Home Blog Page 18

soji vari chaumin | સોજી વાળી ચૌમીન બનાવવાની રેસીપી

ચાઇનીઝ નાના હોય કે મોટા દરેક ને પસંદ આવતું હોય છે. એમાં પણ નૂડલ્સ માંથી બનેલ ચૌમીન તો બાળકોનું ફેવરેટ હોય છે પણ નૂડલ્સ મેંદા ના લોટ માંથી બને છે એટલે બાળકો ને વધારે આપવું સારું ના હોવાથી આપણે ઓછું આપતા હોઈએ છીચે જેથી ઘણી વખત બાળકો નારાજ થતા હોય છે પણ આજ આપણે સોજી માંથી બનેલી વર્મીસીલી સેવ માંથી નૂડલ્સ બનાવી ચૌમીન બનાવશું જેથી બાળકો પણ ખુશ અને આપણે પણ એ વાત નો સંતોષ થશે કે બાળકોને હેલ્થી અને પસંદ છે એ બનવી ખવડાવ્યું. તો ચાલો soji vari chaumin — સોજી વાળી ચૌમીન બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • શેકેલ વર્મીસીલી સેવ 2 કપ
  • તેલ 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઝીણું સમારેલ લસણ 2 ચમચી
  • લાંબી સુધારેલ ડુંગળી 2-3
  • લાંબા સુધારેલ કેપ્સીકમ ½
  • ગાજર સુધારેલ ¼ કપ
  • બીન્સ ઝીણી સુધારેલ 3-4 ચમચી
  • ઝીણા સુધરેલ લીલા મરચા 1-2
  • સોયા સોસ 1 -2  ચમચી
  • વિનેગર 1 ચમચી
  • ટમેટો સોસ 2 ચમચી
  • ચીલી સોસ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

soji vari chaumin banavani recipe

સોજી વાળી ચૌમીન બનાવવા સૌથી પહેલા બધાજ શાક ને ધોઈ સાફ કરી નાની સાઈઝ માં સુધારી તૈયાર કરી લ્યો હવે ગેસ પર કડાઈ માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં શેકેલ વર્મીસીલી સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નેવું થી પંચાણું ટકા ચડાવી લ્યો. સેવ ચડી જાય એટલે ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી નાખી ધોઈ એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ, હિંગ અને ડુંગળી નાખી ફૂલ તાપે બે મિનીટ શેકી લ્યો. બે મિનીટ પછી એમાં સુધારેલ કેપ્સીકમ,લીલા મરચા, ગાજર, બીન્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ ફૂલ તાપે ચાર પાંચ મિનીટ શેકી લ્યો,

બધા શાક શેકાઈ થોડા ક્રિસ્પી થાય એટલે એમાં બાફી રાખેલ વર્મીસીલી સેવ નાખો સાથે સોયા સોસ, વિનેગર, ટામેટા સોસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સોજી વાળી ચૌમીન.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સોજી વાળી ચૌમીન બનાવવાની રેસીપી

soji vari chaumin -- સોજી વાળી ચૌમીન

soji vari chaumin banavani recipe

ચાઇનીઝનાના હોય કે મોટા દરેક ને પસંદ આવતું હોય છે. એમાં પણ નૂડલ્સ માંથી બનેલ ચૌમીન તો બાળકોનું ફેવરેટ હોય છેપણ નૂડલ્સ મેંદા ના લોટ માંથી બને છે એટલે બાળકો ને વધારે આપવું સારું ના હોવાથીઆપણે ઓછું આપતા હોઈએ છીચે જેથી ઘણી વખત બાળકો નારાજ થતા હોય છે પણ આજ આપણે સોજીમાંથી બનેલી વર્મીસીલી સેવ માંથી નૂડલ્સ બનાવી ચૌમીન બનાવશું જેથી બાળકો પણ ખુશઅને આપણે પણ એ વાત નો સંતોષ થશે કે બાળકોને હેલ્થી અને પસંદ છે એ બનવી ખવડાવ્યું. તો ચાલો soji vari chaumin – સોજી વાળી ચૌમીન બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

  • 2 કપ શેકેલ વર્મીસીલી સેવ
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ઝીણું સમારેલ લસણ
  • 2-3 લાંબી સુધારેલ ડુંગળી
  • ½ લાંબા સુધારેલ કેપ્સીકમ
  • ¼ કપ ગાજર સુધારેલ
  • 3-4 ચમચી બીન્સ ઝીણી સુધારેલ
  • 1-2 ઝીણા સુધરેલ લીલા મરચા
  • 1-2 ચમચી સોયા સોસ
  • 1 ચમચી વિનેગર
  • 2 ચમચી ટમેટો સોસ
  • ½ ચમચી ચીલી સોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

soji vari chaumin banavani recipe

  • સોજી વાળી ચૌમીન બનાવવા સૌથી પહેલા બધાજ શાક ને ધોઈ સાફ કરી નાની સાઈઝ માં સુધારી તૈયાર કરી લ્યો હવે ગેસ પર કડાઈ માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં શેકેલ વર્મીસીલી સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નેવું થી પંચાણું ટકા ચડાવી લ્યો. સેવ ચડી જાય એટલે ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી નાખી ધોઈ એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ, હિંગ અને ડુંગળી નાખી ફૂલ તાપે બે મિનીટ શેકી લ્યો. બે મિનીટ પછી એમાં સુધારેલ કેપ્સીકમ,લીલા મરચા, ગાજર, બીન્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ ફૂલ તાપે ચાર પાંચ મિનીટ શેકી લ્યો,
  • બધા શાક શેકાઈ થોડા ક્રિસ્પી થાય એટલે એમાં બાફી રાખેલ વર્મીસીલી સેવ નાખો સાથે સોયા સોસ, વિનેગર, ટામેટા સોસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સોજી વાળી ચૌમીન.

Notes

  • જો તમને શેકેલ વર્મીસીલી સેવ ના મળે તો કડાઈમાં એક ચમચી તેલ નાખી એમા વર્મીસીલી સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મીડીયમ અથવા ધીમા તાપે હલાવતા રહી સેવ ને ગોલ્ડન શેકી લઇ એમાં ગરમ પાણી નાખી બાફી ને પણ તૈયાર કરી શકો છો.
  • શાક તમને પસંદ હોય એ નાખી શકો  છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Pineapple Balls banavani rit | પાઈનેપલ બોલ્સ બનાવવાની રીત

ઘણા લોકો આને પાઈનેપલ લાડુ અથવા પાઈનેપલ કોકોનેટ લાડુ પણ કહે છે જે પાઈનેપલ માંથી બનાવવામાં આવે છે જે ખુબ સ્વાદીસ્ટ બને છે અને આ લાડુ ને તમે તમારા ઘરના નાના મોટા પ્રસંગમાં બનાવી શો છો અને મીઠાઈ જેમ સર્વ કરી શકો છો. આ Pineapple Balls – પાઈનેપલ બોલ્સ ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે.

INGREDIENTS

  • પાઈનેપલ ક્રશ કરેલ 1 કપ
  • ક્ન્ડેસ મિલ્ક ½ કપ
  • સુકા નારિયલ નું છીણ 1 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • કીસમીસ 1-2 ચમચી
  • બદામની કતરણ 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી 

Pineapple Balls banavani rit

પાઈનેપલ બોલ્સ બનાવવા સૌથી પહેલા ગેસ પર જાડા તારીયાવાળી કડાઈ ગરમ કરવા મુકો કડીમાં ઘી નાખો અને ઘી ઓગળવા લાગે એટલે એમાં સુકા નારિયલ નું છીણ નાખી નારિયલ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

નારિયલ નો રંગ બદલવા લાગે એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એક બે મિનટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાઈનેપલ ક્રશ કરેલ નાખી મિક્સ કરી એક  મિનીટ ચડાવી લ્યો.

એક મિનીટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એને પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો. ત્રણ મિનીટ પછી એમાં કીસમીસ, બદામની કતરણ અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બધું મિશ્રણ બરોબર મિક્સ થઇ એક ભેગું થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ બરોબર મિક્સ થઇ એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી ઐયર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા દયો.

મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે એમાંથી જે સાઈઝ ના બોલ્સ બનાવવા હોય એ સાઈઝ ના બોલ્સ બનાવી લઇ સુકા નારિયલ ના છીણ માં ફેરવી ડબ્બામાં બાહરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પાઈનેપલ બોલ્સ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાઈનેપલ બોલ્સ બનાવવાની રીત

Pineapple Balls - પાઈનેપલ બોલ્સ

Pineapple Balls banavani rit

ઘણા લોકો આને પાઈનેપલ લાડુ અથવા પાઈનેપલ કોકોનેટ લાડુ પણ કહે છે જે પાઈનેપલ માંથીબનાવવામાં આવે છે જે ખુબ સ્વાદીસ્ટ બને છે અને આ લાડુ ને તમે તમારા ઘરના નાના મોટાપ્રસંગમાં બનાવી શો છો અને મીઠાઈ જેમ સર્વ કરી શકો છો. આ Pineapple Balls – પાઈનેપલ બોલ્સ ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 જાડા તારીયાવાળી કડાઈ

Ingredients

  • જાડાતારીયાવાળી કડાઈ
  • 1 કપ પાઈનેપલ ક્રશ કરેલ
  • ½ કપ ક્ન્ડેસ મિલ્ક
  • 1 કપ સુકા નારિયલ નું છીણ
  • 1 કપ મિલ્ક પાઉડર
  • 1-2 ચમચી ઘી
  • 1-2 ચમચી કીસમીસ
  • 2-3 ચમચી બદામની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

Pineapple Balls banavani rit

  • પાઈનેપલ બોલ્સ બનાવવા સૌથી પહેલા ગેસ પર જાડા તારીયાવાળી કડાઈ ગરમ કરવા મુકો કડીમાં ઘી નાખો અને ઘી ઓગળવા લાગે એટલે એમાં સુકા નારિયલ નું છીણ નાખી નારિયલ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • નારિયલ નો રંગ બદલવા લાગે એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એક બે મિનટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાઈનેપલ ક્રશ કરેલ નાખી મિક્સ કરી એક મિનીટ ચડાવી લ્યો.
  • એક મિનીટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એને પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો. ત્રણ મિનીટ પછી એમાં કીસમીસ, બદામની કતરણ અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બધું મિશ્રણ બરોબર મિક્સ થઇ એક ભેગું થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ બરોબર મિક્સ થઇ એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી ઐયર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા દયો.
  • મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે એમાંથી જે સાઈઝ ના બોલ્સ બનાવવા હોય એ સાઈઝ ના બોલ્સ બનાવી લઇ સુકા નારિયલ ના છીણ માં ફેરવી ડબ્બામાં બાહરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પાઈનેપલ બોલ્સ.

Notes

  • અહી તમે ટીનમાં મળતા પાઈનેપલ ના કટકા ને ચાસણી માંથી કાઢી ચારણી માં મૂકી વધારા ની ચાસણી દુર કરી ક્રશ કરી વાપરી શકો છો પણ જો ટીન વાળા પાઈનેપલ વાપરો તો કન્ડેસ મિલ્ક થોડું ઓછું કરી નાખવું નહીતર બોલ્સ વધારે મીઠા બની જશે.
  • સુકા નારિયલ ની જગ્યાએ તમે લીલા નારિયલ ના છીણનો પણ ઉપયોગ કરી શકો છો. પણ જો લીલા નારિયલ ના છીણ વાપરો તો એને  તો એને શેકવા સમય એ એમાં રહેલ પાણી બરી જાય એ ધ્યાન રાખવું.
  • બધી સામગ્રીને ધીમા તાપે ચડાવી અને લગાતાર હલાવતા રહેવું જેથી ચોટી કે બરી ના જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Thekua banavani recipe | ઠેકુઆ બનાવવાની રેસીપી

આ એક બિહારી વાનગી છે જે દિવાળી પછી આવતી છ્ઠ પર બનાવવામાં આવે છે. આ ઠેકુઆ ને આપણા ભારતના બિસ્કીટ પણ કહી શકીએ છીએ. જેને આપણે બેક કરવાની જગ્યાએ તરી ને તૈયાર કરીશું. જે બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનીને તૈયાર થાય છે અને મનગમતા આકાર આપી બનાવવામાં આવે છે તો બિહારી લોકો તો માત્ર છ્ઠ પર બનાવે છે પણ આપણે જયારે હેલ્થી બિસ્કીટ ખાવાની ઈચ્છા થાય અથવા બાળકો ને કઈ હેલ્થી બિસ્કીટ આપવા હોય તો Thekua – ઠેકુઆ બનાવી આપી શકો છો.   

INGREDIENTS

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • છીણેલું નારિયલ 2-3 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ /ઘી

Thekua banavani recipe

ઠેકુઆ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ના પાણીને ગરણી વડે ગાળી ઠંડું થવા એક બાજુ મુકો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું નારિયલ, હાથ થી મસળી વરીયાળી, એલચી પાઉડર અને ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ વાળું પાણી થોડું થોડું નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ મિનીટ એક બાજુ ઢાંકી મુકો. હવે ગેસ પર એક કડાઈમાં સાવ ધીમા તાપે તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેલ / ઘી ગરમ થાય ત્યાં સુંધી ઠેકુઆ મોલ્ડ પર ઘી લગાવી બાંધેલા લોટ માંથી લુવો લઇ મોલ્ડ પર એક સરખો ફેલાવી આકાર આપો.

આમ થોડા આકાર આપી તૈયાર કરી લ્યો. હવે તેલ/ ઘી થોડા ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે થોડી વાર એમજ તરવા મુકો પાંચ સાત મિનીટ પછી ઝરથી હલાવી ઉઠાલવી દયો અને બને બાજુ ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો.

ઠેકુઆ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે કાઢી લઇ બીજા તૈયાર કરેલા ઠેકુઆ ને તરવા નાખો. આમ બધા જ ઠેકુઆ તૈયાર કરી લ્યો અને ઠંડા થવા દયો તૈયાર ઠેકુઆ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે ઠેકુઆ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઠેકુઆ બનાવવાની રેસીપી

Thekua - ઠેકુઆ

Thekua banavani recipe

આ એક બિહારી વાનગી છે જે દિવાળી પછી આવતી છ્ઠ પર બનાવવામાં આવે છે. આ ઠેકુઆ ને આપણા ભારતના બિસ્કીટ પણ કહી શકીએ છીએ. જેનેઆપણે બેક કરવાની જગ્યાએ તરી ને તૈયાર કરીશું. જેબહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનીને તૈયાર થાય છે અને મન ગમતા આકાર આપી બનાવવામાં આવે છે તો બિહારી લોકો તો માત્ર છ્ઠ પર બનાવે છે પણ આપણે જયારે હેલ્થી બિસ્કીટ ખાવાની ઈચ્છા થાય અથવા બાળકો ને કઈ હેલ્થી બિસ્કીટ આપવા હોય તો Thekua- ઠેકુઆ બનાવી આપી શકો છો.   
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 ઠેકુઆને આકાર આપવાના મોલ્ડ
  • 1 કડાઈ

Ingredients

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¾ કપ છીણેલો ગોળ
  • 2-3 ચમચી છીણેલું નારિયલ
  • 1 ચમચી વરિયાળી
  • 3-4 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ /ઘી

Instructions

Thekua banavani recipe

  • ઠેકુઆ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ના પાણીને ગરણી વડે ગાળી ઠંડું થવા એક બાજુ મુકો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું નારિયલ, હાથ થી મસળી વરીયાળી, એલચી પાઉડર અને ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ વાળું પાણી થોડું થોડું નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ મિનીટ એક બાજુ ઢાંકી મુકો. હવે ગેસ પર એક કડાઈમાં સાવ ધીમા તાપે તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેલ / ઘી ગરમ થાય ત્યાં સુંધી ઠેકુઆ મોલ્ડ પર ઘી લગાવી બાંધેલા લોટ માંથી લુવો લઇ મોલ્ડ પર એક સરખો ફેલાવી આકાર આપો.
  • આમ થોડા આકાર આપી તૈયાર કરી લ્યો. હવે તેલ/ ઘી થોડા ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે થોડી વાર એમજ તરવા મુકો પાંચ સાત મિનીટ પછી ઝરથી હલાવી ઉઠાલવી દયો અને બને બાજુ ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો.
  • ઠેકુઆ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે કાઢી લઇ બીજા તૈયાર કરેલા ઠેકુઆ ને તરવા નાખો. આમ બધા જ ઠેકુઆ તૈયાર કરી લ્યો અને ઠંડા થવા દયો તૈયાર ઠેકુઆ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે ઠેકુઆ.

Notes

  • અહી નારિયલ તમે તાજું અથવા સુકેલ બને વાપરી શકો છો.
  • ગોળ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • મોલ્ડ વગર પણ તમે હાથ અથવા ઝારા કે ચમચા થી આકાર આપી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Tameta tambuli | ટમેટા તાંબુલી બનાવવાની રીત

આ એક  ઉડીપી વાનગી છેજે એક પ્રકારનું રાયતું કહી શકો તમે  જે ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે જો તમે એક વખત આ બનાવશો તો વારંવાર બનાવશો કેમકે ખૂબ ઝડપથી તૈયાર થાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી સ્વાદિષ્ટ બને છે જેમને સાઉથ ઇન્ડિયન વાનગીઓ પસંદ આવતી હોય એમને આ ચોક્કસ પસંદ આવશે. તો ચાલો Tameta tambuli – ટમેટા તાંબુલી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ટમેટા 2- 3
  • છીણેલું તાજુ નારિયલ ½ કપ
  • પલાળેલા સૂકા લાલ મરચા 4- 5
  • જીરું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • છાસ 2 કપ
  • ઘી 1- 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5- 7
  • સૂકા લાલ મરચા 1
  • હિંગ ¼ ચમચી
  • પાણી ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

Tameta tambuli banavani rit

ટમેટા તાંબુલી બનાવવા સૌથી પહેલા સૂકા લાલ મરચામાં એક કપ ગ્રામ પાણી નાખી પલાડી મૂકો. ત્યાર બાદ લીલા નારિયલ ને છીણી વડે છીણી લ્યો અથવા તો નાના કટકા માં સુધારી લ્યો. ત્યાર બાદ ગેસ પર ઝારી મૂકી એના પર ટમેટા ને મૂકી થોડી થોડી વારે ફેરવતા જઈ બધી બાજુથી બરોબર શેકી લ્યો.

ટમેટા બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડા કરી એની છાલ અલગ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ના કટકા કરી મિક્સર જારમાં નાખો એની સાથે છીણેલું નારિયલ, ખાંડ, પલાળેલા લાલ મરચા, મીઠું સ્વાદ મુજબ અને જીરું નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો, હવે તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરી એમાં જીરું, રાઈ નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સૂકા લાલ મરચા એક નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ટમેટા છાસ વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ટમેટા તાંબુલી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ટમેટા તાંબુલી બનાવવાની રીત

Tameta tambuli - ટમેટા તાંબુલી

Tameta tambuli banavani rit

આ એક  ઉડીપી વાનગી છેજે એક પ્રકારનું રાયતુંકહી શકો તમે  જે ભાત સાથેખૂબ ટેસ્ટી લાગે છે જો તમે એક વખત આ બનાવશો તો વારંવાર બનાવશો કેમકે ખૂબ ઝડપથી તૈયાર થાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી સ્વાદિષ્ટ બને છે જેમને સાઉથ ઇન્ડિયન વાનગીઓ પસંદ આવતીહોય એમને આ ચોક્કસ પસંદ આવશે. તો ચાલો Tameta tambuli – ટમેટા તાંબુલી બનાવવાની રીત શીખીએ.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 2- 3 ટમેટા
  • ½ કપ છીણેલું તાજુ નારિયલ ½
  • 4- 5 પલાળેલા સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ખાંડ
  • 2 કપ છાસ
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • 1 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • ¼ કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Tameta tambuli banavani rit

  • ટમેટા તાંબુલી બનાવવા સૌથી પહેલા સૂકા લાલ મરચામાં એક કપ ગ્રામ પાણી નાખી પલાડી મૂકો. ત્યાર બાદ લીલા નારિયલ ને છીણી વડે છીણી લ્યો અથવા તો નાના કટકા માં સુધારી લ્યો. ત્યાર બાદ ગેસ પર ઝારી મૂકી એના પર ટમેટા ને મૂકી થોડી થોડી વારે ફેરવતા જઈ બધી બાજુથી બરોબર શેકી લ્યો.
  • ટમેટા બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડા કરી એની છાલ અલગ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ના કટકા કરી મિક્સર જારમાં નાખો એની સાથે છીણેલું નારિયલ, ખાંડ, પલાળેલા લાલ મરચા, મીઠું સ્વાદ મુજબ અને જીરું નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો, હવે તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરી એમાં જીરું, રાઈ નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સૂકા લાલ મરચા એક નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ટમેટા છાસ વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ટમેટા તાંબુલી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Sitafal Rabdi banavani recipe | સીતાફળ રબડી બનાવવાની રેસીપી

સીતાફળ ની સીઝન ચાલુ થઇ ગઈ છે ત્યારે સીતાફળ જેમને ખુબ પસંદ હોય છે એ સીતાફળ ની મજા તો લે જ છે પણ સાથે એ લોકો સીતાફળ માંથી બનતી વિવધ મીઠાઈઓ, આઈસ્ક્રીમ વગેરે ની પણ મજા લઇ શકે છે આજ આપણે સીતાફદ્માંથી ખુ ઓછી મહેનતે અને બધા ને પસંદ આવતી Sitafal Rabdi – સીતાફળ રબડી બનાવશું જે તમે એ વખત બનાવી ફ્રીજમાં મૂકી એક બે દિવસ સુંધ મજા લઇ શકો છો.ઘરના નાના મોટા પસંગ માં આ રબડી ખુબ સ્વાદિસ્ટ લાગે છે.

INGREDIENTS

  • સીતાફળ 2-3 નંગ
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 1/3 કપ
  • પિસ્તાની કતરણ 2-3 ચમચી
  • ગુલાબની પાંદડી 1-2 ચમચી

Sitafal Rabdi banavani recipe

સીતાફળ રબડી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક જાડા તળિયા વાળી કડીમાં એક બે ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી દૂધ ને ઉકાળવા દયો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો,

જેથી દૂધ તરિયામાં ચોટે નહિ અને સાઈડમાં પણ ચોટેલ હોય તે ઉખાડી દૂધ સાથે ફરી મિક્સ કરી નાખો આમ દૂધ ને ઉકાળી પોણું થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી દૂધ ને ફરી ઉકાળી લ્યો. દૂધ ઉકળીને અડધા ભાગ જેટલું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.

દૂધ ઉકાળી ને અડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ઠંડું થવા દયો. દૂધ ઠંડુ થાય ત્યાં સુંધી પાકેલા સીતાફળ લઇ એને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમાંથી પીસીયો અલગ કરી લ્યો અને અલગ કરેલ પીસી માંથી બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો.

હવે દૂધ ઠંડું થઇ જાય એટલે એમાં સીતાફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં એક બે ચમચી પિસ્તાની કતરણનાખી મિક્સ કરી બે ચાર કલાક ફ્રીજ માં ઠંડું કરવા મુકો રબડી બરોબર ઠંડી થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી એના પર પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નીશ કરી ઠંડી ઠંડી સર્વ કરો. તો તૈયાર છે સીતાફળ રબડી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સીતાફળ રબડી બનાવવાની રેસીપી

Sitafal Rabdi - સીતાફળ રબડી

Sitafal Rabdi banavani recipe

સીતાફળની સીઝન ચાલુ થઇ ગઈ છે ત્યારે સીતાફળ જેમને ખુબ પસંદ હોય છે એ સીતાફળ ની મજા તો લેજ છે પણ સાથે એ લોકો સીતાફળ માંથી બનતી વિવધ મીઠાઈઓ,આઈસ્ક્રીમ વગેરે ની પણ મજા લઇ શકે છે આજ આપણે સીતાફદ્માંથી ખુ ઓછી મહેનતે અને બધાને પસંદ આવતી Sitafal Rabdi – સીતાફળ રબડી બનાવશું જે તમે એ વખત બનાવી ફ્રીજમાં મૂકી એક બે દિવસસુંધ મજા લઇ શકો છો.ઘરના નાના મોટા પસંગ માં આ રબડી ખુબ સ્વાદિસ્ટ લાગેછે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 જાડાતરીયા વાળી કડાઈ
  • 1 સર્વિંગ બાઉલ

Ingredients

  • 2-3 નંગ સીતાફળ
  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • કપ ખાંડ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 1-2 ચમચી ગુલાબની પાંદડી

Instructions

Sitafal Rabdi banavani recipe

  • સીતાફળ રબડી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક જાડા તળિયા વાળી કડીમાં એક બે ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી દૂધ ને ઉકાળવા દયો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો,
  • જેથી દૂધ તરિયામાં ચોટે નહિ અને સાઈડમાં પણ ચોટેલ હોય તે ઉખાડી દૂધ સાથે ફરી મિક્સ કરી નાખો આમ દૂધ ને ઉકાળી પોણું થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી દૂધ ને ફરી ઉકાળી લ્યો. દૂધ ઉકળીને અડધા ભાગ જેટલું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
  • દૂધ ઉકાળી ને અડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ઠંડું થવા દયો. દૂધ ઠંડુ થાય ત્યાં સુંધી પાકેલા સીતાફળ લઇ એને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમાંથી પીસીયો અલગ કરી લ્યો અને અલગ કરેલ પીસી માંથી બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો.
  • હવે દૂધ ઠંડું થઇ જાય એટલે એમાં સીતાફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં એક બે ચમચી પિસ્તાની કતરણનાખી મિક્સ કરી બે ચાર કલાક ફ્રીજ માં ઠંડું કરવા મુકો રબડી બરોબર ઠંડી થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી એના પર પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નીશ કરી ઠંડી ઠંડી સર્વ કરો. તો તૈયાર છે સીતાફળ રબડી.

Notes

  • તમે સીતાફળ ના પલ્પ ને ચોપર માં નાખી એક બે વખત ફેરવી ને પણ બીજ અલગ કરી શકો છો.
  • અહી તમે દૂધ ને ઝડપથી ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર અથવા મોરો માવો પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Pauva namkin puri banavani rit | પૌવા નમકીન પૂરી બનાવવાની રીત

અત્યાર સુંધી આપણે પૌવા માંથી વિવિધ ખારી , મીઠી વાનગીઓ બનાવી છે જે બધાને ખુબ પસંદ આવી છે આજે પણ આપણે એક બધાને પસંદ આવે એવી Pauva namkin puri – પૌવા નમકીન પૂરી ની રેસીપી લઇ આવ્યા છીએ જે પૌવા માંથી બનાવશું અને એક વખત બનાવ્યા પછી લાંબો સમય સુંધી એની મજા લઇ શાખીશું.

INGREDIENTS

  • પૌવા 1 કપ
  • તેલ 1-2 ચમચી
  • જીરું ½ ચમચી
  • કાળા તલ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • બેસન ½ કપ
  • લીલા ધાણા સુધારેલ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ પાણી જરૂર મુજબ

Pauva namkin puri banavani rit

પૌવા નમકીન પૂરી બનાવવા સૌથી પહેલા જાડા પૌવાને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચારણીમાં નાખી વધારાનું પાણી નીતારી લ્યો ત્યાર બાદ એક વાસણ માં કાઢી એના પર એક બે ચમચી પાણી છાંટી એક બાજુ મુકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, કાળા તલ, હિંગ, ચીલી ફ્લેક્ષ, હળદર નાખી બધી સામગ્રી ને શેકી લ્યો,

ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને એને હલાવતા રહી મસાલા સાથે પાંચ સાત મિનીટ શેકી લ્યો બેસન ની કચાસ દુર થાય અને બેસન શેકાવા ની સુંગંધ આવવા લાગે એટલે એમાં ગરમ મસાલો નાખી ને બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણ માં કાઢી લઇ ઠંડું થવા દયો.

ત્યાર બાદ પલાળેલા પૌવાને હાથ થી મસળી મસળી મેસ કરી લ્યો અને જરૂર લાગે તો એકાદ ચમચી પાણી નાખી મિક્સ કરી લેવું ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર કરેલ બેસન વાળું મિશ્રણ અએમાં નાખી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખવું.

લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઈઝની પૂરી બનાવવી હોય એ સીજ ના લુવા કરી  લેવા અને એક એક લુવા ને હથેળી વચ્ચે ફેરવી દબાવી ચપટી કરી પૂરી બનાવી લ્યો આમ બધી જ પૂરી બનાવતા જઈ પ્લેટ માં મુક્તા જાઓ.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક એક પૂરી નાખો અને પૂરી ઉપર આવે એટલે ગેસ ધીમો કરી લ્યો અને બને બાજુ ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો આમ બધી પૂરી ને તારી લ્યો અને ચારણીમાં કાઢી લઇ ઠંડી થવા દયો પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ચા, દુધ અથવા ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા નમકીન પૂરી.   

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પૌવા નમકીન પૂરી બનાવવાની રીત

Pauva namkin puri - પૌવા નમકીન પૂરી

Pauva namkin puri banavani rit

અત્યાર સુંધી આપણે પૌવા માંથી વિવિધ ખારી , મીઠી વાનગીઓ બનાવી છે જે બધાને ખુબ પસંદ આવી છે આજેપણ આપણે એક બધાને પસંદ આવે એવી Pauva namkin puri – પૌવા નમકીન પૂરી ની રેસીપી લઇ આવ્યા છીએ જે પૌવામાંથી બનાવશું અને એક વખત બનાવ્યા પછી લાંબો સમય સુંધી એની મજા લઇ શાખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ક્ષ્રર

Ingredients

  • 1 કપ પૌવા
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી કાળા તલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ કપ બેસન
  • ¼ કપ લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Pauva namkin puri banavani rit

  • પૌવા નમકીન પૂરી બનાવવા સૌથી પહેલા જાડા પૌવાને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચારણીમાં નાખી વધારાનું પાણી નીતારી લ્યો ત્યાર બાદ એક વાસણ માં કાઢી એના પર એક બે ચમચી પાણી છાંટી એક બાજુ મુકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, કાળા તલ, હિંગ,
  • ચીલી ફ્લેક્ષ, હળદર નાખી બધી સામગ્રી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને એને હલાવતા રહી મસાલા સાથે પાંચ સાત મિનીટ શેકી લ્યો બેસન ની કચાસ દુર થાય અને બેસન શેકાવા ની સુંગંધ આવવા લાગે એટલે એમાં ગરમ મસાલો નાખી ને બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણ માં કાઢી લઇ ઠંડું થવા દયો.
  • ત્યાર બાદ પલાળેલા પૌવાને હાથ થી મસળી મસળી મેસ કરી લ્યો અને જરૂર લાગે તો એકાદ ચમચી પાણી નાખી મિક્સ કરી લેવું ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર કરેલ બેસન વાળું મિશ્રણ અએમાં નાખી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખવું.
  • ત્યાર બાદ લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઈઝની પૂરી બનાવવી હોય એ સીજ ના લુવા કરી લેવા અને એક એક લુવા ને હથેળી વચ્ચે ફેરવી દબાવી ચપટી કરી પૂરી બનાવી લ્યો આમ બધી જ પૂરી બનાવતા જઈ પ્લેટ માં મુક્તા જાઓ.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક એક પૂરી નાખો અને પૂરી ઉપર આવે એટલે ગેસ ધીમો કરી લ્યો અને બને બાજુ ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો આમ બધી પૂરી ને તારી લ્યો અને ચારણીમાં કાઢી લઇ ઠંડી થવા દયો પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ચા, દુધ અથવા ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા નમકીન પૂરી.

Notes

  • અહી તીખાસ તમારા ઘરમાં ખવાતી હોય એ મુજબ વધુ ઓછી કરી શકો છો, અને બાળકો માટે બનાવતા હો તો ગરમ મસાલો અને ચીલી ફ્લેક્ષ ઓછા અથવા ન નાખો તો પણ ચાલે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

bajra ni sukhdi | બાજરા ની સુખડી બનાવવાની રેસીપી

અત્યાર સુંધી આપણે ઘઉંના લોટ માંથી અને ફરાળી લોટ માંથી ફરાળી સુખડી બનાવી છે પણ આજ આપણે બાજરીના લોટ માંથી સુખડી બનાવતા શીખીશું. જે શિયાળા દરમ્યાન શરીર ને શક્તિ ની સાથે સ્વાસ્થ વધારનારી પણ છે. તો આ શિયાળા માં એક વખત ચોક્કસ બનાવી ખાજો તો વારંવાર બનાવશો. બનાવવી ખુબ સરળ ચી અને ખુ ઝડપથી ઓછી સામગ્રીથી તૈયાર થઇ જાય છે તો ચાલો bajra ni sukhdi – બાજરા ની સુખડી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાજરા નો લોટ 2 કપ
  • છીણેલો ગોળ 1 કપ
  • ઘી 1 કપ
  • મલાઈ / ફૂલ ક્રીમ દૂધ 1-2 ચમચી

bajra ni sukhdi banavani recipe

બાજરા ની સુખડી બનાવવા સૌથી પહેલા એક થાળી માં એક ચમચી ઘી લગાવી થાળી ને ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.ઘી ગરમ થાય એટલે એમાં બાજરી નો લોટ નાખી ગેસ ધીમો કરી લોટને શેકી લેશું.

ચમચાથી લોટને હલાવતા રહી રંગ બદલે ત્યાં સુંધી શેકી લેવું અને હલાવતા રહેવું જેથી એક બાજુ ચડે અને એક બાજુ કાચું ના રહી જાય એટલે હલાવતા રહેવું ખુબ જરૂરી છે .લોટ ઘી માં બરોબર શેકીને ગોલ્ડન થાય અને સારી એવી સુગંધ પણ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં મલાઈ અથવા ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

દૂધ અથવા મલાઈ બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં સાવ ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો. ગોળ થોડો ઓગળી ને લોટ સાથે મિક્સ થઇ જાય અને ગોળ ની કોઈ કણી ના રહે એમ બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર સુખડી ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ચમચા થી એક સરખી ફેલાવી લ્યો.

બરોબર ફેલાવી નાખ્યા પછી એમાં ચાકુ થી કાપા કરી લ્યો અને સુખ્ડીને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બાજરાની સુખડી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરા ની સુખડી બનાવવાની રેસીપી

bajra ni sukhdi - બાજરા ની સુખડી

bajra ni sukhdi banavani recipe

અત્યારસુંધી આપણે ઘઉંના લોટ માંથી અને ફરાળી લોટ માંથી ફરાળી સુખડી બનાવી છે પણ આજ આપણેબાજરીના લોટ માંથી સુખડી બનાવતા શીખીશું. જે શિયાળા દરમ્યાન શરીર ને શક્તિ ની સાથે સ્વાસ્થવધારનારી પણ છે. તો આ શિયાળા માં એક વખત ચોક્કસ બનાવી ખાજો તો વારંવાર બનાવશો. બનાવવી ખુબ સરળ ચી અને ખુઝડપથી ઓછી સામગ્રીથી તૈયાર થઇ જાય છે તો ચાલો bajra ni sukhdi – બાજરા ની સુખડી બનાવવાની રીત શીખીએ.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2 કપ બાજરા નો લોટ
  • 1 કપ છીણેલો ગોળ
  • 1 કપ ઘી
  • 1-2 ચમચી મલાઈ / ફૂલ ક્રીમ દૂધ

Instructions

bajra ni sukhdi banavani recipe

  • બાજરા ની સુખડી બનાવવા સૌથી પહેલા એક થાળી માં એક ચમચી ઘી લગાવી થાળી ને ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.ઘી ગરમ થાય એટલે એમાં બાજરી નો લોટ નાખી ગેસ ધીમો કરી લોટને શેકી લેશું.
  • ચમચાથી લોટને હલાવતા રહી રંગ બદલે ત્યાં સુંધી શેકી લેવું અને હલાવતા રહેવું જેથી એક બાજુ ચડે અને એક બાજુ કાચું ના રહી જાય એટલે હલાવતા રહેવું ખુબ જરૂરી છે .લોટ ઘી માં બરોબર શેકીને ગોલ્ડન થાય અને સારી એવી સુગંધ પણ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં મલાઈ અથવા ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • દૂધ અથવા મલાઈ બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં સાવ ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો. ગોળ થોડો ઓગળી ને લોટ સાથે મિક્સ થઇ જાય અને ગોળ ની કોઈ કણી ના રહે એમ બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર સુખડી ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ચમચા થી એક સરખી ફેલાવી લ્યો.
  • બરોબર ફેલાવી નાખ્યા પછી એમાં ચાકુ થી કાપા કરી લ્યો અને સુખ્ડીને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બાજરાની સુખડી.

Notes

  • ગોળ ની માત્ર તમારી પસંદ મુજબ થોડી વધુ કે ઓછી કરી શકો છો.
  • લોટ ને ઘી માં ધીમા તાપે સતત હલાવતા રહી શેકવો જેથી એક સરખો શેકાય.
  • અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ પણ ઝીણા સુધારી ને નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી