Home Blog Page 61

Tameto rasam with rasam powder : ટમેટા રસમ વીથ રસમ પાઉડર રેસીપી

રસમ એક સાઉથ ઇન્ડિયન દાળ છે જેના ઘણા બધા હેલ્થ બેનિફિટ રહેલા છે રસમ ને તમે વડા, ભાત સાથે કે કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરી શકો છો. આજ આપણે રસમ ની સાથે રસમ પાઉડર પણ ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો Tameto rasam with rasam powder banavani rit શીખીએ.

રસમ માટેનો મસાલો / પાઉડર બનાવવા માટેની સામગ્રી

  • બ્યાદગી મરચા / સૂકા લાલ મરચા 10-15
  • ઘી 2-3 ચમચી
  • ચણા દાળ 1 -2 ચમચી
  • તુવેર દાળ 1-2 ચમચી
  • મરી 1-2 ચમચી
  • જીરું 2-3 ચમચી
  • સૂકા ધાણા 5-6 ચમચી
  • મીઠા લીમડા ના પાન 10-15
  • મેથી દાણા ½ ચમચી
  • હિંગ ½ ચમચી

રસમ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ ¼ કપ
  • હળદર ¼ + ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડા ના પાન 10-12
  • લસણ ની કણી 5-7
  • હિંગ ½ ચમચી
  • ટમેટા ઝીણા સમારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • આંબલી નો પલ્પ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ગોળ 1-2 ચમચી
  • મરી પાઉડર 1-2 ચપટી
  • ગરમ પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

 Tameto rasam with rasam powder banavani rit

ટમેટા રસમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે મરચા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મરચા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. હવે એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય ત્યારે એમાં ચણા દાળ, તુવર દાળ નાખી મિક્સ કરી શેકી લ્યો.

દાળ થોડી શેકાઈ જાય એટલે એમાં મરી નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું, સૂકા ધાણા નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. અને ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.

હવે ઠંડા થયેલા સૂકા લાલ મરચાંની દાડી અલગ કરી કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો. ત્યાર બાદ બીજા ઠંડા થયેલા શેકેલ મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી રસમ પાઉડર તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસમ પાઉડર.

રસમ બનાવવાની રીત

તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. અડધા કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો અને દાળ ને કુકર માં નાખો સાથે બે થી ત્રણ કપ પાણી નાખી સાથે હળદર નાખી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી દાળ ને બાફી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, રાઈ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સુધારેલ લસણ ની કણી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , ટમેટા સુધારેલ, લીલા ધાણા સુધારેલા અને મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ટમેટા બરોબર ચડી જાય અને ગરી જાય ત્યાર બાદ એમાં હળદર, આંબલી નો પલ્પ, ચાર થી પાંચ કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસેલી દાળ, ગોળ, લીલા મરચા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકાળી લ્યો.

દસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ચાર પાંચ ચમચી ગરમ પાણી માં બે ત્રણ ચમચી રસમ પાઉડર મિક્સ કરી ઉકળતી રસમ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. અને જરૂર પ્રમાણે મીઠું, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ટમેટા રસમ વીથ રસમ પાઉડર.

Tameto rasam NOTES

  • રસમ હમેશા સાવ પાતળો હોય છે એટલે જો રસમ ઘટ્ટ લાગતો હોય તો હમેશા ગરમ પાણી નાખી પાતળી કરવી.
  • એક વખત રસમ પાઉડર તૈયાર કરી તમે પાંચ છ મહિના સુંધી વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ટમેટા રસમ વીથ રસમ પાઉડર બનાવવાની રીત

ટમેટા રસમ વીથ રસમ પાઉડર - Tameto rasam with rasam powder - ટમેટા રસમ વીથ રસમ પાઉડર બનાવવાની રીત - Tameto rasam with rasam powder banavani rit

Tameto rasam with rasam powder | ટમેટા રસમ વીથ રસમ પાઉડર રેસીપી

રસમ એક સાઉથ ઇન્ડિયન દાળ છે જેના ઘણા બધા હેલ્થ બેનિફિટરહેલા છે રસમ ને તમે વડા, ભાત સાથે કે કોઈ પણ સાઉથ ઇન્ડિયનવાનગી સાથે સર્વ કરી શકો છો. આજ આપણે રસમની સાથે રસમ પાઉડર પણ ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો Tameto rasam with rasam powder banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

રસમ માટેનો મસાલો / પાઉડર બનાવવા માટેની સામગ્રી

  • 10-15 બ્યાદગી મરચા / સૂકા લાલ મરચા
  • 2-3 ચમચી ઘી
  • 1-2 ચમચી ચણા દાળ
  • 1-2 ચમચી તુવેર દાળ
  • 1-2 ચમચી મરી
  • 2-3 ચમચી જીરું
  • 5-6 ચમચી સૂકા ધાણા
  • 10-15 મીઠા લીમડા ના પાન
  • ½ ચમચી મેથી દાણા
  • ½ ચમચી હિંગ

રસમ બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ તુવેર દાળ
  • ¼ + ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી તેલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી રાઈ
  • 10-12 મીઠા લીમડા ના પાન
  • 5-7 લસણ ની કણી
  • ½ ચમચી હિંગ
  • 2-3 ટમેટા ઝીણા સમારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી આંબલી નો પલ્પ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી ગોળ
  • 1-2 ચપટી મરી પાઉડર
  • ગરમ પાણી જરૂર મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Tameto rasam banavani rit

  • ટમેટા રસમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે મરચા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મરચા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. હવે એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય ત્યારે એમાં ચણા દાળ, તુવર દાળ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • દાળ થોડી શેકાઈ જાય એટલે એમાં મરી નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું, સૂકા ધાણા નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. અને ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
  • હવે ઠંડા થયેલા સૂકા લાલ મરચાંની દાડી અલગ કરી કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો. ત્યાર બાદ બીજા ઠંડા થયેલા શેકેલ મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી રસમ પાઉડર તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસમ પાઉડર.

રસમ બનાવવાની રીત

  • તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. અડધા કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો અને દાળ ને કુકર માં નાખો સાથે બે થી ત્રણ કપ પાણી નાખી સાથે હળદર નાખી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી દાળ ને બાફી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, રાઈ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સુધારેલ લસણ ની કણી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , ટમેટા સુધારેલ, લીલા ધાણા સુધારેલા અને મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટમેટા બરોબર ચડી જાય અને ગરી જાય ત્યાર બાદ એમાં હળદર, આંબલી નો પલ્પ, ચાર થી પાંચ કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસેલી દાળ, ગોળ, લીલા મરચા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકાળી લ્યો.
  • દસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ચાર પાંચ ચમચી ગરમ પાણી માં બે ત્રણ ચમચી રસમ પાઉડર મિક્સ કરી ઉકળતી રસમ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. અને જરૂર પ્રમાણે મીઠું, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ટમેટા રસમ વીથ રસમ પાઉડર.

Tameto rasam NOTES

  • રસમ હમેશા સાવ પાતળો હોય છે એટલે જો રસમ ઘટ્ટ લાગતો હોય તો હમેશા ગરમ પાણી નાખી પાતળી કરવી.
  • એક વખત રસમ પાઉડર તૈયાર કરી તમે પાંચ છ મહિના સુંધી વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Bedmi Puri recipe : બેડમી પૂરી બનાવવાની રીત

આ બેડમી પૂરી એ મથુરા માં ખૂબ પ્રખ્યાત છે અને તેને દહી કે રસા વાળા બટાકા ના શાક સાથે પીરસાય છે અને બધા ખૂબ પસંદ પણ કરતા હોય છે તો આજ આપણે એજ મથુરાની પ્રખ્યાત પૂરી ઘરે બનાવતા શીખી મથુરાની મજા લઇ શકીએ. તો ચાલો Bedmi Puri banavani rit શીખીએ.

બેડમી પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • સોજી ½ કપ
  • અડદ દાળ 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • મરી 8-10
  • આખા સૂકા ધાણા 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • અજમો 1 ચમચી
  • કસૂરી મેથી 1 -2 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

Bedmi Puri banavani rit

બેડમી પૂરી બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી મૂકો. ત્રણ કલાક પછી પાણી નિતારી લ્યો અને પલાળેલી દાળ ને મિક્સર જારમાં નાખો અને એમાં લીલા મરચા સુધારેલા અને આદુ ટુકડો, મરી, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખી પીસી લ્યો. અને એક બાજુ મૂકો.

હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલા, અજમો મસળી ને નાખો સાથે, સૂકી મેથી , સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં પીસી રાખેલ અડદ ની દાળ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટને બરોબર મસળી જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી થોડી થોડી જાડી પૂરી વણી તૈયાર કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક બે પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી પૂરી ને વણી અને ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને રસા વડા બટાકા ના શાક કે દહી કે ચા સાથે ગરમ ગરમ સર્વ કરો બેડમી પૂરી.

Bedmi Puri NOTES

  • પૂરી થોડી જાડી હોવાથી પૂરી ને મિડીયમ તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બેડમી પૂરી બનાવવાની રીત

બેડમી પૂરી - Bedmi Puri - બેડમી પૂરી બનાવવાની રીત - Bedmi Puri banavani rit

Bedmi Puri banavani rit

આ બેડમી પૂરી એ મથુરા માં ખૂબ પ્રખ્યાત છે અને તેને દહીકે રસા વાળા બટાકા ના શાક સાથે પીરસાય છે અને બધા ખૂબ પસંદ પણ કરતા હોય છે તો આજ આપણેએજ મથુરાની પ્રખ્યાત પૂરી ઘરે બનાવતા શીખી મથુરાની મજા લઇ શકીએ. તો ચાલો Bedmi Puri banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કથરોટ

Ingredients

બેડમી પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • ½ કપ સોજી
  • 1 કપ અડદ દાળ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 8-10 મરી
  • 2-3 ચમચી આખા સૂકા ધાણા
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી વરિયાળી
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી અજમો
  • 1-2 ચમચી કસૂરી મેથી
  • 2-3 ચમચી ઘી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

Instructions

Bedmi Puri banavani rit

  • બેડમી પૂરી બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી મૂકો. ત્રણ કલાક પછી પાણી નિતારી લ્યો અને પલાળેલી દાળ ને મિક્સર જારમાં નાખો અને એમાં લીલા મરચા સુધારેલા અને આદુ ટુકડો, મરી, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખી પીસી લ્યો. અને એક બાજુ મૂકો.
  • હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલા, અજમો મસળી ને નાખો સાથે, સૂકી મેથી , સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં પીસી રાખેલ અડદ ની દાળ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટને બરોબર મસળી જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી થોડી થોડી જાડી પૂરી વણી તૈયાર કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક બે પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી પૂરી ને વણી અને ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને રસા વડા બટાકા ના શાક કે દહી કે ચા સાથે ગરમ ગરમ સર્વ કરો બેડમી પૂરી.

Bedmi Puri NOTES

  • પૂરી થોડી જાડી હોવાથી પૂરી ને મિડીયમ તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali veg sandwich : ફરાળી વેજ સેન્ડવીચ

વ્રત ઉપવાસમાં હમેશા એજ બટાકા નું ફરાળી શાક, સાબુદાણા, સાવ જેમ એક નું એક ખાઈ ને કંટાળી ગયા છો. તો આવો આજ કઈક નવું ટેસ્ટી અને હેલ્થી ફરાળી વેજ સેન્ડવીચ બનાવતા શીખીએ. સ્વાદિષ્ટ ની સાથે ફરાળી છે જેને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે તો ચાલો Farali veg sandwich banavani rit શીખીએ.

ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • શક્કરિયા 500 ગ્રામ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • રાજગરાનો લોટ / ફરાળી લોટ 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ઝીણા સમારેલા ટામેટા 1 -2
  • ઝીણા સમારેલા કેપ્સીકમ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મરી પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મોઝરેલા ચીઝ 1 કપ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Farali veg sandwich banavani rit

ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બાદ મોઝરેલા ચીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી પાણી માં નાખી દયો. ( શક્કરિયા ને પાણીમાં નાખવાથી કાળા નથી પડતાં ) હવે છીણી વડે એક વાસણમાં એક એક કરી બધા જ શક્કરિયા ને છીણી લ્યો.

હવે બધા શક્કરિયા છીણી લીધા પછી છીણેલા શક્કરિયા ને બને હાથ માં લઇ દબાવી એમાંથી વધારાનું પાણી નિતારી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એમાં છીણેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચા, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

ગેસ પર એક સાફ તવી ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ લગાવી ફેલાવી લ્યો અને એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી અડધું મિશ્રણ નાખો અને એક સરખું તવી માં હાથથી અથવા ચમચા થી દબાવી દબાવી ફેલાવી લ્યો અને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે ઉપર ના ભાગે એક બે ચમચી તેલ લગાવી હલકા હાથે ધ્યાન રાખી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન શેકી લ્યો.

બરોબર વચ્ચે થી બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ ને મૂકો અને બીજો ભાગ સ્ટફિંગ ઉપર મૂકી થોડો દબાવી લ્યો અને બીજી એક બે મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ ધ્યાન થી ઉથલાવી બીજી બાજુ પણ બે ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો આમે બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે સેન્ડવીચ ને ઉતારી લ્યો.

આમ બાકી રહેલા મિશ્રણ માંથી બીજી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને તૈયાર સેન્ડવીચ કાપી ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ફરાળી વેજ સેન્ડવીચ.

Farali veg sandwich NOTES

  • અહી તમે બટાકા ને છીણી એમાંથી પણ બ્રેડ બનાવી સેન્ડવીચ બનાવી શકો છો.
  • તમે ફરાળ માં જે સામગ્રી ના ખાતા હો એ સામગ્રી ને સ્કીપ કરી નાખવી.

ફરાળી વેજ સેન્ડવીચ બનાવવાની રીત

Video Credit : Youtube/ Krishna’s Cuisine

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali veg sandwich recipe

ફરાળી વેજ સેન્ડવીચ - Farali veg sandwich - ફરાળી વેજ સેન્ડવીચ બનાવવાની રીત - Farali veg sandwich banavani rit

Farali veg sandwich banavani rit

વ્રત ઉપવાસમાં હમેશા એજ બટાકા નું ફરાળી શાક, સાબુદાણા, સાવ જેમ એક નું એક ખાઈ ને કંટાળી ગયા છો.તો આવો આજ કઈક નવું ટેસ્ટી અને હેલ્થી ફરાળી વેજ સેન્ડવીચ બનાવતા શીખીએ.સ્વાદિષ્ટ ની સાથે ફરાળી છે જેને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે તો ચાલો Farali veg sandwich banavani rit શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ શક્કરિયા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 4-5 ચમચી રાજગરાનો લોટ / ફરાળી લોટ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 1 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 કપ મોઝરેલા ચીઝ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Farali veg sandwich banavani rit

  • ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બાદ મોઝરેલા ચીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી પાણી માં નાખી દયો. ( શક્કરિયા ને પાણીમાં નાખવાથી કાળા નથી પડતાં ) હવે છીણી વડે એક વાસણમાં એક એક કરી બધા જ શક્કરિયા ને છીણી લ્યો.
  • હવે બધા શક્કરિયા છીણી લીધા પછી છીણેલા શક્કરિયા ને બને હાથ માં લઇ દબાવી એમાંથી વધારાનું પાણી નિતારી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એમાં છીણેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચા, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક સાફ તવી ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ લગાવી ફેલાવી લ્યો અને એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી અડધું મિશ્રણ નાખો અને એક સરખું તવી માં હાથથી અથવા ચમચા થી દબાવી દબાવી ફેલાવી લ્યો અને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે ઉપર ના ભાગે એક બે ચમચી તેલ લગાવી હલકા હાથે ધ્યાન રાખી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન શેકી લ્યો.
  • બરોબર વચ્ચે થી બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ ને મૂકો અને બીજો ભાગ સ્ટફિંગ ઉપર મૂકી થોડો દબાવી લ્યો અને બીજી એક બે મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ ધ્યાન થી ઉથલાવી બીજી બાજુ પણ બે ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો આમે બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે સેન્ડવીચ ને ઉતારી લ્યો.
  • આમ બાકી રહેલા મિશ્રણ માંથી બીજી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને તૈયાર સેન્ડવીચ કાપી ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ફરાળી વેજ સેન્ડવીચ.

Farali veg sandwich NOTES

  • અહી તમે બટાકા ને છીણી એમાંથી પણ બ્રેડ બનાવી સેન્ડવીચ બનાવી શકો છો.
  • તમે ફરાળ માં જે સામગ્રી ના ખાતા હો એ સામગ્રી ને સ્કીપ કરી નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Aloo palak pakoda recipe : આલું પાલક પકોડા બનાવવાની રીત

ચોમાસામાં દરેક ને વરસાદ પડતાં ભજીયા અને પકોડા ખાવા ખબું પસંદ આવે છે અને એક ના એક પ્રકારના બજીયા કે પકોડા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ એક નવી રીત ના પકોડા બનાવવાની રીત શીખીશું તો ચાલો આલું પાલક પકોડા બનાવવાની રીત – Aloo palak pakoda banavani rit શીખીએ.

આલું પાલક પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • પાલક ઝીણી સુધારેલી 2 કપ
  • છીણેલા બટાકા 2-3
  • ચોખાનો લોટ 5-7 ચમચી
  • બેસન 8-10 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • અજમો ½ ચમચી
  • છીણેલું નારિયેળ 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટેનું તેલ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 3-4
  • લસણ ની કણી 4-5
  • સૂકા લાલ મરચા 4-5
  • આંબલી 1 ચમચી
  • ગોળ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ નો કણી નાખો એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ટમેટા નરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આંબલી, ગોળ અને નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.

Aloo palak pakoda banavani rit

આલું પાલક પકોડા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી ચારણીમાં મૂકી વધારાનું પાણી નિતારી લઈ સાવ ઝીણી ઝીણી સુધારી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એને પાલક સાથે નાખી દયો.

હવે એમાં ચાળી ને ચોખાનો લોટ અને બેસન નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ પેસ્ટ, હાથ થી મસળી અજમો નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સફેદ તલ, હિંગ, લીંબુનો રસ અને છીણેલું સૂકું નારિયળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી તૈયાર મિશ્રણ માંથી નાના નાના ગોળ પકોડા બનાવી એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં તૈયાર કરેલ પકોડા ને નાખો.

ત્યાર બાદ પકોડા થોડા ચડી જાય એટલે ઉથલાવી લ્યો આમ બધા જ પકોડા ને લાઈટ ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પકોડા ને ગરમ ગરમ ચા, દહી અને ચટણી સાથે મજા લ્યો આલું પાલક પકોડા.

Aloo palak pakoda NOTES

  • ચોખાનો લોટ ના હોય તો બેસન નાખી ને બનાવી શકો અથવા પૌવા ને પીસી ને મિક્સ કરી શકો છો.

આલું પાલક પકોડા બનાવવાની રીત

આલું પાલક પકોડા - Aloo palak pakoda - આલું પાલક પકોડા બનાવવાની રીત - Aloo palak pakoda banavani rit

Aloo palak pakoda banavani rit

ચોમાસામાં દરેક ને વરસાદ પડતાં ભજીયા અને પકોડા ખાવા ખબુંપસંદ આવે છે અને એક ના એક પ્રકારના બજીયા કે પકોડા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ એક નવીરીત ના પકોડા બનાવવાની રીત શીખીશું તો ચાલો આલું પાલક પકોડા બનાવવાની રીત – Aloo palak pakoda banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આલું પાલક પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ પાલક ઝીણી સુધારેલી
  • 2-3 છીણેલા બટાકા
  • 5-7 ચમચી ચોખાનો લોટ
  • 8-10 ચમચી બેસન
  • 3-4 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • 2-3 ચમચી છીણેલું નારિયેળ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટેનું તેલ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ટમેટા
  • 4-5 લસણ ની કણી
  • 4-5 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આંબલી
  • 1-2 ચમચી ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Chatni banavani rit

  • ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ નો કણી નાખો એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ટમેટા નરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આંબલી, ગોળ અને નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.

આલું પાલક પકોડા બનાવવાની રીત

  • આલું પાલક પકોડા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી ચારણીમાં મૂકી વધારાનું પાણી નિતારી લઈ સાવ ઝીણી ઝીણી સુધારી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એને પાલક સાથે નાખી દયો.
  • હવે એમાં ચાળી ને ચોખાનો લોટ અને બેસન નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ પેસ્ટ, હાથ થી મસળી અજમો નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સફેદ તલ, હિંગ, લીંબુનો રસ અને છીણેલું સૂકું નારિયળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી તૈયાર મિશ્રણ માંથી નાના નાના ગોળ પકોડા બનાવી એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં તૈયાર કરેલ પકોડા ને નાખો.
  • ત્યાર બાદ પકોડા થોડા ચડી જાય એટલે ઉથલાવી લ્યો આમ બધા જ પકોડા ને લાઈટ ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પકોડા ને ગરમ ગરમ ચા, દહી અને ચટણી સાથે મજા લ્યો આલું પાલક પકોડા.

Aloo palak pakoda NOTES

  • ચોખાનો લોટ ના હોય તો બેસન નાખી ને બનાવી શકો અથવા પૌવા ને પીસી ને મિક્સ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali aloo paratha : ફરાળી આલું પરોઠા બનાવવાની રેસીપી

 શ્રાવણ માસ ની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકો ના ફરાળ કે એકટાણા ચાલુ થઈ જશે આમ તો ઘણા લોકો ફક્ત એક ટાઈમ જમી ને વ્રત કરતા હોય છે પણ ઘણા ને અમુક દવાઓ લેવાની હોવાથી બીજા ટાઈમે કઈક ફરાળ કરી ગોળી ખાવા ની હોય ત્યારે રોજ શું બનવું એ પ્રશ્ન થતો હોય છે અને સાથે ઘરના બીજા સભ્યો જેમને વ્રત ના રાખેલ હોય એમના માટે અલગ રસોઈ ના બનાવી હોય ત્યારે આ રીતે ફરાળી આલુ પરોઠા બનાવી વ્રત વાળા અને વ્રત વગર માં પણ ખાઈ લે એવા પરોઠા બનાવતા શીખીશું. તો ચાલો Farali aloo paratha banavani rit શીખીએ.

ફરાળી આલું પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટકા મેસ કરેલ 1 કપ
  • પીસેલા સાવ નો લોટ / શિંગડા લોટ 1 કપ
  • મરી પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી ( જો તમે વ્રત માં ખાતા હો તો નાખવું નહિતર ના નાખવું )
  • જીરું પાઉડર 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • પીસેલી ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Farali aloo paratha banavani rit

ફરાળી આલું પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે એમાં સાવ પીસેલા  ( સાવ નો લોટ ), લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ખાંડ પીસેલી, ફરાળી મીઠું, એક ચમચી તેલ અને જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ લગાવી એક બાજુ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો.

હવે ગેસ પર એક તવી મિડીયમ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ મસળી ને એમાંથી એક લુવો લ્યો અને સાવ ના લોટ માં કોટીંગ કરી હલકા હાથે વેલણ વડે વણી લ્યો.

વણેલા પરોઠા ને તવી પર નાખી મીડીયમ તાપે બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી પરોઠા વણી અને શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી આલું પરોઠા.

Farali aloo paratha NOTES

  • જો તમે ફરાળ માં લાલ મરચાનો પાઉડર અને હળદર ખાતા હો તો નાખવા નહિતર ના નાખવા.
  • તમે વ્રત માં તેલ ના ખાતા હો તો પરોઠા ને ઘી માં શેકી લેવા.

ફરાળી આલું પરોઠા બનાવવાની રીત

Video Credit : Youtube/ Upasana cooking

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Upasana cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali aloo paratha recipe

ફરાળી આલું પરોઠા - Farali aloo paratha - ફરાળી આલું પરોઠા બનાવવાની રીત - Farali aloo paratha banavani rit

Farali aloo paratha banavani rit

શ્રાવણ માસ ની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકો ના ફરાળ કેએકટાણા ચાલુ થઈ જશે આમ તો ઘણા લોકો ફક્ત એક ટાઈમ જમી ને વ્રત કરતા હોય છે પણ ઘણા નેઅમુક દવાઓ લેવાની હોવાથી બીજા ટાઈમે કઈક ફરાળ કરી ગોળી ખાવા ની હોય ત્યારે રોજ શુંબનવું એ પ્રશ્ન થતો હોય છે અને સાથે ઘરના બીજા સભ્યો જેમને વ્રત ના રાખેલ હોય એમનામાટે અલગ રસોઈ ના બનાવી હોય ત્યારે આ રીતે ફરાળી આલુ પરોઠા બનાવી વ્રત વાળા અને વ્રતવગર માં પણ ખાઈ લે એવા પરોઠા બનાવતા શીખીશું. તો ચાલો Farali aloo paratha banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 6 પીસ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ફરાળી આલું પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાફેલા બટકા મેસ કરેલ
  • 1 કપ પીસેલા સાવ નો લોટ / શિંગડા લોટ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર જો તમે વ્રત માં ખાતા હો તો નાખવું નહિતર ના નાખવું
  • 1 ચમચી જીરું પાઉડર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી પીસેલી ખાંડ ઓપ્શનલ છે
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Farali aloo paratha

  • ફરાળી આલું પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે એમાં સાવ પીસેલા ( સાવ નો લોટ ), લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ખાંડ પીસેલી, ફરાળી મીઠું, એક ચમચી તેલ અને જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ લગાવી એક બાજુ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો.
  • હવે ગેસ પર એક તવી મિડીયમ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ મસળી ને એમાંથી એક લુવો લ્યો અને સાવ ના લોટ માં કોટીંગ કરી હલકા હાથે વેલણ વડે વણી લ્યો.
  • વણેલા પરોઠા ને તવી પર નાખી મીડીયમ તાપે બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી પરોઠા વણી અને શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી આલું પરોઠા.

Farali aloo paratha NOTES

  • જો તમે ફરાળ માં લાલ મરચાનો પાઉડર અને હળદર ખાતા હો તો નાખવા નહિતર ના નાખવા.
  • તમે વ્રત માં તેલ ના ખાતા હો તો પરોઠા ને ઘી માં શેકી લેવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Corn chaat recipe : કોર્ન ચાટ બનાવવાની રીત

ચોમાસાની શરૂઆત થતાં જ ગરમ ગરમ ભજીયા, પકોડા, ચિપ્સ, પાપડ અને ચાર્ટ ખાવાની મજા પડી જાય અને જો એ કોઈ ચાર્ટ હોય તો કહેવું જ શું.. એક બાજુ વરસાદ પડતો હોય અને બીજી બાજુ ગરમ ગરમ કોર્ન ચાર્ટ મળી જાય તો તો મજા આવી જાય તો ચાલો બહાર હોટલો માં મળે એવા કોર્ન ચાટ Corn chaat banavani rit શીખીએ.

કોર્ન ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ ના દાણા 2 કપ
  • કોર્ન ફ્લોર 4-5 ચમચી
  • મેંદા નો લોટ 1-2 ચમચી
  • હળદર ⅛ ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • કેપ્સિકમ સુધારેલ ½
  • લસણ સુધારેલ 1 ચમચી
  • આદુ સુધારેલ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Corn chaat banavani rit

કોર્ન ચાટ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એના પર સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એના પર મેંદા નો લોટ છાંટી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કોર્ન નાખી અને ગોલ્ડન તરી લ્યો અને તરેલ કોર્ન ને એક વાસણમાં કાઢી લ્યો.

ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુના કટકા , લસણ ના કટકા , લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને કેપ્સીકમ સુધારેલ નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો.

એમાં શેકી રાખેલ કોર્ન નાખી મિક્સ કરી લ્યો અને ઉપર મરી પાઉડર, લીંબુનો રસ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો કોર્ન ચાર્ટ.

Corn chaat NOTES

  • અહી લીંબુ ની જગ્યાએ વિનેગર વાપરી શકો છો.

કોર્ન ચાટ બનાવવાની રીત

કોર્ન ચાટ - Corn chaat - કોર્ન ચાટ બનાવવાની રીત - Corn chaat banavani rit

Corn chaat banavani rit

ચોમાસાની શરૂઆત થતાં જ ગરમ ગરમ ભજીયા, પકોડા, ચિપ્સ, પાપડ અને ચાર્ટખાવાની મજા પડી જાય અને જો એ કોઈ ચાર્ટ હોય તો કહેવું જ શું.. એક બાજુ વરસાદપડતો હોય અને બીજી બાજુ ગરમ ગરમ કોર્ન ચાર્ટ મળી જાય તો તો મજા આવી જાય તો ચાલો બહારહોટલો માં મળે એવા કોર્ન ચાટ Corn chaat banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોર્ન ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મકાઈ ના દાણા
  • 4-5 ચમચી કોર્ન ફ્લોર
  • 1-2 ચમચી મેંદા નો લોટ
  • ચમચી હળદર
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કેપ્સિકમ સુધારેલ
  • 1 ચમચી લસણ સુધારેલ
  • 1 ચમચી આદુ સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Corn chaat banavani rit

  • કોર્ન ચાટ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એના પર સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એના પર મેંદા નો લોટ છાંટી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કોર્ન નાખી અને ગોલ્ડન તરી લ્યો અને તરેલ કોર્ન ને એક વાસણમાં કાઢી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુના કટકા , લસણ ના કટકા , લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને કેપ્સીકમ સુધારેલ નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો.
  • એમાં શેકી રાખેલ કોર્ન નાખી મિક્સ કરી લ્યો અને ઉપર મરી પાઉડર, લીંબુનો રસ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો કોર્ન ચાર્ટ.

Corn chaat NOTES

  • અહી લીંબુ ની જગ્યાએ વિનેગર વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Schezwan Soya Stick : સેજવાન સોયા સ્ટીક બનાવવાની રીત

આજ કાલ બજારમાં અલગ અલગ સ્વાદ ની સોયા સ્ટીક ખૂબ જોવા મળે છે પણ ભેળસેળ ના આ સમય માં કઈ વાનગી માં કઈ વસ્તુ ની ભેળસેળ થયેલ હસે એ કઈ ના શકાય તો બાળકો ને આપતા પણ વિચારવું પડે. પણ હવે નહી હવે બને એટલું ઘરે બનાવેલ બાળકો ને ખવડાવી ને એના સ્વાસ્થ્ય ને સારું કરી શકીશું એટલે જ આપણે ઘરે બજાર માં મળતા સેજવાન સોયા સ્ટીક સોયા સ્ટીક બનાવશું જે ઘર માં નાના મોટા બધાને પસંદ આવશે. તો ચાલો Schezwan Soya Stick banvani rit શીખીએ.

સેજવાન સોયા સ્ટીક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ ¼ કપ
  • મલાઈ 1-2 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • ટમેટા 1
  • સૂકા કાશ્મીરી લાલ મરચા 5-7
  • મેગી મેઝિક મસાલા 1 ચમચી
  • આદુ ½ ઇંચ ટુકડો
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • તજનો પાઉડર ¼ ચમચી
  • સૂંઠ પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા ની દાડી 10-12
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Schezwan Soya Stick banvani rit

સેજવાન સોયા સ્ટીક બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં ટમેટું, કાશ્મીરી સૂકા લાલ મરચા, આદુ ના કટકા અને અડધો કપ પાણી નાખી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ટમેટા ની છાલ ઉતારી એક બાજુ ઠંડુ થવા દયો. હવે મિક્સર જારમાં ટમેટા, લાઈક ધાણા ની દાડી, મેગી મેજીક મસાલો લાલ મરચા નાખી ને પીસી લ્યો.

હવે એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.

એક વાસણમાં ચોખા નો લોટ, સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ ચારણી થી ચાળી લ્યો એમાં મલાઈ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ ટમેટા મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ સેવ મશીન ને તેલ લગાવી સ્ટાર નોઝલ લગાવી અને તેલ વાળા હાથે બાંધેલા લોટ સેવ મશીન માં નાખી પેક કરી લ્યો અને પ્લેટ કે પ્લાસ્ટિક પર સેવ પાડી લ્યો.

તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે પાંચ સાત મિનિટ સુંધી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને તરી લ્યો અને તરી ને કાઢો એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો આમ થોડી થોડી સ્ટીક ને તરી મસાલો છાંટી લ્યો અને તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને મજા લ્યો સેજવાન સોયા સ્ટીક.

Soya Stick NOTES

  • સ્ટીક ને મિડીયમ તાપે તરવી અને પાંચ સાત મિનિટ પછી તેલ માંથી કાઢી લ્યો અને ગરમ હોય ત્યારે સ્ટીક નરમ લાગી શકે છે પણ ઠંડી થાય એટલે ક્રિસ્પી બની જસે.

સેજવાન સોયા સ્ટીક બનાવવાની રીત

સેજવાન સોયા સ્ટીક - Schezwan Soya Sticks - સેજવાન સોયા સ્ટીક બનાવવાની રીત - Schezwan Soya Stick banvani rit - Soya Stick recipe

Schezwan Soya Stick banvani rit

આજ કાલ બજારમાં અલગ અલગ સ્વાદ ની સોયા સ્ટીક ખૂબ જોવામળે છે પણ ભેળસેળ ના આ સમય માં કઈ વાનગી માં કઈ વસ્તુ ની ભેળસેળ થયેલ હસે એ કઈ ના શકાયતો બાળકો ને આપતા પણ વિચારવું પડે. પણ હવે નહી હવેબને એટલું ઘરે બનાવેલ બાળકો ને ખવડાવી ને એના સ્વાસ્થ્ય ને સારું કરી શકીશું એટલે જઆપણે ઘરે બજાર માં મળતા સેજવાન સોયા સ્ટીક સોયા સ્ટીક બનાવશું જે ઘર માં નાના મોટાબધાને પસંદ આવશે. તો ચાલો SchezwanSoya Stick banvani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 400 ગ્રામ

Equipment

  • 1 સ્ટાર નોઝલ
  • 1 સેવ મશીન
  • 1 કડાઈ

Ingredients

સેજવાન સોયા સ્ટીક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • ¼ કપ સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ
  • 1-2 ચમચી મલાઈ
  • 1-2 ચમચી તેલ
  • 1 ટમેટા
  • 5-7 સૂકા કાશ્મીરી લાલ મરચા
  • 1 ચમચી મેગી મેઝિક મસાલા
  • ½ ઇંચ આદુ ટુકડો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી તજનો પાઉડર
  • ¼ ચમચી સૂંઠ પાઉડર
  • 10-12 લીલા ધાણા ની દાડી
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Schezwan Soya Stick banvani rit

  • સેજવાન સોયા સ્ટીક બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં ટમેટું, કાશ્મીરી સૂકા લાલ મરચા, આદુ ના કટકા અને અડધો કપ પાણી નાખી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ટમેટા ની છાલ ઉતારી એક બાજુ ઠંડુ થવા દયો. હવે મિક્સર જારમાં ટમેટા, લાઈક ધાણા ની દાડી, મેગી મેજીક મસાલો લાલ મરચા નાખી ને પીસી લ્યો.
  • હવે એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • એક વાસણમાં ચોખા નો લોટ, સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ ચારણી થી ચાળી લ્યો એમાં મલાઈ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ ટમેટા મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ સેવ મશીન ને તેલ લગાવી સ્ટાર નોઝલ લગાવી અને તેલ વાળા હાથે બાંધેલા લોટ સેવ મશીન માં નાખી પેક કરી લ્યો અને પ્લેટ કે પ્લાસ્ટિક પર સેવ પાડી લ્યો.
  • તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે પાંચ સાત મિનિટ સુંધી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને તરી લ્યો અને તરી ને કાઢો એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો આમ થોડી થોડી સ્ટીક ને તરી મસાલો છાંટી લ્યો અને તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને મજા લ્યો સેજવાન સોયા સ્ટીક.

Soya Stick NOTES

  • સ્ટીક ને મિડીયમ તાપે તરવી અને પાંચ સાત મિનિટ પછી તેલ માંથી કાઢી લ્યો અને ગરમ હોય ત્યારે સ્ટીક નરમ લાગી શકે છે પણ ઠંડી થાય એટલે ક્રિસ્પી બની જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી