Home Blog Page 119

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

નમસ્તે મિત્રો આજે આપણે પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત – Palak besan kofta nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Mr Singh Kitchen YouTube channel on YouTube , કોફતા તો તમે ઘણા પ્રકારના બનાવ્યા હસે ને પણ આ જ એક અલગ રીતથી પાલક નું શાક બનાવવાની રીત શીખીશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Palak besan kofta nu shaak recipe in gujarati શીખીએ.

પાલક બેસન કોફતા બનાવવા માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • પાલક ઝીણી સુધારેલી 200 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • બેસન 1 કપ મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2-3
  • ટમેટા પ્યુરી 2-3
  • લસણ ની કણી 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • તેલ 3-4 ચમચી
  • તમાલપત્ર 1
  • મરી 2-3
  • તજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી 1 ½ કપ

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત

સૌપ્રથમ આપણે પાલક બેસન ના કોફતા બનાવતા શીખીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવતા શીખીશું

પાલક બેસન ના કોફતા બનાવવાની રીત

કોફતા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નિતારી ને સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાલક માંથી પાણી અલગ થયેલ છે એને દબાવી ને અલગ વાસણમાં કઢી લ્યો

હવે પાલક માં લાલ મરચાનો પાઉડર, હળદર, આદુ લસણની પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી ને મિક્સ કરતા જઈ નરમ લોટ તૈયાર કરી લ્યો ત્યાર બાદ હાથ સાફ કરી લોટ મેથી નાની સાઇઝ ના બોલ તૈયાર કરી એક બાજુ મૂકો

ગ્રેવી બનાવવાની રીત

ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સુધારેલ ડુંગળી, આદુ, લસણની કળી, લીલા મરચા નાખી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ને એજ મિક્સર જારમાં ટમેટા સુધારેલ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજનો ટુકડો, મરી, મોટી એલચી અને જીરું નાખી શેકો મસાલા શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ડુંગળી નો પેસ્ટ નાખી પેસ્ટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને પાલક નું પાણી નાખી મિક્સ કરી લ્યો

ચાર મિનિટ મસાલા ને શેકી લીધા બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ પાલક બેસન બોલ નાખી ત્રણ ચાર મિનિટ એમજ ખુલા ચડાવી લ્યો

ચાર મિનિટ પછી હલાવી ને મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો જરૂર લાગે તો જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ ગેસ મિડિયમ તાપે કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો વચ્ચે એક બે વખત હલાવી નાખવી સાત મિનિટ પછી એમાં મસળી ને કસુરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાલક બેસન કોફતા શાક

Palak besan kofta nu shaak recipe in gujarati notes

  • કોફતા ના ઘણા સોફ્ટ લોટ માંથી ના ઘણા કઠણ લોટ બાંધી બનાવવા
  • કોફતા ને ગ્રેવી માં નાખ્યા બાદ ત્રણ ચાર મિનિટ ફૂલ તાપે ખુલા જ ચડાવી લેવા ત્યાર બાદ જ હલાવવા નહિતર કોફતા તૂટી જસે

Palak besan kofta nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mr Singh Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak besan kofta nu shaak recipe in gujarati

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત - Palak besan kofta nu shaak banavani rit - Palak besan kofta nu shaak recipe in gujarati - પાલક બેસન કોફતા નું શાક - Palak besan kofta nu shaak - Palak besan kofta nu shaak recipe

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak banavani rit | Palak besan kofta nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત – Palak besan kofta nu shaak banavani rit શીખીશું. કોફતા તો તમે ઘણા પ્રકારના બનાવ્યા હસે ને પણ આ જ એક અલગ રીતથી પાલક નું શાક બનાવવાની રીત શીખીશું જેએક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Palak besan kofta nu shaak recipe in gujarati શીખીએ
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક બેસન કોફતા બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પાલક ઝીણી સુધારેલી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ડુંગળી સુધારેલ
  • 2-3 ટમેટા પ્યુરી
  • 8-10 લસણની કણી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 3-4 ચમચી તેલ
  • 1 તમાલ પત્ર
  • 2-3 મરી
  • 1 ટુકડો તજ નો
  • 1 મોટી એલચી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી હળદર
  • 1 ½ કપ ગરમ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પાલક બેસન કોફતા નું શાક | Palak besan kofta nu shaak | Palak besan kofta nu shaak recipe

  • સૌપ્રથમ આપણે પાલક બેસન ના કોફતા બનાવતા શીખીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવતા શીખીશું

પાલક બેસન ના કોફતા બનાવવાની રીત

  • કોફતા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નિતારી નેસાવ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાલક માંથી પાણી અલગ થયેલ છે એને દબાવી ને અલગ વાસણમાં કઢી લ્યો
  • હવે પાલક માં લાલ મરચાનો પાઉડર, હળદર, આદુ લસણની પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી ને મિક્સ કરતા જઈ નરમ લોટ તૈયાર કરી લ્યો ત્યાર બાદ હાથ સાફ કરી લોટ મેથી નાની સાઇઝ ના બોલ તૈયારકરી એક બાજુ મૂકો

ગ્રેવી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સુધારેલ ડુંગળી, આદુ, લસણની કળી,લીલા મરચા નાખી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ને એજ મિક્સર જારમાં ટમેટા સુધારેલ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજનો ટુકડો, મરી, મોટી એલચી અને જીરું નાખી શેકો મસાલા શેકાઈ જાયએટલે એમાં પીસી રાખેલ ડુંગળી નો પેસ્ટ નાખી પેસ્ટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળીશેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,હળદર અને પાલક નું પાણી નાખી મિક્સ કરી લ્યો
  • ચાર મિનિટ મસાલા ને શેકી લીધા બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ને તેલ અલગ થાય ત્યાંસુધી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ પાલક બેસન બોલ નાખી ત્રણ ચાર મિનિટ એમજ ખુલા ચડાવી લ્યો
  • ચાર મિનિટ પછી હલાવી ને મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો જરૂર લાગે તો જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ ગેસ મિડિયમ તાપે કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો વચ્ચે એક બે વખત હલાવી નાખવી સાત મિનિટ પછી એમાં મસળી ને કસુરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધકરી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાલક બેસન કોફતા શાક

Palak besan kofta nu shaak recipe in gujarati notes

  • કોફતા ના ઘણા સોફ્ટ લોટ માંથી ના ઘણા કઠણ લોટ બાંધી બનાવવા
  • કોફતાને ગ્રેવી માં નાખ્યા બાદ ત્રણ ચાર મિનિટ ફૂલ તાપે ખુલા જ ચડાવી લેવા ત્યાર બાદ જ હલાવવાનહિતર કોફતા તૂટી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક વટાણા નું શાક બનાવવાની રીત | Palak vatana nu shaak banavani rit

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

નમસ્તે મિત્રો આજે આપણે રતલામી સેવ બનાવવાની રીત – ratlami sev banavani rit શીખીશું, Please subscribe Rakhis Rasoi YouTube channel If you like the recipe , આપણે બજારમાં મળતી તીખી સ્વાદિષ્ટ ને સોફ્ટ ને ક્રિસ્પી  રતલામી સેવ તો તીખું ખાવા વાળા ને ખૂબ પસંદ આવતી હોય છે તો આજ આપણે બજાર જેવી જ સેવ ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો ratlami sev recipe in gujarati શીખીએ.

ratlami sev ingredients

  • બેસન 250 ગ્રામ
  • તીખા લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • લવિંગ પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ ⅓ કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

રતલામી સેવ બનાવવાની રીત

રતલામી સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં તીખા લાલ મરચાનો પાઉડર,લવિંગ પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો, જો સ્ટ્રોંગ હિંગ હોય તો બે ચપટી ને નહિતર પા ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે મિશ્રણ માં તેલ નાખી હથેળી વડે મસળી મસળી ને તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડુ પાણી જરૂર નાખી મિક્સ કરી મિડીયમ નરમ લોટ તૈયાર કરો ને લોટ ને પાંચ સાત મિનિટ અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી મસળી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન ને તેલ થી ગ્રીસ કરી એમાં સેવ ની જારી મૂકો ને એમાં તૈયાર કરેલ લોટ નાખી પેક કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે સેવ મશીન થી થોડી થોડી સેવ તેલ માં નાખો ને તરી લ્યો

સેવ ને તેલ માં નાખ્યા પછી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો અને તેલ માં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ પાડો આમ બધી સેવ ને તરી લ્યો ને કાઢી ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો રતલામી સેવ

ratlami sev recipe in gujarati notes

  • સેવ માટે મોણ નું પ્રમાણ બરોબર રાખવું જેથી સેવ અંદર થી સોફ્ટ બનશે
  • બાંધેલા લોટ ને થોડો મસળવા થી સેવ ક્રિસ્પી બનશે
  • સેવ તમે તમારી પસંદ મુજબ થોડી જાડી કે પાતળી બનાવવા સેવ મશીન માં જારી રાખવી

ratlami sev banavani rit | Recipe Video

Youtube પર Rakhis Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ratlami sev recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત - રતલામી સેવ - ratlami sev banavani rit - ratlami sev recipe - ratlami sev recipe in gujarati - ratlami sev

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev recipe in gujarati | ratlami sev banavani rit | ratlami sev recipe

નમસ્તે મિત્રો આજે આપણે રતલામી સેવ બનાવવાની રીત – ratlami sev banavani rit શીખીશું, આપણે બજારમાં મળતી તીખી સ્વાદિષ્ટ ને સોફ્ટને ક્રિસ્પી  રતલામી સેવતો તીખું ખાવા વાળા ને ખૂબ પસંદ આવતી હોય છે તો આજ આપણે બજાર જેવી જ સેવ ઘરે બનાવવાનીરીત શીખીશું તો ચાલો ratlami sev recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

ratlami sev ingredients

  • બેસન 250 ગ્રામ
  • તીખા લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • લવિંગ પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ ⅓ કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

ratlami sev | ratlami sev recipe | રતલામી સેવ

  • રતલામી સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં તીખા લાલ મરચાનો પાઉડર,લવિંગ પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો, જો સ્ટ્રોંગ હિંગ હોય તો બે ચપટી ને નહિતર પા ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે મિશ્રણ માં તેલ નાખી હથેળી વડે મસળી મસળી ને તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડુ પાણી જરૂર નાખી મિક્સ કરી મિડીયમ નરમ લોટ તૈયાર કરો ને લોટ ને પાંચ સાત મિનિટ અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી મસળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન ને તેલ થી ગ્રીસ કરી એમાં સેવ ની જારી મૂકો ને એમાં તૈયાર કરેલ લોટ નાખી પેક કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે સેવ મશીન થી થોડી થોડી સેવ તેલ માં નાખો ને તરી લ્યો
  • સેવને તેલ માં નાખ્યા પછી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો અને તેલમાં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ પાડો આમ બધી સેવ ને તરી લ્યો ને કાઢી ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો રતલામી સેવ

ratlami sev recipe in gujarati notes

  • સેવ માટે મોણ નું પ્રમાણ બરોબર રાખવું જેથી સેવ અંદર થી સોફ્ટ બનશે
  • બાંધેલા લોટ ને થોડો મસળવા થી સેવ ક્રિસ્પી બનશે
  • સેવ તમે તમારી પસંદ મુજબ થોડી જાડી કે પાતળી બનાવવા સેવ મશીન માં જારી રાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube  આજે આપણે ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની સેવ પાડવાની રીત શીખીશું. ગુજરાત ફરસાણ માટે ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં અનેક એવી વાનગીઓ છે જે સેવ વગર અધુરી લાગે જેમ કે સેવ ખમણી, સેવ પૂરી, સેવ ટમેટા નું શાક, ડુંગરી સેવ નું શાક, ભેલ ને સેવ મમરા આવી તો અનેક વાનગીઓ માં સેવ વગર અધુરી લાગે આજ આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી ઓછા લોટ માંથી વધુ ચણાના લોટની ઝીણી સેવ (chana na lot ni sev banavani rit recipe, chana na lot ni sev banavani recipe , how to make chana na lot ni sev )શીખીએ.

સેવ બનાવવા જરૂરી સામગ્રી | sev banava jaruri samgri

  • બેસન/ ચણાનો લોટ 1 ½ કપ
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ મોણ માટે 1 ½ ચમચી
  • તરવા માટે તેલ
  • અડધા કપ જેટલું પાણી

ચણાના લોટની સેવ બનાવવાની રીત | ચણાના લોટની ઝીણી સેવ | chana na lot ni sev ni recipe

સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો ( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)

હવે એમાં હિંગ , સ્વાદ મુજબ મીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)

બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો

હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું

ત્યારબાદ હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો

તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)

સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી

આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સેવ ની

Sev recipe notes

  • બેસન ચીકણો હોવા થી જો લોટ હાથ થી બાંધો તો લોટ વધારે પડતો હાથમાં ચોંટી જસે એટલે ચમચા થી હલવો
  • લોટ સેજ નરમ રાખવો નકર સેવ તરી લીધા બાદ તેડ બરી બનશે જે જોવા થી સારી લાગે
  • જો સાવ ઝીણી સેવ કરવી હોય  સંચામાં સાવ ઝીણી વારી જારી નાખવી

સેવ બનાવવાની રીત | sev banavani rit | chana na lot ni sev banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચણાના લોટની સેવ પાડવાની રીત | chana na lot ni sev banavani rit | chana na lot ni sev banavani recipe

સેવ બનાવવાની રીત - sev banavani rit - chana na lot ni sev banavani rit - ચણાના લોટની સેવ બનાવવાની રીત - ચણાના લોટની ઝીણી સેવ - ચણાના લોટની સેવ પાડવાની રીત - chana na lot ni sev banavani rit - chana na lot ni sev banavani recipe - chana na lot ni sev ni recipe

સેવ બનાવવાની રીત | sev banavani rit | chana na lot ni sev banavani rit | ચણાના લોટની સેવ બનાવવાની રીત

આજે આપણે ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની સેવ પાડવાની રીત શીખીશું. ગુજરાત ફરસાણ માટે ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં અનેક એવી વાનગીઓ છે જે સેવ વગર અધુરી લાગે જેમ કે સેવ ખમણી, સેવ પૂરી, સેવ ટમેટા નું શાક, ડુંગરી સેવ નું શાક, ભેલ ને સેવ મમરા આવી તો અનેક વાનગીઓ માં સેવ વગર અધુરી લાગે આજ આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી ઓછા લોટ માંથી વધુ ચણાના લોટની ઝીણી સેવ (chana na lot ni sev banavani rit , chanana lot ni sev banavani recipe , chana na lot ni sev ni recipe, how to make chana na lot ni sev )શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ પાડવાનો સંચો

Ingredients

સેવ બનાવવા જરૂરી સામગ્રી | sev banava jaruri samgri

  • 1 ½ કપ બેસન/ ચણાનો લોટ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ½ ચમચી તેલ મોણ માટે 1 ½
  • તરવા માટે તેલ
  • અડધા કપ જેટલું પાણી

Instructions

ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની ઝીણી સેવ – chana na lot ni sev ni recipe

  • ચણાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)
  • હવે એમાં હિંગ , સ્વાદ મુજબમીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)
  • બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો
  • હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું
  • હવે હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો
  • તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)
  • સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી
  • આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ચણાના લોટની સેવ

chanana lot ni sev banavani recipe notes

  • બેસન ચીકણો હોવા થી જો લોટ હાથ થી બાંધો તો લોટ વધારે પડતો હાથમાં ચોંટી જસે એટલે ચમચા થી હલવો
  • લોટ સેજ નરમ રાખવો નકર સેવ તરી લીધા બાદ તેડ બરી બનશે જે જોવા થી સારી લાગે
  • જો સાવ ઝીણી સેવ કરવી હોય  સંચામાં સાવ ઝીણી વારી જારી નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના પરોઠા બનાવવાની રીત – dungri na paratha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi  YouTube channel on YouTube , આ પરોઠા તમે સવાર ના નાસ્તામાં બનાવો કે પછી એક દિવસ ના  પ્રવાસ માં લઇ જાઓ ખાવા ની મજા આવી જસે અને પરોઠા બહારથી ક્રિસ્પી અને અંદર થી મસાલેદાર બનશે તો ચાલો dungri na paratha recipe in gujarati – recipe of onion paratha in gujarati શીખીએ.

પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી / તેલ 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ડુંગળી ના પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી 3-4
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  •  ઘી / તેલ જરૂર મુજબ

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha recipe in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને ત્યાર બાદ પરોઠા વણી ને ગોલ્ડન શેકી લેશું

પરોઠા નો લોટ બાંધવાની રીત | paratha no lot bandhvani rit

એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ / ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને રાખો

ડુંગળી નું સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને મિક્સ કરી લ્યો

ડુંગળીના પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો અને વાટકા નો આકાર આપી દયો ત્યાર બાદ એમાં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વડે થોડા દબાવી લ્યો ત્યાર કોરા લોટ થી હલકા હાથે વણી લ્યો હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો

પરોઠા ને બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકો લ્યો ને ચટણી કે  સોસ સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા

Dungri na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગ વાળા પરોઠા માટે નો લોટ હમેશા થોડો નરમ બાંધવો જેથી પરોઠા વણાતી વખતે ફાટશે નહિ
  • સ્ટફિંગ માં જો પાણી અલગ થઈ જાય તો કા સ્ટફિંગ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અથવા એકાદ બે ચમચી શેકેલ બેસન નો લોટ નાખી દેવો

dungri na paratha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

recipe of onion paratha in gujarati

ડુંગળી ના પરોઠા - dungri na paratha - dungri na paratha recipe - recipe of onion paratha - ડુંગળી ના પરોઠા બનાવવાની રીત - dungri na paratha banavani rit - dungri na paratha recipe in gujarati - recipe of onion paratha in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati | recipe of onion paratha in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના પરોઠા બનાવવાની રીત – dungri na paratha banavani rit શીખીશું, આ પરોઠા તમે સવાર ના નાસ્તામાં બનાવો કે પછી એક દિવસ ના  પ્રવાસ માં લઇ જાઓ ખાવા ની મજા આવીજસે અને પરોઠા બહારથી ક્રિસ્પી અને અંદર થી મસાલેદાર બનશે તો ચાલો dungri na paratha recipe in gujarati- recipe of onion paratha in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી ઘી / તેલ
  • સ્વાદ મુજબ મીઠું

ડુંગળીના પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  •  ઘી / તેલ જરૂર મુજબ

Instructions

ડુંગળી ના પરોઠા | dungri na paratha | dungri na paratha recipe | recipe of onion paratha

  • ડુંગળીના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને ત્યાર બાદ પરોઠા વણી ને ગોલ્ડન શેકી લેશું

પરોઠાનો લોટ બાંધવાની રીત | paratha no lot bandhvani rit

  • એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો ત્યારબાદ એમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ / ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને રાખો

ડુંગળીનું સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને મિક્સ કરી લ્યો

ડુંગળીના પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો અને વાટકા નો આકાર આપી દયો ત્યાર બાદ એમાં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વડે થોડા દબાવી લ્યો ત્યાર કોરા લોટ થી હલકા હાથે વણી લ્યો હવેગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો
  • પરોઠાને બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકો લ્યો ને ચટણી કે  સોસ સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા

Dungri na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગ વાળા પરોઠા માટે નો લોટ હમેશા થોડો નરમ બાંધવો જેથી પરોઠા વણાતી વખતે ફાટશે નહિ
  • સ્ટફિંગમાં જો પાણી અલગ થઈ જાય તો કા સ્ટફિંગ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અથવા એકાદ બે ચમચી શેકેલ બેસન નો લોટ નાખી દેવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટાકોસ બનાવવાની રીત – Tacos banavani rit શીખીશું,If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube, ટાકોસ આમ તો મેંદા ના લોટ ની રોટલી માંથી બનાવી અંદર અલગ અલગ પ્રકારના સ્ટફિંગ નાખી બને બાજુ શેકી ને બનાવવા માં આવે છે બાળકો ને ટાકોસ ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે ઘઉંના લોટ ની રોટલી અને સોયા વડી વાળુ સ્ટફિંગ બનાવી ટાકોસ બનાવશું જે બાળકો તથા બધા ને ખૂબ પસંદ આવશે તો ચાલો Tacos recipe in gujarati શીખીએ.

ટાકોસ માટેની રોટલી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

ટાકોસ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ટમેટા 1
  • ગાજર સુધારેલ 1
  • મકાઈ ધાણા ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પલાળી અને બાફી રાખેલ સોયા વડી 1 કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ગ્રીન ચીલી સોસ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • પિત્ઝા મિક્સ હર્બસ ½ ચમચી
  • સેઝવાન સોસ 1-2 ચમચી
  • માયોનીઝ જરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ચીઝ
  • ડુંગળી ની સ્લાઈસ
  • તેલ જરૂર મુજબ

ટાકોસ બનાવવાની રીત

સૌપ્રથમ આપણે ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું અને ત્યારબાદ ટાકોસ બનાવવાની રીત શીખીશું

ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘીનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડિયમ લોટ બાંધી લ્યો ને લોટને બરોબર મસળી ને ઢાંકી એક બાજુ મૂકો

પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને એના રોટલી ની સાઇઝ ના લુવા કરી રોટલી બનાવી લ્યો એના પર તેલ લગાવી એક બાજુ કાપા પાડી ગોળ વટી લ્યો ને ફરી રોલ બનાવી વણી લ્યો અને વનેલ રોટલી ને તવી પ્ર નાખી બને બાજુ થોડી થોડી શેકો ત્યાર બાદ તેલ લગાવી થોડી સેકી ઉતારી લ્યો આમ બધી રોટલી વણી શેકી ને તૈયાર કરી લ્યો 

ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત

ટાકોસ બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો હવે એમ સુધારેલ ગાજર, મકાઈ ના દાણા અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો

ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સોયા વડી નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ શેકો,

ત્યાર બાદ એમાં ગ્રીન ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સીજનલ, અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit

શેકેલ રોટલી લ્યો એના પર ચમચી માંયોનીઝ અને ચમચી ટમેટો કેચઅપ નાખી મિક્સ કરી એક સરખા ફેલાવી લ્યો હવે એના પર અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો એના પર લાંબી સુધારેલ ડુંગળી અને છીણેલું ચીઝ નાખી બાકી નો અડધો ભાગ ફોલ્ડ કરી થોડું દબાવી લ્યો

હવે ગેસ પર ધીમા તાપે તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોસ ને મૂકો ને ધીમા તાપે થોડું દબાવી દબાવી ને શેકો આમ બને બાજુ દબાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ગેસ પરથી ઉતારી બીજા ટાકોસ ને સ્ટફિંગ ભરી શેકો અને તૈયાર ટાકોસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો ટાકોસ

Tacos recipe in gujarati notes

  • અહી સ્ટફિંગ તમે તમારી પસંદ ના શાક ને શેકી ને તૈયાર કરી શકો છો
  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ કે અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો

Tacos banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tacos recipe in gujarati

ટાકોસ બનાવવાની રીત - Tacos banavani rit - Tacos recipe in gujarati

ટાકોસ બનાવવાની રીત | tacos banavani rit | tacos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટાકોસ બનાવવાની રીત – Tacos banavani rit શીખીશું. ટાકોસ આમ તો મેંદાના લોટ ની રોટલી માંથી બનાવી અંદર અલગ અલગ પ્રકારના સ્ટફિંગ નાખી બને બાજુ શેકી નેબનાવવા માં આવે છે બાળકો ને ટાકોસ ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે ઘઉંના લોટ ની રોટલીઅને સોયા વડી વાળુ સ્ટફિંગ બનાવી ટાકોસ બનાવશું જે બાળકો તથા બધા ને ખૂબ પસંદ આવશેતો ચાલો Tacos recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ટાકોસ માટેની રોટલી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

ટાકોસનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ટમેટા
  • 1 ગાજર સુધારેલ
  • ¼ કપ મકાઈ ધાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કપ પલાળી અને બાફી રાખેલ સોયા વડી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરેગાનો
  • ½ ચમચી પિત્ઝા મિક્સ હર્બસ
  • 1-2 ચમચી સેઝવાન સોસ
  • માયોની ઝજરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ચીઝ
  • ડુંગળી ની સ્લાઈસ
  • તેલ જરૂર મુજબ

Instructions

ટાકોસ બનાવવાનીરીત | tacos banavani rit | tacos recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું અને ત્યારબાદ ટાકોસ બનાવવાની રીત શીખીશું

ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડિયમ લોટ બાંધી લ્યો ને લોટને બરોબર મસળી ને ઢાંકી એક બાજુ મૂકો
  • પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને એના રોટલી ની સાઇઝ ના લુવા કરી રોટલી બનાવી લ્યો એના પર તેલ લગાવી એક બાજુ કાપા પાડી ગોળ વટી લ્યો ને ફરી રોલ બનાવી વણી લ્યો અને વનેલ રોટલી ને તવી પ્ર નાખી બને બાજુ થોડી થોડી શેકો ત્યાર બાદ તેલ લગાવી થોડી સેકી ઉતારી લ્યો આમ બધી રોટલી વણી શેકી ને તૈયાર કરી લ્યો 

ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત

  • ટાકોસ બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો હવે એમ સુધારેલ ગાજર, મકાઈ ના દાણા અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો
  • ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સોયા વડી નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં ગ્રીન ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સીજનલ,અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit

  • શેકેલ રોટલી લ્યો એના પર ચમચી માંયોનીઝ અને ચમચી ટમેટો કેચઅપ નાખી મિક્સ કરી એક સરખા ફેલાવી લ્યો હવે એના પર અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો એના પર લાંબી સુધારેલ ડુંગળી અને છીણેલું ચીઝ નાખી બાકી નો અડધો ભાગ ફોલ્ડ કરી થોડું દબાવી લ્યો
  • હવે ગેસ પર ધીમા તાપે તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોસ ને મૂકો ને ધીમા તાપે થોડું દબાવી દબાવી ને શેકો આમ બને બાજુ દબાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ગેસ પરથી ઉતારી બીજા ટાકોસ ને સ્ટફિંગ ભરી શેકો અને તૈયાર ટાકોસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો ટાકોસ

Tacos recipe in gujarati notes

  • અહી સ્ટફિંગ તમે તમારી પસંદ ના શાક ને શેકી ને તૈયાર કરી શકો છો
  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ કે અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાલક વટાણા નું શાક બનાવવાની રીત | Palak vatana nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાલક વટાણા નું શાક બનાવવાની રીત – Palak vatana nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube ,  પાલક નું શાક ખાવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે કેમ કે પાલક માં ભરપૂર માત્રા માં આયરન રહેલા હોય છે પણ આજ કલ ના બાળકો ને પાલક ખાવી ગમતી નથી તો આ રીતે પાલક વટાણા નું શાક બનાવી ને ખવડાવશો તો બીજી વખત માંગશે તો ચાલો Palak vatana nu shaak recipe in gujarati શીખીએ.

પાલક વટાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • વટાણા 250 ગ્રામ
  • પાલક 500 ગ્રામ
  • ડુંગળી 2 ઝીણી સુધારેલી
  • ટમેટા 2 ઝીણા સમારેલા
  • બેસન 1-2 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લસણ ના કટકા 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા 1-2
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મલાઈ / ક્રીમ ¼ કપ
  • સફેદ તલ 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પાલક વટાણા નું શાક બનાવવાની રીત

પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી  પાલક ના પાંદડા સાફ કરી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે પાલક ને એમાં નાખી પાંચ મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો અને ગરમ પાણી માં વટાણા નાંખી પાંચ સાત મિનિટ બાફી લ્યો ને એને પણ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો

હવે બાફેલ પાલક ને ઠંડા પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ને સાથે સૂકા લાલ મરચાના નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી અને પા કપ પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ત્યાર બાદ એમાં મલાઈ નાખી બે મિનિટ ચડાવી લ્યો

હવે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી શાક ને એક બાજુ મૂકો

વઘરીયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , સફેદ તલ, સૂકા લાલ મરચાના, લસણ ના કટકા,  લીલા મરચા મરચા નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને શાક માં નાખી બરોબર મિક્સ કરી કડાઈ ને બે ચાર મિનિટ ઢાંકી ને રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ રોટલો , રોટલી ,પરોઠા સાથે સર્વ કરો પાલક વટાણા નું શાક

Palak vatana nu shaak recipe in gujarati notes

  • અહી તમે સૂકા લસણ ની જગ્યાએ લીલું લસણ પણ વાપરી શકો છો
  • જો બેસન ના વાપરવું હોય તો મકાઈ નો લોટ કે પીસેલી લીલી મકાઈ નો પેસ્ટ પણ નાખી શકો છો
  • ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા

Palak vatana nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak vatana nu shaak recipe in gujarati

પાલક વટાણા નું શાક બનાવવાની રીત - Palak vatana nu shaak banavani rit - Palak vatana nu shaak recipe in gujarati - પાલક વટાણા નું શાક - Palak vatana nu shaak - Palak vatana nu shaak recipe

પાલક વટાણા નું શાક બનાવવાની રીત | Palak vatana nu shaak banavani rit | Palak vatana nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક વટાણા નું શાક બનાવવાની રીત – Palak vatana nu shaak banavani rit શીખીશું, પાલક નું શાક ખાવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારુંહોય છે કેમ કે પાલક માં ભરપૂર માત્રા માં આયરન રહેલા હોય છે પણ આજ કલ ના બાળકો ને પાલકખાવી ગમતી નથી તો આ રીતે પાલક વટાણા નું શાક બનાવી ને ખવડાવશો તો બીજી વખત માંગશે તોચાલો Palak vatana nu shaak recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક વટાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ પાલક
  • 250 ગ્રામ વટાણા
  • 2 ડુંગળી ઝીણી સુધારેલી
  • 2 ટમેટા ઝીણા સમારેલા
  • 1-2 ચમચી બેસન
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી લસણ ના કટકા
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2 લીલા મરચા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ કપ મલાઈ / ક્રીમ
  • 1 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી તેલ
  • 3-4 ચમચી ઘી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

પાલક વટાણાનું શાક | Palak vatana nu shaak | Palak vatana nu shaak recipe

  • પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી  પાલક ના પાંદડા સાફ કરી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે પાલકને એમાં નાખી પાંચ મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો અને ગરમ પાણી માં વટાણા નાંખી પાંચ સાત મિનિટ બાફી લ્યો ને એને પણ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો
  • હવે બાફેલ પાલક ને ઠંડા પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ને સાથે સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો
  • ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટામાંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી અને પા કપ પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ત્યાર બાદ એમાં મલાઈ નાખી બે મિનિટ ચડાવી લ્યો
  • હવે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી શાક ને એક બાજુ મૂકો
  • વઘરીયામાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , સફેદ તલ, સૂકા લાલ મરચાના, લસણ ના કટકા,  લીલા મરચા મરચા નાખી મિક્સ કરી લ્યોને તૈયાર વઘાર ને શાક માં નાખી બરોબર મિક્સ કરી કડાઈ ને બે ચાર મિનિટ ઢાંકી ને રહેવાદયો ત્યાર બાદ ગરમ ગરમ રોટલો , રોટલી ,પરોઠા સાથે સર્વ કરો પાલક વટાણા નું શાક

Palak vatana nu shaak recipe in gujarati notes

  • અહી તમે સૂકા લસણ ની જગ્યાએ લીલું લસણ પણ વાપરી શકો છો
  • જો બેસનના વાપરવું હોય તો મકાઈ નો લોટ કે પીસેલી લીલી મકાઈ નો પેસ્ટ પણ નાખી શકો છો
  • ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungri ni kadhi banavani rit | lili dungri ni kadhi recipe gujarati

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત – lila vatana na dhokla banavani rit શીખીશું, If you like the recipe do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube , આ ઢોકળા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખુબ સોફ્ટ અને ટેસ્ટી બને છે તો ચાલો lila vatana na dhokla recipe in gujarati શીખીએ.

લીલા વટાણાના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • વટાણા 1 કપ
  • લીલા મરચા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • પાણી ½ કપ
  • ઇનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીલા વટાણાના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

Lila vatana na dhokla banavani rit | લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત

લીલા વટાણાના ઢોકળા બનાવવા સૌપ્રથમ વટાણા ના દાણા કાઢી લ્યો ને ધોઇ લ્યો ને મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી અધ કચરા પીસી લ્યો

હવે એક વાસણમાં પિસેલ મિશ્રણ કાઢી લ્યો એમાં સોજી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરવું ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખો

વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને જેમાં ઢોકળા મુકવા ના છે એને ગ્રીસ કરી લ્યો અને કડાઈ માં બે ગ્લાસ પાણી નાખી ને કાંઠો મૂકી ગરમ કરવા મૂકો

પાણી ગરમ થઇ જાય એટલે સોજી વાળા મિશ્રણ માં ઇનો અને તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ નાખી ને કડાઈ માં મૂકો ને લાલ મરચાનો પાઉડર છાંટો ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ઢોકળા ને કાઢી લ્યો ઢોકળા ને કાઢી ઠંડા કરી લ્યો ઢોકળા કાઢી લીધા બાદ ચાકુ થી કટકા કરો

ઢોકળા ને વઘાર કરવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ચટણી સાથે સર્વ કરો  લીલા વટાણાના ઢોકળા

lila vatana na dhokla recipe in gujarati notes

  • અહી સોજી સાથે પા કપ બેસન નાખી ને મિક્સ કરી ને નાખશો તો ખૂબ સારો સ્વાદ આવશે
  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lila vatana na dhokla recipe in gujarati

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત - lila vatana na dhokla banavani rit - lila vatana na dhokla recipe - lila vatana na dhokla recipe in gujarati

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | lila vatana na dhokla banavani rit | lila vatana na dhokla recipe | lila vatana na dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત – lila vatana na dhokla banavani rit શીખીશું, આ ઢોકળા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખુબ સોફ્ટ અને ટેસ્ટી બને છેતો ચાલો lila vatana na dhokla recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલા વટાણાના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ વટાણા
  • 2-3 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ સોજી
  • ½ કપ દહી
  • ½ કપ પાણી
  • 1 ચમચી ઇનો
  • મીઠું સ્વાદ મુજબ

લીલા વટાણાના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલાધાણા સુધારેલા

Instructions

લીલા વટાણાના ઢોકળા | lila vatana na dhokla | lila vatana na dhokla recipe

  • લીલા વટાણાના ઢોકળા બનાવવા સૌપ્રથમ વટાણા ના દાણા કાઢી લ્યો ને ધોઇ લ્યો ને મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી અધ કચરા પીસી લ્યો
  • હવે એક વાસણમાં પિસેલ મિશ્રણ કાઢી લ્યો એમાં સોજી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરવું ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખો
  • વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને જેમાં ઢોકળા મુકવા ના છે એને ગ્રીસ કરી લ્યો અને કડાઈ માં બે ગ્લાસ પાણી નાખી ને કાંઠો મૂકી ગરમ કરવા મૂકો
  • પાણી ગરમ થઇ જાય એટલે સોજી વાળા મિશ્રણ માં ઇનો અને તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ તૈયાર મિશ્રણ નાખી ને કડાઈ માં મૂકો ને લાલ મરચાનો પાઉડર છાંટો ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ઢોકળા ને કાઢી લ્યો ઢોકળા ને કાઢી ઠંડા કરી લ્યો ઢોકળા કાઢી લીધા બાદ ચાકુ થી કટકા કરો
  • ઢોકળાને વઘાર કરવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયારવઘાર ને ઢોકળા પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ચટણી સાથે સર્વ કરો  લીલા વટાણાના ઢોકળા

lila vatana na dhokla recipe in gujarati notes

  • અહી સોજી સાથે પા કપ બેસન નાખી ને મિક્સ કરી ને નાખશો તો ખૂબ સારો સ્વાદ આવશે
  • ઇનોની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.