Home Blog Page 19

Vatana muthiya nu shaak | વટાણા મુઠીયા નું શાક

મિત્રો આ Vatana muthiya nu shaak – વટાણા મુઠીયા નું શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હાલ બજાર માં વટાણા ખૂબ આવે છે તો એક વખત ચોક્કસ આ શાક બનાવી ખાવા જેવું છે. આ શાક ખાસો તો તમને એમાં ઊંધિયા નો સ્વાદ આવતો હોય એવું લાગશે.

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • લીલી મેથી સુધારેલ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • આદુ ,લસણ, મરચાની પેસ્ટ 2 ચમચી
  • અજમો ¼ ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • ઘઉંનો લોટ ½  કપ
  • બેસન ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ગોળ / ખાંડ 1 ચમચી
  • તેલ જરૂર પ્રમાણે
  • પાણી જરૂર મુજબ

શાક બનાવવા માટેની સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • અજમો ¼ ચમચી
  • હિંગ ½ ચમચી
  • આદુ લસણ મરચા ની પેસ્ટ 2 ચમચી
  • મેથી 1 કપ
  • સુધારેલ ટમેટા 2-3
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી 1 ½ કપ
  • ગોળ / ખાંડ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

Vatana muthiya nu shaak banavani rit

વટાણા મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે મુઠીયા બનાવી લેશું જેના માટે કથરોટમાં એક કપ ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી આદુ, મરચા લસણ ની પેસ્ટ, અજમો, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર, ખાંડ , લીંબુનો રસ, સફેદ તલ નાખો સાથે ચાળી ને બેસન, ઘઉંનો લોટ અને સોજી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો .

હવે એમાં બેકિંગ સોડા, બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમકઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી હાથ પર તેલ લગાવી નાની નાની ગોલી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર કરેલ ગોલી એમાં નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી ગોલી તૈયાર કરી મુઠીયા તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કુકર માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, અજમો, અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો. મેથી શેકાઈ જાય એટલે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લઈ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો.

ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા શેકી ને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં વટાણા, લીલા ચણા નાખી મિક્સ કરી શેકી લ્યો. ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.

પાણી ઉકળવા લાગે એટલે સાત આઠ તરેલા મુઠીયા ને મેસ કરી નાખો અને સાથે ગોળ નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ફરી એમાં તરેલાં મુઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વટાણા મુઠીયા નું શાક.

Vatana muthiya shaak recipe notes

  • તમે મુઠીયા નો મસાલો અથવા મુઠીયા તૈયાર કરી ફ્રીઝ માં અઠવાડિયા સુંધી રાખી શકો છો.
  • તમે ખાલી ચણા અથવા ખાલી વટાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો.
  • ખાંડ / ગોળ તમારી પસંદ મુજબ વધુ ઓછા કરવા.
  • લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વટાણા મુઠીયા નું શાક બનાવવાની રીત

Vatana muthiya nu shaak - વટાણા મુઠીયા નું શાક

Vatana muthiya nu shaak banavani rit

મિત્રો આ Vatana muthiya nu shaak – વટાણા મુઠીયા નું શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હાલ બજાર માં વટાણા ખૂબ આવેછે તો એક વખત ચોક્કસ આ શાક બનાવી ખાવા જેવું છે. આ શાક ખાસો તો તમને એમાં ઊંધિયા નો સ્વાદ આવતો હોય એવું લાગશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલી મેથી સુધારેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી આદુ , લસણ, મરચાની પેસ્ટ
  • ¼ ચમચી અજમો
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • ½ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ગોળ / ખાંડ
  • તેલ જરૂર પ્રમાણે
  • પાણી જરૂર મુજબ

શાક બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ચમચી તેલ
  • 2-3 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  • 1 કપ મેથી
  • 2-3 સુધારેલ ટમેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • કપ ગરમ પાણી
  • 1-2 ચમચી ગોળ / ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Vatana muthiya nu shaak banavani rit

  • વટાણા મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે મુઠીયા બનાવી લેશું જેના માટે કથરોટમાં એક કપ ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી આદુ, મરચા લસણ ની પેસ્ટ, અજમો, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર, ખાંડ , લીંબુનો રસ, સફેદ તલ નાખો સાથે ચાળી ને બેસન, ઘઉંનો લોટ અને સોજી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો .
  • હવે એમાં બેકિંગ સોડા, બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમકઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી હાથ પર તેલ લગાવી નાની નાની ગોલી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર કરેલ ગોલી એમાં નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી ગોલી તૈયાર કરી મુઠીયા તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કુકર માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, અજમો, અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો. મેથી શેકાઈ જાય એટલે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લઈ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો.
  • ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા શેકી ને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં વટાણા, લીલા ચણા નાખી મિક્સ કરી શેકી લ્યો. ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
  • પાણી ઉકળવા લાગે એટલે સાત આઠ તરેલા મુઠીયા ને મેસ કરી નાખો અને સાથે ગોળ નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ફરી એમાં તરેલાં મુઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વટાણા મુઠીયા નું શાક.

Vatana muthiya shaak recipe notes

  • તમે મુઠીયા નો મસાલો અથવા મુઠીયા તૈયાર કરી ફ્રીઝ માં અઠવાડિયા સુંધી રાખી શકો છો.
  • તમે ખાલી ચણા અથવા ખાલી વટાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો.
  • ખાંડ / ગોળ તમારી પસંદ મુજબ વધુ ઓછા કરવા.
  • લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Bataka ni farali jalebi banavani rit | બટાકા ની ફરાળી જલેબી બનાવવાની રીત

મિત્રો તમે બરોબર વાંચ્યું બટાકા માંથી જલેબી. અત્યાર સુંધી આપણે બજાર માં મેંદા માંથી બનાવાયેલી જલેબી ની મજા તો લીધી પણ આજ આપણે વ્રત ઉપવાસમાં અથવા ભગવાન ને ભોગ માં ધરાવી શકાય એવી Bataka ni farali jalebi – બટાકા ની ફરાળી જલેબી બનાવતા શીખીશું જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી રસીલી બનશે.

ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 ½ કપ
  • કેસર ના તાંતણા 15-20
  • એલચી પાઉડર ¼ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી 1 કપ

જલેબી બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 1 કપ
  • નવશેકું દૂધ ½ કપ
  • ફરાળી લોટ 1 કપ
  • દહીં 3 ચમચી
  • બેકિંગ સોડા 1 -2 ચપટી
  • તેલ / ઘી તરવા માટે

Bataka ni farali jalebi banavani rit

બટાકા ની ફરાળી જલેબી બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લેશું. ચાસણી બનાવવા કડાઈમાં ખાંડ અને એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી ચાસણી ને ઉકાળી લ્યો.

ચાસણી ઉકળવા લાગે એટલે એલચી પાઉડર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરીથી ચાસણી ને એક તાર ની થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચાસણી ને એક બાજુ મૂકો.

હવે કથરોટ માં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું દૂધ નાખી બને સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સામગ્રી ને ગરણી વડે ગાળી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા નહિ રહે. ત્યાર બાદ એમાં થોડો થોડો ચાળી ને રાખેલ ફરાળી લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં દહીં અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરી લ્યો અને ઘી કે તેલ મિડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર મિશ્રણ ને પ્લાસ્ટિક બેગ અથવા બોટલ માં ભરી લ્યો અને ત્યાર બાદ નવશેકા ઘી માં ગોળ ગોળ ફેરવી જલેબી બનાવી લ્યો. હવે એક બાજુ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો અને ત્યાર બાદ બીજી બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો.

બને બાજુ થી જલેબી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઘી માંથી કાઢી તૈયાર કરેલ નવશેકી ચાસણમાં નાખી બોળી લ્યો અને અડધી મિનિટ પછી ચાસણમાંથી કાઢી લ્યો અને ચારણી માં મૂકો જેથી વધારા ની ચાસણી નિતારી જાય. આમ થોડી થોડી જલેબી તરી ચાસણી માં બોળી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી મજા લ્યો. તો તૈયાર છે બટાકા ની ફરાળી જલેબી.

Jalebi recipe notes

  • અહી તમે દૂધ , બાફેલા બટકા ને મિક્સર જાર માં નાખી ને પણ મિક્સ કરી શકો છો ત્યાર બાદ એમાં લોટ અને દહી નાખી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી શકો છો.
  • જલેબી ના ફૂલ તાપે ના ધીમા તાપે તરવી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બટાકા ની ફરાળી જલેબી બનાવવાની રીત

Bataka ni farali jalebi - બટાકા ની ફરાળી જલેબી

Bataka ni farali jalebi banavani rit

મિત્રો તમે બરોબર વાંચ્યું બટાકા માંથી જલેબી. અત્યાર સુંધી આપણે બજાર માં મેંદા માંથી બનાવાયેલી જલેબી ની મજા તો લીધી પણઆજ આપણે વ્રત ઉપવાસમાં અથવા ભગવાન ને ભોગ માં ધરાવી શકાય એવી Bataka ni farali jalebi – બટાકા ની ફરાળી જલેબી બનાવતા શીખીશું જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી રસીલી બનશે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 ફ્લેટ કડાઈ
  • 1 છીણી
  • 1 તપેલી

Ingredients

ચાસણી માટેની સામગ્રી

  • 1 ½ કપ ખાંડ
  • 15-20 કેસર ના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 કપ પાણી

જલેબી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બાફેલા બટાકા
  • ½ કપ નવશેકું દૂધ
  • 1 કપ ફરાળી લોટ
  • 3 ચમચી દહીં
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • તેલ / ઘી તરવા માટે

Instructions

Bataka ni farali jalebi banavani rit

  • બટાકા ની ફરાળી જલેબી બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લેશું. ચાસણી બનાવવા કડાઈમાં ખાંડ અને એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી ચાસણી ને ઉકાળી લ્યો.
  • ચાસણી ઉકળવા લાગે એટલે એલચી પાઉડર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરીથી ચાસણી ને એક તાર ની થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચાસણી ને એક બાજુ મૂકો.
  • હવે કથરોટ માં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું દૂધ નાખી બને સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સામગ્રી ને ગરણી વડે ગાળી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા નહિ રહે. ત્યાર બાદ એમાં થોડો થોડો ચાળી ને રાખેલ ફરાળી લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં દહીં અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરી લ્યો અને ઘી કે તેલ મિડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર મિશ્રણ ને પ્લાસ્ટિક બેગ અથવા બોટલ માં ભરી લ્યો અને ત્યાર બાદ નવશેકા ઘી માં ગોળ ગોળ ફેરવી જલેબી બનાવી લ્યો. હવે એક બાજુ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો અને ત્યાર બાદ બીજી બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો.
  • બને બાજુ થી જલેબી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઘી માંથી કાઢી તૈયાર કરેલ નવશેકી ચાસણમાં નાખી બોળી લ્યો અને અડધી મિનિટ પછી ચાસણમાંથી કાઢી લ્યો અને ચારણી માં મૂકો જેથી વધારા ની ચાસણી નિતારી જાય. આમ થોડી થોડી જલેબી તરી ચાસણી માં બોળી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી મજા લ્યો. તો તૈયાર છે બટાકા ની ફરાળી જલેબી.

Jalebi recipe notes

  • અહી તમે દૂધ , બાફેલા બટકા ને મિક્સર જાર માં નાખી ને પણ મિક્સ કરી શકો છો ત્યાર બાદ એમાં લોટ અને દહી નાખી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી શકો છો.
  • જલેબી ના ફૂલ તાપે ના ધીમા તાપે તરવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Bharelo bajra no rotlo banavani rit | ભરેલો બાજરા નો રોટલો બનાવવાની રીત

મિત્રો અત્યાર સુંધી બાજરા અને બાજરા ના લોટ માંથી આપણે વિવિધ વાનગીઓ બનાવી ને મજા લીધી પણ આજ ની આપણી વાનગી Bharelo bajra no rotlo – ભરેલો બાજરા નો રોટલો બનાવી તૈયાર કરી લઈ ચા, દહીં, લસણ ની ચટણી કે પછી એમજ છાસ સાથે પણ ખાવાની મજા આવી જસે.

Bajra no Bharelo rotlo Ingredients list

  • બાજરા નો લોટ 2 કપ
  • જીરું ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલું લસણ સુધારેલ ½ કપ
  • ઝીણી સમારેલી લીલી ડુંગળી 1 કપ
  • ઝીણી સમારેલી ડુંગળી 1
  • લાલ મરચાની પેસ્ટ 1 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ઘી જરૂર મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

Bharelo bajra no rotlo banavani rit

ભરેલો બાજરા નો રોટલો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી  ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજી થાળી માં કાઢી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી કથરોટ માં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને નવશેકું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ ને બરોબર પાંચ સાત મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી બે થી ત્રણ ભાગ કરી લ્યો અને એક લુવો લઈ એને વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર સ્ટફિંગ નાખી ફરીથી બરોબર પેક કરી લ્યો. બરોબર પેક થઈ જાય એટલે બને હાથ થી રોટલો બનાવી લ્યો અથવા બટર પેપર પર કોરો લોટ છાંટી એના પર લુવો મૂકી હથેળી થી દબાવી દબાવી ને રોટલો બનાવી લ્યો.

તવી ગરમ થાય એટલે બનેલ રોટલો નાખી એક બાજુ થોડો ચડાવી લીધા બાજુ ઉથલાવી બીજી બાજુ ફેરવી લ્યો અને બીજી બાજુ પણ શેકી લ્યો બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ઉતારી એના પર ઘી લગાવી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. આમ બાકી ના લોટ માંથી સ્ટફિંગ ભરી રોટલા બનાવી ચડાવી તૈયાર કરી લ્યો અને તૈયાર રોટલા ને દહી, ચા, અથાણાં કે લસણ ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ભરેલો બાજરા નો રોટલો.

Bharelo Rotlo recipe notes

  • અહી ભરેલા રોટલા ને માટી ની તવી પર શેકો તો બને બાજુ ચડાવી લીધા બાદ નીચે ઉતરી ઘી લગાડવું અને જો લોઢા ની કે નોન સ્ટીક તવી પર શેકો છો તો બને બાજુ થોડો થોડો ચડાવી લીધા બાદ ઘી લગાવી પરોઠા શેકી લેવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભરેલો બાજરા નો રોટલો બનાવવાની રીત

Bharelo bajra no rotlo - ભરેલો બાજરા નો રોટલો

Bharelo bajra no rotlo banavani rit

મિત્રો અત્યાર સુંધી બાજરા અને બાજરા ના લોટ માંથી આપણે વિવિધ વાનગીઓ બનાવી ને મજા લીધી પણ આજ ની આપણી વાનગી Bharelo bajra no rotlo – ભરેલો બાજરા નો રોટલો બનાવી તૈયાર કરી લઈ ચા, દહીં, લસણ ની ચટણી કે પછી એમજ છાસ સાથે પણ ખાવાની મજા આવી જસે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 2 કપ બાજરા નો લોટ
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ કપ લીલું લસણ સુધારેલ
  • 1 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચાની પેસ્ટ
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ઘી જરૂર મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

Instructions

Bharelo bajra no rotlo banavani rit

  • ભરેલો બાજરા નો રોટલો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજી થાળી માં કાઢી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી કથરોટ માં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને નવશેકું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને બરોબર પાંચ સાત મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી બે થી ત્રણ ભાગ કરી લ્યો અને એક લુવો લઈ એને વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર સ્ટફિંગ નાખી ફરીથી બરોબર પેક કરી લ્યો. બરોબર પેક થઈ જાય એટલે બને હાથ થી રોટલો બનાવી લ્યો અથવા બટર પેપર પર કોરો લોટ છાંટી એના પર લુવો મૂકી હથેળી થી દબાવી દબાવી ને રોટલો બનાવી લ્યો.
  • તવી ગરમ થાય એટલે બનેલ રોટલો નાખી એક બાજુ થોડો ચડાવી લીધા બાજુ ઉથલાવી બીજી બાજુ ફેરવી લ્યો અને બીજી બાજુ પણ શેકી લ્યો બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ઉતારી એના પર ઘી લગાવી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. આમ બાકી ના લોટ માંથી સ્ટફિંગ ભરી રોટલા બનાવી ચડાવી તૈયાર કરી લ્યો અને તૈયાર રોટલા ને દહી, ચા, અથાણાં કે લસણ ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ભરેલો બાજરા નો રોટલો.

Bharelo Rotlo recipe notes

  • અહી ભરેલા રોટલા ને માટી ની તવી પર શેકો તો બને બાજુ ચડાવી લીધા બાદ નીચે ઉતરી ઘી લગાડવું અને જો લોઢા ની કે નોન સ્ટીક તવી પર શેકો છો તો બને બાજુ થોડો થોડો ચડાવી લીધા બાદ ઘી લગાવી પરોઠા શેકી લેવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Juvar na lot ni barfi | જુવાર ના લોટ ની બરફી

મિત્રો આ બરફી હેલ્થી ની સાથે ટેસ્ટી બની ને તૈયાર થાય છે. જુવાર ને ગ્લુટેન ફ્રી હોવાથી ઘણી બીમારીઓ માં પણ ખાઈ શકાય છે અને એક ની એક બરફી ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ જુવાર ની બરફી ચોક્કસ બનાવી ખાઈ શકાય. તો ચાલો Juvar na lot ni barfi – જુવાર ના લોટ ની બરફી શીખીએ.

Ingredients list

  • જુવાર નો લોટ 1 કપ
  • બેસન ⅓ કપ
  • ઘી ½ કપ
  • ખાંડ ½ કપ
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • પાણી ¼ કપ

Juvar na lot ni barfi banavani rit

જુવાર ના લોટ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં જુવારનો લોટ અને બેસન ને ચાળી ને નાખો અને ગેસ ધીમા તાપે ચાલુ કરો અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકતા રહો. બને લોટ બરોબર શેકાઈ જવા ની સુગંધ આવવા લાગે એટલે એમાં અડધો કપ ઘી નાખી ફરીથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં અડધો કપ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ધ્યાન રાખો કે ગાંઠા ના રહે અને દૂધ બરોબર મિક્સ થઈ જાય અને લોટ ફરીથી ડ્રાય થાય ત્યાર બાદ બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે બીજી કડાઈમાં ખાંડ નાખો અને સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે એટલે એમાં એક તાર ની ચાસણી થવા લાગે એટલે ગેસ બંધ કરી ચાસણી ને જુવાર ના મિશ્રણ માં નાખી ઝડપથી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખી ફેલાવી દયો અને પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ગાર્નિશ કરી ફરી એક વખત દબાવી લ્યો.

હવે ચાકુથી મનગમતા આકાર ના ચાકુથી કાપા કરી નાખો અને એક થી બે કલાક ઠંડી થવા દયો. બરફી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરો અને તૈયાર પીસ ને ડબ્બા માં ભરી મજા લ્યો જુવાર ના લોટ ની બરફી.

Juvar barfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શકો છો.
  • મિલ્ક અને મિલ્ક પાઉડર ની જગ્યાએ મોરો માવો નાખી શકો છો.
  • બેસન ની જગ્યાએ પીસેલી સોજી, બાજરા નો લોટ, કોર્ન ફ્લોર, ઓટ્સ નો પાઉડર પણ વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર ના લોટ ની બરફી બનાવવાની રીત

Juvar na lot ni barfi - જુવાર ના લોટ ની બરફી

Juvar na lot ni barfi banavani rit

મિત્રો આ બરફી હેલ્થી ની સાથે ટેસ્ટી બની ને તૈયાર થાયછે. જુવાર ને ગ્લુટેન ફ્રી હોવાથી ઘણીબીમારીઓ માં પણ ખાઈ શકાય છે અને એક ની એક બરફી ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ જુવારની બરફી ચોક્કસ બનાવી ખાઈ શકાય. તો ચાલો Juvar na lot ni barfi – જુવાર ના લોટની બરફી શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઘી થી ગ્રીસકરેલ થાળી / મોલ્ડ

Ingredients

Ingredients list

  • 1 કપ જુવાર નો લોટ
  • કપ બેસન
  • ½ કપ ઘી
  • ½ કપ ખાંડ
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • ¼ કપ પાણી

Instructions

Juvar na lot ni barfi banavani rit

  • જુવાર ના લોટ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં જુવારનો લોટ અને બેસન ને ચાળી ને નાખો અને ગેસ ધીમા તાપે ચાલુ કરો અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકતા રહો. બને લોટ બરોબર શેકાઈ જવા ની સુગંધ આવવા લાગે એટલે એમાં અડધો કપ ઘી નાખી ફરીથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં અડધો કપ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ધ્યાન રાખો કે ગાંઠા ના રહે અને દૂધ બરોબર મિક્સ થઈ જાય અને લોટ ફરીથી ડ્રાય થાય ત્યાર બાદ બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે બીજી કડાઈમાં ખાંડ નાખો અને સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે એટલે એમાં એક તાર ની ચાસણી થવા લાગે એટલે ગેસ બંધ કરી ચાસણી ને જુવાર ના મિશ્રણ માં નાખી ઝડપથી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખી ફેલાવી દયો અને પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ગાર્નિશ કરી ફરી એક વખત દબાવી લ્યો.
  • હવે ચાકુથી મનગમતા આકાર ના ચાકુથી કાપા કરી નાખો અને એક થી બે કલાક ઠંડી થવા દયો. બરફી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરો અને તૈયાર પીસ ને ડબ્બા માં ભરી મજા લ્યો જુવાર ના લોટ ની બરફી.

Juvar barfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શકો છો.
  • મિલ્ક અને મિલ્ક પાઉડર ની જગ્યાએ મોરો માવો નાખી શકો છો.
  • બેસન ની જગ્યાએ પીસેલી સોજી, બાજરા નો લોટ, કોર્ન ફ્લોર, ઓટ્સ નો પાઉડર પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Pauva usal banavani rit | પૌવા ઉસળ બનાવવાની રીત

આપણે અત્યાર સુંધી મિસળ પાઉં બનાવી ને તો મજા લીધી છે પણ ઘણા લોકો પાઉં નથી ખાતા તો એ લોકો પણ આ સ્વાદિષ્ટ વાનગી ની મજા નથી લઈ શકતા એમના માટે આજ આપણે એમના માટે Pauva usal – પૌવા ઉસળ બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

મિસળ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • તજ નો ટુકડો 1
  • તમાલપત્ર 1
  • સૂકા લાલ મરચા 1-2
  • ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી 2
  • ટમેટા પ્યુરી 1 કપ
  • બાફેલા સફેદ વટાણા 2 કપ
  • બેસન 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ઉસળ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પૌવા બનાવવા માટેની સામગ્રી

  • પૌવા 1 કપ
  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાંદ 4-5
  • હળદર ½ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ઉસળ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ભાવનગરી ગાંઠિયા જરૂર મુજબ
  • ડુંગળી સુધારેલ જરૂર મુજબ લીલા ધાણા સુધારેલા

Pauva usal banavani rit

પૌવા મિસળ બનાવવા સૌપ્રથમ મિસળ બનાવશું ત્યાર બાદ પૌવા નો વઘાર કરી મિસળ પૌવા બનાવવાની રીત શીખીશું.

મિસળ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ, લીલા મરચા ઝીણા સમારેલા નાખી બને ને શેકી લ્યો. લસણ અને મરચા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નરમ થઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો.

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ઉસળ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.

મસાલા શેકાઈ જાય એટલે એમાંથી ત્રણ ચાર ચમચી મસાલા ને અલગ કાઢી લઈ એમાં બેસન ને અડધો કપ પાણી  માં મિક્સ કરી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ બાફી રાખેલ સફેદ વટાણા નાખો અને સાથે બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો. મિસળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.

પૌવા વઘારવાની રીત

હવે બીજી કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં હળદર, મીઠું સ્વાદ મુજબ, પૌવા ધોઇ સાફ કરી પલાળેલા, ખાંડ અને ઉસળ મસાલો નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

 છેલ્લે એમાં લીંબુનો રસ નાખી પૌવા ને ચડાવી લ્યો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો અને પૌવા તૈયાર કરી લ્યો.

પૌવા મિસળ સર્વ કરવાની રીત

પ્લેટ માં પૌવા નાખો એના પર મિસળ નાખો અને અલગ કરેલ તરી મુકેલ એ નાખો ઉપર ડુંગળી સુધારેલ , ગાંઠીયા  અને લીલા ધાણા સુધારેલા નાખી ગાર્નિશ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે પૌવા મિસળ.

Usal recipe notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પૌવા ઉસળ બનાવવાની રીત

Pauva usal - પૌવા ઉસળ

Pauva usal banavani rit

આપણે અત્યાર સુંધી મિસળ પાઉં બનાવી ને તો મજા લીધી છેપણ ઘણા લોકો પાઉં નથી ખાતા તો એ લોકો પણ આ સ્વાદિષ્ટ વાનગી ની મજા નથી લઈ શકતા એમનામાટે આજ આપણે એમના માટે Pauva usal- પૌવા ઉસળ બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિસળ બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ચમચી તેલ
  • 1 તજ નો ટુકડો
  • 1 તમાલપત્ર
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 2 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 કપ ટમેટા પ્યુરી
  • 2 કપ બાફેલા સફેદ વટાણા
  • 1 ચમચી બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ઉસળ મસાલો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

પૌવા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પૌવા
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 4-5 મીઠા લીમડા ના પાંદ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ખાંડ
  • ½ ચમચી ઉસળ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ભાવનગરી ગાંઠિયા જરૂર મુજબ
  • ડુંગળી સુધારેલ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા

Instructions

Pauva usal banavani rit

  • પૌવા મિસળ બનાવવા સૌપ્રથમ મિસળ બનાવશું ત્યાર બાદ પૌવા નો વઘાર કરી મિસળ પૌવા બનાવવાની રીત શીખીશું.

મિસળ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ, લીલા મરચા ઝીણા સમારેલા નાખી બને ને શેકી લ્યો. લસણ અને મરચા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નરમ થઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો.
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ઉસળ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
  • મસાલા શેકાઈ જાય એટલે એમાંથી ત્રણ ચાર ચમચી મસાલા ને અલગ કાઢી લઈ એમાં બેસન ને અડધો કપ પાણી માં મિક્સ કરી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ બાફી રાખેલ સફેદ વટાણા નાખો અને સાથે બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો. મિસળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.

પૌવા વઘારવાની રીત

  • હવે બીજી કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં હળદર, મીઠું સ્વાદ મુજબ, પૌવા ધોઇ સાફ કરી પલાળેલા, ખાંડ અને ઉસળ મસાલો નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • છેલ્લે એમાં લીંબુનો રસ નાખી પૌવા ને ચડાવી લ્યો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો અને પૌવા તૈયાર કરી લ્યો.

પૌવા મિસળ સર્વ કરવાની રીત

  • પ્લેટ માં પૌવા નાખો એના પર મિસળ નાખો અને અલગ કરેલ તરી મુકેલ એ નાખો ઉપર ડુંગળી સુધારેલ , ગાંઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી ગાર્નિશ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે પૌવા મિસળ.

Usal recipe notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Bajra methi na aloo parotha | બાજરી મેથી ના આલું પરોઠા

આ પરોઠા સવાર ના નાસ્તામાં તથા બાળકો ને ટિફિન માં કે પ્રવાસ લઈ જઈ શકો છો. આ Bajra methi na aloo parotha – બાજરી મેથી ના આલું પરોઠા જેટલા ટેસ્ટી બને છે એટલા જ સ્વાદિષ્ટ લાગે છે જેને ચા, ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે.

Ingredients list

  • બાજરા નો લોટ 1 ½ કપ
  • ઘઉંનો લોટ ¼ કપ
  • બાફેલા બટાકા 2-3
  • ઝીણી સમારેલી મેથી 1 કપ
  • આદુ મરચાની પેસ્ટ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • અજમો ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • ઘી / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Bajra methi na aloo parotha banavani rit

બાજરી મેથી ના આલું પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે કથરોટ માં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલી ઝીણી સુધારેલી મેથી અને લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ને છીણી ને નાખો, સાથે આદુ મરચાની પેસ્ટ, અજમો મસળી ને નાખો.

હવે એમાં સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, હળદર, સંચળ, ચાર્ટ મસાલો, ધાણા જીરું પાઉડર, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હાથ થી મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લોટ ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો શેકી લ્યો,

ત્યાર બાદ તેલ કે ઘી લગાવી પરોઠા ને ગોલ્ડન શેકી લેવો અને પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ઉતારી લ્યો. આમ બધા પરોઠા ને વણી શેકી ને તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે બાજરી મેથી ના આલું પરોઠા.

Parotha recipe notes

  • જો તમે બાજરા ના લોટ થી જ પરોઠા બનાવી શકો તો ઘઉંનો લોટ ના નાખવો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરી મેથી ના આલું પરોઠા બનાવવાની રીત

Bajra methi na aloo parotha - બાજરી મેથી ના આલું પરોઠા

Bajra methi na aloo parotha banavani rit

આ પરોઠા સવાર ના નાસ્તામાં તથા બાળકો ને ટિફિન માં કેપ્રવાસ લઈ જઈ શકો છો. આ Bajra methi na aloo parotha – બાજરી મેથી ના આલું પરોઠા જેટલા ટેસ્ટી બને છે એટલા જ સ્વાદિષ્ટ લાગે છે જેને ચા, ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

Ingredients list

  • 1 ½ કપ બાજરા નો લોટ
  • ¼ કપ ઘઉંનો લોટ
  • 2-3 બાફેલા બટાકા
  • 1 કપ ઝીણી સમારેલી મેથી
  • 1-2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી સંચળ
  • ઘી / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bajra methi na aloo parotha banavani rit

  • બાજરી મેથી ના આલું પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે કથરોટ માં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલી ઝીણી સુધારેલી મેથી અને લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ને છીણી ને નાખો, સાથે આદુ મરચાની પેસ્ટ, અજમો મસળી ને નાખો.
  • હવે એમાં સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, હળદર, સંચળ, ચાર્ટ મસાલો, ધાણા જીરું પાઉડર, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હાથ થી મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લોટ ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો શેકી લ્યો,
  • ત્યાર બાદ તેલ કે ઘી લગાવી પરોઠા ને ગોલ્ડન શેકી લેવો અને પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ઉતારી લ્યો. આમ બધા પરોઠા ને વણી શેકી ને તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે બાજરી મેથી ના આલું પરોઠા.

Parotha recipe notes

  • જો તમે બાજરા ના લોટ થી જ પરોઠા બનાવી શકો તો ઘઉંનો લોટ ના નાખવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Gajar ni barfi | ગાજર ની બરફી

અત્યાર સુંધી આપણે ગાજર માંથી વિવિધ વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ અને આજ આપણે એક એવીજ વાનગી બનાવતા શીખીશું. આપણે બધા ને ગાજર નો હલવો તો ખૂબ પસંદ આવતો હોય છે પણ આજ આપણે ગાજર ના હલવા ની જગ્યાએ Gajar ni barfi – ગાજર ની બરફી બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

Ingredients list

  • ગાજર 600 ગ્રામ
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ઘી 3-4 ચમચી
  • ક્રીમ ½ કપ
  • ખાંડ ½ કપ
  • કાજુ, બદામ, પીસ્તા ની કતરણ 4-5 ચમચી

Gajar ni barfi banavani rit

ગાજર ની બરફી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લીધા બાદ છોલી સાફ કરી લ્યો બધા ગાજર છોલી લીધા બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ ચાકુ થી કાપી અને એનો સફેદ ભાગ અલગ કરી લ્યો. ત્યાર બાદ ચોપર થી અથવા છીણી વડે છીણી ને ગાજર ને છીણ લ્યો. આમ બધા જ ગાજર ને છીણી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ છીણેલા ગાજર નાખો અને ફૂલ તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહો અને દૂધ ઊકળવા લાગે એટલે મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો અને ધીરે ધીરે દૂધ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ફરી હલાવતા રહો અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો.

મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લીધા બાદ ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મિશ્રણ ને સેટ થવા પાંચ છ કલાક મૂકો.

મિશ્રણ સેટ થાય એટલે ચાકુ થી કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ પીસ અલગ કરી લ્યો અને કટકા ને ડબ્બા માં ભરી ને મજા લ્યો. તો તૈયાર છે ગાજર બરફી.

Gajar barfi recipe notes

  • ગાજર ચડાવતી વખતે એમાં રહેલ દૂધ બિલકુલ બારી લેવું અને ખાંડ નું પાણી પણ પૂરું બારી લેવું નહિતર બરફી ના પીસ નહિ બને.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગાજર ની બરફી બનાવવાની રીત

Gajar ni barfi - ગાજર ની બરફી

Gajar ni barfi banavani rit

અત્યાર સુંધી આપણે ગાજર માંથી વિવિધ વાનગીઓ બનાવતા જ હોઈએછીએ અને આજ આપણે એક એવીજ વાનગી બનાવતા શીખીશું. આપણે બધા નેગાજર નો હલવો તો ખૂબ પસંદ આવતો હોય છે પણ આજ આપણે ગાજર ના હલવા ની જગ્યાએ Gajar ni barfi – ગાજર ની બરફી બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 600 ગ્રામ ગાજર
  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 3-4 ચમચી ઘી
  • ½ કપ ક્રીમ
  • ½ કપ ખાંડ
  • 4-5 ચમચી કાજુ , બદામ, પીસ્તા ની કતરણ

Instructions

Gajar ni barfi banavani rit

  • ગાજર ની બરફી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લીધા બાદ છોલી સાફ કરી લ્યો બધા ગાજર છોલી લીધા બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ ચાકુ થી કાપી અને એનો સફેદ ભાગ અલગ કરી લ્યો. ત્યાર બાદ ચોપર થી અથવા છીણી વડે છીણી ને ગાજર ને છીણ લ્યો. આમ બધા જ ગાજર ને છીણી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ છીણેલા ગાજર નાખો અને ફૂલ તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહો અને દૂધ ઊકળવા લાગે એટલે મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો અને ધીરે ધીરે દૂધ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ફરી હલાવતા રહો અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો.
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લીધા બાદ ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મિશ્રણ ને સેટ થવા પાંચ છ કલાક મૂકો.
  • મિશ્રણ સેટ થાય એટલે ચાકુ થી કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ પીસ અલગ કરી લ્યો અને કટકા ને ડબ્બા માં ભરી ને મજા લ્યો. તો તૈયાર છે ગાજર બરફી.

Gajar barfi recipe notes

  • ગાજર ચડાવતી વખતે એમાં રહેલ દૂધ બિલકુલ બારી લેવું અને ખાંડ નું પાણી પણ પૂરું બારી લેવું નહિતર બરફી ના પીસ નહિ બને.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી