Home Blog Page 21

Jiru bhakhri ane methi bhakhri | જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકાર ની Jiru bhakhri ane methi bhakhri – જીરું ભાખરી અને મેથી ભાખરી શીખીશું આ બને ભાખરી બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી પાંચ સાત દિવસ સુંધી ખાઈ શકો છો. આ ભાખરી ચા, અથાણાં, ચટણી અને સોસ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવાની રીત શીખીએ.

જીરું ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ક્રીમ ¼ કપ
  • જીરું ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

મેથી ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઝીણી સમારેલી મેથી 1 કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ તેલ / ઘી જરૂર મુજબ

Jiru bhakhri ane methi bhakhri ni recipe

જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બને ભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરી તવી પર શેકી ને તૈયાર કરીશું.

સૌપ્રથમ આપણે જીરું ભાખરી માટેનો લોટ બાંધી ને તૈયાર કરીશું જેના માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું , એક ચમચી તેલ અને મલાઈ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને મસળી લઈ ઢાંકી ને રાખો.

મેથી ભાખરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી નિતારી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં  પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એના ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. શેકેલ મેથી ને કથરોટ માં નાખો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખો.

હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

બને લોટ બાંધી લીધા બાદ જીરું ભાખરી વાળો લોટ લઈ મસળી લ્યો અને ત્યાર બાદ ને બે થી ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની ભાખરી બનાવી હોય એ સાઇઝ માં વાટકા થી કાપી લ્યો. અને ભાખરી પર ચાકુ કે ચમચા થી કાપા  કરી લ્યો કાપેલી ભાખરી ને એક થાળી માં અલગ અલગ મૂકતા જાઓ. આમ બધા લોટ માંથી ભાખરી તૈયાર કરી લ્યો.

હવે મેથી ભાખરી ના લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ એની મિડીયમ સાઇઝ જાડી રોટલી બનાવી લઈ રોટલી પર ચાકુ થી કાપા કરી વાટકા થી કાપી ભાખરી બનાવી લ્યો. અને વધારા ના લોટ ને ફરી બીજા લોટ સાથે મૂકી દઈશું.  આમ બધા લોટ માંથી ભાખરી બનાવી તૈયાર કરી લ્યો અને થાળી માં અલગ અલગ મૂકો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો અને તૈયાર ભાખરી ને એમાં મૂકી ધીમા તાપે દબાવી દબાવી ને શેકી લ્યો અને જરૂર લાગે એટલે તેલ કે થી લગાવી શેકી લ્યો. આમ બધી ભાખરી ને ધીમા તાપે તેલ કે થી લગાવી દબાવી દબાવી શેકી લઈ તૈયાર કરી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે જીરું ભાખરી અને મેથી ભાખરી.

Bhakhri recipe notes

  • ભાખરી માં તમે તમારી પસંદ મુજબ તેલ અથવા ઘી નું મોણ નાખી શકો છો અને તેલ અથવા ઘી થી શેકી પણ શકો છો.
  • આ ભાખરી ને તમે ધીમા તાપે બરોબર દબાવી દબાવી ને શેક્શો તો ભાખરી લાંબો સમય સુંધી ખાવા લાયક રહે છે.
  • જો ફૂલ તાપે અથવા જપાટે શેકી લેશો તો અંદર થી કાચી રહી જશે અને ભાખરી બગડી જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી

Jiru bhakhri ane methi bhakhri - જીરું ભાખરી અને મેથી ભાખરી

Jiru bhakhri ane methi bhakhri ni recipe

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકાર ની Jiru bhakhri ane methi bhakhri – જીરું ભાખરી અને મેથી ભાખરી શીખીશું આ બને ભાખરીબનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી પાંચ સાત દિવસ સુંધી ખાઈ શકો છો. આ ભાખરી ચા,અથાણાં, ચટણી અને સોસ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 10 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો વેલણ
  • 1 કડાઈ

Ingredients

જીરું ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ ક્રીમ
  • ½ ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

મેથી ભાખરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ ઝીણી સમારેલી મેથી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી સફેદ તલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

Instructions

Jiru bhakhri ane methi bhakhri ni recipe

  • જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બનેભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરીતવી પર શેકી ને તૈયાર કરીશું.

Jiru bhakhri banavani rit

  • જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બને ભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરી તવી પર શેકી ને તૈયાર કરીશું.
  • સૌપ્રથમ આપણે જીરું ભાખરી માટેનો લોટ બાંધી ને તૈયાર કરીશું જેના માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું , એક ચમચી તેલ અને મલાઈ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને મસળી લઈ ઢાંકી ને રાખો.

methi bhakhri banavani rit

  • મેથી ભાખરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી નિતારી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એના ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. શેકેલ મેથી ને કથરોટ માં નાખો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખો.
  • હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
  • બને લોટ બાંધી લીધા બાદ જીરું ભાખરી વાળો લોટ લઈ મસળી લ્યો અને ત્યાર બાદ ને બે થી ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની ભાખરી બનાવી હોય એ સાઇઝ માં વાટકા થી કાપી લ્યો. અને ભાખરી પર ચાકુ કે ચમચા થી કાપા કરી લ્યો કાપેલી ભાખરી ને એક થાળી માં અલગ અલગ મૂકતા જાઓ. આમ બધા લોટ માંથી ભાખરી તૈયાર કરી લ્યો.
  • હવે મેથી ભાખરી ના લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ એની મિડીયમ સાઇઝ જાડી રોટલી બનાવી લઈ રોટલી પર ચાકુ થી કાપા કરી વાટકા થી કાપી ભાખરી બનાવી લ્યો. અને વધારા ના લોટ ને ફરી બીજા લોટ સાથે મૂકી દઈશું. આમ બધા લોટ માંથી ભાખરી બનાવી તૈયાર કરી લ્યો અને થાળી માં અલગ અલગ મૂકો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો અને તૈયાર ભાખરી ને એમાં મૂકી ધીમા તાપે દબાવી દબાવી ને શેકી લ્યો અને જરૂર લાગે એટલે તેલ કે થી લગાવી શેકી લ્યો. આમ બધી ભાખરી ને ધીમા તાપે તેલ કે થી લગાવી દબાવી દબાવી શેકી લઈ તૈયાર કરી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે જીરું ભાખરી અને મેથી ભાખરી.

Bhakhri recipe notes

  • ભાખરી માં તમે તમારી પસંદ મુજબ તેલ અથવા ઘી નું મોણ નાખી શકો છો અને તેલ અથવા ઘી થી શેકી પણ શકો છો.
  • આ ભાખરી ને તમે ધીમા તાપે બરોબર દબાવી દબાવી ને શેક્શો તો ભાખરી લાંબો સમય સુંધી ખાવા લાયક રહે છે.
  • જો ફૂલ તાપે અથવા જપાટે શેકી લેશો તો અંદર થી કાચી રહી જશે અને ભાખરી બગડી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Ratadu puri banavani rit | રતાળુ પૂરી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે Ratadu puri – રતાળુ પૂરી બનાવવાની રીત શીખીશું. આ એક સુરતી ફરસાણ છે જે શિયાળા દરમ્યાન મળતા રતાળુ માંથી બનાવવામાં આવે છે. જેને કંદ પૂરી પણ કહેવાય છે જે બનાવવી ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ છે.

Ingredients list

  • રતાળુ 500 ગ્રામ
  • બેસન 2 કપ
  • ચોખા નો લોટ 2 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મરી અધ કચરા પીસેલા 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે

Ratadu puri banavani rit

રતાળુ પૂરી બનાવવા સૌપ્રથમ રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ પર તેલ લગાવી રતાળુ ને છોલી ને સાફ કરી લ્યો અને સાફ કરી લીધા બાદ પાણી ભરેલા વાસણમાં નાખો. હવે મરી ને ખંડણી માં નાખી અથવા મિક્સર જાર માં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે એક તપેલી માં ચાળી ને બેસન લ્યો એમાં ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા મરચા આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લઈ થોડું થોડું કરી એક કપ થી થોડુ ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને મિશ્ર ને ગમે તે એક બાજુ હલાવતા રહો જેથી મિશ્રણ થોડું સોફ્ટ બને.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી ચિપ્સ મશીન થી થોડી થોડી કરી રતાળુ ની પાતળી ચિપ્સ બનાવી લેવી. તેલ ગરમ થાય એટલે રતાળુ ચિપ્સ ને બેસન માં મિશ્રણ માં બોળી એના પર મરી છાંટી તેલ માં નાખો આમ એક વખત માં જેટલી પૂરી નખાય એટલી નાખી મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.

પૂરી બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો રતાળુ પૂરી.

Recipe notes

  • રતાળુ ને છોલતી વખતે હાથ પર તેલ ખાસ લગાવી લેવું જેથી હાથ માં ખંજવાળ ના આવે .
  • તમે મરી સાથે અધ કચરા પીસેલા આખા ધાણા પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રતાળુ પૂરી બનાવવાની રીત

Ratadu puri - રતાળુ પૂરી

Ratadu puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Ratadu puri – રતાળુ પૂરી બનાવવાની રીત શીખીશું. આ એક સુરતી ફરસાણ છેજે શિયાળા દરમ્યાન મળતા રતાળુ માંથી બનાવવામાં આવે છે. જેને કંદપૂરી પણ કહેવાય છે જે બનાવવી ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ છે.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ રતાળુ
  • 2 કપ બેસન
  • 2 ચમચી ચોખા નો લોટ
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી મરી અધ કચરા પીસેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે

Instructions

Ratadu puri banavani rit

  • રતાળુ પૂરી બનાવવા સૌપ્રથમ રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ પર તેલ લગાવી રતાળુ ને છોલી ને સાફ કરી લ્યો અને સાફ કરી લીધા બાદ પાણી ભરેલા વાસણમાં નાખો. હવે મરી ને ખંડણી માં નાખી અથવા મિક્સર જાર માં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે એક તપેલી માં ચાળી ને બેસન લ્યો એમાં ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા મરચા આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લઈ થોડું થોડું કરી એક કપ થી થોડુ ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને મિશ્ર ને ગમે તે એક બાજુ હલાવતા રહો જેથી મિશ્રણ થોડું સોફ્ટ બને.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી ચિપ્સ મશીન થી થોડી થોડી કરી રતાળુ ની પાતળી ચિપ્સ બનાવી લેવી. તેલ ગરમ થાય એટલે રતાળુ ચિપ્સ ને બેસન માં મિશ્રણ માં બોળી એના પર મરી છાંટી તેલ માં નાખો આમ એક વખત માં જેટલી પૂરી નખાય એટલી નાખી મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
  • પૂરી બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો રતાળુ પૂરી.

Notes

રતાળુ ને છોલતી વખતે હાથ પર તેલ ખાસ લગાવી લેવું જેથી હાથ માં ખંજવાળ ના આવે .
તમે મરી સાથે અધ કચરા પીસેલા આખા ધાણા પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Beet gajar ni kanji banavani recipe | બીટ ગાજર ની કાંજી બનાવવાની રેસીપી

મિત્રો કાંજી ને એક સુપર પીણું માનવામાં આવે છે જે પેટ માટે પ્રોબઈઓટિક્સ, પાચન સુધારનાર, માનવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી લાગે છે જે ગરમી અને ઠંડી બને માં બનાવી Beet gajar ni kanji – બીટ ગાજર ની કાંજી સેવન કરી શકાય છે.

Ingredients list

  • ગાજર 1 ના કટકા
  • બીટ 3-4 ના કટકા
  • મરી ¾ ચમચી
  • તલ 1 ચમચી
  • પીળી સરસો ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Beet gajar ni kanji banavani recipe

બીટ ગાજર ની કાંજી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ચાકુથી મિડીયમ લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઇ ચાકુથી અડધા ભાગ માં કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મૂકો.

હવે મિક્સર જારમાં મરી, સફેદ તલ, પીળી સરસો, હળદર, લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને સુધારેલ ગાજર અને બીટ ઉપર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે બધી સામગ્રી ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી દયો અને ઉપર પાણી નાખી ઢાંકણ બરોબર બંધ કરી જ્યાં પ્રકાશ ન જાય એવી જગ્યાએ ત્રણ દિવસ મૂકી દયો . ત્રીજા દિવસે બરણી પર નાના ફુગ્ગા જોવા મળે એટલે ગરણી વડે ગાળી લ્યો અને મજા લ્યો બીટ ગાજર ની કાંજી.

Kanji recipe notes

  • તમે ખાલી ગાજર માંથી પણ કાંજી બનાવી તૈયાર કરી શકો છો.
  • જો તમને કાળા ગાજર મળે તો એમાંથી બનાવશો તો વધારે સારી કહેવાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બીટ ગાજર ની કાંજી બનાવવાની રેસીપી

Image credit – Youtube/Rajshri Food

Beet gajar ni kanji banavani recipe

મિત્રો કાંજી ને એક સુપર પીણું માનવામાં આવે છે જે પેટમાટે પ્રોબઈઓટિક્સ, પાચન સુધારનાર, માનવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી લાગે છે જે ગરમી અને ઠંડીબને માં બનાવી Beet gajar ni kanji – બીટ ગાજર ની કાંજી સેવન કરી શકાય છે.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 3 ગ્લાસ

Equipment

  • 1 કાંચ ની બરણી
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 1 ગાજર ના કટકા
  • 3-4 બીટ ના કટકા
  • ¾ ચમચી મરી
  • 1 ચમચી તલ
  • ¼ ચમચી પીળી સરસો
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Beet gajar ni kanji banavani recipe

  • બીટ ગાજર ની કાંજી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ચાકુથી મિડીયમ લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઇ ચાકુથી અડધા ભાગ માં કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મૂકો.
  • હવે મિક્સર જારમાં મરી, સફેદ તલ, પીળી સરસો, હળદર, લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને સુધારેલ ગાજર અને બીટ ઉપર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે બધી સામગ્રી ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી દયો અને ઉપર પાણી નાખી ઢાંકણ બરોબર બંધ કરી જ્યાં પ્રકાશ ન જાય એવી જગ્યાએ ત્રણ દિવસ મૂકી દયો . ત્રીજા દિવસે બરણી પર નાના ફુગ્ગા જોવા મળે એટલે ગરણી વડે ગાળી લ્યો અને મજા લ્યો બીટ ગાજર ની કાંજી.

Kanji recipe notes

  • તમે ખાલી ગાજર માંથી પણ કાંજી બનાવી તૈયાર કરી શકો છો.
  • જો તમને કાળા ગાજર મળે તો એમાંથી બનાવશો તો વધારે સારી કહેવાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila lasan nu lasaniyu banavani rit | લીલા લસણ નું લાસણીયુ  

લસણ ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે અને એમાં પણ શિયાળા માં મળતા લીલા લસણ ખાવું ખૂબ ગુણકારી માનવામાં આવે છે અત્યાર સુંધી આપણે લીલા લસણ માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ આજ આપણે લીલા લસણ માંથી Lila lasan nu lasaniyu – લીલા લસણ નું લાસણીયુ શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે. તો ચાલો લીલા લસણનું લસણિયું બનાવવાની રીત શીખીએ.

Ingredient list

  • લીલું લસણ 150 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • સીંગતેલ તેલ / તેલ 5-6 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તમાલપત્ર 1
  • તજ નો ટુકડો 1 નાનો
  • લવિંગ 2-3
  • બાદિયણા / સ્ટાર ફૂલ 1
  • આદુ ½ ઇંચ
  • લીલા મરચા 3-4
  • ટમેટા પ્યુરી  3 નંગ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સીંગદાણા અધ કચરા પીસેલા 2 ચમચી
  • કાજુ ના કટકા 2-3 ચમચી
  • પાપડી ગાંઠીયા 50 ગ્રામ
  • દહીં 1-2 ચમચી
  • ગોળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Lila lasan nu lasaniyu banavani rit

લીલા લસણ નું લાસણીયુ બનાવવા સૌપ્રથમ લસણ ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ લસણ ને સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો. હવે મિક્સર જાર માં  લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં સીંગતેલ અને ઘી ને ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં લસણ ના પાંદ નાખો અને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.

હવે ગેસ ધીમો કરી ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બને ને પણ શેકી લ્યો. આદુ મરચા ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર. ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.

મસાલા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નો ભૂકો, કાજુના કટકા અને પાપડી ગાંઠિયા ને ક્રશ કરી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં દહી નાખી મિક્સ કરી તેલ અલગ થાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને શાક નો ગેસ બંધ કરી એક બે ચમચી લીલી લસણ નાખી મિક્સ કરી ઢાંકી ને મૂકો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણનું લસણિયું.

Shaak recipe notes

  • તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા કે સેવ નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા લસણ નું લાસણીયુ બનાવવાની રીત

Lila lasan nu lasaniyu - લીલા લસણ નું લાસણીયુ

Lila lasan nu lasaniyu banavani rit

લસણ ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે અનેએમાં પણ શિયાળા માં મળતા લીલા લસણ ખાવું ખૂબ ગુણકારી માનવામાં આવે છે અત્યાર સુંધીઆપણે લીલા લસણ માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ આજ આપણે લીલા લસણ માંથી Lila lasan nu lasaniyu – લીલા લસણ નું લાસણીયુ શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે. તો ચાલો લીલાલસણનું લસણિયું બનાવવાની રીત શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredient list

  • 150 ગ્રામ લીલું લસણ
  • 1-2 ચમચી ઘી
  • 5-6 ચમચી સીંગતેલ તેલ / તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 તમાલપત્ર
  • 1 તજ નો ટુકડો નાનો
  • 2-3 લવિંગ
  • 1 બાદિયણા / સ્ટાર ફૂલ
  • ½ ઇંચ આદુ
  • 3-4 લીલા મરચા
  • 3 નંગ ટમેટા પ્યુરી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી સીંગદાણા અધ કચરા પીસેલા
  • 2-3 ચમચી કાજુ ના કટકા
  • 50 ગ્રામ પાપડી ગાંઠીયા
  • 1-2 ચમચી દહીં
  • ½ ચમચી ગોળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Lila lasan nu lasaniyu banavani rit

  • લીલા લસણ નું લાસણીયુ બનાવવા સૌપ્રથમ લસણ ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ લસણ ને સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો. હવે મિક્સર જાર માં લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં સીંગતેલ અને ઘી ને ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં લસણ ના પાંદ નાખો અને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
  • હવે ગેસ ધીમો કરી ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બને ને પણ શેકી લ્યો. આદુ મરચા ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર. ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
  • મસાલા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નો ભૂકો, કાજુના કટકા અને પાપડી ગાંઠિયા ને ક્રશ કરી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં દહી નાખી મિક્સ કરી તેલ અલગ થાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને શાક નો ગેસ બંધ કરી એક બે ચમચી લીલી લસણ નાખી મિક્સ કરી ઢાંકી ને મૂકો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણનું લસણિયું.

Shaak recipe notes

  • તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા કે સેવ નો ઉપયોગ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Bajra ni idli banavani rit | બાજરા ની ઈડલી બનાવવાની રીત

બાજરા ને શિયાળા નું સુપર ફુડ માનવામાં આવે છે એમાં સારી માત્રામાં આયરન, મેંગનેસિયમ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. જો તમે બાજરા ના રોટલી, રોટલા, મુઠીયા કે રાબ બનાવી લીધી છે તો આજ આપણે બાજરા માંથી એક હેલ્થી અને ટેસ્ટી વાનગી Bajra ni idli – બાજરા ની ઈડલી બનાવતા શીખીશું. આ બાજરા ઈડલી ને તમે ચટણી, સંભાર સાથે કે પછી વઘારી ને મજા લઇ શકો છો.

Ingredients list

  • બાજરો 1 ½ કપ
  • ઈડલી ચોખા / ચોખા 1 કપ
  • અડદ દાળ ½ કપ
  • મેથી દાણા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ પાણી જરૂર મુજબ

Bajra ni idli banavani rit

બાજરા ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા ને સાફ કરી એક તપેલી માં લ્યો ત્યાર બાદ એમાં ખીચડી ના ચોખા અથવા ઈડલી ચોખા નાખો સાથે અડદ ની દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે ત્રણ પાણીથી બધી સામગ્રી ને ધોઇ સાફ કરી લ્યો. હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી મુકો.

છ કલાક પછી પાણી નિતારી બાજરા, ચોખા અને દાળ ને થોડી થોડી મિક્સ જાર માં નાખી પીસી લ્યો . પીસવા માટે જરૂર પડે તો બે ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી પીસી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો આમ બધા જ પલાળેલા ધાન ને પીસી ને તૈયાર કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ધોઇ સાફ કરો મેથી ના દાણા નાખી મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક આથો આવવા ગરમ જગ્યાએ મૂકી દયો.

બાર કલાક પછી આથો  બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં આથો આવેલા મિશ્રણ ને નાખતા જાઓ. હવે ઈડલી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો.

પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો અને થોડું ઠંડું થાય એટલે ચમચા થી ઈડલી અલગ કરી કાઢી લ્યો અને ફરી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી મિશ્રણ નાખી ઈડલી ચડવા મૂકો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ઈડલી.

Idli recipe notes

  • અહી તમે આથો આવવા આખી રાત પણ ગરમ જગ્યાએ મૂકી આથો આવવા મૂકી શકો છો. શિયાળા માં આથો આવવા માં વાર પણ લાગી શકે છે.
  • તમે ઈડલી ને બાફતી વખતે એમાં પા ચમચી ઈનો નાખી મિક્સ કરી ઈડલી બનાવશો તો ઈડલી વધારે સોફ્ટ બનશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરા ની ઈડલી બનાવવાની રીત

Bajra ni idli - બાજરા ની ઈડલી

Bajra ni idli banavani rit

બાજરા ને શિયાળા નું સુપર ફુડ માનવામાં આવે છે એમાં સારીમાત્રામાં આયરન, મેંગનેસિયમ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબસારું માનવામાં આવે છે. જો તમે બાજરા ના રોટલી, રોટલા, મુઠીયા કે રાબ બનાવી લીધી છે તો આજ આપણે બાજરામાંથી એક હેલ્થી અને ટેસ્ટી વાનગી Bajrani idli – બાજરાની ઈડલી બનાવતા શીખીશું. આ બાજરા ઈડલી નેતમે ચટણી, સંભાર સાથે કે પછી વઘારી ને મજા લઇ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
fermentation time: 10 hours
Total Time: 10 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 ઈડલી સ્ટેન્ડ

Ingredients

Ingredients list

  • 1 ½ કપ બાજરો
  • 1 કપ ઈડલી ચોખા / ચોખા
  • ½ કપ અડદ દાળ
  • ¼ ચમચી મેથી દાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bajra ni idli banavani rit

  • બાજરા ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા ને સાફ કરી એક તપેલી માં લ્યો ત્યાર બાદ એમાં ખીચડી ના ચોખા અથવા ઈડલી ચોખા નાખો સાથે અડદ ની દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે ત્રણ પાણીથી બધી સામગ્રી ને ધોઇ સાફ કરી લ્યો. હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી મુકો.
  • છ કલાક પછી પાણી નિતારી બાજરા, ચોખા અને દાળ ને થોડી થોડી મિક્સ જાર માં નાખી પીસી લ્યો . પીસવા માટે જરૂર પડે તો બે ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી પીસી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો આમ બધા જ પલાળેલા ધાન ને પીસી ને તૈયાર કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ધોઇ સાફ કરો મેથી ના દાણા નાખી મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક આથો આવવા ગરમ જગ્યાએ મૂકી દયો.
  • બાર કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં આથો આવેલા મિશ્રણ ને નાખતા જાઓ. હવે ઈડલી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો.
  • પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો અને થોડું ઠંડું થાય એટલે ચમચા થી ઈડલી અલગ કરી કાઢી લ્યો અને ફરી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી મિશ્રણ નાખી ઈડલી ચડવા મૂકો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ઈડલી.

Idli recipe notes

  • અહી તમે આથો આવવા આખી રાત પણ ગરમ જગ્યાએ મૂકી આથો આવવા મૂકી શકો છો. શિયાળા માં આથો આવવા માં વાર પણ લાગી શકે છે.
  • તમે ઈડલી ને બાફતી વખતે એમાં પા ચમચી ઈનો નાખી મિક્સ કરી ઈડલી બનાવશો તો ઈડલી વધારે સોફ્ટ બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Chocolate sing chikki banavani rit | ચોકલેટ સિંગ ચીક્કી બનાવવાની રીત

અત્યાર સુંધી આપણે ગોળ માંથી અને ખાંડ માંથી અલગ અલગ ઘણી ચીક્કી મકરસંક્રાંતિ પર બનાવી ને મજા લીધી છે પણ આ વખતે થોડી અલગ અને નાના મોટા બધા ને પસંદ હોય એવી ચોકલેટ માંથી Chocolate sing chikki banavani rit – ચોકલેટ સિંગ ચીક્કી બનાવી તૈયાર કરી તહેવાર નો આંદન વધારી શકો છો.

Ingredients list

  • ડાર્ક ચોકલેટ 200 ગ્રામ
  • સીંગદાણા 1 કપ
  • ઘી 1 ચમચી

Chocolate sing chikki banavani rit

ચોકલેટ સિંગ ચીક્કી બનાવવા સૌપ્રથમ એક પ્લેટ પર બટર પેપર અથવા સિલ્વર ફોઈલ મૂકી તૈયાર કરી રાખો. હવે સીંગદાણા સાફ કરી કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા જઈ શેકો સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય અને સીંગદાણા શેકાઈ ને ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી સીંગદાણા ને બીજા મોટા વાસણમાં કાઢી ફેલાવી ને ઠંડી કરવા મૂકો.

શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ થી મસળી મસળી ફોતરા કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા અને ફોતરા ને ઝારા નો મદદ થી અલગ કરી લ્યો. હવે ડાર્ક ચોકલેટ લઈ એના ચાકુથી ઝીણા ઝીણા કટકા કરી એક નાના વાસણમાં નાખો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ  ગેસ પર  એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોકલેટ વાળું નાનું વાસણ મૂકી હલાવતા રહી ચોકલેટ ને પીગળાવી લ્યો.

ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ચોકલેટ વાળું વાસણ બહાર કાઢી એમાં શેકેલ સીંગદાણા નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ચોકલેટ અને દાણા બરોબર મિક્સ થઈ જાય એટલે બટર પેપર કે સિલ્વર ફોઇલ પર એક સરખું ફેલાવી દયો અને ફ્રીઝ માં બે ચાર મિનિટ મૂકો.

ચાર મિનિટ પછી ચીક્કી બહાર કાઢી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ સેટ થવા મૂકો. સાત મિનિટ પછી ફ્રીઝ માંથી બહાર કાઢી ડીમોલ્ડ કરી ચાકુથી ફરી કાપા પર કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ સિંગ ચીક્કી.

Chikki recipe notes

  • સીંગદાણા ને તમે થોડા મીઠા સાથે પણ શેકી શકો છો.
  •  તમે ખારી સિંગ અથવા બજાર માં શેકેલ તૈયાર સીંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ચોકલેટ ચીક્કી ને તમે  ફ્રિજર માં પણ સેટ કરી શકો છો તો એ ઝડપથી સેટ થશે.
  • સીંગદાણા ને તમે અધ કચરા પણ પીસી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોકલેટ સિંગ ચીક્કી બનાવવાની રીત

Chocolate sing chikki - ચોકલેટ સિંગ ચીક્કી

Chocolate sing chikki banavani rit

અત્યાર સુંધી આપણે ગોળ માંથી અને ખાંડ માંથી અલગ અલગ ઘણીચીક્કી મકરસંક્રાંતિ પર બનાવી ને મજા લીધી છે પણ આ વખતે થોડી અલગ અને નાના મોટા બધાને પસંદ હોય એવી ચોકલેટ માંથી Chocolate sing chikki banavani rit – ચોકલેટ સિંગ ચીક્કી બનાવી તૈયાર કરી તહેવાર નો આંદન વધારી શકો છો.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 1 કપ સીંગદાણા
  • 1 ચમચી ઘી

Instructions

Chocolate sing chikki banavani rit

  • ચોકલેટ સિંગ ચીક્કી બનાવવા સૌપ્રથમ એક પ્લેટ પર બટર પેપર અથવા સિલ્વર ફોઈલ મૂકી તૈયાર કરી રાખો. હવે સીંગદાણા સાફ કરી કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા જઈ શેકો સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય અને સીંગદાણા શેકાઈ ને ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી સીંગદાણા ને બીજા મોટા વાસણમાં કાઢી ફેલાવી ને ઠંડી કરવા મૂકો.
  • શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ થી મસળી મસળી ફોતરા કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા અને ફોતરા ને ઝારા નો મદદ થી અલગ કરી લ્યો. હવે ડાર્ક ચોકલેટ લઈ એના ચાકુથી ઝીણા ઝીણા કટકા કરી એક નાના વાસણમાં નાખો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોકલેટ વાળું નાનું વાસણ મૂકી હલાવતા રહી ચોકલેટ ને પીગળાવી લ્યો.
  • ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ચોકલેટ વાળું વાસણ બહાર કાઢી એમાં શેકેલ સીંગદાણા નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ચોકલેટ અને દાણા બરોબર મિક્સ થઈ જાય એટલે બટર પેપર કે સિલ્વર ફોઇલ પર એક સરખું ફેલાવી દયો અને ફ્રીઝ માં બે ચાર મિનિટ મૂકો.
  • ચાર મિનિટ પછી ચીક્કી બહાર કાઢી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ સેટ થવા મૂકો. સાત મિનિટ પછી ફ્રીઝ માંથી બહાર કાઢી ડીમોલ્ડ કરી ચાકુથી ફરી કાપા પર કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ સિંગ ચીક્કી.

Chikki recipe notes

  • સીંગદાણા ને તમે થોડા મીઠા સાથે પણ શેકી શકો છો.
  • તમે ખારી સિંગ અથવા બજાર માં શેકેલ તૈયાર સીંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ચોકલેટ ચીક્કી ને તમે ફ્રિજર માં પણ સેટ કરી શકો છો તો એ ઝડપથી સેટ થશે.
  • સીંગદાણા ને તમે અધ કચરા પણ પીસી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Mogri ringna nu shaak | મોગરી રીંગણા નું શાક

અત્યાર સુંધી આપણે મૂળા ખાવા ના ઘણા ફાયદા સાંભળ્યા છે અને મૂળા માંથી વિવિધ વાનગીઓ પણ બનાવી છે પણ આજ આપણે મૂળા જેવો જ સ્વાદ અને ફાયદા આપે એવી Mogri ringna nu shaak – મોગરી રીંગણા નું શાક તૈયાર કરીશું જેને રોટલી, રોટલા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • મોગરી 150 ગ્રામ
  • રીંગણા 200 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • લસણ 8-10 કણી
  • લીલા મરચા 3-4
  • હળદર ½ ચમચી
  • ઝીણું સમારેલા / પેસ્ટ ટમેટા 1-2
  • લાલ મરચાનો પાઉડર 2 ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ½  ચમચી
  • દહીં ¼ કપ
  • ચણા નો લોટ 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

Mogri ringna nu shaak banavani rit

મોગરી રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મોગરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો અને રીંગણા ને ધોઇ સાફ કરી  પાણી માં લાંબા સુધારી લ્યો. અને લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવી સાથે ટમેટા સાવ ઝીણા સમારી લેવા અથવા પેસ્ટ બનાવી લેવી.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લીલા મરચા લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો. હવે એમાં પાણી નિતારી સુધારેલ રીંગણા નાખો અને રીંગણા ને તેલ માં બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં  સુધારેલ મોગરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.

હવે ઢાંકણ ઢાંકી રીંગણા અને મોગરી બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. શાક ચડવા આવે એટલે એમાં બે ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લેવા. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા ને બરોબર ચડાવી લ્યો.

ટમેટા ચડી જાય એટલે એમાં દહી માં ચણા નો લોટ, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ શાક માં નાખો સાથે પા કપ થી ઓછું પાણી નાખી મિક્સ કરી શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ શાક ને સર્વ કરી દયો. તો તૈયાર છે મોગરી રીંગણા નું શાક.

Shaak recipe notes

  • પાકલ અને બીજ વાળી મોગરી ના નાખવી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત

Mogri ringna nu shaak - મોગરી રીંગણા નું શાક

Mogri ringna nu shaak banavani rit

અત્યાર સુંધી આપણે મૂળા ખાવા ના ઘણા ફાયદા સાંભળ્યા છેઅને મૂળા માંથી વિવિધ વાનગીઓ પણ બનાવી છે પણ આજ આપણે મૂળા જેવો જ સ્વાદ અને ફાયદા આપેએવી Mogri ringna nu shaak – મોગરી રીંગણા નું શાક તૈયાર કરીશું જેને રોટલી, રોટલા સાથેખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત શીખીએ.
2.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 150 ગ્રામ મોગરી
  • 200 ગ્રામ રીંગણા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 8-10 કણી લસણ
  • 3-4 લીલા મરચા
  • ½ ચમચી હળદર
  • 1-2 ઝીણું સમારેલા / પેસ્ટ ટમેટા
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ કપ દહીં
  • 1-2 ચમચી ચણા નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Mogri ringna nu shaak banavani rit

  • મોગરી રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મોગરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો અને રીંગણા ને ધોઇ સાફ કરી પાણી માં લાંબા સુધારી લ્યો. અને લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવી સાથે ટમેટા સાવ ઝીણા સમારી લેવા અથવા પેસ્ટ બનાવી લેવી.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લીલા મરચા લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો. હવે એમાં પાણી નિતારી સુધારેલ રીંગણા નાખો અને રીંગણા ને તેલ માં બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં સુધારેલ મોગરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે ઢાંકણ ઢાંકી રીંગણા અને મોગરી બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. શાક ચડવા આવે એટલે એમાં બે ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લેવા. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા ને બરોબર ચડાવી લ્યો.
  • ટમેટા ચડી જાય એટલે એમાં દહી માં ચણા નો લોટ, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ શાક માં નાખો સાથે પા કપ થી ઓછું પાણી નાખી મિક્સ કરી શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ શાક ને સર્વ કરી દયો. તો તૈયાર છે મોગરી રીંગણા નું શાક.

Shaak recipe notes

  • પાકલ અને બીજ વાળી મોગરી ના નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી