચમચી પાણી નાખી દેવું
  • લોટ હમેશા સોફ્ટ હોવો જોઈએ જો કઠણ હસે તો ગાંઠિયા માં તિરાડ બની જસે
  • મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો ને બાળકો માટે બનાવો તો મરચું ના નાખો તો પણ ચાલે

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

besan bateta na gathiya recipe in gujarati

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત - besan bateta na gathiya banavani rit gujarati ma - besan bateta na gathiya recipe in gujarati - batata na gathiya banavani rit - batata na gathiya

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit gujarati ma | besan bateta na gathiya recipe in gujarati | batata na gathiya banavani rit | batata na gathiya

આજે આપણે બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત – besan bateta na gathiya banavani rit gujarati ma શીખીશું. ગાંઠિયા તો આપણે બધાએ અલગ અલગ પ્રકારના સ્વાદ વાળા નાસ્તામાં કે એમજ પણ ખાધા જ હસે પણ સોફ્ટ ને ક્રિસ્પીઅને ચટપટા બેસન besan bateta na gathiya recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 15 minutes
Total Time: 55 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગાંઠિયા મશીન

Ingredients

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા જરૂરીસામગ્રી | besan bateta na gathiya ingredients

  • 1 ½ કપ બેસન
  • 300 ગ્રામ બાફેલા બટાકા
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી સંચળ ¼ ચમચી
  • ½ ચમચી ચાર્ટ મસાલો ½ ચમચી
  • 2-3 ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ + તરવા માટે

Instructions

બેસન બટાકાના ગાંઠિયા બનાવવાની રીત | batata na gathiya banavani rit | batatana gathiya

  • બેસન બટાકા ના ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ બટકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરીલ્યો હવે છીણી વડે બાફેલા બટકા ને છીણી લ્યો જેથી એમાં કોઈ મોટી સાઇઝ ના કટકા ના રહે
  • હવે છીણેલા બટેકા માં બેસન ચાળી ને નાખી સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ,ચાર્ટ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખો
  • હવે હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો પણ જો માપ બરોબર લેશો તો વધારા નું પાણી નહિ જોઈએ)
  • હવે બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને સોફ્ટ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના મશીનમાં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ લોટ નાખી બંધ કરી લ્યો
  • તેલ ગરમ થાય એટલે એમાં મશીન થી ગાંઠિયા નાખતા જાઓ ટાયર બાદ એક બાજુ થોડા ચડી જાય પછી બીજીબાજુ ઝારા થી ઉથલાવી નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો તરેલ ગઠીયા એક વાસણમાં કાઢી બીજા ગાંઠિયા નાખો
  • આમ બધા ગાંઠિયા તરી લ્યો ને ઝારા થી કાઢી વાસણમાં ઠંડા થવા દયો અને ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાંભરી લેવા (અહી તમે ગાંઠિયાપર જો પા ચમચી ચાર્ટ મસાલો છાંટી નાખશો તો ગાંઠિયા વધારે સ્વાદિષ્ટ લાગશે) તો તૈયાર છે બેસન બટાકા ના ગાંઠિયા

besan bateta na gathiya recipe in gujarati notes

  • ગાંઠિયા માટે લોટ અને બટાકા નું માપ બરોબર લેશો તો ગાંઠિયા અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પીબનશે જો લોટ વધારે નરમ લાગે તો થોડો લોટ વધારે નાખવો અને લોટ કઠણ લાગે તો એક બે ચમચીપાણી નાખી દેવું
  • લોટ હમેશા સોફ્ટ હોવો જોઈએ જો કઠણ હસે તો ગાંઠિયા માં તિરાડ બની જસે
  • મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો ને બાળકો માટે બનાવો તો મરચું ના નાખો તો પણચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma | dal pakwan recipe in gujarati

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Taptis Food  YouTube channel on YouTube  આજે આપણે પાલકની ચકરી બનાવવાની રીત – palak ni chakri banavani rit શીખીશું. ચકરી નાના મોટા દરેક ને ભાવતી હોય છે દિવાળી, સાતમ આઠમ પર, પ્રવાસ માં કે બાળકો ના ટિફિન માં આપવા માટે ખૂબ સારો નાસ્તો છે જે હેલ્થી તો છે સાથે એક વખત બનાવી ને પંદર વીસ દિવસ સુધી સાચવી શકાય છે તો ચાલો palak chakri recipe in gujarati શીખીએ.

પાલકની ચકરી બનાવવા જરૂરી સામગ્રી | palak ni chakri ingredients in gujarati

  • પાલક 100 ગ્રામ
  • લીલા મરચા 5-6
  • ચોખા નો લોટ 2 કપ
  • બેસન ½ કપ
  • માખણ / તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠુ
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

પાલકની ચકરી બનાવવાની રીત | palak chakli recipe in gujarati

પાલકની ચકરી બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને નિતરેલ પાલક અને લીલા મરચા નાખી પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી સ્મુથ પ્યુરી બનાવી લ્યો

હવે એક વાસણમાં ચોખાનો લોટ ચાળી ને લ્યો એમાં બેસન ને પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં માખણ, હિંગ, ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં પાલક નું પ્યુરી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ રહેવા દયો પંદર મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો

હવે ચકરી બનાવવા ના મશીન માં તેલ લગાવી લ્યો ને ચકરી ની પ્લેટ મૂકી તૈયાર લોટ ને એમાં ભરી લ્યો અને થાળી માં જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની બનાવી લ્યો અને છેલ્લે આંગળી વડે દબાવી દેવી જેથી ચકરી તરવા સમયે ખુલી ના જાય

હવે ગેસ પર તેલ ને ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચકરી નાખી ને તરવા નાખો ને એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઝારાથી ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી ચકરી ને ગોલ્ડન તરી લ્યો

ચકરી ને થાળી માં નાખી ઠંડી થવા દેવી સાવ ઠંડી થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને મજા લ્યો તો તૈયાર છે પાલકની ચકરી

palak chakli recipe in gujarati notes

  • અહી તમે ચોખા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ બાફી ને પણ લઈ શકો છો
  • ચકરી ને મિડીયમ ગરમ તેલ માં જ તરવી  જો ધીમા તાપે તારશો તો ચકરી તૂટી જસે ને ફૂલ તાપે તારશો તો અંદર થી કાચી રહી જસે

palak ni chakri recipe video | palak ni chakri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Taptis Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાલકની ચકરી | palak ni chakri recipe in gujarati

પાલકની ચકરી બનાવવાની રીત - palak ni chakri banavani rit - palak chakri recipe in gujarati - પાલકની ચકરી - palak ni chakri recipe - palak ni chakri banavani rit

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe in gujarati | પાલકની ચકરી | palak ni chakri recipe

આજે આપણે પાલકની ચકરી બનાવવાની રીત – palakni chakri banavani rit શીખીશું. ચકરી નાના મોટા દરેક ને ભાવતી હોય છે દિવાળી, સાતમ આઠમપર, પ્રવાસ માં કે બાળકો ના ટિફિન માં આપવા માટે ખૂબ સારો નાસ્તોછે જે હેલ્થી તો છે સાથે એક વખત બનાવી ને પંદર વીસ દિવસ સુધી સાચવી શકાય છે તો ચાલો palak chakri recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચકરી મશીન

Ingredients

પાલકની ચકરી બનાવવા જરૂરી સામગ્રી | palakni chakri ingredients in gujarati

  • 100 ગ્રામ પાલક
  • 5-6 લીલા મરચા
  • 2 કપ ચોખાનો લોટ
  • ½ કપ બેસન
  • 2-3 ચમચી માખણ / તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી સફેદ તલ
  • સ્વાદ મુજબ મીઠુ
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

પાલકની ચકરી બનાવવાની રીત | palakni chakri banavani rit | palak chakri recipe in gujarati

  • પાલકની ચકરી બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને નિતરેલ પાલક અને લીલા મરચા નાખી પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી સ્મુથ પ્યુરી બનાવી લ્યો
  • હવે એક વાસણમાં ચોખાનો લોટ ચાળી ને લ્યો એમાં બેસન ને પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં માખણ, હિંગ, ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં પાલક નું પ્યુરી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ત્રણમિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ રહેવા દયો પંદર મિનિટ પછી ફરી લોટને બરોબર મસળી લ્યો
  • હવે ચકરી બનાવવા ના મશીન માં તેલ લગાવી લ્યો ને ચકરી ની પ્લેટ મૂકી તૈયાર લોટ ને એમાં ભરીલ્યો અને થાળી માં જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની બનાવી લ્યો અને છેલ્લે આંગળીવડે દબાવી દેવી જેથી ચકરી તરવા સમયે ખુલી ના જાય
  • હવે ગેસ પર તેલ ને ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચકરી નાખીને તરવા નાખો ને એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઝારાથી ઉથલાવી બીજી બાજુ ચડાવો આમબને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી ચકરી ને ગોલ્ડન તરીલ્યો
  • ચકરીને થાળી માં નાખી ઠંડી થવા દેવી સાવ ઠંડી થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અનેમજા લ્યો તો તૈયાર છે પાલકની ચકરી

palak chakli recipe in gujarati notes

  • અહી તમે ચોખા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ બાફી ને પણ લઈ શકો છો
  • ચકરીને મિડીયમ ગરમ તેલ માં જ તરવી  જો ધીમા તાપે તારશો તો ચકરી તૂટીજસે ને ફૂલ તાપે તારશો તો અંદર થી કાચી રહી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | કટલેસ બનાવવાની રીત | kutless banavani rit | cutlet recipe in gujarati | cutlet banavani rit

ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત |ragda petis banavani rit | ragda patties banavani recipe

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે વેજ મોમોસ બનાવવાની રીત – vegetable momos banavani rit સાથે મોમોસ ચટણી બનાવવાની રીત શીખીશું. આજ કાલ મોમો નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતા હોય છે અને અલગ અલગ પ્રકારના મોમો મળતા હોય છે આજ આપણે મોમોસ રેસીપી – momos recipe in gujarati શીખીએ.

momos ingredients in gujarati

પહેલા જાણીશું મોમોસ નો લોટ બાંધવા જરૂરી સામગ્રી  ત્યારબાદ મોમોસ નું પૂરણ અને મોમોસ ચટણી ની જરૂરી સામગ્રી જાણીશું

મોમોસ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મોમોસ નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • લસણ ઝીણું સમારેલું 1 ચમચી
  • પાનકોબી ઝીણી સુધારેલી 1 કપ
  • ડુંગળી ઝીણી સુધારેલી ½ કપ
  • ફણસી ઝીણી સુધારેલી ½ કપ
  • ઝીણું સમારેલું ગાજર ½ કપ
  • આદુ છીણેલું 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • લીલી ડુંગળી સુધારેલ 2-3 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મરી પાઉડર ½ -1 ચમચી
  • માખણ 1 ચમચી
  • વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
  • સોયા સોસ 1 ચમચી

મોમોસ ચટણી માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • લસણ ઝીણું સમારેલું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • ટમેટા સુધારેલ 2
  • સૂકા લાલ મરચા 2-3
  • સફેદ તલ 2  ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • વિનેગર ½ ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • ટમેટા કેચઅપ 2 ચમચી

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | મોમોસ રેસીપી

સૌ પ્રથમ આપણે મોમોસ નું પૂરણ બનાવતા શીખીશું ત્યારબાદ મોમોસ માટેનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ વેજ મોમોસ બનાવવાની રીત અને મોમોસ ની ચટણી બનાવવાની રીત શીખીશું

મોમોસ નું પૂરણ બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી લસણ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં પાનકોબી ઝીણી સુધારેલી, ડુંગળી ઝીણી સુધારેલી, ફણસી ઝીણી સુધારેલી, ઝીણું સમારેલું ગાજર, આદુ છીણેલું નાખી ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો જેથી એમાં રહેલ પાણી બરી જાય

શાક ને ફૂલ તાપે શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, મરી પાઉડર, વિનેગર / લીંબુનો રસ, સોયા સોસ નાખી ફરી બે થી ત્રણ  મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો

મોમોસ માટેનો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો

મોમોસ બનાવવાની રીત

ગેસ પર ઢોકરીયા માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ઉકળવા દયો

હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના મોમોસ બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો એને સાવ પાતળી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પૂરણ નાખો ને ચારે બાજુ પાણી લગાવી ત્રિકોણ કે સમોસા નો કે  મનગમતા આકાર આપી તૈયાર કરી લ્યો આમ બધા મોમોસ તૈયાર કરી લ્યો

હવે ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મોમોસ મૂકી ઢોકરીયા માં મૂકી દસ મિનિટ બાફી લ્યો તો તૈયાર છે મોમોસ જેને તમે મોમોસ ચટણી સાથે સર્વ કરી શકો છો

અથવા તૈયાર મોમોસ ને એક કડાઈમાં એક બે ચમચી તેલ/ માખણ ગરમ કરી મોમોસ નાખી બધી બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ સર્વ કરો વેજ મોમોસ સાથે મોમોસ ચટણી

મોમોસ ની ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit gujarati ma

ચટણી બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સુધારેલ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ટમેટા સુધારેલ સૂકા લાલ મરચા ગરમ પાણી માંથી કાઢી ને નાખો અને સફેદ તલ નાખો ને ફૂલ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દયો

બધા મસાલા ચડી જય ને નરમ થાય એટલે ગેસ બંધ કરી ને મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, વિનેગર, સોયા સોસ, ટમેટા કેચઅપ નાખી ને પીસી લ્યો તૈયાર છે મોમોસ ચટણી

momos recipe in gujarati notes

  • મોમોસ ને તમે મેંદા સિવાય કોર્ન ફ્લોર કે ચોખા ના લોટ માં પણ તૈયાર કરી શકો
  • સ્ટફિંગ ને ફૂલ તાપે જ શેકવું જેથી એમાં ક્રનચી રહે

મોમોસ બનાવવાની રેસીપી | momos recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વેજ મોમોસ  | vegetable momos banavani rit

મોમોસ બનાવવાની રીત - મોમોસ રેસીપી - મોમોસ બનાવવાની રેસીપી - વેજ મોમોસ - momos recipe in gujarati - momos banavani rit - vegetable momos banavani rit

મોમોસ બનાવવાની રીત | મોમોસ બનાવવાની રેસીપી | વેજ મોમોસ | momos recipe in gujarati | momos banavani rit | vegetable momos banavani rit | મોમોસ રેસીપી

આજે આપણે વેજ મોમોસ બનાવવાની રીત – vegetable momos banavani rit સાથે મોમોસ ચટણી બનાવવાનીરીત શીખીશું. આજ કાલ મોમો નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતા હોય છે અને અલગ અલગ પ્રકારના મોમોમળતા હોય છે આજ આપણે મોમોસ રેસીપી – momos recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 ઢોકરીયું

Ingredients

momos ingredients in gujarati

  • પહેલા જાણીશું મોમોસ નો લોટ બાંધવા જરૂરી સામગ્રી ત્યારબાદ મોમોસ નું પૂરણ અને મોમોસ ચટણી ની જરૂરી સામગ્રી જાણીશું

મોમોસનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મોમોસનું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • ½ કપ ડુંગળીઝીણી સુધારેલી
  • ½ કપ ફણસી ઝીણી સુધારેલી
  • ½ કપ ઝીણું સમારેલું ગાજર
  • 1 ચમચી આદુ છીણેલું
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી લીલી ડુંગળી સુધારેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ -1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી માખણ
  • 2 ચમચી વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
  • 1 ચમચી સોયાસોસ 1

મોમોસ ચટણી માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2 ટમેટા સુધારેલ
  • 2-3 સૂકા લાલ મરચા
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી વિનેગર ½
  • 1 ચમચી સોયા સોસ
  • 2 ચમચી ટમેટા કેચઅપ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati

  • સૌપ્રથમ આપણે મોમોસ નું પૂરણ બનાવતા શીખીશું ત્યારબાદ મોમોસ માટેનો લોટ બાંધવાની રીતશીખીશું ત્યારબાદ વેજ મોમોસ બનાવવાની રીત અને મોમોસ ની ચટણી બનાવવાની રીત શીખીશું

મોમોસનું પૂરણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખીલસણ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં પાનકોબી ઝીણી સુધારેલી, ડુંગળી ઝીણી સુધારેલી,ફણસી ઝીણી સુધારેલી, ઝીણું સમારેલું ગાજર,આદુ છીણેલું નાખી ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો જેથી એમાં રહેલ પાણીબરી જાય
  • શાકને ફૂલ તાપે શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, મરી પાઉડર, વિનેગર / લીંબુનો રસ,સોયા સોસ નાખી ફરી બે થી ત્રણ  મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી એમાં લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને મિશ્રણ નેઠંડુ થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો

મોમોસ માટેનો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડુપાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એકબે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો

મોમોસ બનાવવાની રીત

  • ગેસપર ઢોકરીયા માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ઉકળવા દયો
  • હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના મોમોસ બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો એને સાવ પાતળી વણીલ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પૂરણ નાખો ને ચારે બાજુ પાણી લગાવી ત્રિકોણ કે સમોસાનો કે  મનગમતા આકાર આપી તૈયાર કરી લ્યો આમબધા મોમોસ તૈયાર કરી લ્યો
  • હવે ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મોમોસ મૂકી ઢોકરીયા માં મૂકીદસ મિનિટ બાફી લ્યો તો તૈયાર છે મોમોસ જેને તમે મોમોસ ચટણી સાથે સર્વ કરી શકો છો
  • અથવા તૈયાર મોમોસ ને એક કડાઈમાં એક બે ચમચી તેલ/ માખણ ગરમ કરી મોમોસ નાખી બધી બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ સર્વ કરો વેજ મોમોસસાથે મોમોસ ચટણી

મોમોસની ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit gujarati ma

  • ચટણી બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સુધારેલ નાખીએક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી થોડી બ્રાઉનથાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ટમેટા સુધારેલ સૂકા લાલ મરચાગરમ પાણી માંથી કાઢી ને નાખો અને સફેદ તલ નાખો ને ફૂલ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવાદયો
  • બધા મસાલા ચડી જય ને નરમ થાય એટલે ગેસ બંધ કરી ને મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડાથાય એટલે મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, વિનેગર, સોયા સોસ, ટમેટા કેચઅપ નાખી ને પીસી લ્યો તૈયાર છે મોમોસચટણી

momos recipe in gujarati notes

  • મોમોસને તમે મેંદા સિવાય કોર્ન ફ્લોર કે ચોખા ના લોટ માં પણ તૈયાર કરી શકો
  • સ્ટફિંગને ફૂલ તાપે જ શેકવું જેથી એમાં ક્રનચી રહે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

પાત્રા ની રેસીપી | પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhusanur.cooking  YouTube channel on YouTube  આજે આપણે દૂધીના પરોઠા બનાવવાની રીત- dudhi na paratha banavani rit શીખીશું. દૂધી નું નામ સાંભળતા જ બાળકો અને ઘણા મોટા નું મોઢું બગડી જાય છે કેમ કે એમને આ હેલ્થી શાક ખાવું નથી હોતું તો આજ એમને ખબર પણ ના પડે અને ખૂબ શોખ થી ખાઈ લે અને બીજી વાર બનાવવાની માંગણી કરે એવા dudhi na paratha recipe in gujarati શીખીએ.

દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ + 2-3 ચમચી
  • છીણેલી દૂધી 2 કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • છીણેલું આદુ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકવા માટે તેલ / ઘી

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit

દૂધી ના પરોઠા કરવા સૌપ્રથમ દૂધી  ને ધોઇ લ્યો અને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી લ્યો છીણેલી દૂધી એક વાસણમાં લ્યો એમાં છીણેલું આદુ, લીલા મરચા સુધારેલા લીલા ધાણા સુધારેલા, જીરું,  ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર નાખો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો

બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ બાદ બે ત્રણ ચમચી કોરો લોટ લઈ ફરી બાંધેલા લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરતા જઈ કોરો લોટ લઈ પાતળા વણી લ્યો

અથવા લુવા ને કોરા લોટ સાથે લઈ વણી લ્યો ત્યાર બાદ વચ્ચે ઘી / તેલ લગાવી થોડો કોરો લોટ છાંટી ને અડધો વાળી લ્યો ને અડધા માં પણ ઘી / તેલ લગાવી કોરો લોટ છાંટી પાછો વાળી ત્રિકોણ બનાવી લ્યો હવે પાછો કોરો લોટ લઈ પાતળો વણી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ મૂકી એમાં વનેલ પરોઠો નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ બને બાજુ લગાવી  તવીથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને મિડીયમ તાપે શેકી લ્યો અને દહી અથાણાં કે ચા સાથે સર્વ કરો દૂધી ના પરોઠા

dudhi na paratha recipe in gujarati notes

  • દૂધી ને લોટ બાંધવો હોય ત્યારેજ છીણવી નહિતર કાળી પડી જશે
  • અહી લોટ બાંધવા પાણી ની જરૂર નહિ પડે જો એમ લાગે કે લોટ બંધાશે નહિ તો લોટ અને દૂધી ને મસાલા સાથે મિક્સ કરી પાંચ મિનિટ મૂકી રાખશો તો સોફ્ટ લોટ બાંધી શકસો
  • અહી તમે લસણ ડુંગળી ને છીણી ને પણ નાખી શકો છો

 dudhi na paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 dudhi na paratha recipe in gujarati

દૂધીના પરોઠા બનાવવાની રીત - dudhi na paratha banavani rit - dudhi na paratha recipe in gujarati - dudhi na paratha recipe - dudhi na paratha

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati | dudhi na paratha

આજે આપણે દૂધીના પરોઠા બનાવવાની રીત- dudhi na paratha banavani rit શીખીશું. દૂધી નું નામ સાંભળતા જ બાળકો અને ઘણા મોટાનું મોઢું બગડી જાય છે કેમ કે એમને આ હેલ્થી શાક ખાવું નથી હોતું તો આજ એમને ખબર પણના પડે અને ખૂબ શોખ થી ખાઈ લે અને બીજી વાર બનાવવાની માંગણી કરે એવા dudhi na paratha recipe in gujarati શીખીએ
4.28 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | dudhi paratha ingredients 

  • 2 કપ ઘઉંનોલોટ + 2-3 ચમચી
  • 2 કપ છીણેલી દૂધી
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • ½ ચમચી છીણેલું આદુ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકવા માટે તેલ / ઘી

Instructions

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit

  • દૂધીના પરોઠા કરવા સૌપ્રથમ દૂધી  ને ધોઇ લ્યો અને છોલી ને સાફ કરીલ્યો ત્યાર બાદ એને છીણી લ્યો છીણેલી દૂધી એક વાસણમાં લ્યો
  •  એમાં છીણેલું આદુ, લીલા મરચા સુધારેલા લીલા ધાણા સુધારેલા, જીરું,  ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂરપાઉડર નાખો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સકરી લોટ બાંધી લ્યો
  • બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ બાદ બે ત્રણ ચમચી કોરો લોટલઈ ફરી બાંધેલા લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરતાજઈ કોરો લોટ લઈ પાતળા વણી લ્યો
  • અથવા લુવા ને કોરા લોટ સાથે લઈ વણી લ્યો ત્યાર બાદ વચ્ચે ઘી / તેલ લગાવી થોડો કોરો લોટ છાંટીને અડધો વાળી લ્યો ને અડધા માં પણ ઘી / તેલ લગાવી કોરો લોટ છાંટીપાછો વાળી ત્રિકોણ બનાવી લ્યો હવે પાછો કોરો લોટ લઈ પાતળો વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકી એમાં વનેલ પરોઠો નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઘીકે તેલ બને બાજુ લગાવી  તવીથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યોઆમ બધા પરોઠા વણી ને મિડીયમ તાપે શેકી લ્યો અને દહી અથાણાં કે ચા સાથે સર્વ કરો દૂધીના પરોઠા

dudhi na paratha recipe in gujarati notes

  • દૂધીને લોટ બાંધવો હોય ત્યારેજ છીણવી નહિતર કાળી પડી જશે
  • અહી લોટ બાંધવા પાણી ની જરૂર નહિ પડે જો એમ લાગે કે લોટ બંધાશે નહિ તો લોટ અને દૂધી નેમસાલા સાથે મિક્સ કરી પાંચ મિનિટ મૂકી રાખશો તો સોફ્ટ લોટ બાંધી શકસો
  • અહી તમે લસણ ડુંગળી ને છીણી ને પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.