Home Blog Page 17

Cream cheese banavani rit | ક્રીમ ચીઝ બનાવવાની રીત

આપણે અત્યાર સુધી બજાર માંથી તૈયાર લાવેલ ચીઝ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરેલ છે પણ આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી બજાર કરતા પણ સ્વાદિષ્ટ અને સસ્તું ક્રીમ ચીઝ ઘરે બનાવતા શખીશું જેને તમે કોઈ પણ વાનગી માં ડિપ તરીકે અથવા સ્પ્રેડ તરીકે ઉપયોગ કરી શકો છો. તો ચાલો Cream cheese – ક્રીમ ચીઝ બનાવવાની રીત બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર +2 ચમચી
  • વિનેગર / લીંબુનો રસ 2 -3 ચમચી
  • ફ્રેશ ક્રીમ ½ કપ
  • મિક્સ હબસ્ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

Cream cheese banavani rit

ક્રીમ ચીઝ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી એક વાટકા માં ત્રણ ચમચી વિનેગર / લીંબુ નો રસ લઈ એમાં ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબું નો રસ થોડો થોડો નાખતા જઈ ચમચા થી દૂધ ને હલાવતા રહો અને દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે ચારણી માં સાફ કોરું કપડું મૂકી એમાં ફાટેલા દૂધ ને નાખી પનીર અલગ કરી લ્યો અને ત્યાર બાદ કપડા ને થોડો નીચવો વધારા નું પાણી પણ નીચોવી લ્યો (ધ્યાન રાખવું પનીર ગરમ  છે તો હાથ ના બરી જાય) હવે કપડા માં બાંધેલા પનીર ને કપડા સાથે જ ઠંડા પાણી માં નાખો અને પનીર ને ઠંડુ કરી લ્યો. પનીર ઠંડુ થાય એટલે એમાંથી બધી પાણી નીચોવી અલગ કરી નાખો.

હવે પનીર ને હાથ થી થોડું મસળી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું, મિક્સ હબસ્ નાખી જાર ની ઢાંકણ બંધ કરી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી ફરીથી પીસી લ્યો અને ત્યાર બાદ જો સ્મુથ બનાવવા માટે જરૂર લાગે તો બે ચમચી દૂધ નાખી ફરી થી બરોબર પીસી સ્મુથ કરી લ્યો,

ત્યાર બાદ બરણી માં કાઢી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ વાપરવું હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને વાપરી શકો છો. તો તૈયાર છે ક્રીમ ચીઝ.

Cheese recipe notes

  • દૂધ તમે જે વાપરતા હો એ લઈ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Cream cheese - ક્રીમ ચીઝ

Cream cheese banavani rit

આપણે અત્યાર સુધી બજાર માંથી તૈયાર લાવેલ ચીઝ અને ક્રીમચીઝ નો ઉપયોગ કરેલ છે પણ આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી બજાર કરતા પણ સ્વાદિષ્ટ અનેસસ્તું ક્રીમ ચીઝ ઘરે બનાવતા શખીશું જેને તમે કોઈ પણ વાનગી માં ડિપ તરીકે અથવા સ્પ્રેડતરીકે ઉપયોગ કરી શકો છો. તો ચાલો Cream cheese – ક્રીમ ચીઝ બનાવવાની રીત બનાવવાની રીત શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 150 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ 2 ચમચી
  • 2 -3 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • ½ કપ ફ્રેશ ક્રીમ
  • ½ ચમચી મિક્સ હબસ્
  • ½ ચમચી મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Cream cheese banavani rit

  • ક્રીમ ચીઝ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી એક વાટકા માં ત્રણ ચમચી વિનેગર / લીંબુ નો રસ લઈ એમાં ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબું નો રસ થોડો થોડો નાખતા જઈ ચમચા થી દૂધ ને હલાવતા રહો અને દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે ચારણી માં સાફ કોરું કપડું મૂકી એમાં ફાટેલા દૂધ ને નાખી પનીર અલગ કરી લ્યો અને ત્યાર બાદ કપડા ને થોડો નીચવો વધારા નું પાણી પણ નીચોવી લ્યો (ધ્યાન રાખવું પનીર ગરમ છે તો હાથ ના બરી જાય) હવે કપડા માં બાંધેલા પનીર ને કપડા સાથે જ ઠંડા પાણી માં નાખો અને પનીર ને ઠંડુ કરી લ્યો. પનીર ઠંડુ થાય એટલે એમાંથી બધી પાણી નીચોવી અલગ કરી નાખો.
  • હવે પનીર ને હાથ થી થોડું મસળી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું, મિક્સ હબસ્ નાખી જાર ની ઢાંકણ બંધ કરી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી ફરીથી પીસી લ્યો અને ત્યાર બાદ જો સ્મુથ બનાવવા માટે જરૂર લાગે તો બે ચમચી દૂધ નાખી ફરી થી બરોબર પીસી સ્મુથ કરી લ્યો,
  • ત્યાર બાદ બરણી માં કાઢી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ વાપરવું હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને વાપરી શકો છો. તો તૈયાર છે ક્રીમ ચીઝ.

Notes

દૂધ તમે જે વાપરતા હો એ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Methi besan nu shaak banavani rit | મેથી બેસન નું શાક બનાવવાની રીત

શિયાળા માં તાજી તાજી મેથી ખૂબ સારી આવતી હોય છે અને મેથી ને ખાવા ના ઘણા ફાયદા પણ હોય છે ત્યારે આપણે એનો અલગ અલગ વાનગીઓ બનાવવા ઉપયોગ કરતા હોઈએ છીએ પણ મેથી અને બેસન થી હેલ્થી અને ટેસ્ટી શાક બની ને તૈયાર છે જો એક વખત આ રીતે Methi besan nu shaak – મેથી બેસન નું શાક બનાવશો તો મેથી કડવી પણ ઓછી લાગશે.

Ingredients list

  • લીલી મેથી 400 ગ્રામ
  • ચણા નો લોટ / બેસન 4-5 ચમચી
  • લસણ ની કણી 10-12
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • ટમેટા ઝીણા સમારેલા 1
  • તેલ 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Methi besan nu shaak banavani rit

મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી માં પાંદ અલગ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાંદ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી ખંડણી માં લસણ ની કણી અને લાલ મરચાનો પાઉડર નાખી લસણ ને ધસ્તા થી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ચણા નો લોટ / બેસન નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. લોટ નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યું ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને અજમો નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી ટમેટા ને શેકી લ્યો. ટમેટા શેકાઈ ને તેલ અલગ થાય અને ટમેટા નરમ થાય એટલે એમાં લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લેશું. લસણ મરચા ની પેસ્ટ માંથી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં નીતારેલ મેથી ના પાંદ નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મેથી નરમ થાય અને બરોબર ચડી જાય એટલે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં શેકી રાખેલ ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ કરો.

ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ થાય એટલે એમાં પા કપ થી થોડુ ઓછું પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ ચાર મિનિટ પછી ફરી શાક ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બેસન નું શાક.

Shaak recipe notes

  • જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથી બેસન નું શાક બનાવવાની રીત

Methi besan nu shaak - મેથી બેસન નું શાક

Methi besan nu shaak banavani rit

શિયાળા માં તાજી તાજી મેથી ખૂબ સારી આવતી હોય છે અને મેથીને ખાવા ના ઘણા ફાયદા પણ હોય છે ત્યારે આપણે એનો અલગ અલગ વાનગીઓ બનાવવા ઉપયોગ કરતાહોઈએ છીએ પણ મેથી અને બેસન થી હેલ્થી અને ટેસ્ટી શાક બની ને તૈયાર છે જો એક વખત આ રીતેMethi besan nu shaak – મેથી બેસન નું શાક બનાવશો તો મેથી કડવી પણ ઓછી લાગશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી – ધસ્તો
  • 1 ચારણી

Ingredients

Ingredients list

  • 400 ગ્રામ લીલી મેથી
  • 4-5 ચમચી ચણા નો લોટ / બેસન
  • 10-12 લસણ ની કણી
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી અજમો
  • 1 ટમેટા ઝીણા સમારેલા
  • 3-4 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Methi besan nu shaak banavani rit

  • મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી માં પાંદ અલગ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાંદ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી ખંડણી માં લસણ ની કણી અને લાલ મરચાનો પાઉડર નાખી લસણ ને ધસ્તા થી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ચણા નો લોટ / બેસન નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. લોટ નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યું ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને અજમો નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી ટમેટા ને શેકી લ્યો. ટમેટા શેકાઈ ને તેલ અલગ થાય અને ટમેટા નરમ થાય એટલે એમાં લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લેશું. લસણ મરચા ની પેસ્ટ માંથી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં નીતારેલ મેથી ના પાંદ નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મેથી નરમ થાય અને બરોબર ચડી જાય એટલે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં શેકી રાખેલ ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ કરો.
  • ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ થાય એટલે એમાં પા કપ થી થોડુ ઓછું પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ ચાર મિનિટ પછી ફરી શાક ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બેસન નું શાક.

Notes

જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila vatana nu athanu banavani recipe | લીલા વટાણા નું અથાણું

મિત્રો આ અથાણું રેગ્યુલર અથાણાં કરતા ઘણું અલગ લાગે છે પણ ખૂબ સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે આ અથાણાં ને બનાવી ને તરત ખાઈ શકાય છે પણ જો એકાદ દિવસ પછી ખાસો તો એના સ્વાદ માં ઘણો સારો લાગશે. અત્યારે બજાર માં વટાણા ખૂબ આવે છે તો આ શિયાળા માં અથાણું ચોક્કસ બનાવી તૈયાર કરો અને છ થી આઠ મહિના સુંધી મજા લ્યો. તો ચાલો Lila vatana nu athanu – લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • લીલા વટાણા 3 કપ
  • આખા સૂકા ધાણા 2 ચમચી
  • વરિયાળી 2+1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મેથી દાણા 1+1 ચમચી
  • રાઈ ના કુરિયા 1 -2 ચમચી
  • અજમો ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સૂકા લાલ મરચા 4-5
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • કલોંજી 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • સરસો તેલ / તેલ 1 કપ
  • વિનેગર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Lila vatana nu athanu banavani recipe

લીલા વટાણા નું અથાણું બનાવવા સૌપ્રથમ વટાણા ના બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ વટાણા ને ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં વટાણા નાખી બે થી ચાર મિનિટ ચડાવી લ્યો. વટાણા ચડે છે ત્યાં સુધીમાં બીજી તપેલી માં બે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી તૈયાર કરી લ્યો.

ચાર મિનિટ પછી વટાણા ને ઝારા થી ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી કાઢી પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ સાફ કોરા કપડા પર ફેલાવી ને સૂકવવા દયો. વટાણા સુકાય છે ત્યાં સુંધી માં અથાણાં માટેનો મસાલો તૈયાર કરી લઈએ.

અથાણાં નો મસાલો બનાવવા એક કડાઈમાં સૂકા આખા ધાણા, જીરું, બે ચમચી વરિયાળી., મેથી દાણા, રાઈ ના કુરિયા, અજમો, મરી, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો . અને કડાઈમાં તેલ / સરસો તેલ ને ફૂલ તાપે તેલ ગરમ કરી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ પછી એમાં હિંગ, એક ચમચી વરિયાળી, કલોંજી, એક ચમચી મેથી નાખી મિક્સ કરી શેકી લેવા અને તેલ ને ઠંડુ થવા દયો. તેલ ઠંડુ થાય ત્યાં સુધી વટાણા સુકાઈ ગયા હોય એને એક તપેલી માં લઇ એમાં પીસી રાખેલ મસાલો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં ઠંડું કરેલ તેલ નાખી હલકા હાથે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો હવે  સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો લીલા વટાણા નું અથાણું.

Athanu recipe notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
  • આ અથાણાં ને તરત અથવા એક દિવસ બાદ ખાવા થી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા વટાણા નું અથાણું બનાવવાની રેસીપી

Lila vatana nu athanu - લીલા વટાણા નું અથાણું

Lila vatana nu athanu banavani recipe

મિત્રો આ અથાણું રેગ્યુલર અથાણાં કરતા ઘણું અલગ લાગે છેપણ ખૂબ સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે આ અથાણાં ને બનાવી ને તરત ખાઈ શકાય છે પણ જોએકાદ દિવસ પછી ખાસો તો એના સ્વાદ માં ઘણો સારો લાગશે. અત્યારે બજારમાં વટાણા ખૂબ આવે છે તો આ શિયાળા માં અથાણું ચોક્કસ બનાવી તૈયાર કરો અને છ થી આઠ મહિનાસુંધી મજા લ્યો. તો ચાલો Lila vatana nu athanu – લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 3 કપ લીલા વટાણા
  • 2 ચમચી આખા સૂકા ધાણા
  • 3 ચમચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી મેથી દાણા
  • 1-2 ચમચી રાઈ ના કુરિયા
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી મરી પાઉડર
  • 4-5 સૂકા લાલ મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી કલોંજી
  • 1 ચમચી સંચળ
  • 1 કપ સરસો તેલ / તેલ
  • 2 ચમચી વિનેગર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lila vatana nu athanu banavani recipe

  • લીલા વટાણા નું અથાણું બનાવવા સૌપ્રથમ વટાણા ના બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ વટાણા ને ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં વટાણા નાખી બે થી ચાર મિનિટ ચડાવી લ્યો. વટાણા ચડે છે ત્યાં સુધીમાં બીજી તપેલી માં બે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી તૈયાર કરી લ્યો.
  • ચાર મિનિટ પછી વટાણા ને ઝારા થી ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી કાઢી પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ સાફ કોરા કપડા પર ફેલાવી ને સૂકવવા દયો. વટાણા સુકાય છે ત્યાં સુંધી માં અથાણાં માટેનો મસાલો તૈયાર કરી લઈએ.
  • અથાણાં નો મસાલો બનાવવા એક કડાઈમાં સૂકા આખા ધાણા, જીરું, બે ચમચી વરિયાળી., મેથી દાણા, રાઈ ના કુરિયા, અજમો, મરી, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો . અને કડાઈમાં તેલ / સરસો તેલ ને ફૂલ તાપે તેલ ગરમ કરી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ પછી એમાં હિંગ, એક ચમચી વરિયાળી, કલોંજી, એક ચમચી મેથી નાખી મિક્સ કરી શેકી લેવા અને તેલ ને ઠંડુ થવા દયો. તેલ ઠંડુ થાય ત્યાં સુધી વટાણા સુકાઈ ગયા હોય એને એક તપેલી માં લઇ એમાં પીસી રાખેલ મસાલો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઠંડું કરેલ તેલ નાખી હલકા હાથે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો હવે સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો લીલા વટાણા નું અથાણું.

Notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
  • આ અથાણાં ને તરત અથવા એક દિવસ બાદ ખાવા થી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Mag vatana ni khichdi ni recipe | મગ વટાણા ની ખીચડી ની રેસીપી

નમસ્તે આ ખીચડી આપણી રેગ્યુલર ખીચડી ખાઈ કંટાળી ગયા હો તો આજ એક નવી રીતે અને નવા સ્વાદ સાથેની ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી બનાવતા શીખીશું. તો ચાલો Mag vatana ni khichdi – મગ વટાણા ની ખીચડી બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • મગ ¾ કપ
  • ચોખા 1 ½ કપ
  • વટાણા ¾ કપ
  • ઘી 4-5 ચમચી
  • જીરું ½ ચમચી
  • મરી 5-7
  • તજ નો ટુકડો 1
  • લવિંગ 4-5
  • અજમો ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • લસણ સુધારેલ 8-10 કણી ( જો ના ખાતા હો તો ના નાખવું )
  • મીઠું સ્વાદ મુજબ

Mag vatana ni khichdi ni recipe

મગ વટાણા ની ખીચડી બનાવવા સૌપ્રથમ મગ ને સ્ફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ ચોખા ને પણ ને ત્રણ પાણી થી ધોઈ બે ગ્લાસ પાણી નાખી પલાળી મૂકો બને ને છ થી આઠ કલાક પહેલા પલાળી ને મૂકી દયો. અને વટાણા ને લસણ અને આદુ સાથે દર્દરા પીસી એક બાજુ મૂકો .

હવે ગેસ પર કુકર માં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, લીલા મરચા અને અજમો નાખી મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં પલાળેલા મગ ને નિતારી નાખો સાથે ચોખા ને પણ નિતારી ને નાખો અને મિક્સ કરી લ્યો.

હવે એમાં ક્રસ કરેલ લીલા વટાણા, આદુ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છ થી સાડા છ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મીઠું ચેક કરી ઢાંકણ બંધ કરો અને એક સીટી પછી ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગ વટાણા ખીચડી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મગ વટાણા ની ખીચડી ની રેસીપી

Mag vatana ni khichdi - મગ વટાણા ની ખીચડી

Mag vatana ni khichdi ni recipe

નમસ્તે આ ખીચડી આપણી રેગ્યુલર ખીચડી ખાઈ કંટાળી ગયા હોતો આજ એક નવી રીતે અને નવા સ્વાદ સાથેની ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી બનાવતા શીખીશું. તો ચાલો Mag vatana ni khichdi – મગ વટાણા ની ખીચડી બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
shocking time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • ¾ કપ મગ
  • 1 ½ કપ ચોખા
  • ¾ કપ વટાણા
  • 4-5 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 5-7 મરી
  • 1 તજ નો ટુકડો
  • 4-5 લવિંગ
  • ¼ ચમચી અજમો
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 8-10 કણી લસણ સુધારેલ ( જો ના ખાતા હો તો ના નાખવું )
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mag vatana ni khichdi ni recipe

  • મગ વટાણા ની ખીચડી બનાવવા સૌપ્રથમ મગ ને સ્ફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ ચોખા ને પણ ને ત્રણ પાણી થી ધોઈ બે ગ્લાસ પાણી નાખી પલાળી મૂકો બને ને છ થી આઠ કલાક પહેલા પલાળી ને મૂકી દયો. અને વટાણા ને લસણ અને આદુ સાથે દર્દરા પીસી એક બાજુ મૂકો .
  • હવે ગેસ પર કુકર માં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, લીલા મરચા અને અજમો નાખી મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં પલાળેલા મગ ને નિતારી નાખો સાથે ચોખા ને પણ નિતારી ને નાખો અને મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ક્રસ કરેલ લીલા વટાણા, આદુ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છ થી સાડા છ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મીઠું ચેક કરી ઢાંકણ બંધ કરો અને એક સીટી પછી ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગ વટાણા ખીચડી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Thecha paneer tika banavani recipe | ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત

આ ટિક્કા તમે એક વખત બનાવી ખાશો તો પછી બીજા ટિક્કા ખાવા નું ભૂલી જસો. જેમને તીખું અને ચપટો સ્વાદ પસંદ હોય છે એમના માટે આ સૌથી બેસ્ટ નાસ્તો છે. તો એક વખત ચોક્કસ બનાવો આ રીતે ટિક્કા. તો ચાલો Thecha paneer tika – ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • પનીર 250 ગ્રામ
  • સરસો તેલ / તેલ 8-10 ચમચી
  • લસણ કણી 7+7
  • આદુના કટકા 1+1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 5+5
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • સીંગદાણા ¼ કપ
  • મીઠા લીમડા ના પાંદ 10-15
  • દહીં ½ કપ
  • જીરું પાઉડર 1 ચમચી
  • ધાણા પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ઘી / તેલ જરૂર મુજબ
  • હિંગ ¼ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Thecha paneer tika banavani recipe

ઠેંચા પનીર ટિક્કા બનાવવા માટે પનીર ના મિડીયમ સાઇઝ ના મોટા મોટા કટકા કરી લ્યો અને એ મોટા કટકા માં બરોબર વચ્ચે પણ એક કાપો  કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી તૈયાર કરો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને લીલા મરચા ને પણ ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં આદુ અને લસણ ની કણી નાખી શેકી લ્યો.

લસણ ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને મિક્સ કરી મરચા ને પણ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નાખો અને સીંગદાણા ને પણ શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી દર્દરી પીસી ને ઠેંચો તૈયાર કરી લ્યો. પીસી તૈયાર કરેલ ઠેંચો એક વાસણમાં કાઢી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.

હવે ફરી ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુના કટકા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખો મિક્સ કરી શેકી લ્યો. મીઠા લીમડા ના પાંદ શેકાઈ જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

બે મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી એને પણ દર્દરા પીસી ને પેસ્ટ બનાવી લ્યો.  અને એક મોટા વાટકા માં કાઢી લ્યો. હવે એમાં શેકેલ જીરું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરી લ્યો.

હવે પનીર માં કટકા કરેલ એમાં વચ્ચે કરેલ કટકા માં ઠેચા નું મિશ્રણ ભરી લ્યો. આમ બધા જ કટકા માં ઠેંચા નું મિશ્રણ ભરી તૈયાર કરી લ્યો અને પનીર ને દહી અને લીલા ધાણા વાળા મેરિનેટ વાળા મિશ્રણમાં તૈયાર કરેલ મિશ્રણ માં નાખી દયો. અને દસ પંદર મિનિટ એમજ રહેવા દયો.

હવે ગેસ પર પેન ને ગરમ કરો અથવા ગ્રિલ મશીન માં મેટીનેટ કરેલ પનીર માં કટકા મૂકો અને એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકો આમ બધી બાજુ થોડા થોડા શેકી લ્યો અને શેકાઈ ને તૈયાર ટિક્કા ને ગરમ ગરમ સોસ, ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે .પનીર ઠેંચા ટિક્કા

Tika recipe notes

  • તીખાશ માટે મરચા તમે તમારી પસંદ માં લેવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત

Thecha paneer tika - ઠેંચા પનીર ટિક્કા

Thecha paneer tika banavani recipe

આ ટિક્કા તમે એક વખત બનાવી ખાશો તો પછી બીજા ટિક્કા ખાવાનું ભૂલી જસો. જેમને તીખું અને ચપટો સ્વાદ પસંદહોય છે એમના માટે આ સૌથી બેસ્ટ નાસ્તો છે. તો એક વખત ચોક્કસ બનાવો આ રીતે ટિક્કા. તો ચાલો Thecha paneer tika – ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 6 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 250 ગ્રામ પનીર
  • 8-10 ચમચી સરસો તેલ / તેલ
  • 7+7 લસણ કણી
  • 2 ચમચી આદુના કટકા
  • 10 લીલા મરચા સુધારેલા
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ સીંગદાણા
  • 10-15 મીઠા લીમડા ના પાંદ
  • ½ કપ દહીં
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી ધાણા પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ઘી / તેલ જરૂર મુજબ
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Thecha paneer tika banavani recipe

  • ઠેંચા પનીર ટિક્કા બનાવવા માટે પનીર ના મિડીયમ સાઇઝ ના મોટા મોટા કટકા કરી લ્યો અને એ મોટા કટકા માં બરોબર વચ્ચે પણ એક કાપો કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી તૈયાર કરો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને લીલા મરચા ને પણ ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં આદુ અને લસણ ની કણી નાખી શેકી લ્યો.
  • લસણ ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને મિક્સ કરી મરચા ને પણ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નાખો અને સીંગદાણા ને પણ શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી દર્દરી પીસી ને ઠેંચો તૈયાર કરી લ્યો. પીસી તૈયાર કરેલ ઠેંચો એક વાસણમાં કાઢી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ફરી ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુના કટકા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખો મિક્સ કરી શેકી લ્યો. મીઠા લીમડા ના પાંદ શેકાઈ જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • બે મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી એને પણ દર્દરા પીસી ને પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાટકા માં કાઢી લ્યો. હવે એમાં શેકેલ જીરું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
  • હવે પનીર માં કટકા કરેલ એમાં વચ્ચે કરેલ કટકા માં ઠેચા નું મિશ્રણ ભરી લ્યો. આમ બધા જ કટકા માં ઠેંચા નું મિશ્રણ ભરી તૈયાર કરી લ્યો અને પનીર ને દહી અને લીલા ધાણા વાળા મેરિનેટ વાળા મિશ્રણમાં તૈયાર કરેલ મિશ્રણ માં નાખી દયો. અને દસ પંદર મિનિટ એમજ રહેવા દયો.
  • હવે ગેસ પર પેન ને ગરમ કરો અથવા ગ્રિલ મશીન માં મેટીનેટ કરેલ પનીર માં કટકા મૂકો અને એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકો આમ બધી બાજુ થોડા થોડા શેકી લ્યો અને શેકાઈ ને તૈયાર ટિક્કા ને ગરમ ગરમ સોસ, ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે .પનીર ઠેંચા ટિક્કા

Notes

  • તીખાશ માટે મરચા તમે તમારી પસંદ માં લેવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Masala papad banavani rit | મસાલા પાપડ બનાવવાની રીત

અત્યાર સુંધી આપણે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે બીજો કોઈ ઓર્ડર કરીએ એ પહેલા કહી દઇએ કે બીજો ઓર્ડર આવે એ પહેલા મસાલા પાપડ મોકલાવી દયો. કેમ કે આપણે એ મસાલા પાપડ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે જે ક્રિસ્પી ની સાથે ટેસ્ટી પણ હોય છે તો આજ આપણે ઘરે એ Masala papad – મસાલા પાપડ બનાવતા શીખીશું જે બનાવવા ખૂબ સરળ છે.

Ingredients List

  • ઝીણી સમારેલી ડુંગળી 1
  • ઝીણી સમારેલી કાકડી ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 2 ચમચી
  • ઝીણું સમારેલું ટમેટું બીજ કાઢી નાખવા 1
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો ½ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • મરી પાપડ 4-5
  • ઝીણી બેસન સેવ જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ

Masala papad banavani rit

મસાલા પાપડ બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી ઝીણી સુધારી એક તપેલી માં નાખો ત્યાર બાદ ટમેટા ના બીજ અને એમાં રહેલ પલ્પ કાઢી ઝીણા સમારી તપેલીમાં નાખો, કાકડી ને પણ ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો આમ બધી સુધારેલી સામગ્રી ને તપેલી માં બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે વાટકામાં ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મસાલો તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મરી પાપડ નાખો અને તરી તરત બહાર કાઢી ચારણી માં નાખો જેથી એમાંથી વધારાનું તેલ અલગ થઈ જાય. આમ એક એક પાપડ ને તરી ને નીતરવા મૂકો.

ત્યારબાદ એક તારેલ પાપડ લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો ત્યાર બાદ એના પર ઝીણા સમારેલા કાકડી, ટમેટા, ડુંગળી, લીલા ધાણા વાળું મિશ્રણ છાંટો ફરી ઉપર મસાલો છાંટો ને સાથે ઝીણી બેસન સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટી ઉપર થોડો લીંબુનો રસ છાંટો અને સર્વ કરો. આમ એક એક પાપડ ને તૈયાર કરી સર્વ કરતા જઈ શકો છો. તો તૈયાર છે મસાલા પાપડ

Papad recipe notes

  • તમે ઝીણા સમારેલા કાકડી ટમેટા વગેરે ને ઝીણા સમારી ચારણી માં મૂકી દેવા જેથી એમાં રહેલ વધારા નું પાણી નીતરી જાય.

મસાલા પાપડ બનાવવાની રીત

Masala papad - મસાલા પાપડ

Masala papad banavani rit

અત્યાર સુંધી આપણે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ માં જઈએત્યારે બીજો કોઈ ઓર્ડર કરીએ એ પહેલા કહી દઇએ કે બીજો ઓર્ડર આવે એ પહેલા મસાલા પાપડમોકલાવી દયો. કેમ કે આપણે એ મસાલા પાપડ ખૂબ જ ટેસ્ટી લાગતાહોય છે જે ક્રિસ્પી ની સાથે ટેસ્ટી પણ હોય છે તો આજ આપણે ઘરે એ Masala papad – મસાલા પાપડ બનાવતા શીખીશું જે બનાવવા ખૂબ સરળ છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 પ્લેટ

Ingredients

Ingredients List

  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણી સમારેલી કાકડી
  • 2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ઝીણું સમારેલું ટમેટું બીજ કાઢી નાખવા
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મીઠું
  • 4-5 મરી પાપડ
  • ઝીણી બેસન સેવ જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ

Instructions

Masala papad banavani rit

  • મસાલા પાપડ બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી ઝીણી સુધારી એક તપેલી માં નાખો ત્યાર બાદ ટમેટા ના બીજ અને એમાં રહેલ પલ્પ કાઢી ઝીણા સમારી તપેલીમાં નાખો, કાકડી ને પણ ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો આમ બધી સુધારેલી સામગ્રી ને તપેલી માં બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે વાટકામાં ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મરી પાપડ નાખો અને તરી તરત બહાર કાઢી ચારણી માં નાખો જેથી એમાંથી વધારાનું તેલ અલગ થઈ જાય. આમ એક એક પાપડ ને તરી ને નીતરવા મૂકો.
  • ત્યારબાદ એક તારેલ પાપડ લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો ત્યાર બાદ એના પર ઝીણા સમારેલા કાકડી, ટમેટા, ડુંગળી, લીલા ધાણા વાળું મિશ્રણ છાંટો ફરી ઉપર મસાલો છાંટો ને સાથે ઝીણી બેસન સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટી ઉપર થોડો લીંબુનો રસ છાંટો અને સર્વ કરો. આમ એક એક પાપડ ને તૈયાર કરી સર્વ કરતા જઈ શકો છો. તો તૈયાર છે મસાલા પાપડ

Notes

તમે ઝીણા સમારેલા કાકડી ટમેટા વગેરે ને ઝીણા સમારી ચારણી માં મૂકી દેવા જેથી એમાં રહેલ વધારા નું પાણી નીતરી જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Makhan malaaiyo chat banavani rit | માખણ મલાઇયો ચાટ

આ માખણ મલાઇયો ને દિલ્હી માં દોલત કી ચાર્ટ, લખનઉ માં મલાઈ માખણ, મિર્ઝાપુરમાં આઓ જેવા વિવિધ નામો થી ઓળખાય છે ખાસ યુપી બનારસ માં ખૂબ પ્રસિદ્ધ છે જે માત્ર બે ત્રણ સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને બનાવી પણ ખૂબ સરળ છે જે મોઢા માં નાખતા જ પગડી જાય છે. જે બસ એક દિવસ માં જ ખાઈ લેવાની હોય છે અને શિયાળા દરમ્યાન બનતી હોય છે. તો ચાલો Makhan malaaiyo chat – માખણ મલાઇયો ચાટ બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ ½ કપ
  • ફ્રેશ ક્રીમ 1 કપ
  • કેસર ના તાંતણા 20-25
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • એલચી પાઉડર 2-3 ચપટી
  • ગુલાબ ની પાંખડી સુધારેલ 3-4 ચમચી

Makhan malaaiyo chat banavani rit

માખણ મલાઇયો ચાટ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને મિડયમ તાપે હલાવતા રહી પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો.

દૂધ બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ કરી લ્યો અને એમાંથી જ  પા કપ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી અલગ તૈયાર કરી લ્યો. હવે બને દૂધ બિલકુલ ઠંડા થઇ જાય એટલે જારી ઢાંકી ને ફ્રીઝ માં આઠ થી દસ કલાક ઠંડુ થવા મૂકો.

હવે કે ક્રીમ છે એને પણ દૂધ સાથે જ ફ્રીઝ માં ઠંડી થવા મૂકો. હવે દસ કલાક પછી તપેલી વાળા દૂધ ની મલાઈ બીજી મલાઈ સાથે કાઢી લ્યો. હવે મીઠા અને ઠંડા દૂધ માંથી થોડું દૂધ અલગ કરી લ્યો અને એમાં મલાઈ માંથી થોડી મલાઈ નાખી સાથે થોડું કેસર વાળું દૂધ નાખી બ્લેન્ડર વડે પીસી લ્યો.

પીસવાથી એમાં થોડી વાર માં મલાઈ નું માખણ બની ઉપર આવશે અને ઉપર આવેલા માખણ ને વાટકા અથવા સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો આમ થોડી થોડી મલાઈ લઈ પીસી માખણ કાઢી બે ત્રણ અલગ અલગ વાટકા માં કાઢી લ્યો.

ખાસ ધ્યાન રાખવું કે દૂધ , મલાઈ કે બની ને તૈયાર થયેલ માખણ ની ઠંડક ઓછી ના થાય. તૈયાર માખણ પર ગુલાબ ની પાંખડી ની કતરણ. પિસ્તા ની કતરણ કેસર ના તાંતણા અને થોડી પીસેલી ખાંડ છાંટી ફ્રીઝ માં મૂકો અને સર્વ કરતી વખતે ફ્રીઝ માંથી કાઢી ઠંડી ઠંડી સર્વ કરો મખન મલાઈયો ચાર્ટ

malaaiyo chat recipe notes

  • તેમ બજાર માં મળતી ફ્રેશ ક્રીમ દૂધ માં નાખી ગરમ કરી દૂધ ઠંડુ કરી એમાંથી પણ આ મીઠાઈ બનાવી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
  • એક દિવસ થી વધારે આ મીઠાઈ રાખવી નહિ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

માખણ મલાઇયો ચાટ બનાવવાની રીત

Makhan malaaiyo chat - માખણ મલાઇયો ચાટ

Makhan malaaiyo chat banavani rit

આ માખણ મલાઇયો ને દિલ્હી માંદોલત કી ચાર્ટ, લખનઉ માં મલાઈ માખણ, મિર્ઝાપુરમાં આઓ જેવા વિવિધ નામો થી ઓળખાય છે ખાસ યુપી બનારસ માં ખૂબ પ્રસિદ્ધછે જે માત્ર બે ત્રણ સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને બનાવી પણ ખૂબ સરળ છે જે મોઢા માંનાખતા જ પગડી જાય છે. જે બસ એક દિવસ માં જ ખાઈ લેવાની હોય છેઅને શિયાળા દરમ્યાન બનતી હોય છે. તો ચાલો Makhan malaaiyo chat – માખણ મલાઇયો ચાટ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 50 minutes
Servings: 3 વાટકા

Equipment

  • 1 તપેલી
  • 1 વાટકા
  • 1 બ્લેન્ડર

Ingredients

Ingredients list

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • 1 કપ ફ્રેશ ક્રીમ
  • 20-25 કેસર ના તાંતણા
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 2-3 ચપટી એલચી પાઉડર
  • 3-4 ચમચી ગુલાબ ની પાંખડી સુધારેલ

Instructions

Makhan malaaiyo chat banavani rit

  • માખણ મલાઇયો ચાટ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને મિડયમ તાપે હલાવતા રહી પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો.
  • દૂધ બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ કરી લ્યો અને એમાંથી જ પા કપ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી અલગ તૈયાર કરી લ્યો. હવે બને દૂધ બિલકુલ ઠંડા થઇ જાય એટલે જારી ઢાંકી ને ફ્રીઝ માં આઠ થી દસ કલાક ઠંડુ થવા મૂકો.
  • હવે કે ક્રીમ છે એને પણ દૂધ સાથે જ ફ્રીઝ માં ઠંડી થવા મૂકો. હવે દસ કલાક પછી તપેલી વાળા દૂધ ની મલાઈ બીજી મલાઈ સાથે કાઢી લ્યો. હવે મીઠા અને ઠંડા દૂધ માંથી થોડું દૂધ અલગ કરી લ્યો અને એમાં મલાઈ માંથી થોડી મલાઈ નાખી સાથે થોડું કેસર વાળું દૂધ નાખી બ્લેન્ડર વડે પીસી લ્યો.
  • પીસવાથી એમાં થોડી વાર માં મલાઈ નું માખણ બની ઉપર આવશે અને ઉપર આવેલા માખણ ને વાટકા અથવા સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો આમ થોડી થોડી મલાઈ લઈ પીસી માખણ કાઢી બે ત્રણ અલગ અલગ વાટકા માં કાઢી લ્યો.
  • ખાસ ધ્યાન રાખવું કે દૂધ , મલાઈ કે બની ને તૈયાર થયેલ માખણ ની ઠંડક ઓછી ના થાય. તૈયાર માખણ પર ગુલાબ ની પાંખડી ની કતરણ. પિસ્તા ની કતરણ કેસર ના તાંતણા અને થોડી પીસેલી ખાંડ છાંટી ફ્રીઝ માં મૂકો અને સર્વ કરતી વખતે ફ્રીઝ માંથી કાઢી ઠંડી ઠંડી સર્વ કરો મખન મલાઈયો ચાર્ટ

Notes

  • તેમ બજાર માં મળતી ફ્રેશ ક્રીમ દૂધ માં નાખી ગરમ કરી દૂધ ઠંડુ કરી એમાંથી પણ આ મીઠાઈ બનાવી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
  • એક દિવસ થી વધારે આ મીઠાઈ રાખવી નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી