Home Blog Page 26

મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો | Mag chokha ane sabudana no handvo

મિત્રો આજે આપણે મગ, ચોખા અને સાબુદાણા માંથી  હાંડવો બનાવવાની રીત શીખીશું. આ હાંડવો ખાવા માં જેટલો ટેસ્ટી લાગશે એટલો જ સ્વાસ્થ્ય માટે પણ સારો છે. જેને તમે સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી ને કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકો છો. તો ચાલો Mag chokha ane sabudana no handvo શીખીએ.

Ingredients list

  • મગ 1 કપ
  • ચોખા ¼ કપ
  • સાબુદાણા ½ કપ
  • આદુ નો કટકો 1 ઇંચ
  • લીલા મરચા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સફેદ તલ 2-3 ચમચી
  • તેલ / ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો બનાવવાની રેસીપી

મગ, ચોખા અને સાબુદાણા માંથી  હાંડવો બનાવવા સૌપ્રથમ મગ અને ચોખા ને બે પાણી થી ધોઇ બે ત્રણ કપ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો હવે સાબુદાણા ને પણ બે પાણીથી ધોઇ લઈ એમાં જરૂર હોય એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મૂકો.

પાંચ કલાક પછી વધારા નું પાણી નિતારી લ્યો અને અડધા મગ ચોખા અને પોણા ભાગ ના સાબુદાણા મિક્સર જાર માં નાખો ( બાકી ના પા ભાગ ના પલાળેલા સાબુદાણા એમજ વાટકા માં રહેવા દયો ) સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી પીસી લ્યો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. આમ બીજા મગ ને પણ પીસી લ્યો.

પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી થોડા પલાળેલા સાબુદાણા જે એક બાજુ મૂકેલા હતા એ મિશ્રણ માં નાખો. હવે એ મિશ્રણ માં લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.

હવે નાના પેન કે કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લીધા બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ એક કડછી નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર સફેદ તલ છાંટી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો

ત્યારબાદ ત્રણ મિનિટ પછી ઉપર એક ચમચી તેલ નાખી હાંડવા ને ઉથલાવી બીજી બાજુ પણ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મગ, ચોખા અને સાબુદાણા માંથી  હાંડવો.

Handva recipe notes

  • અહી તમે બધા સાબુદાણા પણ પીસવા માં નાખી શકો છો.
  • લીલા શાકભાજી તમારી પસંદ મુજબ ના વધુ કે ઓછા કે નવા નાખી શકો છો.
  • તમે અપ્પમ પાત્ર માં પણ આ મિશ્રણ માંથી અપ્પે તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mag chokha ane sabudana no handvo banavani recipe

મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો - Mag chokha ane sabudana no handvo

Mag chokha ane sabudana no handvo banavani recipe

મિત્રો આજે આપણે મગ, ચોખા અને સાબુદાણામાંથી  હાંડવો બનાવવાનીરીત શીખીશું. આ હાંડવો ખાવા માં જેટલો ટેસ્ટી લાગશે એટલો જ સ્વાસ્થ્ય માટે પણ સારો છે. જેને તમે સવારકે સાંજ ના નાસ્તા માં બનાવી ને કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકો છો. તો ચાલો Mag chokha ane sabudana no handvo શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નાની પેન કે કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ મગ
  • ¼ કપ ચોખા
  • ½ કપ સાબુદાણા
  • 1 ઇંચ આદુ નો કટકો
  • 2-3 લીલા મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી સફેદ તલ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Mag chokha ane sabudana no handvo banavani recipe

  • મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો બનાવવા સૌપ્રથમ મગ અને ચોખા ને બે પાણી થી ધોઇ બે ત્રણ કપ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો હવે સાબુદાણા ને પણ બે પાણીથી ધોઇ લઈ એમાં જરૂર હોય એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મૂકો.
  • પાંચ કલાક પછી વધારા નું પાણી નિતારી લ્યો અને અડધા મગ ચોખા અને પોણા ભાગ ના સાબુદાણા મિક્સર જાર માં નાખો ( બાકી ના પા ભાગ ના પલાળેલા સાબુદાણા એમજ વાટકા માં રહેવા દયો ) સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી પીસી લ્યો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. આમ બીજા મગ ને પણ પીસી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી થોડા પલાળેલા સાબુદાણા જે એક બાજુ મૂકેલા હતા એ મિશ્રણ માં નાખો. હવે એ મિશ્રણ માં લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
  • હવે નાના પેન કે કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લીધા બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ એક કડછી નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર સફેદ તલ છાંટી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ ત્રણ મિનિટ પછી ઉપર એક ચમચી તેલ નાખી હાંડવા ને ઉથલાવી બીજી બાજુ પણ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો.

Handva recipe notes

  • અહી તમે બધા સાબુદાણા પણ પીસવા માં નાખી શકો છો.
  • લીલા શાકભાજી તમારી પસંદ મુજબ ના વધુ કે ઓછા કે નવા નાખી શકો છો.
  • તમે અપ્પમ પાત્ર માં પણ આ મિશ્રણ માંથી અપ્પે તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટમેટા વાળો ઠેંચો | Tameta varo thecho

આજે આપણે ટમેટા વાળો ઠેંચો બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન ચટણી છે. આ ઠેંચો બનાવવાની રીત ખૂબ સરળ છે અને એક ને એક પ્રકારના ઠેંચા ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવી મજા લઈ શકો છો. આ ઠેંચો એક વખત બનાવી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો જે રોટલી, ભાખરી અને રોટલા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો Tameta varo thecho banavani recipe શીખીએ.

Ingredient list

  • ટમેટા 3
  • સીંગદાણા ¼ કપ
  • લીલા મરચા 15-20
  • લસણ ની કણી 25-30
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

Tameta varo thecho banavani recipe

ટમેટા વાળો ઠેંચો બનાવવા સૌપ્રથમ ટમેટા બે ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે એમાં લીલા મરચા નાખી ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચમચા થી દબાવી મરચા ને શેકી લ્યો અને મરચા શેકાવા આવે એટલે એમાં લસણ ની કણી નાખી એને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા.

આમ બને સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે લસણ મરચા સાથે કાઢી લ્યો અને એજ કડાઈ માં જીરું નાખી એને પણ શેકી કાઢી લ્યો.

હવે કડાઈ માં બીજી બે ચમચી તેલ નાખી ગરમ કરી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ટમેટા અડધા ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે ખંડણી માં અથવા મિક્સર જારમાં શેકી રાખેલ લસણ, મરચા, જીરું, ટમેટા અને સીંગદાણા નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી દરદરા ફૂટી / પીસી લ્યો. તો તૈયાર છે ટમેટા વાળો ઠેંચો.

Thecha recipe notes

  • અહીં ટમેટા ઘણા પાકેલા નહિ લેવા નહિતર ઠેંચા માં પાણી પાણી લાગશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ટમેટા વાળો ઠેંચો બનાવવાની રેસીપી

ટમેટા વાળો ઠેંચો - Tameta varo thecho

Tameta varo thecho banavani recipe

આજે આપણે ટમેટા વાળો ઠેંચો બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન ચટણી છે. આ ઠેંચો બનાવવાની રીત ખૂબ સરળ છેઅને એક ને એક પ્રકારના ઠેંચા ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવી મજા લઈ શકો છો. આ ઠેંચો એકવખત બનાવી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો જે રોટલી, ભાખરી અનેરોટલા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો Tameta varo thecho banavani recipe શીખીએ.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી – ધસ્તો
  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 3 ટમેટા
  • ¼ કપ સીંગદાણા
  • 15-20 લીલા મરચા
  • 25-30 લસણ ની કણી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Tameta varo thecho banavani recipe

  • ટમેટા વાળો ઠેંચો બનાવવા સૌપ્રથમ ટમેટા બે ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં લીલા મરચા નાખી ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચમચા થી દબાવી મરચા ને શેકી લ્યો અને મરચા શેકાવા આવે એટલે એમાં લસણ ની કણી નાખી એને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા.
  • આમ બને સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે લસણ મરચા સાથે કાઢી લ્યો અને એજ કડાઈ માં જીરું નાખી એને પણ શેકી કાઢી લ્યો.
  • હવે કડાઈ માં બીજી બે ચમચી તેલ નાખી ગરમ કરી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ટમેટા અડધા ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે ખંડણી માં અથવા મિક્સર જારમાં શેકી રાખેલ લસણ, મરચા, જીરું, ટમેટા અને સીંગદાણા નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી દરદરા ફૂટી / પીસી લ્યો. તો તૈયાર છે ટમેટા વાળો ઠેંચો.

Thecha recipe notes

  • અહીં ટમેટા ઘણા પાકેલા નહિ લેવા નહિતર ઠેંચા માં પાણી પાણી લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ | Lasan dungri vagar no Manchow soup

મિત્રો આજે આપણે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ બનાવવાની રીત શીખીશું. આ સૂપ આજ આપણે લસણ કે ડુંગળી ના ખાતા હોય અને સૂપ પસંદ હોય એમના માટે બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને શિયાળા ની ગુલાબી ઠંડી માં આ Lasan dungri vagar no Manchow soup તૈયાર કરી પરિવાર સાથે મજા લઇ શકાય.

મનચાઉં સૂપ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણું સમારેલું આદુ 1 ચમચી
  • વિનેગર ½ ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા ની દાડી 1-2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઝીણા સમારેલા ગાજર 3-4 ચમચી
  • ડાર્ક સોયા સોસ 1 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • તેલ 2-3 ચમચી
  • ઝીણું સમારેલું કેપ્સિકમ 3-4 ચમચી
  • ઝીણી સુધારેલી ફણસી 2-3 ચમચી
  • ગ્રીન ચીલી સોસ 1 ચમચી
  • ટમેટા કેચઅપ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • પાણી 2-3 કપ

તરેલી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલી નૂડલ્સ 1 કપ
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • મીઠું 1-2 ચપટી

Tareli noodles banavani rit

તરેલી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બાફેલી નૂડલ્સ લ્યો એમાં મીઠું છાંટો અને ત્યાર બાદ કોર્ન ફ્લોર છાંટી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં નૂડલ્સ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો અને ઠંડી થવા દયો. અને નુડલ્સ ઠંડી થાય એટલે હાથ થી તોડી નાના કટકા કરી લ્યો તો તૈયાર છે તરેલી નૂડલ્સ.

Lasan dungri vagar no Manchow soup banavani recipe

મનચાઉં સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં આદુ ના કટકા અને લીલા ધાણા ની દાડી ના કટકા નાખી શેકી લ્યો,

ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાનકોબી, ગાજર, કેપ્સીકમ, ફણસી નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.

હવે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળો. પાણી ઉકળે ત્યાં સુંધી વાટકા માં કોર્ન ફ્લોર અને ને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.

સૂપ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, કોર્ન ફ્લોર નું પાણી, મરી પાઉડર નાખી ફરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો. અને ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા અને વિનેગર નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ઉપર તરી રાખેલ નૂડલ્સ નાખી મજા લ્યો. તો તૈયાર છે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ.

Soup recipe notes

  • અહી જો તમે લસણ ડુંગળી ખાતા હો તો શેકતી વખતે નાખી શકો છો.
  • એક વખત વધારે નૂડલ્સ ને એક સાથે તરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ બનાવવાની રેસીપી

લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ - Lasan dungri vagar no Manchow soup

Lasan dungri vagar no Manchow soup banavani recipe

મિત્રો આજે આપણે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ બનાવવાની રીત શીખીશું. આ સૂપ આજ આપણે લસણ કે ડુંગળી નાખાતા હોય અને સૂપ પસંદ હોય એમના માટે બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટલાગશે અને શિયાળા ની ગુલાબી ઠંડી માં આ Lasan dungri vagar no Manchow soup તૈયાર કરી પરિવાર સાથે મજા લઇ શકાય.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મનચાઉં સૂપ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • ½ ચમચી વિનેગર
  • 1-2 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા ની દાડી
  • ¼ ચમચી મરી પાઉડર
  • 3-4 ચમચી ઝીણા સમારેલા ગાજર
  • 1 ચમચી ડાર્ક સોયા સોસ 1 ચમચી
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 2-3 ચમચી તેલ
  • 3-4 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ
  • 2-3 ચમચી ઝીણી સુધારેલી ફણસી
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી ટમેટા કેચઅપ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • 2-3 કપ પાણી

તરેલી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બાફેલી નૂડલ્સ
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • 1-2 ચપટી મીઠું

Instructions

Tareli noodles banavani rit

  • તરેલી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બાફેલી નૂડલ્સ લ્યો એમાં મીઠું છાંટો અને ત્યાર બાદ કોર્ન ફ્લોર છાંટી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં નૂડલ્સ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો અને ઠંડી થવા દયો. અને નુડલ્સ ઠંડી થાય એટલે હાથ થી તોડી નાના કટકા કરી લ્યો તો તૈયાર છે તરેલી નૂડલ્સ.

Lasan dungri vagar no Manchow soup banavani recipe

  • મનચાઉં સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં આદુ ના કટકા અને લીલા ધાણા ની દાડી ના કટકા નાખી શેકી લ્યો,
  • ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાનકોબી, ગાજર, કેપ્સીકમ, ફણસી નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
  • હવે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળો. પાણી ઉકળે ત્યાં સુંધી વાટકા માં કોર્ન ફ્લોર અને ને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • સૂપ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, કોર્ન ફ્લોર નું પાણી, મરી પાઉડર નાખી ફરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો. અને ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા અને વિનેગર નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ઉપર તરી રાખેલ નૂડલ્સ નાખી મજા લ્યો. તો તૈયાર છે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ.

Soup recipe notes

  • અહી જો તમે લસણ ડુંગળી ખાતા હો તો શેકતી વખતે નાખી શકો છો.
  • એક વખત વધારે નૂડલ્સ ને એક સાથે તરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

નૂડલ્સ સૂપ બનાવવાની રીત | Noodles soup banavani rit

આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે સૂપ ચોક્કસ મંગાવતા હોઇએ કેમકે આપણે વિચારીએ છીએ કે બજાર જેવા સૂપ આપણે ઘરે નહિ બનાવી શકીએ તો આજ આપણે ખૂબ સરળ રીતે બજાર કરતા પણ સ્વાદિષ્ટ નૂડલ્સ સૂપ ઘરે બનાવતા શીખીશું તો ચાલો આજે Noodles soup banavani rit શીખીએ.

Ingredients list

  • તેલ 3-4 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 4-5 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણું સમારેલું આદુ 1 ચમચી
  • ઝીણા લીલા મરચા સુધારેલા 3-4
  • લીલી ડુંગળી પાંદ અને ડુંગળી અલગ અલગ સુધારેલ 1-2
  • ગરમ પાણી / ગરમ વેજીટેબલ સ્ટોક 2 લીટર
  • સોયા સોસ 1-2 ચમચી
  • ગ્રીન ચીલી સોસ 1 ચમચી
  • વિનેગર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મરી પાઉડર 2-3 ચપટી
  • ઝીણા સમારેલા ગાજર ⅓ કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ⅓ કપ
  • પાનકોબી ઝીણી સુધારેલી ½ કપ
  • નૂડલ્સ 200 ગ્રામ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • પાણી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Noodles soup banavani rit

નૂડલ્સ સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ અને આદુ નાખી બરોબર શેકી લ્યો,

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા અને લીલી ડુંગળી સુધારેલ નાખી ફૂલ તાપે એક થી બે મિનિટ શેકી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એમાં ગરમ પાણી અથવા વેજીટેબલ સ્ટોક નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં વિનેગર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ખાંડ, મરી પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ ઉકાળો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, પાનકોબી અને નુડલ્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને નૂડલ્સ ચડે ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. નૂડલ્સ બરોબર ચડી જાય અને સાફ સોફ્ટ થઈ જાય ત્યાં સુંધી ચડાવી લેવી.

ત્યારબાદ નૂડલ્સ બરોબર ચડી જાય એટલે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણ ને સૂપ માં નાખો અને ફરીથી બે ચાર મિનિટ ઉકાળો ચાર મિનિટ પછી એમાં બે ચમચી લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી ના પાંદ સુધારી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સૂપ ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે નૂડલ્સ સૂપ.

Soup recipe notess

  • અહી તમે નૂડલ્સ ને તોડી નાના નાના કટકા કરી ને પણ નાખી શકો છો.
  • તમે ઝીણી સુધારેલી ફણસી, મશરૂમ પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

નૂડલ્સ સૂપ બનાવવાની રીત

નૂડલ્સ સૂપ - Noodles soup - નૂડલ્સ સૂપ બનાવવાની રીત - Noodles soup banavani rit

Noodles soup banavani rit

આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે સૂપ ચોક્કસ મંગાવતા હોઇએ કેમકે આપણે વિચારીએ છીએ કે બજાર જેવા સૂપ આપણે ઘરે નહિ બનાવી શકીએ તો આજ આપણે ખૂબ સરળ રીતે બજાર કરતા પણ સ્વાદિષ્ટ નૂડલ્સ સૂપ ઘરે બનાવતા શીખીશું તો ચાલો આજે Noodles soup banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 3-4 ચમચી તેલ
  • 4-5 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • 3-4 ઝીણા લીલા મરચા સુધારેલા
  • 1-2 લીલી ડુંગળી પાંદ અને ડુંગળી અલગ અલગ સુધારેલ
  • 2 લીટર ગરમ પાણી / ગરમ વેજીટેબલ સ્ટોક
  • 1-2 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી વિનેગર
  • 1 ચમચી ખાંડ
  • 2-3 ચપટી મરી પાઉડર
  • કપ ઝીણા સમારેલા ગાજર
  • કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ½ કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • 200 ગ્રામ નૂડલ્સ
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1-2 ચમચી પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Noodles soup banavani rit

  • નૂડલ્સ સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ અને આદુ નાખી બરોબર શેકી લ્યો,
  • ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા અને લીલી ડુંગળી સુધારેલ નાખી ફૂલ તાપે એક થી બે મિનિટ શેકી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એમાં ગરમ પાણી અથવા વેજીટેબલ સ્ટોક નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં વિનેગર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ખાંડ, મરી પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ ઉકાળો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, પાનકોબી અને નુડલ્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને નૂડલ્સ ચડે ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. નૂડલ્સ બરોબર ચડી જાય અને સાફ સોફ્ટ થઈ જાય ત્યાં સુંધી ચડાવી લેવી.
  • ત્યારબાદ નૂડલ્સ બરોબર ચડી જાય એટલે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણ ને સૂપ માં નાખો અને ફરીથી બે ચાર મિનિટ ઉકાળો ચાર મિનિટ પછી એમાં બે ચમચી લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી ના પાંદ સુધારી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સૂપ ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે નૂડલ્સ સૂપ.

Soup recipe notess

  • અહી તમે નૂડલ્સ ને તોડી નાના નાના કટકા કરી ને પણ નાખી શકો છો.
  • તમે ઝીણી સુધારેલી ફણસી, મશરૂમ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મૂળા ટમેટા ની ચટણી | Mula tameta ni chatni

નમસ્તે મિત્રો શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં મસ્ત તાજા તાજા મૂળા આવવા લાગ્યા છે મૂળા ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે પણ જો તમે એક ની એક રીત થી મૂળા ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે મૂળા ટમેટા ની ચટણી બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી એક થી બે દિવસ ફ્રીઝ માં મૂકી મજા લઈ શકો છો. તો આ શિયાળા માં Mula tameta ni chatni આ ચટણી ચોક્કસ બનાવવા જેવી છે. તો ચાલો મૂળા ટમેટા ની ચટણી બનાવવાની રીત શીખીએ.

Ingredients List

  • સરસો તેલ / તેલ 1-2 ચમચી
  • લસણ ની કણી 5-7
  • ટમેટા 2-3 અડધા સુધારેલ
  •  મૂળા 1 ના ઝીણા કટકા
  • મૂળા ના પાંદ 2-3
  • સુધારેલ ડુંગળી 1 નાની
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ફુદીના ના પાંદ ઝીણા સમારેલા 1-2 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • મરી 5-7
  • સંચળ ¼ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી

Mula tameta ni chatni banavni recipe

મૂળા ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે ખંડણી માં ફૂટી લ્યો અથવા મિક્સર જાર માં નાખી પીસી લઈ એક બાજુ મૂકો.

હવે એજ કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી થોડી શેકી લ્યો અને લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા ને બે ભાગ કટકા કરી મૂકો અને ઢાંકણ ઢાંકી શેકી લ્યો.

એક બાજુ થોડા શેકી લીધા બાદ ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ઢાંકી ને ચડાવી લ્યો બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા ની છાલ અલગ કરી ટમેટા ને થોડા મેસ કરી એક બાજુ મૂકો.

હવે ચોપર અથવા મિક્સર જારમાં ઝીણા સમારેલા મૂળા નાખી પ્લસ મોડ માં થોડા ક્રશ કરી લ્યો ત્યાર બાદ એમાં મૂળા ના પાંદ, લીલા મરચા સુધારેલા, ડુંગળી ના કટકા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, ચીલી ફ્લેક્સ, ફૂટી રાખેલ મસાલો નાંખી ફરીથી પ્લસ મોડ માં થોડા પીસી લ્યો.

ત્યારબાદ હવે જાર માં સંચળ, મીઠું અને લીંબુ નો રસ નાખી ફરી એક વખત પ્લસ મોડ માં ફેરવી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મૂળા ટમેટા ની ચટણી.

Recipe notes

  • જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ લીલા મરચા અથવા ચીલી ફ્લેક્સ વધુ ઓછા નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મૂળા ટમેટા ની ચટણી બનાવવાની રેસીપી

મૂળા ટમેટા ની ચટણી બનાવવાની રેસીપી - Mula tameta ni chatni banavni recipe

Mula tameta ni chatni banavni recipe

નમસ્તે મિત્રો શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માંમસ્ત તાજા તાજા મૂળા આવવા લાગ્યા છે મૂળા ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવેછે પણ જો તમે એક ની એક રીત થી મૂળા ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે મૂળા ટમેટા ની ચટણીબનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી એક થી બે દિવસ ફ્રીઝ માંમૂકી મજા લઈ શકો છો. તો આ શિયાળા માં Mula tameta ni chatni આ ચટણી ચોક્કસ બનાવવા જેવી છે. તો ચાલો મૂળા ટમેટાની ચટણી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients List

  • 1-2 ચમચી સરસો તેલ / તેલ
  • 5-7 લસણ ની કણી
  • 2-3 ટમેટા અડધા સુધારેલ
  • 1 મૂળા 1 ના ઝીણા કટકા
  • 2-3 મૂળા ના પાંદ
  • 1 સુધારેલ ડુંગળી નાની
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી ફુદીના ના પાંદ ઝીણા સમારેલા
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 5-7 મરી
  • ¼ ચમચી સંચળ
  • ¼ ચમચી મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

Mula tameta ni chatni banavni recipe

  • મૂળા ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે ખંડણી માં ફૂટી લ્યો અથવા મિક્સર જાર માં નાખી પીસી લઈ એક બાજુ મૂકો.
  • હવે એજ કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી થોડી શેકી લ્યો અને લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા ને બે ભાગ કટકા કરી મૂકો અને ઢાંકણ ઢાંકી શેકી લ્યો.
  • એક બાજુ થોડા શેકી લીધા બાદ ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ઢાંકી ને ચડાવી લ્યો બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા ની છાલ અલગ કરી ટમેટા ને થોડા મેસ કરી એક બાજુ મૂકો.
  • હવે ચોપર અથવા મિક્સર જારમાં ઝીણા સમારેલા મૂળા નાખી પ્લસ મોડ માં થોડા ક્રશ કરી લ્યો ત્યાર બાદ એમાં મૂળા ના પાંદ, લીલા મરચા સુધારેલા, ડુંગળી ના કટકા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, ચીલી ફ્લેક્સ, ફૂટી રાખેલ મસાલો નાંખી ફરીથી પ્લસ મોડ માં થોડા પીસી લ્યો.
  • ત્યારબાદ હવે જાર માં સંચળ, મીઠું અને લીંબુ નો રસ નાખી ફરી એક વખત પ્લસ મોડ માં ફેરવી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મૂળા ટમેટા ની ચટણી.

Recipe notes

  • જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ લીલા મરચા અથવા ચીલી ફ્લેક્સ વધુ ઓછા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન | Kerela style mix vegetable thoran

નમસ્તે આજે આપણે કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવાની રીત શીખીશું. આ એક પ્રકારની સૂકી ભાજી છે જે પાનકોબી, ગાજર અને બિન્સ માંથી બનાવવામાં આવે છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો કાંઈ બનાવવાનું ના સુજે તો આ Kerela style mix vegetable thoran બનાવી શકાય છે.

Ingredients list

  • છીણેલું લીલું નારિયળ ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ + ¼  કપ
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મરી ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડા ના પાન 15-20
  • ઝીણી સુધારેલ બીંસ ½ કપ
  • ઝીણા સમારેલા ગાજર  ½ કપ
  • તેલ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી  ½ કપ
  • અડદ દાળ ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન ની રેસીપી

કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં લીલું નારિયળ છીણેલું લ્યો એમાં ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી, 1-2 લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા તોડી ને નાખો સાથે મરી, આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી ને પ્લસ મોડ માં પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે બધા શાક ને ધોઇ સાફ કરી સાવ ઝીણા ઝીણા સમારી એક વાસણમાં કાઢી લ્યો અને એમાં પીસી રાખેલ નારિયળ વાળો મસાલો નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ નાખી દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને જીરું નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં ઝીણી સુધારેલી પા કપ ડુંગળી અને લીલા મરચા નાખી ડુંગળી થોડી નરમ પડે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મિક્સ કરેલ મસાલા વાળા શાક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી ચમચા થી મિક્સ કરી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી મજા લ્યો કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન.

Recipe notes

  • અહી તમને જો નારિયળ નું તેલ પણ વાપરી શકાય છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kerela style mix vegetable thoran ni recipe

કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન - Kerela style mix vegetable thoran

Kerela style mix vegetable thoran ni recipe

નમસ્તે આજે આપણે કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવાની રીત શીખીશું. આ એક પ્રકારની સૂકી ભાજી છે જે પાનકોબી, ગાજર અને બિન્સમાંથી બનાવવામાં આવે છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો કાંઈ બનાવવાનું નાસુજે તો આ Kerela stylemix vegetable thoran બનાવી શકાય છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • ½ કપ છીણેલું લીલું નારિયળ
  • ¼ + ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી મરી
  • ½ ચમચી જીરું
  • 15-20 મીઠા લીમડા ના પાન
  • ½ કપ ઝીણી સુધારેલ બીંસ
  • ½ કપ ઝીણા સમારેલા ગાજર
  • 1-2 ચમચી તેલ
  • ½ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • ½ ચમચી અડદ દાળ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Kerela style mix vegetable thoran

  • કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં લીલું નારિયળ છીણેલું લ્યો એમાં ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી, 1-2 લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા તોડી ને નાખો સાથે મરી, આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી ને પ્લસ મોડ માં પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે બધા શાક ને ધોઇ સાફ કરી સાવ ઝીણા ઝીણા સમારી એક વાસણમાં કાઢી લ્યો અને એમાં પીસી રાખેલ નારિયળ વાળો મસાલો નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ નાખી દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને જીરું નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઝીણી સુધારેલી પા કપ ડુંગળી અને લીલા મરચા નાખી ડુંગળી થોડી નરમ પડે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મિક્સ કરેલ મસાલા વાળા શાક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી ચમચા થી મિક્સ કરી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી મજા લ્યો કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન.

Recipe notes

  • અહી તમને જો નારિયળ નું તેલ પણ વાપરી શકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક | Rajsthani styale chorafari nu shaak

આપણે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવાની રીત શીખીશું. આજ નું આપણું શાક આપણે રાજસ્થાની સ્ટાઈલ થી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે બજારમાં ખૂબ સારા ચોરા આવે છે અને એક નું એક રીત થી ચોરા નું શાક બનાવી કંટાળી ગયા હો તો એક વખત ચોરા નું શાક આ સ્ટાઈલ થી બનાવી શકાય છે. તો ચાલો Rajsthani styale chorafari nu shaak શીખીએ.

Ingredients list

  • ચોરાફરી 300 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Rajsthani styale chorafari nu shaak banavani rit

રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવા સૌપ્રથમ ચોરા ને ધોઇ ને સાફ કરો ત્યાર બાદ ચાકુથી અથવા હાથ થી એના કટકા કરી એક વાસણમાં મૂકો. આમ બધા જ ચોરા ને કાપી ને કટકા કરી લ્યો. અને બીજ હોય હો બીજ કાઢી ને બીજા કટકા કરેલ ચોરા સાથે નાખો અને છાલ ને અલગ કરી નાખો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મેથી દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે તેમાં લીલા મરચા સુધારેલા નાખી અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.

હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા બરી ના જાય એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સુધારેલ ચોરા નાખો.

ત્યારબાદ ચોરા ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક.

Shaak recipe notes

  • અહી જો તમે લસણ માં ખાતા હો તો ના નાખવું.
  • જો ચોરા થોડા મોટી સાઇઝ ના હોય તો હાથ વડે તોડતા જઈ એમાં રહેલ રેસા ને અલગ કરી લેવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવાની રીત

રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવાની રીત - Rajsthani styale chorafari nu shaak banavani rit

Rajsthani styale chorafari nu shaak

આપણે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવાની રીત શીખીશું. આજ નું આપણું શાક આપણે રાજસ્થાની સ્ટાઈલ થી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છેઅને અત્યારે બજારમાં ખૂબ સારા ચોરા આવે છે અને એક નું એક રીત થી ચોરા નું શાક બનાવીકંટાળી ગયા હો તો એક વખત ચોરા નું શાક આ સ્ટાઈલ થી બનાવી શકાય છે. તો ચાલો Rajsthani styale chorafari nu shaak શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 300 ગ્રામ ચોરાફરી
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું 1 ચમચી
  • ½ ચમચી મેથી દાણા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Rajsthani styale chorafari nu shaak

  • રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક બનાવવા સૌપ્રથમ ચોરા ને ધોઇ ને સાફ કરો ત્યાર બાદ ચાકુથી અથવા હાથ થી એના કટકા કરી એક વાસણમાં મૂકો. આમ બધા જ ચોરા ને કાપી ને કટકા કરી લ્યો. અને બીજ હોય હો બીજ કાઢી ને બીજા કટકા કરેલ ચોરા સાથે નાખો અને છાલ ને અલગ કરી નાખો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મેથી દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે તેમાં લીલા મરચા સુધારેલા નાખી અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા બરી ના જાય એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સુધારેલ ચોરા નાખો.
  • ત્યારબાદ ચોરા ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક.

Shaak recipe notes

  • અહી જો તમે લસણ માં ખાતા હો તો ના નાખવું.
  • જો ચોરા થોડા મોટી સાઇઝ ના હોય તો હાથ વડે તોડતા જઈ એમાં રહેલ રેસા ને અલગ કરી લેવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી