Home Blog Page 24

Potato Waffles banavani recipe | પોટેટો વેફલ્સ બનાવવાની રેસીપી

અત્યાર સુધી આપણે ચોકલેટ, આઈસ્ક્રીમ વેફલ્સ to ઘણી વખત મજા લીધી છે પણ આજ કાલ તો અલગ અલગ શાક , સોજી, બેસન, લોટ માંથી અને ફરાળી પણ વેફલ્સ બનતી હોય છે. તો ચાલો આજ આપણે એમાંથી Potato Waffles – પોટેટો વેફલ્સ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાફેલા બટાકા 4- 5
  • તેલ 2- 3 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2- 3
  • ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ 8- 10
  • હળદર ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • લીંબુનો રસ 1 – 2 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • મેંદા નો લોટ 1 કપ
  • છાસ 1 ½  કપ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • માખણ / તેલ જરૂર મુજબ

Potato Waffles banavani recipe

પોટેટો વેફલ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધારેલ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા નાખી શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ચડાવી લ્યો.

ડુંગળી ચળી જાય એટલે ગેસ ધીમો કરી એમ હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં બાફી ને મેસ કરેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી કડાઈને  એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ચાળી મેંદા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં એક કપ જેટલી થોડી થોડી છાસ નાખતા જઈ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો.

તૈયાર મિશ્રણ માં તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખો અને બીજો અડધો કપ છાસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે વેફલ્સ મશીન લઈ એમાં બને બાજુ તેલ કે માખણ થી ગ્રીસ કરો અને તૈયાર કરેલ મિશ્રણ એમાં મૂકી બંધ કરી ચાર થી છ મિનિટ ચડવા દયો. વેફલ્સ બરોબર ચળી જાય એટલે કાઢી લ્યો. આમ એક એક કરી બધી જ વેફલ્સ તૈયાર કરી લ્યો અને મનગમતી રીતે મજા લ્યો. તો તૈયાર છે પોટેટો વેફલ્સ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પોટેટો વેફલ્સ બનાવવાની રેસીપી

Potato Waffles - પોટેટો વેફલ્સ

Potato Waffles banavani recipe

અત્યાર સુધી આપણે ચોકલેટ, આઈસ્ક્રીમ વેફલ્સ to ઘણી વખત મજા લીધી છે પણ આજ કાલ તોઅલગ અલગ શાક , સોજી, બેસન, લોટ માંથી અને ફરાળી પણ વેફલ્સ બનતી હોય છે. તો ચાલોઆજ આપણે એમાંથી Potato Waffles – પોટેટો વેફલ્સ બનાવવાની રીત શીખીએ.
2.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 નંગ

Equipment

  • 1 વેફલ્સ મશીન
  • 1 કડાઈ

Ingredients

  • 4- 5 બાફેલા બટાકા
  • 2- 3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2- 3 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 8- 10 ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ખાંડ
  • 1 કપ મેંદા નો લોટ
  • કપ છાસ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • માખણ / તેલ જરૂર મુજબ

Instructions

Potato Waffles banavani recipe

  • પોટેટો વેફલ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધારેલ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા નાખી શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ચડાવી લ્યો. ડુંગળી ચળી જાય એટલે ગેસ ધીમો કરી એમ હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બાફી ને મેસ કરેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી કડાઈને એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ચાળી મેંદા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં એક કપ જેટલી થોડી થોડી છાસ નાખતા જઈ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ માં તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખો અને બીજો અડધો કપ છાસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે વેફલ્સ મશીન લઈ એમાં બને બાજુ તેલ કે માખણ થી ગ્રીસ કરો અને તૈયાર કરેલ મિશ્રણ એમાં મૂકી બંધ કરી ચાર થી છ મિનિટ ચડવા દયો. વેફલ્સ બરોબર ચળી જાય એટલે કાઢી લ્યો. આમ એક એક કરી બધી જ વેફલ્સ તૈયાર કરી લ્યો અને મનગમતી રીતે મજા લ્યો. તો તૈયાર છે પોટેટો વેફલ્સ.

Notes

  • જો વેફલ્સ મશીન ન હોય તો સેન્ડવિચ મશીન અથવા નોન સ્ટીક તવી પર પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Vasana ane gund thi banel sukhdi | વસાણા અને ગુંદથી બનેલ સુખડી

આ સુખડી ખાવા માં જેટલી ટેસ્ટી લાગે છે એટલી જ હેલ્થી હોય છે જેને નાના મોટા રોજ થોડી માત્રા મળ લે તો સ્વાસ્થ્ય ખૂબ સારું થાય છે. આ સુખડી સુવાવડ માં પણ બનાવી આપવામાં આવે છે જેથી માતા ને તાકાત મળે. તો ચાલો આજ આપણે Vasana ane gund thi banel sukhdi – વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઘઉંનો લોટ 1 કપ
  • સાવ ઝીણો છીણેલો ગોળ ½ કપ
  • ઘી ¾ કપ
  • દૂધ 2- 3 ચમચી
  • કાજુ 10- 12
  • બદામ 10- 12
  • પિસ્તા 8- 10
  • અખરોટ 4- 5
  • સૂકા નારિયળ નું છીણ 3 ચમચી
  • સૂંઠ પાઉડર 2 ચમચી
  • પીપળી ગંઠોડા નો પાઉડર 2 ચમચી
  • ગુંદ 4- 5 ચમચી

Vasana ane gund thi banel sukhdi banavani rit

વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવા સૌપ્રથમ એક થાળી માં એક ચમચી ઘી નાખી ફેલાવી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ  મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ ને નાખી દરદરા પીસી એક બાજુ મૂકો. અને ગોળ ને સાવ ઝીણો ઝીણો સમારી લ્યો.

હવે ગેસ પર પા કપ જેટલું ઘી ગરમ કરો ત્યાર બાદ એમાં થોડો થોડો ગુંદ નાખી તરી લ્યો. આમ બધો જ ગુંદ તારી લઈ એક બાજુ મૂકો. હવે કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ કરી એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ અને ઘી ને હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એક ચમચી દૂધ નાખી મિક્સ કરી હલવો.

દૂધ નું પાણી બરી જાય એટલે ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ ફ્રી એક ચમચી દૂધ નાખી શેકી લ્યો અને દૂધ બિલકુલ બારી જાય એટલે ગેસ બંધ કરી એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રૂટ, તરી રાખેલ ગુંદ, પીપળી ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં ઝીણો સમારેલા ગોળ ને નાખી ગોળ બરોબર ઓગળી ને મિક્સ થઈ જાય ત્યાં સુંધી હલાવી લ્યો ( જો લોટ થોડો ઠંડો થઈ ગયો હોય તો સાવ ધીમા તાપે બે ત્રણ મિનિટ ગરમ કરી લીધા બાદ એમાં ગોળ નાખી મિક્સ કરવો. ) ગોળ બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો.

ફેલાવેલા મિશ્રણ માં ચાકુથી મનગમતા આકાર ના કાપા કરી તૈયાર સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા ઉપર કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે વસાણા અને ગુંદથી બનેલ સુખડી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવાની રીત

Vasana ane gund thi banel sukhdi - વસાણા અને ગુંદથી બનેલ સુખડી

Vasana ane gund thi banel sukhdi banavani rit

આ સુખડી ખાવા માં જેટલી ટેસ્ટી લાગે છે એટલી જ હેલ્થીહોય છે જેને નાના મોટા રોજ થોડી માત્રા મળ લે તો સ્વાસ્થ્ય ખૂબ સારું થાય છે. આ સુખડી સુવાવડ માં પણ બનાવી આપવામાં આવે છે જેથી માતા ને તાકાત મળે.તો ચાલો આજ આપણે Vasana ane gund thi banel sukhdi – વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ સાવ ઝીણો છીણેલો ગોળ
  • ¾ કપ ઘી
  • 2-3 ચમચી દૂધ
  • 10- 12 કાજુ
  • 10- 12 બદામ
  • 8- 10 પિસ્તા
  • 4- 5 અખરોટ
  • 3 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 2 ચમચી સૂંઠ પાઉડર
  • 2 ચમચી પીપળી ગંઠોડા નો પાઉડર
  • 4-5 ચમચી ગુંદ

Instructions

Vasana ane gund thi banel sukhdi banavani rit

  • વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવા સૌપ્રથમ એક થાળી માં એક ચમચી ઘી નાખી ફેલાવી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ ને નાખી દરદરા પીસી એક બાજુ મૂકો. અને ગોળ ને સાવ ઝીણો ઝીણો સમારી લ્યો.
  • હવે ગેસ પર પા કપ જેટલું ઘી ગરમ કરો ત્યાર બાદ એમાં થોડો થોડો ગુંદ નાખી તરી લ્યો. આમ બધો જ ગુંદ તારી લઈ એક બાજુ મૂકો. હવે કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ કરી એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ અને ઘી ને હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એક ચમચી દૂધ નાખી મિક્સ કરી હલવો.
  • દૂધ નું પાણી બરી જાય એટલે ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ ફ્રી એક ચમચી દૂધ નાખી શેકી લ્યો અને દૂધ બિલકુલ બારી જાય એટલે ગેસ બંધ કરી એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રૂટ, તરી રાખેલ ગુંદ, પીપળી ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઝીણો સમારેલા ગોળ ને નાખી ગોળ બરોબર ઓગળી ને મિક્સ થઈ જાય ત્યાં સુંધી હલાવી લ્યો ( જો લોટ થોડો ઠંડો થઈ ગયો હોય તો સાવ ધીમા તાપે બે ત્રણ મિનિટ ગરમ કરી લીધા બાદ એમાં ગોળ નાખી મિક્સ કરવો. ) ગોળ બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો.
  • ફેલાવેલા મિશ્રણ માં ચાકુથી મનગમતા આકાર ના કાપા કરી તૈયાર સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા ઉપર કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે વસાણા અને ગુંદથી બનેલ સુખડી.

Notes

  • ગોળ,વસાણા અને ગુંદ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Veg Jalfrezi banavani recipe | વેજ જાલફ્રેઝી બનાવવાની રેસીપી

એક અલગ રીત નું શાક બનાવીશું જેમાં બધા જ શાકભાજી આવી જાય એવું શાક છે જેનું નામ Veg Jalfrezi – વેજ જાલફ્રેઝી છે જેનો પેલો શબ્દ જાલ એ એક બંગાલી વર્ડ છે જેનો મતલબ થાય છે સ્પાઇસી અને ફ્રેઝી છે તે એક રફ્રેન્સ છે સ્ટર ફ્રાઇંગ નું તો ચાલો આજે આ નવીજ રીત ની એકદમ મસ્ત રેસિપી બનાવતા શીખીશું.

INGREDIENTS

  • ઘી 2 ચમચી
  • જીરું 2 ચમચી
  • ડુંગળી ઝીણી સુધારેલી ½ કપ
  • આદુ ઝીણું સુધારેલું 1 ચમચી
  • લસણ ઝીણું સમારેલું  1 ચમચી
  • લીલાં મરચાં સ્લાઈસ કરેલા અને બીજ કાઢી ને નાખવા 3 નંગ
  • ટામેટાં સમારેલા 1 કપ
  • ટામેટાં ની પ્યુરી 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાવડર ½ ટીસ્પૂન
  • કાશ્મીરી મરચું પાવડર ½ ચમચી
  • ધાણા જીરું પાવડર  1 ½ ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ગરમ મસાલા પાવડર 1 ચમચી
  • ફુલાવર ½ કપ
  • બીન્સ ½ કપ
  • ગાજર ½ કપ
  • પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી 1 કપ
  • લીલું કેપ્સીકમ ½ કપ
  • યેલો કેપ્સિકમ ¼ કપ
  • લાલ કેપ્સીકમ ¼ કપ
  • ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર
  • પની સ્લાઈસ માં કટ કરેલું 1૦૦ ગ્રામ
  • લીલા મરચાં 2 નંગ
  • ડુંગળી કાપેલી ¼ કપ
  • લીંબુનો રસ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Veg Jalfrezi banavani recipe

વેજ જાલફ્રેઝી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જાલફ્રેઝી નો મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જીરું નાખીશું જીરું બરાબર તતડી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ નાખી ફૂલ તાપે ડુંગળી ને સાંતળી લેશું ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ ઝીણું સુધારેલું 1 ચમચી , લસણ ઝીણું સમારેલું  1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી લેશું.

ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ને વચે થી 2 ટુકડા માં સ્લાઈસ કરી અને બીજ કાઢી ને નાખીશું 3 નંગ જો તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય તો બીજ કાઢવાની જરૂર નથી ત્યાર બાદ તેમાં જીણા સુધારેલા ટમેટા સમારેલા 1 કપ નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં ટમેટાં ની પ્યુરી ½ કપ , મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ટીસ્પૂન , કાશ્મીરી મરચું પાવડર ½ ચમચી ધાણા જીરું પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલા પાવડર 1 ચમચી નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું. અને ટમેટાં ની અને મસાલા ની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી ચડાવી લેશું.

હવે ટમેટા ચળી ગયા બાદ આપણે તેમાં ફુલાવર ½ કપ નાખી અને 1 થી 1.5 મિનિટ જેવું ફૂલ તાપે ચડાવી લેશું ત્યાર બાદ તેમાં બીન્સ સ્લાઈસ કરેલી ½ કપ , ગાજર સ્લાઈસ કરેલી ½ કપ , પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી 1 કપ નાખી તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણા શાકભાજી ચોંટી ના જાય. ખાસ ધ્યાન રાખવું કે ઇયા બધા શાકભાજી ને આપણે પાતળા પાતળા કાપીશું જેથી બધા શાકભાજી ઝડપથી ચળી જાય. હવે પાણી નાખ્યા બાદ ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે કોબી ને ચડવા દેશું.

ત્યાર પછી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી ને 1 વખત ચમચા વડે હલાવી દેશું ત્યાર બાદ તેમાં લીલું કેપ્સીકમ સ્લાઈસ કરેલું ½ કપ , યેલો કેપ્સિકમ સ્લાઈસ ¼ કપ , લાલ કેપ્સીકમ સ્લાઈસ કરેલું ¼ કપ , ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર , પનીર સ્લાઈસ માં કટ કરેલું 1૦૦ ગ્રામ , લીલા મરચાં સ્લાઈસ માં કટ કરેલા 2 નંગ , ડુંગળી સ્લાઈસ માં કટ કરેલી ¼ કપ , લીંબુનો રસ ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને હલકા હાથે મિક્સ કરી દેશું.

તો તૈયાર છે આપણી વેજ જાલફ્રેઝી જેને પ્લેટ માં કાઢી અને ગરમા ગ્રામ પરેઠા સાથે સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વેજ જાલફ્રેઝી બનાવવાની રેસીપી

Veg Jalfrezi - વેજ જાલફ્રેઝી

Veg Jalfrezi banavani recipe

અલગ રીત નું શાક બનાવીશું જેમાં બધા જ શાકભાજી આવી જાયએવું શાક છે જેનું નામ Veg Jalfrezi – વેજ જાલફ્રેઝી છે જેનો પેલો શબ્દ જાલ એ એક બંગાલી વર્ડ છે જેનો મતલબ થાય છે સ્પાઇસી અને ફ્રેઝી છેતે એક રફ્રેન્સ છે સ્ટર ફ્રાઇંગ નું તો ચાલો આજે આ નવીજ રીત ની એકદમ મસ્ત રેસિપી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2 ચમચી ઘી
  • 2 ચમચી જીરું
  • ½ કપ ડુંગળી ઝીણી સુધારેલી
  • 1 ચમચી આદુ ઝીણું સુધારેલું
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 3 નંગ લીલાં મરચાં સ્લાઈસ કરેલા અને બીજ કાઢી ને નાખવા
  • 1 કપ ટામેટાં સમારેલા
  • કપ ટામેટાં ની પ્યુરી
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ટીસ્પૂન હળદર પાવડર
  • ½ ચમચી કાશ્મીરી મરચું પાવડર
  • ચમચી ધાણા જીરું પાવડર
  • 1 ચમચી જીરું પાવડર
  • 1 ચમચી ગરમ મસાલા પાવડર
  • ½ કપ ફુલાવર
  • ½ કપ બીન્સ
  • ½ કપ ગાજર
  • 1 કપ પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી
  • ½ કપ લીલું કેપ્સીકમ
  • ¼ કપ યેલો કેપ્સિકમ
  • ¼ કપ લાલ કેપ્સીકમ
  • ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર
  • 100 ગ્રામ પની સ્લાઈસ માં કટ કરેલું
  • 2 નંગ લીલા મરચાં
  • ¼ કપ ડુંગળી કાપેલી
  • ½ ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Veg Jalfrezi banavani recipe

  • વેજ જાલફ્રેઝી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જાલફ્રેઝી નો મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જીરું નાખીશું જીરું બરાબર તતડી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ નાખી ફૂલ તાપે ડુંગળી ને સાંતળી લેશું ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ ઝીણું સુધારેલું 1 ચમચી , લસણ ઝીણું સમારેલું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી લેશું.
  • ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ને વચે થી 2 ટુકડા માં સ્લાઈસ કરી અને બીજ કાઢી ને નાખીશું 3 નંગ જો તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય તો બીજ કાઢવાની જરૂર નથી ત્યાર બાદ તેમાં જીણા સુધારેલા ટમેટા સમારેલા 1 કપ નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં ટમેટાં ની પ્યુરી ½ કપ , મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ટીસ્પૂન , કાશ્મીરી મરચું પાવડર ½ ચમચી ધાણા જીરું પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલા પાવડર 1 ચમચી નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું. અને ટમેટાં ની અને મસાલા ની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી ચડાવી લેશું.
  • હવે ટમેટા ચળી ગયા બાદ આપણે તેમાં ફુલાવર ½ કપ નાખી અને 1 થી 1.5 મિનિટ જેવું ફૂલ તાપે ચડાવી લેશું ત્યાર બાદ તેમાં બીન્સ સ્લાઈસ કરેલી ½ કપ , ગાજર સ્લાઈસ કરેલી ½ કપ , પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી 1 કપ નાખી તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણા શાકભાજી ચોંટી ના જાય. ખાસ ધ્યાન રાખવું કે ઇયા બધા શાકભાજી ને આપણે પાતળા પાતળા કાપીશું જેથી બધા શાકભાજી ઝડપથી ચળી જાય. હવે પાણી નાખ્યા બાદ ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે કોબી ને ચડવા દેશું.
  • ત્યાર પછી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી ને 1 વખત ચમચા વડે હલાવી દેશું ત્યાર બાદ તેમાં લીલું કેપ્સીકમ સ્લાઈસ કરેલું ½ કપ , યેલો કેપ્સિકમ સ્લાઈસ ¼ કપ , લાલ કેપ્સીકમ સ્લાઈસ કરેલું ¼ કપ , ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર , પનીર સ્લાઈસ માં કટ કરેલું 1૦૦ ગ્રામ , લીલા મરચાં સ્લાઈસ માં કટ કરેલા 2 નંગ , ડુંગળી સ્લાઈસ માં કટ કરેલી ¼ કપ , લીંબુનો રસ ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને હલકા હાથે મિક્સ કરી દેશું.
  • તો તૈયાર છે આપણી વેજ જાલફ્રેઝી જેને પ્લેટ માં કાઢી અને ગરમા ગ્રામ પરેઠા સાથે સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali lot banavani recipe | ફરાળી લોટ બનાવવાની રેસીપી

અત્યારે લોકો ને વ્રત ઉપવાસ તો કરવા હોય છે પણ સાવ ભૂખ્યા કે ફળ ફ્રૂટ પર નથી કરી શકતા એટલે હાલ માં બજાર માં અલગ અલગ ઘણી પ્રકારના ફરાળી વાનગીઓ અને ફરાળી લોટ માથી બનાવેલ વાનગીઓ મળતી થઈ ગઈ છે પણ અત્યાર ના સમય માં બજાર માં મળતી ઘણી સામગ્રીઓ માં ખૂબ ભેળશેળ જોવા મળતી હોય છે ત્યારે વ્રત ઉપવાસ માં જે ચોખાઈ જોઈએ એ હશે કે નહીં એ પ્રશ્ન થતો હોય છે તો આજ આપણે ખૂબ સરળ રીતે ઘરે Farali lot – ફરાળી લોટ બનાવતા શીખીશું. જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને બજાર કરતા શુદ્ધ પણ હશે.  

INGREDIENTS

  • સામો/ મોરૈયો 500 ગ્રામ
  • સાબુદાણા 250 ગ્રામ
  • રાજગરો / રાજગરા નો લોટ 100 ગ્રામ
  • ડ્રાય શિંગોડા / શિંગોડા લોટ 50 ગ્રામ

Farali lot banavani recipe

ફરાળી લોટ બનાવવા સૌપ્રથમ સામા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ને પણ સાફ કરી લ્યો અને જો તમારી પાસે રાજગરો અને સૂકા શિંગોડા હોય તો એને પણ સાફ કરી લ્યો. હવે મિક્સર જાર માં સૌથી પહેલા સામા ને થોડો થોડો નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો.

ત્યાર બાદ થોડા થોડા કરી ને સાબુદાણા ને પણ મિક્સર જાર નાખી પીસી પાઉડર બનાવી ઝીણી ચારણી વડે સામા ના લોટ સાથે ચાળી લ્યો. હવે રાજગરા ને મિક્સર જાર માં નાખી પીસી એને પણ સામા સાથે ચાળી લ્યો અને છેલ્લે શિંગોડા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી બાકી ના લોટ સાથે ચાળી લ્યો. આમ બધી જ સામગ્રી ને બરોબર ઝીણી પીસી ઝીણી ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.

બધો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ફરી એક વખત ચાળી લ્યો જેથી લોટ બધા મિક્સ બરોબર થાય અને છેલ્લે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો અને જે ફરાળી રોટલી, ઢોસા, પરોઠા, ઈડલી, કચોરી જે પણ બનાવવું હોય એ બનાવી શકો છો. તો તૈયાર છે ફરાળી લોટ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી લોટ બનાવવાની રેસીપી

Farali lot - ફરાળી લોટ

Farali lot banavani recipe

અત્યારે લોકો ને વ્રત ઉપવાસ તો કરવા હોય છે પણ સાવ ભૂખ્યાકે ફળ ફ્રૂટ પર નથી કરી શકતા એટલે હાલ માં બજાર માં અલગ અલગ ઘણી પ્રકારના ફરાળી વાનગીઓઅને ફરાળી લોટ માથી બનાવેલ વાનગીઓ મળતી થઈ ગઈ છે પણ અત્યાર ના સમય માં બજાર માં મળતીઘણી સામગ્રીઓ માં ખૂબ ભેળશેળ જોવા મળતી હોય છે ત્યારે વ્રત ઉપવાસ માં જે ચોખાઈ જોઈએએ હશે કે નહીં એ પ્રશ્ન થતો હોય છે તો આજ આપણે ખૂબ સરળ રીતે ઘરે Farali lot – ફરાળી લોટ બનાવતા શીખીશું. જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને બજાર કરતાશુદ્ધ પણ હશે.  
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કિલો આશરે

Equipment

  • 1 મિક્સર
  • 1 એર ટાઇટ ડબ્બો
  • 1 ઝીણી ચારણી

Ingredients

  • 500 ગ્રામ સામો/ મોરૈયો
  • 250 ગ્રામ સાબુદાણા
  • 100 ગ્રામ રાજગરો / રાજગરા નો લોટ
  • 50 ગ્રામ ડ્રાય શિંગોડા / શિંગોડા લોટ

Instructions

Farali lot banavani recipe

  • ફરાળી લોટ બનાવવા સૌપ્રથમ સામા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ને પણ સાફ કરી લ્યો અને જો તમારી પાસે રાજગરો અને સૂકા શિંગોડા હોય તો એને પણ સાફ કરી લ્યો. હવે મિક્સર જાર માં સૌથી પહેલા સામા ને થોડો થોડો નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો.
  • ત્યાર બાદ થોડા થોડા કરી ને સાબુદાણા ને પણ મિક્સર જાર નાખી પીસી પાઉડર બનાવી ઝીણી ચારણી વડે સામા ના લોટ સાથે ચાળી લ્યો. હવે રાજગરા ને મિક્સર જાર માં નાખી પીસી એને પણ સામા સાથે ચાળી લ્યો અને છેલ્લે શિંગોડા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી બાકી ના લોટ સાથે ચાળી લ્યો. આમ બધી જ સામગ્રી ને બરોબર ઝીણી પીસી ઝીણી ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
  • બધો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ફરી એક વખત ચાળી લ્યો જેથી લોટ બધા મિક્સ બરોબર થાય અને છેલ્લે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો અને જે ફરાળી રોટલી, ઢોસા, પરોઠા, ઈડલી, કચોરી જે પણ બનાવવું હોય એ બનાવી શકો છો. તો તૈયાર છે ફરાળી લોટ.

Notes

  • જો તમને રાજગરો અને શિંગોડા ન મળતા હોય તો તમે એના લોટ ને પણ ચાળી ને નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Sakar papadi banavani recipe | સાકર પાપડી બનાવવાની રેસીપી

આ સાકર પાપડી એ ગુજરાત ની વર્ષો જૂની એક મીઠાઈ છે જે આજ કાલ ખૂબ ઓછા લોકો બનાવતા હોય છે. આ સાકર પાપડી નો આકાર કાજુ કતરી જેવો જ લાગતો હોય છે અને હાલ સાતમ આઠમ પર ઘરે મીઠાઈ ને ફરસાણ બનાવો ત્યારે એક વખત ચોક્કસ આ મીઠાઈ બનાવી મજા લઈ શકો છો. તો ચાલો Sakar papadi – સાકર પાપડી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બેસન 1 કપ
  • ઘી ½ કપ
  • સાકર ⅓ કપ
  • પિસ્તા ની કતરણ 2- 3 ચમચી

Sakar papadi banavani recipe

સાકર પાપડી બનાવવા સૌપ્રથમ આપણે સાકર ને પીસી ને પાઉડર બનાવી લેશું અને તૈયાર પીસેલા સાકર નો પાઉડર એક બાજુ મૂકીશું. હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી નવશેકું ગરમ કરવા મૂકો. ઘી નવશેકું થાય એટલે એમાં બેસન ને ચાળી ને નાખો ત્યાર બાદ હલાવતા રહો. બેસન ને સાવ ધીમા તાપે હલાવતા રહો બેસન ને આઠ દસ મિનિટ સુધી હલાવતા રહી શેકતા રહો.

દસ મિનિટ પછી ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો. ત્યાર બાદ બીજી કડાઈ માં સાકર ની પાઉડર નાખી એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી હલાવતા રહો અને દોઢ તાર ની ચાસણી બનાવી લ્યો. ચાસણી ઘટ્ટ થઈ દોઢ તાર થાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે તૈયાર ચાસણી માં શેકી રાખેલ બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ બરોબર મિક્સ કરતા જશો એટલે મિશ્રણ ઘટ્ટ બાંધેલા લોટ જેમ બની જાય એટલે બટર પેપર માં મૂકો અને થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઘી લગાવેલ વેલણ વડે મીડીયમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી વેલણ વડે વણી લ્યો.

વણેલી સાકર પાપડી પર ચાકુ થી મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો. તૈયાર કટકા ને થોડી વાર ઠંડા થવા દયો અને કટકા ઠંડા થાય એટલે હાથ થી અલગ અલગ કરી ડબ્બા માં ભરી પંદર વીસ દિવસ સુંધી મજા લ્યો. તો તૈયાર છે સાકર પાપડી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સાકર પાપડી બનાવવાની રેસીપી

Sakar papadi - સાકર પાપડી

Sakar papadi banavani recipe

આ સાકર પાપડી એ ગુજરાત ની વર્ષો જૂની એક મીઠાઈ છે જે આજકાલ ખૂબ ઓછા લોકો બનાવતા હોય છે. આ સાકર પાપડીનો આકાર કાજુ કતરી જેવો જ લાગતો હોય છે અને હાલ સાતમ આઠમ પર ઘરે મીઠાઈ ને ફરસાણ બનાવોત્યારે એક વખત ચોક્કસ આ મીઠાઈ બનાવી મજા લઈ શકો છો. તો ચાલો Sakar papadi – સાકર પાપડી બનાવવાની રીત શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 12 પીસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ બેસન
  • ½ કપ ઘી
  • કપ સાકર
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Sakar papadi banavani recipe

  • સાકર પાપડી બનાવવા સૌપ્રથમ આપણે સાકર ને પીસી ને પાઉડર બનાવી લેશું અને તૈયાર પીસેલા સાકર નો પાઉડર એક બાજુ મૂકીશું. હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી નવશેકું ગરમ કરવા મૂકો. ઘી નવશેકું થાય એટલે એમાં બેસન ને ચાળી ને નાખો ત્યાર બાદ હલાવતા રહો. બેસન ને સાવ ધીમા તાપે હલાવતા રહો બેસન ને આઠ દસ મિનિટ સુધી હલાવતા રહી શેકતા રહો.
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો. ત્યાર બાદ બીજી કડાઈ માં સાકર ની પાઉડર નાખી એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી હલાવતા રહો અને દોઢ તાર ની ચાસણી બનાવી લ્યો. ચાસણી ઘટ્ટ થઈ દોઢ તાર થાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે તૈયાર ચાસણી માં શેકી રાખેલ બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ બરોબર મિક્સ કરતા જશો એટલે મિશ્રણ ઘટ્ટ બાંધેલા લોટ જેમ બની જાય એટલે બટર પેપર માં મૂકો અને થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઘી લગાવેલ વેલણ વડે મીડીયમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી વેલણ વડે વણી લ્યો.
  • વણેલી સાકર પાપડી પર ચાકુ થી મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો. તૈયાર કટકા ને થોડી વાર ઠંડા થવા દયો અને કટકા ઠંડા થાય એટલે હાથ થી અલગ અલગ કરી ડબ્બા માં ભરી પંદર વીસ દિવસ સુંધી મજા લ્યો. તો તૈયાર છે સાકર પાપડી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Kaju anjeer milkshake banavani recipe | કાજુ અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી

આ મિલ્કશેક આજ આપણે કોઈ આઈસ્ક્રીમ કે ક્રીમ વગર બનાવશું જે એકદમ થીકશેક જેવો જ લાગે છે અને વ્રત માં બનાવી એક ગ્લાસ પીવો તો પેટ ભૂલ થઈ જશે અને વ્રત માં લાગતી ભૂખ ને શાંત કરી શકો છો. તો ચાલો Kaju anjeer milkshake – કાજુ અંજીર મિલ્કશેક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • અંજીર 12- 15
  • કાજુ ⅓ કપ
  • ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 2- 3 કપ
  • ખાંડ 2- 3 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

Kaju anjeer milkshake banavani recipe

કાજુ અંજીર મિલ્કશેક બનાવવા સૌપ્રથમ અંજીર ને સાફ કરી એક વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકી ને એક બે કલાક પલાળી મુકો અને સાથે કાજુ ને પણ ધોઈ ને પાણી નાખી બે કલાક પલાળી લ્યો.

બે કલાક પછી પલાળેલા અંજીર ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ નું પાણી નિતારી મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકી મેં પીસી લ્યો.

પીસી ને પેસ્ટ બનાવી લીધા બાદ એમાં પા કપ ઠંડું દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ ફરી એક કપ ઠંડુ દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બાકી નું દૂધ નાખી બરોબર પીસી લ્યો. આમ બરોબર પીસી લીધા બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે કાજુ અંજીર મિલ્કશેક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kaju anjeer milkshake - કાજુ અંજીર મિલ્કશેક

Kaju anjeer milkshake banavani recipe

આ મિલ્કશેક આજ આપણે કોઈ આઈસ્ક્રીમ કે ક્રીમ વગર બનાવશુંજે એકદમ થીકશેક જેવો જ લાગે છે અને વ્રત માં બનાવી એક ગ્લાસ પીવો તો પેટ ભૂલ થઈ જશેઅને વ્રત માં લાગતી ભૂખ ને શાંત કરી શકો છો. તો ચાલો Kaju anjeer milkshake – કાજુ અંજીર મિલ્કશેક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 મોટા ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 12- 15 અંજીર
  • કપ કાજુ
  • 2- 3 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
  • 2- 3 ચમચી ખાંડ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions

Kaju anjeer milkshake banavani recipe

  • કાજુ અંજીર મિલ્કશેક બનાવવા સૌપ્રથમ અંજીર ને સાફ કરી એક વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકી ને એક બે કલાક પલાળી મુકો અને સાથે કાજુ ને પણ ધોઈ ને પાણી નાખી બે કલાક પલાળી લ્યો.
  • બે કલાક પછી પલાળેલા અંજીર ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ નું પાણી નિતારી મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકી મેં પીસી લ્યો.
  • પીસી ને પેસ્ટ બનાવી લીધા બાદ એમાં પા કપ ઠંડું દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ ફરી એક કપ ઠંડુ દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બાકી નું દૂધ નાખી બરોબર પીસી લ્યો. આમ બરોબર પીસી લીધા બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે કાજુ અંજીર મિલ્કશેક.

Notes

  • જો તમને શેક બનાવો તો ત્રણ કપ ઠંડુ દૂધ નાખો અને જો થીકશેક બનાવવા માંગતા હો તો ઠંડુ દૂધ બે કપ નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dahi sabudana banavani recipe | દહીં સાબુદાણા બનાવવાની રેસીપી

આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. અત્યાર સુંધી આપણે સાબુદાણા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને વ્રત હોય કે ન હોય પણ સાબુદાણા ખાવા તો બધા ને પસંદ આવતા હોય છે તો આજ આપણે એક સાદી સિમ્પલ પણ ટેસ્ટી લાગે એવી વ્રત હોય કે ન હોય તો પણ ખાઈ શકાય એવી સ્વાદિસ્ટ અને હેલ્થી વાનગી બનાવતા શીખીશું. તો ચાલો Dahi sabudana – દહીં સાબુદાણા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સાબુદાણા 1 કપ
  • દહીં ¾ કપ
  • લીલા મરચા સુધારેલા 3- 4
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • ઘી 1- 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો 3- 4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Dahi sabudana banavani recipe

દહીં સાબુદાણા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાબુદાણા ને મીડીયમ તાપે હલાવતા રહો અને સાબુદાણા ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થાય એટલે એમાં સાબુદાણા ડૂબે અને ઉપર થોડું ઉપર રહે એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ કલાક પલાળી મુકો.

ત્રણ કલાક પછી સાબુદાણા બરોબર પલળી જાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.

ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર ને દહીં સાબુદાણા ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે દહીં સાબુદાણા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં સાબુદાણા બનાવવાની રેસીપી

Dahi sabudana - દહીં સાબુદાણા

Dahi sabudana banavani recipe

આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. અત્યાર સુંધીઆપણે સાબુદાણા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને વ્રત હોય કે ન હોય પણ સાબુદાણાખાવા તો બધા ને પસંદ આવતા હોય છે તો આજ આપણે એક સાદી સિમ્પલ પણ ટેસ્ટી લાગે એવી વ્રતહોય કે ન હોય તો પણ ખાઈ શકાય એવી સ્વાદિસ્ટ અને હેલ્થી વાનગી બનાવતા શીખીશું. તો ચાલો Dahi sabudana – દહીં સાબુદાણા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 બાઉલ
  • 1 વઘારિયું

Ingredients

  • 1 કપ સાબુદાણા
  • ¾ કપ દહીં
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Dahi sabudana banavani recipe

  • દહીં સાબુદાણા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાબુદાણા ને મીડીયમ તાપે હલાવતા રહો અને સાબુદાણા ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થાય એટલે એમાં સાબુદાણા ડૂબે અને ઉપર થોડું ઉપર રહે એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ કલાક પલાળી મુકો.
  • ત્રણ કલાક પછી સાબુદાણા બરોબર પલળી જાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
  • ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર ને દહીં સાબુદાણા ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે દહીં સાબુદાણા.

Notes

  • અહીં જો તમે વ્રત ઉપવાસમાં ન ખાતા હો તો વઘાર માં રાઈ, અડદ દાળ, ચણા દાળ, હિંગ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી