Home Blog Page 37

Ghau na fada no upma banavani recipe | ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની  રેસીપી

મિત્રો રેગ્યુલર ઉપમા ખાઇ ને કંટાળી ગયા હો તો એક વખત ઘઉંના ફાડા માંથી બનેલ ઉપમા ટ્રાય કરવા જેવો છે જે સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી બની ને તૈયાર થાય છે તો ચાલો Ghau na fada no upma – ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • ઘઉં ના ફાડા- 1 કપ
  • તેલ 1- 2 ચમચી
  • ચણાની દાળ એ1ચમચી
  • અડદ દાળ – 1 ચમચી
  • રાઈ – 1 ચમચી
  • જીરું – 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી – 1
  • ઝીણા સમારેલા લીલા મરચાં – ૩ – 4
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા વટાણા 3- 4 ચમચી
  • બિન્સ ઝીણી સુધારેલી 2- 3 ચમચી
  • ગાજર સુધારેલ 1
  • મીઠું સ્વાદ મુજબ
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 10
  • પાણી – ૩ કપ
  • ઘી 1- 2 ચમચી
  • શેકેલા કાજુ 2- 3 ચમચી

Ghau na fada no upma banavani recipe

ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો ,

ત્યાર બાદ ગરમ તેલમાં અડદ દાળ, ચણા દાળ, જીરું, રાઈ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી શેકો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો.

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા વટાણા, સુધારેલ બીન્સ, સુધારેલ ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. શાક ને શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં ઘઉંના ફાડા નાખો અને મિક્સ કરી લ્યો.

હવે ગેસ ને ધીમો કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ માં વચ્ચે એકાદ વખત હલાવી લેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને એના પર ઘી અને શેકેલ કાજુ ના કટકા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉં ના ફાડા નો ઉપમા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની  રેસીપી

Ghau na fada no upma - ઘઉં ના ફાડા નો ઉપમા

Ghau na fada no upma banavani recipe

મિત્રો રેગ્યુલર ઉપમા ખાઇ ને કંટાળી ગયા હો તો એક વખતઘઉંના ફાડા માંથી બનેલ ઉપમા ટ્રાય કરવા જેવો છે જે સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી બની નેતૈયાર થાય છે તો ચાલો Ghau nafada no upma – ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ ઘઉં ના ફાડા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી ચણાની દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 ઝીણા સમારેલા લીલા મરચાં
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 3-4 ચમચી લીલા વટાણા
  • 2-3 ચમચી બિન્સ ઝીણી સુધારેલી
  • 1 ગાજર સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 3 કપ પાણી
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચમચી શેકેલા કાજુ

Instructions

Ghau na fada no upma banavani recipe

  • ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો ,
  • ત્યાર બાદ ગરમ તેલમાં અડદ દાળ, ચણા દાળ, જીરું, રાઈ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી શેકો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો.
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા વટાણા, સુધારેલ બીન્સ, સુધારેલ ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. શાક ને શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં ઘઉંના ફાડા નાખો અને મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ ને ધીમો કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ માં વચ્ચે એકાદ વખત હલાવી લેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને એના પર ઘી અને શેકેલ કાજુ ના કટકા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉં ના ફાડા નો ઉપમા.

Notes

  1. અહીં જો તમે બીજા કોઈ મસાલા પસંદ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Masaledar tindola nu shaak | મસાલેદાર ટીંડોડા નું શાક

ઉનાળામાં આવતા ટીંડીડા ઘણા ને પસંદ નથી હોતા એટલે આજ ના શાક નું નામ વાંચી ને જ ઘણા ને પસંદ નહીં આવે પણ જો તમે આ રીતે શાક બનાવશો તો ચોક્કસ બીજી વખત બનાવવાના જ તો આજે જ આ શાક બનાવી લ્યો. તો ચાલો Masaledar tindola nu shaak – મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • ટીંડોડા 250 ગ્રામ
  • તેલ 3- 4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સીંગદાણા 2 ચમચી
  • સૂકા નારિયળ નું છીણ 2 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • સેવ/ ગાંઠીયા 2- 3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ⅛ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Masaledar tindola nu shaak banavani rit

મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવા સૌપ્રથમ ટીંડોડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઉપર નીચે ની દાડી ચાકુ થી અલગ કરી પહેલા બે ભાગ અને પછી બે ભાગ ના પણ બે ભાગ એમ ચાર ભાગ માં લાંબા લાંબા કાપી લ્યો.

હવે મિક્સર જારમાં સીંગદાણ, સેવ / ગાંઠીયા , સફેદ તલ, સૂકા નારિયળ નું છીણ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મસાલા ન ભાગ નું મીઠું નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી એમાં સુધારેલ ટીંડોડા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ને શાક ને ચડાવી લ્યો.

ટીંડીડા બરોબર ચડી જાય એટલે પીસી રાખેલ મસાલો છાંટો અને ઉપર બે ત્રણ ચમચી પાણી છાંટી ઢાંકી બે મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી, ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલેદાર ટીંડોડા નું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવાની રીત

Masaledar tindola nu shaak - મસાલેદાર ટીંડોડા નું શાક

Masaledar tindola nu shaak banavani rit

ઉનાળામાં આવતા ટીંડીડા ઘણા ને પસંદ નથી હોતા એટલે આજ નાશાક નું નામ વાંચી ને જ ઘણા ને પસંદ નહીં આવે પણ જો તમે આ રીતે શાક બનાવશો તો ચોક્કસબીજી વખત બનાવવાના જ તો આજે જ આ શાક બનાવી લ્યો. તો ચાલો Masaledar tindola nu shaak – મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 250 ગ્રામ ટીંડોડા
  • 3- 4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી સીંગદાણા
  • 2 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 2 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી સેવ/ ગાંઠીયા
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ચમચી હળદર
  • 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Masaledar tindola nu shaak banavani rit

  • મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવા સૌપ્રથમ ટીંડોડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઉપર નીચે ની દાડી ચાકુ થી અલગ કરી પહેલા બે ભાગ અને પછી બે ભાગ ના પણ બે ભાગ એમ ચાર ભાગ માં લાંબા લાંબા કાપી લ્યો.
  • હવે મિક્સર જારમાં સીંગદાણ, સેવ / ગાંઠીયા , સફેદ તલ, સૂકા નારિયળ નું છીણ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મસાલા ન ભાગ નું મીઠું નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી એમાં સુધારેલ ટીંડોડા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ને શાક ને ચડાવી લ્યો.
  • ટીંડીડા બરોબર ચડી જાય એટલે પીસી રાખેલ મસાલો છાંટો અને ઉપર બે ત્રણ ચમચી પાણી છાંટી ઢાંકી બે મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી, ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલેદાર ટીંડોડા નું શાક.

Notes

  • ટીંડોડા હંમેશા નાની સાઇઝ અને કાચા હોય એજ લેવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Bhagat muthiya nu shaak banavani recipe | ભગત મુઠીયા નું શાક

મિત્રો આજે આપણે Bhagat muthiya nu shaak – ભગત મુઠીયા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક આપણે ઘણી વખત ઢાબા માં મંગાવતા હોઈએ છીએ. આજ આપણે ઘરે બનાવતા શીખીશું. ઉનાળા માં જ્યારે કોઈ શાક ન સૂઝે અથવા કંઈક અલગ શાક ખાવા ની ઈચ્છા હોય તો આ શાક બનાવી શકો છો. તો ચાલો આ શાક બનાવવાની રીત શીખીએ.

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • પલાળેલી ચણાદળ 1 કપ
  • આદુ ½ ઇંચ
  • લસણની કળી 3- 4
  • લીલા મરચાં ઝીણા સમારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચા નો પાઉડર ½ ચમચી
  • જીરું ¼ ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી 3- 4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ તેલ 2- 3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

ગ્રેવી બનાવવા માટે ની સામગ્રી:

  • તેલ 2- 3 ચમચી
  • જીરું ¼ ચમચી
  • તમાલપત્ર 1
  • તજનો ટુકડો 1
  • એલચી 2- 3
  • લવિંગ 1- 2
  • મરી 2- 3
  • મીઠા લીમડા ના પાંદ 5- 7
  • હિંગ ¼ છે
  • સૂકા લાલ મરચા 2- 3
  • ઝીણી સમારેલી ડુંગળી 3
  • ઝીણા સમારેલા બટાકા 1
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • આદુની પેસ્ટ ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચા નો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • ટામેટા ની પ્યુરી 1 કપ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Bhagat muthiya nu shaak banavani recipe

ભગત મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ચાર થી પાંચ કલાક પલાળી મુકો. ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખી એમાં આદુ , લસણ અને મરચા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. સાથે ગેસ પર કડાઈમાં તેલ garm કરવા મૂકી દયો. તેલ ગરમ  થાય ત્યાં સુંધી તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લઈ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ગરમ  તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં નાની નાની વડી બને એમ થોડું થોડું મિશ્રણ નાખતા જાઓ અને બે ચાર મિનિટ પછી ઝારા થી હલાવી વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો.

ગ્રેવી બનાવવાની રીત

હવે ગેસ બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, મરી, તમાલપત્ર ના પાંદ, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, એલચી, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બટાકા ચડી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી હલાવી લેવા.

બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ ધાણા જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં દોઢ કપ જેટલું પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો.

પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી બે ચાર મૂઠિયાં તોડી મસળી ગ્રેવી માં નાખો સાથે બાકી ના તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ભગત મુઠીયા નું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભગત મુઠીયા નું શાક બનાવવાની રેસીપી

Bhagat muthiya nu shaak - ભગત મુઠીયા નું શાક

Bhagat muthiya nu shaak banavani recipe

મિત્રો આજે આપણે Bhagat muthiya nu shaak – ભગત મુઠીયા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક આપણે ઘણી વખત ઢાબા માં મંગાવતા હોઈએછીએ. આજ આપણે ઘરે બનાવતા શીખીશું. ઉનાળામાં જ્યારે કોઈ શાક ન સૂઝે અથવા કંઈક અલગ શાક ખાવા ની ઈચ્છા હોય તો આ શાક બનાવી શકોછો. તો ચાલો આ શાક બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પલાળેલી ચણાદળ
  • ½ ઇંચ આદુ
  • 3- 4 લસણની કળી
  • 2-3 લીલા મરચાં ઝીણા સમારેલા
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચા નો પાઉડર
  • ¼ ચમચી જીરું
  • 3- 4 ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી ગરમ તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

ગ્રેવી બનાવવા માટે:

  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી જીરું
  • 1 તમાલપત્ર
  • 1 તજનો ટુકડો
  • 2-3 એલચી
  • 1- 2 લવિંગ
  • 2-3 મરી
  • 5- 7 મીઠા લીમડા ના પાંદ
  • ¼ હિંગ છે
  • 2-3 સૂકા લાલ મરચા
  • 3 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા બટાકા
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 કપ ટામેટા ની પ્યુરી
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Bhagat muthiya nu shaak banavani recipe

  • ભગત મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ચાર થી પાંચ કલાક પલાળી મુકો. ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખી એમાં આદુ , લસણ અને મરચા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. સાથે ગેસ પર કડાઈમાં તેલ garm કરવા મૂકી દયો. તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લઈ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ગરમ તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં નાની નાની વડી બને એમ થોડું થોડું મિશ્રણ નાખતા જાઓ અને બે ચાર મિનિટ પછી ઝારા થી હલાવી વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો.

ગ્રેવી બનાવવાની રીત

  • હવે ગેસ બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, મરી, તમાલપત્ર ના પાંદ, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, એલચી, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બટાકા ચડી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી હલાવી લેવા.
  • બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ ધાણા જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં દોઢ કપ જેટલું પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી બે ચાર મૂઠિયાં તોડી મસળી ગ્રેવી માં નાખો સાથે બાકી ના તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ભગત મુઠીયા નું શાક.

Notes

  1. બટાકા તમે તમારી પસંદ મુજબ વધુ કે ઓછા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી

આજે આપણે Bataka Capsicum Rice – બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રીત શીખીશું. નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે આ રાઈસ બનાવી ને મજા લઈ શકો છો અને આ રાઈસ થોડા સમય માં બનાવી તૈયારી કરી પેટ ભરી શકાય છે તો ચાલો આ રાઈસ બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • બટાકા 2  ના કટકા
  • કેપ્સીકમ 2 ના કટકા
  • ડુંગળી 1- 2 ન ઝીણી સમારેલી
  • બાસમતી ચોખા 1 કપ
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 18
  • ગરમ મસાલો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ફુદીના ના પાંદ 15- 20
  • તેલ 2- 3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Bataka Capsicum Rice banavani recipe

બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઈ છોલી સાફ કરી નાના કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગળી પણ ઝીણી સમારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ કેપ્સીકમ ને પણ ઝીણા સુધારી લ્યો. હવે બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કૂકર માં તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા, કેપ્સીકમ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.

બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચોખા નિતારી ને નાખો સાથે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મજા લ્યો . તો તૈયાર છે બટાકા કેપ્સીકમ રાઈસ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી

Bataka Capsicum Rice - બટાકા કેપ્સીકમ રાઈસ

Bataka Capsicum Rice banavani recipe

આજે આપણે Bataka Capsicum Rice – બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રીત શીખીશું. નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે આ રાઈસબનાવી ને મજા લઈ શકો છો અને આ રાઈસ થોડા સમય માં બનાવી તૈયારી કરી પેટ ભરી શકાય છેતો ચાલો આ રાઈસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2 બટાકા ના કટકા
  • 2 કેપ્સીકમ ના કટકા
  • 1-2 ડુંગળી ઝીણી સમારેલી
  • 1 કપ બાસમતી ચોખા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 8-18 મીઠા લીમડા ના પાંદ
  • 1 ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હિંગ
  • 15- 20 ફુદીના ના પાંદ
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bataka Capsicum Rice banavani recipe

  • બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઈ છોલી સાફ કરી નાના કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગળી પણ ઝીણી સમારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ કેપ્સીકમ ને પણ ઝીણા સુધારી લ્યો. હવે બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કૂકર માં તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા, કેપ્સીકમ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.
  • બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચોખા નિતારી ને નાખો સાથે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મજા લ્યો . તો તૈયાર છે બટાકા કેપ્સીકમ રાઈસ.

Notes

  1. પાણી ની માત્રા ઓછી વધુ થઈ શકે છે. જો ચોખા નવા હશે તો પાણી ઓછું જોઇએ અને ચોખા જૂના હશે તો પાણી વધુ જોઈએ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

chokha na lot ni full chakri banavni rit | ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત

મિત્રો આજે આપણે chokha na lot ni full chakri – ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત શીખીશું. આ એક સિંધી નાસ્તો છે. આ ફૂલકચરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી તરી તરી ખાઈ શકો છો. એક કપ ચોખા ન લોટ માંથી ઘણા બધા બની ને તૈયાર થશે અને આ ફુલકચરી ને તરી ને પ્રવાસમાં , ટિફિન માં બનાવી ને આપી શકો છો.

Ingredients

  • ચોખાનો લોટ 1 કપ
  • પાપડ ખાર 1 નાની ચમચી
  • મીઠું 1 નાની ચમચી
  • જીરું ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

chokha na lot ni full chakri banavni rit

ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી લ્યો હવે એક તપેલી માં બે કપ ચોખાનો લોટ નાખો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બે કપ પાણી નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં મીઠું અને પાપડ ખાર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ ચોખા વાળું મિશ્રણ નાખી ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી ચડાવી લ્યો.

ચોખા નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં જીરું નાખી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને થોડું ઠંડુ થવા દયો. હવે કેક ને ગાર્નિશ કરવા માટે ની ફુલ બનાવવા વાળી નોઝલ મૂકી એના બેગ માં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે તડકા માં પ્લાસ્ટિક પર નાના નાના ફૂલ બનાવી ત્રણ થી ચાર દિવસ સુંધી સૂકવી લ્યો.

ચાર દિવસ પછી તૈયાર કરેલ ફૂલ બરોબર સુકાઈ જાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તેલ ગ્રામ કરી એમાં તૈયાર કરેલ ફૂલકચરી નાખી તરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ચોખાના લોટ માંથી ફૂલકચરી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત

chokha na lot ni full chakri - ચોખાના લોટ ની ફૂલકચરી

chokha na lot ni full chakri banavni rit

મિત્રો આજે આપણે chokha na lot ni full chakri – ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત શીખીશું. આ એક સિંધી નાસ્તો છે. આ ફૂલકચરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી તરી તરી ખાઈ શકો છો. એક કપ ચોખા ન લોટ માંથી ઘણા બધા બની ને તૈયાર થશે અને આ ફુલકચરી ને તરી નેપ્રવાસમાં , ટિફિન માં બનાવી ને આપી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 1 કપ ચોખાનો લોટ
  • 1 નાની ચમચી પાપડ ખાર
  • 1 નાની ચમચી મીઠું
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • પાણી જરૂર મુજબ

Instructions

chokha na lot ni full chakri banavni rit

  • ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી લ્યો હવે એક તપેલી માં બે કપ ચોખાનો લોટ નાખો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બે કપ પાણી નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં મીઠું અને પાપડ ખાર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ ચોખા વાળું મિશ્રણ નાખી ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી ચડાવી લ્યો.
  • ચોખા નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં જીરું નાખી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને થોડું ઠંડુ થવા દયો. હવે કેક ને ગાર્નિશ કરવા માટે ની ફુલ બનાવવા વાળી નોઝલ મૂકી એના બેગ માં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે તડકા માં પ્લાસ્ટિક પર નાના નાના ફૂલ બનાવી ત્રણ થી ચાર દિવસ સુંધી સૂકવી લ્યો.
  • ચાર દિવસ પછી તૈયાર કરેલ ફૂલ બરોબર સુકાઈ જાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તેલ ગ્રામ કરી એમાં તૈયાર કરેલ ફૂલકચરી નાખી તરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ચોખાના લોટ માંથી ફૂલકચરી.

Notes

  1. મીઠું નાખવા માં ખાસ ધ્યાન રાખવું કેમ કે બનાવતા વખતે મીઠું ઓછું લાગતું હશે અને વધારે નાખશો તો તરી લીધા બાદ ખારા લાગી શકે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Aloo lachcha katori chat banavani recipe | આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રેસીપી

લચ્છા કટોરી આપણા માંથી ઘણા લોકો ને પસંદ તો હોય છે પણ બનાવવાની ઝંઝટ લાગતી હોવાથી ઘરે બનાવવાની કોશિશ નથી કરતા પણ આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે આલું માંથી લચ્છા કટોરી બનાવતા શીખીશું અને ત્યાર બાદ ચાર્ટ બનાવશું. તો ચાલો Aloo lachcha katori chat – આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રીત શીખીએ.

લચ્છા કટોરી બનાવવા માટેની સામગ્રી

  • આલું 5- 7
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

ચાટ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા ચણા જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લાલ ચટણી જરૂર મુજબ
  • ખાટી મીઠી આંબલી ખજૂર ની ચટણી જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
  • આલું સેવ જરૂર મુજબ
  • પાપડી  જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ આલું ટિક્કી
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • મીઠું દહીં જરૂર મુજબ

Aloo lachcha katori chat banavani recipe

આલું લચ્છા કટોરી ચાટ બનાવવા સૌપ્રથમ આલું ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને છીણી વડે પાણી માં છીણી લ્યો. છીણેલા આલું ના છીણ ને ત્રણ ચાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ પાણીમાં નાખી એક ચમચી હળદર મિક્સ કરી ઢાંકી અડધા થી એક કલાક એક બાજુ મૂકો.

કલાક પછી આલું ન છીણ ને હાથ વડે અથવા કપડામાં નાખી નીચોવી વધારા નું પાણી નીચોવી લ્યો. અને એમાં કોર્ન ફ્લોર  અથવા આરા લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મોટી ગરણી નાખી અડધી મિનિટ રહેવા દઈ તેલ નું કોટીંગ કરી લ્યો.

હવે તેલથી કોટીંગ કરેલ ગરણી માં છીણેલા આલું નું મીડીયમ પળ બનાવી લ્યો અને અને ગેસ મીડીયમ કરી એમાં વાટકો મૂકી ગરણી ને તેલ માં મૂકો. અને વાટકી ને થોડી વાર વજન આપી દબાવી લ્યો જ્યાં સુંધી લચ્છા ના ગોલ્ડન થઈ આકાર પકડી લે ત્યાં સુંધી. લચ્છા તરી ને ગોલ્ડન થાય એટલે સાણસી થી વાટકી અલગ કરી લ્યો. અને એકાદ મિનિટ ક્યાંક ચડવા ની બાકી હોય ત્યાં ચડાવી લ્યો.

હવે ગરણી ને બીજા વાસણમાં ઉથલાવી થોડું થપ થપાવી લઈ કટોરી અલગ કરી લ્યો. આમ બધા જ છીણેલા આલું માંથી કટોરી બનાવી તૈયાર કરી લ્યો.

કટોરી ચાટ બનાવવાની રીત

તરી ને રાખેલ આલું લચ્છા કટોરી લ્યો એમાં બાફેલા ચણા ઉપર આલું ટિક્કી ન કટકા કરી નાખો એના પર મીઠું દહીં એક બે ચમચી, લીલી ચટણી, લાલ ચટણી, ખાટી મીઠી ચટણી, સંચળ છાંટો અને એના પર પાપડી તોડી નાખો સાથે ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા ધાણા નાખી મજા લ્યો ચાર્ટ. તો તૈયાર છે આલું લચ્છા કટોરી ચાર્ટ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રેસીપી

Aloo lachcha katori chat - આલું લચ્છા કટોરી ચાટ

Aloo lachcha katori chat banavani recipe

લચ્છા કટોરી આપણા માંથી ઘણા લોકો ને પસંદ તો હોય છે પણબનાવવાની ઝંઝટ લાગતી હોવાથી ઘરે બનાવવાની કોશિશ નથી કરતા પણ આજ આપણે ઘરે ખૂબ સરળ રીતેઆલું માંથી લચ્છા કટોરી બનાવતા શીખીશું અને ત્યાર બાદ ચાર્ટ બનાવશું. તો ચાલો Aloo lachcha katori chat – આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રીત શીખીએ.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 નંગ કટોરી

Equipment

  • 1 કડાઈ
  • 1 વાટકો
  • 1 મોટી ગરણી

Ingredients

લચ્છા કટોરી બનાવવા માટેની સામગ્રી

  • 5- 7 આલું
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

ચાટ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા ચણા જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લાલ ચટણી જરૂર મુજબ
  • ખાટી મીઠી આંબલી ખજૂર ની ચટણી જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
  • આલું સેવ જરૂર મુજબ
  • પાપડી જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ આલું ટિક્કી
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • મીઠું દહીં જરૂર મુજબ

Instructions

Aloo lachcha katori chat banavani recipe

  • આલું લચ્છા કટોરી ચાટ બનાવવા સૌપ્રથમ આલું ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને છીણી વડે પાણી માં છીણી લ્યો. છીણેલા આલું ના છીણ ને ત્રણ ચાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ પાણીમાં નાખી એક ચમચી હળદર મિક્સ કરી ઢાંકી અડધા થી એક કલાક એક બાજુ મૂકો.
  • કલાક પછી આલું ન છીણ ને હાથ વડે અથવા કપડામાં નાખી નીચોવી વધારા નું પાણી નીચોવી લ્યો. અને એમાં કોર્ન ફ્લોર અથવા આરા લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મોટી ગરણી નાખી અડધી મિનિટ રહેવા દઈ તેલ નું કોટીંગ કરી લ્યો.
  • હવે તેલથી કોટીંગ કરેલ ગરણી માં છીણેલા આલું નું મીડીયમ પળ બનાવી લ્યો અને અને ગેસ મીડીયમ કરી એમાં વાટકો મૂકી ગરણી ને તેલ માં મૂકો. અને વાટકી ને થોડી વાર વજન આપી દબાવી લ્યો જ્યાં સુંધી લચ્છા ના ગોલ્ડન થઈ આકાર પકડી લે ત્યાં સુંધી. લચ્છા તરી ને ગોલ્ડન થાય એટલે સાણસી થી વાટકી અલગ કરી લ્યો. અને એકાદ મિનિટ ક્યાંક ચડવા ની બાકી હોય ત્યાં ચડાવી લ્યો.
  • હવે ગરણી ને બીજા વાસણમાં ઉથલાવી થોડું થપ થપાવી લઈ કટોરી અલગ કરી લ્યો. આમ બધા જ છીણેલા આલું માંથી કટોરી બનાવી તૈયાર કરી લ્યો.

કટોરી ચાટ બનાવવાની રીત

  • તરી ને રાખેલ આલું લચ્છા કટોરી લ્યો એમાં બાફેલા ચણા ઉપર આલું ટિક્કી ન કટકા કરી નાખો એના પર મીઠું દહીં એક બે ચમચી, લીલી ચટણી, લાલ ચટણી, ખાટી મીઠી ચટણી, સંચળ છાંટો અને એના પર પાપડી તોડી નાખો સાથે ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા ધાણા નાખી મજા લ્યો ચાર્ટ. તો તૈયાર છે આલું લચ્છા કટોરી ચાર્ટ.

Notes

  1. અહીં તમે ચાર્ટ માં જે પસંદ હોય અને જેટલી માત્ર માં પસંદ હોય એટલું નાખી શકો છો.
  2. આલું લચ્છા કટોરી તમે એકાદ દિવસ પહેલા બનાવી ને રાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Be prakar na talfali juice banavani rit | બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીત

તાળફળી નારિયળ જેવું જ એક ફળ છે અને નારિયળ જેવો જ એનો સ્વાદ હોય છે. ગરમી માં ખૂબ જ રાહત આપે છે અને એને ખાવા ન પણ ઘણા ફાયદા છે તેથી આ ઉનાળા માં તાળફળી ચોક્કસ થી ખાજો અને એમાંથી વિવિધ જ્યુસ અને આઈસ્ક્રીમ પણ બનાવજો. તો ચાલો આજે Be prakar na talfali juice – બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીત શીખીએ.

તાળફળી જ્યુસ બનાવવા માટેની સામગ્રી

  • તાળફળી 10- 12
  • ખાંડ 2 – 3 ચમચી
  • પાણી જરૂર મુજબ

પ્રથમ રીત બનાવવા માટેની સામગ્રી

  • તાળફળી જ્યુસ 1 ગ્લાસ
  • ફુદીના ના પાંદ 8- 10
  • લીંબુનો રસ 1 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • સંચળ / મીઠું ¼ ચમચી
  • બરફ ના કટકા જરૂર મુજબ

બીજી રીત બનાવવા માટેની સામગ્રી

  • તાળફળી જ્યુસ 1 ગ્લાસ
  • સબ્જા બીજ 1 ચમચી
  • ગુલાબ શરબત 1 ચમચી
  • બરફ ના કટકા જરૂર મુજબ

Be prakar na talfali juice banavani rit

બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવા સૌપ્રથમ દસ થી બાર તાળફળી ને સાફ કરી એના ફળ અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો હવે તૈયાર કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ જ્યુસ બનાવી લ્યો હવે તૈયાર જ્યુસ માં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો.

પ્રથમ રીતે તાળફળી જ્યૂસ બનાવવાની રીત

પીસી રાખેલ જ્યુસ માંથી એક ગ્લાસ જ્યુસ મિક્સર જાર માં નાખો સાથે ફુદીના ના પાંદ, સંચળ / મીઠું, લીંબુનો રસ, ચાર્ટ મસાલો નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો તૈયાર થયેલ જ્યુસ ને બફર નાખેલા ગ્લાસ માં નાખો અને ઠંડો ઠંડો  મજા લ્યો ખાટો મીઠો તાળફળી જ્યુસ. 

બીજી રીત તાળફળી જ્યૂસ બનાવવાની રીત

ગ્લાસ માં બરફ ના કટકા નાખી એના પર પલાળી રાખેલા સબ્જા બીજ ની બે ચમચી નાખો સાથે ગુલાબ શરબત નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ જ્યુસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ઠંડો ઠંડો ગુલાબ તાળફળી જ્યુસ.

Talfali Juice recipe notes

  • ખાંડ ની જગ્યાએ સાકર, મધ કે સુગર ફ્રી પણ નાખી શકો છો . મધ નાખવા થી થોડો સ્વાદ માં ફરક આવી શકે.
  • ખાંડ ની મીઠાસ તમારી પસંદમૂજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીત

Be prakar na talfali juice - બે પ્રકારના તાળફળી જ્યૂસ

Be prakar na talfali juice banavani rit

તાળફળી નારિયળ જેવું જ એક ફળ છે અને નારિયળ જેવો જ એનોસ્વાદ હોય છે. ગરમી માં ખૂબ જ રાહત આપે છે અને એને ખાવા નપણ ઘણા ફાયદા છે તેથી આ ઉનાળા માં તાળફળી ચોક્કસ થી ખાજો અને એમાંથી વિવિધ જ્યુસ અનેઆઈસ્ક્રીમ પણ બનાવજો. તો ચાલો આજે Be prakar na talfali juice – બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીતશીખીએ.
No ratings yet
Prep Time: 19 minutes
Total Time: 19 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1  મોટું વાસણ
  • 1 ગ્લાસ
  • 1 મિક્સર

Ingredients

તાળફળી જ્યુસ બનાવવા માટેની સામગ્રી

  • 10- 12 તાળફળી
  • 2 – 3 ચમચી ખાંડ
  • પાણી જરૂર મુજબ

પ્રથમ રીત બનાવવા માટેની સામગ્રી

  • 1 ગ્લાસ તાળફળી જ્યુસ
  • 8- 10 ફુદીના ના પાંદ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી સંચળ / મીઠું
  • બરફ ના કટકા જરૂર મુજબ

બીજી રીત બનાવવા માટેની સામગ્રી

  • 1 ગ્લાસ તાળફળી જ્યુસ
  • 1 ચમચી સબ્જા બીજ
  • 1 ચમચી ગુલાબ શરબત
  • બરફ ના કટકા જરૂર મુજબ

Instructions

Be prakar na talfali juice banavani rit

  • બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવા સૌપ્રથમ દસ થી બાર તાળફળી ને સાફ કરી એના ફળ અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો હવે તૈયાર કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ જ્યુસ બનાવી લ્યો હવે તૈયાર જ્યુસ માં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો.

પ્રથમ રીતે તાળફળી જ્યૂસ બનાવવાની રીત

  • પીસી રાખેલ જ્યુસ માંથી એક ગ્લાસ જ્યુસ મિક્સર જાર માં નાખો સાથે ફુદીના ના પાંદ, સંચળ / મીઠું, લીંબુનો રસ, ચાર્ટ મસાલો નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો તૈયાર થયેલ જ્યુસ ને બફર નાખેલા ગ્લાસ માં નાખો અને ઠંડો ઠંડો મજા લ્યો ખાટો મીઠો તાળફળી જ્યુસ.

બીજી રીત તાળફળી જ્યૂસ બનાવવાની રીત

  • ગ્લાસ માં બરફ ના કટકા નાખી એના પર પલાળી રાખેલા સબ્જા બીજ ની બે ચમચી નાખો સાથે ગુલાબ શરબત નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ જ્યુસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ઠંડો ઠંડો ગુલાબ તાળફળી જ્યુસ.

Notes

  1. ખાંડ ની જગ્યાએ સાકર, મધ કે સુગર ફ્રી પણ નાખી શકો છો . મધ નાખવા થી થોડો સ્વાદ માં ફરક આવી શકે.
  2. ખાંડ ની મીઠાસ તમારી પસંદમૂજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી