Home Blog Page 10

હોટેલ જેવી જ લીલીચટાક કોથમીરની ચટણી બનાવવાની રીત – Green Kothmir Chutney Recipe in Gujarati

ભારતીય ભોજનમાં Green Chutney નું સ્થાન સૌથી મહત્વનું છે. સેન્ડવીચ હોય, ભજીયા હોય કે પછી ભેળ, લીલી ચટણી વગર બધું ફિક્કું લાગે છે. દરેક ગુજરાતીના ઘરમાં Kothmir ni Chutney બનતી જ હોય છે, પણ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ચટણી વાટ્યા પછી થોડીવારમાં કાળી (Dark) પડી જાય છે અથવા પાણી જેવી પાતળી થઈ જાય છે.આજે આપણે રેસ્ટોરન્ટ અને ફરસાણવાળા જે સીક્રેટ રીતથી ચટણી બનાવે છે તે જોઈશું. આ રીતથી તમારી ચટણી ફ્રીજમાં દિવસો સુધી એકદમ લીલી (Bright Green) અને ઘાટી રહેશે. તો ચાલો બનાવીએ ઓલરાઉન્ડર કોથમીર ચટણી બનાવવાની રીત Coriander Chutney.

Coriander Chutney ingredients list

  1. કોથમીર 2 કપ
  2. લીલા મરચા સુધારેલ 3-4
  3. દાળિયા દાળ 3-4 ચમચી
  4. બેસન ની સેવ 2 ચમચી
  5. આદુના કટકા 2 નાના
  6. લસણ ની કણી 5-7
  7. લીંબુનો રસ 1 ચમચી
  8. ખાંડ 2 ચમચી
  9. જીરું 1 ચમચી
  10. સંચળ ½ ચમચી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ઠંડું પાણી 4-5 ચમચી  / બરફ ના કટકા 3-4

Kothmir ni Chutney banavani rit

કોથમીરની ચટણી બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો. ત્યાર બાદ ધોઈ રાખેલ ધાણા ને નીતારવા મુકો. હવે લીલા મરચાની ડાળી અલગ કરી કટકા કરી લ્યો. અને લસણ ની કણી ને છોલી સાફ કરી લ્યો. અને ત્યાર બાદ લીંબુનો રસ કાઢી લ્યો.

હવે મિક્સર જારમાં દાળિયા દાળ, બેસન ની સેવ, લીંબુનો રસ, ખાંડ, લસણ ની કની, સુધારેલ લીલા મરચા, સંચળ, આદુના કટકા અને મીઠું સ્વાદ મુજબ નાખી એમાં ઠંડું પાણી નાખી ને મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

ત્યાર બાદ એમાં સુધારેલ લીલા ધાણા અને બરફના કટકા નાખી ફરીથી પીસી લ્યો. બરોબર પીસી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે કોથમીર ચટણી.

Kothmir Chutney tip

ચટણી પીસતી વખતે એમાં બરફ ના કટકા નાખશો તો ચટણી ઝડપથી કાળી નહી થાય.

કોથમીરની ચટણી બનાવવાની રીત

Testy Kothmir ni Chutney – સ્વાદિષ્ટ કોથમીરની ચટણી

કોથમીરની ચટણી બનાવવાની રીત – Green Kothmir ni Chutney Recipe in Gujarati

ભારતીય ભોજનમાં Green Chutney નું સ્થાન સૌથી મહત્વનું છે. સેન્ડવીચ હોય, ભજીયા હોય કે પછી ભેળ, લીલી ચટણી વગર બધું ફિક્કું લાગે છે. દરેક ગુજરાતીના ઘરમાં Kothmir ni Chutney બનતી જ હોય છે,પણ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ચટણી વાટ્યા પછી થોડીવારમાં કાળી(Dark) પડી જાય છે અથવા પાણી જેવી પાતળી થઈ જાય છે.આજે આપણે રેસ્ટોરન્ટ અને ફરસાણવાળા જે સીક્રેટરીતથી ચટણી બનાવે છે તે જોઈશું. આ રીતથી તમારી ચટણી ફ્રીજમાં દિવસો સુધી એકદમ લીલી(Bright Green) અને ઘાટી રહેશે. તો ચાલો બનાવીએ ઓલરાઉન્ડર કોથમીર ચટણી બનાવવાની રીત Coriander Chutney.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

Coriander Chutney ingredients list

  • 2 કપ કોથમીર
  • 3-4 લીલા મરચા સુધારેલ
  • 3-4 ચમચી દાળિયા દાળ
  • 2 ચમચી બેસન ની સેવ
  • 2 આદુના કટકા નાના
  • 5-7 લસણ ની કણી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી ઠંડું પાણી / બરફ ના કટકા 3-4

Instructions

Kothmir Chutney banavani rit

  • કોથમીરની ચટણી બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો. ત્યાર બાદ ધોઈ રાખેલ ધાણા ને નીતારવા મુકો. હવે લીલા મરચાની ડાળી અલગ કરી કટકા કરી લ્યો. અને લસણ ની કણી ને છોલી સાફ કરી લ્યો. અને ત્યાર બાદ લીંબુનો રસ કાઢી લ્યો.
  • હવે મિક્સર જારમાં દાળિયા દાળ, બેસન ની સેવ, લીંબુનો રસ, ખાંડ, લસણ ની કની, સુધારેલ લીલા મરચા, સંચળ, આદુના કટકા અને મીઠું સ્વાદ મુજબ નાખી એમાં ઠંડું પાણી નાખી ને મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • ત્યાર બાદ એમાં સુધારેલ લીલા ધાણા અને બરફના કટકા નાખી ફરીથી પીસી લ્યો. બરોબર પીસી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે કોથમીર ચટણી.

Kothmir Chutney tip

  • ચટણી પીસતી વખતે એમાં બરફ ના કટકા નાખશો તો ચટણી ઝડપથી કાળી નહી થાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Tal Ni Sani Recipe in Gujarati | તલની સાની બનાવવાની રીત | Winter Special Vasana

શિયાળાની ઋતુ (Winter Season) શરૂ થતાની સાથે જ ગુજરાતી રસોડામાં ગુંદર પાક, અડદિયા અને તલની વાનગીઓ બનવાની શરૂઆત થઈ જાય છે. આજે આપણે જોઈશું એકદમ પૌષ્ટિક અને પરંપરાગત Tal Ni Sani Recipe in Gujarati. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં Makar Sankranti (ઉત્તરાયણ) પર તલના લાડુ અને ચીકી તો બને જ છે, પણ વડીલો માટે અને બાળકોના હાડકાં મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કાળા તલની સાની માં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પણ Healthy Winter Vasana શોધી રહ્યા છો, તો આ રેસીપી તમારા માટે છે.

તલની સાની બનાવવા જરૂરી સામગ્રી

  1. કાળા તલ 250 ગ્રામ બરાબર સાફ કરેલા
  2. દેશી ગોળ 150 ગ્રામ ઝીણો સમારેલો
  3. દેશી ઘી 2-3 ચમચી
  4. સૂકું કોપરું 2 ચમચી છીણેલું (ઓપ્શનલ)
  5. સૂંઠ પાવડર 1 ચમચી
  6. ગંઠોડા પાવડર 1 ચમચી ઓપ્શનલ
  7. ગાર્નિશિંગ માટે કાજુ અને બદામની કતરણ

Tal Ni Sani banavani rit

તલની સાની બનાવવા સૌ પ્રથમ કાળા તલને બરાબર સાફ કરી લો જેથી કાંકરી ન રહે. હવે જો તમારી પાસે ખાંડણી-દસ્તો હોય તો તેમાં તલ નાખીને અધકચરા ખાંડી લો. જો તમે મિક્સરનો ઉપયોગ કરો છો, તો ‘Pulse Mode’ પર ચલાવીને તલને અધકચરા કરી લો. ધ્યાન રાખો કે પાવડર ન થઈ જાય. Tal Sani નો અસલ સ્વાદ અધકચરા તલમાં જ છે.

હવે અધકચરા વાટેલા તલની અંદર ઝીણો સમારેલો દેશી ગોળ  ઉમેરો. ગોળ ઉમેર્યા બાદ મિશ્રણને ફરીથી ખાંડણીમાં ખાંડો અથવા મિક્સરમાં એક વાર ફેરવી લો. ગોળ અને તલ એકરસ થઈ જવા જોઈએ. જ્યારે તલમાંથી તેલ છૂટું પડે અને ગોળ સાથે ભળી જાય ત્યારે સાની ખાવાની મજા આવે છે.

મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાં દેશી ઘી, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને સૂકું કોપરું ઉમેરો. ઘી ઉમેરવાથી સાની સોફ્ટ બને છે અને ગળામાં અટકતી નથી. આ મિશ્રણને હાથથી બરાબર મસળીને મિક્સ કરો જેથી બધા મસાલાનો સ્વાદ ભળી જાય.

તૈયાર થયેલી સાનીને એક સ્ટીલના અથવા કાચના બાઉલમાં કાઢી લો. તેને ચમચીથી દબાવીને સેટ કરો. ઉપરથી કાજુ, બદામની કતરણ અને થોડું સૂકું કોપરું ભભરાવીને ગાર્નિશ કરો. તો તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ વસાણું Kala Tal Ni Sani.

તલની સાની બનાવવાની રીત

Tal Ni Sani ni recipe - તલની સાની ની રેસીપી

Tal Ni Sani Recipe in Gujarati | તલની સાની બનાવવાની રીત

શિયાળાની ઋતુ (Winter Season) શરૂથતાની સાથે જ ગુજરાતી રસોડામાં ગુંદર પાક,અડદિયા અને તલની વાનગીઓ બનવાની શરૂઆત થઈ જાય છે. આજે આપણે જોઈશું એકદમ પૌષ્ટિક અને પરંપરાગત Tal Ni Sani Recipe in Gujarati. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં Makar Sankranti (ઉત્તરાયણ) પર તલના લાડુ અને ચીકી તો બને જ છે,પણ વડીલો માટે અને બાળકોના હાડકાં મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કાળા તલની સાની માં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 બાઉલ

Ingredients

તલની સાની બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ કાળા તલ Black Sesame Seeds – બરાબર સાફ કરેલા
  • 150 ગ્રામ દેશી ગોળ Jaggery – ઝીણો સમારેલો
  • 2-3 ચમચી દેશી ઘી Desi Ghee
  • 2 ચમચી સૂકું કોપરું Dry Coconut – છીણેલું (ઓપ્શનલ)
  • 1 ચમચી સૂંઠ પાવડર Dry Ginger Powder
  • 1 ચમચી ગંઠોડા પાવડર Peepramul Powder – ઓપ્શનલ
  • ગાર્નિશિંગ માટે કાજુ અને બદામની કતરણ

Instructions

Tal Ni Sani banavani rit

  • તલની સાની બનાવવા સૌ પ્રથમ કાળા તલને બરાબર સાફ કરી લો જેથી કાંકરી ન રહે. હવે જો તમારી પાસે ખાંડણી-દસ્તો હોય તો તેમાં તલ નાખીને અધકચરા ખાંડી લો. જો તમે મિક્સરનો ઉપયોગ કરો છો, તો ‘Pulse Mode’ પર ચલાવીને તલને અધકચરા કરી લો. ધ્યાન રાખો કે પાવડર ન થઈ જાય. Tal Sani નો અસલ સ્વાદ અધકચરા તલમાં જ છે.
  • હવે અધકચરા વાટેલા તલની અંદર ઝીણો સમારેલો દેશી ગોળ ઉમેરો. ગોળ ઉમેર્યા બાદ મિશ્રણને ફરીથી ખાંડણીમાં ખાંડો અથવા મિક્સરમાં એક વાર ફેરવી લો. ગોળ અને તલ એકરસ થઈ જવા જોઈએ. જ્યારે તલમાંથી તેલ છૂટું પડે અને ગોળ સાથે ભળી જાય ત્યારે સાની ખાવાની મજા આવે છે.
  • મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાં દેશી ઘી, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને સૂકું કોપરું ઉમેરો. ઘી ઉમેરવાથી સાની સોફ્ટ બને છે અને ગળામાં અટકતી નથી. આ મિશ્રણને હાથથી બરાબર મસળીને મિક્સ કરો જેથી બધા મસાલાનો સ્વાદ ભળી જાય.
  • તૈયાર થયેલી સાનીને એક સ્ટીલના અથવા કાચના બાઉલમાં કાઢી લો. તેને ચમચીથી દબાવીને સેટ કરો. ઉપરથી કાજુ, બદામની કતરણ અને થોડું સૂકું કોપરું ભભરાવીને ગાર્નિશ કરો. તો તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ વસાણું Kala Tal Ni Sani.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શિયાળાનું વસાણું: સફેદ તલનું કચરિયું બનાવવાની રીત – Safed Tal Nu Kachariyu Recipe in Gujarati

ગુજરાતીઓના ઘરમાં શિયાળો (Winter) શરૂ થાય એટલે અડદિયા અને કચરિયું બનવાની શરૂઆત થઈ જાય. સામાન્ય રીતે આપણે કાળા તલનું કચરિયું વધુ ખાતા હોઈએ છીએ, પણ Safed Tal nu Kachariyu પણ સ્વાસ્થ્ય માટે એટલું જ ગુણકારી છે. આ સફેદ તલનું કચરિયું શરીરને ગરમી આપે છે અને સાંધાના દુખાવામાં (Joint Pain) રાહત આપે છે. બજારમાં મળતા કચરિયામાં ઘણીવાર તેલનું પ્રમાણ ખુબ વધારે હોય છે, જ્યારે ઘરે તમે એકદમ શુદ્ધ અને ઓછા તેલમાં તાજું કચરિયું બનાવી શકો છો. તો ચાલો નોંધી લઈએ પરફેક્ટ માપ.

સફેદ તલનું કચરિયું બનાવવા જરૂરી સામગ્રી

  1. છીણેલો ગોળ 200 ગ્રામ
  2. સફેદ તલ 200 ગ્રામ
  3. સુંઠ પાઉડર 2 ચમચી ગંઠોડા પાઉડર 1 ચમચી
  4. સુકા નારિયલ ની છીણ ¼ કપ
  5. કાજુ ના કટકા 3-4 ચમચી
  6. બાદમ ના કટકા 3-4 ચમચી
  7. તલ નું તેલ 100 ગ્રામ
  8. તારેલ ગુંદ 5-7 ચમચી

Safed Tal Nu Kachariyu banavani rit

સફેદ તલનું કચરિયું બનાવવા સૌથી પહેલા તલ ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો ત્યાર બાદ થોડા ગુંદ ને ઘી માં તારી તૈયાર કરી લ્યો સાથે સુકા નારિયલ ને પણ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.

હવે મિક્સરના મોટા જારમાં સાફ કરેલ સફેદ તલ નાખો સાથે અને એક વખત પ્લસ મોડમાં એક થી બે વાર ફેરવી લ્યો ત્યાર બાદ એમાં સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને છીણેલો ગોળ નાખી ફરીથી બે ચાર વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો હવે પીસેલા સામગ્રી ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ ને મિક્સર જારમાં જ રહેવા દઈ એમાં 50 ગ્રામ જેટલું તલ નું તેલ નાખી એક થી બે વખત પ્લસ મોડ માં ફેરવી બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે બીજું અલગ કાઢેલ મિશ્રણ મિકસર જારમાં નાખી એમાં બીજું 50 ગ્રામ તલ નું તેલ નાખી પ્લસ મોડમાં બે વખત ફેરવી એને પહેલા કાઢેલ મિશ્રણ સાથે નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં તારી રાખેલ ગુંદ ને થોડું ક્રસ કરી નાખો સાથે કાજુ બદામના કટકા નાખી હાથ થી થોડા મસળી ને બરોબર મિકસ કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે સફેદ તલ નું કચરિયું.  

Kachariyu recipe Tips

આ કચરિયું મહિના થી વધુ સમય ણા રાખવું નહિતર તેલ ની વાસ આવી શકે છે.

તમે બડી સામગ્રીના બે ભાગ કરી ને પણ વારાફરથી પ્લસ મોડમાં પીસી શકો છો.

સફેદ તલનું કચરિયું બનાવવાની રીત

Shiyadu vasana Safed Tal Nu Kachariyu - સફેદ તલનું કચરિયું ની રેસીપી

સફેદ તલનું કચરિયું બનાવવાની રીત – Safed Tal Nu Kachariyu Recipe in Gujarati

ગુજરાતીઓના ઘરમાં શિયાળો (Winter) શરૂથાય એટલે અડદિયા અને કચરિયું બનવાની શરૂઆત થઈ જાય. સામાન્ય રીતે આપણે કાળા તલનું કચરિયું વધુ ખાતા હોઈએ છીએ, પણ Safed Tal nu Kachariyu પણ સ્વાસ્થ્ય માટે એટલું જ ગુણકારી છે.આ સફેદ તલનું કચરિયું શરીરને ગરમી આપે છે અને સાંધાના દુખાવામાં (Joint Pain) રાહત આપે છે. બજારમાં મળતા કચરિયામાં ઘણી વાર તેલનું પ્રમાણ ખુબ વધારે હોય છે, જ્યારે ઘરે તમે એકદમ શુદ્ધ અને ઓછા તેલમાં તાજું કચરિયું બનાવી શકો છો. તો ચાલો નોંધી લઈએ પરફેક્ટ માપ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 400 ગ્રામ આશરે

Equipment

  • 1 મિક્સર
  • 1  મોટું વાસણ

Ingredients

સફેદ તલનું કચરિયું બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ છીણેલો ગોળ
  • 200 ગ્રામ સફેદ તલ
  • 2 ચમચી સુંઠ પાઉડર 2 ચમચી ગંઠોડા પાઉડર
  • ¼ કપ સુકા નારિયલ ની છીણ
  • 1 ચમચી ગંઠોડા પાઉડર
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બાદમ ના કટકા
  • 100 ગ્રામ તલ નું તેલ
  • 5-7 તારેલ ગુંદ

Instructions

Safed Tal Nu Kachariyu banavani rit

  • સફેદ તલનું કચરિયું બનાવવા સૌથી પહેલા તલ ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો ત્યાર બાદ થોડા ગુંદ ને ઘી માં તારી તૈયાર કરી લ્યો સાથે સુકા નારિયલ ને પણ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.
  • હવે મિક્સરના મોટા જારમાં સાફ કરેલ સફેદ તલ નાખો સાથે અને એક વખત પ્લસ મોડમાં એક થી બે વાર ફેરવી લ્યો ત્યાર બાદ એમાં સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને છીણેલો ગોળ નાખી ફરીથી બે ચાર વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો હવે પીસેલા સામગ્રી ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ ને મિક્સર જારમાં જ રહેવા દઈ એમાં 50 ગ્રામ જેટલું તલ નું તેલ નાખી એક થી બે વખત પ્લસ મોડ માં ફેરવી બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે બીજું અલગ કાઢેલ મિશ્રણ મિકસર જારમાં નાખી એમાં બીજું 50 ગ્રામ તલ નું તેલ નાખી પ્લસ મોડમાં બે વખત ફેરવી એને પહેલા કાઢેલ મિશ્રણ સાથે નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં તારી રાખેલ ગુંદ ને થોડું ક્રસ કરી નાખો સાથે કાજુ બદામના કટકા નાખી હાથ થી થોડા મસળી ને બરોબર મિકસ કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે સફેદ તલ નું કચરિયું.

Kachariyu recipe Tips

  • આ કચરિયું મહિના થી વધુ સમય ણા રાખવું નહિતર તેલ ની વાસ આવી શકે છે.
  • તમે બડી સામગ્રીના બે ભાગ કરી ને પણ વારાફરથી પ્લસ મોડમાં પીસી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવાની રીત – Bharela Kaccha Tameta Nu Shaak Recipe in Gujarati

બજારમાં શિયાળામાં લાલ ટમેટાની સાથે સાથે Kaccha Tameta (Green Tomatoes) પણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કાચા ટમેટાનો ઉપયોગ માત્ર સલાડ કે સંભારામાં જ કરતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય Bharela Kaccha Tameta nu Shaak ખાધું છે? ભરેલા કાચા ટમેટાનું શાક નો સ્વાદ સાવ અલગ અને ચટાકેદાર હોય છે. લીલા ટમેટાની કુદરતી ખટાશ અને અંદર ભરેલો સીંગદાણા-ચણાના લોટનો મસાલો મળીને એક અદભૂત સ્વાદ આપે છે.

કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  1. કાચા ટામેટા 10-12 નાની સાઈઝ
  2. લસણ ની કણી 15-20
  3. લાલ મરચાની પાઉડર 2 ચમચી
  4. ગાઠીયા પીસેલા  1 કપ
  5. સિંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
  6. હળદર ¼ ચમચી
  7. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  8. ગરમ મસાલો ½ ચમચી   
  9. લીલા ધાણા સુધારેલ 5-7 ચમચી
  10. હિંગ ¼ ચમચી
  11. ખાંડ 1 ચમચી
  12. સ્વાદ મુજબ મીઠું
  13. તેલ 3-4 ચમચી
  14. જીરું 1 ચમચી
  15. હિંગ ¼ ચમચી
  16. સફેદ તલ 2 ચમચી
  17. મીઠા લીમડાના પાંદ 5-7
  18. ગરમ પાણી જરૂર મુજબ
  19. મીઠું સ્વાદ મુજબ

Bharela Kaccha Tameta Nu Shaak banavani recipe

ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના કાચા ટમેટા લ્યો એને પાણીથી બરોબર ધોઈ લ્યો અને એની ડાળી નો ભાગ અલગ કરી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા કરી એક બાજુ મુકો. હવે ખંડણી માં લસણ મરચાનો ભૂકો નાખી કુટી પેસ્ટ બનાવી એક વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં પીસેલા ગાઠીયા નાખો સાથે લીલા ધાણા સુધારેલ, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સિંગદાણા નો ભૂકો, હિંગ અને ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિકસ કરી લ્યો.

હવે કાપા કરેલ ટામેટા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો અને બાકી રહેલ મસાલો એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગઅને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં ભરેલા ટમેટા નાખો અને બે ચાર મિનીટ શેકો.

ત્યાર બાદ ઢાંકી ને બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં એક થી દોઢ કપ ગરમ પાણી અને સ્વાદ મુજબ થોડું મીઠું જો જરૂર લાગે તો નાખી હલકા હાથે મિક્સ કરી એમાં જરૂર મુજબ બાકી રહેલ મસાલો નાખો અને ફરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.

હવે સાત મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગારમ ગરમ શાક ને રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો. તો તૈયાર છે ભરેલા કાચા ટામેટા.

Kaccha Tameta Nu Bharela Shaak recipe tips

અહી જો શાક માં તમને મીઠાસ પસંદ ણા હોય ઓ ણા નાખવી અને જો પસંદ હોય તો છીણેલો ગો કે ખાંડ નાખી શકો છો.

જો લસણ ના ખાતા હો તો ના નાખવું.

મસાલા માટે તમે લસણ વગેરે સામગ્રી મિક્સર માં નાખી ને પણ પીસી શકો છો.

તમે ભરેલા ટમેટા ને ચારણી માં મૂકી કડાઈમાં પાણી ગરમ કરી વચ્ચે કાંઠો મૂકી કાંઠા પર ચારણી મૂકી ઢાંકી ને બાફી લીધા બાદ વઘાર કરી શકો છો.

ભરેલા કાચા ટમેટાનું શાક બનવાની રેસીપી

Bharela Kaccha Tameta Nu Shaak ni rit – ટેસ્ટી બનતું ભરેલા કાચા ટમેટાનું શાક

ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવાની રીત – Bharela Kaccha Tameta Nu Shaak Recipe in Gujarati

બજારમાં શિયાળામાં લાલ ટમેટાની સાથે સાથે Kaccha Tameta (Green Tomatoes) પણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણેકાચા ટમેટાનો ઉપયોગ માત્ર સલાડ કે સંભારામાં જ કરતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય Bharela Kaccha Tameta nu Shaak ખાધું છે? ભરેલા કાચા ટમેટાનું શાક નો સ્વાદ સાવ અલગ અને ચટાકેદાર હોય છે. લીલા ટમેટાની કુદરતી ખટાશ અને અંદર ભરેલો સીંગદાણા-ચણાના લોટનો મસાલો મળીને એક અદભૂત સ્વાદ આપે છે.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી / મિક્સર 

Ingredients

કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 કાચા ટામેટા નાની સાઈઝ
  • 15-20 લસણ ની કણી
  • 2 ચમચી લાલ મરચાની પાઉડર
  • 1 કપ ગાઠીયા પીસેલા
  • ¼ કપ સિંગદાણા નો અધ કચરો ભૂકો
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી સફેદ તલ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Bharela Kaccha Tameta Nu Shaak banavani recipe

  • ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના કાચા ટમેટા લ્યો એને પાણીથી બરોબર ધોઈ લ્યો અને એની ડાળી નો ભાગ અલગ કરી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા કરી એક બાજુ મુકો. હવે ખંડણી માં લસણ મરચાનો ભૂકો નાખી કુટી પેસ્ટ બનાવી એક વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં પીસેલા ગાઠીયા નાખો સાથે લીલા ધાણા સુધારેલ, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સિંગદાણા નો ભૂકો, હિંગ અને ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિકસ કરી લ્યો.
  • હવે કાપા કરેલ ટામેટા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો અને બાકી રહેલ મસાલો એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગઅને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં ભરેલા ટમેટા નાખો અને બે ચાર મિનીટ શેકો.
  • ત્યાર બાદ ઢાંકી ને બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં એક થી દોઢ કપ ગરમ પાણી અને સ્વાદ મુજબ થોડું મીઠું જો જરૂર લાગે તો નાખી હલકા હાથે મિક્સ કરી એમાં જરૂર મુજબ બાકી રહેલ મસાલો નાખો અને ફરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
  • હવે સાત મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગારમ ગરમ શાક ને રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો. તો તૈયાર છે ભરેલા કાચા ટામેટા.

Kaccha Tameta Nu Bharela Shaak recipe tips

  • અહી જો શાક માં તમને મીઠાસ પસંદ ના હોય ઓ ણા નાખવી અને જો પસંદ હોય તો છીણેલો ગો કે ખાંડ નાખી શકો છો.
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • મસાલા માટે તમે લસણ વગેરે સામગ્રી મિક્સર માં નાખી ને પણ પીસી શકો છો.
  • તમે ભરેલા ટમેટા ને ચારણી માં મૂકી કડાઈમાં પાણી ગરમ કરી વચ્ચે કાંઠો મૂકી કાંઠા પર ચારણી મૂકી ઢાંકી ને બાફી લીધા બાદ વઘાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોકલેટ મમરા ચીક્કી રેસીપી | Crispy Chocolate Mamra Chikki Recipe in Gujarati

ઉત્તરાયણ (Uttarayan) હોય કે શિયાળાની સાંજ, મમરાના લાડુ કે ચીક્કી તો ઘરમાં હોય જ. પણ જો બાળકો સાદી ચીક્કી ખાઈને કંટાળી ગયા હોય, તો તેમના માટે બનાવો “ચોકલેટ મમરા ચીક્કી” (Chocolate Mamra Chikki). આ એક ફ્યુઝન રેસીપી છે જેમાં પરંપરાગત ગોળ અને મમરાના સ્વાદ સાથે ચોકલેટ ફ્લેવર ઉમેરવામાં આવે છે.

આ Kids Special Recipe એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે કે મોટાઓને પણ ભાવશે. અહીં આપણે કોકો પાવડર (Cocoa Powder) નો ઉપયોગ કરીને કેવી રીતે પરફેક્ટ બજાર જેવી ચીક્કી બનાવવી તે જોઈશું.

Chocolate Mamra Chikki Ingredients

  • 3 કપ મમરા (Puffed Rice / Kurmura) – સાફ કરેલા
  • 1 કપ ગોળ (Jaggery) – ઝીણો સમારેલો (ચીક્કીનો ગોળ હોય તો શ્રેષ્ઠ)
  • 2 મોટી ચમચી કોકો પાવડર (Cocoa Powder) – ચોકલેટ ફ્લેવર માટે
  • 1 ચમચી ઘી (Ghee) – શાઈન માટે
  • 1 ચમચી વેનીલા એસેન્સ (Vanilla Essence) – (વૈકલ્પિક)

Chocolate Mamra Chikki banavani rit

ચોકલેટ મમરા ચીક્કી બનાવવા સૌથી પહેલા એક પેનમાં મમરા લો. ધીમા તાપે તેને ૩-૪ મિનિટ સુધી હલાવતા રહીને શેકો (Dry Roast). મમરા હાથથી દબાવતા ભૂકો થઈ જાય તેવા ક્રિસ્પી હોવા જોઈએ. શેકાઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી લો. આ સ્ટેપ ખૂબ જરૂરી છે જેથી ચીક્કી પોચી ન પડે.

હવે એ જ પેનમાં ૧ ચમચી ઘી ગરમ કરો. તેમાં સમારેલો ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય અને તેમાં પરપોટા (Bubbles) થવા લાગે એટલે ગેસ ધીમો કરી તેમાં કોકો પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો જેથી ગઠ્ઠા ન રહે.પાયી તૈયાર થાય એટલે તરત જ ગેસ બંધ કરી દો. હવે તેમાં શેકેલા મમરા ઉમેરો. ઝડપથી હાથ ચલાવીને બધું બરાબર મિક્સ કરો જેથી દરેક મમરા પર ચોકલેટનું કોટિંગ આવી જાય.

પ્લેટફોર્મ અથવા પાટલા પર થોડું ઘી લગાવો. ગરમ મિશ્રણને પાટલા પર કાઢો. વેલણને પણ ઘી લગાવીને હળવા હાથે વણી લો. તમારે જેટલી જાડી કે પાતળી ચીક્કી જોઈએ તે મુજબ વણવું. ગરમ હોય ત્યારે જ ચપ્પુથી તેના ચોરસ ટુકડા (Marks) કરી લો. ઠંડી થયા પછી તે કડક થઈ જશે.

તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ચોકલેટી Chocolate Mamra Chikki. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે આ બેસ્ટ ઓપ્શન છે.

મમરા ચીક્કી ટીપ: ગોળની પાયી ચેક કરવા માટે પાણીની વાટકીમાં એક ટીપું નાખો, જો તે કડક થઈ જાય (Hard Ball) તો પાયી તૈયાર છે.

ચોકલેટ મમરા ચીક્કી બનાવવાની રીત

Crispy Chocolate Mamra Chikki - ગોળ ની બજાર જેવી ચોકલેટ મમરા ચીક્કી

ચોકલેટ મમરા ચીક્કી રેસીપી | Crispy Chocolate Mamra Chikki Recipe in Gujarati

ઉત્તરાયણ (Uttarayan) હોય કે શિયાળાની સાંજ, મમરાના લાડુ કે ચીક્કી તો ઘરમાં હોય જ. પણ જો બાળકો સાદી ચીક્કી ખાઈને કંટાળી ગયા હોય, તો તેમના માટે બનાવો "ચોકલેટ મમરા ચીક્કી" (Chocolate Mamra Chikki). આ એક ફ્યુઝન રેસીપી છે જેમાં પરંપરાગત ગોળ અને મમરાના સ્વાદ સાથે ચોકલેટ ફ્લેવર ઉમેરવામાં આવે છે. આ Kids Special Recipe એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે કે મોટાઓને પણ ભાવશે. અહીં આપણે કોકો પાવડર (Cocoa Powder) નો ઉપયોગ કરીને કેવી રીતે પરફેક્ટ બજાર જેવી ચીક્કી બનાવવી તે જોઈશું.
No ratings yet
Prep Time: 5 minutes
Cook Time: 10 minutes
Total Time: 15 minutes
Servings: 10 ટુકડા

Equipment

  • 1 નોન-સ્ટિકપેન
  • 1 ચપ્પુ
  • 1 વેલણ-પાટલો

Ingredients

મમરા ચીક્કી માટે ની સામગ્રી (Ingredients):

  • 3 કપ મમરા Puffed Rice / Kurmura – સાફ કરેલા
  • 1 કપ ગોળ Jaggery – ઝીણો સમારેલો (ચીક્કીનો ગોળ હોય તો શ્રેષ્ઠ)
  • 2 મોટી ચમચી કોકો પાવડર Cocoa Powder – ચોકલેટ ફ્લેવર માટે
  • 1 ચમચી ઘી Ghee – શાઈન માટે
  • 1 ચમચી વેનીલા એસેન્સ Vanilla Essence – (વૈકલ્પિક)

Instructions

Chocolate Mamra Chikki banavani rit

  • ચોકલેટ મમરા ચીક્કી બનાવવા સૌથી પહેલા એક પેનમાં મમરા લો. ધીમા તાપે તેને ૩-૪ મિનિટ સુધી હલાવતા રહીને શેકો (Dry Roast). મમરા હાથથી દબાવતા ભૂકો થઈ જાય તેવા ક્રિસ્પી હોવા જોઈએ. શેકાઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી લો. આ સ્ટેપ ખૂબ જરૂરી છે જેથી ચીક્કી પોચી ન પડે.
  • હવે એ જ પેનમાં ૧ ચમચી ઘી ગરમ કરો. તેમાં સમારેલો ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય અને તેમાં પરપોટા (Bubbles) થવા લાગે એટલે ગેસ ધીમો કરી તેમાં કોકો પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો જેથી ગઠ્ઠા ન રહે.
  • પાયી તૈયાર થાય એટલે તરત જ ગેસ બંધ કરી દો. હવે તેમાં શેકેલા મમરા ઉમેરો. ઝડપથી હાથ ચલાવીને બધું બરાબર મિક્સ કરો જેથી દરેક મમરા પર ચોકલેટનું કોટિંગ આવી જાય.
  • પ્લેટફોર્મ અથવા પાટલા પર થોડું ઘી લગાવો. ગરમ મિશ્રણને પાટલા પર કાઢો. વેલણને પણ ઘી લગાવીને હળવા હાથે વણી લો. તમારે જેટલી જાડી કે પાતળી ચીક્કી જોઈએ તે મુજબ વણવું. ગરમ હોય ત્યારે જ ચપ્પુથી તેના ચોરસ ટુકડા (Marks) કરી લો. ઠંડી થયા પછી તે કડક થઈ જશે.
  • તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ચોકલેટી Chocolate Mamra Chikki. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે આ બેસ્ટ ઓપ્શન છે.
  • ટીપ: ગોળની પાયી ચેક કરવા માટે પાણીની વાટકીમાં એક ટીપું નાખો, જો તે કડક થઈ જાય (Hard Ball) તો પાયી તૈયાર છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

ચોકલેટ મમરા ચીક્કી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

કોકો પાવડરની જગ્યાએ ડેરી મિલ્ક ચોકલેટ વાપરી શકાય?

હા, તમે ગોળની જગ્યાએ મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ અથવા ડેરી મિલ્ક વાપરી શકો છો. પણ ગોળ અને કોકો પાવડરનું કોમ્બિનેશન ચીક્કીને વધુ ક્રિસ્પી બનાવે છે, જ્યારે ચોકલેટ વાળી ચીક્કી થોડી સોફ્ટ રહી શકે છે.

મારી ચીક્કી ચોંટે છે (Sticky), શું કારણ હોઈ શકે?

જો ગોળનો પાયો બરાબર પાકો ન થયો હોય (Soft ball stage), તો ચીક્કી દાંતમાં ચોંટે છે. ગોળ પાણીમાં નાખતા કાચની જેમ તૂટે (Hard Crack Stage) ત્યાં સુધી પકાવવો જરૂરી છે.

ચીક્કીને સ્ટોર કેવી રીતે કરવી?

ચીક્કી સંપૂર્ણપણે ઠંડી થાય પછી જ તેને એર-ટાઈટ ડબ્બામાં ભરવી. જો તે હવાના સંપર્કમાં આવશે તો મમરા પોચા પડી જશે અને ચોકલેટ મેલ્ટ થઈ શકે છે.

શું આમાં ડ્રાયફ્રુટ્સ નાખી શકાય?

હા, તમે મમરાની સાથે શેકેલા બદામ અને કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો, તેનાથી ટેસ્ટ વધુ સારો આવશે.

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત – Tomato Carrot Soup Recipe in Gujarati

મિત્રો શિયાળાની ઠંડી સાંજ હોય (Winter Evening) અને હાથમાં ગરમાગરમ સૂપનો વાટકો હોય તો મજા પડી જાય. અત્યારે બજારમાં લાલ ગાજર (Red Carrots) અને દેશી ટામેટા ખુબ સરસ મળે છે. આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ક્રીમી સૂપ ઓર્ડર કરતા હોઈએ છીએ, પણ ઘરે તેવો ટેસ્ટ નથી આવતો. આજ આપણે ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત શીખીશું જે ઘાટો અને ક્રીમી Tomato Carrot Soup માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે અને ચહેરાની ચમક (Glowing Skin) માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

Tomato Carrot Soup Ingredients

  1. સુધારેલ ટામેટા 3-4
  2. ગાજર સુધારેલ 1 કપ
  3. સુધારેલ બટાકા / કોળું 1  કપ
  4. માખણ / ઘી 1-2  ચમચી
  5. લસણ ની કણી 3-4
  6. સુધારેલ ડુંગળી 1-2
  7. જીરું 1 ચમચી
  8. મરી 3-4
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ખાંડ 1 ચમચી
  11. ફ્રેશ ક્રીમ 3-4 ચમચી
  12. પાણી 2 કપ

Tomato Carrot Soup banavani rit

ટમેટો કેરેટ સૂપ બનાવવા સૌથી પહેલા ગાજર ને ધોઈ છોલી સાફ કરી કટકા કરી એમાં વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ટામેટા ને ધોઈ સાફ કરી એના પણ કટકા કરી લ્યો સાથે જો કોળું હોય તો એ અથવા બટાકા ને છોલી એના પણ કટકા કરી લ્યો. અને ડુંગળી ને પણ સુધારી તૈયાર કરી લેવી અને લસણ ની કણી ને છોલી તૈયાર કરી લેવી.

હવે ગેસ પર કુકરમાં માખણ / ઘી ગરમ કરવા મુકો. માખણ ગરમ થાય એટલે એમાં જીરું, મરી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર અને બટાકા / કોળું નાખો અને મિક્સ કરી બે મિનીટ શેકો. ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખો અને મિક્સ કરી ત્રણ ચાર મિનીટ શેકી લ્યો

ટામેટા થોડા શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી દયો. અને બે સીટી મીડીયમ તાપે વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.

બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો. હવે ગાળી રાખેલ સૂપ ને ફરી કુકર માં નાખો સાથે એક કપ પાણી નાખી ફરી ગેસ ચાલુ કરી સૂપ ને ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ને ઉપરથી ક્રીમ નાખી સર્વ કરો. તો તૈયાર છે ટમેટો કેરેટ સૂપ. 

ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત

Winter special Tomato Carrot Soup - ટમેટો કેરેટ સૂપ ગરમાગરમ

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત – Tomato Carrot Soup Recipe in Gujarati

મિત્રો શિયાળાની ઠંડી સાંજ હોય (Winter Evening) અને હાથમાં ગરમાગરમ સૂપનો વાટકો હોય તો મજા પડી જાય. અત્યારે બજારમાં લાલ ગાજર (Red Carrots) અને દેશી ટામેટા ખુબ સરસ મળે છે. આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ક્રીમી સૂપ ઓર્ડર કરતા હોઈએ છીએ, પણ ઘરે તેવો ટેસ્ટનથી આવતો. આજ આપણે ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત શીખીશું જે ઘાટો અને ક્રીમી Tomato Carrot Soup માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે અને ચહેરાની ચમક (Glowing Skin) માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 કપ

Equipment

  • 1 કુકર
  • 1 ગરણી
  • 1 મિક્સર

Ingredients

Tomato Carrot Soup Ingredients

  • 3-4 સુધારેલ ટામેટા
  • 1 કપ ગાજર સુધારેલ
  • 1 કપ સુધારેલ બટાકા / કોળું
  • 1-2 ચમચી માખણ / ઘી
  • 3-4 લસણ ની કણી
  • 1-2 સુધારેલ ડુંગળી
  • 1 ચમચી જીરું
  • 3-4 મરી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી ફ્રેશ ક્રીમ
  • 2 કપ પાણી

Instructions

Tomato Carrot Soup banavani rit

  • ટમેટો કેરેટ સૂપ બનાવવા સૌથી પહેલા ગાજર ને ધોઈ છોલી સાફ કરી કટકા કરી એમાં વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ટામેટા ને ધોઈ સાફ કરી એના પણ કટકા કરી લ્યો સાથે જો કોળું હોય તો એ અથવા બટાકા ને છોલી એના પણ કટકા કરી લ્યો. અને ડુંગળી ને પણ સુધારી તૈયાર કરી લેવી અને લસણ ની કણી ને છોલી તૈયાર કરી લેવી.
  • હવે ગેસ પર કુકરમાં માખણ / ઘી ગરમ કરવા મુકો. માખણ ગરમ થાય એટલે એમાં જીરું, મરી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર અને બટાકા / કોળું નાખો અને મિક્સ કરી બે મિનીટ શેકો. ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખો અને મિક્સ કરી ત્રણ ચાર મિનીટ શેકી લ્યો
  • ટામેટા થોડા શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી દયો. અને બે સીટી મીડીયમ તાપે વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
  • બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો. હવે ગાળી રાખેલ સૂપ ને ફરી કુકર માં નાખો સાથે એક કપ પાણી નાખી ફરી ગેસ ચાલુ કરી સૂપ ને ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ને ઉપરથી ક્રીમ નાખી સર્વ કરો. તો તૈયાર છે ટમેટો કેરેટ સૂપ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શિયાળામાં તીસી પીઠા ( અળસીના પીઠા ) બનાવવાની રીત – Tisi Ka Pitha Recipe in Gujarati

શિયાળામાં આપણે અળસી (Flaxseeds) નો ઉપયોગ મુખવાસ કે Kachariyu તરીકે કરતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય બિહાર અને યુપીની ફેમસ વાનગી Tisi Ka Pitha ટ્રાય કરી છે? આ વાનગી ચોખાના લોટ (Rice Flour) અને શેકેલી અળસીના મિશ્રણમાંથી તીસી પીઠા બનાવવામાં આવે છે.

આ વાનગીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તળ્યા વગર માત્ર વરાળમાં બાફીને (Steamed Food) બનાવવામાં આવે છે, જેથી તે Weight Loss કરતા લોકો માટે પણ બેસ્ટ છે. અળસીમાં ભરપૂર ઓમેગા-3 હોવાથી શિયાળામાં સાંધાના દુખાવા માટે તે રામબાણ ઈલાજ છે. તો ચાલો જોઈએ આ હેલ્ધી અને ટેસ્ટી Alsi Pitha Recipe.

Tisi Pitha Ingredients

  • તીસી / અળસી  ½ કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 2-3 ચમચી
  • ચોખાનો લોટ 2 કપ
  • મીઠું 2 ચપટી
  • ગરમ પાણી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Tisi Ka Pitha banavani rit

તીસી પીઠા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજા ગેસ પર કડાઈમાં તીસી / અળસી ને નાખી હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. શેકેલ અળસી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. પીસેલી અળસી ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છીણેલો ગોળ અને ઘી નાખી બધી સામગ્રીને બરોબર મસળી મસળીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અળસી નું મિશ્રણ એક બાજુ મુકો.

હવે કથરોટમાં ચોખાના લોટને ચાળી ને લ્યો એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પહેલા એક કપ ગરમ પાણી લોટમાં નાખતા જઈ ચમચાથી હલાવી લ્યો ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી ચમચા થી મિક્સ કરો. હવે લોટ ને થોડો નાવ્શેકો થાય અને હાથ લગાવી શકાય ત્યારે હાથ થી મસળી મિક્સ કરો અને મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગરમ પાણી નાખવું.

લોટ ને બરોબર મસળીને મુલાયમ બનાવી લ્યો અને એમાંથી જે સાઈઝ ના પીઠા કરવા હોય એ સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે હાથ પર ઘી લગાવી એક લુવો લઇ મસળી ગોળો બનાવો ત્યાર બાદ હથેળી અને આંગળીની મદદથી વાટકા જેવો આકાર આપો અને વાટકામાં તૈયાર કરેલ અળસી નું સ્ટફિંગ એક ચમચી કે જરૂર મુજબ નાખી ને બધી બાજથી દબાવતા જઈ પેક કરો ( જેમ કચોરીમાં ભરીએ એમ પેક કરવું ) બરોબર પેક કરી લીધા બાદ હથેળી માં ગોળ ફેરવી લેવા આમ બધા જ પીઠા બનાવી લ્યો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે ચારણીમાં ઘી લગાવી એમાં તૈયાર કરેલ પીઠા મુકો અને ચારણી ને કડાઈમાં મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનીટ બાફી લ્યો. અને વીસ મિનીટ પછી ચારણી કાઢી લ્યો અને ગરમ કે ઠંડા મજા લ્યો. તો તૈયાર છે તીસી કા પીઠા.

અહી તમે તૈયાર પીઠા ને ઉકળતા પાણીમાં નાખી ત્યાર બાદ ગેસ મીડીયમ કરી ને દસ મિનીટ ચડાવી ને પણ બનાવી શકો છો.

તીસી પીઠા બનાવવાની રીત

Tisi Ka Pitha - તીસી પીઠા

શિયાળામાં તીસી પીઠા ( અળસીના પીઠા ) બનાવવાની રીત – Tisi Ka Pitha Recipe in Gujarati

શિયાળામાં આપણેઅળસી (Flaxseeds) નોઉપયોગ મુખવાસ કે Kachariyu તરીકે કરતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય બિહાર અને યુપીની ફેમસ વાનગી Tisi Ka Pitha ટ્રાય કરી છે?આ વાનગી ચોખાના લોટ (Rice Flour) અને શેકેલી અળસીના મિશ્રણમાંથી તીસી પીઠા બનાવવામાં આવે છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 14 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર
  • 1 કડાઈ /  ઢોકરીયા

Ingredients

Tisi Pitha Ingredients

  • ½ કપ તીસી / અળસી
  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી ઘી
  • 2 કપ ચોખાનો લોટ
  • 2 ચપટી મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Tisi Ka Pitha banavani rit

  • તીસી પીઠા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજા ગેસ પર કડાઈમાં તીસી / અળસી ને નાખી હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. શેકેલ અળસી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. પીસેલી અળસી ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છીણેલો ગોળ અને ઘી નાખી બધી સામગ્રીને બરોબર મસળી મસળીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અળસી નું મિશ્રણ એક બાજુ મુકો.
  • હવે કથરોટમાં ચોખાના લોટને ચાળી ને લ્યો એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પહેલા એક કપ ગરમ પાણી લોટમાં નાખતા જઈ ચમચાથી હલાવી લ્યો ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી ચમચા થી મિક્સ કરો. હવે લોટ ને થોડો નાવ્શેકો થાય અને હાથ લગાવી શકાય ત્યારે હાથ થી મસળી મિક્સ કરો અને મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગરમ પાણી નાખવું.
  • લોટ ને બરોબર મસળીને મુલાયમ બનાવી લ્યો અને એમાંથી જે સાઈઝ ના પીઠા કરવા હોય એ સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે હાથ પર ઘી લગાવી એક લુવો લઇ મસળી ગોળો બનાવો ત્યાર બાદ હથેળી અને આંગળીની મદદથી વાટકા જેવો આકાર આપો અને વાટકામાં તૈયાર કરેલ અળસી નું સ્ટફિંગ એક ચમચી કે જરૂર મુજબ નાખી ને બધી બાજથી દબાવતા જઈ પેક કરો ( જેમ કચોરીમાં ભરીએ એમ પેક કરવું ) બરોબર પેક કરી લીધા બાદ હથેળી માં ગોળ ફેરવી લેવા આમ બધા જ પીઠા બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે ચારણીમાં ઘી લગાવી એમાં તૈયાર કરેલ પીઠા મુકો અને ચારણી ને કડાઈમાં મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનીટ બાફી લ્યો. અને વીસ મિનીટ પછી ચારણી કાઢી લ્યો અને ગરમ કે ઠંડા મજા લ્યો. તો તૈયાર છે તીસી કા પીઠા.
  • અહી તમે તૈયાર પીઠા ને ઉકળતા પાણીમાં નાખી ત્યાર બાદ ગેસ મીડીયમ કરી ને દસ મિનીટ ચડાવી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી