Home Blog Page 154

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સતુ નો શરબત બનાવવાની સરળ રીત શીખીશું. દેશી ચણા નો ઉપયોગ આપણે અલગ-અલગ પ્રકારના વાનગીઓ જેમ કે ચણા નું શાક, પાણી પૂરીમાં બનાવવા કરતા હોઈએ છીએ તેમજ તેજ ચણા ને શેકી એટલે કે જેને આપણે દાળિયા બને છે જે ગોળ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તેનો ઉપયોગ પણ આપણે એક નાસ્તા તરીકે કરતા હોઈએ છે કેમ કે ચણામાં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને ફાઇબર રહેલા હોય છે જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે આપણે ક્યારેક બહાર થી  ફરીને આવ્યા  હોઈએ કે થાકેલા હોઇએ ત્યારે આ દાળિયા માંથી  જટપટ બને ને ખુબ એનર્જી આપે તેવો શરબત બનાવતા શીખીશું, Sattu sharbat recipe in Gujarati, Sattu no sharbat banavani rit

સતુ શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 4 ચમચી સતું પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી શેકેલા જીરું નો પાવડર
  • 1 લીંબુ નો રસ
  • 5-6 ફુદીના ના પાન
  • જરૂર મુજબ ઠંડું પાણી

Sattu sharbat recipe in Gujarati

સતુ નો મીઠો શરબત બનાવવાની રીત

સૌ પ્રથમ એક ગ્લાસમાં બે ચમચી સતું પાવડર ઉમેરો , ત્યાર બાદ તેમાં એક એક ચમચી પીસેલી ખાંડ ઉમેરો

ત્યાર બાદ બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો , અડધા લીંબુ નો રસ નાખો , જરૂર મુજબ ઠંડું પાણી નાખી મિક્સ કરો

સતુ નો ખારો શરબત બનાવવાની રીત

બીજા  ગ્લાસમાં સૌ પ્રથમ બે ચમચી સતું પાઉડર લ્યો , સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો ,  હવે બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો

ત્યારબાદ ગ્લાસમાં અડધા લીંબુ  નો રસ નીચોવી લો , હવે જરૂર મુજબનું પાણી નાખી ગંઠા ન પડે તે રીતે બરોબર મિક્સ કરો

તો તૈયાર છે સતુ નો ખારો શરબત

NOTES

 પીસેલી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી સકો છો

સતુ નો શરબત બનાવવાની સરળ રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

Sattu no sharbat banavani rit

સતુ નો શરબત બનાવવાની સરળ રીત - Sattu sharbat recipe in Gujarati

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સતુ નો શરબત બનાવવાની સરળ રીત,Sattu sharbat recipe in Gujarati શીખીશું
5 from 1 vote
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

  • 4 ચમચી સતું પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી શેકેલા જીરું નો પાવડર
  • 1 લીંબુ નો રસ
  • 5-6 ફુદીના ના પાન
  • જરૂરમુજબ ઠંડું પાણી

Instructions

સતુ નો મીઠો શરબત બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક ગ્લાસમાં બે ચમચી સતું પાવડર ઉમેરો
  • ત્યાર બાદ તેમાં એક એક ચમચી પીસેલી ખાંડ ઉમેરો
  • ત્યાર બાદ બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
  • અડધા લીંબુ નો રસ નાખો
  • જરૂર મુજબ ઠંડું પાણી નાખી મિક્સ કરો

સતુ નો ખારો શરબત બનાવવાની રીત

  • બીજા  ગ્લાસમાં સૌ પ્રથમ બે ચમચી સતું પાઉડર લ્યો
  • સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો
  •  હવે બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
  • ત્યારબાદ ગ્લાસમાં અડધા લીંબુ  નો રસ નીચોવી લો
  • હવે જરૂર મુજબનું પાણી નાખી ગંઠા ન પડે તે રીતેબરોબર મિક્સ કરો
  • તો તૈયાર છે સતુ નો ખારો શરબત

Notes

 પીસેલી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બદામ શેક બનાવવાની રીત | Badam milk shake recipe in Gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati

નમસ્તે મિત્રો ,આજે આપણે એક સલાડ ની રેસિપી જોઈશું .જે ખુબ જ સરળ અને જલ્દી થી બની જાય એવું છે . તેમજ આજ ની આ સલાડ ની રેસિપી નું નામ છે લચ્છા ઓનિયન સલાડ .આ સલાડ ને કબાબ ,બિરીયાની ,દાળ રોટલી ,દાળ ભાત ,રાયતા ,શાક રોટલી કે કોઈ પણ પંજાબી શાક જોડે સર્વ કરી શકાય છે .આ રેસિપી ઘર માં હાજર હોય એવી જ વસ્તુઓ થી બની જાય છે તો ચાલો જોઈએ હવે ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત, Laccha Onion Salad recipe in Gujarati.

ઓનીયન લચ્છા સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • ૨ નંગ  ડુંગળી મોટી સાઈઝ ની ડુંગળી લેવી
  • ૧ નંગ લીલું મરચું બીજ કાઢી ને સમારેલું( મરચું તીખું ન લેવું )
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૨ ચમચી ચાટ મસાલા
  • ચપટી મરી પાવડર
  • જરૂર મુજબ લીંબુ / વિનેગર જરૂર મુજબ સમારેલી કોથમરી

Laccha Onion Salad recipe in Gujarati

સૌ પ્રથમ બે ડુંગળી લેવી ,તેના છીલકા કાઢી ને ધોઈ લેવું .ત્યાર બાદ તેની મીડીયમ એવી જીણી સ્લાઈસ જેમ સમારી લેવું .

હવે એક લીલું મરચું લેવું જેને બીજ કાઢી ને જીણું સમારી લેવું .હવે ડુંગળી ની સ્લાઈસ ને એક પ્લેટ માં લઇ તેની સ્લાઈસ ને રીંગ ની જેમ છૂટી પાડી લેવી .

ડુંગળી ના બધા લચ્છા છુટા પાડી લીધા બાદ તેમાં લાલ મરચું પાવડર , સ્વાદમુજબ મીઠું , અડધી ચમચી ચાટ મસાલો , ચપટી મરી પાવડર , જીણું સમારેલું લીલું મરચું અને એક લીંબુ રસ અથવા વિનેગર નાખી તેને મિક્સ કરી લેવું .

હવે છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી થોડુ મિક્સ કરી લેવું .હવે તેને સર્વિંગ પ્લેટ કે બાઉલ માં લઇ એક લીંબુ ની સ્લાઈસ રાખી સર્વ કરવું તો તૈયાર છે લચ્છા ઓનિયન સલાડ.

NOTES

સલાડ માં લીંબુ ના બદલે વિનેગર નાખી શકાય છે .

આ સલાડ માં ડુંગળી ની સાથે કોબીજ કે કેપ્સીકમ પણ લઇ સકાય છે .

Onion Salad recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત - Laccha Onion Salad recipe in Gujarati

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati

આજેઆપણે ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત ,Laccha Onion Salad recipe in Gujarati શીખીશું.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 5 minutes
Total Time: 15 minutes
Servings: 0 ૪ વ્યક્તિઓ

Ingredients

ઓનીયન લચ્છા સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • ૨ નંગ  ડુંગળી મોટી સાઈઝ ની ડુંગળી લેવી
  • ૧ નંગ લીલું મરચું બીજ કાઢી ને સમારેલું( મરચું તીખું ન લેવું )
  • ૧/૨ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૨ ચમચી ચાટ મસાલા
  • ચપટીમરી પાવડર
  • જરૂરમુજબ લીંબુ / વિનેગર
  • જરૂરમુજબ સમારેલી કોથમરી           

Instructions

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati

  • સૌપ્રથમ બે ડુંગળી લેવી ,તેના છીલકા કાઢી ને ધોઈ લેવું , ત્યાર બાદ તેની મીડીયમ એવીજીણી સ્લાઈસ જેમ સમારી લેવું .
  • હવેએક લીલું મરચું લેવું જેને બીજ કાઢી ને જીણું સમારી લેવું .હવે ડુંગળી ની સ્લાઈસને એક પ્લેટ માં લઇ તેની સ્લાઈસ ને રીંગ ની જેમ છૂટી પાડી લેવી .
  • હવે ડુંગળી ના બધા લચ્છા છુટા પાડી લીધા બાદ તેમાં લાલ મરચું પાવડર , સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ચાટ મસાલો , ચપટી મરી પાવડર , જીણું સમારેલું લીલું મરચું અને એકલીંબુ રસ અથવા વિનેગર નાખી તેને મિક્સ કરી લેવું .
  • હવે છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી થોડુ મિક્સ કરી લેવું .હવે તેને સર્વિંગ પ્લેટકે બાઉલ માં લઇ એક લીંબુ ની સ્લાઈસ રાખી સર્વ કરવું તો તૈયાર છે લચ્છા ઓનિયન સલાડ.

Notes

  • સલાડ માં લીંબુ ના બદલે વિનેગર નાખી શકાય છે .
  • આ સલાડ માં ડુંગળી ની સાથે કોબીજ કે કેપ્સીકમ પણ લઇ સકાય છે .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઢોસા ની ચટણી બનાવવાની રીત – સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી. સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં જેમ વડા ,ઢોસા ,સાંભળ ,રસમ ફેમસ છે તેમ સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી પણ ખૂબ જ ફેમસ છે કોકોનેટ ની અલગ અલગ પ્રકારની ચટણીનો પણ ખૂબ જ ફેમસ હોય છે  ઘણા લોકોને સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે મળતી નારીયલ ની ચટણી ખૂબ જ ભાવતી હોય છે આ નારીયલ ની ચટણી તમને સફેદ કલરમાં, ગ્રીન કલરમાં ,રેડ કલર માં જોવા મળતી હોય છે જે સફેદ નારિયેળની ચટણી બનાવવામાં આવી છે તેમાં માત્ર નારિયલ નો જ ઉપયોગ થાય છે આ સિવાય ગ્રીન કલરની નારીયલ ચટણી નારિયલ ને લીલા મરચા  સાથે બનતી હોય છે લાલ કલરની નારીયલ ની ચટણી મળે છે તેમાં લીલું નારિયળ , ટમેટા અને લાલ મરચાનો ઉપયોગ થતો હોય છે આજે આપણે સફેદ રંગની મળતી નારીયલ ની ચટણી બનાવીશું તો ચાલો બનાવીએ નાળિયેરની ચટણી( dosa ni chatni banavani recipe in Gujarati  – coconut chutney recipe in Gujarati ) જે બનાવવી ખૂબ જ સરળ છે ને ઓછી સામગ્રી થી બનતી જડપી ચટણી છે

ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ લીલા નારિયલ ના કટકા
  • 1 નાનો ટુકડો આદુ
  • 2 ચમચી દરિયા દાળ
  • 1 લીલા મરચા ના કટકા
  • 1 નાનો ટુકડો આંબલી
  • ¾ કપ પાણી

ચટણી ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2 ચમચી રાઈ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 દાડી મીઠો લીમડો
  • 2 સૂકા આખા લાલ મરચાં

ઢોસા ની ચટણી બનાવવાની રીત | Dosa ni chatni banavani recipe in Gujarati

સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી – ઢોસા ની ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં બે કપ નારિયેળ ના ટુકડા લો ,તેમાં બે ચમચી દાળિયા દાળ નાખો, ૧ નાનો ટુકડો આદુ નો નાખો

એક લીલા મરચાના ટુકડા નાખો, ૧ નાનો ટુકડો આમલીનો અથવા બેથી ત્રણ ચમચી આંબલીનો રસ નાખો , સ્વાદ મુજબ મીઠું નાખો ,પા કપ જેટલું પાણી નાખી મિક્સરમાં બરોબર પીસી લો

પીસેલી ચટણી ને એક વાટકા માં કાઢી બાજુ મૂકો, ગેસ પર એક કડાઈ ગરમ મૂકો ,કડાઈ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો

તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અડદની દાળ નાખો ત્યારબાદ સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને ચટણી પર ગરમ ગરમ રેડી મિક્સ કરો તો તૈયાર છે.

કોકોનટ ચટણી બનાવવાની રીત કેવી લાગી જરૂર થી જણાવજો

coconut chutney recipe notes

  • આ ચટણીનો સ્વાદ ચટણી ફ્રેશ હોય ત્યારે જ વધારે આપે છે
  • બાકી તમે ફ્રીજમાં રાખી તેને બે થી ત્રણ દિવસ મૂકી પણ કરી શકો છો

કોકોનટ ચટણી બનાવવા ની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

coconut chutney recipe in Gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત - કોકોનટ ચટણી - Dosa ni chatni banavani recipe - coconut chutney recipe in Gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani recipe | coconut chutney recipe in Gujarati

આજે આપણે બનાવીશું ઢોસા ની ચટણી બનાવવાની રીત -સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી. સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં જેમ વડા ,ઢોસા ,સાંભળ ,રસમ ફેમસ છે તેમ સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી પણ ખૂબ જ ફેમસ છે જે બનાવવી ખૂબ જ સરળ છે ને ઓછી સામગ્રી થી બનતી જડપી ચટણી છે ,Dosa ni chatni banavani recipe , coconut chutney recipe in Gujarati
4.34 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 5 minutes
Total Time: 15 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 કડાઈ

Ingredients

ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ લીલા નારિયલ ના કટકા
  • 2 ચમચી દરિયા દાળ
  • 1 નાનો ટુકડો આદુ
  • 1 લીલા મરચા ના કટકા
  • 1 નાનો ટુકડો આંબલી
  • ¾ કપ પાણી

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2 ચમચી રાઈ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 દાડી મીઠો લીમડો
  • 2 સૂકા આખા લાલ મરચાં

Instructions

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit | coconut chutney recipe in Gujarati

  • સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી બનાવવા સૌપ્રથમ એકમિક્સર જારમાં બે કપ નારિયેળ ના ટુકડા લો
  • તેમાં બે ચમચી દાળિયા દાળ નાખો
  • ૧ નાનો ટુકડો આદુ નો નાખો
  • એક લીલા મરચાના ટુકડા નાખો
  • ૧ નાનો ટુકડો આમલીનો અથવા બેથી ત્રણ ચમચી આંબલીનોરસ નાખો
  •  સ્વાદ મુજબ મીઠું નાખો
  • પા કપ જેટલું પાણી નાખી મિક્સરમાં બરોબર પીસીલો
  • પીસેલી ચટણી ને એક વાટકા માં કાઢી બાજુ મૂકો
  • ગેસ પર એક કડાઈ ગરમ મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું તેલનાખો
  • તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અડદની દાળ નાખોત્યારબાદ સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘારને ચટણી પર ગરમ ગરમ રેડી મિક્સ કરોતો તૈયાર છે સાઉથ ઇન્ડિયન ચટણી

coconut chutney recipe notes

  • આ ચટણીનો સ્વાદ ચટણી ફ્રેશ હોય ત્યારે જ વધારે આપે છે
  • બાકી તમે ફ્રીજમાં રાખી તેને બે થી ત્રણ દિવસ મૂકી પણ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit recipe in Gujarati

મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit recipe in Gujarati

ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit in Gujarati

નમસ્તે મિત્રો આજ આપને બનાવીશું ચોકલેટ કપ કેક. ચોકલેટ કપ કેક નાના ને બહુજ ભાવતી ને મોટા પણ જેને ખાવાની ના ન પાડે ને હવે તો બજાર માં અલગ અલગ પ્રકારની ગાર્નિશ વાળી કેટલા પ્રકારની ની કપ કેક મળે છે કેક ખાવા ની એવી એક સ્વીટ બેકિંગ રેસિપી છે જે ને ઘર બનાવવામાં ખુબજ સરળ ને પકવવામાં પણ ખૂબ જડપી છે  આ નાના કપ કેક ને તમે સાદા કે ગાર્નિશ કરી ને પીરસી સકો છો  તેમજ ઘણા તેને ઓવેન માં તો ઘણા તેને કૂકરમાં બનાવતા હોય છે આજ આપણે ચોકલેટ કપ કેક બનાવવાની રીત કુકર અને ઓવન બને રીતે ઘર માં કેમ બનાવવા માટે ની રીત જોઈશું  તો ચાલો બનાવીએ ચોકલેટ કપ કેક, chocolate cupcake banavani rit , chocolate cupcake recipe in Gujarati

કપ કેક બનાવવા જરૂરી સામગ્રી

કેક બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૧ કપ મેંદો
  • ૧ કપ છાસ/પાણી
  • અડધો કપ પીસેલી ખાંડ
  • અડધો કપ કોકો પાઉડર
  • ૧ ચમચી બેકિંગ પાઉડર
  • પા ચમચી બેકિંગ સોડા
  • ચપટી મીઠું
  • ૧ ચમચી વેનીલા એસેન્સ
  • અડધો કપ તેલ

કેક ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ૧૪૦ ગ્રામ માખણ
  • ૨ કપ પીસેલી ખાંડ
  • અડધો કપ કોકો પાઉડર
  • ૧ ચમચી વેનીલા એસન્સ
  • ૩-૪ ચમચી દૂધ

chocolate cupcake banavani rit

કેક બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં ૧ કપ  છાસ/ પાણી લ્યો, તેમાં પીસેલી ખાંડ , તેલ ને વેનીલા એસેંસ નાખી ખાંડ ઓગળે ત્યાં સુંધી મિકસ કરો

હવે એક ચારણીમાં એક કપ મેંદો , બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું ને કોકો પાઉડર નાખી મિશ્રણ ને તપેલી માં ચારી લ્યો, હવે બને ને ગમે તે એક બાજુ ધીમે ધીમે હલવી ને મિકસ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ,

ત્યારબાદ નાના નાના પેપર કપ/ સિલ્વર ફોઇલ કપ લ્યો અથવા નાની વાટકી પણ લઈ સકો છો, આ કપ ને મિશ્રણ નાખી પોણા કપ જેટલા ભરી લ્યો , હવે તૈયાર કરેલ કપ ને ઓવેન માં મૂકી ને ૧૪૦ ડિગ્રી તાપ ૧૦-૧૫ મિનિટ ચડાવો અથવા તો ગેસ પર કુકર ને સિટી ને રીંગ કાઢી ને ફૂલ તાપે ગરમ કરો

કુકર ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ કપ કેક મૂકી મિડીયમ તાપે૧૦-૧૫ મિનિટ ચઢવા દો, હવે તૈયાર કપ કેક ને ઠંડા થવા દયો , કપ કેક ઠંડા થાય ત્યાં સુંધી તેના ગાર્નિશ માટે ની ક્રીમ તૈયાર કરીએ,એક વાસણ માં રૂમ ટેમ્પ્રેચર માં આવેલ ૧૪૦ ગ્રામ માખણ લ્યો

તેને બિટર વડે અથવા હાથ વડે મિકસ કરો હવે તેમાં ૧ કપ પીસેલી ખાંડ નાખી ૫ મિનિટ મિક્સ કરો ,હવે એમાં ૧-૨ ચમચી ઠંડુ દુધ નાખી  ૫ મિનિટ મિકસ કરો , હવે એમાં બીજો એક કપ પીસેલી ખાંડ નાખી મિક્સ કરો ,ત્યાર બાદ એમાં ૧-૨ ચમચી દૂધ ને અડધો કપ કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરો જેથી મિશ્રણ માં હવા બને ને મિશ્રણ ફલપી લાગે

હવે તૈયાર ક્રીમ ને પાપિંગ બેગ માં ભરી ઠંડા થયેલા કેક પર ગાર્નિશ કરો

ચોકલેટ કપ કેક બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen  ને Subscribe કરજો

કપ કેક બનાવવાની રીત | chocolate cupcake recipe in Gujarati

ચોકલેટ કપ કેક બનાવવાની રીત - કપ કેક બનાવવાની રીત - chocolate cupcake banavani rit - chocolate cupcake recipe in Gujarati

ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit | chocolate cupcake recipe in Gujarati

આપણે ચોકલેટ કપ કેક બનાવવાની રીત કુકર અને ઓવન બને રીતે ઘર માં કેમ બનાવવા માટે ની રીત જોઈશું  તો ચાલો બનાવીએ ચોકલેટ કપ કેક, chocolate cupcake banavani rit recipe in Gujarati
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 0 ૪ વ્યક્તિ

Ingredients

કેક બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૧ કપ મેંદો
  • ૧ કપ છાસ/પાણી
  • અડધો કપ પીસેલી ખાંડ
  • અડધો કપ કોકો પાઉડર
  • ૧ ચમચી બેકિંગ પાઉડર
  • પા ચમચી બેકિંગ સોડા
  • ચપટી મીઠું
  • ૧ ચમચી વેનીલા એસેન્સ
  • અડધો કપ તેલ

કેક ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ૧૪૦ ગ્રામ માખણ
  • ૨ કપ પીસેલી ખાંડ
  • અડધો કપ કોકો પાઉડર
  • ૧ ચમચી વેનીલા એસન્સ
  • ૩-૪ ચમચી દૂધ

Instructions

  • કેક બનાવવામાટે સૌ પ્રથમ એક તપેલી માં ૧ કપ  છાસ/ પાણી લ્યો, તેમાં પીસેલીખાંડ , તેલ ને વેનીલા એસેંસ નાખીખાંડ ઓગળે ત્યાં સુંધી મિકસ કરો
  • હવે એક ચારણીમાંએક કપ મેંદો , બેકિંગપાઉડર, બેકિંગ સોડા, મીઠું ને કોકો પાઉડરનાખી મિશ્રણ ને તપેલી માં ચારી લ્યો, હવે બને નેગમે તે એક બાજુ ધીમે ધીમે હલવી ને મિકસ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે નાના નાનાપેપર કપ/ સિલ્વર ફોઇલ કપ લ્યો અથવા નાનીવાટકી પણ લઈ સકો છો, આ કપ ને મિશ્રણનાખી પોણા કપ જેટલા ભરી લ્યો
  • હવે તૈયારકરેલ કપ ને ઓવેન માં મૂકી ને ૧૪૦ ડિગ્રી તાપ ૧૦-૧૫ મિનિટ ચડાવો, અથવા તો ગેસપર કુકર ને સિટી ને રીંગ કાઢી ને ફૂલ તાપે ગરમ કરો
  • કુકર ગરમ થાયએટલે તેમાં તૈયાર કરેલ કપ કેક મૂકી મિડીયમ તાપે૧૦-૧૫ મિનિટ ચઢવા દો, હવે તૈયારકપ કેક ને ઠંડા થવા દયો
  • કપ કેક ઠંડાથાય ત્યાં સુંધી તેના ગાર્નિશ માટે ની ક્રીમ તૈયાર કરીએ, એક વાસણ માંરૂમ ટેમ્પ્રેચર માં આવેલ ૧૪૦ ગ્રામ માખણ લ્યો
  • તેને બિટરવડે અથવા હાથ વડે મિકસ કરો હવે તેમાં ૧ કપ પીસેલી ખાંડ નાખી ૫ મિનિટ મિક્સ કરો, હવે એમાં ૧-૨ ચમચી ઠંડુ દુધ નાખી  ૫ મિનિટ મિકસ કરો
  • હવે એમાં બીજોએક કપ પીસેલી ખાંડ નાખી મિક્સ કરો ,ત્યાર બાદએમાં ૧-૨ ચમચી દૂધ ને અડધો કપ કોકોપાઉડર નાખી બરોબર મિક્સ કરો જેથી મિશ્રણ માં હવા બને ને મિશ્રણ ફલપી લાગે
  • હવે તૈયારક્રીમ ને પાપિંગ બેગ માં ભરી ઠંડા થયેલા કપ કેક પર ગાર્નિશ કરો

Notes

મેંદા ની જગ્યાએ તમે ઘઉં નો લોટ વાપરી સકો છો જેથી કેક હેલ્થી બને
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati

પાવ બનાવવાની રીત કુકર અને ઓવન બંને ની | Pav banavani rit Gujarati ma

ગાર્લિક બ્રેડ બનાવવાની રીત કુકરમા | Stuffed garlic bread recipe in Gujarati

ચોકો લાવા કેક બનાવવાની રીત | Choco lava cake recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માં વધારે પસંદ કરાતી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રીત. ગુજરાતી કઢી ખાટી મીઠી અને ખુબ જ ટેસ્ટી હોય છે, તેને દેશી સૂપ પણ કહીએ તો ચાલે કેમ કે શિયાળા મા તો આ કઢી ગરમા ગરમ એમ જ પીવાની પણ ખુબ જ મજ્જા આવે છે. આ કઢી ને ખીચડી, પુલાવ, રાઈસ, જીરા રાઈસ અથવા તો રોટલી ને શાક જોડે પીરસવામાં આવે છે. ને વળી શિયાળા મા તો આ કઢી ને બાજરા ના રોટલા સાથે ખાવાની ખુબ જ મજા આવે છે. તો ચાલો આપણે જોઈશું હવે આ ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાની રીત, Gujarati kadhi banavani rit,  Gujarati kadhi recipe in Gujarati.

ગુજરાતી કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • ૩.૫ કપ છાસ છાસ થોડી ખાટી લેવી    
  • ૩ મોટી ચમચી બેસન
  • થોડાક મીઠા લીમડા ના પાન
  • સ્વાદમુજબ મીઠું
  • ૧ ઇંચ જેટલું આદુ
  • ૧ આખું લાલ મરચું
  • ૨ નંગ લીલું મરચું
  • ૧ નાનો ટુકડો તજ
  • ૨ મોટી ચમચી ખાંડ
  • ૧ ચમચી મેથી દાણા
  • ૧ ચમચી જીરું
  •  ૩ લવિંગ
  • ૧ થી ૨ ચમચી સમારેલી કોથમરી
  • ૧ ચમચી ઘી

Gujarati kadhi banavani rit

ગુજરાતી કઢી બનાવવાની રીત મા સૌ પ્રથમ આદુ અને મરચા લીધા છે તેની પેસ્ટ બનાવી લેવી.

પેસ્ટ બનાવી લીધા બાદ છાસ માં તે પેસ્ટ અને ૩ ચમચા બેસન નાખી બ્લેન્ડર થી પીસી લેવું.(બ્લેન્ડર ન હોય તો ઝરણી થી પણ મિક્સ કરી શકાય છે.)બેસન ના ગંઠા ન થાય એ રીતે બરાબર મિક્સ કરી લેવું.

હવે એ છાસ ને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતા રેવું જેથી નીચે ચોટી ન જાય. તેમાં ઉકાળો આવી ગયા બાદ હવે સાઈડ માં બીજા ગેસ પર એક પેઈન માં ઘી નાખી ગરમ કરવું.

ઘી થોડું ગરમ થાય એટલે તેમાં મેથી દાણા, આખું લાલ મરચું, તજ, લવિંગ, જીરું નાખી બરાબર સાંતળી લેવું. મેથી દાણા થોડા લાલ થાય ત્યાં સુદી સાંતળી લઇ હવે તેમાં મીઠા લીમડા ના થોડા પાન નાખી ગેસ બંદ કરી લેવું.

હવે આ તડકા ને આપણે જે કઢી ઉકળવા રાખી છે તેમાં નાખી બરાબર મિક્સ કરી લેવું. તેને ૨ થી ૩ મિનીટ માટે ઉકળવા દેવું જેથી કઢી અને તેમાં જે તડકા નાખ્યો છે તે બરાબર મિક્સ થઈ જાય.

કઢી થોડી ઉકળી ગયા પછી તેમાં સ્વાદાનુસાર મીઠું અને ખાંડ નાખી મિક્સ થવા દેવું. છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી હલાવી લેવું. તો તૈયાર છે સર્વ કરવા માટે સ્વાદિષ્ટ ગરમા ગરમ ગુજરાતી કઢી.  

NOTES

  • આ કઢી ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે જીણું સમારેલું એકાદ ટમેટું પણ નાખી શકાય છે.
  • કઢી માં ખાંડ નું પ્રમાણ જરૂર મુજબ વધુ ઓછું લઇ શકાય છે.
  • જો આખા મેથી દાણા ખાવામાં પસંદ ન હોય તો તેના બદલે કસુરી મેથી નો ઉપયોગ કરીએ તો પણ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
  • જો ઘી નો તડકો ન કરવો હોય તો તેલ થી પણ વઘાર કરીએ તો ચાલે.

Gujarati kadhi recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુજરાતી કઢી બનાવવાની રીત

ગુજરાતી કઢી બનાવવાની રીત - કઢી બનાવવાની રીત - gujarati kadhi banavani rit recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | Gujarati kadhi recipe in Gujarati | kadhi banavani rit

આજે આપણે જોઈશું ગુજરાત માં વધારે પસંદ કરાતી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રીત. ગુજરાતી કઢી ખાટી મીઠી અને ખુબ જ ટેસ્ટી હોય છે, કઢી બનાવવાની રીત, Gujarati kadhi banavani rit,kadhi banavani rit, kadhi recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 0 ૫ વ્યક્તિઓ માટે

Equipment

  • 1 કડાઈ

Ingredients

કઢી બનાવવા જરૂરી સામગ્રી | kadhi banava jaruri samgri

  • 3.5 કપ છાસ (છાસ થોડી ખાટી લેવી )
  • 3 મોટી ચમચી બેસન
  • થોડાક મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 નંગ લીલું મરચું
  • 1 ઇંચ જેટલું આદુ
  • 1 આખું લાલ મરચું
  • 3 લવિંગ
  • 1 નાનો ટુકડો તજ
  • 2 મોટી ચમચી ખાંડ
  • 1 ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી સમારેલી કોથમરી
  • 1 ચમચી ચમચી ઘી

Instructions

કઢી બનાવવાની રીત | kadhi banavani rit | gujarati kadhi | kadhi recipe in gujarati

  • સૌ પ્રથમ આદુ અને મરચા લીધા છે તેની પેસ્ટ બનાવીલેવી.
  • પેસ્ટ બનાવી લીધા બાદ છાસ માં તે પેસ્ટ અને ૩ચમચા બેસન નાખી બ્લેન્ડર થી પીસી લેવું.(બ્લેન્ડર ન હોય તો ઝરણી થી પણ મિક્સ કરીશકાય છે.)બેસન ના ગંઠા ન થાય એ રીતે બરાબર મિક્સ કરી લેવું.
  • હવે એ છાસ ને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતારેવું જેથી નીચે ચોટી ન જાય. તેમાં ઉકાળો આવી ગયા બાદ હવે સાઈડ માં બીજા ગેસ પર એકપેઈન માં ઘી નાખી ગરમ કરવું.
  • ઘી થોડું ગરમ થાય એટલે તેમાં મેથી દાણા, આખુંલાલ મરચું, તજ, લવિંગ, જીરું નાખી બરાબર સાંતળી લેવું. મેથી દાણા થોડા લાલ થાયત્યાં સુદી સાંતળી લઇ હવે તેમાં મીઠા લીમડા ના થોડા પાન નાખી ગેસ બંદ કરી લેવું.
  • હવે આ તડકા ને આપણે જે કઢી ઉકળવા રાખી છે તેમાંનાખી બરાબર મિક્સ કરી લેવું. તેને ૨ થી ૩ મિનીટ માટે ઉકળવા દેવું જેથી કઢી અનેતેમાં જે તડકા નાખ્યો છે તે બરાબર મિક્સ થઈ જાય.
  • કઢી થોડી ઉકળી ગયા પછી તેમાં સ્વાદાનુસાર મીઠુંઅને ખાંડ નાખી મિક્સ થવા દેવું. છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી હલાવી લેવું. તોતૈયાર છે સર્વ કરવા માટે સ્વાદિષ્ટ ગરમા ગરમ ગુજરાતી કઢી.  

kadhi recipe in Gujarati notes

  • આ કઢી ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે જીણું સમારેલું એકાદ ટમેટું પણ નાખી શકાય છે.
  • કઢી માં ખાંડ નું પ્રમાણ જરૂર મુજબ વધુ ઓછું લઇ શકાય છે.
  • જો આખા મેથી દાણા ખાવામાં પસંદ ન હોય તો તેના બદલે કસુરી મેથી નો ઉપયોગ કરીએ તો પણ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
  • જો ઘી નો તડકો ન કરવો હોય તો તેલ થી પણ વઘાર કરીએ તો ચાલે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

પાલક અને પનીર ખાવાના ઘણા ફાયદા છે. પાલક ની ભાજી એ આપણા પાચન તંત્ર  ને ખુબ જ સરળ બનાવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પાલક ખાવાથી આંખો ને પણ લાભ થાય છે. હિમોગ્લોબીન વધે છે તેમજ વાળ ખરતા હોય તો અટકે છે અને ચામડી નું તેજ પણ વધે છે. માટે લોકો પાલક ખાવાનું વધારે પસંદ કરે છે અને તેમાં પણ પાલક પનીર નું શાક એ ખુબ જ લોકપ્રિય છે. તો ચાલો જોઈએ પાલક પનીર બનાવવાની રીત , Palak paneer recipe in Gujarati, Palak paneer banavani rit.

પાલક પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ જુડી(૫૦૦ ગ્રામ) પાલક                              
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૧ થી ૨ કડી લસણ
  • ૨ થી ૩ નંગ લીલા મરચા
  • ૩ ચમચી તેલ
  • ૧ ચમચી બટર
  • ૧ ચમચી જીરા
  • ૩ થી ૪ નંગ લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ
  • ૨  નંગ એલચી
  • ૧ તમાલપત્ર
  • અડધો બાઉલ સમારેલી ડુંગળી
  • ૧ ચમચી કસૂરી મેથી
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • અડધો બાઉલ સમારેલા ટામેટા
  • ૧/૪ કપ પાણી
  • સ્વાદ અનુસાર મીઠું ૨ ચમચી મલાઈ

Palak paneer recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત મા સૌ પ્રથમ પાલક ને સારી રીતે પાણી માં ધોઈ તેને ગેસ પર થોડા પાણી માં ઉકળવા દેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દઈ મિક્ષચર માં એ પાલક નાખી તેમાં આદુ, લસણ, લીલા મરચા નાખી તેની પેસ્ટ બનાવવી.

ત્યારબાદ એક કડાઈ માં ૩ ચમચી તેલ અને ૧ ચમચી બટર લઇ ગરમ કરી તેમાં પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુદી  શેકી લેવા.

પનીર ના ટુકડા શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં કાઢી લેવા, પછી તે જ તેલ માં જીરું, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, થોડી કસુરી મેથી નાખી તેને સાંતળી લેવું.

પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવી. ડુંગળી સાંતળી લીધા પછી તેમાં સમારેલા ટમેટા નાખી તેને બરાબર મિક્સ કરી તેને ૩ થી ૪ મિનીટ સુદી ચડવા દેવું.   

હવે તેમાં પાલક ની પેસ્ટ, પા કપ જેટલું પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવું.

શેકેલા પનીર ના ટુકડા નાખી તેને ૫ મિનીટ ધીમા ગેસે રાખવું. બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ગરમ મસાલો, થોડી કસુરી મેથી અને ૨ ચમચી જેટલી ક્રીમ નાખી તેને હલાવી લેવુ. તો હવે સર્વ કરવા માટે તૈયાર છે.

Palak paneer banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાલક પનીર બનાવવાની રીત

પાલક પનીર બનાવવાની રીત - palak paneer recipe in Gujarati - palak paneer banavani rit

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati | Palak paneer banavani rit

પાલક અને પનીર ખાવાના ઘણા ફાયદા છે માટે આજે અમે પાલક પનીર બનાવવાની રીત , palak paneer recipe in Gujarati ,palak paneer banavani rit લાવ્યા છીએ
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિઓ

Ingredients

  • 1 જુડી પાલક (૫૦૦ ગ્રામ)
  • 250 ગ્રામ પનીર
  • 1 નાનો ટુકડો આદુ
  • 1-2 કડી લસણ
  • 2-3 નંગ લીલા મરચા
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી બટર
  • 1 ચમચી જીરા
  • 1 નાનો ટુકડો તજ
  • 3-4 નંગ લવિંગ
  • 2 એલચી
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી કસૂરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ બાઉલ સમારેલી ડુંગળી
  • ½ બાઉલ સમારેલા ટામેટા
  • ¼ કપ પાણી
  • 2 ચમચી મલાઈ
  • સ્વાદ અનુસાર મીઠું

Instructions

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer banavani rit

  • સૌ પ્રથમ પાલક ને સારી રીતે પાણી માં ધોઈ તેનેગેસ પર થોડા પાણી માં ઉકળવા દેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દઈ મિક્ષચર માં એ પાલકનાખી તેમાં આદુ, લસણ, લીલા મરચા નાખી તેની પેસ્ટ બનાવવી.
  • ત્યારબાદ એક કડાઈ માં ૩ ચમચી તેલ અને ૧ ચમચી બટરલઇ ગરમ કરી તેમાં પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુદી  શેકી લેવા.
  • પનીર ના ટુકડા શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માંકાઢી લેવા, પછી તે જ તેલ માં જીરું, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, થોડી કસુરી મેથીનાખી તેને સાંતળી લેવું.
  • પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડીગોલ્ડન બ્રાઉન થવા દેવી. ડુંગળી સાંતળી લીધા પછી તેમાં સમારેલા ટમેટા નાખી તેનેબરાબર મિક્સ કરી તેને ૩ થી ૪ મિનીટ સુદી ચડવા દેવું.   
  • હવે તેમાં પાલક ની પેસ્ટ, પા કપ જેટલું પાણી અનેસ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવું.
  • શેકેલા પનીર ના ટુકડા નાખી તેને ૫ મિનીટ ધીમાગેસે રાખવું. બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ગરમ મસાલો, થોડી કસુરી મેથી અને ૨ ચમચીજેટલી ક્રીમ નાખી તેને હલાવી લેવુ. તો હવે સર્વ કરવા માટે તૈયાર છે પૌષ્ટિક એવુંપાલક પનીર નું શાક. 

Palak paneer recipe in Gujarati notes

  • સર્વ કરતા પહેલા તેમાં સજાવવા માટે ઉપર થી થોડી ક્રીમ નાખવી.
  • જો ક્રીમ ન હોય તો ઘર ની મલાઈ પણ નાખી શકાય છે.

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | Dal tadka with jeera rice recipe

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit recipe in Gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati

 મિક્ષ દાળ હાંડવો એ ખુબ જ હેલ્દી વાનગી છે કારણ કે તેમાં અલગ અલગ બધી દાળ આવી જાય છે અને તેમાં પણ જો મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવવા માં આવે તો તે ખુબ ટેસ્ટી લાગે છે. આપણે આજે આ વાનગી બનાવીશું તેમાં બધી દાળ પણ હશે અને મિક્ષ વેજીટેબલ પણ હશે જેથી આપની આ વાનગી ખાવામાં એકદમ ટેસ્ટી અને મજેદાર બનશે. આ હાંડવા ને દહીં અને ચટણી સાથે ખાઈ શકાય છે. મિક્ષ વેજીટેબલ હોવાથી આ હાંડવો બધાને ટેસ્ટ માં ખુબ જ ભાવશે તો ચાલો જોઈએ મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત , mix dal no handvo recipe in Gujarati.

મિક્સ દાળ નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી

  • હાંડવા ના પલાળવા માટે દાળ
  • ૧/૫ કપ ચોખા જીણા ચોખા લેવા
  • ચણા દાળ ૧/૨ કપ
  • તુવેર દાળ ૨ ચમચી
  • અડદ દાળ ૧ ચમચી
  • દહીં ૧/૪ કપ
  • પાણી ૧/૪ કપ

હાંડવા નું ખીરું બનાવવા માટે ની સામગ્રી

  • દુધી ૧ કપ છીણેલી
  • ગાજર ૧/૨ કપ છીણેલું
  • ૧/૩ કપ બાફેલી મકાઈ મકાઈ ન નાખવી હોય તો પણ ચાલે
  • વટાણા ૧/૪ કપ બાફેલા
  • ૧/૪ કપ સમારેલા સીમલા મરચા
  • કોથમરી ૧/૪ કપ સમારેલી
  • ૧ ચમચી આડું મરચા ની પેસ્ટ લસણ નાખવું હોય તો નાખી શકાય છે
  • હિંગ ૧ ચપટી
  • હળદર ૧/૪ ચમચી
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૨ ચમચી ખાંડ ખાંડ પણ ઓપ્સનલ છે  
  • ૧/૪ ચમચી ઈનો (eno fruit salt blue)
  • ૧ થી ૨ ચમચી પાણી જો જરૂર હોય તો

હાંડવા ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી તલ
  •  થોડાક મીઠા લીમડા ના પાન
  • ૧ ચપટી હિંગ

Mix dal no handvo recipe in Gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવા સૌપ્રથમ હાંડવો પલાળવા માટે એક બાઉલ માં જીણા ચોખા , ચણા ની દાળ , અડદ ની દાળ , તુવેર ની દાળ લઇ તેને બે વાર બરાબર પાણી થી ધોઈ લેવી.

હવે તેમાં થોડું પાણી નાખી તેને ઢાંકીને ૫ કલાક માટે પલાળવા રાખી દેવી .

૫ કલાક બાદ દાળ નું પાણી કાઢી લઇ તેને મિક્ષચર માં નાખી તેમાં અડધો કપ દહીં અને પા કપ પાણી નાખી પીસી લેવું , પીસાઈ ગયા બાદ તેને એક મોટા બાઉલ માં કાઢી ને ૧૦ કલાક માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દેવું .

૧૦ કલાક પછી આથો આવી ગયા બાદ તેમાં છીણેલી દુધી, બાફેલા મકાઈ ના દાણા, છીણેલું ગાજર, સમારેલા સીમલા મરચા, સમારેલી કોથમરી, બાફેલા વટાણા, આદુ મરચા ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, હળદર, હિંગ અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લેવું.

હવે બીજા એક બાઉલ માં થોડું હાંડવા નું ખીરું લઇ તેમાં પા ચમચી ઈનો અને એક ચમચી તેલ નાખી બરાબર હલાવી લેવું, ત્યારબાદ એક પેઈન માં તેલ ગરમ કરી તેમાં ૧ ચમચી રાઈ નાખી સાંતળી લેવી , પછી ૧ ચમચી તલ નાખી તેને સાંતળી લેવું , થોડી હિંગ નાખવી અને મીઠા લીમડા ના પાન નાખવા.

હવે તેમાં ઈનો મીલાવેલું હાંડવા નું ખીરું નાખવું . તેને ધીમા થી મીડીયમ આંચ પર ઢાંકીને ૫ મિનીટ માટે પકવવા રાખવું, ૫ મિનીટ પછી તેમાં ઉપર પાછા થોડા તલ અને થોડું તેલ નાખી તેને બીજી બાજુ ફરીથી ૫ મિનીટ માટે પકાવી  લેવું. ૫ મિનીટ બાદ તેને એક પ્લેટ માં કાઢી લેવું.

હવે તેના ચાર પીસ કરી તેને દહીં અને લાલ ચટણી સાથે સર્વ કરવું.

mix dal no handvo banavani rit notes

  • હાંડવા માં જીણી સમારેલી ડુંગળી પણ નાખી શકાય છે.
  • ઈનો ના બદલે બેકિંગ સોડા નાખી શકાય છે.
  • આ હાંડવા ને દહીં અને ચટણી સિવાય સિંગતેલ સાથે પણ ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે.

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત - mix dal no handvo recipe in Gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

મિક્ષ દાળ હાંડવો એ ખુબ જ હેલ્દી વાનગી છે કારણ કેતેમાં અલગ અલગ બધી દાળ આવી જાય છે ,તો ચાલો જોઈએ મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત ,mix dal no handvo banavani rit, mixdal no handvo recipe in Gujarati.
4.41 from 5 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Resting time: 1 day 5 hours
Total Time: 1 day 5 hours 30 minutes
Servings: 4 વ્યક્તિઓ માટે

Equipment

  • 1 મિક્ષ્ચર
  • 1 બાઉલ
  • 1 પેઈન

Ingredients

  • હાંડવા ના પલાળવા માટે દાળ  
  • કપ ચોખાજીણા ચોખા લેવા
  • ½ કપ ચણા દાળ
  • 2 ચમચી તુવેર દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • ¼ કપ દહીં
  • ¼ કપ પાણી

હાંડવા નું ખીરું બનાવવા માટે ની સામગ્રી

  • 1 કપ છીણેલી દુધી
  • ½ કપ છીણેલું ગાજર
  • કપ બાફેલી મકાઈ મકાઈ ન નાખવી હોય તો પણ ચાલે
  • ¼ કપ બાફેલા વટાણા
  • ¼ કપ સમારેલા સીમલા મરચા
  • ¼ કપ સમારેલી કોથમરી
  • 1 ચમચી આડું મરચા ની પેસ્ટ લસણ નાખવું હોય તોનાખી શકાય છે
  • 1 ચપટી હિંગ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ખાંડ ખાંડ પણ ઓપ્સનલ છે  
  • ¼ ચમચી ઈનો (eno fruit salt blue)
  • 1-2 ચમચી પાણી જો જરૂર હોય તો
  • સ્વાદાનુસાર મીઠું

હાંડવા ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ચમચી તલ
  • 1 ચપટી હિંગ
  •  થોડાક મીઠાલીમડા ના પાન

Instructions

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

  • સૌ પ્રથમ હાંડવા ની દાળ પલાળવા માટે એક બાઉલ માંજીણા ચોખા , ચણા ની દાળ , અડદ ની દાળ , તુવેર ની દાળ લઇ તેને બે વાર બરાબર પાણી થીધોઈ લેવી.
  • હવે તેમાં થોડું પાણી નાખી તેને ઢાંકીને ૫ કલાકમાટે પલાળવા રાખી દેવી .
  • ૫ કલાક બાદ દાળ નું પાણી કાઢી લઇ તેને મિક્ષચરમાં નાખી તેમાં અડધો કપ દહીં અને પા કપ પાણી નાખી પીસી લેવું . પીસાઈ ગયા બાદ તેનેએક મોટા બાઉલ માં કાઢી ને ૧૦ કલાક માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દેવું .
  • ૧૦ કલાક પછી આથો આવી ગયા બાદ તેમાં છીણેલી દુધી,બાફેલા મકાઈ ના દાણા, છીણેલું ગાજર, સમારેલા સીમલા મરચા, સમારેલી કોથમરી, બાફેલાવટાણા, આદુ મરચા ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, હળદર, હિંગ અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લેવું.
  • હવે બીજા એક બાઉલ માં થોડું હાંડવા નું ખીરું લઇતેમાં પા ચમચી ઈનો અને એક ચમચી તેલ નાખી બરાબર હલાવી લેવું.
  • ત્યારબાદ એક પેઈન માં તેલ ગરમ કરી તેમાં ૧ ચમચીરાઈ નાખી સાંતળી લેવી , પછી ૧ ચમચી તલ નાખી તેને સાંતળી લેવું , થોડી હિંગ નાખવીઅને મીઠા લીમડા ના પાન નાખવા.
  • હવે તેમાં ઈનો મીલાવેલું હાંડવા નું ખીરું નાખવું . તેને ધીમા થી મીડીયમ આંચ પર ઢાંકીને ૫ મિનીટ માટે પકવવા રાખવું.
  • ૫ મિનીટ પછી તેમાં ઉપર પાછા થોડા તલ અને થોડુંતેલ નાખી તેને બીજી બાજુ ફરીથી ૫ મિનીટ માટે પકાવી  લેવું. ૫ મિનીટ બાદ તેને એક પ્લેટ માં કાઢીલેવું.
  • હવે તેના ચાર પીસ કરી તેને દહીં અને લાલ ચટણીસાથે સર્વ કરવું.

mix dal no handvo recipe notes

  • હાંડવા માં જીણી સમારેલી ડુંગળી પણ નાખી શકાય છે.
  • ઈનો ના બદલે બેકિંગ સોડા નાખી શકાય છે.
  • આ હાંડવા ને દહીં અને ચટણી સિવાય સિંગતેલ સાથે પણ ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati