Home Blog Page 118

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube  આજે આપણે ઘણા બધા દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચણા દાળ નું શાક કેવી રીતે બનાવવાનું ? તો આજ   ચણાદાળ નું શાક બનાવવાની રીત – chana ni dal nu shaak banavani rit શીખીશું. ચણાદાળ માં સારી માત્રામાં પ્રોટીન રહેલ હોય છે અને ટેસ્ટ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને રોટલી પરોઠા કે ભાત સાથે સર્વ કરો શકાય છે તો ચાલો ચણા દાળ નું શાક બનાવવાની રીત – chana ni dal nu shaak recipe in gujarati શીખીએ.

ચણા દાળ ને બાફવા માટેની સામગ્રી

  • ચણાદાળ 1 કપ
  • હળદર ½ + ચમચી
  • તેલ / ઘી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

દાળ ને વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લવિંગ 3-4
  • તમાલપત્ર 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ નો પેસ્ટ 1 ચમચી
  • લસણ પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 3
  • ગરમ મસાલો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

બીજા વઘાર માટેની સામગ્રી

  • ઘી / તેલ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી

ચણા દાળ નું શાક બનાવવાની રીત

ચણાદાળ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બાફી લેવાની રહેશે ત્યાર બાદ એનો વઘાર તૈયાર કરી વઘારવાની રહે છે અને દાળ ને ઢાબા સ્ટાઈલ બનાવવા માટે બીજો વઘાર કરી ઉપર થી નાખવા નો રહે છે

ચણા દાળ ને બાફવા ની રીત

સૌ પ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

અડધા કલાક પછી દાળ નું પાણી કાઢી નાખો અને દાળ ને કૂકરમાં નાખો અને બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ને બે ત્રણ સીટી કરી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

ચણાદાળ નો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો

ત્યાર બાદ એમાં લવિંગ અને તમાલપત્ર નાખી શેકો હવે એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ સુધી શેકી લ્યો  હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો અને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદ મુજબ મીઠુ  ( મીઠું મસાલા પૂરતું નાખવું કેમ કે દાળ ના ભાગ નું દાળ બાફતી વખતે નાખેલ હતું ) નાખીને મિક્સ કરો ને ઢાંકી ને ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ ચણાદાળ નાખી ને મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને મિડીયમ તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દાળ ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી લીલા ધાણા નાખી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો

ચણા દાળ નું શાક નો બીજો વઘાર કરવાની રીત

વઘરીયા માં અથવા કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં હિંગ અને સૂકા લાલ મરચા નાખો અને લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર પ્લેટ માં નાખો ને ઉપર લીલા ધાણા , આદુની કતરણ અને લીલા મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો ચણાદાળ નું શાક

chana ni dal nu shaak recipe in gujarati notes

  • દાળ ને સાવ ગરી જાય ત્યાં સુધી ના બાફવી થોડો દાણો ચાવો પડે એવી બાફવી
  • જો તમારે વધારે ગ્રેવી જોઈએ તો જ પાણી વધારે નાખવું નહિતર આ શાક થોડું ઘટ્ટ જ વધારે સારું લાગે છે

chana ni dal nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચણાની દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak recipe in gujarati

ચણા દાળ નું શાક બનાવવાની રીત - chana ni dal nu shaak banavani rit - chana ni dal nu shaak - ચણા દાળ નું શાક - chana ni dal nu shaak recipe in gujarati - ચણાની દાળ નું શાક

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | chana ni dal nu shaak | ચણા દાળ નું શાક | chana ni dal nu shaak recipe in gujarati | ચણાની દાળ નું શાક

આજે આપણે ઘણા બધા દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચણા દાળ નું શાક કેવી રીતે બનાવવાનું ? તો આજ   ચણાદાળ નું શાક બનાવવાની રીત – chanani dal nu shaak banavani rit શીખીશું. ચણાદાળ માં સારી માત્રામાં પ્રોટીન રહેલ હોય છે અને ટેસ્ટ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને રોટલી પરોઠા કે ભાત સાથે સર્વકરો શકાય છે તો ચાલો ચણા દાળ નું શાક બનાવવાની રીત – chanani dal nu shaak recipe in gujarati શીખીએ
4.15 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

ચણા દાળ ને બાફવા માટેની સામગ્રી

  • 1 કપ ચણાદાળ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી તેલ / ઘી
  • મીઠું સ્વાદ મુજબ

દાળને વઘાર કરવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ ચમચી
  • 3-4 લવિંગ
  • 1 તમાલપત્ર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુનો પેસ્ટ
  • 1 ચમચી લસણ પેસ્ટ 1
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી ગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

બીજા વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી ઘી / તેલ
  • ½ ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions

ચણાની દાળનું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | ચણા દાળ નું શાક

  • ચણાદાળ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બાફી લેવાની રહેશે ત્યાર બાદ એનો વઘાર તૈયાર કરીવઘારવાની રહે છે અને દાળ ને ઢાબા સ્ટાઈલ બનાવવા માટે બીજો વઘાર કરી ઉપર થી નાખવા નોરહે છે

ચણાદાળ ને બાફવા ની રીત

  • સૌ પ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકોઅડધા કલાક પછી દાળ નું પાણી કાઢી નાખો અને દાળ ને કૂકરમાં નાખો અને બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ને બે ત્રણ સીટી કરી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

ચણાદાળ નો વઘાર કરવાની રીત

  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં લવિંગ અને તમાલપત્ર નાખી શેકો હવે એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટસુધી શેકી લ્યો  હવે એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો અને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ ચણાદાળ નાખી ને મિક્સકરી લ્યો ને જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને મિડીયમ તાપે પાંચમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દાળ ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી લીલા ધાણા નાખી સર્વિંગપ્લેટ માં કાઢી લ્યો

ચણા દાળ નું શાક નો બીજો વઘાર કરવાની રીત

  • વઘરીયામાં અથવા કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસબંધ કરી એમાં હિંગ અને સૂકા લાલ મરચા નાખો અને લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર પ્લેટમાં નાખો ને ઉપર લીલા ધાણા , આદુની કતરણ અને લીલા મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો ચણાદાળ નું શાક

chana ni dal nu shaak recipe in gujarati notes

  • દાળને સાવ ગરી જાય ત્યાં સુધી ના બાફવી થોડો દાણો ચાવો પડે એવી બાફવી
  • જો તમારેવધારે ગ્રેવી જોઈએ તો જ પાણી વધારે નાખવું નહિતર આ શાક થોડું ઘટ્ટ જ વધારે સારું લાગેછે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangeeta’s World  YouTube channel on YouTube  આજે આપણે સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત – sev dungri nu shaak banavani recipe શીખીશું. ક્યારેક એવું બને કે ઘર માં કોઈ શાક ના હોય કે પછી કોઈ શાક બનાવવાની ઈચ્છા ન હોય અથવા ઝડપથી તૈયાર થઈ જાય એવું શાક બનાવવા ની ઈચ્છા હોય તો તમે સેવ ડુંગળી નું શાક બનાવી શકો છો જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે ને ખાવા માં પણ ટેસ્ટી લાગશે તો ચાલો સુકી ડુંગળી અને સેવ નું શાક બનાવવાની રીત – sev dungri nu shaak banavani rit – sev dungri nu shaak recipe in gujarati શીખીએ.

સેવ ડુંગળીનું શાક બનાવવા જરૂરી સામગ્રી | sev dungri nu shaak ingredients

  • નાની ડુંગળી 200-300 ગ્રામ
  • ટમેટા પ્યુરી 1 કપ
  • સેવ ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • જીરું 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • આદુ છીણેલું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani recipe

સેવ ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ નાની નાની ડુંગળી લઈ એને છોલી લ્યો ( જો નાની ડુંગળી ના હોય તો મોટી ડુંગળી છોલી એના ચાર સરખા ભાગ કરી ને પણ તૈયાર કરી શકો છો) છોલેલી ડુંગળી ને બે પાણી થી ધોઇ લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં સુધારેલ, મીઠા લીમડાના પાન અને આદુ નાંખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ શેકો

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને ખાંડ નાખી મિક્સ કરો અને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડવા સાત મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો

ત્યાર બાદ એમાં સેવ નાખી મિક્સ કરી લ્યો ને બીજી ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો હવે છેલ્લે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી , પરોઠા, રોટલા કે ભાખરી સાથે સર્વ કરો સેવ ડુંગળી નું શાક

sev dungri nu shaak recipe in gujarati notes

  • અહી તમે કટકા કરેલ ડુંગળી કે આખી ડુંગળી લઈ શકો છો
  • સેવ વધુ ઓછી નાખી શકો છો ને સેવ ની જગ્યાએ ગાંઠિયા પણ નાખી શકો છો
  • જો તમને રસો વધારે રાખવો હોય તો પા કપ કે અડધો કપ પાણી નાખી શકો છો

sev dungri nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સુકી ડુંગળી અને સેવ નું શાક | sev dungri nu shaak recipe in gujarati

સેવ ડુંગળીનું શાક - સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત - sev dungri nu shaak banavani recipe - sev dungri nu shaak recipe - sev dungri nu shaak - sev dungri nu shaak banavani rit - sev dungri nu shaak recipe in gujarati - સુકી ડુંગળી અને સેવ નું શાક

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani recipe | sev dungri nu shaak recipe | sev dungri nu shaak | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati | સુકી ડુંગળી અને સેવ નું શાક

આજે આપણે સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત – sev dungri nu shaak banavani recipe શીખીશું. ક્યારેક એવું બને કે ઘર માં કોઈ શાક ના હોય કેપછી કોઈ શાક બનાવવાની ઈચ્છા ન હોય અથવા ઝડપથી તૈયાર થઈ જાય એવું શાક બનાવવા ની ઈચ્છા હોય તો તમે સેવ ડુંગળી નું શાક બનાવી શકો છો જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે ને ખાવા માં પણ ટેસ્ટી લાગશે તો ચાલો સુકી ડુંગળી અને સેવ નું શાક બનાવવાની રીત – sev dungri nu shaak banavani rit – sev dungri nu shaak recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સેવ ડુંગળીનું શાક બનાવવા જરૂરી સામગ્રી | sev dungri nu shaak ingredients

  • 200-300 ગ્રામ નાની ડુંગળી
  • 1 કપ ટમેટા પ્યુરી
  • ½ કપ સેવ
  • 2-3 ચમચી તેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી આદુ છીણેલું
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

સેવ ડુંગળીનું શાક | sev dungri nu shaak | sev dungri nu shaak banavani rit

  • સેવ ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ નાની નાની ડુંગળી લઈ એને છોલી લ્યો ( જો નાની ડુંગળી ના હોય તોમોટી ડુંગળી છોલી એના ચાર સરખા ભાગ કરી ને પણ તૈયાર કરી શકો છો) છોલેલી ડુંગળી ને બે પાણી થી ધોઇ લ્યો ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં સુધારેલ, મીઠા લીમડાના પાન અને આદુ નાંખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં ડુંગળી નાખી ત્રણચાર મિનિટ શેકો
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંટમેટા ની પ્યુરી અને ખાંડ નાખી મિક્સ કરો અને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ઢાંકી નેચડવા સાત મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો
  • ત્યારબાદ એમાં સેવ નાખી મિક્સ કરી લ્યો ને બીજી ત્રણ ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો હવે છેલ્લેગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી , પરોઠા, રોટલા કે ભાખરી સાથે સર્વ કરો સેવ ડુંગળી નું શાક

sev dungri nu shaak recipe in gujarati notes

  • અહી તમે કટકા કરેલ ડુંગળી કે આખી ડુંગળી લઈ શકો છો
  • સેવ વધુ ઓછી નાખી શકો છો ને સેવ ની જગ્યાએ ગાંઠિયા પણ નાખી શકો છો
  • જો તમને રસો વધારે રાખવો હોય તો પા કપ કે અડધો કપ પાણી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત | સેવ ટામેટા ની રેસીપી | sev tameta nu shaak recipe in gujarati | gujarati sev tameta nu shaak banavani rit

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani recipe rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nikita’s Kitchen Recipes  YouTube channel on YouTube  આજે આપણે પાનકોબી નું શાક બનાવવાની રીત – kobi nu shaak banavani recipe rit – cabbage nu shaak recipe શીખીશું. પાનકોબી નું શાક ઘર માં ઘણા ને પસંદ નથી આવતું એટલે ખૂબ ઓછું બનાવવામાં આવતું હોય છે પણ આજ આપણે પાનકોબી નું શાક બનાવશું જે ઘર ના બધા ને પસંદ આવશે અને તમે ટિફિન માં કે પછી દાળ ભાત કે ખીચડી સાથે સર્વ કરી શકો છો તો ચાલો  પાન કોબી નું શાક બનાવવાની રીત – pan kobi nu shaak recipe in gujarati  શીખીએ.

પાન કોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kobi nu shaak recipe Ingredients

  • પાનકોબી 250 ગ્રામ
  • લસણ ની કણી 5-6
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુનો ½ ઇંચનો ટુકડો
  • ટમેટા સુધારેલ 1
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • કસુરી મેથી ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak recipe in gujarati

પાનકોબી નું શાક બનાવવા સૌપ્રથમ આદુ, લસણ અને લીલા મરચા ને અધ કચરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

હવે પાનકોબી ને પાણી થી ધોઈ લ્યો અને લાંબી લાંબી સુધારી લ્યો ( શાક વઘારવું હોય ત્યારે જ પાનકોબી ને સુધારવી જેથી શાક ના સ્વાદ માં ફરક આવશે )

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં હળદર, સુધારેલ પાનકોબી, લીલા ધાણા સુધારેલ અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે હલાવી મિક્સ કરી લ્યો

શાક ને બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, કસુરી મેથી, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ફરી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો પાનકોબી નું શાક

kobi nu shaak recipe in gujarati notes

  • શાક ને ફૂલ તાપે અથવા તો મીડીયમ ફૂલ તાપે ચડાવું નહિતર પાનકોબી માંથી નીકળતા પાણી ના કારણે પાનકોબી ની ક્રંચ ઓછો થઈ જશે
  • પાનકોબી સાથે તમે બટાકા અથવા વટાણા નાંખી શકો છો

cabbage nu shaak recipe | cabbage nu shaak recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 પાનકોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani recipe | pan kobi nu shaak

પાન કોબી નું શાક - પાન કોબી નું શાક બનાવવાની રીત - pan kobi nu shaak - kobi nu shaak banavani recipe - kobi nu shaak recipe in gujarati - cabbage nu shaak recipe - cabbage nu shaak recipe video

પાન કોબી નું શાક બનાવવાની રીત | pan kobi nu shaak | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati | cabbage nu shaak recipe | કોબી નું શાક

આજે આપણે પાનકોબી નું શાક બનાવવાની રીત – kobi nu shaak banavani recipe rit – cabbage nu shaak recipe શીખીશું. પાનકોબી નું શાક ઘરમાં ઘણા ને પસંદ નથી આવતું એટલે ખૂબ ઓછું બનાવવામાં આવતું હોય છે પણ આજ આપણે પાન કોબી નું શાક બનાવશું જે ઘર ના બધા ને પસંદ આવશે અને તમે ટિફિન માં કે પછી દાળ ભાત કે ખીચડી સાથે સર્વ કરી શકો છો તો ચાલો  પાન કોબી નું શાક બનાવવાની રીત – kobi nu shaak recipe in gujarati  શીખીએ
3 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાન કોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kobi nu shaak recipe Ingredients

  • 250 ગ્રામ પાન કોબી
  • 5-6 લસણ ની કણી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચનો આદુનો ટુકડો
  • 1 ટમેટા સુધારેલ
  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી લાલમરચાનો પાઉડર
  • ¼ ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati | cabbage nu shaak recipe | પાનકોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit

  • પાનકોબી નું શાક બનાવવા સૌપ્રથમ આદુ, લસણ અને લીલા મરચા ને અધ કચરા પીસી લ્યો ને એક બાજુ મૂકો
  •  હવે પાન કોબી ને પાણી થી ધોઈ લ્યો અનેલાંબી લાંબી સુધારી લ્યો ( શાક વઘારવું હોય ત્યારે જ પાન કોબીને સુધારવી જેથી શાક ના સ્વાદ માં ફરક આવશે )
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો
  • ત્યાર બાદ એમાં હળદર, સુધારેલ પાનકોબી, લીલા ધાણા સુધારેલ અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે હલાવી મિક્સ કરી લ્યો
  • શાકને બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો હવે એમાં લાલ મરચાનોપાઉડર, કસુરી મેથી,ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ફરીઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  •  ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમસર્વ કરો પાનકોબી નું શાક

kobi nu shaak recipe in gujarati notes

  • શાકને ફૂલ તાપે અથવા તો મીડીયમ ફૂલ તાપે ચડાવું નહિતર પાનકોબી માંથી નીકળતા પાણી ના કારણેપાનકોબી ની ક્રંચ ઓછો થઈ જશે
  • પાનકોબી સાથે તમે બટાકા અથવા વટાણા નાંખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak | bhinda nu gravy valu shaak banavani rit

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit | gathiya nu shaak recipe gujarati

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દુધી ના કોફતા બનાવવાની રીત | dudhi na kofta banavani rit | dudhi na kofta recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે દુધી ના કોફતા બનાવવાની રીત – dudhi na kofta banavani rit શીખીશું. આ પંજાબી શાક ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે અને રોટલી ,પરોઠા કે પછી રાઈસ સાથે પીરસી શકાય છે તો ચાલો dudhi na kofta recipe in gujarati શીખીએ.

કોફ્તા બનાવવા માટેની સામગ્રી | dudhi na kofta ingredients

  • દૂધી 500 ગ્રામ
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા ઝીણા સમારેલા 2-3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ફુદીના ના પાન સુધારેલ 1-2 ચમચી
  • બેસન 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

કોફતા ની કરી બનાવવા માટેની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • તમાલપત્ર ના પાન 1-2
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 3
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ટમેટા 5-6 ની પ્યુરી
  • ગરમ મસાલો 1 ચમચી
  • કાજુ પેસ્ટ 2-3 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

દુધી ના કોફતા બનાવવાની રીત

સૌ પ્રથમ દૂધી ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એને છીણી વડે છીણી લ્યો ને પાતળા કપડા માં નાખી દબાવી એનું પાણી નિતારી લ્યો અને પાણી એક બાજુ મૂકો જે ગ્રેવી માં કામ આવશે

હવે છીણેલી દૂધી એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા ઝીણા સમારેલા , લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન સુધારેલ, બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં કોફતા બનાવી ને તરવા નાખો ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને તરેલ કોફ્તા એક બાજુ મૂકો

કોફતા ની કરી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર પાન નાખો સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ટમેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને કાજુ ની પેસ્ટ નાખો ( 10-12 કાજુ ને ગરમ પાણી માં પંદર વીસ મિનિટ પલાળી નાખો ત્યાર બાદ થોડું પાણી નાખી ને પીસી લ્યો કાજુ પેસ્ટ તૈયાર) અને જરૂર લાગે તો પા કપ પાણી નાખી ને ઢાંકી ને દસ પંદર મિનિટને ચડાવી લ્યો

હવે એમાં દૂધી ને નીચોવી જે પાણી કાઢેલ એ નાખી દયો ને બીજું પા કપ પાણી નાખી ગ્રે i ne ખદખદવા દયો ગ્રેવી બરોબર ચડી જાય એટલે એમાં કોફ્તા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો છેલ્લે એમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો દૂધીના કોફતા કરી

dudhi na kofta recipe in gujarati notes

  • અહી કોફ્તા ને હેલ્થી બનાવવા તેલમાં તરવા ની જગ્યાએ તમે અપ્પમ પાત્રમાં ઓછા તેલ માં શેકી ને પણ બનાવી શકો છો
  • ગ્રેવી ને સાવ પાતળી ના કરવી નહિતર કોફ્તા અલગ અને ગ્રેવી અલગ થઈ જશે
  • જો ડુંગળી લસણ ના ખાતા હોવ તો ના નાખવા

 dudhi na kofta banavani rit | dudhi na kofta recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 dudhi na kofta recipe in gujarati

દુધી ના કોફતા બનાવવાની રીત - dudhi na kofta banavani rit - dudhi na kofta recipe in gujarati - દુધી ના કોફતા - dudhi na kofta - dudhi na kofta recipe

દુધી ના કોફતા બનાવવાની રીત | dudhi na kofta banavani rit | dudhi na kofta recipe in gujarati | દુધી ના કોફતા | dudhi na kofta | dudhi na kofta recipe

આજે આપણે દુધી ના કોફતા બનાવવાની રીત – dudhi na kofta banavani rit શીખીશું. આ પંજાબી શાક ખાવા માંખુબ ટેસ્ટી લાગે છે અને રોટલી ,પરોઠા કે પછી રાઈસ સાથે પીરસીશકાય છે તો ચાલો dudhi na kofta recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોફ્તા બનાવવા માટેની સામગ્રી | dudhi na kofta ingredients

  • 500 ગ્રામ દૂધી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી ફુદીનાના પાન સુધારેલ
  • 1 કપ બેસન
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

કોફતા ની કરી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 1-2 તમાલ પત્રના પાન
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 3 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 5-6 ટમેટા ની પ્યુરી
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી કાજુ પેસ્ટ
  • 1 ચમચી કસુરી મેથી
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

dudhi na kofta banavani rit | દુધી ના કોફતા | dudhi na kofta | dudhi na kofta recipe

  • સૌપ્રથમ આપણે દુધી ના કોફતા બનાવવાની રીત શીખીશું ત્યારબાદ દુધી ના કોફતા ની કરી બનાવવાની રીત શીખીશું

દુધી ના કોફતા બનાવવાની રીત

  • સૌ પ્રથમ દૂધી ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એને છીણી વડે છીણી લ્યો ને પાતળા કપડા માં નાખી દબાવી એનું પાણી નિતારી લ્યો અને પાણી એક બાજુ મૂકો જે ગ્રેવી માં કામ આવશે
  • હવે છીણેલી દૂધી એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા ઝીણા સમારેલા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,મરી પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન સુધારેલ, બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં કોફતા બનાવી ને તરવા નાખો ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને તરેલ કોફ્તા એક બાજુ મૂકો

કોફતા ની કરી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં તમાલપત્ર પાન નાખો સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલાને શેકી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ટમેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને કાજુ ની પેસ્ટ નાખો ( 10-12 કાજુ ને ગરમ પાણી માંપંદર વીસ મિનિટ પલાળી નાખો ત્યાર બાદ થોડું પાણી નાખી ને પીસી લ્યો કાજુ પેસ્ટ તૈયાર)અને જરૂર લાગે તો પા કપ પાણી નાખી ને ઢાંકી ને દસ પંદર મિનિટને ચડાવી લ્યો
  • હવે એમાં દૂધી ને નીચોવી જે પાણી કાઢેલ એ નાખી દયો ને બીજું પા કપ પાણી નાખી ગ્રે i ne ખદખદવા દયો ગ્રેવી બરોબરચડી જાય એટલે એમાં કોફ્તા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો છેલ્લેએમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો દૂધીના કોફતા કરી

dudhi na kofta recipe in gujarati notes

  • અહી કોફ્તા ને હેલ્થી બનાવવા તેલમાં તરવા ની જગ્યાએ તમે અપ્પમ પાત્રમાં ઓછા તેલ માં શેકીને પણ બનાવી શકો છો
  • ગ્રેવીને સાવ પાતળી ના કરવી નહિતર કોફ્તા અલગ અને ગ્રેવી અલગ થઈ જશે
  • જો ડુંગળી લસણ ના ખાતા હોવ તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

4 પ્રકારની નાન તવા પર બનાવવાની રીત | tava par naan banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Ajay Chopra  YouTube channel on YouTube  આજે આપણે 4 પ્રકારની નાન તવા પર બનાવવાની રીત – tava par naan banavani rit શીખીશું. આજ આપણે પ્લેન બટર નાન, લચ્છા નાન, ગાર્લિક નાન, અને ચીઝ નાન બનાવવાની રીત શખીશું, આપણે બધા બહાર જમવા જઈએ ત્યારે પંજાબી શાક સાથે નાન ચોક્કસ મંગાવતા હોઈએ તો આજ આપણે ઘરે જ થોડી તૈયારી કરી એક જ લોટ માંથી 4 પ્રકારની તવા પર નાન બનાવવાની રીત – tawa naan recipe in gujarati શીખીએ.

નાન નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 500 ગ્રામ
  • દહીં ¼ કપ
  • મીઠું ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • દૂધ ¼ કપ

અલગ અલગ પ્રકારની નાન બનાવવા માટેની સામગ્રી | tava naan ingredients

  • લીલા ધાણા ઝીણા સુધારેલા 2-3 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
  • માખણ 4-5 ચમચી
  • તરેલ લસણ ના કટકા 1-2 ચમચી
  • ચીઝ 2-3 ચમચી
  • ક્લોંજી 1 ચમચી

તવા પર નાન બનાવવાની રીત | tava par naan banavani rit

4 પ્રકારની તવા પર નાન બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં દહી, દૂધ, બેકિંગ પાઉડર, ખાંડ અને મીઠું નાખી ને ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો હવે એમાં થોડું થોડુ તૈયાર કરેલ મિશ્રણ નાખી સોફ્ટ લોટ બાંધો

લોટ બાંધવા પાણી નું જરૂર પડે એટલું પાણી નાખી ને લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો

હવે લોટ માંથી એક સરખા ચાર ભાગ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો અને એક વાટકામાં બે ચમચી મીઠું અને એક કપ પાણી નાંખી મીઠા ને પાણી મા ઓગળી એક બાજુ મૂકો

પ્લેન નાન બનાવવાની રીત

એક લુવો લ્યો અને એને કોરા લોટ સાથે ગોળ કે લંબગોળ થોડો વણી લ્યો ત્યાર બાદ એના પ્ર પાણી વારો હાથ લગાવો અને લીલા ધાણા સુધારેલા ને કલોનજી છાંટી ને ફરી થોડો કોરો લોટ છાંટી રોટલી થી થોડી જાડી રહે એમ વણી લ્યો

હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો

હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  પ્લેન નાન

લચ્છા નાન બનાવવાની રીત | lachha naan banavani rit

એક લુવો લ્યો એને કોરા લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો હવે એના પર ઘી કે માખણ એક સરખી રીતે લગાવો એના પર કોરો લોટ છાંટો ત્યાર બાદ એક બાજુ થી જિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ અને એનો ફરી ગોળ બનાવી લ્યો અને ફરી કોરો લોટ લઈ વણી લ્યો

હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો

હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ગેસ પર ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  લચ્છાં નાન

ગાર્લીક નાન બનાવવાની રીત | garlic naan banavani rit

એક લુવો લ્યો અને કોરા લોટ સાથે સાથે વણી લ્યો હવે એના પર પાણી વારો હાથ લગાવી એના પર ઝીણું સમારેલું લસણ અને લીલા ધાણા છાંટો ને હથેળી વડે થોડા દબાવી નાખો

ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો

હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને  ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  ગાર્લિક નાન

ચીઝ ગાર્લિક નાન બનાવવાની રીત | cheese garlic naan banavani rit

એક લુવો લ્યો એને હાથ વડે થોડો દબાવતા જઈ વાટકા જેવો આકાર આપો હવે એમાં છીણેલું ચીઝ અને તરેલ લસણ નાખી બધી બાજુ થી બંધ કરી પાછો લુવો બનાવી લ્યો અને લુવા ને કોરો લોટ લઈ વણી લ્યો

ગેસ પર તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો

હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  ચીઝ ગાર્લિક નાન

tawa naan recipe in gujarati notes

  • અહી તમે મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકાય છે
  • જો તવી માં હેન્ડલ ના હોય તો સાણસી વડે પકડી ને કરી શકો અથવા હાથા વાળી કડાઈ માં પણ બનાવી શકાય છે

tava par naan banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tawa naan recipe in gujarati | tawa naan recipe

નાન તવા પર બનાવવાની રીત - tava par naan banavani rit - tawa naan recipe in gujarati - તવા પર નાન બનાવવાની રીત

4 પ્રકારની નાન તવા પર બનાવવાની રીત | tava par naan banavani rit | tawa naan recipe in gujarati | તવા પર નાન બનાવવાની રીત

  આજે આપણે 4 પ્રકારની નાન તવા પર બનાવવાની રીત – tava par naan banavani rit શીખીશું. આજ આપણે પ્લેન બટર નાન,લચ્છા નાન, ગાર્લિક નાન, અને ચીઝ નાન બનાવવાની રીત શખીશું, આપણે બધા બહાર જમવા જઈએ ત્યારે પંજાબી શાક સાથે નાન ચોક્કસ મંગાવતા હોઈએ તો આજ આપણે ઘરે જ થોડી તૈયારી કરી એક જ લોટ માંથી 4 પ્રકારની તવા પર નાન બનાવવાની રીત – tawa naan recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

નાન નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ મેંદાનો લોટ
  • ¼ કપ દહીં
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ કપ દૂધ

અલગ અલગ પ્રકારની નાન બનાવવા માટેની સામગ્રી | tava naan ingredients

  • 2-3 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 4-5 ચમચી માખણ
  • 1-2 ચમચી તરેલ લસણ ના કટકા
  • 2-3 ચમચી ચીઝ
  • 1 ચમચી ક્લોંજી

Instructions

tava par naan banavani rit | tawa naan recipe in gujarati | તવા પર નાન બનાવવાની રીત

  • 4 પ્રકારની નાન બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં દહી, દૂધ,બેકિંગ પાઉડર, ખાંડ અને મીઠું નાખી ને ચમચા વડેબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો હવે એમાં થોડું થોડુ તૈયાર કરેલ મિશ્રણ નાખી સોફ્ટ લોટ બાંધો
  • લોટ બાંધવા પાણી નું જરૂર પડે એટલું પાણી નાખી ને લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બેત્રણ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો
  • હવે લોટ માંથી એક સરખા ચાર ભાગ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો અને એક વાટકામાં બે ચમચી મીઠું અને એક કપ પાણી નાંખી મીઠા ને પાણી મા ઓગળી એક બાજુ મૂકો

પ્લેન નાન બનાવવાની રીત

  • એક લુવો લ્યો અને એને કોરા લોટ સાથે ગોળ કે લંબગોળ થોડો વણી લ્યો ત્યાર બાદ એના પ્ર પાણી વારો હાથ લગાવો અને લીલા ધાણા સુધારેલા ને કલોનજી છાંટી ને ફરી થોડો કોરો લોટ છાંટી રોટલી થી થોડી જાડી રહે એમ વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
  • હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  પ્લેન નાન

લચ્છા નાન બનાવવાની રીત | lachha naan banavani rit

  • એક લુવો લ્યો એને કોરા લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો હવે એના પર ઘી કે માખણ એક સરખી રીતે લગાવો એના પર કોરો લોટ છાંટો ત્યાર બાદ એક બાજુ થી જિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ અને એનો ફરી ગોળ બનાવી લ્યો અને ફરી કોરો લોટ લઈ વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડુંપાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
  • હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ગેસ પર ફેરવી ફેરવીને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  લચ્છાં નાન

ગાર્લીક નાન બનાવવાની રીત | garlic naan banavani rit

  • એક લુવો લ્યો અને કોરા લોટ સાથે સાથે વણી લ્યો હવે એના પર પાણી વારો હાથ લગાવી એના પર ઝીણું સમારેલું લસણ અને લીલા ધાણા છાંટો ને હથેળી વડે થોડા દબાવી નાખો
  • ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
  • હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને  ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથાથી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  ગાર્લિક નાન

ચીઝ ગાર્લિક નાન બનાવવાની રીત | cheese garlic naan banavani rit

  • એક લુવો લ્યો એને હાથ વડે થોડો દબાવતા જઈ વાટકા જેવો આકાર આપો હવે એમાં છીણેલું ચીઝ અને તરેલ લસણ નાખી બધી બાજુ થી બંધ કરી પાછો લુવો બનાવી લ્યો અને લુવા ને કોરો લોટ લઈ વણી લ્યો
  • ગેસ પર તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવે લભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
  • હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે  ચીઝ ગાર્લિક નાન

tawa naan recipe in gujarati notes

  • અહી તમે મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકાય છે
  • જો તવી માં હેન્ડલ ના હોય તો સાણસી વડે પકડી ને કરી શકો અથવા હાથા વાળી કડાઈ માં પણ બનાવી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

જૈન પનીર મખની બનાવવાની રીત | jain paneer makhani banavani rit | jain paneer makhani recipe in gujarati

રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit | rajma nu shaak recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત |Palak paneer banavani rit | Palak paneer recipe in Gujarati

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nikita’s Kitchen Recipes YouTube channel on YouTube  આજે આપણે ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત – guvar batata nu shaak banavani rit recipe શીખીશું. આ શાક તમે રોટલી – રોટલા સાથે ખાઈ શકાય છે અને જેને ગોવાર પસંદ નથી એ પણ બીજી વખત માંગી ને ખાએ એવું ચટપટું ને ટેસ્ટી શાક તૈયાર થાય છે તો ચાલો ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત – guvar batata nu shaak recipe in gujarati શીખીએ.

ગુવાર બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | guvar batata nu shaak gujarati recipe ingredients

  • ગોવાર 250-300 ગ્રામ
  • બટાકા 2-3
  • તેલ 3 -4 ચમચી
  • જીરું ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણું સમારેલું ટમેટું 1 નાનું
  • આદુ નાનો ½ ઇંચ + લસણ 8-10 કણી અને  3-4 મરચાની પેસ્ટ 2 ચમચી
  • દહીં ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • શેકેલ સીંગદાણા નો ભૂકો 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત

ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કાપી ને પાણી મા નાખી દયો અને ગોવર ને ધોઇ સાફ કરી આગળ પાછળ ની દાડી કાઢી બે ભાગ માં હાથ વડે તોડી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા કચી હળદર નાખી કાપેલ ગોવાર અને પાણી માંથી કાઢી બટકા ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો

ગોવાર અને બટાકા થોડા શેકાઈ જાય એટલે તેલ માંથી બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ બીજું એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકાવા લાગે ત્યાં સુંધી શેકો

ત્યાર બાદ એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો અને એને એક મિનિટ શેકી લ્યો પછી એમાં ટમેટા અને મરચા પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો

હવે મસાલા માં દહી નાખી મિક્સ કરી ધીમા તાપે દહી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો લ્યો તેલ અલગ થાય ત્યારે શેકેલ સીંગદાણા નો ભૂકો નાંખી મિક્સ કરી એમાં શેકી રાખેલ બટાકા ગોવાર નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરો અને એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરો ને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો

સાત મિનિટ પછી બટાકા બરોબર ચડી જાય એટલે શાક મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી રોટલી રોટલા સાથે સર્વ કરો ગોવાર બટાકા નું રસાવાળુ શાક

guvar batata nu shaak recipe in gujarati notes

  • ગોવાર જો દેસી લેશો તો એમાં રેસા હસે એટલે બિટતિ (કાપતી) વખતે રેસા કાઢી નાખવા અને જો પરદેસી ગોવાર હસે તો એમ રેસા નહિ હોય
  • બને ત્યાં સુધી ગોવાર હાથ થી કાપવો કેમ કે કહેવાય છે કે જો ગોવાર ચાકુથી કાપી ને બનાવો તો કડવો લાગશે
  • ગોવાર બટાકા ને ચડવા માં થોડી વાર લાગે એટલે જો પાણી ઓછું લાગે તો તમે તમારી રીતે વધારાનું પાણી નાખી શકો છો

guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુવાર બટાકા નું રસાવાળું શાક | guvar batata nu shaak recipe in gujarati

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત - guvar batata nu shaak banavani rit - guvar batata nu shaak recipe in gujarati - guvar batata nu shaak banavani recipe - ગુવાર બટાકા નું રસાવાળું શાક

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati | guvar batata nu shaak banavani recipe | ગુવાર બટાકા નું રસાવાળું શાક

આજે આપણે ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત – guvar batata nu shaak banavani rit recipe શીખીશું. આ શાક તમે રોટલી- રોટલા સાથે ખાઈ શકાય છે અને જેને ગોવાર પસંદ નથી એ પણ બીજી વખત માંગીને ખાએ એવું ચટપટું ને ટેસ્ટી શાક તૈયાર થાય છે તો ચાલો ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત – guvar batata nu shaak recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુવાર બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| guvar batata nu shaak gujarati recipe ingredients

  • 250-300 ગ્રામ ગોવાર
  • 2-3 બટાકા
  • ચમચી તેલ 3 -4
  • ¼ ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણું સમારેલું ટમેટું નાનું
  • આદુનાનો ½ ઇંચ+ લસણ 8-10 કણી અને  3-4 મરચાની પેસ્ટ 2 ચમચી
  • ¼ કપ દહીંકપ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો ½
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા નો ભૂકો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • ½ ચમચી હળદર ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak banavani recipe | ગુવાર બટાકા નું રસાવાળું શાક

  • ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કાપી ને પાણીમા નાખી દયો અને ગોવર ને ધોઇ સાફ કરી આગળ પાછળ ની દાડી કાઢી બે ભાગ માં હાથ વડે તોડીને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા કચી હળદર નાખીકાપેલ ગોવાર અને પાણી માંથી કાઢી બટકા ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સકરો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
  • ગોવારઅને બટાકા થોડા શેકાઈ જાય એટલે તેલ માંથી બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ બીજુંએક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકાવા લાગે ત્યાં સુંધી શેકો
  • ત્યારબાદ એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો અને એને એક મિનિટ શેકી લ્યો પછી એમાં ટમેટાઅને મરચા પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સકરી ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો
  • હવે મસાલા માં દહી નાખી મિક્સ કરી ધીમા તાપે દહી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો લ્યોતેલ અલગ થાય ત્યારે શેકેલ સીંગદાણા નો ભૂકો નાંખી મિક્સ કરી એમાં શેકી રાખેલ બટાકાગોવાર નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • છેલ્લેએમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરો અને એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સકરો ને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપેચડવા દયો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak | bhinda nu gravy valu shaak banavani rit

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cooking With Chef Ashok  YouTube channel on YouTube આજે આપણે ગ્રેવી વાળા ભીંડા બનાવવાની રીત શીખીશું. જેને તમે દહી વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત, bhinda nu gravy valu shaak banavani rit, bhinda nu gravy valu shaak recipe in gujarati શીખીએ.

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2
  • ભીંડા 200 -250 ગ્રામ
  • ટમેટા સુધારેલ 2
  • લીલા મરચા 3-4
  • દહીં 1 કપ અથવા 150 ગ્રામ
  • આદુ લસણ ની પેસ્ટ ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1+ ½  ચમચી
  • હળદર ¼ +¼  ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • કસુરી મેથી 1 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત

ગ્રેવી વાળા ભીંડા બનાવવા સૌપ્રથમ દહી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો

ત્યાર બાદ ભીંડા ને ધોઇ લ્યો ને કપડા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઉપર નીચે નો ભાગ કાપી લ્યો ને વચ્ચે એક ઊભો લાંબો કાપો મરી કટ કરી લ્યો આમ બધા ભીંડા ને કાપી ને તૈયાર કરો

ત્યારબાદ ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા નાખો અને સ્વાદ મુજબ મીઠુ નાખીને ને ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી ને ચડાવી લ્યો અને એનો રંગ બદલી જાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ ઝારા થી ભીંડા માં તેલ ના રહે એમ કાઢી લ્યો

હવે એજ કડાઈ માં જો જરૂર લાગે તો એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ લસણ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

હવે એમાં લીલા મરચા અને આદુ લસણ નો પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખીને ધીમા તાપે શેકી લ્યો એક મિનિટ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે મીઠું નાખીને મિક્સ કરી લ્યો અને ટમેટા ગરી જાય ત્યાર સુંધી ચડાવો

ટમેટા ચડી જાય એટલે એમાં મસાલા વાળુ દહી નાખી બરોબર મિક્સ કરીને બે મિનિટ શેકો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ખદખદવા ના લાગે ત્યાં સુંધી ચડાવો દહીં માંથી તેલ અલગ થાય એટલે તેમાં શેકી રાખેલ ભીંડા નાખો અને મિક્સ કરી લ્યો

ભીંડા અને દહી ને એક બે મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકી ને એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રોટલી પરોઠા સાથે સર્વ કરો ગ્રેવી વાળા ભીંડા

bhinda nu gravy valu shaak recipe in gujarati notes

  • અહી તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • દહીં નાખ્યા પછી થોડી વાત સુંધી હલાવતા રહેવું જેથી ફાટી ને ફોદા ફોદા ના થાય
  • અહી દહી માં જો અડધી ચમચી બેસન નાખી ને મિક્સ કરી દેશો તો સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગશે

bhinda nu gravy valu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bhinda nu gravy valu shaak recipe in gujarati

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત - bhinda nu gravy valu shaak banavani rit - bhinda nu gravy valu shaak recipe in gujarati

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak banavani rit | bhinda nu gravy valu shaak recipe in gujarati | bhinda nu gravy valu shaak | ભીંડા નું ગ્રેવીવાળું શાક

આજે આપણે ગ્રેવી વાળા ભીંડા બનાવવાની રીત શીખીશું. જેને તમે દહી વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળછે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત, bhinda nu gravy valu shaak banavani rit, bhinda nu gravy valu shaak recipe in gujarati શીખીએ
3.72 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવા જરૂરીસામગ્રી | bhinda nu gravy valu shaak ingredients

  • 200 -250 ગ્રામ ભીંડા
  • 2 ડુંગળી સુધારેલ
  • 2 ટમેટા સુધારેલ
  • 3-4 લીલા મરચા
  • 150 ગ્રામ દહીં 1 કપ અથવા
  • ½ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1+½  ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ +¼  ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • 2-3 ચમચી તેલ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak banavani rit | bhinda nu gravy valu shaak | ભીંડાનું ગ્રેવીવાળું શાક

  • ગ્રેવી વાળા ભીંડા બનાવવા સૌપ્રથમ દહી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એકબાજુ મૂકો
  • ત્યારબાદ ભીંડા ને ધોઇ લ્યો ને કપડા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઉપર નીચે નો ભાગ કાપી લ્યો ને વચ્ચે એક ઊભો લાંબો કાપો મરી કટ કરી લ્યો આમ બધા ભીંડા ને કાપી ને તૈયાર કરો
  • હવે ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા નાખો અને સ્વાદ મુજબમીઠુ નાખીને ને ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી ને ચડાવી લ્યો અને એનો રંગ બદલી જાય ત્યાંસુધી શેકી લ્યો ત્યાર બાદ ઝારા થી ભીંડા માં તેલ ના રહે એમ કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં જો જરૂર લાગે તો એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલમરચા, જીરું ને હિંગનાખી તતડાવો ત્યાર બાદ લસણ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ને મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • હવે એમાં લીલા મરચા અને આદુ લસણ નો પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લાલ મરચાનોપાઉડર નાખીને ધીમા તાપે શેકી લ્યો એક મિનિટ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે મીઠું નાખીને મિક્સ કરી લ્યો અને ટમેટા ગરી જાય ત્યાર સુંધી ચડાવો
  • ટમેટાચડી જાય એટલે એમાં મસાલા વાળુ દહી નાખી બરોબર મિક્સ કરીને બે મિનિટ શેકો ત્યાર બાદઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ખદખદવા ના લાગે ત્યાં સુંધી ચડાવો દહીં માંથી તેલઅલગ થાય એટલે તેમાં શેકી રાખેલ ભીંડા નાખો અને મિક્સ કરી લ્યો
  • ભીંડા અને દહી ને એક બે મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરો ને ઢાંકી ને એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રોટલી પરોઠા સાથેસર્વ કરો ગ્રેવી વાળા ભીંડા

bhinda nu gravy valu shaak recipe in gujarati notes

  • અહી તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • દહીં નાખ્યા પછી થોડી વાત સુંધી હલાવતા રહેવું જેથી ફાટી ને ફોદા ફોદા ના થાય
  • અહી દહી માં જો અડધી ચમચી બેસન નાખી ને મિક્સ કરી દેશો તો સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.