Recipe in Gujarati ની ટીમ દ્વારા આપના માટે ઘરે સરળતાથી બનાવી શકાય તેવા ગુજરાતી નાસ્તા, સૂપ, કોકટેલ, પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ફ્યુઝન વાનગીઓ અને બીજી અનેક નવીન વાનગીઓ બનાવવાની સરળ રેસીપી ગુજરાતી મા લાવવાનો પ્રયાસ કરેલ છે
નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ક્રિસ્પી ડુંગરી ના પકોડા બનાવવાની રીત, ચોમાસાની ઋતુ ચાલુ થાય એટલે દરેકના ઘરમાં અલગ-અલગ પ્રકારના ભજીયા ગોલા પકોડા બનતા હોય છે આજે આપણે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ક્રિસ્પી બને એવા ડુંગળીના ક્રિસ્પી પકોડા બનાવતા શીખીશું તો ચાલો બનાવીએ ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી, ડુંગળી ના પકોડા બનાવવાની રીત, dungri na bhajiya banavani rit gujarati ma, dungri na bhajiya recipe in gujarati.
ડુંગરી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | ડુંગરી ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
બેસન 1 કપ
ચોખાનો લોટ 2-3 ચમચી
ડુંગરી 2-3 લાંબી સુધારેલ
1-2 મરચા જીણા સુધારેલ
લસણ પેસ્ટ 1 ચમચી
આદુ પેસ્ટ 1 ચમચી
3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ગરમ મસાલો ¼ ચમચી
ચપટી હિંગ
સ્વાદ મુજબ મીઠું
તેલ
ડુંગળી ના ભજીયા બનાવાની રીત રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma
સૌપ્રથમ ડુંગળી ને છોલી બરોબર ધોઇ લો
ત્યારબાદ તેની વચ્ચેથી ફાડા કરી બે ભાગ કરી લો અને લાંબી સુધારી લેવી
તેમજ લીલા મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી લો
હવે એક વાસણ લો તેમાં સુધારેલી ડુંગળી લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ લીલા ધાણા હિંગ લાલ મરચું અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરો
બધુ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ દસ મિનિટ એક બાજુ મૂકી દો
જેથી મીઠાના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે દસ મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને 1 ચમચી તેલ મિક્સ કરો
હવે મિશ્રણ માં જરૂર જણાય તો એકથી બે ચમચી પાણી નાખી શકો છો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઇ તેલ નાખતા જઈ પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તરો આમ બધા પકોડા તૈયાર કર
ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો.
dungri na bhajiya banavani video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dindigul Food Court ને Subscribe કરજો
ડુંગળી ના પકોડા બનાવવાની રીત | dungri na bhajiya recipe in gujarati
ડુંગળીના ભજીયા બનાવાની રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati
ચાલો શીખીએ ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી, ડુંગળી ના પકોડા બનાવવાની રીત , dungri na bhajiya banavani ritgujarati ma, dungri na bhajiya recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
કડાઈ
Ingredients
ડુંગરી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
બેસન 1 કપ
ચોખાનો લોટ 2-3 ચમચી
ડુંગરી 2-3 લાંબી સુધારેલ
1-2 મરચા જીણા સુધારેલ
લસણ પેસ્ટ 1 ચમચી
આદુ પેસ્ટ 1 ચમચી
3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ગરમ મસાલો ¼ ચમચી
ચપટી હિંગ
સ્વાદ મુજબ મીઠું
Instructions
ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati
સૌ પ્રથમ ડુંગળી ને છોલી બરોબર ધોઇ લો
ત્યારબાદ તેની વચ્ચેથી ફાડા કરી બે ભાગ કરીલો અને લાંબી સુધારી લેવી
તેમજ લીલા મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી લો
હવે એક વાસણ લો તેમાં સુધારેલી ડુંગળી લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ લીલા ધાણા હિંગ લાલ મરચું અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરો
બધુ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ દસ મિનિટ એક બાજુ મૂકી દો
જેથી મીઠાના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે દસ મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને 1 ચમચી તેલ મિક્સ કરો
હવે મિશ્રણ માં જરૂર જણાય તો એકથી બે ચમચી પાણી નાખી શકો છો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઇ તેલ નાખતા જઈ પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તરો આમ બધા પકોડા તૈયાર કર
ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે ઘરે સાદી સિમ્પલ કેક બનાવવાની રીત – shaadi cake banavani rit recipe, મિત્રો કેક નું નામ આવતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે આજકાલ તો કેક બર્થ ડે માં, એનિવર્સરી માં ,એંગેજમેન્ટ માં એમ વિવિધ પ્રસંગોમાં જોવા મળે છે તેમજ એક ને વિવિધ પ્રકારની સજાવટ વાળા કેક પણ ખૂબ જોવા મળે છે પરંતુ આજે આપણે ખુબ જ સરસ રીતે ઘરમાં મળતી વસ્તુઓ માંથી કેક બનાવી તેને ગાર્નીશ કરવાની રીત શીખીશું તો ચાલો બનાવતા શીખીએ કેક બનાવવાની રેસીપી, cake banavani rit gujarati ma, cake recipe in gujarati language.
કેક બેઝ બનાવવા માટે જરૂરી સામગ્રી
મેંદો 1 કપ
કોકો પાઉડર ¼ કપ
પીસેલી ખાંડ ½ કપ
તેલ ⅓ કપ
દહીં ⅓ કપ
દૂધ ½ કપ
વેનીલા એસેન્શ 1 ચમચી
બેકિંગ પાઉડર 1 ચમચી
બેકિંગ સોડા ½ ચમચી
ચપટી મીઠું
કેક ના ડેકોરેશન માટે ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી
કોકો પાઉડર ⅓ કપ
પીસેલી ખાંડ ½ કપ
કોર્ન ફ્લોર 1 ચમચી
દૂધ 1 કપ
માખણ 2-3 ચમચી
cake banavani rit gujarati ma | cake recipe in Gujarati
કેક બનાવવાની રીત રેસીપી મા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા કુકર અથવા કડાઈ મૂકો ,તેમાં એક બે કપ જેટલું મીઠું નાખી બરોબર ફેલાવી નાખવું
ત્યારબાદ તેના પર કાઠો અથવા વાટકો મૂકી દો, (જો કૂકર મૂક્યું હોય તો તેના ઢાંકણ માંથી સીટી અને રીંગ કાઢી ને ઢાંકવું) કડાઈ પર મોટું વાસણને ઢાંકી દેવુ
ત્યાર બાદ ગેસ ધીમા તાપે ગરમ કરવા મૂકો ,હવે જેમાં કેક બનાવવા નો હોય તે કેક ટીન અથવા તપેલી લ્યો તેમાં નીચે બટર પેપર મૂકો અથવા વાસણને તેલ વડે ગ્રીસ કરી કોરો લોટ છાંટી તૈયાર કરી લો વધારે નો લોટ થપથપાવી કાઢી લ્યો તૈયાર કેટી ને એક બાજુ મૂકી દો
હવે એક વાસણમાં દહીં ,પીસેલી ખાંડ , વેનિલા એસેંશ ,તેલ લઈ બરોબર મિક્સ કરો, ખાંડ બરાબર ઓગળી ત્યારબાદ ચારણીમાં મેંદો, કોકો પાવડર ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું લઇ બેટર વારા વાસણમાં માં ચારી લ્યો
હવે ચમચા વડે કટ અને ફોલ્ડ કરી કેક ના આ મિશ્રણને બરાબર મિક્સ કરો અથવા ગમે તે એક બાજુ હલાવતા જઈ મિશ્રણ મિક્સ કરતા જાઓ, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈ હળવા હાથે મિક્સ કરતા બધુ દૂધ ઉમેરાઈ જાય અને બરોબર મિક્સ થઈ કરી લ્યો
ત્યારબાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા ટીન માં નાખી દયો, ત્યારબાદ તેમને એક થી બે વખત થપથપાવી લેવું જેથી હવા ના રહે
હવે ગેસ પર મૂકેલ વાસણ નું ઢાંકણ ખોલી તેમાં કેક ના મિશ્રણ વાળું ટીન મૂકી દીધો અને ઢાંકણ ઢાંકી દયો , હવે કેક ને 25થી 30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
25 મિનિટ બાદ ટૂથ પિક થી ચેક કરી લેવું ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયો છે નહિતર બીજી 5 મિનિટ ચડાવો ,કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક વાળું બહાર કાઢી લ્યો
હવે કેક ને ઠંડો થવા એક કપડું ઢાંકી ઠંડુ થવા મૂકી દેવો
ચોકલેટ ગનાશ બનાવવાની રીત
કેક બનાવવાની રીત પછી ચોકલેટ ગનાશ બનાવવા સૌ પ્રથમ એક વાસણ કોકો પાવડર અને કોર્ન ફ્લોર ને ચમચી વડે બરાબર મિક્સ કરો , ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરો
હવે આ મિશ્રણમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ગંથા ન પડે તેનું ધ્યાન રાખી હલાવતા જાવ , બધું દૂધ નાખી મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ પર ધીમા તાપે આ મિશ્રણને ઘટ્ટ થવા સુધી હલાવતા રહી ચડાવો
મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી માખણ નાંખી બરોબર મિક્સ કરો , ગેસ બંધ કરી ચોકલેટ ગનાસ ને ઠંડો થવા દો
કેક અને ચોકલેટ ગનાશ બંને ઠંડા થઈ જાય એટલે કેક ને ચાકુ વડે પહેલા બધી બાજુ થી ટીન થી અલગ કરી ટિન માંથી બહાર કાઢી લો , ત્યારબાદ કેક ને કોઈ જારીવાળા વાસણમાં કે સ્ટેન્ડ પર મૂકી નીચે મોટી પ્લેટ મૂકી દીધો
હવે કેક પર તૈયાર ચોકલેટ ગનાસ નાખો ગનાસ બધી બાજુ બરોબર લાગે એ વાતનું ધ્યાન રાખવું ,ત્યાર બાદ ચોકલેટ ની કતરણ થી વધારે ગાર્નિશ કરી સકો છો અથવા તમને ગમે એવો સજાવી સકો છો
ત્યારબાદ કેકની એકથી બે કલાક ફ્રીજમાં ઠંડુ થવા દેવું એક બે કલાક બાદ કેક તૈયાર છે તો મજા માણો કેક
cake recipe notes
કેક બનાવવાની રેસીપી મા કેક ચડતો હોય ત્યારે હંમેશા ગેસ ધીમો રાખો નહીંતર ઉપરથી ફાટી જઇ શકે છે
જોકે બરોબર ન ચડ્યો હોય તો ઠંડુ થઇ ગયા બાદ બેસી સકે છે એટલે બરોબર ચડાવો
કેક માં સુગંધ આવવા દેવા માટે વેનિલા એસેન્સ પણ વાપરી શકો છો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anyone Can Cook with Dr.Alisha ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી
કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | shaadi cake banavani rit recipe in gujarati ma
ઘરે કેક બનાવવાની રીત રેસીપી લાવ્યા છે જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ સાદી સિમ્પલ કેક બનાવવાની રીત , shaadicake banavani rit recipe, cake banavani rit gujarati ma, cakerecipe in gujarati language.
5 from 2 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 40 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
કુકર
કેક ટીન અથવા તપેલી
Ingredients
કેક બેઝ બનાવવા માટે જરૂરી સામગ્રી
મેંદો 1 કપ
કોકો પાઉડર ¼ કપ
પીસેલી ખાંડ ½ કપ
તેલ ⅓ કપ
દહીં ⅓ કપ
દૂધ ½ કપ
વેનીલા એસેન્શ 1 ચમચી
બેકિંગ પાઉડર 1 ચમચી
બેકિંગ સોડા ½ ચમચી
ચપટી મીઠું
કેક ના ડેકોરેશન માટે ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી
કોકો પાઉડર ⅓ કપ
પીસેલી ખાંડ ½ કપ
કોર્ન ફ્લોર 1 ચમચી
દૂધ 1 કપ
માખણ 2-3 ચમચી
Instructions
કેક બનાવવાની રીત – કેક બનાવવાની રેસીપી – shaadi cake banavani rit recipe in gujarati ma
કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા કુકર અથવા કડાઈ મૂકો
તેમાં એક બે કપ જેટલું મીઠું નાખી બરોબર ફેલાવી નાખવું
ત્યારબાદ તેના પર કાઠો અથવા વાટકો મૂકી દો , (જો કૂકર મૂક્યું હોય તો તેના ઢાંકણ માંથી સીટી અને રીંગ કાઢી ને ઢાંકવું) કડાઈ પર મોટું વાસણને ઢાંકી દેવુ
ત્યાર બાદ ગેસ ધીમા તાપે ગરમ કરવા મૂકો
હવે જેમાં કેક બનાવવા નો હોય તે કેક ટીન અથવા તપેલી લ્યો તેમાં નીચે બટર પેપર મૂકો અથવા વાસણને તેલ વડે ગ્રીસ કરી કોરો લોટ છાંટી તૈયાર કરી લો વધારે નો લોટ થપથપાવી કાઢી લ્યો તૈયાર કેટી ને એક બાજુ મૂકી દો
હવે એક વાસણમાં દહીં ,પીસેલી ખાંડ , વેનિલા એસેંશ ,તેલ લઈ બરોબર મિક્સ કરો
હવે ચમચા વડે કટ અને ફોલ્ડ કરી કેક ના આ મિશ્રણને બરાબર મિક્સ કરો અથવા ગમે તે એક બાજુ હલાવતા જઈ મિશ્રણ મિક્સ કરતા જાઓ
મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈ હળવા હાથે મિક્સ કરતા બધુ દૂધ ઉમેરાઈ જાય અને બરોબર મિક્સ થઈ કરી લ્યો
ત્યારબાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા ટીન માં નાખી દયો
ત્યારબાદ તેમને એક થી બે વખત થપથપાવી લેવું જેથી હવા ના રહે
હવે ગેસ પર મૂકેલ વાસણ નું ઢાંકણ ખોલી તેમાં કેક ના મિશ્રણ વાળું ટીન મૂકી દીધો અને ઢાંકણ ઢાંકી દયો
હવે કેક ને 25થી 30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
25 મિનિટ બાદ ટૂથ પિક થી ચેક કરી લેવું ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયો છે નહિતર બીજી 5 મિનિટ ચડાવો
કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક વાળું બહાર કાઢી લ્યો
હવે કેક ને ઠંડો થવા એક કપડું ઢાંકી ઠંડુ થવા મૂકી દેવો
ચોકલેટ ગનાશ બનાવવાની રીત – chocolate ganash recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણ કોકો પાવડર અને કોર્ન ફ્લોર ને ચમચી વડે બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરો
હવે આ મિશ્રણમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ગંથા ન પડે તેનું ધ્યાન રાખી હલાવતા જાવ
બધું દૂધ નાખી મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ પર ધીમા તાપે આ મિશ્રણને ઘટ્ટ થવા સુધી હલાવતા રહી ચડાવો
મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી માખણ નાંખી બરોબર મિક્સ કરો
ગેસ બંધ કરી ચોકલેટ ગનાસ ને ઠંડો થવા દો
કેક અને ચોકલેટ ગનાશ બંને ઠંડા થઈ જાય એટલે કેક ને ચાકુ વડે પહેલા બધી બાજુ થી ટીન થી અલગ કરી ટિન માંથી બહાર કાઢી લો
ત્યારબાદ કેક ને કોઈ જારીવાળા વાસણમાં કે સ્ટેન્ડ પર મૂકી નીચે મોટી પ્લેટ મૂકી દીધો
હવે કેક પર તૈયાર ચોકલેટ ગનાસ નાખો ગનાસ બધી બાજુ બરોબર લાગે એ વાતનું ધ્યાન રાખવું
ત્યાર બાદ ચોકલેટ ની કતરણ થી વધારે ગાર્નિશ કરી સકો છો અથવા તમને ગમે એવો સજાવી સકો છો
ત્યારબાદ કેકની એકથી બે કલાક ફ્રીજમાં ઠંડુ થવા દેવું એક બે કલાક બાદ કેક તૈયાર છે તો મજા માણો કેક
Notes
કેક ચડતો હોય ત્યારે હંમેશા ગેસ ધીમો રાખો નહીંતર ઉપરથી ફાટી જઇ શકે છેજોકે બરોબર ન ચડ્યો હોય તો ઠંડુ થઇ ગયા બાદ બેસી સકે છે એટલે બરોબર ચડાવોકેક માં સુગંધ આવવા દેવા માટે વેનિલા એસેન્સ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા બનાવવાની રીત શીખીશું . ફાફડા એ ગુજરાતનો એક ફેમસ નાસ્તો છે ગુજરાતમાં આમ તો રોજ ક્યાંક ને ક્યાંક ફાફડા જલેબી ખવાતા હોય છે પરંતુ વધારે પડતા ફાફડા દશેરાના દિવસે વધારે ખવાય છે જે હમેશા રેકોર્ડ તોડ હોય છે અને ઘરમાં નાના મોટા પ્રસંગોમાં પણ ફાફડા જલેબી ખવાતા હોય છે અને ફાફડા કેવી રીતે બનાવાય એ પ્રશ્ન દરેક ને થાય તો ચાલો આજે આપણે એકદમ બજાર જેવા જ ઘરે ફાફડા બનાવવાની રેસીપી, fafda recipe in gujarati, fafda banavani rit gujarati ma, fafda banavani recipe, fafda gathiya banavani rit, kathiyawadi fafda banavani rit શીખીએ.
ફાફડા બનાવવાની રીત | ફાફડા બનાવવાની રેસીપી | fafda banavani rit gujarati ma
ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસન લઈ ચારણી વિચારી લો
ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અને એકથી બે ચમચી જેટલું તેલ નાખો
ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો
લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)
ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથી લોટને મસળી લો
ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવા પેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો
હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા
તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો
ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવા પાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળ આગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો
હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો
લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાં થી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટો કરી લો
તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો
એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો
આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમ પીરસો.
fafda recipe notes
એક સામટા બધા ફાફડા તૈયાર કરી રાખી દેવા નહીં એક એક કાફલો તૈયાર કરતાં જોઈ તેલમાં તળાતા જવું
fafda recipe in gujarati | fafda gathiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With ND ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kathiyawadi fafda banavani rit | ફાફડા બનાવવાની રીત
ફાફડા બનાવવાની રીત | ફાફડા બનાવવાની રેસીપી | fafda banavani recipe | fafda recipe in gujarati | fafda gathiya banavani rit gujarati ma
આજે આપણે ફાફડા બનાવવાની રીત શીખીશું . ફાફડા એ ગુજરાતનો એક ફેમસ નાસ્તો છે ગુજરાતમાં આમ તો રોજ ક્યાંક ને ક્યાંક ફાફડા જલેબી ખવાતા હોય છે પરંતુ વધારે પડતા ફાફડા દશેરાના દિવસે વધારે ખવાય છે જે હમેશા રેકોર્ડ તોડ હોય છે અને ઘરમાં નાના મોટા પ્રસંગોમાં પણ ફાફડા જલેબી ખવાતા હોય છે અને ફાફડા કેવી રીતે બનાવાય એ પ્રશ્ન દરેક ને થાય તો ચાલો આજે આપણે એકદમ બજાર જેવા જ ઘરે ફાફડા બનાવવાની રેસીપી, fafda recipe in gujarati, fafda banavani rit gujarati ma, fafda banavani recipe, fafda gathiya banavani rit, kathiyawadi fafda banavani rit શીખીએ.
4.72 from 7 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 જાડા તળિયાવાળા પેન
Ingredients
ફાફડા બનાવવા જરૂરી સામગ્રી
1કપ બેસન
½ચમચી અજમો
¼ચમચી ચમચી હળદર
2ચપટી બેકિંગ પાઉડર/ બેકિંગ સોડા
1-2ચમચી તેલ
4-5ચમચી પાણી
સ્વાદ મુજબ મીઠું
તરવા માટે તેલ
Instructions
ફાફડા બનાવવાની રેસીપી – fafda recipe in gujarati – fafda gathiya banavani rit gujarati ma
ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસનલઈ ચારણી વિચારી લો
ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અનેએકથી બે ચમચી જેટલું તેલ નાખો
ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો
લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડુંકરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)
ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથીલોટને મસળી લો
ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવાપેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો
હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા
તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો
ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવાપાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળઆગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો
હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો
લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાંથી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટોકરી લો
તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો
એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો
આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમપીરસો.
fafada recipe notes
એક સામટા બધા ફાફડા તૈયાર કરી રાખી દેવા નહીં એક એક કાફલો તૈયાર કરતાં જોઈ તેલમાં તળાતા જવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે સમોસા કેવી રીતે બનાવવા એવો પ્રશ્ન ઘણી બધી વ્યક્તિ ને થતો હોય તો આજ શીખીશું સમોસા બનાવવાની રીત જે ખુબજ સરળ છે . આજકાલ સમોસા અલગ-અલગ પ્રકારના બનતા હોય છે જેમકે પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા , કચ્છી સમોસા તેમાં સૌથી વધારે ફેમસ હોય તો તે પંજાબી સમોસા છે જે ઘરના નાના મોટા દરેક પ્રસંગમાં બનતા હોય છે જે બનાવવા એક દમ સરળ છે ને સ્વાદ માં ખુબજ ટેસ્ટી બનતા હોય છે આજે આપણે બનાવતા શીખીશું પંજાબી સમોસા બનાવવાની રીત, punjabi samosa recipe in gujarati, samosa banavani rit gujarati ma
સમોસા બનાવવા જરૂરી સામગ્રી
સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી
2 કપ મેંદો
½ ચમચી અજમો
¼ કપ તેલ
સ્વાદ મુજબ મીઠું
½ કપ પાણી
સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી
4-5 બાફેલા બટાકા
½ કપ બાફેલા વટાણા
½ ચમચી આખા ધાણા
1 ચમચી જીરૂ
½ ચમચી વરિયાળી
½ ચમચી ગરમ મસાલો
1 ચમચી લાલ મરચાનો પાઉડર
½ ચમચી આમચૂર પાવડર
½ ચમચી ધાણજીરું પાવડર
1 ચમચી આદુ પેસ્ટ
¼ ચમચી મરી પાવડર
8-10 કાજુ કટકા
8-10 કીસમીસ
¼ કપ લીલા ધાણા સુધારેલા
સ્વાદ મુજબ મીઠું
3-4 ચમચી તેલ
તરવા માટે તેલ
પંજાબી સમોસા બનાવવાની રીત | સમોસા બનાવવાની રીત
સમોસા લોટ બાંધવાની રીત
એક વાસણમાં મેંદાનો લોટ લો
તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો
બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો
બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો
લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ
સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો
તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો
નમસ્તે મિત્રો આજે આપણે પાણીપુરી ની પુરી બનાવવાની રીત શીખીશું. પાણીપુરી નું નામ આવતા જ નાના થી લઈને મોટાના દરેકના મોઢામાં પાણી આવી જાય છે લોકો એમ વિચારતા હોય છે કે પાણીપુરી ની પુરી બનાવવાની ઝંઝટમાં પડવા કરતાં બજારમાં મળતી તૈયાર પુરી લઈ પાણીપુરી નો આનંદ માણીએ પરંતુ મિત્રો આજે આપણે એકદમ સરળ અને ઓછી સામગ્રીમાં ખૂબ જ ઝડપથી બનતી કે પકોડી બનાવવાની રીત, pakodi banavani rit, pani puri ni puri banavani rit, pani puri ni puri recipe in gujarati.
પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | pani puri ni puri banava jaruri samgree
½ કપ ઘઉં નો લોટ
½ કપ સોજી
2 ચપટી મીઠું
જરૂર મુજબ પાણી
પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit
પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો
ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો
બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો
20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને નરમ લોટ બનાવી લો
હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો
જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો
વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો
રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો
તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય, તૈયાર પૂરી ને પંખા નીચે રાખવી નહીં
આમ બધીજ પુરી તૈયાર કરી લો
જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો
બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો
તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે
એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી
આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો
પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો
NOTES
પાણીપુરીની પુરીને ઠંડી થાય બાદ તમે એને એર ટાઇટ ડબ્બામાં મૂકી ને અઠવાડિયા સુધી તેને સાચવી શકો છો
ફૂલ્યા વગર ની રહી ગયેલ પુરી નો તમે પાપડી ચાર્ટ તરીકે ઉપયોગ કરી સકો છો
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Shyama ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
pani puri ni puri recipe in gujarati
પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit recipe in gujarati
આજે આપણે એકદમ સરળ અને ઓછી સામગ્રીમાં ખૂબ જઝડપથી બનતી પાણીપુરી ની પુરી બનાવવાની રીત, પકોડી બનાવવાની રીત, pakodibanavani rit, pani puri ni puri banavani rit, pani puri ni puri recipe ingujarati શીખીશું.
4.80 from 5 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Resting time: 20 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 કૂકી કટર અથવા વાટકી
Ingredients
પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | panipuri ni puri banava jaruri samgree
½ કપ ઘઉં નો લોટ
½ કપ સોજી
2ચપટી 2 મીઠું
જરૂર મુજબ પાણી
Instructions
પકોડી બનાવવાનીરીત – પાણીપુરી ની પુરી બનાવવાની રીત – pakodi banavani rit – pani puri ni puri banavani rit recipe in Gujarati
પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો
ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો
બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો
20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને નરમ લોટ બનાવી લો
હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો
જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો
વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો
રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો
તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય
તૈયાર પૂરી ને પંખા નીચે રાખવી નહીં ,આમ બધીજ પુરી તૈયાર કરી લો
જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો
બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો
તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે
એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી
આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો
પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો
pani puri ni puri recipe in gujarati
પાણીપુરીની પુરીને ઠંડી થાય બાદ તમે એને એર ટાઇટ ડબ્બામાં મૂકી ને અઠવાડિયા સુધી તેને સાચવી શકો છો
ફૂલ્યા વગર ની રહી ગયેલ પુરી નો તમે પાપડી ચાર્ટ તરીકે ઉપયોગ કરી સકો છો
Notes
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું તલ ની ચીકી બનાવવાની રીત રેસીપી – tal ni chikki banavani rit recipe – chiki banavani rit. આમ જોઈએ તો ચીકી અલગ અલગ પ્રકારની બનતી હોય છે ઘણા તેને ખાંડ કે ગોળ માંથી બનાવતા છે. તલની ,સીંગદાણાની, દાળિયાની, મિક્સ ડ્રાય ફ્રુટ, નારિયળ ની એમ અલગ અલગ પ્રકારની ચીકી બનતી હોય છે વધારે પડતી ચીકી ઉતરાયણ પર વધારે પ્રમાણમાં બનાવતા હોય છે અને શિયાળામાં પણ વધારે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ તલ ની ચીક્કી બનાવવાની રીત .
તલ ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી
સફેદ તેલ 1 કપ
ગોળ 1 કપ
ઘી 1 ચમચી
તલ ની ચીકી બનાવવાની રીત
તલની ચીકી બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ લઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો
કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો, તલ શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી ઠંડા પડવા દો
હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો
ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ફુલ તાપે ગોળને ઉગાડો ગોળ ઓગળે અને તેમાં પરપોટા થવા માંડે એટલે ગેસ ધીમો કરી પાક તૈયાર કરો
પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો
ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો
હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો
તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો
જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો
અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો તો તૈયાર છે તલની ચીકી
tal ni chikki banavani rit recipe | chiki banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Unsullied Foods ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tal ni chikki recipe in gujarati
તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું તલની ચીકી બનાવવાની રીત રેસીપી – tal ni chikki banavani rit recipe- chiki banavani rit.
5 from 2 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
તલ ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી
1 કપસફેદ તેલ
1કપગોળ
1ચમચી ઘી
Instructions
તલની ચીકી બનાવવાની રીત રેસીપી સ્ટેપ ૧ થી ૫ – tal ni chikki recipe in gujarati
તલની ચીકી બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ લઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો
કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો
તલ શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી ઠંડા પડવા દો
હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો
ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ફુલ તાપે ગોળને ઉગાડો ગોળ ઓગળે અને તેમાં પરપોટા થવા માંડે એટલે ગેસ ધીમો કરી પાક તૈયાર કરો
Tal ni chikki banavani rit recipe – chiki banavani rit STEP 5 TO 11
પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો
ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો
હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો
તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો
જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો
અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો તો તૈયાર છે તલની ચીકી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું દાબેલી. એમ કહેવાય છે કે ગુજરાત રાજ્યના કચ્છના જિલ્લાના માંડવી ગામમાં સૌ પ્રથમ વખત દાબેલી શબ્દ વાપરવામાં આવ્યો . પાઉં ને વચ્ચેથી કાપીને તેની વચ્ચે બટાકા નો મસાલો ભરી ને બનાવી જેને દાબેલી ના નામ થી પ્રખ્યાત બની,અને ઘણા બધા વ્યક્તિઓ ને પ્રશ્ન થાય કે દાબેલી કેવી રીતે બનાવવાની ?, તો ચાલો આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની રેસીપી – kutchi dabeli recipe in gujarati, દાબેલી નો માવો બનાવવાની રીત, દાબેલી બનાવવાની રીત – dabeli banavani rit,dabeli masala recipe in gujarati બનાવતા શીખીશું.
દાબેલીનો મસાલો બનાવવા માટેની સામગ્રી | દાબેલી નો માવો બનાવવા જરૂરી સામગ્રી
5-6 બાફેલા બટાકા
3-4 ચમચી દાબેલી મસાલો
1 ચમચી લાલ મરચાનો પાવડર
2 -3 ચમચી આંબલી ની ચટણી
2-4 ચમચી પાણી
સ્વાદ મુજબ મીઠું
2-3 ચમચી તેલ
ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
½ કપ મસાલા દાણા
1 જીણી સુધારેલ ડુંગરી
3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
½ કપ જીણી સેવ
½ કપ છીણેલું નારિયેળ
માખણ
kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit
દાબેલી નો મસાલો બનાવવાની રીત | dabeli masala recipe in gujarati
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી મા સૌ પ્રથમ એક કડાઈમાં આખા ધાણા, કાચી વરિયાળી, નારિયેળનું છીણ, જીરું, મરી, લવિંગ, તલ, સૂઠ, મોટી એલચી, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, ખાંડ, સંચળ, આખા સૂકા લાલ મરચા, આમચૂર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર નાખી ને બધું મિક્સ કરો ને ત્યાર બાદ ગેસ ધીમા તાપ 4-5 મિનિટ સેકો શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો
ઠંડું થઈ જાય એટલે તેને મિક્ષચર જારમાં લઇ પીસી ને મસાલો તૈયાર કરી લો
આંબલીની ચટણી બનાવવા માટેની રીત
ગેસ પર એક કડાઈમાં આંબલી નો પલ્પ ને ગરમ કરવા મૂકો તેમાં લાલ મરચાનો પાવડર, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ પાણી નાખી હલાવતા રહી ને થોડું ઘટ્ટ થવા દયો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
લસણની ચટણી બનાવવા માટેની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં લસણની કળી લ્યો તેમાં પલાળેલા આખા લાલ મરચાં નાખો સ્વાદ મુજબ મીઠું, શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, લાલ મરચા નો પાવડર નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી ચટણી વાટકામાં કાઢી લ્યો
મસાલા સીંગદાણા બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શેકેલા સીંગદાણા, દાબેલી મસાલો, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મસાલા સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો
બટાકા મસાલાનું શાક બનાવવાની રીત
kutchi dabeli recipe in gujarati – જેમાં મસાલા સીંગદાણા બનાવ્યા એજ કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદો કરેલા બટાકા નાખી 2-3 મિનિટ શેકો
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો, લાલ મરચાનો પાવડર, તૈયાર કરેલી આંબલી ની ચટણી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો
ત્યાર બાદ જરૂર લાગે તો પાણી નાખી બધું બરોબર મિક્સ કરો તૈયાર બટાકા નું શાક એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો
બટાકા મસાલા નું શાક ઠંડુ થાય એટલે તેના પર થોડા મસાલા સીંગદાણા, દાડમ દાણા, નારિયેળ નું છીણ ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો
હવે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ પાઉં લ્યો તેને વચ્ચે થી ચાકુ વડે ચિરી લ્યો હવે તેમાં પહેલા લસણની ચટણી નાખો
ત્યાર બાદ તેમાં આંબલીની ચટણી નાખો હવે વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલા ની એક ચમચી નાખો ત્યાર બાદ વચ્ચે દાણા ને દાડમ દાણા નાખી ચટણી નાંખી ઉપર વરી ચમચી બટાકા મસાલો નાખી ડુંગરી નાખી સેજ દબાવી બધીજ દાબેલી બનાવી લ્યો
હવે જ્યારે દાબેલી પીરસવી હોય ત્યારે ગેસ પર તવી પર માખણ મૂકી તેના પ્ર તૈયાર દાબેલી મૂકી બને બાજુ સેકી લઈ ગરમ ગરમ ઉપર થી સેવ ને દાડમ દાણા છાંટી પીરસો
kutchi dabeli recipe in gujarati notes
તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણી નાખી દાબેલી તીખી કે મીઠી કરી સકો છો
દાબેલી નો મસાલો થોડો વધારે બનાવી તમે ફ્રીજમાં 5-6 મહિના રાખી સકો છો
બનાવેલો મસાલો તમે બટાકા ના શાક માં પણ વાપરી શકો છો
દાબેલી ને શેકી ને કે શેક્યા વગર પીરસી સકો છો
ડુંગરી ના ખાતા હો તો ના નાખો
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | કચ્છી દાબેલી ની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દાબેલી બનાવવાની રીત | dabeli banavani rit
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit
ઘણા બધા વ્યક્તિઓ ને પ્રશ્ન થાય કે દાબેલી કેવી રીતે બનાવવાની ?, તો ચાલો આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની રેસીપી- kutchi dabeli recipe in gujarati,દાબેલી નો માવો બનાવવાની રીત, દાબેલી બનાવવાની રીત – dabeli banavani rit, બનાવતા શીખીશું.
4 from 6 votes
Prep Time: 40 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 1 hourhour
Servings: 8વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
દાબેલી બનાવવા જરૂરી સામગ્રી
2 ચમચીઆખા ધાણા
1 ચમચીકાચી વરિયાળી
2 ચમચી નારિયેળનો ભૂકો / છીણ
1ચમચીતલ
1ચમચીજીરૂ
7-8 મરી
½ ચમચીસુંઠ પાવડર ચમચી
1 નાનો ટુકડો તજ
3-4 લવિંગ
1/21-2 બદિયાં/ સ્ટ્રાર ફૂલ
¼ તાજીચમચી મોટી એલચી નો પાવડર
1તમાલપત્ર
3-4 આખા સૂકા લાલ મરચા
ચમચીસંચળ 1
ચમચીખાંડ 1 ચમચી
ચમચીલાલ મરચાનો પાવડર 1 ચમચી
ચમચીઆમચૂર પાવડર 1 ચમચી
½ ચમચી હળદર
આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી
½ કપ આંબલી
1 ચમચીલાલ મરચાનો પાવડર
1 ચમચીશેકેલા જીરૂ પાઉડર
2ચમચી ખાંડ / ગોળ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી
20-25 લસણની કળી
10-12 આખા સૂકા મરચાં પલાળેલા
4-5 ચમચી સેકેલા સિંગદાણા
ચમચી ½ ચમચી લાલ મરચાનો પાવડર
1 લીંબુનો રસ
સ્વાદ મુજબ મીઠું
મસાલા દાણા બનાવવા માટેની સામગ્રી
½ કપ શેકેલા સીંગદાણા
1ચમચી દાબેલી મસાલો
½ ચમચી ચાર્ટ મસાલો
1 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
દાબેલીનો મસાલો બનાવવા માટેની સામગ્રી | દાબેલી નો માવો બનાવવા જરૂરી સામગ્રી
5-6 બાફેલા બટાકા
3-4 દાબેલી મસાલો
1 લાલચમચી મરચાનો પાવડર
2 -3 ચમચી આંબલી ની ચટણી
2-4ચમચી ચમચી પાણી
2-3 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
½ કપ મસાલા દાણા
½ કપ જીણી સેવ
½ કપછીણેલું નારિયેળ
1 જીણી સુધારેલ ડુંગરી
3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
માખણ
Instructions
દાબેલી નો મસાલો બનાવવા માટેની રીત – dabeli masala recipe in gujarati
સૌ પ્રથમ એક કડાઈમાં આખા ધાણા, કાચી વરિયાળી, નારિયેળનું છીણ, જીરું, મરી, લવિંગ, તલ, સૂઠ, મોટી એલચી, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, ખાંડ, સંચળ, આખા સૂકા લાલ મરચા, આમચૂર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર નાખી ને બધું મિક્સ કરો ને ત્યાર બાદ ગેસ ધીમા તાપ 4-5 મિનિટ સેકો શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો
ઠંડું થઈ જાય એટલે તેને મિક્ષચર જારમાં લઇ પીસી ને મસાલો તૈયાર કરી લો
આંબલીની ચટણી બનાવવા માટેની રીત
ગેસ પર એક કડાઈમાં આંબલી નો પલ્પ ને ગરમ કરવા મૂકો તેમાં લાલ મરચાનો પાવડર, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ પાણી નાખી હલાવતા રહી ને થોડું ઘટ્ટ થવા દયો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
લસણની ચટણી બનાવવા માટેની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં લસણની કળી લ્યો તેમાં પલાળેલા આખા લાલ મરચાં નાખો સ્વાદ મુજબ મીઠું, શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, લાલ મરચા નો પાવડર નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી ચટણી વાટકામાં કાઢી લ્યો
મસાલા સીંગદાણા બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શેકેલા સીંગદાણા, દાબેલી મસાલો, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મસાલા સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો
દાબેલીનો માવો બનાવવાની રીત
જેમાં મસાલા સીંગદાણા બનાવ્યા એજ કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદોકરેલા બટાકા નાખી 2-3 મિનિટ શેકો
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો, લાલ મરચાનો પાવડર, તૈયાર કરેલી આંબલી ની ચટણી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સકરો
ત્યાર બાદ જરૂર લાગે તો પાણી નાખી બધું બરોબરમિક્સ કરો તૈયાર બટાકા નું શાક એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો
બટાકા મસાલા નું શાક ઠંડુ થાય એટલે તેના પર થોડા મસાલા સીંગદાણા, દાડમ દાણા, નારિયેળ નું છીણ ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી – દાબેલી બનાવવાની રીત – kutchi dabeli recipe in gujarati – dabeli banavani rit
હવે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ પાઉં લ્યો તેને વચ્ચે થી ચાકુ વડે ચિરી લ્યો હવે તેમાં પહેલા લસણની ચટણી નાખો
ત્યાર બાદ તેમાં આંબલીની ચટણી નાખો હવે વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલા નીએક ચમચી નાખો ત્યાર બાદ વચ્ચે દાણા ને દાડમ દાણા નાખી ચટણી નાંખી ઉપર વરી ચમચી બટાકા મસાલો નાખીડુંગરી નાખી સેજ દબાવી બધીજ દાબેલી બનાવી લ્યો
હવે જ્યારે દાબેલી પીરસવી હોય ત્યારે ગેસ પર તવી પર માખણ મૂકી તેના પ્ર તૈયાર દાબેલી મૂકી બને બાજુ સેકી લઈ ગરમ ગરમ ઉપર થી સેવ ને દાડમ દાણા છાંટી પીરસો
dabeli recipe in gujarati notes