Home Blog Page 47

Lila vatana ni sandwich banavani recipe | લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી

દરેક ઘર માં રોજ સાંજે સુ બનાવું એ પ્રશ્ન હમેશા રહેતો હોય છે તો આજ આપણે એક સોજી અને વટાણા માંથી એક નવો અને ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો Lila vatana ni sandwich – લીલા વટાણા ની સેન્ડવિચ તો ચાલો શીખીએ.

Ingredients list

  • લીલા વટાણા 2 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લસણ ની કણી 4-5
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • દહીં ½ કપ
  • સોજી 2 કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ½
  • બાફેલી મકાઈ ¼ કપ
  • ચીઝ 4-5 ક્યૂબ
  • પનીર ના કટકા ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

તેલ 1-2 ચમચી

  • હિંગ 1-2 ચપટી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી

Lila vatana ni sandwich banavani recipe

લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ વટાણા નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા નાખી દર્દરા પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ માંથી પા કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને મિક્સર જાર માં સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.

પીસેલા મિશ્રણ ને વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે એક મોટી તપેલી માં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, પનીર ના કટકા, ચીઝ છીણી ને નાખો સાથે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને સોજી વટાણા ના મિશ્રણ માં નાખો સાથે પા કપ અલગ કાઢેલ વટાણા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, બેકિંગ પાઉડર અને ઈનો નાખી બરોબર મિક્સ કરી સેન્ડવિચ માટેનુ મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે સેન્ડવિચ મશીન લઈ એમાં તેલ લગાવો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ એમાં નાખી અને વચ્ચે થોડી સ્ટફિંગ મૂકી ફરી એના પર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લીધા બાદ ધીમા કે મિડીયમ તાપે બને બાજુ ફેરવતા જય ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

બને બાજુ તેલ લગાવી બરોબર શેકાઈ જાય એટલે સેન્ડવિચ ને મશીન માંથી કાઢી લ્યો અને બીજી સેન્ડવીચ બનાવવા મૂકો. આમ એક એક કરી બધી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી, સોસ , સેવ છાંટી સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ની સેન્ડવિચ.

Sandwich recipe notes

  • અહી જો તમને સેન્ડવિચ મશીન માં ના ફાવે તો તમે અપંમ પેન માં થોડું થોડું મિશ્રણ નાખી વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ઉપર મિશ્રણ નાખી બને બાજુ ગોલ્ડન શેકી ને પણ નાસ્તો બનાવી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી

Lila vatana ni sandwich - લીલા વટાણા ની સેન્ડવિચ

Lila vatana ni sandwich banavani recipe

દરેક ઘર માં રોજ સાંજે સુ બનાવું એ પ્રશ્ન હમેશા રહેતોહોય છે તો આજ આપણે એક સોજી અને વટાણા માંથી એક નવો અને ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીશુંજે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો Lila vatana ni sandwich – લીલા વટાણાની સેન્ડવિચ તો ચાલો શીખીએ.
3 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 5 નંગ

Equipment

  • 1 મિક્સર
  • 1 સેન્ડવિચ મશીન
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 2 કપ લીલા વટાણા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 4-5 લસણ ની કણી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ દહીં
  • 2 કપ સોજી
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ¼ કપ બાફેલી મકાઈ
  • 4-5 ક્યૂબ ચીઝ
  • ¼ કપ પનીર ના કટકા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ઓરેગાનો
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1-2 ચપટી હિંગ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ

Instructions

Lila vatana ni sandwich banavani recipe

  • લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ વટાણા નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા નાખી દર્દરા પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ માંથી પા કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને મિક્સર જાર માં સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે એક મોટી તપેલી માં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, પનીર ના કટકા, ચીઝ છીણી ને નાખો સાથે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને સોજી વટાણા ના મિશ્રણ માં નાખો સાથે પા કપ અલગ કાઢેલ વટાણા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, બેકિંગ પાઉડર અને ઈનો નાખી બરોબર મિક્સ કરી સેન્ડવિચ માટેનુ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે સેન્ડવિચ મશીન લઈ એમાં તેલ લગાવો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ એમાં નાખી અને વચ્ચે થોડી સ્ટફિંગ મૂકી ફરી એના પર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લીધા બાદ ધીમા કે મિડીયમ તાપે બને બાજુ ફેરવતા જય ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • બને બાજુ તેલ લગાવી બરોબર શેકાઈ જાય એટલે સેન્ડવિચ ને મશીન માંથી કાઢી લ્યો અને બીજી સેન્ડવીચ બનાવવા મૂકો. આમ એક એક કરી બધી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી, સોસ , સેવ છાંટી સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ની સેન્ડવિચ.

Sandwich recipe notes

  • અહી જો તમને સેન્ડવિચ મશીન માં ના ફાવે તો તમે અપંમ પેન માં થોડું થોડું મિશ્રણ નાખી વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ઉપર મિશ્રણ નાખી બને બાજુ ગોલ્ડન શેકી ને પણ નાસ્તો બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Pudina Aloo banavani recipe | ફુદીના આલું બનાવવાની રેસીપી

અત્યારે બજાર માં નવા આલું આવવા લાગ્યા છે અને ફુદીનો પણ ખૂબ સારો આવે છે ત્યારે આ શાક બનાવી ને મજા લઇ શકાય અને કઈક અલગ અને ખૂબ ઓછા મસાલા વગર ખૂબ ટેસ્ટી લાગે એવું Pudina Aloo – ફુદીના આલું બનાવવાની રીત શીખીશું.

Ingredients list

  • નાની સાઇઝ ના આલું 10-12 બાફેલા
  • ફુદીના ના પાંદ 1 કપ
  • ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
  • શેકેલ સફેદ તલ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Pudina Aloo banavani recipe

ફુદીના આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખો અને નાના આલું એમાં નાખી ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આલું કાઢી એની છાલ ઉતારી લ્યો.

હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો.

હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો હવે બાફી ને છોલી રાખેલ આલું નાખો અને આલું ને ઘી માં પાંચ સાત મિનિટ હલકા હાથે હલાવી શેકી લેવા.

સાત મિનિટ પછી એમાં જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા ફુદીના ના પાંદ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, શેકેલ સફેદ તલ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો

Aloo recipe notes

  • આલું ને ના ઘણા ચડાવી લેવા નકર શેકતી વખતે મેસ થઈ જશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફુદીના આલું બનાવવાની રેસીપી

Pudina Aloo - ફુદીના આલું - Pudina Aloo banavani recipe - ફુદીના આલું બનાવવાની રેસીપી

Pudina Aloo banavani recipe

અત્યારે બજાર માં નવા આલું આવવા લાગ્યા છે અને ફુદીનોપણ ખૂબ સારો આવે છે ત્યારે આ શાક બનાવી ને મજા લઇ શકાય અને કઈક અલગ અને ખૂબ ઓછા મસાલાવગર ખૂબ ટેસ્ટી લાગે એવું Pudina Aloo – ફુદીના આલું બનાવવાની રીત શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 10-12 બાફેલા નાની સાઇઝ ના આલું
  • 1 કપ ફુદીના ના પાંદ
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ કપ શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
  • 1-2 ચમચી શેકેલ સફેદ તલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Pudina Aloo banavani recipe

  • ફુદીના આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખો અને નાના આલું એમાં નાખી ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આલું કાઢી એની છાલ ઉતારી લ્યો.
  • હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો હવે બાફી ને છોલી રાખેલ આલું નાખો અને આલું ને ઘી માં પાંચ સાત મિનિટ હલકા હાથે હલાવી શેકી લેવા.
  • સાત મિનિટ પછી એમાં જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા ફુદીના ના પાંદ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, શેકેલ સફેદ તલ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો

Aloo recipe notes

  • આલું ને ના ઘણા ચડાવી લેવા નકર શેકતી વખતે મેસ થઈ જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

chyawanprash banavani rit | ચ્યવનપ્રાશ બનાવવાની રીત

શિયાળા માં વસાણા થી ભરપુર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને અત્યાર સુંધી ચમન પ્રાસ શિયાળા માં બજાર માંથી લઈ આવી ને તો સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા આવ્યા છીએ પણ આ શિયાળા માં ઘરે ચ્યવનપ્રાશ બનાવવાની રીત –  chyawanprash banavani rit થી તૈયાર કરી મજા લ્યો.

Chyawanprash ingredients in gujarati

  • આમળા 500 ગ્રામ
  • છીણેલો ગોળ 500 ગ્રામ
  • મધ 150 ગ્રામ
  • ખજૂર 200 ગ્રામ
  • ઘી 25 ગ્રામ
  • તેલ નું તેલ 25 ગ્રામ
  • તુલસી ના પાંદ 25-30
  • સૂંઠ ના કટકા 10 ગ્રામ
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • એલચી 10-12
  • મરી 2 ચમચી
  • પીપળી 10-12 નંગ
  • જીરું 1 ચમચી
  • જાવેંત્રી 1 ફૂલ
  • વરિયાળી 2-3 ચમચી
  • તમાલપત્ર 3-4 નંગ
  • સૂકા ગુલાબ ની પાંખડી 2 ચમચી
  • કેસર ના તાંતણા 15-20

chyawanprash banavani rit

ચ્યવનપ્રાશ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ આમળા ને કુકર માં એક કપ પાણી નાખી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આમળા ને  ચારણી માં કાઢી ને પાણી નીતરવા મૂકો.

આમળા માંથી પાણી નિતારી લીધા બાદ બીજ કાઢી અલગ કરી લ્યો અને ત્યાર બાદ આમળા ને ધોઇ સાફ કરી તુલસી ના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લેવી. હવે બીજા મિક્સર જારમાં સૂંઠ ના કટકા, લવિંગ, પીપળી, તજ નો ટુકડો, એલચી, જીરું, મરી , વરિયાળી, તમાલપત્ર ના પાંદ, જાવેંત્રિ અને સૂકા ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો અને જાર ને ધોઇ સાફ કરી કોરો કરી લ્યો.

હવે સાફ જાર માં ઠરિયા કાઢી ખજૂર ને નાખો અને એની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તલ નું તેલ ગરમ કરવા મૂકો. ઘી અને તલ નું તેલ ગરમ થાય એટલે એમાં આમળા ની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો આમળા માંથી પાણી બરી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ખજૂર ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

આમળા અને ખજૂર ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરો અને તેલ ઘી અલગ થવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખો અને મિડીયમ તાપે હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગોળ બરોબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં જે મસાલા પીસી પાઉડર બનાવેલ હતો એ નાખો અને એને પણ બરોબર મિક્સ કરો.

 ત્યારબાદ એમાં મધ નાખો અને મિક્સ કરી અને ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને શિયાળા માં મજા લ્યો. તો તૈયાર છે ચ્યમનપ્રાશ.

Chamn prash recipe notes

  • અહી આમળા ને ચારણીમાં નાખી ને કડાઈ માં પાણીમાં નાખી કાંઠા પર મૂકો અને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચ્યવનપ્રાશ બનાવવાની રીત

chaman prash - ચમન પ્રાસ - chyawanprash banavani rit – ચ્યવનપ્રાશ - ચ્યવનપ્રાશ બનાવવાની રીત

chyawanprash banavani rit

શિયાળા માં વસાણા થી ભરપુર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારીમાનવામાં આવે છે અને અત્યાર સુંધી ચમન પ્રાસ શિયાળા માં બજારમાંથી લઈ આવી ને તો સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા આવ્યા છીએ પણ આ શિયાળા માં ઘરે ચ્યવનપ્રાશ બનાવવાની રીત –  chyawanprash banavani rit થી તૈયાર કરી મજા લ્યો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 જાર

Ingredients

Chyawanprash ingredients in gujarati

  • 500 ગ્રામ આમળા
  • 500 ગ્રામ છીણેલો ગોળ
  • 150 ગ્રામ મધ
  • 200 ગ્રામ ખજૂર
  • 25 ગ્રામ ઘી
  • 25 ગ્રામ તેલ નું તેલ
  • 25 -30 તુલસી ના પાંદ
  • 10 ગ્રામ સૂંઠ ના કટકા
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 10-12 એલચી
  • 2 ચમચી મરી
  • 10-12 નંગ પીપળી
  • 1 ચમચી જીરું
  • 1 ફૂલ જાવેંત્રી
  • 2-3 ચમચી વરિયાળી
  • 3-4 નંગ તમાલપત્ર
  • 2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
  • 15-20 કેસર ના તાંતણા

Instructions

chyawanprash banavani rit

  • ચ્યવનપ્રાશ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ આમળા ને કુકર માં એક કપ પાણી નાખી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આમળા ને ચારણી માં કાઢી ને પાણી નીતરવા મૂકો.
  • આમળા માંથી પાણી નિતારી લીધા બાદ બીજ કાઢી અલગ કરી લ્યો અને ત્યાર બાદ આમળા ને ધોઇ સાફ કરી તુલસી ના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લેવી. હવે બીજા મિક્સર જારમાં સૂંઠ ના કટકા, લવિંગ, પીપળી, તજ નો ટુકડો, એલચી, જીરું, મરી , વરિયાળી, તમાલપત્ર ના પાંદ, જાવેંત્રિ અને સૂકા ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો અને જાર ને ધોઇ સાફ કરી કોરો કરી લ્યો.
  • હવે સાફ જાર માં ઠરિયા કાઢી ખજૂર ને નાખો અને એની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તલ નું તેલ ગરમ કરવા મૂકો. ઘી અને તલ નું તેલ ગરમ થાય એટલે એમાં આમળા ની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો આમળા માંથી પાણી બરી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ખજૂર ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • આમળા અને ખજૂર ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરો અને તેલ ઘી અલગ થવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખો અને મિડીયમ તાપે હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગોળ બરોબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં જે મસાલા પીસી પાઉડર બનાવેલ હતો એ નાખો અને એને પણ બરોબર મિક્સ કરો.
  • ત્યારબાદ એમાં મધ નાખો અને મિક્સ કરી અને ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને શિયાળા માં મજા લ્યો. તો તૈયાર છે ચ્યમનપ્રાશ.

Chamn prash recipe notes

  • અહી આમળા ને ચારણીમાં નાખી ને કડાઈ માં પાણીમાં નાખી કાંઠા પર મૂકો અને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila lasan ane lila dhana ni chatni | લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી

આપણે શિયાળા માં જે સૌથી સારા ને તાજા મળે એવા લીલા લસણ અને લીલા ધાણા નો ઉપયોગ કરી આપણે એક ટેસ્ટી અને હેલ્થી Lila lasan ane lila dhana ni chatni – લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવી તૈયાર કરીશું જે ખાવા માં જેટલી ટેસ્ટી છે બનાવી પણ ખૂબ સરસ છે. તો આ ચટણી બનાવી રોટલી, પરોઠા કે રોટલા સાથે સર્વ કરો અને બધા જ પૂછતા રહી જસે કે આટલી ટેસ્ટી ચટણી બનાવી કેવી રીતે.

Ingredients list

  • લીલું લસણ સુધારેલ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લીલી હળદર ના કટકા 2-3 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Lila lasan ane lila dhana ni chatni banavani rit

Lila lasan ane lila dhana ni chatni banavani rit

લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ વખત ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નીતરવા મૂકો. હવે લસણ ના મૂળ ચાકુથી કાપી અલગ કરી લ્યો અને ઉપર થી એક બે પાંદ અલગ કરી સાફ લ્યો અને એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી સુધારી લ્યો.

હવે લીલી હળદર ને પણ ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરી પાણી થી ધોઈ એના પણ કટકા કરી લ્યો અને લીંબુ નો રસ કાઢી તૈયાર કરી લીલા મરચા ધોઇ સાફ કરી કટકા કરી લ્યો.

હવે બધી સામગ્રી તૈયાર કરી લીધા બાદ મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલા, લીલી હળદર સુધારેલ, લીંબુનો રસ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

ચટણી થોડી પીસી લીધા જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી એક વખત પીસી લ્યો. હવે એમાં તેલ નાખી એક વખત મિક્સર ફેરવી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી.

Chatni recipe notes

  • અહી જો તમારા પાસે સીંગદાણા નું તેલ હોય તો એ નાખશો તો ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
  • ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો તમને લીલા લસણ નું તીખાશ વધારે પસંદ ના આવતી હોય તો લીલું લસણ અડધો કપ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવાની રીત

Lila lasan ane lila dhana ni chatni - લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી

Lila lasan ane lila dhana ni chatni banavani rit

આપણે શિયાળા માં જે સૌથી સારા ને તાજા મળે એવા લીલા લસણઅને લીલા ધાણા નો ઉપયોગ કરી આપણે એક ટેસ્ટી અને હેલ્થી Lila lasan ane lila dhana ni chatni – લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવી તૈયાર કરીશું જે ખાવા માં જેટલી ટેસ્ટી છે બનાવી પણ ખૂબ સરસ છે. તો આ ચટણી બનાવી રોટલી,પરોઠા કે રોટલા સાથે સર્વ કરો અને બધા જ પૂછતા રહી જસે કે આટલી ટેસ્ટી ચટણી બનાવી કેવી રીતે.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી જીરું
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લીલી હળદર ના કટકા
  • 1-2 ચમચી તેલ
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lila lasan ane lila dhana ni chatni banavani rit

  • લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ વખત ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નીતરવા મૂકો. હવે લસણ ના મૂળ ચાકુથી કાપી અલગ કરી લ્યો અને ઉપર થી એક બે પાંદ અલગ કરી સાફ લ્યો અને એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી સુધારી લ્યો.
  • હવે લીલી હળદર ને પણ ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરી પાણી થી ધોઈ એના પણ કટકા કરી લ્યો અને લીંબુ નો રસ કાઢી તૈયાર કરી લીલા મરચા ધોઇ સાફ કરી કટકા કરી લ્યો.
  • હવે બધી સામગ્રી તૈયાર કરી લીધા બાદ મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલા, લીલી હળદર સુધારેલ, લીંબુનો રસ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • ચટણી થોડી પીસી લીધા જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી એક વખત પીસી લ્યો. હવે એમાં તેલ નાખી એક વખત મિક્સર ફેરવી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી.

Notes

અહી જો તમારા પાસે સીંગદાણા નું તેલ હોય તો એ નાખશો તો ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
જો તમને લીલા લસણ નું તીખાશ વધારે પસંદ ના આવતી હોય તો લીલું લસણ અડધો કપ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Green pavbhaji banavani recipe | ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી

મિત્રો જેમ બોમ્બ ની પાઉંભાજી પ્રખ્યાત છે એમ ગ્રીન પાઉંભાજી સુરત ની ખૂબ પ્રખ્યાત છે અને શિયાળા ની શરૂઆત માં બજાર માં લીલા શાક ખૂબ સારા આવે ત્યારે આ ભાજી બનાવી ખાવા થી સ્વાદિષ્ટ તો લાગે સાથે હેલ્થી Green pavbhaji પણ બને છે.

Ingredients list

  • બટાકા 2-3
  • પાલક 250 ગ્રામ
  • ફણસી સુધારેલ ½ કપ
  • વટાણા ½ કપ
  • ફુલાવર ના કટકા 1 કપ
  • આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 3-4 ચમચી
  • પાઉંભાજી મસાલો 1 ચમચી
  • લીલા ટમેટા સુધારેલ ½ કપ
  • લીલી ડુંગળી સુધારેલ 2 કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 1
  • લીલું લસણ 4-5 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ફુદીના ના પાંદ 10-15
  • લીલું લસણ ઝીણું સમારેલું ½ કપ
  • હિંગ ¼ ચમચી
  • તેલ 2-3 ચમચા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાઉં જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ
  • સલાડ જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ

Green pavbhaji banavani recipe

ગ્રીન પાઉંભાજી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સુધારી એક બાજુ મૂકો. લીલી ડુંગળી ને પણ સાફ કરી સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ સુધારી લ્યો. લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને ફુલાવર ના કટકા કરી લ્યો અને બટાકા ને ધોઇ સાફ કરી લેવી અને લસણ , આદુ અને લીલા મરચા મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે કુકર લ્યો એમાં સુધારેલ બટાકા, સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખી સ્વાદ મુજબ મીઠું અને અડધા થી એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો.

પાલક ને બાફી લીધા બાદ તરત ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ એ જ પાલક વાળા પાણીમાં વટાણા નાખી ને વટાણા ને બાફી લ્યો અને વટાણા બાફી લીધા બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં લીલા ધાણા, લીલું લસણ, ફુદીનો અને બાફી રાખેલ પાલક નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો અને ત્યાર બાદ કુકર મા બાફી રાખેલ શાક ને મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી સુધારેલી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી એને પણ શેકી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા લીલાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.

ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પાઉંભાજી મસાલો, માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કેપ્સીકમ સુધારેલ નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક, બાફી રાખેલ વટાણા, પાલક વગેરે ની પેસ્ટ અને અડધો કપ પાણી  નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ગ્રીન પાઉંભાજી ને પાઉં, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન પાઉંભાજી.

Pavbhaji recipe notes

  • અહીં તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
  • આના સિવાય બીજા લીલા શાક નો પણ ઉપયોગ કરી શકાય.
  • જો વધુ તીખાશ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી

Green pavbhaji - ગ્રીન પાઉંભાજી

Green pavbhaji banavani recipe

મિત્રો જેમ બોમ્બ ની પાઉંભાજી પ્રખ્યાત છે એમ ગ્રીન પાઉંભાજી સુરત ની ખૂબ પ્રખ્યાત છે અને શિયાળા ની શરૂઆત માં બજાર માં લીલા શાક ખૂબ સારા આવે ત્યારેઆ ભાજી બનાવી ખાવા થી સ્વાદિષ્ટ તો લાગે સાથે હેલ્થી Green pavbhaji પણ બને છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2-3 બટાકા
  • 250 ગ્રામ પાલક
  • ½ કપ ફણસી સુધારેલ
  • ½ કપ વટાણા
  • 1 કપ ફુલાવર ના કટકા
  • 3-4 ચમચી આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચમચી પાઉંભાજી મસાલો
  • ½ કપ લીલા ટમેટા સુધારેલ
  • 2 કપ લીલી ડુંગળી સુધારેલ
  • 1 કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 4-5 ચમચી લીલું લસણ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 10-15 ફુદીના ના પાંદ
  • ½ કપ લીલું લસણ ઝીણું સમારેલું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચા તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાઉં જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ
  • સલાડ જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ

Instructions

Green pavbhaji banavani recipe

  • ગ્રીન પાઉંભાજી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સુધારી એક બાજુ મૂકો. લીલી ડુંગળી ને પણ સાફ કરી સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ સુધારી લ્યો. લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને ફુલાવર ના કટકા કરી લ્યો અને બટાકા ને ધોઇ સાફ કરી લેવી અને લસણ , આદુ અને લીલા મરચા મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે કુકર લ્યો એમાં સુધારેલ બટાકા, સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખી સ્વાદ મુજબ મીઠું અને અડધા થી એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો.
  • પાલક ને બાફી લીધા બાદ તરત ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ એ જ પાલક વાળા પાણીમાં વટાણા નાખી ને વટાણા ને બાફી લ્યો અને વટાણા બાફી લીધા બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં લીલા ધાણા, લીલું લસણ, ફુદીનો અને બાફી રાખેલ પાલક નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો અને ત્યાર બાદ કુકર મા બાફી રાખેલ શાક ને મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી સુધારેલી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી એને પણ શેકી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા લીલાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
  • ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પાઉંભાજી મસાલો, માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કેપ્સીકમ સુધારેલ નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક, બાફી રાખેલ વટાણા, પાલક વગેરે ની પેસ્ટ અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ગ્રીન પાઉંભાજી ને પાઉં, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન પાઉંભાજી.

Pavbhaji recipe notes

  • અહીં તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
  • આના સિવાય બીજા લીલા શાક નો પણ ઉપયોગ કરી શકાય.
  • જો વધુ તીખાશ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Restaurant style palak paneer nu shaak | રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક

આજ નું આપણું પંજાબી શાક આજ કાલ લગ્ન પ્રસંગ પર મળતા અને હોટલ અને રેસટોરન્ટ માં મળતા પાલક પનીર ના શાક કરતા પણ વધારે ટેસ્ટી લાગશે. તો એક વખત આ રીતે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ સરળ રીતે આ Restaurant style palak paneer nu shaak – રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક બનાવી તૈયાર કરી પરિવાર સાથે મજા લ્યો. તો ચાલો પાલક પનીર નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • પાલક 500 ગ્રામ
  • માખણ 2-3 ચમચી
  • પનીર 250 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા 1-2
  • આદુ ની પેસ્ટ ½  ચમચી
  • લાલ મરચાનો પાઉડર 3ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો 1-2 ચમચી
  • વરિયાળી પાઉડર 2 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • કસૂરી મેથી 2 ચમચી
  • તજ નો પાઉડર ⅛ ચમચી
  • ક્રીમ ¼ કપ
  • દહીં 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Restaurant style palak paneer nu shaak banavani recipe

પાલક પનીર નું શાક બનાવવા સૌપ્રથમ પનીર ના કટકા કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો. હવે સાફ કરેલી પાલક ને બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી લ્યો. હવે ગેસ પર કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલી પાલક નાખો અને સાથે સાફ કરી ધોઇ રાખેલ લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા નાખી એક થી બે મિનિટ પાલક ને બાફી લેવી.

બે મિનિટ પછી પાલક ને ગરમ પાણીમાંથી કાઢી બરફ ના ઠંડા પાણી માં નાખી બે ત્રણ મિનિટ રહેવા દેવી. ત્રણ મિનિટ પછી બરફ ના પાણી માંથી કદી મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં મેરીનેટ કરેલ પનીર માં કટકા નાખો અને મિડીયમ તાપે બધી બાજુથી શેકી લ્યો. હવે શેકેલ પનીર ના કટકા એક બાજુ મૂકો.

હવે બીજી કડાઈમાં બે ચમચી તેલ અને ઘી નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો હવે એમાં લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને લસણ ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ ની પેસ્ટ નાખી બીજી એક મિનિટ શેકી લેવી.

લસણ આદુ શેકી લીધા બાદ એમાં પા ચમચી હળદર. લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સૂંઠ પાઉડર અને વરિયાળી પાઉડર નાખી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બિલકુલ ધીમો કરી એમાં દહી નાખી મિક્સ કરી દહી ને બે ચાર મિનિટ બરોબર ચડાવી લેવું. દહીં બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી મસળી ને નાખી મિક્સ કરી લેવી.

હવે એમાં પાલક નો પલ્પ નાખી ફરીથી પાંચ સાત મિનિટ પાલક ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં ક્રીમ અને માખણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તજ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. હવે શેકી રાખેલ પનીર ના કટકા નાખી અને પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર નું શાક.

Shaak recipe notes

  • પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખવાથી પાલક નો રંગ લીલો જ રહે છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક બનાવવાની રેસીપી

રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક - Restaurant style palak paneer nu shaak

Restaurant style palak paneer nu shaak banavani recipe

આજ નું આપણું પંજાબી શાક આજ કાલ લગ્ન પ્રસંગ પર મળતા અનેહોટલ અને રેસટોરન્ટ માં મળતા પાલક પનીર ના શાક કરતા પણ વધારે ટેસ્ટી લાગશે. તો એક વખતઆ રીતે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ સરળ રીતે આ Restaurant style palak paneer nu shaak – રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક બનાવી તૈયાર કરી પરિવાર સાથે મજા લ્યો. તો ચાલો પાલકપનીર નું શાક બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ પાલક
  • 2-3 ચમચી માખણ
  • 250 ગ્રામ પનીર
  • 3-4 ચમચી તેલ
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 1-2 લીલા મરચા
  • 3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી વરિયાળી પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 2 ચમચી કસૂરી મેથી
  • ચમચી તજ નો પાઉડર
  • ¼ કપ ક્રીમ
  • 1 કપ દહીં
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Restaurant style palak paneer nu shaak banavani recipe

  • પાલક પનીર નું શાક બનાવવા સૌપ્રથમ પનીર ના કટકા કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો. હવે સાફ કરેલી પાલક ને બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી લ્યો. હવે ગેસ પર કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલી પાલક નાખો અને સાથે સાફ કરી ધોઇ રાખેલ લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા નાખી એક થી બે મિનિટ પાલક ને બાફી લેવી.
  • બે મિનિટ પછી પાલક ને ગરમ પાણીમાંથી કાઢી બરફ ના ઠંડા પાણી માં નાખી બે ત્રણ મિનિટ રહેવા દેવી. ત્રણ મિનિટ પછી બરફ ના પાણી માંથી કદી મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં મેરીનેટ કરેલ પનીર માં કટકા નાખો અને મિડીયમ તાપે બધી બાજુથી શેકી લ્યો. હવે શેકેલ પનીર ના કટકા એક બાજુ મૂકો.
  • હવે બીજી કડાઈમાં બે ચમચી તેલ અને ઘી નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો હવે એમાં લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને લસણ ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ ની પેસ્ટ નાખી બીજી એક મિનિટ શેકી લેવી.
  • લસણ આદુ શેકી લીધા બાદ એમાં પા ચમચી હળદર. લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સૂંઠ પાઉડર અને વરિયાળી પાઉડર નાખી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બિલકુલ ધીમો કરી એમાં દહી નાખી મિક્સ કરી દહી ને બે ચાર મિનિટ બરોબર ચડાવી લેવું. દહીં બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી મસળી ને નાખી મિક્સ કરી લેવી.
  • હવે એમાં પાલક નો પલ્પ નાખી ફરીથી પાંચ સાત મિનિટ પાલક ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં ક્રીમ અને માખણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તજ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. હવે શેકી રાખેલ પનીર ના કટકા નાખી અને પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર નું શાક.

Shaak recipe notes

  • પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખવાથી પાલક નો રંગ લીલો જ રહે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Mula na pand ni chatni | મૂળા ના પાંદ ની ચટણી

મિત્રો શિયાળા ના મૂળા જેટલા મીઠા લાગે એટલા જ ગુણકારી પણ હોય છે અને મૂળા જેટલા ગુણકારી છે એના પાંદ પણ એટલા જ ગુણકારી છે. તો અત્યાર સુંધી આપણે મૂળા અને એના પાંદ માંથી ઘણી વાનગીઓ બનાવી છે પણ આજ આપણે સ્વાદિષ્ટ Mula na pand ni chatni – મૂળા ના પાંદ ની ચટણી બનાવતા શીખીશું.

Ingredient list

  • મૂળા ના પાંદ 3 કપ સુધારેલ
  • સરસો તેલ 2-3 ચમચી
  • લસણ ની કણી 5-7
  • લીલા મરચા સુધારેલા 3-4
  • જીરું 1 ચમચી
  • ટમેટા પેસ્ટ 1-2
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Mula na pand ni chatni banavani rit

મૂળા ના પાંદ ની ચટણી બનાવવા સૌપ્રથમ મૂળા ના કાચા કાચા પાંદ અને કાચી દાડી ને અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વખત પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ મૂળા ના પાંદ નાખો અને ને ચાર મિનિટ ઉકાળી લ્યો.

ચાર મિનિટ પછી પાંદ ને ચારણી માં કાઢી લ્યો અને પાંદ ને ઠંડા કરી લ્યો. પાંદ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો અને પેસ્ટ ને ઢાંકી ને ચડાવી લ્યો અને ને ત્રણ મિનિટ પછી ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં મૂળ ની પેસ્ટ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.

સાત મિનિટ શેકી લીધા બાદ એમાં આમચૂર પાઉડર નાખી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ચટણી ને બરણી માં ભરી મજા લ્યો. તો તૈયાર છે મૂળા ના પાંદ ની ચટણી.

Chatni recipe notes

  • અહીં તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો અને જો ઘી વાપરી ને ચટણી કરો તો એક વખત જોઈએ એટલી જ ચટણી બનાવો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મૂળા ના પાંદ ની ચટણી બનાવવાની રીત

મૂળા ના પાંદ ની ચટણી - Mula na pand ni chatni

Mula na pand ni chatni banavani rit

મિત્રો શિયાળા ના મૂળા જેટલા મીઠા લાગે એટલા જ ગુણકારીપણ હોય છે અને મૂળા જેટલા ગુણકારી છે એના પાંદ પણ એટલા જ ગુણકારી છે. તો અત્યારસુંધી આપણે મૂળા અને એના પાંદ માંથી ઘણી વાનગીઓ બનાવી છે પણ આજ આપણે સ્વાદિષ્ટ Mula na pand ni chatni – મૂળા ના પાંદ ની ચટણી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 3 કપ મૂળા ના પાંદ સુધારેલ
  • 2-3 ચમચી સરસો તેલ
  • 5-7 લસણ ની કણી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી જીરું
  • 1-2 ટમેટા પેસ્ટ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Mula na pand ni chatni

  • મૂળા ના પાંદ ની ચટણી બનાવવા સૌપ્રથમ મૂળા ના કાચા કાચા પાંદ અને કાચી દાડી ને અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વખત પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ મૂળા ના પાંદ નાખો અને ને ચાર મિનિટ ઉકાળી લ્યો.
  • ચાર મિનિટ પછી પાંદ ને ચારણી માં કાઢી લ્યો અને પાંદ ને ઠંડા કરી લ્યો. પાંદ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો અને પેસ્ટ ને ઢાંકી ને ચડાવી લ્યો અને ને ત્રણ મિનિટ પછી ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં મૂળ ની પેસ્ટ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
  • સાત મિનિટ શેકી લીધા બાદ એમાં આમચૂર પાઉડર નાખી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ચટણી ને બરણી માં ભરી મજા લ્યો. તો તૈયાર છે મૂળા ના પાંદ ની ચટણી.

Chatni recipe notes

  • અહીં તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો અને જો ઘી વાપરી ને ચટણી કરો તો એક વખત જોઈએ એટલી જ ચટણી બનાવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી