Home Blog Page 11

Jamfal no halvo – જામફળ નો હલવો બનાવવાની રેસીપી

અત્યારે બજારમાં ખુબ સરસ જામફળ મળે છે અને આપણે જામફળ માંથી શોર્ટ્સ, આઈસ ક્રીમ, શાક, ચટણી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણે એમાંથી એમ મીઠી બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જ તૈયાર થઇ જશે. તો ચાલો Jamfal no halvo – જામફળ નો હલવો બનવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • પાકેલા જામફળ 3-4
  • ખાંડ 1 ½ કપ
  • લીંબુનો રસ 1 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • બીટ નો રસ 2-3 ચમચી
  • બદામની કતરણ 3-4 ચમચી

Jamfal no halvo banavani reicpe

જામફળ નો હલવો બનાવવા સૌથ પહેલા પાકેલા અને કડક જામફળ ને પાણીથી  બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં નાનો કાંઠો મૂકી એના પર તપેલી મૂકી તપેલીમાં સાફ કરેલ જામફળ મૂકી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવે એક મોલ્ડ કે થાળીમાં ઘી એના પર બટર પેપર મૂકી એના પર ફરી ઘી લગાવી એમાં બાદમ ની કતરણ ફેલાવી તૈયાર કરી એક બાજુ મકો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને તપેલી બહાર કાઢી લ્યો.

હવે બાફેલા જામફળ ઠંડા થાય એટલે બે કટકા કરી ચમચી થી બીજ અલગ કરી લ્યો અને બાકી રહેલ જામફળ ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ જે બીજ અલગ કરેલ હતા એને પણ ગરણી માં મેસ કરી એમથી પણ પલ્પ અલગ કરી લ્યો.

તૈયાર પલ્પ ને વાટકામાં નાખી માપી લ્યો અને કડાઈમાં નાખો સાથે જેટલા વાટકા પલ્પ હોય એટલી જ ખાંડ નાખો અને ત્યાર બાદ બરોર્બ મિક્સ કરી લીધા બાદ ગેસ ચાલુ કરી લ્યો.

પહેલા ફૂલ તાપે હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીત નો રસ નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણચમચી નાખી હ્લ્વાને હલાવતા રહો. હલવો કડાઈ મુકવા લાગે એટલે બીજી એક થી બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ હલવો એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર હાલવાને ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળીમાં નાખઈ એક સરખું ફેલાવી દયો અને સેટ થવા બે ત્રણ કલાક મુકો. ત્રણ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જામફળ માંથી હલવો.

જામફળ નો હલવો બનાવવાની રેસીપી

Jamfal no halvo - જામફળ નો હલવો

Jamfal no halvo banavani reicpe

અત્યારે બજારમાં ખુબ સરસ જામફળ મળે છે અને આપણે જામફળ માંથીશોર્ટ્સ, આઈસ ક્રીમ, શાક, ચટણી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણેએમાંથી એમ મીઠી બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જતૈયાર થઇ જશે. તો ચાલો Jamfal no halvo – જામફળ નો હલવો બનવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગરણી
  • 1 મિક્સર
  • 1 કુકર

Ingredients

  • 3-4 પાકેલા જામફળ
  • 1 ½ કપ ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી ઘી
  • 2-3 ચમચી બીટ નો રસ
  • 3-4 ચમચી બદામની કતરણ

Instructions

Jamfal no halvo banavani reicpe

  • જામફળ નો હલવો બનાવવા સૌથ પહેલા પાકેલા અને કડક જામફળ ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં નાનો કાંઠો મૂકી એના પર તપેલી મૂકી તપેલીમાં સાફ કરેલ જામફળ મૂકી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવે એક મોલ્ડ કે થાળીમાં ઘી એના પર બટર પેપર મૂકી એના પર ફરી ઘી લગાવી એમાં બાદમ ની કતરણ ફેલાવી તૈયાર કરી એક બાજુ મકો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને તપેલી બહાર કાઢી લ્યો.
  • હવે બાફેલા જામફળ ઠંડા થાય એટલે બે કટકા કરી ચમચી થી બીજ અલગ કરી લ્યો અને બાકી રહેલ જામફળ ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ જે બીજ અલગ કરેલ હતા એને પણ ગરણી માં મેસ કરી એમથી પણ પલ્પ અલગ કરી લ્યો.
  • હવે તૈયાર પલ્પ ને વાટકામાં નાખી માપી લ્યો અને કડાઈમાં નાખો સાથે જેટલા વાટકા પલ્પ હોય એટલી જ ખાંડ નાખો અને ત્યાર બાદ બરોર્બ મિક્સ કરી લીધા બાદ ગેસ ચાલુ કરી લ્યો.
  • પહેલા ફૂલ તાપે હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીત નો રસ નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણચમચી નાખી હ્લ્વાને હલાવતા રહો. હલવો કડાઈ મુકવા લાગે એટલે બીજી એક થી બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ હલવો એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર હાલવાને ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળીમાં નાખઈ એક સરખું ફેલાવી દયો અને સેટ થવા બે ત્રણ કલાક મુકો. ત્રણ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જામફળ માંથી હલવો.

Notes

  1. અહી તમે ખાંડ થોઈ ઓછી કે વધુ તમારી પસંદ મુજબ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Badam Revdi banavani rit | બદામ રેવડી બનાવવાની રીત

આપણે બધાએ અલગ અલગ મંદિરોમાં ભગવાન ની પ્રસાદીમાં રેવડી નો પ્રસાદ તો લીધો જ હશે અને આપણે બધાએ ખાંડ ગોળ ની ચીક્કી ની પણ મજા લીધી છે પણ આજ આપણે ચીક્કી અને રેવડી બને ને સાથે મિક્સ કરી એક નવી રેવડી નો સ્વાદ લેશું. જે બનાવી ને રાખી દયો અને જયારે ભૂખ લાગે ત્યારે મજા લ્યો અથવા બાળકો ને ચોકલેટ ની જગ્યાએ પણ આપી શકો છો. તો ચાલો Badam Revdi – બદામ રેવડી બનાવવાની રીત શીખીએ. 

INGREDIENTS

  • બદામ 1 કપ
  • ખાંડ ½ કપ
  • સફેદ તલ 1 કપ
  • મીઠું 1-2 ચપટી
  • એલચી પાઉડર ½ ચમચી

Badam Revdi banavani rit

બદામ રેવડી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં બટર પેપર કે સાફ કપડા માં કાઢી ઠંડા કરવા મુકો. ત્યાર બાદ એજ કડાઈમાં બાદમ નાખી ધીમા તાપે હલાવતા રહી બદામને શેકો. બદામ શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. બાદમ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને હલાવતા રહી ખાંડ અને બદામ ને શેકો.

ખાંડ ઓગળી ને કેરેમલ થવા લાગે એટલે એમાં મીઠું, એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બદામ ને તલ માં નાખી કપડું કે બટર પેપર હલાવતા રહી બધી બદામ પર તલ નું કોટિંગ કરી લ્યો ,

થોડી વાર એમજ કપડા કે પેપરમાં ફરેવી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકો એટલે હાથ માં  થોડી વધારાના તલ અલગ કરી બદામ ને બિલકુલ ઠંડી થવા દયો. તૈયાર રેવડી ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બદામ રેવડી.  

ખાંડ ઓગળી ને આપણે ચીક્કી માટે જેવી કેરેમલ કરીએ એવી કેરેમલ થાય પછી જ તલ માં નાખવી.

બદામ રેવડી બનાવવાની રીત

Badam Revdi - બદામ રેવડી

Badam Revdi banavani rit – બદામ રેવડી

આપણે બધાએ અલગ અલગ મંદિરોમાં ભગવાન ની પ્રસાદીમાં રેવડી નો પ્રસાદ તો લીધો જ હશે અનેઆપણે બધાએ ખાંડ ગોળ ની ચીક્કી ની પણ મજા લીધી છે પણ આજ આપણે ચીક્કી અને રેવડી બનેને સાથે મિક્સ કરી એક નવી રેવડી નો સ્વાદ લેશું. જેબનાવી ને રાખી દયો અને જયારે ભૂખ લાગે ત્યારે મજા લ્યો અથવા બાળકો ને ચોકલેટ નીજગ્યાએ પણ આપી શકો છો. તો ચાલો Badam Revdi – બદામ રેવડી બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 કડાઈ
  • 1 બટર પેપર / કપડું

Ingredients

  • 1 કપ બદામ
  • ½ કપ ખાંડ
  • 1 કપ સફેદ તલ
  • 1-2 ચપટી મીઠું
  • ½ ચમચી એલચી પાઉડર

Instructions

Badam Revdi banavani rit

  • બદામ રેવડી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં બટર પેપર કે સાફ કપડા માં કાઢી ઠંડા કરવા મુકો. ત્યાર બાદ એજ કડાઈમાં બાદમ નાખી ધીમા તાપે હલાવતા રહી બદામને શેકો. બદામ શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. બાદમ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને હલાવતા રહી ખાંડ અને બદામ ને શેકો.
  • ખાંડ ઓગળી ને કેરેમલ થવા લાગે એટલે એમાં મીઠું, એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બદામ ને તલ માં નાખી કપડું કે બટર પેપર હલાવતા રહી બધી બદામ પર તલ નું કોટિંગ કરી લ્યો ,
  • થોડી વાર એમજ કપડા કે પેપરમાં ફરેવી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકો એટલે હાથ માં થોડી વધારાના તલ અલગ કરી બદામ ને બિલકુલ ઠંડી થવા દયો. તૈયાર રેવડી ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બદામ રેવડી.

Notes

  1. ખાંડ ઓગળી ને આપણે ચીક્કી માટે જેવી કેરેમલ કરીએ એવી કેરેમલ થાય પછી જ તલ માં નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singoda chaat banavani recipe | સિંગોડા ચાટ બનાવવાની રેસીપી

સિંગોડા ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે અને તમે સિંગોડા બાફી ને શાક બનાવી ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક ચાર્ટ બનાવશું જે ખુબ ઓછી સામગ્રીથી તૈયાર થશે અને ખુબ સ્વાદીસ્ટ પણ લાગશે. તો ચાલો Singoda chaat – સિંગોડા ચાટ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સિંગોડા 500 ગ્રામ
  • લીલા મરચા ઝીણા સુધારેલ 1-2
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 3-4 ચમચી
  • છીણેલું આદ્દું 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Singoda chaat banavani recipe

સિંગોડા ચાટ બનાવવા સૌથી પહેલા કાચા સિંગોડા ને પંદર વીસ મિનીટ પાણીમાં મીઠું નાખી બોળી રાખો ત્યાર બાદ સિંગોડાના કાંટા ના વાગે એમ મસળી ને એક એક સિંગોડા ને સાફ કરી બીજા પાણીમાં નાખતા જાઓ. આમ બધા સિંગોડા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો.

હવે એક વાસણમાં ધોઈ સિંગોડા નાખો અને એમાં એક થી બે ગ્લાસ પાણી નાખી પંદર થી વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી સિંગોડા ને ચારણીમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો. અને સિંગોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઇ એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાખી તતડાવી લો ત્યાર બાદ એમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખી શેકી લ્યો. બને બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સિંગોડા નાખી મિક્ક્ષ કરી લ્યો,

ત્યાર બાદ એમાં  મરી પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હલાવી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી ઢાંકણ ખોલી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્ક્ષ  ગરમ ગરમ સર્વ કરો.

સિંગોડા ચાટ બનાવવાની રેસીપી

Singoda chaat - સિંગોડા ચાટ

Singoda chaat banavani recipe

સિંગોડા ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે અને તમે સિંગોડા બાફી ને શાક બનાવી ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક ચાર્ટ બનાવશું જેખુબ ઓછી સામગ્રીથી તૈયાર થશે અને ખુબ સ્વાદીસ્ટ પણ લાગશે. તો ચાલો Singoda chaat – સિંગોડા ચાટ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

  • 500 ગ્રામ સિંગોડા
  • 1-2 લીલા મરચા ઝીણા સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 1 ચમચી છીણેલું આદ્દું
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1-2 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Singoda chaat banavani recipe

  • સિંગોડા ચાટ બનાવવા સૌથી પહેલા કાચા સિંગોડા ને પંદર વીસ મિનીટ પાણીમાં મીઠું નાખી બોળી રાખો ત્યાર બાદ સિંગોડાના કાંટા ના વાગે એમ મસળી ને એક એક સિંગોડા ને સાફ કરી બીજા પાણીમાં નાખતા જાઓ. આમ બધા સિંગોડા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો.
  • હવે એક વાસણમાં ધોઈ સિંગોડા નાખો અને એમાં એક થી બે ગ્લાસ પાણી નાખી પંદર થી વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી સિંગોડા ને ચારણીમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો. અને સિંગોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઇ એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાખી તતડાવી લો ત્યાર બાદ એમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખી શેકી લ્યો. બને બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સિંગોડા નાખી મિક્ક્ષ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં મરી પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હલાવી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી ઢાંકણ ખોલી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્ક્ષ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સિંગોડા ચાર્ટ.

Notes

  1. તીખાસ, મીઠું અને ખટાસ તમારી પસંદ મુજબ નાખવા
  2. તમે આ ચાર્ટ કાચા સિંગોડા માંથી પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

adadiya no lachko banavani rit | અડદિયા નો લચકો બનાવવાની રીત

આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધા ને પસંદ આવતો હોય છે. લગ્ન પ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ. 

INGREDIENTS

  • દર્દરી પીસેલી અડદ દાળ 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • ખાંડ / ગોળ 250 ગ્રામ
  • માવો 250 ગ્રામ
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બાદમ ના કટકા 3-4 ચમચી
  • પિસ્તાના કટકા 2-3 ચમચી
  • ખાવા નો ગુંદ 75  ગ્રામ
  • કીસમીસ 2-3 ચમચી
  • અડદિયા નો ગરમ મસાલો 3-4 ચમચી
  • નવશેકું દૂધ 1-2 ચમચી
  • ખસખસ 1-2 ચમચી 

adadiya no lachko banavani rit

અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી  નાખી ગરમ  કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે  ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ  કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.

હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ  ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.

હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.

ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.  

તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો. 

અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.

ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે

અડદિયા નો લચકો બનાવવાની રીત

adadiya no lachko - અડદિયા નો લચકો

adadiya no lachko banavani rit

આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધાને પસંદ આવતો હોય છે. લગ્નપ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ. 
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 1 કિલો આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 250 ગ્રામ દર્દરી પીસેલી અડદ દાળ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ ખાંડ / ગોળ
  • 250 ગ્રામ માવો
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બાદમ ના કટકા ચમચી
  • 2-3 ચમચી પિસ્તાના કટકા
  • 75 ગ્રામ ખાવા નો ગુંદ
  • 2-3 ચમચી કીસમીસ
  • 3-4 ચમચી અડદિયા નો ગરમ મસાલો
  • 1-2 ચમચી નવશેકું દૂધ
  • 1-2 ચમચી ખસખસ

Instructions

adadiya no lachko banavani rit

  • અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.
  • હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.
  • હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.
  • ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.

Notes

  1. તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો. 
  2. અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
  3. લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.
  4. ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singdana aamti – janjanit Zirka banavani rit | સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા

આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે અને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદ હોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.

Ingredients

  • શેકેલ સિંગદાણા 4-5 ચમચી
  • શેકેલ સુકા નારિયલ નું છીણ 2-3 ચમચી
  • લીલા મરચા 3-4
  • શેકેલ સફેદ તલ 2-3 ચમચી
  • લસણ ની કણી 10-12
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણી 3-4 કપ
  • મીઠું સ્વાદ મુજબ 

Singdana aamti – janjanit Zirka banavani rit

સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.

હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને  ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.

પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.

સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત

Singdana aamti – janjanit Zirka - સિંગદાણા આમટી - જણજનીત ઝીરકા

Singdana aamti – janjanit Zirka banavani rit

આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાનીરીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છેઅને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદહોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 4-5 ચમચી શેકેલ સિંગદાણા
  • 2-3 ચમચી શેકેલ સુકા નારિયલ નું છીણ
  • 3-4 લીલા મરચા
  • 2-3 ચમચી શેકેલ સફેદ તલ
  • 10-12 લસણ ની કણી
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1 કપ લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 3-4 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Singdana aamti – janjanit Zirka banavani rit

  • સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.
  • હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.
  • પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

adadiya no masalo | અડદિયા નો મસાલો | adadiya pak no masalo

મિત્રો આજ આપણે અડદિયા પાક નો ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. શિયાળાની શરૂઆત થતા જ બધાને વસાણા યુક્ત વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હોય છે આજ આપણે એક એવા જ શિયાળા માં બનતા અને બધા ને પસંદ હોય અને સ્વાસ્થ માટે ખુબ સારા મનાતા અડદિયા બનાવવા વપરાતા અડદિયાનો ગરમ મસાલો ઘરે બનાવવાની રીત શીખીશું.  જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે અને ઘરે બનાવેલા મસાલા માંથી જો અડદિયા બનાવવામાં આવે તો ખુબ સારા બને છે તો ચાલો adadiya no masalo – અડદિયા નો મસાલો – adadiya pak no masalo banavani rit શીખીએ.

INGREDIENTS

  • સુંઠ 20 ગ્રામ
  • એલચી 10 ગ્રામ
  • સફેદ મરી 10 ગ્રામ
  • મરી 10 ગ્રામ
  • લીંડી પીપર 10 ગ્રામ
  • પીપરી મૂળ / ગંઠોડા 10 ગ્રામ
  • તજ 10 ગ્રામ
  • સફેદ મુસળી 10 ગ્રામ
  • કાળી મુસળી 10 ગ્રામ
  • જાવેન્ત્રી 5 ગ્રામ
  • લવિંગ 5 ગ્રામ
  • જાયફળ 1 નંગ

adadiya no masalo banavani rit | અડદિયા નો મસાલો બનાવવાની રીત

અડદિયા નો મસાલો બનાવવા સૌથી પહેલા તો સુંઠ ને સાફ કરી ચાકુથી અથવા ધસતા થી કુટી ને નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ સફેદ મુસળી અને કાળી મુસળી ને પણ ધસતા થી કુટી લ્યો. અને સાથે ગંઠોડા / પીપળી મૂળ ને પણ ધસતા થી કુટી લ્યો અને જાયફળ ને પણ તોડી લ્યો. જેથી જ્યાર બધી સામગ્રી ને મિક્સર જારમાં પીસવા માટે નાખીએ તો જાર ની બ્લેડ ખરાબ ના થાય અને પાઉડર બરોબર પીસી શકાય.

હવે બધી સામગ્રી ને બરોબર સાફ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો. (તડકામાં સૂકવવું જરૂરી નથી તડકામાં સુકાવવાથી મસાલામાં રહેલ ભીનાશ દુર થઇ જાય એટલે બાકી તમે સીધા મસાલા ને પીસી શકો છો. )

હવે મિક્સર જારમાં સફેદ મરી, કાળા મરી, લવિંગ, સફેદ મુસળી, કાળી મુસળી, તોડી રાખેલ જાયફળ, જાવેન્ત્રી, એલચી, તજ ના નાના કટકા અને લીંડી પીપર નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રીને બરોબર પીસી પાઉડર કરી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો અને ચારણીમાં બાકી રહેલ સમગ્ર પાછી મિક્સર જારમાં નાખો.

હવે મિક્સર જારમાં કુટી રાખેલ સુંઠ નાખી ઢાંકણ બંધ કરી સુંઠ નો પણ પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને પણ બીજા મસાલા સાથે ચાળી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. તો તૈયાર છે અડદિયા પાક નો ગરમ મસાલો.  

adadiya pak no masalo banavani rit  | અડદિયા પાક નો મસાલો બનાવવાની રીત

adadiya no masalo - અડદિયા નો મસાલો - adadiya pak no masalo banavani rit

adadiya no masalo banavani rit

મિત્રોઆજ આપણે અડદિયા પાક નો ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. શિયાળાની શરૂઆત થતા જ બધાને વસાણા યુક્ત વાનગીઓબનાવવાની શરૂઆત કરી દીધી હોય છે આજ આપણે એક એવા જ શિયાળા માં બનતા અને બધા ને પસંદહોય અને સ્વાસ્થ માટે ખુબ સારા મનાતા અડદિયા બનાવવા વપરાતા અડદિયાનો ગરમ મસાલો ઘરેબનાવવાની રીત શીખીશું.  જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે અને ઘરે બનાવેલા મસાલામાંથી જો અડદિયા બનાવવામાં આવે તો ખુબ સારા બને છે તો ચાલો adadiya no masalo – અડદિયા નો મસાલો – adadiya pak no masalo banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 100 ગ્રામ આશરે

Equipment

  • 1 મિક્સર

Ingredients

  • 20 ગ્રામ સુંઠ
  • 10 ગ્રામ એલચી
  • 10 ગ્રામ સફેદ મરી
  • 10 ગ્રામ મરી
  • 10 ગ્રામ લીંડી પીપર
  • 10 ગ્રામ પીપરી મૂળ / ગંઠોડા
  • 10 ગ્રામ તજ
  • 10 ગ્રામ સફેદ મુસળી
  • 10 ગ્રામ કાળી મુસળી
  • 5 ગ્રામ જાવેન્ત્રી
  • 5 ગ્રામ લવિંગ
  • 1 નંગ જાયફળ

Instructions

adadiya no masalo banavani rit

  • અડદિયા નો મસાલો બનાવવા સૌથી પહેલા તો સુંઠ ને સાફ કરી ચાકુથી અથવા ધસતા થી કુટી ને નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ સફેદ મુસળી અને કાળી મુસળી ને પણ ધસતા થી કુટી લ્યો. અને સાથે ગંઠોડા / પીપળી મૂળ ને પણ ધસતા થી કુટી લ્યો અને જાયફળ ને પણ તોડી લ્યો. જેથી જ્યાર બધી સામગ્રી ને મિક્સર જારમાં પીસવા માટે નાખીએ તો જાર ની બ્લેડ ખરાબ ના થાય અને પાઉડર બરોબર પીસી શકાય.
  • હવે બધી સામગ્રી ને બરોબર સાફ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો. (તડકામાં સૂકવવું જરૂરી નથી તડકામાં સુકાવવાથી મસાલામાં રહેલ ભીનાશ દુર થઇ જાય એટલે બાકી તમે સીધા મસાલા ને પીસી શકો છો. )
  • હવે મિક્સર જારમાં સફેદ મરી, કાળા મરી, લવિંગ, સફેદ મુસળી, કાળી મુસળી, તોડી રાખેલ જાયફળ, જાવેન્ત્રી, એલચી, તજ ના નાના કટકા અને લીંડી પીપર નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રીને બરોબર પીસી પાઉડર કરી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો અને ચારણીમાં બાકી રહેલ સમગ્ર પાછી મિક્સર જારમાં નાખો.
  • હવે મિક્સર જારમાં કુટી રાખેલ સુંઠ નાખી ઢાંકણ બંધ કરી સુંઠ નો પણ પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને પણ બીજા મસાલા સાથે ચાળી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. તો તૈયાર છે અડદિયા પાક નો ગરમ મસાલો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dakor na gota banavani rit | ડાકોર ના ગોટા બનાવવાની રીત

આજે આપણે Dakor na gota – ડાકોર ના ગોટા બનાવવાની રીત શીખીશું. ડાકોર ના ગોટા ખૂબ પ્રખ્યાત છે જે પણ ડાકોર જાય એ ત્યાંના ગોટા ની મજા લીધા વગર પાછા ના આવે. અને આજ કાલ તો તૈયાર પેકેટ પણ બજારમાં મળે છે જેને વાપરી તમે ઘરે ગોટા બનાવી શકો છો. પણ આજ આપણે ઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી ડાકોર ના પ્રસિદ્ધ ગોટા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.

INGREDIENTS

  • ચણાદાળ 1 કપ
  • જીરું 1- 2 ચમચી
  • સૂકા લાલ મરચા 2- 3
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • તમાલપત્ર 1
  • મરી 1 ચમચી
  • લવિંગ 5- 6
  • વરિયાળી 1 – 2 ચમચી
  • સફેદ તલ 1- 2 ચમચી
  • ઝીણા સુધારેલ લીલા મરચા 1- 2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • ક્રશ કરેલ આખા સૂકા ધાણા 1 ચમચી
  • ઝીણી સુધારેલ લીલી મેથી ½ કપ
  • દૂધ જરૂર મુજબ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • ગરમ તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Dakor na gota banavani rit

ડાકોર ના ગોટા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લ્યો અને ઝીણી સુધારી પાણી નીતરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, વરિયાળી, સૂકા લાલ મરચા  અને સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી બધા મસાલા ને શેકી ક્રિસ્પી તરી લઈ બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યાર બાદ મિક્સર જારમાં ચણા ની દાળ નાખી એને પણ કરકરી પીસી લ્યો અને કથરોટ માં નાખો. પીસેલી ચણા દાળ માં  લીલા મરચા સુધારેલ, લીલી મેથી સુધારેલ, પીસેલા મસાલો, મરી પાઉડર, ખાંડ, સૂકા આખા ધાણા , લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ , બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી  બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઇ મિશ્રણ ને મિક્સ કરી લ્યો.

ગોટા માટેનું મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એક બાજુ મૂકી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી નાની સાઇઝ ના ગોટા બનાવી તેલ માં નાખતા જાઓ.

ગોટા નાખી દીધા બાદ ગેસ મીડિયમ કરી ગોટા ને બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધા જ ગોટા તૈયાર કરી લ્યો. તૈયાર ગોટા ને કઢી, ચટણી કે દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોર ના ગોટા.

ડાકોર ના ગોટા બનાવવાની રીત

Dakor na gota - ડાકોર ના ગોટા

Dakor na gota banavani rit

મિત્રો આજે આપણે Dakor na gota – ડાકોર ના ગોટા બનાવવાની રીત શીખીશું. ડાકોર ના ગોટા ખૂબ પ્રખ્યાત છે જેપણ ડાકોર જાય એ ત્યાંના ગોટા ની મજા લીધા વગર પાછા ના આવે. અને આજ કાલતો તૈયાર પેકેટ પણ બજારમાં મળે છે જેને વાપરી તમે ઘરે ગોટા બનાવી શકો છો. પણ આજ આપણેઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી ડાકોર ના પ્રસિદ્ધ ગોટા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ ચણાદાળ
  • 1-2 ચમચી જીરું
  • 2-3 સૂકા લાલ મરચા
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી મરી
  • 5-6 લવિંગ
  • 1-2 ચમચી વરિયાળી
  • 1-2 ચમચી સફેદ તલ
  • 1-2 ચમચી ઝીણા સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ક્રશ કરેલ આખા સૂકા ધાણા
  • ½ કપ ઝીણી સુધારેલ લીલી મેથી
  • દૂધ જરૂર મુજબ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ગરમ તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Dakor na gota banavani rit

  • ડાકોર ના ગોટા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લ્યો અને ઝીણી સુધારી પાણી નીતરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, વરિયાળી, સૂકા લાલ મરચા અને સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી બધા મસાલા ને શેકી ક્રિસ્પી તરી લઈ બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યાર બાદ મિક્સર જારમાં ચણા ની દાળ નાખી એને પણ કરકરી પીસી લ્યો અને કથરોટ માં નાખો. પીસેલી ચણા દાળ માં લીલા મરચા સુધારેલ, લીલી મેથી સુધારેલ, પીસેલા મસાલો, મરી પાઉડર, ખાંડ, સૂકા આખા ધાણા , લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ , બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઇ મિશ્રણ ને મિક્સ કરી લ્યો.
  • ગોટા માટેનું મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એક બાજુ મૂકી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી નાની સાઇઝ ના ગોટા બનાવી તેલ માં નાખતા જાઓ.
  • ગોટા નાખી દીધા બાદ ગેસ મીડિયમ કરી ગોટા ને બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધા જ ગોટા તૈયાર કરી લ્યો. તૈયાર ગોટા ને કઢી, ચટણી કે દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોર ના ગોટા.

Notes

  • અહીં તમે તીખાશ માત્ર મરી ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી