Home Blog Page 20

Be prakar ni suka nariyal ni chikki | બે પ્રકાર ની સૂકા નારિયળ ની ચીક્કી

આજે આપણે Be prakar ni suka nariyal ni chikki – બે પ્રકારની સૂકા નારિયળ ની ચીક્કી બનાવવાની રીત શીખીશું. આ ચીક્કી જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી હેલ્થી પણ બને છે આજ આપણે સૂકા નારિયળ ના છીણ અને સૂકા નારિયળ ની કતરણ માંથી ચીક્કી બનાવતા શીખીશું.

નારિયલ સ્લાઈસ ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • સૂકા નારિયળ ની સ્લાઈસ 1 ½ કપ
  • બદામ ની કતરણ ¼ કપ
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • ઘી 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી

નારિયલ છીણ ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલો ગોળ 150 ગ્રામ
  • સૂકા નારિયળ નું છીણ 2 કપ
  • ઘી 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી

suka nariyal ni slice chikki | સૂકા નારિયળ ની સ્લાઈસ ચીક્કી

સૂકા નારિયળ ની સ્લાઈસ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ સૂકા નારિયળ ની સાવ પાતળી પાતળી સ્લાઈસ કરી લેશું ત્યાર બાદ બદામ અને પિસ્તા ની પણ સ્લાઈસ કરી લેવી. હવે ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ સુંધી સૂકા નારિયળ ની સ્લાઈસ ને હલાવતા રહી શેકી લ્યો. નારિયળ લાઈટ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈ માં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એજ કડાઈમાં છીણેલો ગોળ નાખી મિડીયમ તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો અને ગોળ નો રંગ ડાર્ક બ્રાઉન થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી અથવા બંધ કરી ગોળ નો પાક થયો કે નહિ એ ચેક કરી લ્યો. ગોળ નો પાક થઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ નારિયળ ની સ્લાઈસ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી પાતળી ફેલાવી લ્યો અને અને ચાકુથી કાપા કરો અને ઠંડી થવા દયો અને ઠંડી થાય ત્યાર બાદ કટકા કરી ભરી લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળ ની ચીક્કી.

suka nariyal na chhin ni chikki | સૂકા નારિયળ ના છીણ ની ચીક્કી

નારિયળ ના છીણ ની ચીક્કી બનાવવા સૌથી પહેલા છીણેલો ગોળ કડાઈમાં નાખી ગેસ ચાલુ કરી ગોળ ને ઓગળી લ્યો અને ત્યાર બાદ ગોળ ગોલ્ડન બ્રાઉન થાય અને પાક બરોબર બની જાય ત્યાં સુંધી હલાવતા રહો અને વચ્ચે એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો અને પાક બરોબર તૈયાર થાય એટલે એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

બેકિંગ સોડા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ પ્લેટ માં નાખો અથવા પ્લેટફોર્મ માં નાખી વણી ને પાતળી કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી કરી ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળના છીણની ચીક્કી.

Nariyal chikki recipe notes

  • અહી તમને બેકિંગ સોડા ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો.
  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • તમે ચીક્કી ને ગ્રીસ કરેલ થાળી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર બનાવી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Be prakar ni suka nariyal ni chikki banavani rit

Be prakar ni suka nariyal ni chikki - બે પ્રકાર ની સૂકા નારિયળ ની ચીક્કી

Be prakar ni suka nariyal ni chikki banavani rit

આજે આપણે Be prakar ni suka nariyal ni chikki – બે પ્રકારની સૂકા નારિયળની ચીક્કી બનાવવાની રીત શીખીશું. આ ચીક્કી જેટલીસ્વાદિષ્ટ લાગે છે એટલી હેલ્થી પણ બને છે આજ આપણે સૂકા નારિયળ ના છીણ અને સૂકા નારિયળની કતરણ માંથી ચીક્કી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગ્રીસ કરેલથાળી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ

Ingredients

નારિયલ સ્લાઈસ ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • કપ સૂકા નારિયળ ની સ્લાઈસ
  • ¼ કપ બદામ ની કતરણ
  • 3-4 ચમચી પિસ્તા ની કતરણ
  • 1 કપ છીણેલો ગોળ
  • 1 ચમચી ઘી
  • ¼ ચમચી બેકિંગ સોડા

નારિયલ છીણ ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ છીણેલો ગોળ
  • 2 કપ સૂકા નારિયળ નું છીણ
  • 1 ચમચી ઘી
  • ¼ ચમચી બેકિંગ સોડા

Instructions

suka nariyal ni slice chikki | સૂકા નારિયળ ની સ્લાઈસ ચીક્કી

  • સૂકા નારિયળ ની સ્લાઈસ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ સૂકા નારિયળ ની સાવ પાતળી પાતળી સ્લાઈસ કરી લેશું ત્યાર બાદ બદામ અને પિસ્તા ની પણ સ્લાઈસ કરી લેવી. હવે ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ સુંધી સૂકા નારિયળ ની સ્લાઈસ ને હલાવતા રહી શેકી લ્યો. નારિયળ લાઈટ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈ માં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એજ કડાઈમાં છીણેલો ગોળ નાખી મિડીયમ તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો અને ગોળ નો રંગ ડાર્ક બ્રાઉન થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી અથવા બંધ કરી ગોળ નો પાક થયો કે નહિ એ ચેક કરી લ્યો. ગોળ નો પાક થઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ નારિયળ ની સ્લાઈસ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી પાતળી ફેલાવી લ્યો અને અને ચાકુથી કાપા કરો અને ઠંડી થવા દયો અને ઠંડી થાય ત્યાર બાદ કટકા કરી ભરી લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળ ની ચીક્કી.

suka nariyal na chhin ni chikki | સૂકા નારિયળ ના છીણ ની ચીક્કી

  • નારિયળ ના છીણ ની ચીક્કી બનાવવા સૌથી પહેલા છીણેલો ગોળ કડાઈમાં નાખી ગેસ ચાલુ કરી ગોળ ને ઓગળી લ્યો અને ત્યાર બાદ ગોળ ગોલ્ડન બ્રાઉન થાય અને પાક બરોબર બની જાય ત્યાં સુંધી હલાવતા રહો અને વચ્ચે એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો અને પાક બરોબર તૈયાર થાય એટલે એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • બેકિંગ સોડા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ પ્લેટ માં નાખો અથવા પ્લેટફોર્મ માં નાખી વણી ને પાતળી કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી કરી ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળના છીણની ચીક્કી.

Nariyal chikki recipe notes

  • અહી તમને બેકિંગ સોડા ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો.
  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • તમે ચીક્કી ને ગ્રીસ કરેલ થાળી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Sing ni sukhdi banavani rit | સિંગ ની સુખડી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે Sing ni sukhdi – સીંગ ની સુખડી શીખીશું. આ સુખડી એકદમ પોચી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દાંત ના હોય એવા વ્યક્તિ પણ ખૂબ સરળતાથી ખાઈ શકે છે અને એક વખત બનાવ્યા પછી લાંબા સમય સુંધી ખાઈ શકાય છે અને આ સુખડી જેટલી સ્વાદિષ્ટ છે એટલી શરીર માટે ગુણકારી પણ છે અને સવાર સાંજ ના નાસ્તા , ટિફિન કે પ્રવાસમાં બનાવી ને લઈ જઈ શકાય છે.

Ingredient list

  • સીંગદાણા 200 ગ્રામ
  • છીણેલો ગોળ 150 ગ્રામ
  • ઘી 100 ગ્રામ

Sing ni sukhdi banavani rit

સીંગ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી મિડીયમ તાપે હલાવતા રહી સીંગદાણા ને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજી મોટી થાળી માં શેકેલ સીંગદાણા નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ એના ફોતરા હાથ થી મસળી ને કાઢી લ્યો અને ચારણી થી ચાળી અલગ કરી લ્યો.

ત્યારબાદ સીંગદાણા માંથી ફોતરા અલગ થઈ જાય એટલે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા નાખો પ્લસ મોડ માં ફેરવી ને દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગોળ ને ચાકુથી ઝીણો ઝીણો સુધારી અથવા છીણી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો.

ગોળ નાખી હલાવતા રહો અને ગોળ ના ગાંઠા ન રહે ત્યાં સુંધી ઓગળી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો અને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે હલાવતા રહો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને થાળી માં નાખી એક સરખો ફેલાવી દયો અને થોડો ઠંડો થવા દયો.

મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો. અને બિલકુલ ઠંડી થાય એટલે પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સીંગ ની સુખડી.

Sukhdi recipe notes

  • સુખડી ને પોચી રાખવા ગોળ નો પાકો પાક ના કરવો  નહીતર સુખડી કઠણ બની જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સિંગ ની સુખડી બનાવવાની રીત

Sing ni sukhdi - સિંગ ની સુખડી

Sing ni sukhdi banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Sing ni sukhdi – સીંગ ની સુખડી શીખીશું. આ સુખડી એકદમ પોચી અનેખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દાંત ના હોય એવા વ્યક્તિ પણ ખૂબ સરળતાથી ખાઈ શકે છે અનેએક વખત બનાવ્યા પછી લાંબા સમય સુંધી ખાઈ શકાય છે અને આ સુખડી જેટલી સ્વાદિષ્ટ છે એટલીશરીર માટે ગુણકારી પણ છે અને સવાર સાંજ ના નાસ્તા , ટિફિન કેપ્રવાસમાં બનાવી ને લઈ જઈ શકાય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 200 ગ્રામ સીંગદાણા
  • 150 ગ્રામ છીણેલો ગોળ
  • 100 ગ્રામ ઘી

Instructions

Sing ni sukhdi banavani rit

  • સીંગ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી મિડીયમ તાપે હલાવતા રહી સીંગદાણા ને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજી મોટી થાળી માં શેકેલ સીંગદાણા નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ એના ફોતરા હાથ થી મસળી ને કાઢી લ્યો અને ચારણી થી ચાળી અલગ કરી લ્યો.
  • ત્યારબાદ સીંગદાણા માંથી ફોતરા અલગ થઈ જાય એટલે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા નાખો પ્લસ મોડ માં ફેરવી ને દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગોળ ને ચાકુથી ઝીણો ઝીણો સુધારી અથવા છીણી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો.
  • ગોળ નાખી હલાવતા રહો અને ગોળ ના ગાંઠા ન રહે ત્યાં સુંધી ઓગળી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો અને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે હલાવતા રહો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને થાળી માં નાખી એક સરખો ફેલાવી દયો અને થોડો ઠંડો થવા દયો.
  • મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો. અને બિલકુલ ઠંડી થાય એટલે પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સીંગ ની સુખડી.

Sukhdi recipe notes

  • સુખડી ને પોચી રાખવા ગોળ નો પાકો પાક ના કરવો નહીતર સુખડી કઠણ બની જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singdana gol ni chikki | સીંગદાણા ગોળ ની ચીક્કી

Raja rani parotha banavani rit | રાજા રાણી પરોઠા બનાવવાની રીત

મિત્રો આ પરોઠા સુરત ના ખૂબ પ્રખ્યાત પરોઠા વાનગી છે જે સુરત માં ઘણી જગ્યાએ ખાવા મળે છે જે ફૂલ વેજીટેબલ, પનીર અને ચીઝ થી ભરપુર હોય છે અને એક વખત Raja rani parotha – રાજા રાણી પરોઠા બનાવી લીધા બાદ વારંવાર બનાવશો અને બનાવી ને અમને જરૂરથી જણાવજો.

લોટ બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ ½ કપ
  • બેસન ½ કપ
  • મેંદા નો લોટ 1 કપ
  • સોજી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

પરોઠા સ્ટફિંગ માટેની સામગ્રી

  • છીણેલું ગાજર ½ કપ
  • છીણેલી પાનકોબી 1 કપ
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચીલી સોસ 1 ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી ¼ કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • બાફેલા બટાકા 3-4
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલ ½ કપ
  • પનીર 100 ગ્રામ
  • ચીઝ 100 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ

લોટ બનાવવાની રીત

લોટ બાંધવા કથરોટ માં ઘઉંનો લોટ, બેસન અને મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણલોટ બાંધો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી એક ઢાંકી ને એક બાજુ મૂકો

રાજા રાણી પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સમારેલી પાનકોબી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, લીલી ડુંગળી સુધારેલા, બાફેલા બટાકા ને છીણી ને નાખો અને ત્યાર બાદ પનીર અને ચીઝ ને પણ છીણી ને નાખો.

હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા, આમચૂર પાઉડર, સંચળ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર ,ચીલી સોસ નાખી ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

Raja rani parotha banavani rit

પરોઠા માટેની બને સામગ્રી બરોબર તૈયાર થઈ જાય એટલે બાંધેલા લોટ ના સરખા ચાર પાંચ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ લુવો બનાવી લઈ કોરા લોટ સાથે રોટલી બનાવી લ્યો રોટલી વણી લીધા બાદ તૈયાર કરેલ થોડું વધારે સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ત્યાર બાદ હથેળી વડે થોડું દબાવી ચપટા કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી ને પરોઠા ને વણી લ્યો.

ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લીધા બાદ તેલ કે ઘી લાગવી પરોઠા ને દબાવી દબાવી બને બાજુ શેકી લ્યો. પરોઠા ને બને બાજુ બરોબર શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો અને તવી માં થોડું તેલ કે ઘી નાખી થોડું સ્ટફિંગ નાખી સ્ટફિંગ ને બે મિનિટ શેકી લ્યો.

હવે તૈયાર પરોઠા પર પીઝા જેમ કાપા કરી લ્યો અને એના પર શેકી રાખેલ સ્ટફિંગ એક સરખું ફેલાવી ઉપર ચીઝ અને પનીર છીણી ને નાખો સાથે સોસ અને માયોનીઝ નાખી ગાર્નિશ કરી લ્યો આમ બીજા બધા પરોઠા તૈયાર કરી લ્યો અને મજા લ્યો રાજા રાણી પરોઠા.

Parotha recipe notes

  • જો તમને ઓછા સ્ટફિંગ વાળા પસંદ હોય તો સ્ટફિંગ ઓછું કરી શકો છો.
  • તમે જે સ્ટફિંગ ને પરોઠા ઉપર લગાવવાનું છે એ સ્ટફિંગ ને બીજી કડાઈ માં પણ ગરમ કરી વાપરી શકો છો.
  • ચીઝ , માયોનીજ અને પનીર તમારી પસંદ મુજબ વધુ ઓછું કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજા રાણી પરોઠા બનાવવાની રીત

Jain undhiyu - જૈન ઊંધિયું

Jain undhiyu banavani rit

આજ આપણે ડુંગળી, બટાકા,લસણ વગર નું Jain undhiyu – જૈન ઊંધિયું બનાવવાની રીત શીખીશું. આ શાક ખાવાજેટલું ટેસ્ટી લાગે છે અને બનાવવુ થોડી મહેનત નું કામ છે પણ એક વખત બનાવ્યા પછી એનાસ્વાદ માં કરેલી મહેનત નું ફળ મળી જસે તો ચાલો ડુંગળી, બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવાની રીત શીખીએ.
2.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 39 minutes
Total Time: 59 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલી મેથી સુધારેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

જૈન ઊંધિયું શાક બનાવવા માટેની સામગ્રી

  • 150 ગ્રામ તિંડોડા
  • 5-6 લીલા મરચા
  • ½ કપ મેથી સુધારેલ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2 કાચી કેળા
  • 350 ગ્રામ સુરતી પાપડી
  • ½ કપ વટાણા
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • 3-4 ચમચી સીંગદાણા
  • 2-3 ચમચી સફેદ તલ
  • ½ કપ તાજુ નારિયળ છીણેલું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 3-4 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • ½ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jain undhiyu banavani rit

  • જૈન ઊંધિયું બનાવીશું જેમાં ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવા સૌપ્રથમ મુઠીયા બનાવી તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા, હિંગ, ખાંડ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ સોડા,મીઠું સ્વાદ મુજબ અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ઘઉંનો લોટ અને બેસન નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ માંથી ગોળ કે લંબ ગોળ મુઠીયા બનાવી તૈયાર કરી લ્યો અને મુઠીયા તૈયાર કરો ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં બનાવેલા મુઠીયા નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન મુઠીયા તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી એક થાળી માં એક બાજુ મૂકો.
  • હવે ઊંધિયા નો વઘાર કરીશું જેના માટે ગરમ તેલ માં તિંડોડા ને તરી લ્યો અને ને ચાર મિનિટ તરી લીધા બાદ એક મોટા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ તરી ને કાઢી લ્યો. હવે કેળા ના કટકા ને પણ તેલ માં નાખી તરી લ્યો અને એને પણ કાઢી લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર ના દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • બધી સામગ્રી શેકાય ત્યાં સુંધી માં એક મોટા વાટકા માં લીલા ધાણા સુધારેલા, સફેદ તલ અને અધ કચરા પીસેલા સીંગદાણા, નારિયળ નું છીણ, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા મરચા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, ખાંડ , ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • પાપડી શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ મસાલા માંથી થોડો મસાલો નાખો અને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તરી રાખેલ કેળા, મરચા, ટિંડોડા, બાકી રહેલો મસાલો નાખી મિક્સ કરી એમાં એક થી બે કપ પાણી નાખી તરી રાખેલ મસાલો નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બધું શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું.

Jain Undhiyu recipe notes

  • અહી તમે ઊંધિયા માટે બીજા શાક પણ નાખી શકો છો જેમકે ગોવાર, રીંગણા, લીલા ચણા વગેરે.
  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછીબક્રી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Singdana gol ni chikki | સીંગદાણા ગોળ ની ચીક્કી

મિત્રો આ Singdana gol ni chikki – સીંગદાણા ગોળ ની ચીક્કી ખૂબ જ ટેસ્ટી બને છે અને એક વખત ટેસ્ટ કર્યા બાદ વારંવાર ખાવા નું મન થાય છે. આજ આપણે ખૂબ સરળ રીતે ઘરે ગોળ નો પાક કરી આ ચીક્કી બનાવતા શીખીશું.

Ingredients list

  • સીંગદાણા 500 ગ્રામ
  • છીણેલો ગોળ 500 ગ્રામ
  • ઘી / તેલ જરૂર મુજબ

Singdana gol ni chikki banavani rit

સીંગદાણા ગોળ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી ને મિડીયમ તાપે હલાવતા રહો અને શકો. સીંગદાણા ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકવાની રહે છે. સીંગદાણા શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી બીજી થાળી માં નાખી ને ઠંડી કરવા મૂકો. શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે બને હથેળી વચ્ચે મસળી મસળી ને ફોતરા અલગ કરી લ્યો. ફોતરા ને ઝારા માં નાખી ફોતરા અલગ કરી નાખો.

પ્લાસ્ટિક પર અથવા પ્લેટ ફોર્મ પર ઘી લગાવી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ નાખો અને ધીમા તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો. ગોળ ને ઓગળી લઈ એમાં રહેલા ગાંઠા તોડી તોડી ને પીગળાવી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં ખાંડ નાખી ને ફરીથી ચડાવી લ્યો. ગોળ અને ખાંડ ઓગળી લીધા બાદ એનો પાક બનવા દયો.

ગોળ માં ફુગ્ગા થવા લાગે એટલે વાટકા માં પાણી લઈ એમાં બે ચાર ટીપાં ગોળ ના નાખી અને હાથ થી દબાવી ચેક કરો જો ગોળ તૂટી જાય તો પાક બની ગયો છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી ફરી ચેક કરો પાક બરોબર બની જાય એટલે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો.

જયારે સીંગદાણા ને ગોળ બરોબર મિક્સ કરી લીધા બાદ ગ્રીસ કરેલ જગ્યા પર થોડું મિશ્રણ નાખી વેલણ વડે હલકા હાથે ફેલાવી લ્યો. આમ થોડા થોડા મિશ્રણ ને વેલણ વડે વણી ફેલાવી લ્યો અને બે ચાર minit pachhi કાપા કરી બિલકુલ ઠંડી થવા દયો. ઠંડી થાય એટલે કાપા વાળા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે સીંગદાણા ગોળ ની ચીક્કી

Chikki recipe notes

  • સીંગદાણા બરોબર શેકાયેલા હસે તો ચીક્કી ડબ્બામાં એક બીજા માં ચોંટશે નહિ.
  • સીંગદાણા તમે બજારમાં શેકેલ તૈયાર મળે છે એ પણ વાપરી શકો છો.
  • ગોળ નો પાક બરોબર કરેલ હસે તો દાંત માં ચોંટશે નહિ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સીંગદાણા ગોળ ની ચીક્કી બનાવવાની રીત

Singdana gol ni chikki - સીંગદાણા ગોળ ની ચીક્કી

Singdana gol ni chikki banavani rit

મિત્રો આ Singdana gol ni chikki – સીંગદાણા ગોળ ની ચીક્કી ખૂબ જ ટેસ્ટી બને છે અને એક વખત ટેસ્ટ કર્યા બાદ વારંવારખાવા નું મન થાય છે. આજ આપણે ખૂબ સરળ રીતે ઘરે ગોળ નો પાક કરી આ ચીક્કી બનાવતા શીખીશું.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કિચન પ્લેટફોર્મ
  • 1 બટર પેપર

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ સીંગદાણા
  • 500 ગ્રામ છીણેલો ગોળ
  • ઘી / તેલ જરૂર મુજબ

Instructions

Singdana gol ni chikki banavani rit

  • સીંગદાણા ગોળ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી ને મિડીયમ તાપે હલાવતા રહો અને શકો. સીંગદાણા ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકવાની રહે છે. સીંગદાણા શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી બીજી થાળી માં નાખી ને ઠંડી કરવા મૂકો. શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે બને હથેળી વચ્ચે મસળી મસળી ને ફોતરા અલગ કરી લ્યો. ફોતરા ને ઝારા માં નાખી ફોતરા અલગ કરી નાખો.
  • પ્લાસ્ટિક પર અથવા પ્લેટ ફોર્મ પર ઘી લગાવી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ નાખો અને ધીમા તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો. ગોળ ને ઓગળી લઈ એમાં રહેલા ગાંઠા તોડી તોડી ને પીગળાવી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં ખાંડ નાખી ને ફરીથી ચડાવી લ્યો. ગોળ અને ખાંડ ઓગળી લીધા બાદ એનો પાક બનવા દયો.
  • ગોળ માં ફુગ્ગા થવા લાગે એટલે વાટકા માં પાણી લઈ એમાં બે ચાર ટીપાં ગોળ ના નાખી અને હાથ થી દબાવી ચેક કરો જો ગોળ તૂટી જાય તો પાક બની ગયો છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી ફરી ચેક કરો પાક બરોબર બની જાય એટલે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો.
  • જયારે સીંગદાણા ને ગોળ બરોબર મિક્સ કરી લીધા બાદ ગ્રીસ કરેલ જગ્યા પર થોડું મિશ્રણ નાખી વેલણ વડે હલકા હાથે ફેલાવી લ્યો. આમ થોડા થોડા મિશ્રણ ને વેલણ વડે વણી ફેલાવી લ્યો અને બે ચાર minit pachhi કાપા કરી બિલકુલ ઠંડી થવા દયો. ઠંડી થાય એટલે કાપા વાળા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે સીંગદાણા ગોળ ની ચીક્કી

Chikki recipe notes

  • સીંગદાણા બરોબર શેકાયેલા હસે તો ચીક્કી ડબ્બામાં એક બીજા માં ચોંટશે નહિ.
  • સીંગદાણા તમે બજારમાં શેકેલ તૈયાર મળે છે એ પણ વાપરી શકો છો.
  • ગોળ નો પાક બરોબર કરેલ હસે તો દાંત માં ચોંટશે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Lili tuver ni dhokli banavani rit | લીલી તુવેર ની ઢોકળી બનાવવાની રીત

દાળ ઢોકળી તો દરેક ગુજરાતી ની સૌથી પ્રિય વાનગી છે જે બપોરે અથવા રાત્રે બનાવી મજા લેવાતી હોય છે અને હાલ માં તો અલગ શાક સાથે પણ આ ઢોકળી બનવા લાગી છે એમાંથી જ એક શાક જે હાલ પુષ્કળ પ્રમાણમાં મળે છે એ લીલી તુવેર જેના ખાવા ના ફાયદા પણ ઘણા છે એનો ઉપયોગ કરી આજ આપણે બધાની પસંદીદા Lili tuver ni dhokli – લીલી તુવેર ની ઢોકળી બનાવશું.

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1  કપ
  • બેસન 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો 1 ચમચી
  • કસૂરી મેથી 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ઢોકળી ના વઘાર માટેના વઘાર ની સામગ્રી

  • લીલી તુવેરના ના દાણા 2 કપ
  • તેલ 4-5 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી 1 -2
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લીંબુનો રસ 2-3 ચમચી
  • ગોળ 2-3 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Lili tuver ni dhokli banavani rit

લીલી તુવેર ની ઢોકળી બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લેશું ત્યાર બાદ ઢોકળી નો વઘાર તૈયાર કરી લોટ માંથી રોટલી બનાવી કટકા કરી વઘારેલી ઢોકળી માં નાખી મિક્સ કરી ચડાવી લેશું

લોટ બાંધવાની રીત

ઢોકળી માટે લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને  ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, અજમો મસળી, જીરું અને કસૂરી મેથી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો અને છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

લીલી તુવર ની ઢોકળી નો વઘાર કરવાની રીત

સૌથી પહેલા લીલી તુવેર ના દાણા કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દાણા ને ધોઇ સાફ કરી નીતરવા મૂકો. સાથે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો સાથે આદુ ની પેસ્ટ બનાવી તૈયાર કરો.

હવે ગેસ પર કુકર માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો. ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ટમેટા નાખી મિક્સ કરી શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો.

ટમેટા મસાલા સાથે ચડી જાય એટલે એમાં તુવેર ના દાણા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકો. પાંચ મિનિટ પછી એમાં એક લીટર જેટલું પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને ઉકળવા દયો.

ઢોકળી ની પાણી ઉકળે ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને ફરી મસળી લઈ એમાંથી લુવા બનાવી કોરા લોટ થી વણી લઈ કટકા કરી લ્યો. અને કટકા ને એક થાળી માં ભરી લ્યો. હવે ઢોકળી નું પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો.

મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ગોળ, લીંબુનો રસ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી કરી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ઉપરથી સુધારેલ ડુંગળી અને ઘી નાખી મજા લ્યો. તો તૈયાર છે લીલી તુવેર ની ઢોકળી.

Dhokli recipe notes

  • તમે તીખાશ, મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
  • બે સીટી થી વધારે ચડવશો તો ઢોકળી તૂટી જઈ શકે છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલી તુવેર ની ઢોકળી બનાવવાની રીત

Lili tuver ni dhokli - લીલી તુવેર ની ઢોકળી

Lili tuver ni dhokli banavani rit

દાળ ઢોકળી તો દરેક ગુજરાતી ની સૌથી પ્રિય વાનગી છે જેબપોરે અથવા રાત્રે બનાવી મજા લેવાતી હોય છે અને હાલ માં તો અલગ શાક સાથે પણ આ ઢોકળીબનવા લાગી છે એમાંથી જ એક શાક જે હાલ પુષ્કળ પ્રમાણમાં મળે છે એ લીલી તુવેર જેના ખાવાના ફાયદા પણ ઘણા છે એનો ઉપયોગ કરી આજ આપણે બધાની પસંદીદા Lili tuver ni dhokli – લીલી તુવેર ની ઢોકળી બનાવશું.
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 3-4 ચમચી બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી અજમો
  • 2 ચમચી કસૂરી મેથી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ઢોકળી ના વઘાર માટેના વઘાર ની સામગ્રી

  • 2 કપ લીલી તુવેરના ના દાણા
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1-2 ઝીણી સમારેલી ડુંગળી
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી ગોળ
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lili tuver ni dhokli banavani rit

  • લીલી તુવેર ની ઢોકળી બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લેશું ત્યાર બાદ ઢોકળી નો વઘાર તૈયાર કરી લોટ માંથી રોટલી બનાવી કટકા કરી વઘારેલી ઢોકળી માં નાખી મિક્સ કરી ચડાવી લેશું

લોટ બાંધવાની રીત

  • ઢોકળી માટે લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, અજમો મસળી, જીરું અને કસૂરી મેથી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો અને છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

લીલી તુવર ની ઢોકળી નો વઘાર કરવાની રીત

  • સૌથી પહેલા લીલી તુવેર ના દાણા કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દાણા ને ધોઇ સાફ કરી નીતરવા મૂકો. સાથે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો સાથે આદુ ની પેસ્ટ બનાવી તૈયાર કરો.
  • હવે ગેસ પર કુકર માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો. ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ટમેટા નાખી મિક્સ કરી શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો.
  • ટમેટા મસાલા સાથે ચડી જાય એટલે એમાં તુવેર ના દાણા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકો. પાંચ મિનિટ પછી એમાં એક લીટર જેટલું પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને ઉકળવા દયો.
  • ઢોકળી ની પાણી ઉકળે ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને ફરી મસળી લઈ એમાંથી લુવા બનાવી કોરા લોટ થી વણી લઈ કટકા કરી લ્યો. અને કટકા ને એક થાળી માં ભરી લ્યો. હવે ઢોકળી નું પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો.
  • મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ગોળ, લીંબુનો રસ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી કરી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ઉપરથી સુધારેલ ડુંગળી અને ઘી નાખી મજા લ્યો. તો તૈયાર છે લીલી તુવેર ની ઢોકળી.

Dhokli recipe notes

  • તમે તીખાશ, મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
  • બે સીટી થી વધારે ચડવશો તો ઢોકળી તૂટી જઈ શકે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Khoba roti ane amchuri lasuni chatni | ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી

નમસ્તે આપણે Khoba roti ane amchuri lasuni chatni – ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવાની રીત શીખીશું. આ એક રાજસ્થાની રોટી છે જેને જાડી રોટી કે ખોબા રોટી ના નામ થી ઓળખાય છે આ રોટી એક વખત બનાવી બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકાય છે અને સાથે બનાવેલી ચટણી ને તમે દસ પંદર દિવસ સુંધી બહાર રાખી ને પણ ખાઈ શકો છો.

ખોબા રોટી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

લસુની ચટણી માટેની સામગ્રી

  • લસણ ની ગાંઠ 3-4
  • સૂકા લાલ મરચા 15-20
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 3 ચમચી
  • સરસો તેલ / તેલ 3 + 4 ચમચી
  • જીરું 1 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Khoba roti ane amchuri lasuni chatni ni recipe

ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી ની તૈયાર કરી ચટણી તૈયાર કરી લેશું ત્યાર બાદ રોટી ની તૈયાર કરી રોટી બનાવી લેશું

amchuri lasuni chatni banavani rit

આમચૂરી લસૂની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર જારી મૂકી એમાં લસણ ની ગાંઠ મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને શેકી લ્યો. લસણ ની ગાંઠ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગાંઠ ને થોડી વાર ઠંડી થવા દઈ ત્યાર બાદ કણી અલગ કરી ફોતરા અલગ કરી કપડા થી લુછી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં સૂકા લાલ મરચા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

મિક્સર જારમાં શેકેલ લાલ મરચા, શેકેલ લસણની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં સરસો નું તેલ નાખી ફરી પીસી લ્યો હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો,

જીરું તતડી જાય એટલે પીસેલી લાલ મરચા લસણ ની ચટણી નાખો સાથે ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર છે આમચૂરી લશુની ચટણી.

Khoba roti banavani rit

હવે ખોબા રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લો અને બંધેલા લોટ ને બરોબર મસળી પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.

પંદર મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી બે ત્રણ ભાગ કરી એક ભાગ લઈ કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી બનાવી લ્યો. હવે ગેસ પર માટી ની તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં વણી ને તૈયાર કરેલી રોટલી મૂકો.

રોટલી ને એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી લ્યો ત્યાર બાદ ઉપર ના ભાગે હાથ થી અથવા ચીપિયા થી બહાર થી અંદર ની બાજુ ગોળ ગોળ ચપટી કરતા જાઓ. આમ આખી રોટલી માં ચપટી કરી લ્યો અને થોડી થોડી વારે જગ્યા ફેરવી ફેરવી નીચે ની બાજુ બરોબર ચડાવી લ્યો.

ત્યાર બાદ ઉથલાવી ચપટા વાળી સાઈડ ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. હવે તવી ને બીજા ગેસ પર મૂકી રોટી ને ચીપિયા થી પકડી સીધી ધીમા ગેસ પર ફેરવી ફેરવી શેકી લ્યો. આમ બને બાજુ બરોબર શેકી લ્યો. અને આમ જ બાકી ના લોટ ની પણ રોટી બનાવી શેકી લ્યો અને ઉપર ઘી લગાવો ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી.

Khoba roti Recipe notes

  • તમે અહી ગેસ ની જગ્યાએ સગડી કે ચૂલા માં બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ બને છે.
  • રોટી થોડી જાડી છે તો સાવ ધીમા તાપે જ શેકવી નહિતર અંદર ની બાજુ કાચી રહી જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી ની રેસીપી

Khoba roti ane amchuri lasuni chatni - ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી

Khoba roti ane amchuri lasuni chatni ni recipe

નમસ્તે આપણે Khoba roti ane amchuri lasuni chatni – ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવાની રીત શીખીશું. આ એક રાજસ્થાની રોટીછે જેને જાડી રોટી કે ખોબા રોટી ના નામ થી ઓળખાય છે આ રોટી એક વખત બનાવી બે ત્રણ દિવસસુંધી ખાઈ શકાય છે અને સાથે બનાવેલી ચટણી ને તમે દસ પંદર દિવસ સુંધી બહાર રાખી ને પણખાઈ શકો છો.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 માટી ની તવી

Ingredients

ખોબા રોટી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

લાસુની ચટણી માટેની સામગ્રી

  • 3-4 લસણ ની ગાંઠ
  • 15-20 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હળદર
  • 3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 7 ચમચી સરસો તેલ / તેલ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Khoba roti ane amchuri lasuni chatni ni recipe

  • ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી ની તૈયાર કરી ચટણી તૈયાર કરી લેશું ત્યાર બાદ રોટી ની તૈયાર કરી રોટી બનાવી લેશું

amchuri lasuni chatni banavani rit

  • આમચૂરી લસૂની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર જારી મૂકી એમાં લસણ ની ગાંઠ મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને શેકી લ્યો. લસણ ની ગાંઠ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગાંઠ ને થોડી વાર ઠંડી થવા દઈ ત્યાર બાદ કણી અલગ કરી ફોતરા અલગ કરી કપડા થી લુછી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં સૂકા લાલ મરચા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • મિક્સર જારમાં શેકેલ લાલ મરચા, શેકેલ લસણની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં સરસો નું તેલ નાખી ફરી પીસી લ્યો હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો જીરું તતડી જાય એટલે પીસેલી લાલ મરચા લસણ ની ચટણી નાખો સાથે ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર છે આમચૂરી લશુની ચટણી.

Khoba roti banavani rit

  • હવે ખોબા રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લો અને બંધેલા લોટ ને બરોબર મસળી પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી બે ત્રણ ભાગ કરી એક ભાગ લઈ કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી બનાવી લ્યો. હવે ગેસ પર માટી ની તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં વણી ને તૈયાર કરેલી રોટલી મૂકો.
  • રોટલી ને એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી લ્યો ત્યાર બાદ ઉપર ના ભાગે હાથ થી અથવા ચીપિયા થી બહાર થી અંદર ની બાજુ ગોળ ગોળ ચપટી કરતા જાઓ. આમ આખી રોટલી માં ચપટી કરી લ્યો અને થોડી થોડી વારે જગ્યા ફેરવી ફેરવી નીચે ની બાજુ બરોબર ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ઉથલાવી ચપટા વાળી સાઈડ ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. હવે તવી ને બીજા ગેસ પર મૂકી રોટી ને ચીપિયા થી પકડી સીધી ધીમા ગેસ પર ફેરવી ફેરવી શેકી લ્યો. આમ બને બાજુ બરોબર શેકી લ્યો. અને આમ જ બાકી ના લોટ ની પણ રોટી બનાવી શેકી લ્યો અને ઉપર ઘી લગાવો ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી.

Khoba roti Recipe notes

  • તમે અહી ગેસ ની જગ્યાએ સગડી કે ચૂલા માં બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ બને છે.
  • રોટી થોડી જાડી છે તો સાવ ધીમા તાપે જ શેકવી નહિતર અંદર ની બાજુ કાચી રહી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Jiru bhakhri ane methi bhakhri | જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકાર ની Jiru bhakhri ane methi bhakhri – જીરું ભાખરી અને મેથી ભાખરી શીખીશું આ બને ભાખરી બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી પાંચ સાત દિવસ સુંધી ખાઈ શકો છો. આ ભાખરી ચા, અથાણાં, ચટણી અને સોસ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવાની રીત શીખીએ.

જીરું ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ક્રીમ ¼ કપ
  • જીરું ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

મેથી ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઝીણી સમારેલી મેથી 1 કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ તેલ / ઘી જરૂર મુજબ

Jiru bhakhri ane methi bhakhri ni recipe

જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બને ભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરી તવી પર શેકી ને તૈયાર કરીશું.

સૌપ્રથમ આપણે જીરું ભાખરી માટેનો લોટ બાંધી ને તૈયાર કરીશું જેના માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું , એક ચમચી તેલ અને મલાઈ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને મસળી લઈ ઢાંકી ને રાખો.

મેથી ભાખરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી નિતારી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં  પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એના ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. શેકેલ મેથી ને કથરોટ માં નાખો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખો.

હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

બને લોટ બાંધી લીધા બાદ જીરું ભાખરી વાળો લોટ લઈ મસળી લ્યો અને ત્યાર બાદ ને બે થી ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની ભાખરી બનાવી હોય એ સાઇઝ માં વાટકા થી કાપી લ્યો. અને ભાખરી પર ચાકુ કે ચમચા થી કાપા  કરી લ્યો કાપેલી ભાખરી ને એક થાળી માં અલગ અલગ મૂકતા જાઓ. આમ બધા લોટ માંથી ભાખરી તૈયાર કરી લ્યો.

હવે મેથી ભાખરી ના લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ એની મિડીયમ સાઇઝ જાડી રોટલી બનાવી લઈ રોટલી પર ચાકુ થી કાપા કરી વાટકા થી કાપી ભાખરી બનાવી લ્યો. અને વધારા ના લોટ ને ફરી બીજા લોટ સાથે મૂકી દઈશું.  આમ બધા લોટ માંથી ભાખરી બનાવી તૈયાર કરી લ્યો અને થાળી માં અલગ અલગ મૂકો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો અને તૈયાર ભાખરી ને એમાં મૂકી ધીમા તાપે દબાવી દબાવી ને શેકી લ્યો અને જરૂર લાગે એટલે તેલ કે થી લગાવી શેકી લ્યો. આમ બધી ભાખરી ને ધીમા તાપે તેલ કે થી લગાવી દબાવી દબાવી શેકી લઈ તૈયાર કરી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે જીરું ભાખરી અને મેથી ભાખરી.

Bhakhri recipe notes

  • ભાખરી માં તમે તમારી પસંદ મુજબ તેલ અથવા ઘી નું મોણ નાખી શકો છો અને તેલ અથવા ઘી થી શેકી પણ શકો છો.
  • આ ભાખરી ને તમે ધીમા તાપે બરોબર દબાવી દબાવી ને શેક્શો તો ભાખરી લાંબો સમય સુંધી ખાવા લાયક રહે છે.
  • જો ફૂલ તાપે અથવા જપાટે શેકી લેશો તો અંદર થી કાચી રહી જશે અને ભાખરી બગડી જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી

Jiru bhakhri ane methi bhakhri - જીરું ભાખરી અને મેથી ભાખરી

Jiru bhakhri ane methi bhakhri ni recipe

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકાર ની Jiru bhakhri ane methi bhakhri – જીરું ભાખરી અને મેથી ભાખરી શીખીશું આ બને ભાખરીબનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી પાંચ સાત દિવસ સુંધી ખાઈ શકો છો. આ ભાખરી ચા,અથાણાં, ચટણી અને સોસ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 10 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો વેલણ
  • 1 કડાઈ

Ingredients

જીરું ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ ક્રીમ
  • ½ ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

મેથી ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ ઝીણી સમારેલી મેથી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી સફેદ તલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

Instructions

Jiru bhakhri ane methi bhakhri ni recipe

  • જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બનેભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરીતવી પર શેકી ને તૈયાર કરીશું.

Jiru bhakhri banavani rit

  • જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બને ભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરી તવી પર શેકી ને તૈયાર કરીશું.
  • સૌપ્રથમ આપણે જીરું ભાખરી માટેનો લોટ બાંધી ને તૈયાર કરીશું જેના માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું , એક ચમચી તેલ અને મલાઈ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને મસળી લઈ ઢાંકી ને રાખો.

methi bhakhri banavani rit

  • મેથી ભાખરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી નિતારી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એના ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. શેકેલ મેથી ને કથરોટ માં નાખો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખો.
  • હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
  • બને લોટ બાંધી લીધા બાદ જીરું ભાખરી વાળો લોટ લઈ મસળી લ્યો અને ત્યાર બાદ ને બે થી ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની ભાખરી બનાવી હોય એ સાઇઝ માં વાટકા થી કાપી લ્યો. અને ભાખરી પર ચાકુ કે ચમચા થી કાપા કરી લ્યો કાપેલી ભાખરી ને એક થાળી માં અલગ અલગ મૂકતા જાઓ. આમ બધા લોટ માંથી ભાખરી તૈયાર કરી લ્યો.
  • હવે મેથી ભાખરી ના લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ એની મિડીયમ સાઇઝ જાડી રોટલી બનાવી લઈ રોટલી પર ચાકુ થી કાપા કરી વાટકા થી કાપી ભાખરી બનાવી લ્યો. અને વધારા ના લોટ ને ફરી બીજા લોટ સાથે મૂકી દઈશું. આમ બધા લોટ માંથી ભાખરી બનાવી તૈયાર કરી લ્યો અને થાળી માં અલગ અલગ મૂકો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો અને તૈયાર ભાખરી ને એમાં મૂકી ધીમા તાપે દબાવી દબાવી ને શેકી લ્યો અને જરૂર લાગે એટલે તેલ કે થી લગાવી શેકી લ્યો. આમ બધી ભાખરી ને ધીમા તાપે તેલ કે થી લગાવી દબાવી દબાવી શેકી લઈ તૈયાર કરી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે જીરું ભાખરી અને મેથી ભાખરી.

Bhakhri recipe notes

  • ભાખરી માં તમે તમારી પસંદ મુજબ તેલ અથવા ઘી નું મોણ નાખી શકો છો અને તેલ અથવા ઘી થી શેકી પણ શકો છો.
  • આ ભાખરી ને તમે ધીમા તાપે બરોબર દબાવી દબાવી ને શેક્શો તો ભાખરી લાંબો સમય સુંધી ખાવા લાયક રહે છે.
  • જો ફૂલ તાપે અથવા જપાટે શેકી લેશો તો અંદર થી કાચી રહી જશે અને ભાખરી બગડી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી