Home Blog Page 23

Crispy Gawar Fali banavani recipe | ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રેસીપી

અત્યારે બજારમાં દેશી અને બીજા ગુવાર ખૂબ સારો મળે છે ત્યાર જો એક નું એક શાક કંટાળી ગયા હો તો એક વખત આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી ગુવાર ને ખીચડી, રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Crispy Gawar Fali – ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • દેશી ગુવાર 250 ગ્રામ
  • બેસન 4- 5 ચમચી
  • ચોખા નો લોટ 3- 4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • અજમો 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Crispy Gawar Fali banavani recipe

ક્રિસ્પી ગુવાર ફળી બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી અલગ કરી નાખી સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી થોડી ચડાવી લ્યો.

ગુવાર ને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ ચારણી માં કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે અજમો મસળી ને નાખો.

ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગુવાર ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન અને ચોખાનો લોટ નાખી બરોબર કોટિંગ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા ગુવાર ને નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગુવાર બરોબર ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી ને બીજી ગુવાર તરી લ્યો. આમ બધી ગુવાર તરી લ્યો છેલ્લે એમાં ચાર્ટ મસાલો છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રિસ્પી ગુવાર ફળી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રેસીપી

Crispy Gawar Fali - ક્રિસ્પી ગુવાર ફળી

Crispy Gawar Fali banavani recipe

અત્યારે બજારમાં દેશી અને બીજા ગુવાર ખૂબ સારો મળે છેત્યાર જો એક નું એક શાક કંટાળી ગયા હો તો એક વખત આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી ગુવારને ખીચડી, રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Crispy Gawar Fali – ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 250 ગ્રામ દેશી ગુવાર
  • 4- 5 ચમચી બેસન
  • 3- 4 ચમચી ચોખા નો લોટ
  • 2- 3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Crispy Gawar Fali banavani recipe

  • ક્રિસ્પી ગુવાર ફળી બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી અલગ કરી નાખી સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી થોડી ચડાવી લ્યો.
  • ગુવાર ને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ ચારણી માં કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે અજમો મસળી ને નાખો.
  • ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગુવાર ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન અને ચોખાનો લોટ નાખી બરોબર કોટિંગ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા ગુવાર ને નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગુવાર બરોબર ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી ને બીજી ગુવાર તરી લ્યો. આમ બધી ગુવાર તરી લ્યો છેલ્લે એમાં ચાર્ટ મસાલો છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રિસ્પી ગુવાર ફળી.

Notes

  • બેસન અને ચોખા નો લોટ જરૂર મુજબ વધુ ઓછું કરી લ્યો.
  • જો ગુવાર દેશી ન હોય તો ગુવાર ની લાંબી ફળી ન મીડીયમ સાઇઝ ના કાપી કટકા કરી ને પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dahi arbi nu shaak | દહીં અરબી નું શાક બનાવવાની રીત

રાધાષ્ટમી પર રાધાજી ને ભોગ ચડાવવા માટે બનાવશું રાધાજી ને પ્રિય એવું અરબી નું શાક જે પૂરી, માલપુવા સાથે રાધાજી ને ભોગ અર્પણ કરવાથી રાધાજી ની વિશેષ કૃપા મેળવી શકીશું. તો ચાલો આજે આપણે Dahi arbi nu shaak – દહીં અરબી નું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • અરબી 200 ગ્રામ
  • ઘી જરૂર મુજબ
  • જીરું ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • સમારેલા ટામેટા 2
  • દહીં ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • પાણી જરૂર મુજબ

Dahi arbi nu shaak banavani rit

દહીં અરબી નું શાક બનાવવા સૌપ્રથમ અરબી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ ને કોરી કરી લ્યો. ત્યાર બાદ અરબી ના ગોળ અને પાતળી પાતળી સુધારી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાટકામાં દહીં લઈ એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલ ટમેટા પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકો. ઘી મીડીયમ તાપે ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ અરબી ના કટકા થોડા થોડા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અરબી ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી જ અરબી ને તરી લ્યો.

હવે કડાઈમાં બે ત્રણ ચમચી ઘી રહેવા દઈ બાકી નું ઘી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ નું ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં પીસેલા ટમેટા નાખી મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ટમાટર માંથી ઘી અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ અરબી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

સાત મિનિટ પછી શાક બરોબર ચળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી શાક બરોબર હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહીં અરબી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં અરબી નું શાક બનાવવાની રીત

Dahi arbi nu shaak - દહીં અરબી નું શાક

Dahi arbi nu shaak banavani rit

રાધાષ્ટમી પર રાધાજી ને ભોગ ચડાવવા માટે બનાવશું રાધાજીને પ્રિય એવું અરબી નું શાક જે પૂરી, માલપુવા સાથેરાધાજી ને ભોગ અર્પણ કરવાથી રાધાજી ની વિશેષ કૃપા મેળવી શકીશું. તો ચાલો આજેઆપણે Dahi arbi nu shaak – દહીં અરબી નું શાક બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 200 ગ્રામ અરબી
  • ઘી જરૂર મુજબ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2- 3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 સમારેલા ટામેટા
  • ¼ દહીં ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions

Dahi arbi nu shaak banavani rit

  • દહીં અરબી નું શાક બનાવવા સૌપ્રથમ અરબી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ ને કોરી કરી લ્યો. ત્યાર બાદ અરબી ના ગોળ અને પાતળી પાતળી સુધારી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાટકામાં દહીં લઈ એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલ ટમેટા પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકો. ઘી મીડીયમ તાપે ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ અરબી ના કટકા થોડા થોડા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અરબી ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી જ અરબી ને તરી લ્યો.
  • હવે કડાઈમાં બે ત્રણ ચમચી ઘી રહેવા દઈ બાકી નું ઘી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ નું ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં પીસેલા ટમેટા નાખી મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમાટર માંથી ઘી અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ અરબી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • સાત મિનિટ પછી શાક બરોબર ચળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી શાક બરોબર હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહીં અરબી.

Notes

  • ઘી ની જગ્યાએ તમે તેલ વાપરી શકો છો.
  • જો તમે વ્રત ઉપવાસ માટે બનાવતા હો તો અજમો ન નાખવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Rasila malpuva banavani recipe | રસીલા માલપુવા બનાવવાની રેસીપી

અત્યાર સુંધી આપણે અલગ અલગ ભગવાન ભોગ પ્રસાદી બનાવતા તો શીખ્યા પણ આજ આપણે આપણા બધાના પ્યારા કૃષ્ણ ની પ્યારી એવા રાધારાણી ને પસંદ હોય એવો ભોગ બનાવશું. રાધાષ્ટમી આવી રહી છે તો ચાલો આજ આપણે રાધાજી ના પ્રિય એવા માલપુવા બનાવતા શીખીએ. તો ચાલો Rasila malpuva – રસીલા માલપુવા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઘઉંનો લોટ ¾ કપ
  • સોજી ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • વરિયાળી પાઉડર ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • દૂધ 1 ½ કપ
  • ફ્રેશ મલાઈ 2- 3 ચમચી
  • તરવા માટે ઘી / તેલ
  • ડ્રાય ફ્રૂટ ની કતરણ જરૂર મુજબ

ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • કેસર ના તાંતણા 8- 10
  • ગુલાબ જળ 1 ચમચી

Rasila malpuva banavani recipe

રસીલા માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, એલચી પાઉડર, ખાંડ, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સવા કપ જેટલું દૂધ થોડું થોડું નાખતા જઈ મિક્સ કરતા જાઓ અને ગાંઠા ના રહે એમ મિક્સ કરતા જાઓ અને મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફેટેલી મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને એમાં એક કપ થી થોડું ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને પાણીમાં ઓગળી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કેસર ના તાંતણા, ગુલાબ જળ નાખી મિક્સ કરી ચાસણી બને આંગળી વચ્ચે ફેરવવા થી ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો . ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.

હવે એક સપાટ તળિયા વાળી કડાઈમાં ઘી અથવા તેલ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુંધી માં લોટ ન મિશ્રણ માં બીજો પા કપ દૂધ નાખી મિશ્રણ ને બરોબર સ્મૂથ કરી લેશું. હવે ઘી મીડીયમ ગરમ થાય એટલે કડછી થી ઘી માં મિશ્રણ રેડી દેશું આમ થોડા થોડા અંતરે એક થી બે માલપુવા નાખી મીડિયમ તાપે બને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેશું.

માલપુવા બને બાજુથી ગોલ્ડન થાય એટલે ઘી માંથી કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણીમાં નાખો અને એક મિનિટ ચાસણીમાં બોળી કાઢી લ્યો. આમ બધા જ માલપુવા તરી ચાસણીમાં બોળી લ્યો અને ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસીલા માલપુવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રસીલા માલપુવા બનાવવાની રેસીપી

Rasila malpuva - રસીલા માલપુવા

Rasila malpuva banavani recipe

અત્યાર સુંધી આપણે અલગ અલગ ભગવાન ભોગ પ્રસાદી બનાવતા તોશીખ્યા પણ આજ આપણે આપણા બધાના પ્યારા કૃષ્ણ ની પ્યારી એવા રાધારાણી ને પસંદ હોય એવોભોગ બનાવશું. રાધાષ્ટમી આવી રહી છે તો ચાલો આજ આપણે રાધાજીના પ્રિય એવા માલપુવા બનાવતા શીખીએ. તો ચાલો Rasila malpuva – રસીલા માલપુવા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • ¾ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ સોજી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી વરિયાળી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ½ કપ દૂધ
  • 2-3 ચમચી ફ્રેશ મલાઈ
  • તરવા માટે ઘી / તેલ
  • ડ્રાય ફ્રૂટ ની કતરણ જરૂર મુજબ

ચાસણી માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • 8-10 કેસર ના તાંતણા
  • 1 ચમચી ગુલાબ જળ

Instructions

Rasila malpuva banavani recipe

  • રસીલા માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, એલચી પાઉડર, ખાંડ, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સવા કપ જેટલું દૂધ થોડું થોડું નાખતા જઈ મિક્સ કરતા જાઓ અને ગાંઠા ના રહે એમ મિક્સ કરતા જાઓ અને મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફેટેલી મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને એમાં એક કપ થી થોડું ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને પાણીમાં ઓગળી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કેસર ના તાંતણા, ગુલાબ જળ નાખી મિક્સ કરી ચાસણી બને આંગળી વચ્ચે ફેરવવા થી ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો . ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.
  • હવે એક સપાટ તળિયા વાળી કડાઈમાં ઘી અથવા તેલ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુંધી માં લોટ ન મિશ્રણ માં બીજો પા કપ દૂધ નાખી મિશ્રણ ને બરોબર સ્મૂથ કરી લેશું. હવે ઘી મીડીયમ ગરમ થાય એટલે કડછી થી ઘી માં મિશ્રણ રેડી દેશું આમ થોડા થોડા અંતરે એક થી બે માલપુવા નાખી મીડિયમ તાપે બને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેશું.
  • માલપુવા બને બાજુથી ગોલ્ડન થાય એટલે ઘી માંથી કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણીમાં નાખો અને એક મિનિટ ચાસણીમાં બોળી કાઢી લ્યો. આમ બધા જ માલપુવા તરી ચાસણીમાં બોળી લ્યો અને ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસીલા માલપુવા.

Notes

  • ચાસણીમાં કોઈ તાર નથી કરવાનો માત્ર ચિકાસ પડતી બનાવવાની છે.
  • માલપુવા ને મીડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચળી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Limbu marcha nu athanu | લીંબુ મરચા નું અથાણું બનાવવાની રેસીપી

આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે જે રોટલી, રોટલા અને પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે કોઈ શાક બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે તમે આ અથાણા ને શાક ની જગ્યાએ ખાઈ શકો છો અને શાક સાથે બે રોટલી ખવાતી હશે તો આ અથાણા સાથે તમે ત્રણ રોટલી પણ ખાઈ જશો. બનાવવા માં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી Limbu marcha nu athanu – લીંબુ મરચા નું અથાણું બનાવતા શીખીએ. તો ચાલો લીંબુ મરચા નું અથાણું બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • મીડીયમ તીખા મરચા 250 ગ્રામ
  • સૂકા આખા ધાણા 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • કાચી વરિયાળી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • કલોન્જી 1 ચમચી
  • તેલ / સરસો તેલ ½ કપ
  • લીંબુ 4- 5
  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / મોરું લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હિંગ 1- 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Limbu marcha nu athanu banavani recipe

લીંબુ મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, મેથી દાણા, સૂકા આખા ધાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરવા મૂકો. મસાલા ઠંડા થાય ત્યાં સુંધી માં એજ ગરમ કડાઈમાં સરસો તેલ / તેલ નાખી ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.

હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જાર માં અથવા ખંડણી માં નાખી પીસી પાઉડર બનાવી લઈ એક બાજુ મૂકો. ત્યાર બાદ લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી બિલકુલ કોરા કરી લ્યો. હવે કોરા કરેલા મરચા ની દાડી અલગ કરી સુધારી લ્યો ( મરચા ને મિક્સર અથવા ખંડણી માં અધ કચરા કૂટી લ્યો.

હવે લીંબુનો રસ કાઢી લઈ એક વાટકા માં મૂકો. ત્યાર બાદ મરચા ને એક મોટા વાસણમાં લઈ એમાં પીસી રાખેલ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કલૌંજી, હળદર, મોરા લાલ મરચાનો પાઉડર, હિંગ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર અથાણા ને કાચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીંબુ મરચા નું અથાણું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીંબુ મરચા નું અથાણું બનાવવાની રેસીપી

Limbu marcha nu athanu - લીંબુ મરચા નું અથાણું

Limbu marcha nu athanu banavani recipe

આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે જે રોટલી, રોટલા અને પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે કોઈશાક બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે તમે આ અથાણા ને શાક ની જગ્યાએ ખાઈ શકો છો અને શાકસાથે બે રોટલી ખવાતી હશે તો આ અથાણા સાથે તમે ત્રણ રોટલી પણ ખાઈ જશો. બનાવવા માં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી Limbu marcha nu athanu – લીંબુ મરચા નું અથાણું બનાવતા શીખીએ. તો ચાલો લીંબુ મરચાનું અથાણું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી
  • 1 ખરલ / મિક્સર

Ingredients

  • 250 ગ્રામ મીડીયમ તીખા મરચા
  • 1 ચમચી સૂકા આખા ધાણા
  • ½ ચમચી મેથી દાણા
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી કલોન્જી
  • ½ કપ તેલ / સરસો તેલ
  • 4-5 લીંબુ
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / મોરું લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Limbu marcha nu athanu banavani recipe

  • લીંબુ મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, મેથી દાણા, સૂકા આખા ધાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરવા મૂકો. મસાલા ઠંડા થાય ત્યાં સુંધી માં એજ ગરમ કડાઈમાં સરસો તેલ / તેલ નાખી ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.
  • હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જાર માં અથવા ખંડણી માં નાખી પીસી પાઉડર બનાવી લઈ એક બાજુ મૂકો. ત્યાર બાદ લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી બિલકુલ કોરા કરી લ્યો. હવે કોરા કરેલા મરચા ની દાડી અલગ કરી સુધારી લ્યો ( મરચા ને મિક્સર અથવા ખંડણી માં અધ કચરા કૂટી લ્યો.
  • હવે લીંબુનો રસ કાઢી લઈ એક વાટકા માં મૂકો. ત્યાર બાદ મરચા ને એક મોટા વાસણમાં લઈ એમાં પીસી રાખેલ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કલૌંજી, હળદર, મોરા લાલ મરચાનો પાઉડર, હિંગ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર અથાણા ને કાચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીંબુ મરચા નું અથાણું.

Notes

  • જો અથાણા ને લાંબો સમય સાચવી રાખવું હોય તો એમાં વિનેગર નાખી શકો છો.
  • લીલા મરચા તમે તમારી પસંદ મુજબ મોરા, તીખા કે મીડીયમ તીખા લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Bhutte Ka Khees banavani rit | ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત

આજે આપણે ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત શીખીશું. આ એક ઇન્દોરી વાનગી છે જે ખાસ ચોમાસા માં મળતી તાજી તાજી મકાઈ માંથી બનાવવામાં આવતી હોય છે જે એક ખાસ પ્રકારના મસાલા છાંટી સર્વ થતી હોય જે મસાલો પણ આજ આપણે બનાવતા શીખીશું. તો ચાલો આપણે Bhutte Ka Khees – ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • જીરાવન મસાલો બનાવવા માટેની સામગ્રી
  • સૂકા આખા ધાણા 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તમાલપત્ર 3
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • જાવેંત્રી 1- 2 નંગ
  • લવિંગ 5- 7
  • મરી 10- 12
  • જામફળ ½
  • મીઠું ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • હિંગ ½ ચમચી

ખેસ બનાવવા માટેની સામગ્રી

  • મકાઈ / ભુટ્ટા 2- 3
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • લવિંગ 1- 2
  • હિંગ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • મીઠા લીમડા ના પાંદ 5- 7
  • મીઠું સ્વાદ મુજબ
  • દૂધ ½ કપ

Bhutte Ka Khees banavani rit

ભુટ્ટે કી ખેસ બનાવવા સૌપ્રથમ આપણે એના માટે જીરાવન મસાલો બનાવશું  જે બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું, મરી, લવિંગ, તમાલપત્ર, તજ નો ટુકડો, જાવેંત્રી, જાયફળ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લેશું. મસાલા શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાખી મિક્સ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લેશું.

હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, મીઠું, સુંઠ પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લેશું. તો તૈયાર છે આપણો જીરાવન મસાલો.

ભુટ્ટે ની ખેસ બનાવવા મકાઈ ને છોલી સાફ કરી લ્યો અને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે બધી જ મકાઈ ને છીણી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો . તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી, લવિંગ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી શેકી લ્યો.

મરચા શેકાઈ જાય એટલે એમાં છીણી રાખેલ મકાઈ નાખો અને હલાવતા રહી શેકી લ્યો. મકાઈ શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને દૂધ નાખી મિક્સ કરી લ્યો. દૂધ નાખી દીધ બાદ બરોબર મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. દૂધ માં મકાઈ ને ધીમા તાપે આઠ દસ મિનિટ બરોબર ચળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ખેસ ને સર્વિંગ  બાઉલ માં લઈ એના પર લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને પીસી રાખેલ મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે ભુટ્ટે કી ખેસ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત

Bhutte Ka Khees - ભુટ્ટે કી ખેસ

Bhutte Ka Khees banavani rit

એક ઇન્દોરી વાનગી છે જે ખાસ ચોમાસા માં મળતી તાજી તાજી મકાઈ માંથી બનાવવામાં આવતી હોય છે જે એકખાસ પ્રકારના મસાલા છાંટી સર્વ થતી હોય જે મસાલો પણ આજ આપણે બનાવતા શીખીશું. તો ચાલો આપણે Bhutte Ka Khees – ભુટ્ટે કીખેસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી
  • 1 મિક્સર

Ingredients

જીરાવન મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી સૂકા આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 3 તમાલપત્ર
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 1-2 નંગ જાવેંત્રી
  • 5-7 લવિંગ
  • 10-12 મરી
  • ½ જામફળ
  • ½ ચમચી મીઠું
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • ½ ચમચી હિંગ

ખેસ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 મકાઈ / ભુટ્ટા
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • 1-2 લવિંગ
  • ½ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ દૂધ

Instructions

Bhutte Ka Khees banavani rit

  • ભુટ્ટે કી ખેસ બનાવવા સૌપ્રથમ આપણે એના માટે જીરાવન મસાલો બનાવશું જે બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું, મરી, લવિંગ, તમાલપત્ર, તજ નો ટુકડો, જાવેંત્રી, જાયફળ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લેશું. મસાલા શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાખી મિક્સ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લેશું.
  • હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, મીઠું, સુંઠ પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લેશું. તો તૈયાર છે આપણો જીરાવન મસાલો.
  • ભુટ્ટે ની ખેસ બનાવવા મકાઈ ને છોલી સાફ કરી લ્યો અને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે બધી જ મકાઈ ને છીણી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો . તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી, લવિંગ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી શેકી લ્યો.
  • મરચા શેકાઈ જાય એટલે એમાં છીણી રાખેલ મકાઈ નાખો અને હલાવતા રહી શેકી લ્યો. મકાઈ શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને દૂધ નાખી મિક્સ કરી લ્યો. દૂધ નાખી દીધ બાદ બરોબર મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. દૂધ માં મકાઈ ને ધીમા તાપે આઠ દસ મિનિટ બરોબર ચળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ખેસ ને સર્વિંગ બાઉલ માં લઈ એના પર લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને પીસી રાખેલ મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે ભુટ્ટે કી ખેસ.

Notes

  • જો તમે દૂધ અને મીઠું બને એક સાથે ન ખાતા હો તો દૂધ ની જગ્યાએ નારિયળ નું કે બદામ નું દૂધ પણ વાપરી શકો છો. અથવા કાજુ ને પલાડી પીસી એ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Rasmalai Modak banavani rit | રસમલાઈ મોદક બનાવવાની રીત

ગણપતિ બાપ્પા આવી રહ્યા છે અને એમના સ્વાગત માં આપણે બીજી ઘણી બધી તૈયારીઓ સાથે એમના માટે એમના પસંદ ના મોદક બનાવવાની પણ તૈયારીઓ કરતા હોઈએ છીએ ત્યારે બધા ને એવી ઈચ્છા હોય કે એ બધા થી અલગ જ સ્વાદિસ્ટ મોદક બનાવી બાપ્પા ને અર્પણ કરે તો આજ આપણે મોઢા માં નાખતા જ ઓગળી જાય અને ગણપતિ બાપ્પા ને પણ પસંદ આવે એવા Rasmalai Modak -રસમલાઈ મોદક બનાવતા શીખીએ.  

INGREDIENTS

  • પનીર  500 ગ્રામ
  • ઘી 4- 5 ચમચી
  • મિલ્ક પાઉડર ½ કપ
  • પીસેલી સાકર 4- 5 ચમચી
  • રોઝ એસેન્સ 1- 2 ટીપાં
  • ગુલાબની પાંખડી 2- 3 ચમચી
  • પિસ્તા ની કતરણ 3- 4 ચમચી
  • કેસર ના તાંતણા 10- 15

Rasmalai Modak banavani rit

રસમલાઈ મોદક બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસર ના તાંતણા ને નવશેકા પાણીમાં નાખી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં ફ્રેશ હોય એવા પનીર ના કટકા નાખો અને મિક્સર જાર ની ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી ને પનીર ને પીસી સ્મૂથ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો.

ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ પનીર અને પીસેલી સાકર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો. મિશ્રણ પહેલા તો પીગળેલું બની જશે પણ થોડી વાર હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ચડાવતા રહો.

મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં રોઝ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં  કેસર નું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ફ્રી બધું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પિસ્તા ની કતરણ અને સૂકા ગુલાબની પાંખડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ને મોલ્ડ માં થોડા પિસ્તા અને ગુલાબની પાંખડી મૂકી તૈયાર મિશ્રણ મૂકી પેક કરી લ્યો અને ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો આમ બધા જ મોદક તૈયાર કરી લ્યો અને ગણપતિ બાપ્પા ને ચડાવી પ્રસાદી ગ્રહણ કરો. તો તૈયાર છે રસમલાઈ મોદક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રસમલાઈ મોદક બનાવવાની રીત

Rasmalai Modak -રસમલાઈ મોદક

Rasmalai Modak banavani rit

ગણપતિ બાપ્પા આવી રહ્યા છે અને એમના સ્વાગત માં આપણે બીજીઘણી બધી તૈયારીઓ સાથે એમના માટે એમના પસંદ ના મોદક બનાવવાની પણ તૈયારીઓ કરતા હોઈએ છીએત્યારે બધા ને એવી ઈચ્છા હોય કે એ બધા થી અલગ જ સ્વાદિસ્ટ મોદક બનાવી બાપ્પા ને અર્પણકરે તો આજ આપણે મોઢા માં નાખતા જ ઓગળી જાય અને ગણપતિ બાપ્પા ને પણ પસંદ આવે એવા Rasmalai Modak -રસમલાઈમોદક બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોદક મોલ્ડ
  • 1 મિક્સર

Ingredients

  • 500 ગ્રામ પનીર
  • 4- 5 ચમચી ઘી
  • ½ કપ મિલ્ક પાઉડર
  • 4- 5 ચમચી પીસેલી સાકર
  • 1- 2 ટીપાં રોઝ એસેન્સ
  • 2- 3 ચમચી ગુલાબની પાંખડી
  • 3- 4 ચમચી પિસ્તા ની કતરણ
  • 10- 15 કેસર ના તાંતણા

Instructions

Rasmalai Modak banavani rit

  • રસમલાઈ મોદક બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસર ના તાંતણા ને નવશેકા પાણીમાં નાખી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં ફ્રેશ હોય એવા પનીર ના કટકા નાખો અને મિક્સર જાર ની ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી ને પનીર ને પીસી સ્મૂથ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો.
  • ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ પનીર અને પીસેલી સાકર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો. મિશ્રણ પહેલા તો પીગળેલું બની જશે પણ થોડી વાર હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ચડાવતા રહો.
  • મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં રોઝ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં કેસર નું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ફ્રી બધું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પિસ્તા ની કતરણ અને સૂકા ગુલાબની પાંખડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ને મોલ્ડ માં થોડા પિસ્તા અને ગુલાબની પાંખડી મૂકી તૈયાર મિશ્રણ મૂકી પેક કરી લ્યો અને ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો આમ બધા જ મોદક તૈયાર કરી લ્યો અને ગણપતિ બાપ્પા ને ચડાવી પ્રસાદી ગ્રહણ કરો. તો તૈયાર છે રસમલાઈ મોદક.

Notes

  • તૈયાર મિશ્રણ થોડું નરમ લાગતું હોય તો ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી ને મોદક બનાવો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Ragi Modak banavani rit | રાગી મોદક બનાવવાની રીત

ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે બાપ્પા ને પ્રસાદ ન એક ન એક લાડુ ન ચડાવતા રોજ અલગ અલગ સ્વાદ ના લાડુ ચડાવી શકાય એ માટે આજ આપણે રાગી ના લોટ માંથી હેલ્થી ,ટેસ્ટી અને ખૂબ સરળ રીતે તૈયાર થતા લાડુ બનાવવાની રીત શીખીશું. જે બાપ્પા ને તો પસંદ આવશે સાથે બીજા બધા ને પણ ખૂબ પસંદ આવશે. તો ચાલો Ragi Modak – રાગી મોદક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • રાગી નો લોટ ⅓ કપ
  • સુધારેલી બદામ 1 કપ
  • બીજ કાઢેલ ખજૂર ⅔ કપ
  • એલચી પાઉડર ½ ચમચી

Ragi Modak banavani rit

રાગી મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડીયમ તાપે બદામ ના કટકા નાખી હલાવતા રહી શેકી લ્યો બદામ થોડી ગોલ્ડન થવા લાગે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. ત્યાર બાદ એજ કડાઈ માં રાગી નો લોટ ને ચાળી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં શેકી ને ઠંડી કરેલી બદામ નાખી પ્લસ મોડ માં ફેરવતા જઈ  પીસો. બદામ જેમ જેમ પીસાતી જશે એમ એનો સ્મુથ પેસ્ટ બનતો જશે. બદામ નો સ્મૂથ પેસ્ટ બની જાય એટલે એમાં બીજ કાઢેલી ખજૂર ના કટકા અને એલચી પાઉડર નાખો અને એને પણ બદામ સાથે પીસી સ્મૂથ બનાવી લ્યો.

બને સ્મુથ થાય એટલે એમાં શેકી રાખેલ લોટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો ( અહીં તમે ખજૂર બદામ ન મિશ્રણ ને કથરોટ માં કાઢી એમાં શેકેલ રાગી નો લોટ નાખી હાથથી પણ મિક્સ કરી શકો છો ) હવે તૈયાર મિશ્રણ ને મોદક મોલ્ડ માં ભરી દબાવી મોદક તૈયાર કરી લ્યો અથવા હાથ થી મોદક નો આકાર આપી મોદક તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રાગી મોદક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાગી મોદક બનાવવાની રીત

Ragi Modak - રાગી મોદક

Ragi Modak banavani rit

ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે બાપ્પા ને પ્રસાદ ન એકન એક લાડુ ન ચડાવતા રોજ અલગ અલગ સ્વાદ ના લાડુ ચડાવી શકાય એ માટે આજ આપણે રાગી ના લોટમાંથી હેલ્થી ,ટેસ્ટી અને ખૂબ સરળ રીતે તૈયાર થતાલાડુ બનાવવાની રીત શીખીશું. જે બાપ્પાને તો પસંદ આવશે સાથે બીજા બધા ને પણ ખૂબ પસંદ આવશે. તો ચાલો Ragi Modak – રાગી મોદક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 ફૂડ પ્રોસેસર/ મિક્સર
  • 1 મોદક મોલ્ડ

Ingredients

  • કપ રાગી નો લોટ
  • 1 કપ સુધારેલી બદામ
  • કપ બીજ કાઢેલ ખજૂર
  • ½ ચમચી એલચી પાઉડર

Instructions

Ragi Modak banavani rit

  • રાગી મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડીયમ તાપે બદામ ના કટકા નાખી હલાવતા રહી શેકી લ્યો બદામ થોડી ગોલ્ડન થવા લાગે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. ત્યાર બાદ એજ કડાઈ માં રાગી નો લોટ ને ચાળી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં શેકી ને ઠંડી કરેલી બદામ નાખી પ્લસ મોડ માં ફેરવતા જઈ પીસો. બદામ જેમ જેમ પીસાતી જશે એમ એનો સ્મુથ પેસ્ટ બનતો જશે. બદામ નો સ્મૂથ પેસ્ટ બની જાય એટલે એમાં બીજ કાઢેલી ખજૂર ના કટકા અને એલચી પાઉડર નાખો અને એને પણ બદામ સાથે પીસી સ્મૂથ બનાવી લ્યો.
  • બને સ્મુથ થાય એટલે એમાં શેકી રાખેલ લોટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો ( અહીં તમે ખજૂર બદામ ન મિશ્રણ ને કથરોટ માં કાઢી એમાં શેકેલ રાગી નો લોટ નાખી હાથથી પણ મિક્સ કરી શકો છો ) હવે તૈયાર મિશ્રણ ને મોદક મોલ્ડ માં ભરી દબાવી મોદક તૈયાર કરી લ્યો અથવા હાથ થી મોદક નો આકાર આપી મોદક તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રાગી મોદક.

Notes

  1. જો મીઠાસ વધુ ઓછી કરવી હોય તો ખજૂર ની માત્રા એ મુજબ વધુ ઓછી કરવી.
  2. તમે વચ્ચે શેકેલ ડ્રાય ફ્રૂટ કે મીઠા માવા નું સ્ટફિંગ મૂકી ને પણ મોદક બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી