Home Blog Page 25

Shingoda ni barfi | શિંગોડા ની બરફી બનાવવાની રેસીપી

આ બરફી તમે વ્રત ઉપવાસ માં તો ખાઈ જ શકો છો અને વ્રત વગર પણ ખાવા ની ખૂબ મજા આવે છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયાર થતી હેલ્થી અને ટેસ્ટી એવી Shingoda ni barfi – શિંગોડા ની બરફી બનાવવાની રીત શીખીશું.

INGREDIENTS

  • શિંગોડા નો લોટ 1 કપ
  • ઘી ½ કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ફૂલ ક્રીમ દૂધ ½ લીટર
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાળી કીસમીસ 2- 3 ચમચી
  • છીણેલું નારિયળ 1 કપ
  • માવો છીણેલો 100 ગ્રામ

Shingoda ni barfi banavani recipe

શિંગોડા ની બરફી બનાવવા સૌપ્રથમ તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ જાય અને ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી દયો. હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ શિંગોડા નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો અને લોટ નો રંગ બદલાવા લાગે ને લોટ નો કલર ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે એમાં છીણેલા માવો નાખી મિક્સ કરી શેકો.

માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં  છીણેલા નારિયળ નો ભૂકો, કીસમીસ, એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો. અને થોડા શેકી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલા ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ગોળ ને મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ કરેલ દૂધ નાખી ગેસ ધીમો કરી હલાવતા રહી શેકી લ્યો.

મિશ્રણ શેકાઈ જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી તૈયાર બરફી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ઉપર થી ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી દબાવી લ્યો અને ચાકુથી કાપા કરી લ્યો. કાપા કરી લીધા બાદ બે ત્રણ કલાક ઠંડા કરી લ્યો ત્યાં બાદ ચાકુથી ફરીથી કાપા કરી કાઢી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે શિંગોડા ની બરફી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શિંગોડા ની બરફી બનાવવાની રેસીપી

Shingoda ni barfi - શિંગોડા ની બરફી

Shingoda ni barfi banavani recipe

આ બરફી તમે વ્રત ઉપવાસ માં તો ખાઈ જ શકો છો અને વ્રત વગરપણ ખાવા ની ખૂબ મજા આવે છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયાર થતી હેલ્થી અને ટેસ્ટી એવી Shingoda ni barfi – શિંગોડા ની બરફી બનાવવાની રીત શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ શિંગોડા નો લોટ
  • ½ કપ ઘી
  • ½ કપ છીણેલો ગોળ
  • ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ¼ લીટર એલચી પાઉડર
  • 2-3 લીટર કાળી કીસમીસ
  • 1 કપ છીણેલું નારિયળ
  • 100 ગ્રામ માવો છીણેલો

Instructions

Shingoda ni barfi banavani recipe

  • શિંગોડા ની બરફી બનાવવા સૌપ્રથમ તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ જાય અને ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી દયો. હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ શિંગોડા નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો અને લોટ નો રંગ બદલાવા લાગે ને લોટ નો કલર ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે એમાં છીણેલા માવો નાખી મિક્સ કરી શેકો.
  • માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલા નારિયળ નો ભૂકો, કીસમીસ, એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો. અને થોડા શેકી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલા ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ગોળ ને મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ કરેલ દૂધ નાખી ગેસ ધીમો કરી હલાવતા રહી શેકી લ્યો.
  • મિશ્રણ શેકાઈ જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી તૈયાર બરફી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ઉપર થી ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી દબાવી લ્યો અને ચાકુથી કાપા કરી લ્યો. કાપા કરી લીધા બાદ બે ત્રણ કલાક ઠંડા કરી લ્યો ત્યાં બાદ ચાકુથી ફરીથી કાપા કરી કાઢી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે શિંગોડા ની બરફી.

Notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ કે સાકર પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Sago kesri banavani recipe | સાગો કેસરી બનાવવાની રેસીપી

ઘણા લોકો આ વાનગી ને સાબુદાણા કેસરી પણ કહેતા હોય છે.  આ એક પ્રકારની મીઠાઈ છે જે સાબુદાણા માંથી બનાવવામાં આવે છે અને વ્રત ઉપવાસ પણ ખાઈ શકો છો. જે બનાવી ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો Sago kesri – સાગો કેસરી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઝીણા સાબુદાણા 1 કપ
  • મીઠું 1 ચપટી
  • ઘી 1 +5 ચમચી
  • કાજુ ના કટકા 2- 3 ચમચી
  • બદામ ના કટકા 2- 3 ચમચી
  • પિસ્તા ના કટકા 1- 2 ચમચી
  • કેસર ના તાંતણા 10- 12
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • કેસરી ફૂડ કલર 1- 2 ટીપાં
  • પાણી જરૂર મુજબ

Sago kesri banavani recipe

સાગો કેસરી બનાવવા સૌપ્રથમ ઝીણા સાબુદાણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એનાથી થોડું ઉપર સુંધી પાણી નાખી એક થી બે કલાક પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા સાબુદાણા ને ચારણી માં કાઢી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.

પાણી ઉકળવા લાગે એટલે ચપટી મીઠું અને એક ચમચી ઘી નાખી મિક્સ કરી એમાં પલાડી રાખેલ સાબુદાણા નાખી ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને સાબુદાણા ટ્રાફરન્ટ થઈ જાય એટલે ચારણીમાં કાઢી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુના કટકા, બદામ અને પિસ્તા ના કટકા નાખી શેકી લ્યો.

કાજુ બદામ બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સાબુદાણા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખાંડ ઓગળી જાય અને સાબુદાણા ખાંડ સાથે બરોબર ચડી જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સાગો કેસરી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સાગો કેસરી બનાવવાની રેસીપી

Sago kesri - સાગો કેસરી

Sago kesri banavani recipe

ઘણા લોકો આ વાનગી ને સાબુદાણા કેસરી પણ કહેતા હોય છે. આ એક પ્રકારની મીઠાઈ છે જે સાબુદાણામાંથી બનાવવામાં આવે છે અને વ્રત ઉપવાસ પણ ખાઈ શકો છો. જે બનાવીખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો Sago kesri – સાગો કેસરી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ ઝીણા સાબુદાણા
  • 1 ચપટી મીઠું
  • 6 ચમચી ઘી
  • 2-3 ચમચી કાજુ ના કટકા
  • 2-3 ચમચી બદામ ના કટકા
  • 1-2 ચમચી પિસ્તા ના કટકા
  • 10-12 કેસર ના તાંતણા
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1-2 ટીપાં કેસરી ફૂડ કલર
  • પાણી જરૂર મુજબ

Instructions

Sago kesri banavani recipe

  • સાગો કેસરી બનાવવા સૌપ્રથમ ઝીણા સાબુદાણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એનાથી થોડું ઉપર સુંધી પાણી નાખી એક થી બે કલાક પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા સાબુદાણા ને ચારણી માં કાઢી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.
  • પાણી ઉકળવા લાગે એટલે ચપટી મીઠું અને એક ચમચી ઘી નાખી મિક્સ કરી એમાં પલાડી રાખેલ સાબુદાણા નાખી ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને સાબુદાણા ટ્રાફરન્ટ થઈ જાય એટલે ચારણીમાં કાઢી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુના કટકા, બદામ અને પિસ્તા ના કટકા નાખી શેકી લ્યો.
  • કાજુ બદામ બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સાબુદાણા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખાંડ ઓગળી જાય અને સાબુદાણા ખાંડ સાથે બરોબર ચડી જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સાગો કેસરી.

Notes

  • અહીં તમે મોટા સાબુદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

white dry fruit chocolate | વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ

શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને તહેવારો પણ ચાલુ થઈ ગયા છે ત્યારે આ વખતે ભાઈ ને અને ઘર ના બીજા બધા જ સભ્યો ને નવી નવી મીઠાઈ , ડેઝર્ટ, નાસ્તા બનાવી ખવડાવો. તો આજ આપણે સફેદ ચોકલેટ માંથી એક એવું જ ડેઝર્ટ બનાવતા શીખીશું. તો ચાલો white dry fruit chocolate – વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સફેદ ચોકલેટ 150 ગ્રામ
  • બદામ ½ કપ
  • કાજુ ½ કપ
  • પિસ્તા ¼ કપ
  • ખાંડ ¼ કપ
  • ઘી 1- 2 ચમચી
  • લીંબુનો રસ 2- 3 ટીપા
  • કેસરના તાંતણા 8- 10
  • પીળો ફૂડ કલર 1- 2 ટીપ
  • મધ 1- 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

white dry fruit chocolate banavani rit

વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ બદામ ને સાફ કરી ઝીણી ઝીણી સુધારી એક વાટકામાં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ ને પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો ત્યાર બાદ પિસ્તા ના પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો. ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ થવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ નાખી ને બધા ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

હવે સફેદ ચોકલેટ ને ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક મોટી તપેલી માં એક બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એમાં એનાથી નાની તપેલી મૂકી એમાં સુધારેલી સફેદ ચોકલેટ નાખી હલાવતા રહી પીગળાવી લ્યો. હવે પીગળાવેલ ચોકલેટ ને મોલ્ડ માં એક એક ચમચી નાખતા જાઓ અને એક થી બે થપ થપાવી સેટ કરી લ્યો અને ફ્રીઝ માં સેટ થવા દયો.

હવે કડાઈમાં ખાંડ નાખી એમાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ , કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ચાસણી થવા લાગે એટલે એક વખત પાણી ન વાટકા માં નાખી ચેક કરો જો બરોબર થવા લાગે એટલે એમાં પીળો કલર નાખી મિક્સ કરી લ્યો અને શેકેલ ડ્રાય ફ્રૂટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ડ્રાય ફ્રૂટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો હવે એમાં મધ નાખી મિક્સ કરી લ્યો અને સેટ થયેલી ચોકલેટ પર એક એક ચમચી નાખી થોડી થોડી દબાવી લ્યો અને ત્યાર બાદ ફરીથી સેટ થવા ફ્રીઝ માં મૂકો. પંદર વીસ મિનિટ સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી ડબ્બા માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકો અને તહેવારો ની મજા માણો. તો તૈયાર છે વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવાની રીત

white dry fruit chocolate - વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ

white dry fruit chocolate banavani rit

શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને તહેવારો પણ ચાલુ થઈ ગયાછે ત્યારે આ વખતે ભાઈ ને અને ઘર ના બીજા બધા જ સભ્યો ને નવી નવી મીઠાઈ , ડેઝર્ટ, નાસ્તા બનાવી ખવડાવો. તોઆજ આપણે સફેદ ચોકલેટ માંથી એક એવું જ ડેઝર્ટ બનાવતા શીખીશું. તો ચાલો white dry fruit chocolate – વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 મોલ્ડ
  • 1 નાની મોટી તપેલી

Ingredients

  • 150 ગ્રામ સફેદ ચોકલેટ
  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • ¼ કપ પિસ્તા
  • ¼ કપ ખાંડ
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ટીપા લીંબુનો રસ
  • 8-10 કેસરના તાંતણા
  • 1-2 ટીપા પીળો ફૂડ કલર
  • 1-2 ચમચી મધ
  • પાણી જરૂર મુજબ

Instructions

white dry fruit chocolate banavani rit

  • વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ બદામ ને સાફ કરી ઝીણી ઝીણી સુધારી એક વાટકામાં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ ને પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો ત્યાર બાદ પિસ્તા ના પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો. ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ થવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ નાખી ને બધા ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે સફેદ ચોકલેટ ને ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક મોટી તપેલી માં એક બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એમાં એનાથી નાની તપેલી મૂકી એમાં સુધારેલી સફેદ ચોકલેટ નાખી હલાવતા રહી પીગળાવી લ્યો. હવે પીગળાવેલ ચોકલેટ ને મોલ્ડ માં એક એક ચમચી નાખતા જાઓ અને એક થી બે થપ થપાવી સેટ કરી લ્યો અને ફ્રીઝ માં સેટ થવા દયો.
  • હવે કડાઈમાં ખાંડ નાખી એમાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ , કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ચાસણી થવા લાગે એટલે એક વખત પાણી ન વાટકા માં નાખી ચેક કરો જો બરોબર થવા લાગે એટલે એમાં પીળો કલર નાખી મિક્સ કરી લ્યો અને શેકેલ ડ્રાય ફ્રૂટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ડ્રાય ફ્રૂટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો હવે એમાં મધ નાખી મિક્સ કરી લ્યો અને સેટ થયેલી ચોકલેટ પર એક એક ચમચી નાખી થોડી થોડી દબાવી લ્યો અને ત્યાર બાદ ફરીથી સેટ થવા ફ્રીઝ માં મૂકો. પંદર વીસ મિનિટ સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી ડબ્બા માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકો અને તહેવારો ની મજા માણો. તો તૈયાર છે વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ.

Notes

  • અહીં તમે સફેદ ચોકલેટ ની જગ્યાએ ડાર્ક ચોકલેટ કે મિલ્ક ચોકલેટ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Panchmeva chikki banavani recipe | પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી

આ ચિક્કી ને તમે એક વખત બનાવી વ્રત ઉપવાસ તેમજ એમજ પણ પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. આજ આપણે આ ચિક્કી ને ખાંડ માંથી બનાવતા શીખીશું. તો ચાલો આપણે Panchmeva chikki – પંચમેવા ચીક્કી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સીંગદાણા 1 કપ
  • કાજુ ¼ કપ
  • બદામ ¼ કપ
  • પિસ્તા 3- 4 ચમચી
  • સૂકા નારિયળ ની નાની નાની સ્લાઈસ ½ કપ
  • ઘી 1- 2 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ

Panchmeva chikki banavani recipe

પંચમેવા ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા લઈ મિડીયમ તાપે હલાવતા રહી શેકી. સીંગદાણા બરોબર શેકાઈ ને ફોતરા અલગ થવા લાગે એટલે એક થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો. હવે એજ ગરમ કડાઈ માં એક બે ચમચી ઘી નાખી એમાં કાજુ નાખી કાજુ ને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી એક બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક થાળી માં અડધી ચમચી ઘી લગાવી એક બાજુ મૂકો.

હવે એજ ઘી માં બદામ નાખી બદામ ને પણ શેકી કાજુ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા નાખી એને પણ શેકી કાજુ બદામ સાથે કાઢી લ્યો. ત્યાર બાદ નારિયળ ન કટકા નાખી એને થોડા શેકી બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી સામગ્રી ને બરોબર શેકી લેવી. ત્યાર બાદ શેકેલ સીંગદાણા ને હાથ થી મસળી ફોતરા અલગ કરી સાફ કરી લ્યો.  હવે બધી શેકેલ સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં પાતળું ફેલાવી લ્યો. આમ બે ત્રણ થાળી માં ઘી લગાવી શેકેલ સામગ્રી ને ફેલાવી એક બાજુ મૂકો.

હવે આજે ઘી વાળી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ચાર મિનિટ પછી એક બે ટીપાં વાટકા મૂકી થોડા ઠંડા થાય તો દબાવી ચેક કરો જો તૂટી જાય તો ચાસણી થઈ ગઈ છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને ફરી ચેક કરી લ્યો. ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો.

તૈયાર ચાસણી ને ચમચાથી ઝડપથી ડ્રાયફ્રૂટ વાળી થાળી માં બે ત્રણ ચમચા નાખો આમ બધી થાળી માં તૈયાર ચાસણી નાખી બધી થાળી ને એકાદ વાર થપથપાવી લ્યો અને સેટ થવા દયો. ચિક્કી એકાદ કલાક માં સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી હાથ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પંચમેવા ચીક્કી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી

Panchmeva chikki - પંચમેવા ચીક્કી

Panchmeva chikki banavani recipe

આ ચિક્કી ને તમે એક વખત બનાવી વ્રત ઉપવાસ તેમજ એમજ પણપંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. આજ આપણે આ ચિક્કી ને ખાંડ માંથી બનાવતાશીખીશું. તો ચાલો આપણે Panchmeva chikki – પંચમેવા ચીક્કી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ સીંગદાણા
  • ¼ કપ કાજુ
  • ¼ કપ બદામ
  • 3- 4 ચમચી પિસ્તા
  • ½ કપ સૂકા નારિયળ ની નાની નાની સ્લાઈસ
  • 1- 2 ચમચી ઘી
  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી

Instructions

Panchmeva chikki banavani recipe

  • પંચમેવા ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા લઈ મિડીયમ તાપે હલાવતા રહી શેકી. સીંગદાણા બરોબર શેકાઈ ને ફોતરા અલગ થવા લાગે એટલે એક થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો. હવે એજ ગરમ કડાઈ માં એક બે ચમચી ઘી નાખી એમાં કાજુ નાખી કાજુ ને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી એક બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક થાળી માં અડધી ચમચી ઘી લગાવી એક બાજુ મૂકો.
  • હવે એજ ઘી માં બદામ નાખી બદામ ને પણ શેકી કાજુ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા નાખી એને પણ શેકી કાજુ બદામ સાથે કાઢી લ્યો. ત્યાર બાદ નારિયળ ન કટકા નાખી એને થોડા શેકી બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી સામગ્રી ને બરોબર શેકી લેવી. ત્યાર બાદ શેકેલ સીંગદાણા ને હાથ થી મસળી ફોતરા અલગ કરી સાફ કરી લ્યો. હવે બધી શેકેલ સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં પાતળું ફેલાવી લ્યો. આમ બે ત્રણ થાળી માં ઘી લગાવી શેકેલ સામગ્રી ને ફેલાવી એક બાજુ મૂકો.
  • હવે આજે ઘી વાળી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ચાર મિનિટ પછી એક બે ટીપાં વાટકા મૂકી થોડા ઠંડા થાય તો દબાવી ચેક કરો જો તૂટી જાય તો ચાસણી થઈ ગઈ છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને ફરી ચેક કરી લ્યો. ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો.
  • તૈયાર ચાસણી ને ચમચાથી ઝડપથી ડ્રાયફ્રૂટ વાળી થાળી માં બે ત્રણ ચમચા નાખો આમ બધી થાળી માં તૈયાર ચાસણી નાખી બધી થાળી ને એકાદ વાર થપથપાવી લ્યો અને સેટ થવા દયો. ચિક્કી એકાદ કલાક માં સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી હાથ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પંચમેવા ચીક્કી.

Notes

  • ચાસણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જો પાક કાચો રહી જશે તો ચિક્કી દાંત માં ચોંટશે અને જો પાક આકરો થઈ જશે તો ચિક્કી નો સ્વાદ બગાડી દેશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Suran na French Fries banavani recipe | સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રેસીપી

અત્યાર સુંધી આપણે બટાકા માંથી , કેળા માંથી અને શક્કરિયા માંથી ફ્રેંચ ફ્રાઈસ બનાવી છે આજ આપણે સૂરણ માંથી બનાવશું. જે તમે વ્રત ઉપવાસ માં ખાઈ શકો છો. તો ચાલો Suran na French Fries – સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સૂરણ 1 કિલો
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ફરાળી મીઠું જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Suran na French Fries banavani recipe

સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ સૂરણ ને થોડી વાર પાણી ભરેલા વાસણમાં નાખી રહેવા દયો ત્યાર બાદ ઘસી ને બરોબર સાફ કરી બે પાણીથી ધોઈ લ્યો જેથી એના પર ચોટેલી માટી બરોબર નીકળી જાય ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઈ લ્યો અને કોરું કરી લ્યો.

હવે ચાકુથી થોડી જાડી રહે એ રીતે લાંબી લાંબી આંગળી જેવી કાપી કટકા કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી ફરાળી મીઠું છાંટી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરીથી મિક્સ કરી પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો.

હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂરણ ના કટકા નાખો અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ત્રણ મિનિટ પછી ચારણીમાં કાઢી ઠંડી થવા દયો.

કટકા ને સાફ કપડા માં કાઢી વધારાનું પાણી સૂકવી ઠંડી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કટકા નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા કટકા ને તરી લ્યો અને તારેલ કટકા પર તમારી પસંદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે સૂરણ ફ્રેંચ ફ્રાઈસ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Suran na French Fries - સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ

Suran na French Fries banavani recipe

અત્યાર સુંધી આપણે બટાકા માંથી , કેળા માંથી અને શક્કરિયા માંથી ફ્રેંચ ફ્રાઈસ બનાવી છે આજ આપણે સૂરણ માંથીબનાવશું. જે તમે વ્રત ઉપવાસ માં ખાઈ શકો છો. તો ચાલો Suranna French Fries – સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કિલો સૂરણ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ફરાળી મીઠું જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Suran na French Fries banavani recipe

  • સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ સૂરણ ને થોડી વાર પાણી ભરેલા વાસણમાં નાખી રહેવા દયો ત્યાર બાદ ઘસી ને બરોબર સાફ કરી બે પાણીથી ધોઈ લ્યો જેથી એના પર ચોટેલી માટી બરોબર નીકળી જાય ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઈ લ્યો અને કોરું કરી લ્યો.
  • હવે ચાકુથી થોડી જાડી રહે એ રીતે લાંબી લાંબી આંગળી જેવી કાપી કટકા કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી ફરાળી મીઠું છાંટી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરીથી મિક્સ કરી પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો.
  • હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂરણ ના કટકા નાખો અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ત્રણ મિનિટ પછી ચારણીમાં કાઢી ઠંડી થવા દયો.
  • કટકા ને સાફ કપડા માં કાઢી વધારાનું પાણી સૂકવી ઠંડી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કટકા નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા કટકા ને તરી લ્યો અને તારેલ કટકા પર તમારી પસંદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે સૂરણ ફ્રેંચ ફ્રાઈસ.

Notes

  • મીઠા ની માત્ર વધારે ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવી.
  • કટકા ની સાઇઝ એક સરખી કાપવી જેથી કોઈ વધારે કે કોઈ ઓછું ન ચડે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Rajkot ni famous chatni banavani rit | રાજકોટ ની ફેમસ ચટણી

આ ચટણી ખૂબ જ પ્રખ્યાત છે ને રાજકોટ જતા દરેક વ્યક્તિ એક વખત ઘરે લઈ જ જતા હોય છે અને જે એક વખત લઈ જાય એ બીજી વખત ચોક્કસ મંગાવતા હોય છે. ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતી આ ચટણી એક વખત ઘરે બનાવી જ શકાય તો ચાલો Rajkot ni famous chatni – રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • તીખા લીલા મરચા સુધારેલા 1 કપ
  • પીસેલા સીંગદાણા પાઉડર 1 કપ
  • લીંબુનો રસ 1- 2 ચમચી
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Rajkot ni famous chatni banavani rit

રાજકોટ ની ફેમસ ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણ ને પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા ધોઈ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને ત્યાર બાદ દાડી અલગ કરી નાના કટકા કરી લ્યો આમ બધી તૈયાર કરી લ્યો.

હવે મિક્સર જાર માં લીલા મરચા નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં આદુ ના કટકા કરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત પીસી લ્યો,

 ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા અને લીંબુનો રસ અને જરૂર મુજબ લીંબુના ફૂલ અને હળદર  નાખી ફરી એક વખત પીસી લ્યો અને તૈયાર ચટણી ને જાર માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી.

Rajkot lili chatni recipe notes

  • અહીં તમે તાજી તાજી જ ચટણી ખાવા ન હો તો લીંબુના ફૂલ નહીં નાખો તો પણ ચાલશે. લીંબુની માત્રા એ મુજબ વધુ ઓછી કરવું.
  • ચટણી માં તમે મજા લેતી વખતે પાણી અથવા દહીં નાખી ને પાતળી કરી ને પણ ખાઈ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત

Rajkot ni famous chatni - રાજકોટ ની ફેમસ ચટણી

Rajkot ni famous chatni banavani rit

આ ચટણી ખૂબ જ પ્રખ્યાત છે ને રાજકોટ જતા દરેક વ્યક્તિએક વખત ઘરે લઈ જ જતા હોય છે અને જે એક વખત લઈ જાય એ બીજી વખત ચોક્કસ મંગાવતા હોય છે. ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતી આ ચટણી એક વખત ઘરે બનાવી જ શકાય તો ચાલો Rajkot ni famous chatni – રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ તીખા લીલા મરચા સુધારેલા
  • 1 કપ પીસેલા સીંગદાણા પાઉડર
  • 1- 2 ચમચી લીંબુનો રસ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Rajkot ni famous chatni banavani rit

  • રાજકોટ ની ફેમસ ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણ ને પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા ધોઈ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને ત્યાર બાદ દાડી અલગ કરી નાના કટકા કરી લ્યો આમ બધી તૈયાર કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં લીલા મરચા નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં આદુ ના કટકા કરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત પીસી લ્યો,
  • ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા અને લીંબુનો રસ અને જરૂર મુજબ લીંબુના ફૂલ અને હળદર નાખી ફરી એક વખત પીસી લ્યો અને તૈયાર ચટણી ને જાર માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી.

Notes

  • અહીં તમે તાજી તાજી જ ચટણી ખાવા ન હો તો લીંબુના ફૂલ નહીં નાખો તો પણ ચાલશે. લીંબુની માત્રા એ મુજબ વધુ ઓછી કરવું.
  • ચટણી માં તમે મજા લેતી વખતે પાણી અથવા દહીં નાખી ને પાતળી કરી ને પણ ખાઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Donuts banavani rit | ડોનટ બનાવવાની રીત

ડોનટ આજ કાલ બધા નાના મોટા ને પસંદ આવતા હોય છે પણ બજાર માં ખૂબ મોંઘા મળતા હોવાથી ઓછા લોકો લેતા હોય છે તો આજ આપણે આ મોંઘા ડોનટ ને ઘરે ખૂબ સરળ અને સસ્તા માં બનાવતા શીખીશું. તો ચાલો Donuts – ડોનટ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • નવશેકું દૂધ 1 કપ
  • ખાંડ 1 ચમચી
  • એક્ટિવ યીસ્ટ 2 ચમચી
  • પીસેલી ખાંડ જરૂર મુજબ
  • મેંદા નો લોટ 3 કપ
  • મીઠું 1 ચમચી
  • માખણ / તેલ 3 – 4 ચમચી
  • તરવા માટે તેલ

Donuts banavani rit

ડોનટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ બે ત્રણ ચમચી નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક્ટિવ યીસ્ટ વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી દૂધ નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાર બાદ તેલ અથવા માખણ નાખી ને ફરી પાંચ મિનિટ મસળી લ્યો. લોટ બરોબર મસળી લીધા બાદ એક મોટા વાસણમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ એક બે કલાક મૂકી દયો.

બે કલાક પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એના એક સરખા આઠ દસ કટકા કરી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો એને બરોબર મસળી ગોળ બનાવો ત્યાર બાદ થોડો હથેળી થી થોડો દબાવી ચપટો કરી વચ્ચે બોટલ ના ઢાંકણ થી કાણું કરી લઈ તૈયાર લુવા ને બટર પેપર માં મૂકો. આમ બધા જ લુવા ને મસળી ગોળ કરી વચ્ચે કાણું કરી બટર પેપર પર મૂકી પ્લેટ માં મૂકો.

તૈયાર લુવા ને ફરી ઢાંકી અડધા કલાક માટે એમજ રહેવા દઈ ફુલવા દયો. અડધા કલાક પછે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એક એક લવને હલકા હાથે તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલ ડોનટ ને ચારણી માં મૂકી ઠંડા થવા દયો. આમ બધા જ ડોનટ ને ગોલ્ડન તરી તૈયાર કરી લ્યો અને ઠંડા કરી પીસેલી ખાંડ માં બોળી મજા લ્યો. તો તૈયાર છે ડોનટ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ડોનટ બનાવવાની રીત

Donuts - ડોનટ

Donuts banavani rit

ડોનટ આજ કાલ બધા નાના મોટા ને પસંદ આવતા હોય છે પણ બજારમાં ખૂબ મોંઘા મળતા હોવાથી ઓછા લોકો લેતા હોય છે તો આજ આપણે આ મોંઘા ડોનટ ને ઘરે ખૂબ સરળ અને સસ્તા માં બનાવતા શીખીશું. તો ચાલો Donuts – ડોનટ બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
fermentation time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 1 કપ નવશેકું દૂધ
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી એક્ટિવ યીસ્ટ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ
  • 3 કપ મેંદા નો લોટ
  • 1 ચમચી મીઠું
  • 3-4 ચમચી માખણ / તેલ
  • તરવા માટે તેલ

Instructions

Donuts banavani rit

  • ડોનટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ બે ત્રણ ચમચી નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક્ટિવ યીસ્ટ વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી દૂધ નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાર બાદ તેલ અથવા માખણ નાખી ને ફરી પાંચ મિનિટ મસળી લ્યો. લોટ બરોબર મસળી લીધા બાદ એક મોટા વાસણમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ એક બે કલાક મૂકી દયો.
  • બે કલાક પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એના એક સરખા આઠ દસ કટકા કરી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો એને બરોબર મસળી ગોળ બનાવો ત્યાર બાદ થોડો હથેળી થી થોડો દબાવી ચપટો કરી વચ્ચે બોટલ ના ઢાંકણ થી કાણું કરી લઈ તૈયાર લુવા ને બટર પેપર માં મૂકો. આમ બધા જ લુવા ને મસળી ગોળ કરી વચ્ચે કાણું કરી બટર પેપર પર મૂકી પ્લેટ માં મૂકો.
  • તૈયાર લુવા ને ફરી ઢાંકી અડધા કલાક માટે એમજ રહેવા દઈ ફુલવા દયો. અડધા કલાક પછે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એક એક લવને હલકા હાથે તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલ ડોનટ ને ચારણી માં મૂકી ઠંડા થવા દયો. આમ બધા જ ડોનટ ને ગોલ્ડન તરી તૈયાર કરી લ્યો અને ઠંડા કરી પીસેલી ખાંડ માં બોળી મજા લ્યો. તો તૈયાર છે ડોનટ.

Notes

  • તૈયાર ડોનટ ને તમે ચોકલેટ, ચાસણી વગરે માં અડધું ડીપ કરી ઉપર સ્પ્રીકલ છાંટી ને પણ મજા લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી