Home Blog Page 38

Khajur no mukhvas banavani recipe | ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી

આ મુખવાસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. આ મુખવાસ મોઢા ના સ્વાદ ની સાથે શરીર ને પણ તંદુરસ્ત રાખે છે તેમજ નાના મોટા બધા ને ખૂબ પસંદ આવે છે તો ચાલો Khajur no mukhvas – ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ.

INGREDIENTS

  • ખજૂર  300 ગ્રામ
  • જીરું 3 ચમચી
  • વરિયાળી 2ચમચી
  • અજમો 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી

Khajur no mukhvas banavani recipe

ખજૂર નો મુખવાસ બનાવવા સૌપ્રથમ કોરા હોય એવા હોય એવા ખજૂર ની ટોપી કાઢી અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બે ભાગ કરી એમાંથી ઠળીયા ને અલગ કરી લાંબી લાંબી અને મીડીયમ જાડા કટકા કરી લ્યો તૈયાર કટકા ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહી શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં અજમો નાખી એને પણ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.

હવે મિક્સર જાર નું ઢાંકણ ખોલી એમાં સૂંઠ પાઉડર, મીઠું, સંચળ, આમચૂર પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, પીસેલી ખાંડ અને હિંગ નાખી ઢાંકણ બંધ કરી ફરી એક વખત મિક્સર ચાલુ કરી બધી સામગ્રી પીસી મિક્સ કરી લ્યો.

ત્યારબાદ કટકા કરેલ ખજૂર લ્યો એના પર લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો છાંટો અને એને હાથ થી બરોબર હળવા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મુખવાસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે ખજૂર નો મુખવાસ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી

Khajur no mukhvas - ખજૂર નો મુખવાસ

Khajur no mukhvas banavani recipe

આ મુખવાસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એક વખત બનાવશો તોવારંવાર બનાવવાનું મન થશે. આ મુખવાસ મોઢા ના સ્વાદ ની સાથે શરીરને પણ તંદુરસ્ત રાખે છે તેમજ નાના મોટા બધા ને ખૂબ પસંદ આવે છે તો ચાલો Khajur no mukhvas – ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ.
2.75 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 250 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 300 ગ્રામ ખજૂર
  • 3 ચમચી જીરું
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

Khajur no mukhvas banavani recipe

  • ખજૂર નો મુખવાસ બનાવવા સૌપ્રથમ કોરા હોય એવા હોય એવા ખજૂર ની ટોપી કાઢી અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બે ભાગ કરી એમાંથી ઠળીયા ને અલગ કરી લાંબી લાંબી અને મીડીયમ જાડા કટકા કરી લ્યો તૈયાર કટકા ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહી શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં અજમો નાખી એને પણ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
  • હવે મિક્સર જાર નું ઢાંકણ ખોલી એમાં સૂંઠ પાઉડર, મીઠું, સંચળ, આમચૂર પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, પીસેલી ખાંડ અને હિંગ નાખી ઢાંકણ બંધ કરી ફરી એક વખત મિક્સર ચાલુ કરી બધી સામગ્રી પીસી મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ કટકા કરેલ ખજૂર લ્યો એના પર લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો છાંટો અને એને હાથ થી બરોબર હળવા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મુખવાસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે ખજૂર નો મુખવાસ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

cheese garlic bread banavani recipe | ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી

ડોમિનોઝ, પિઝા હટ જેવી જગ્યાએ જઈ આપણે જે ગાર્લિક બ્રેડ મંગાવીએ છીએ એ આજ આપણે ઘરે બનાવતા શીખીશું અને એ પણ યીસ્ટ વગર અને ઓવન  વગર કુકર માં તૈયાર કરીશું સાથે આપણે આજ મેંદા ના લોટ સાથે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી cheese garlic bread – ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર કરીશું. જે બજાર કરતા પણ વધુ ટેસ્ટી લાગશે.

Ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદા નો લોટ 1 કપ
  • દહીં ½  કપ
  • ખાંડ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • પીઝા સિઝનિંગ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

ગાર્લિક બટર બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • લસણ ની કણી 15- 20
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • મિક્સ હર્બસ 2 ચમચી
  • માખણ 4- 5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મોઝારેલા ચીઝ 7- 8 ચમચી
  • પ્રોસેસ ચીઝ 4- 6 ચમચી
  • કેપ્સીકમ ઝીણા સમારેલા 3- 4 ચમચી
  • બાફેલા મકાઈ ના દાણા 4- 6 ચમચી
  • પીઝા સિઝનિંગ જરૂર મુજબ

cheese garlic bread banavani recipe

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો અને એક બાજુ મૂકો. હવે એક વાટકા માં દહીં લ્યો એમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ચાળી રાખેલ લોટ માં નાખો અને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં ને ત્રણ ચમચી તેલ નાખી દસ મિનિટ મસળી લ્યો અને મસળી રાખેલ લોટ ને તપેલી માં નાખી ઢાંકી એકાદ કલાક માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર વઘારિયા માં બે ચમચી તેલ / ઘી ગરમ કરી એમાં ધીમા તાપે લસણ ની કણી શેકી લ્યો અને ત્યાર બાદ મેસ કરી લ્યો.

મેસ કરેલ લસણ ને એક વાટકા માં નાખી એમાં મિક્સ હર્બસ, માખણ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ગેસ પર કુકર ની રીંગ અને સિટી અલગ કરી એમાં થોડી રેતી અથવા મીઠું નાખી ઢાંકી ધીમા તાપે ગરમ  કરવા મૂકો.

હવે બાંધેલા લોટ ને એક કલાક પછી તપેલી માંથી બહાર કાઢી બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ ને કોરા લોટ ની મદદ થી જે સાઇઝ ની બ્રેડ બનાવી હોય એ સાઇઝ ની મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. તૈયાર રોટલી માં તૈયાર કરેલ માખણ વાળું મિશ્રણ જરૂર મુજબ લગાવી દયો અને એમાં એક બાજુ કેપ્સીકમ ના કટકા એક બે ચમચી, બાફેલી મકાઈ બે ત્રણ ચમચી, મોઝારેલા ચીઝ ચાર પાંચ ચમચી, પ્રોસેસ ચીઝ ને ચાર ચમચી નાખી ઉપર મિક્સ હર્બસ છાંટી રોટલી ને અડધી ફોલ્ડ કરી પેક કરી નાખો કિનારાથી બરોબર.

બ્રેડ ને બરોબર આંગળી થી દબાવી પેક કરી લીધા બાદ એના પર ફરી ગાર્લિક માખણ લગાવી ચાકુથી થોડા થોડા અંતરે કાપા કરી લ્યો. હવે તૈયાર બ્રેડ ને એલ્યુમિનિયમ પ્લેટ અથવા જારી વાળી પ્લેટ પર થોડું તેલ લગાવી તૈયાર બ્રેડ ને એમાં મૂકો. હવે કુકર ખોલી એમાં પ્લેટ મૂકો અને ધીમા તાપે વીસ થી પચીસ મિનિટ ચડવા દયો.

બ્રેડ ચડે છે ત્યાં સુંધી બીજા લોટ માંથી બીજી બ્રેડ તૈયાર કરી મૂકો. વીસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો બ્રેડ બરોબર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ હોય તો બહાર કાઢી લ્યો અને બીજી બ્રેડ તૈયાર કરી રાખેલ એને પણ બેક કરવા મૂકો. અને તૈયાર બ્રેડ ન ચાકુથી કાપા વાળી જગ્યાએ કાપા કરી ઉપર પિઝા સીઝનિંગ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી

cheese garlic bread - ચીઝ ગાર્લિક બ્રેડ

cheese garlic bread banavani recipe

ડોમિનોઝ, પિઝા હટ જેવી જગ્યાએજઈ આપણે જે ગાર્લિક બ્રેડ મંગાવીએ છીએ એ આજ આપણે ઘરે બનાવતા શીખીશું અને એ પણ યીસ્ટવગર અને ઓવન  વગર કુકરમાં તૈયાર કરીશું સાથે આપણે આજ મેંદા ના લોટ સાથે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી cheese garlic bread – ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર કરીશું. જે બજાર કરતા પણ વધુ ટેસ્ટી લાગશે.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 2 ગાર્લિક બ્રેડ

Equipment

  • 1 કથરોટ
  • 1 કુકર
  • 1 પ્લેટ
  • 2-3 વાટકા

Ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ મેંદા નો લોટ
  • ½ કપ દહીં
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી પીઝા સિઝનિંગ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

ગાર્લિક બટર બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 15- 20 લસણ ની કણી
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી મિક્સ હર્બસ
  • 4- 5 ચમચી માખણ
  • મીઠું સ્વાદ મુજબ
  • 7- 8 ચમચી મોઝારેલા ચીઝ
  • 4- 6 ચમચી પ્રોસેસ ચીઝ
  • 3- 4 ચમચી કેપ્સીકમ ઝીણા સમારેલા
  • 4- 6 ચમચી બાફેલા મકાઈ ના દાણા
  • પીઝા સિઝનિંગ જરૂર મુજબ

Instructions

cheese garlic bread banavani recipe

  • ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો અને એક બાજુ મૂકો. હવે એક વાટકા માં દહીં લ્યો એમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ચાળી રાખેલ લોટ માં નાખો અને મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં ને ત્રણ ચમચી તેલ નાખી દસ મિનિટ મસળી લ્યો અને મસળી રાખેલ લોટ ને તપેલી માં નાખી ઢાંકી એકાદ કલાક માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર વઘારિયા માં બે ચમચી તેલ / ઘી ગરમ કરી એમાં ધીમા તાપે લસણ ની કણી શેકી લ્યો અને ત્યાર બાદ મેસ કરી લ્યો.
  • મેસ કરેલ લસણ ને એક વાટકા માં નાખી એમાં મિક્સ હર્બસ, માખણ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ગેસ પર કુકર ની રીંગ અને સિટી અલગ કરી એમાં થોડી રેતી અથવા મીઠું નાખી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો.
  • હવે બાંધેલા લોટ ને એક કલાક પછી તપેલી માંથી બહાર કાઢી બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ ને કોરા લોટ ની મદદ થી જે સાઇઝ ની બ્રેડ બનાવી હોય એ સાઇઝ ની મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. તૈયાર રોટલી માં તૈયાર કરેલ માખણ વાળું મિશ્રણ જરૂર મુજબ લગાવી દયો અને એમાં એક બાજુ કેપ્સીકમ ના કટકા એક બે ચમચી, બાફેલી મકાઈ બે ત્રણ ચમચી, મોઝારેલા ચીઝ ચાર પાંચ ચમચી, પ્રોસેસ ચીઝ ને ચાર ચમચી નાખી ઉપર મિક્સ હર્બસ છાંટી રોટલી ને અડધી ફોલ્ડ કરી પેક કરી નાખો કિનારાથી બરોબર.
  • બ્રેડ ને બરોબર આંગળી થી દબાવી પેક કરી લીધા બાદ એના પર ફરી ગાર્લિક માખણ લગાવી ચાકુથી થોડા થોડા અંતરે કાપા કરી લ્યો. હવે તૈયાર બ્રેડ ને એલ્યુમિનિયમ પ્લેટ અથવા જારી વાળી પ્લેટ પર થોડું તેલ લગાવી તૈયાર બ્રેડ ને એમાં મૂકો. હવે કુકર ખોલી એમાં પ્લેટ મૂકો અને ધીમા તાપે વીસ થી પચીસ મિનિટ ચડવા દયો.
  • બ્રેડ ચડે છે ત્યાં સુંધી બીજા લોટ માંથી બીજી બ્રેડ તૈયાર કરી મૂકો. વીસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો બ્રેડ બરોબર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ હોય તો બહાર કાઢી લ્યો અને બીજી બ્રેડ તૈયાર કરી રાખેલ એને પણ બેક કરવા મૂકો. અને તૈયાર બ્રેડ ન ચાકુથી કાપા વાળી જગ્યાએ કાપા કરી ઉપર પિઝા સીઝનિંગ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Colorful Rasgulla banavani rit | કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત

આજે આપણે Colorful Rasgulla – કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત શીખીશું. જો એક ના એક સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે રંગીન રસગુલ્લા બનાવતા શીખીશું. જે સ્વાદ માં તો સારા લાગે છે જોવાથી પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો રસગુલ્લા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
  • વિનેગર / લીંબુનો રસ 2– 3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ગુલાબી ફૂડ કલર 1 ટીપું
  • પીળો ફૂડ કલર 1 ટીપું
  • લીલો ફૂડ કલર 1 ટીપું

ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 ⅓ કપ
  • પાણી 4 કપ
  • એલચી 2- 3
  • કેસર ના તાંતણા 15- 20

Colorful Rasgulla banavani rit

કલરફૂલ રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર / લીંબુનો રસ નાખો સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં બે ચાર ચમચી વિનેગર / લીંબુ વાળું પાણી નાખી મિક્સ કરી લ્યો. આમ થોડું થોડું વિનેગર વાળું મિશ્રણ નાખી મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો.

દૂધ બરોબર ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચારણી માં સાફ પાતળું કપડું મૂકી એમાં ફાટેલા મિશ્રણ ને નાખો અને બીજા ઠંડા બે ત્રણ ગ્લાસ થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પોટલી બનાવી એના પર થોડો વજન મુકી અડધા કલાક માટે એક બાજુ મૂકો જેથી પનીર માં રહેલ પાણી નીતરી જાય.

અડધા કલાક પછી તૈયાર પનીર ને કથરોટ માં નાખી હથેળી વડે વીસ થી ત્રીસ મિનિટ મસળી મસળી સ્મૂથ બનાવી લ્યો. પનીર સ્મુથ થાય એટલે એના સરખા ચાર ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં ગુલાબી રંગ ન ટીપાં નાખી બારીને મિક્સ કરી એક બાજુ મૂકો. અને એમાંથી નાના નાના ગોલા બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

 હવે બીજો ભાગ લ્યો એમાં પીળો રંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની સાઇઝ ના ગોલા બનાવી તૈયાર ગોલા ને બનાવી એક બાજુ મૂકો.ત્યાર બાદ ત્રીજો ભાગ લઈ એમાં ગ્રીન કલર નાખી મિક્સ કરી નાની સાઇઝ ના ગોલા બનાવી એક બાજુ મૂકો. ત્યાર બાદ છેલ્લા ભાગ માંથી સફેદ ગોલા બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી તોડી ને નાખો અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ. બધા ગોલા નાખી દીધા બાદ ફરીથી ચાસણી ઉકળવા લાગે એટલે ઢાંકણ બંધ કરી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો.

દસ મિનિટ પછી એમ અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર રસગુલ્લા ને ઠંડા થવા દયો. રસગુલ્લા ઠંડા થાય એટલે ફ્રીઝ માં મૂકો અને ઠંડા થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે કલરફૂલ રસગુલ્લા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત

Colorful Rasgulla - કલરફૂલ રસગુલ્લા

Colorful Rasgulla banavani rit

આજે આપણે Colorful Rasgulla – કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત શીખીશું. જો એક ના એક સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગયાહો તો આજ આપણે રંગીન રસગુલ્લા બનાવતા શીખીશું. જે સ્વાદ માં તોસારા લાગે છે જોવાથી પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો રસગુલ્લા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મોટુ વાસણ
  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 2– 3 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ
  • 1 ટીપું ગુલાબી ફૂડ કલર
  • 1 ટીપું પીળો ફૂડ કલર
  • 1 ટીપું લીલો ફૂડ કલર

ચાસણી માટેની સામગ્રી

  • 1 ⅓ કપ ખાંડ
  • 4 કપ પાણી
  • 2- 3 એલચી
  • 15- 20 કેસર ના તાંતણા

Instructions

Colorful Rasgulla banavani rit

  • કલરફૂલ રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર / લીંબુનો રસ નાખો સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં બે ચાર ચમચી વિનેગર / લીંબુ વાળું પાણી નાખી મિક્સ કરી લ્યો. આમ થોડું થોડું વિનેગર વાળું મિશ્રણ નાખી મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો.
  • દૂધ બરોબર ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચારણી માં સાફ પાતળું કપડું મૂકી એમાં ફાટેલા મિશ્રણ ને નાખો અને બીજા ઠંડા બે ત્રણ ગ્લાસ થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પોટલી બનાવી એના પર થોડો વજન મુકી અડધા કલાક માટે એક બાજુ મૂકો જેથી પનીર માં રહેલ પાણી નીતરી જાય.
  • અડધા કલાક પછી તૈયાર પનીર ને કથરોટ માં નાખી હથેળી વડે વીસ થી ત્રીસ મિનિટ મસળી મસળી સ્મૂથ બનાવી લ્યો. પનીર સ્મુથ થાય એટલે એના સરખા ચાર ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં ગુલાબી રંગ ન ટીપાં નાખી બારીને મિક્સ કરી એક બાજુ મૂકો. અને એમાંથી નાના નાના ગોલા બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે બીજો ભાગ લ્યો એમાં પીળો રંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની સાઇઝ ના ગોલા બનાવી તૈયાર ગોલા ને બનાવી એક બાજુ મૂકો.ત્યાર બાદ ત્રીજો ભાગ લઈ એમાં ગ્રીન કલર નાખી મિક્સ કરી નાની સાઇઝ ના ગોલા બનાવી એક બાજુ મૂકો. ત્યાર બાદ છેલ્લા ભાગ માંથી સફેદ ગોલા બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી તોડી ને નાખો અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ. બધા ગોલા નાખી દીધા બાદ ફરીથી ચાસણી ઉકળવા લાગે એટલે ઢાંકણ બંધ કરી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો.
  • દસ મિનિટ પછી એમ અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર રસગુલ્લા ને ઠંડા થવા દયો. રસગુલ્લા ઠંડા થાય એટલે ફ્રીઝ માં મૂકો અને ઠંડા થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે કલરફૂલ રસગુલ્લા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Chocolate Ice Cream banavani recipe | ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી

બજાર માંથી તો તમે ઘણી આઈસક્રીમ લીધી હશે અને મજા પણ આવી હશે પણ આજ આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝવેટવી કે સેકરીન ના ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછી સામગ્રી થી ઘરે બજાર કરતા પણ ટેસ્ટી અને હેલ્થી Chocolate Ice Cream – ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ફ્રેશ ક્રીમ 450 ગ્રામ + ¼ કપ
  • ફૂલ ક્રીમ દૂધ ¼ કપ
  • ડાર્ક ચોકલેટ 250 ગ્રામ કટકા કરેલ
  • કોકો પાઉડર 1 ચમચી
  • ખાંડ 2- 3 ચમચી
  • ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ
  • ચોકલેટ સીરપ જરૂર મુજબ

Chocolate Ice Cream banavani recipe

ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ડાર્ક ચોકલેટ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખો સાથે પા કપ ફ્રેશ ક્રીમ નાખી ગરમ કરવા મૂકો. દૂધ અને ક્રીમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ ચોકલેટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ચોકલેટ ન કટકા ને પીગળાવી લ્યો ત્યાર બાદ એમાં કોકો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો

 ત્યાર બાદ હલાવતા રહી ખાંડ ને પણ ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખી ઠંડું કરી લ્યો. ચોકલેટ નું મિશ્રણ ઠંડુ થાય એટલે બીજા એક વાસણમાં ફ્રેશ કરી લઈ વિસ્પર થી બ્લેન્ડ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ ચોકલેટ નું મિશ્રણ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર આઈસ્ક્રીમ ન મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ત્યાર બાદ. ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી જમાવી લ્યો. આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જે પ્રમાણે આઈસ્ક્રીમ જોઈએ એટલી કાઢી ઉપર ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ નાખી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ આઈસ્ક્રીમ.

Ice Cream recipe notes

  • અહીં ખાંડ ની જગ્યાએ તમે મિલ્ક ચોકલેટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • અથવા મીઠાસ માટે સુગર ફ્રી પણ વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી

Chocolate Ice Cream - ચોકલેટ આઈસ્ક્રીમ

Chocolate Ice Cream banavani recipe

બજાર માંથી તો તમે ઘણી આઈસક્રીમ લીધી હશે અને મજા પણ આવીહશે પણ આજ આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝવેટવી કે સેકરીન ના ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછીસામગ્રી થી ઘરે બજાર કરતા પણ ટેસ્ટી અને હેલ્થી Chocolate Ice Cream – ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 વિસ્પર/ બેલેન્ડર
  • 1 આઈસ્ક્રીમ મોલ્ડ

Ingredients

  • 450 ગ્રામ ફ્રેશ ક્રીમ + ¼ કપ
  • ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
  • 250 ગ્રામ ડાર્ક ચોકલેટ કટકા કરેલ
  • 1 ચમચી કોકો પાઉડર
  • 2-3 ચમચી ખાંડ
  • ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ
  • ચોકલેટ સીરપ જરૂર મુજબ

Instructions

Chocolate Ice Cream banavani recipe

  • ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ડાર્ક ચોકલેટ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખો સાથે પા કપ ફ્રેશ ક્રીમ નાખી ગરમ કરવા મૂકો. દૂધ અને ક્રીમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ ચોકલેટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ચોકલેટ ન કટકા ને પીગળાવી લ્યો ત્યાર બાદ એમાં કોકો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ત્યાર બાદ હલાવતા રહી ખાંડ ને પણ ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખી ઠંડું કરી લ્યો. ચોકલેટ નું મિશ્રણ ઠંડુ થાય એટલે બીજા એક વાસણમાં ફ્રેશ કરી લઈ વિસ્પર થી બ્લેન્ડ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ ચોકલેટ નું મિશ્રણ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર આઈસ્ક્રીમ ન મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ત્યાર બાદ. ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી જમાવી લ્યો. આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જે પ્રમાણે આઈસ્ક્રીમ જોઈએ એટલી કાઢી ઉપર ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ નાખી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ આઈસ્ક્રીમ.

Notes

  • અહીં ખાંડ ની જગ્યાએ તમે મિલ્ક ચોકલેટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • અથવા મીઠાસ માટે સુગર ફ્રી પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત

પીઝા તો બધા ને પસંદ આવતા હોય છે અને આજ કાલ ઘણા લોકો ઘરે પિઝા બેઝ, પિઝા સોસ અને ચીઝ લઈ ઘરે પિઝા બનાવતા હોય છે અથવા ઘર માં રહેલ રોટલી પર પીઝા સોસ લગાવી પિઝા બનાવતા હોય છે તો આજ આપણે બહાર થી સોસ ના લઈ આવતા ઘરે જ પિઝા સોસ બનાવવાની રીત શીખીશું જે ખૂબ સરળ છે અને સ્વાદ માં પણ બહાર ન પિઝા સોસ થી ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો Pizza Sauce – પીઝા સોસ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • પાકેલા ટમેટા 5- 6
  • તેલ 2- 3 ચમચી
  • લસણ ની કણી સુધારેલ 1- 2ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • બેઝલ પાંદ 8- 10
  • પાણી જરૂર મુજબ

Pizza Sauce banavani rit

પીઝા સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર બે ગ્લાસ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને ચાકુથી પ્લસ માં કાપા કરી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ટમેટા નાખી પાંચ થી સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા ને બહાર કાઢી થોડા ઠંડા પાણીમાં નાખી ઠંડા કરી લ્યો.

ટમેટા ઠંડા થાય એટલે એની છાલ અલગ કરી નાખો અને ટમેટા ન સુધારી લ્યો અને એમાંથી બે ત્રણ ટમેટા ને મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ઝીણું સમારેલું લસણ નાખી અડધી સેકન્ડ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી શેકો.

ડુંગળી શેકતી વખતે થોડું મીઠુ નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી બે મિનિટ શેકી લ્યો. બે મિનિટ શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ટામેટા પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક થી બે વખત હલાવી લ્યો અને સાત મિનિટ પછી એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ચડાવી લ્યો.

દસ બાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં બેઝલ પાંદ ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સોસ ને ઠંડો થવા દયો ત્યાર બાદ જાર માં ભરી મજા લ્યો. તો તૈયાર છે પીઝા સોસ.

Pizza sauce recipe notes

  • જો તમારા પાસે બેઝલ પાંદ ન હોય તો ચાર પાંચ તુલસી ન પાંદ પણ નાખી શકો છો.
  • આ તૈયાર સોસ ને ફ્રીઝ માં મૂકી તમે અઠવાડિયા સુંધી વાપરી શકો છો અને ફ્રીઝર માં મૂકી ત્રણ મહિના સુંધી વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પીઝા સોસ બનાવવાની રીત

Pizza Sauce - પીઝા સોસ

Pizza Sauce banavani rit

પીઝા તો બધા ને પસંદ આવતા હોય છે અને આજ કાલ ઘણા લોકોઘરે પિઝા બેઝ, પિઝા સોસ અને ચીઝ લઈ ઘરે પિઝા બનાવતા હોય છેઅથવા ઘર માં રહેલ રોટલી પર પીઝા સોસ લગાવી પિઝા બનાવતા હોય છે તો આજ આપણે બહાર થી સોસના લઈ આવતા ઘરે જ પિઝા સોસ બનાવવાની રીત શીખીશું જે ખૂબ સરળ છે અને સ્વાદ માં પણ બહારન પિઝા સોસ થી ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો Pizza Sauce – પીઝા સોસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 નંગ પર લગાવી શકાય

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી
  • 1 મિક્સ

Ingredients

  • 5- 6 પાકેલા ટમેટા
  • 2- 3 ચમચી તેલ
  • 1- 2 ચમચી લસણ ની કણી સુધારેલ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 8- 10 બેઝલ પાંદ
  • પાણી જરૂર મુજબ

Instructions

Pizza Sauce banavani rit

  • પીઝા સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર બે ગ્લાસ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને ચાકુથી પ્લસ માં કાપા કરી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ટમેટા નાખી પાંચ થી સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા ને બહાર કાઢી થોડા ઠંડા પાણીમાં નાખી ઠંડા કરી લ્યો.
  • ટમેટા ઠંડા થાય એટલે એની છાલ અલગ કરી નાખો અને ટમેટા ન સુધારી લ્યો અને એમાંથી બે ત્રણ ટમેટા ને મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ઝીણું સમારેલું લસણ નાખી અડધી સેકન્ડ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી શેકો.
  • ડુંગળી શેકતી વખતે થોડું મીઠુ નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી બે મિનિટ શેકી લ્યો. બે મિનિટ શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ટામેટા પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક થી બે વખત હલાવી લ્યો અને સાત મિનિટ પછી એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
  • દસ બાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં બેઝલ પાંદ ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સોસ ને ઠંડો થવા દયો ત્યાર બાદ જાર માં ભરી મજા લ્યો. તો તૈયાર છે પીઝા સોસ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Multicolour puri banavani rit | મલ્ટીકલર પૂરી બનાવવાની રીત

આજ આપણે કલર ફૂલ પૂરી બનાવશું જે તમે રેગ્યુલર માં અથવા હોળી પર બનાવી તૈયાર કરી શકો છો અને બાળકો ને પણ આ પૂરી ખૂબ પસંદ આવશે. અને બાળકો ની નાની મોટી પાર્ટી અથવા ટિફિન માં બનાવી આપી શકો છો. તો ચાલો Multicolour puri – મલ્ટીકલર પૂરી બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ઘઉંનો લોટ 4 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • લીલો ફૂડ કલર 2 ટીપા
  • લાલ ફૂડ કલર 2 ટીપા
  • કેસરી ફૂડ કલર 2 ટીપા
  • પીળો ફૂડ કલર 2 ટીપા
  • બ્લુ ફૂડ કલર 2 ટીપા

Multicolour puri banavani rit

મલ્ટીકલર પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી લોટ અને તેલ મીઠા ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સરખા પાંચ થી છ ભાગ કરી લ્યો.

હવે એક ભાગ લ્યો એમાં પીળો કલર ના બે ટીપાં નાખો સાથે પા ચમચી પાણી નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પા ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજો ભાગ લ્યો એમાં લીલા કલર ના ટીપાં નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી લ્યો અને પા ચમચી તેલ નાખી મસળી એક બાજુ મૂકો.

હવે ત્રીજો ભાગ લ્યો એમાં કેસરી કલર નાખો અને થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ નાખી મસળી એક બાજુ મૂકો ત્યાર બાદ ચોથા ભાગ માં લાલ કલર નાખી સાથે થોડું પાણી નાખી લોટ સાથે મસળી લ્યો અને ત્યાર બાદ તેલ નાખી મસળી લ્યો અને પાંચમાં ભાગ માં બ્લુ કલર ના ટીપાં નાખો સાથે પાણી નાખી મસળી લ્યો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.

અને છેલ્લા ભાગ ને સફેદ રહેવા દયો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.આમ બધા જ કલર નાખી લોટ મસળી તૈયાર કરી લ્યો. હવે કોરા લોટ ની મદદ થી એક એક ભાગ ને વણી રોટલી બનાવી લ્યો. બધા જ કલર ની રોટલી વણી લીધા બાદ એક ઉપર એક રોટલી મૂકો અને એક બાજુ થી બરોબર દબાવી ને ગોળ ગોળ ફેરવી રોલ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર રોલ ને ચાકુથી એક સરખા ભાગ કરી લ્યો અને ગોળ લુવો બનાવી લ્યો ત્યાર બાદ ફરીથી એક એક લુવા ને વણી પૂરી બનાવી લ્યો આમ થોડી પૂરી વણી તૈયાર કરો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર પૂરી નાખી બને બાજુ બરોબર તરી લ્યો. આમ બધી પૂરી વણી તરી લ્યો. તો તૈયાર છે મલ્ટી કલર પૂરી.

Puri recipe notes

  • અહીં તમે તમારી પસંદ ના કલર નાખી પૂરી બનાવી શકો છો અને નેચરલ ફૂડ કલર ના ઉપયોગ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મલ્ટીકલર પૂરી બનાવવાની રીત

Multicolour puri - મલ્ટીકલર પૂરી

Multicolour puri banavani rit

આજ આપણે કલર ફૂલ પૂરી બનાવશું જે તમે રેગ્યુલર માં અથવાહોળી પર બનાવી તૈયાર કરી શકો છો અને બાળકો ને પણ આ પૂરી ખૂબ પસંદ આવશે. અને બાળકો ની નાની મોટી પાર્ટી અથવા ટિફિન માં બનાવી આપી શકો છો. તો ચાલો Multicolour puri – મલ્ટીકલર પૂરી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 પાટલો વેલણ
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 4 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • 2 ટીપા લીલો ફૂડ કલર
  • 2 ટીપા લાલ ફૂડ કલર
  • 2 ટીપા કેસરી ફૂડ કલર
  • 2 ટીપા પીળો ફૂડ કલર
  • 2 ટીપા બ્લુ ફૂડ કલર

Instructions

Multicolour puri banavani rit

  • મલ્ટીકલર પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી લોટ અને તેલ મીઠા ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સરખા પાંચ થી છ ભાગ કરી લ્યો.
  • હવે એક ભાગ લ્યો એમાં પીળો કલર ના બે ટીપાં નાખો સાથે પા ચમચી પાણી નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પા ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજો ભાગ લ્યો એમાં લીલા કલર ના ટીપાં નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી લ્યો અને પા ચમચી તેલ નાખી મસળી એક બાજુ મૂકો.
  • હવે ત્રીજો ભાગ લ્યો એમાં કેસરી કલર નાખો અને થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ નાખી મસળી એક બાજુ મૂકો ત્યાર બાદ ચોથા ભાગ માં લાલ કલર નાખી સાથે થોડું પાણી નાખી લોટ સાથે મસળી લ્યો અને ત્યાર બાદ તેલ નાખી મસળી લ્યો અને પાંચમાં ભાગ માં બ્લુ કલર ના ટીપાં નાખો સાથે પાણી નાખી મસળી લ્યો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.
  • અને છેલ્લા ભાગ ને સફેદ રહેવા દયો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.આમ બધા જ કલર નાખી લોટ મસળી તૈયાર કરી લ્યો. હવે કોરા લોટ ની મદદ થી એક એક ભાગ ને વણી રોટલી બનાવી લ્યો. બધા જ કલર ની રોટલી વણી લીધા બાદ એક ઉપર એક રોટલી મૂકો અને એક બાજુ થી બરોબર દબાવી ને ગોળ ગોળ ફેરવી રોલ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર રોલ ને ચાકુથી એક સરખા ભાગ કરી લ્યો અને ગોળ લુવો બનાવી લ્યો ત્યાર બાદ ફરીથી એક એક લુવા ને વણી પૂરી બનાવી લ્યો આમ થોડી પૂરી વણી તૈયાર કરો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર પૂરી નાખી બને બાજુ બરોબર તરી લ્યો. આમ બધી પૂરી વણી તરી લ્યો. તો તૈયાર છે મલ્ટી કલર પૂરી.

Notes

  • અહીં તમે તમારી પસંદ ના કલર નાખી પૂરી બનાવી શકો છો અને નેચરલ ફૂડ કલર ના ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Thandai ice cream banavani rit | ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત

આજે આપડે Thandai ice cream – હોળી સ્પેશિયલ ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું . હોળી આવતાજ ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમી ની પણ શરૂઆત થઈ જતી હોય છે  અને ગરમી આવતા બધા બારે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ જેવી વસ્તુ બહાર ખાવા લાગતા હોય છે. ઠંડાઈ પીવાથી શરીર માં ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોય છે કેમ કે એની અંદર નાખવામાં આવતા ડ્રાયફ્રુટ જે શરીર માં ઠંડક આપે છે તો ચાલો બજાર જેવીજ મસ્ત આઈસ્ક્રીમ આજે આપડે ઘરે જ બનાવતા શીખીશું.

Ingredients list

  • કાજુ ¼ કપ
  • બદામ ¼ કપ
  • પિસ્તા 2 ચમચી
  • એલચી 8 નંગ
  • મગજ તારી ના બીજ 2 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • કાળા મરી 1 ચમચી
  • ખસ ખસ 2 ચમચી
  • ગુલાબ ની પાંદડી 2 ચમચી
  • કેસર 1 ચપટી
  • મલાઈ વાળું દૂધ અડધો લીટર
  • મિલ્ક પાઉડર 4 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • ખાંડ ¼ કપ
  • ગુલકંદ 1 ચમચી
  • પેપર મીંટ 1 ચપટી

Thandai ice cream banavani rit

ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ ઠંડાઈ પાવડર બનાવીશું ગેસ પર એક કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લઈ ને ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં કાજુ ¼ કપ , બદામ ¼ કપ , પિસ્તા 2 ચમચી , એલચી 8 નંગ , મગજ તરી ના બીજ 2 ચમચી , વરિયાળી 2 ચમચી , કાળા મરી 1 ચમચી , ખસ ખસ 2 ચમચી , ગુલાબ ની પાંદડી 2 ચમચી , કેસર 1 ચપટી , આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી અને 30 સેકન્ડ જેવું સેકી લેશું જેથી તેમાં રહેલું મોઈશ્ચર નીકળી જાય .

ત્યાર બાદ ગેસ બંધ કરી અને એક થાળી માં બધું મિક્ષ્ચર નાખી અને ઠંડુ થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર માં બધી વસ્તુ નાખી અને પીસી લેશું .

હવે ઠંડાઈ ના પાવડર ને એક બાઉલ માં કાઢી લેશું , ત્યાર બાદ આઈસ્ક્રીમ બનાવવા માટે ફરીથી એક પેન માં મલાઈ વાળું દૂધ અડધો લીટર નાખશું મલાઈ વાળું દૂધ એટલા માટે લેશું કારણકે આપડે આજે ઈયા કોઈ પણ ક્રીમ નો ઉપયોગ કર્યા વગર આઈસ્ક્રીમ બનાવીશું એટલે મલાઈ વાળા દૂધ નો ઉપયોગ કરશું હવે તેમાં મિલ્ક પાઉડર 4 ચમચી , કોર્ન ફ્લોર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરતા જશું .

બધી વસ્તુ બરાબર મિક્સ કરશું ત્યારે તેમાં તમને ગાંઠા દેખાશે પણ વાંધો નઈ આપડે જ્યારે દૂધ ગરમ કરશું ત્યારે તેમાં ગાંઠા નઇ રે  હવે તેમાં ખાંડ ¼ કપ નાખી ફરીથી બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું અને પછી તેમાં તૈયાર કરેલો 2 ચમચી ઠંડાઈ  વાળો પાવડર નાખી ફરીથી મિક્સ કરી અને હવે ગેસ ચાલુ કરી કડાઈ મૂકી અને ધીમે ધીમે હલાવતા જશું જેનાથી એક પણ ગાંઠા નઇ રે અને કોર્ન ફ્લોર કાચા દૂધ માં પેલે નાખવાથી આસાનીથી કાચા દૂધ માં મિક્સ થઈ શકે છે જો ગરમ દૂધ માં કોર્ન ફ્લોર નાખશું તો તેમાં ગાંઠા પડી શકે છે .

ત્યાર બાદ દૂધ હલાવતા હલાવતા 5 મિનિટ જેવું સીજવા દેશું 5 મિનિટ પછી દૂધ એક દમ ઘાટું અને ક્રીમી થઈ જશે. દૂધ ઘાટું થવા નું ચાલુ થાય એટલે આપડે ગેસ ને બંધ કરી દેશું દૂધ ઠંડું થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર માં દૂધ ની સાથે 1 ચમચી જેવો ગુલકંદ અને ચપટી જેવું પેપર મિન્ટ નાખી અને બરાબર પીસી લેશું પીસાઈ જાય એટલે આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને તેના પર ફોઈલ પેપર લગાવી દેશું અને બે કલાક સુધી ફ્રીઝર માં મૂકી દેશું

બે કલાક થઈ ગયા બાદ આઈસ્ક્રીમ થોડી થોડી જામી ગઈ હશે તેને ચાકુ વડે કાઢી અને ફરીથી જામેલી આઈસ્ક્રીમ ને મિક્સર જાર માં નાખી ફરીથી બધું બ્લેન્ડ કરી લેશું ફરીથી બ્લેન્ડ કરવાથી આઈસ્ક્રીમ નો ટેક્ષ્ચર એક દમ ક્રીમી થઈ જાય છે ત્યાર બાદ ફરીથી આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને પાછું ફોઇલ પેપર લગાવી અને 6 કલાક માટે પાછું ફ્રીઝર માં મૂકી દેશું.

6 કલાક પછી આપડી આઈસ્ક્રીમ તૈયાર છે. તો તૈયાર છે આપડી આઈસ્ક્રમ જેને આપડે બાઉલ માં લઇ અને કટ કરેલા ડ્રાયફ્રુટ નાખી અને સર્વ કરીશું

Ice cream recipe notes

  • ઠંડાઈ વાળા પાવડર ને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો.
  • ડ્રાયફ્રૂટ કટ કરેલા ના નાખવા હોય તો આપડો તૈયાર કરેલો ઠંડાઈ ના પાવડર પણ નાખી શકશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત

Thandai ice cream - ઠંડાઈ આઈસ્ક્રીમ

Thandai ice cream banavani rit

આજે આપડે Thandai ice cream – હોળી સ્પેશિયલ ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું . હોળી આવતાજ ઠંડી ઓછીથઈ જાય છે અને ગરમી ની પણ શરૂઆત થઈ જતી હોય છે  અને ગરમી આવતા બધા બારે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ જેવીવસ્તુ બહાર ખાવા લાગતા હોય છે. ઠંડાઈ પીવાથી શરીર માં ઇન્સ્ટન્ટએનર્જી મળતી હોય છે કેમ કે એની અંદર નાખવામાં આવતા ડ્રાયફ્રુટ જે શરીર માં ઠંડક આપેછે તો ચાલો બજાર જેવીજ મસ્ત આઈસ્ક્રીમ આજે આપડે ઘરે જ બનાવતા શીખીશું.
4 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 આઈસ્ક્રીમ કન્ટેનર
  • 1 સિલ્વર ફોઇલ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

Ingredients list

  • ¼ કપ કાજુ
  • ¼ કપ બદામ
  • 2 ચમચી પિસ્તા
  • 8 નંગ એલચી
  • 2 ચમચી મગજ તારી ના બીજ
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી કાળા મરી
  • 2 ચમચી ખસ ખસ
  • 2 ચમચી ગુલાબ ની પાંદડી
  • 1 ચપટી કેસર
  • મલાઈ વાળું દૂધ અડધો લીટર
  • 4 ચમચી મિલ્ક પાઉડર
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • ¼ કપ ખાંડ
  • 1 ચમચી ગુલકંદ
  • 1 ચપટી પેપર મીંટ

Instructions

Thandai ice cream banavani rit

  • ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ ઠંડાઈ પાવડર બનાવીશું ગેસ પર એક કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લઈ ને ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં કાજુ ¼ કપ , બદામ ¼ કપ , પિસ્તા 2 ચમચી , એલચી 8 નંગ , મગજ તરી ના બીજ 2 ચમચી , વરિયાળી 2 ચમચી , કાળા મરી 1 ચમચી , ખસ ખસ 2 ચમચી , ગુલાબ ની પાંદડી 2 ચમચી , કેસર 1 ચપટી , આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી અને 30 સેકન્ડ જેવું સેકી લેશું જેથી તેમાં રહેલું મોઈશ્ચર નીકળી જાય .
  • ત્યાર બાદ ગેસ બંધ કરી અને એક થાળી માં બધું મિક્ષ્ચર નાખી અને ઠંડુ થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર માં બધી વસ્તુ નાખી અને પીસી લેશું .
  • હવે ઠંડાઈ ના પાવડર ને એક બાઉલ માં કાઢી લેશું , ત્યાર બાદ આઈસ્ક્રીમ બનાવવા માટે ફરીથી એક પેન માં મલાઈ વાળું દૂધ અડધો લીટર નાખશું મલાઈ વાળું દૂધ એટલા માટે લેશું કારણકે આપડે આજે ઈયા કોઈ પણ ક્રીમ નો ઉપયોગ કર્યા વગર આઈસ્ક્રીમ બનાવીશું એટલે મલાઈ વાળા દૂધ નો ઉપયોગ કરશું હવે તેમાં મિલ્ક પાઉડર 4 ચમચી , કોર્ન ફ્લોર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરતા જશું .
  • બધી વસ્તુ બરાબર મિક્સ કરશું ત્યારે તેમાં તમને ગાંઠા દેખાશે પણ વાંધો નઈ આપડે જ્યારે દૂધ ગરમ કરશું ત્યારે તેમાં ગાંઠા નઇ રે હવે તેમાં ખાંડ ¼ કપ નાખી ફરીથી બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું અને પછી તેમાં તૈયાર કરેલો 2 ચમચી ઠંડાઈ વાળો પાવડર નાખી ફરીથી મિક્સ કરી અને હવે ગેસ ચાલુ કરી કડાઈ મૂકી અને ધીમે ધીમે હલાવતા જશું જેનાથી એક પણ ગાંઠા નઇ રે અને કોર્ન ફ્લોર કાચા દૂધ માં પેલે નાખવાથી આસાનીથી કાચા દૂધ માં મિક્સ થઈ શકે છે જો ગરમ દૂધ માં કોર્ન ફ્લોર નાખશું તો તેમાં ગાંઠા પડી શકે છે .
  • ત્યાર બાદ દૂધ હલાવતા હલાવતા 5 મિનિટ જેવું સીજવા દેશું 5 મિનિટ પછી દૂધ એક દમ ઘાટું અને ક્રીમી થઈ જશે. દૂધ ઘાટું થવા નું ચાલુ થાય એટલે આપડે ગેસ ને બંધ કરી દેશું દૂધ ઠંડું થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર માં દૂધ ની સાથે 1 ચમચી જેવો ગુલકંદ અને ચપટી જેવું પેપર મિન્ટ નાખી અને બરાબર પીસી લેશું પીસાઈ જાય એટલે આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને તેના પર ફોઈલ પેપર લગાવી દેશું અને બે કલાક સુધી ફ્રીઝર માં મૂકી દેશું
  • બે કલાક થઈ ગયા બાદ આઈસ્ક્રીમ થોડી થોડી જામી ગઈ હશે તેને ચાકુ વડે કાઢી અને ફરીથી જામેલી આઈસ્ક્રીમ ને મિક્સર જાર માં નાખી ફરીથી બધું બ્લેન્ડ કરી લેશું ફરીથી બ્લેન્ડ કરવાથી આઈસ્ક્રીમ નો ટેક્ષ્ચર એક દમ ક્રીમી થઈ જાય છે ત્યાર બાદ ફરીથી આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને પાછું ફોઇલ પેપર લગાવી અને 6 કલાક માટે પાછું ફ્રીઝર માં મૂકી દેશું.
  • 6 કલાક પછી આપડી આઈસ્ક્રીમ તૈયાર છે. તો તૈયાર છે આપડી આઈસ્ક્રમ જેને આપડે બાઉલ માં લઇ અને કટ કરેલા ડ્રાયફ્રુટ નાખી અને સર્વ કરીશું

Notes

  1. ઠંડાઈ વાળા પાવડર ને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો.
  2. ડ્રાયફ્રૂટ કટ કરેલા ના નાખવા હોય તો આપડો તૈયાર કરેલો ઠંડાઈ ના પાવડર પણ નાખી શકશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી